825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|બ્લાઇન્ડ વર્મ | મોહનભાઈ પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિખિલ ગયો. કવર આનંદના હાથમાં રહ્યું. આનંદે એને સ્પષ્ટ સંભળાવી દેવું જોઈતું હતું કે એ કવર પોતે શ્રીમતી અ.ને નહીં પહોંચાડી શકે. પણ એવું કાંઈ કહેવાનું એને સૂઝ્યું નહીં. નિખિલ આવતી કાલે જ પરદેશ જવા ઊપડી જવાનો હતો. ફરી કદીય પાછો આવવાનો નહોતો. આનંદનો એ ઘણો જૂનો મિત્ર. દેશ છોડીને કાયમ માટે જતો હતો. આનંદ ઘણા વિચારોમાં ગૂંચવાઈ ગયો હતો. કવર એની પાસે રહ્યું. એને શ્રીમતી અ.ને ‘હાથોહાથ’ પહોંચાડવાનું હતું. શ્રીમતી અ. એકલી હોય એવો મોકો મેળવીને એ કવર એને સોંપી દેવાનું હતું. | નિખિલ ગયો. કવર આનંદના હાથમાં રહ્યું. આનંદે એને સ્પષ્ટ સંભળાવી દેવું જોઈતું હતું કે એ કવર પોતે શ્રીમતી અ.ને નહીં પહોંચાડી શકે. પણ એવું કાંઈ કહેવાનું એને સૂઝ્યું નહીં. નિખિલ આવતી કાલે જ પરદેશ જવા ઊપડી જવાનો હતો. ફરી કદીય પાછો આવવાનો નહોતો. આનંદનો એ ઘણો જૂનો મિત્ર. દેશ છોડીને કાયમ માટે જતો હતો. આનંદ ઘણા વિચારોમાં ગૂંચવાઈ ગયો હતો. કવર એની પાસે રહ્યું. એને શ્રીમતી અ.ને ‘હાથોહાથ’ પહોંચાડવાનું હતું. શ્રીમતી અ. એકલી હોય એવો મોકો મેળવીને એ કવર એને સોંપી દેવાનું હતું. |