17,386
edits
No edit summary |
No edit summary |
||
Line 124: | Line 124: | ||
<center><big>રાજેન્દ્ર શાહ</big></center> | <center><big>રાજેન્દ્ર શાહ</big></center> | ||
<center><big>આસ્તિકતા, | <center><big>આસ્તિકતા, સાત્ત્વિકતા ને વૈશ્વિકતાના કવિ</big></center> | ||
{{rule|25em}} | <center>{{rule|25em}}</center> | ||
<center>'''ચંદ્રકાન્ત શેઠ'''</center> | <center>'''ચંદ્રકાન્ત શેઠ'''</center> | ||
'''૧.જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા કવિ''' | '''૧.જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા કવિ''' | ||
ગુજરાતી કાવ્યસાહિત્યનો | ગુજરાતી કાવ્યસાહિત્યનો ઇતિહાસ જાણે કવિબેલડીઓમાં આગળ વધતો હોય એવું આપણને લાગે ! મધ્યકાલીન કવિતાની વાત કરતાં નરસિંહ-મીરાં, અખો-પ્રેમાનંદ, શામળ-દયારામ જેવી કવિબેલડીઓનું સ્મરણ થાય છે તો અર્વાચીન કવિતાની વાત કરતાં દલપત-નર્મદ, મણિલાલ-બાળાશંકર, કાન્ત-કલાપી, ન્હાનાલાલ-બ.ક.ઠા, સુન્દરમ્-ઉમાશંકર, રાજેન્દ્ર શાહ-નિરંજન જેવી કવિબેલડીઓનું. આ ધારા આગળ વધારતાં ઉશનસ્-જયન્ત પાઠક, હરીન્દ્ર દવે-સુરેશ દલાલ, લાભશંકર-સિતાંશુ, ચિનુ-મનહર મોદી જેવી કવિબેલડીઓનુંયે સ્મરણ થાય ! રાજેન્દ્ર શાહ-નિરંજનનું કામ ગાંધીયુગ અને અનુગાંધીયુગના સંધિકાળે ઊઘડેલું પમાય છે. રાજેન્દ્ર શાહ ને નિરંજનને ગાંધીજી સ્પર્શ્યા છે, પરંતુ તેમની કવિતા ગાંધીજીની સીમારેખામાં બદ્ધ રહી નથી. ભાવનાપ્રીતિ ઉભયની છે; પરંતુ ભાવનાગ્રસ્તતા બેમાંથી કોઈનીયે નથી. રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગત (૧૯૨૬) બંનેય વીસમી સદીનાં ફરજંદ. રાજેન્દ્ર શાહની ગતિ, ગામ-સીમથી નગર ભણીની છે; નિરંજન ભગત પૂરા નગરકવિ છે. પ્રકૃતિ ને સંસ્કૃતિની સાથેની નિસબત બંનેની મજબૂત. બંનેયનો માનવવિકૃતિઓ સામેનો મોરચો સંગીન. બંનેમાંથી એક રાજેન્દ્ર શાહ આજે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પોંખાયા, ખરેખર તો આ કવિબેલડી જ પોંખાવી જોઈતી હતી જ્ઞાનપીઠ પુરસ્કાર માટે ! આમ તો સુન્દરમ્ કે દર્શક જેવા સાહિત્યકરો સુધી જ્ઞાનપીઠ ન પહોંચી શક્યો એમાંય મર્યાદા તો જ્ઞાનપીઠ પુરસ્કારની જ લેખાય. ખેર ! પણ ઉમાશંકર જોશી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ (૧૯૮૫) પછી રાજેન્દ્ર શાહ (૨૦૦૩) આ પુરસ્કાર-વિજેતાઓની હરોળમાં સામેલ થયા તેથી જ્ઞાનપીઠ પુરસ્કારનું ગૌરવતેજ વધ્યું છે એમ જ કહેવું જોઈએ. આ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે રાજેન્દ્ર શાહને અભિનંદન આપવા સાથે જ્ઞાનપીઠ પુરસ્કારના નિર્ણાયકોનેય યોગ્ય નિર્ણય માટે અભિનંદન આપવાં જોઈએ. | ||
<center>*</center> | <center>*</center> | ||
જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા રાજેન્દ્ર શાહ (જ. ૨૮-૧-૧૯૧૩, કપડવંજ, જિ.ખેડા) ગુજરાતના તો મૂર્ધન્ય કવિ છે જ, આખા ભારતમાંયે એમની કોટિના ઉત્કૃષ્ટ કવિઓ પ્રમાણમાં ઓછા જ હશે. રાજેન્દ્ર શાહની કવિતા ગુજરાતની અને એ રીતે ભારતીય કવિતાની મોંઘેરી મિરાતરૂપ લેખાય. | જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા રાજેન્દ્ર શાહ (જ. ૨૮-૧-૧૯૧૩, કપડવંજ, જિ.ખેડા) ગુજરાતના તો મૂર્ધન્ય કવિ છે જ, આખા ભારતમાંયે એમની કોટિના ઉત્કૃષ્ટ કવિઓ પ્રમાણમાં ઓછા જ હશે. રાજેન્દ્ર શાહની કવિતા ગુજરાતની અને એ રીતે ભારતીય કવિતાની મોંઘેરી મિરાતરૂપ લેખાય. | ||
ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના ઉતરાર્ધમાં સૌંદર્યનિષ્ઠ કવિતાની જે ધારા આરંભાઈ તેના એ પ્રમુખ કવિ છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું જે જીવાતુભૂત તત્ત્વ છે તેનો સમ્યગ્ આવિષ્કાર એમની કવિતામાં છે. દાર્શનિકતા અને સૌન્દર્યરાગિતાનું અનોખું રસાયણ એમાં છે. ‘નિરુદ્દેશે’ સંસારે મુગ્ધ અને મુક્ત ભ્રમણ કરતા આ કવિની શબ્દલીલામાંથી તત્ત્વદર્શનનો શમપ્રધાન પ્રસન્નતામૂલક | |||
સર્વ કવિઓના પ્રિય એવા પ્રણય, પ્રકૃતિ અને પરમાત્મા | ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના ઉતરાર્ધમાં સૌંદર્યનિષ્ઠ કવિતાની જે ધારા આરંભાઈ તેના એ પ્રમુખ કવિ છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું જે જીવાતુભૂત તત્ત્વ છે તેનો સમ્યગ્ આવિષ્કાર એમની કવિતામાં છે. દાર્શનિકતા અને સૌન્દર્યરાગિતાનું અનોખું રસાયણ એમાં છે. ‘નિરુદ્દેશે’ સંસારે મુગ્ધ અને મુક્ત ભ્રમણ કરતા આ કવિની શબ્દલીલામાંથી તત્ત્વદર્શનનો શમપ્રધાન પ્રસન્નતામૂલક ભાવરસ દ્રવતો-સ્રવતો આપણે જોઈ શકીએ છીએ. હતાશા કે નિરાશાને તો એમાંથી માઈલોનું છેટું છે. તેઓ તો આસ્તિકતા, સાત્ત્વિકતા અને વૈશ્વિકતાના કવિ છે. એમના અવાજમાં શ્રદ્ધા, સમતા અને સચ્ચાઈનો રણકો સંભળાય છે. તેઓ તો ક્ષણની ભીતર રહેલી શાશ્વતીના દ્રષ્ટા ને ઉદ્ગાતા છે. સંસારના કર્મ-કોલાહલને તળિયે રહેલી શાંતિના, જીવનસંઘર્ષના મૂળિયે રહેલી સંવાદિતાના તેઓ શોધક અને સાધક કવિ છે. તેમને જેમ વિશ્વની કેટલીક પ્રશિષ્ટ કવિતા સાથે તેમ વિશ્વની તત્ત્વજ્ઞાનની કેટલીક મીમાંસા સાથે; વેદાંત તંત્ર, યોગ જેવી સાધનાપ્રણાલીઓ સાથે પણ કામ પાડ્યું છે. | ||
રાજેન્દ્ર શાહે ગુજરાતી કવિતાને કેટલાંક ઉત્તમ સૉનેટો આપ્યાં છે. એમાં ‘આયુષ્યના અવશેષે’ જેવી ‘રેશમના પટ પર કિનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવી’ (બ.ક.ઠાકોર) સૉનેટમાળા તો ખરી જ, ઉપરાંત ‘રહસ્યઘન અંધકાર’, ‘શિરીષ ફૂલ-શી’, ‘યોગહીણો વિયોગ’, ‘સુધામય રાગિણી’, ‘યામિનીને કિનારે’, ‘સ્પર્શું ન તોયે’, ‘રાગિણી’ (સૉનેટમાળા), ‘ત્રિમૂર્તિ’ (સૉનેટત્રય), ‘મારું ઘર’, ‘ઢળતી રાતે’ (સૉનેટદ્વય) ‘હેંમંતની એક રાતે’ જેવાં સૉનેટ | |||
સર્વ કવિઓના પ્રિય એવા પ્રણય, પ્રકૃતિ અને પરમાત્મા — આ ત્રણ વિષય-બિન્દુઓથી સર્જાતો ‘મંગલ ત્રિકોણ’ એમની કવિતામાં છે. એમની કવિતામાં સુષમા ને સુષુમણાનો રસાત્મક યોગ જોવા મળે છે. એમાં એકતારાનો રણકાર ને સાથે વિચિત્ર-વીણાનો ઝણકાર સંમીલિત છે. રાજેન્દ્ર શાહ હાથમાં ડફ લઈ, રાજસ્થાની લયલહેકા ને જબાનમાં ‘હો સાંવર થોરી અઁખિયનમૈં ઝોબનિયું ઝૂકે લાલ, નાગર સાઁવરિયો!’ અથવા ‘ઇંધણા વીણવા ગૈ’તી મોરી સૈયર !’ કે ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’ જેવા લોક-લય-ઢાળનાં ગીતો ગાય છે. તો એકતારો લઇ ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હો જી!’ અથવા ‘કાયાને કોટડે બંધાણો, અલખ મારો, લાખેણા રંગમાં રંગાણો’ જેવાં ભજનો પણ લલકારે છે. વળી મન થાય તો ‘નીરખું નિર્નિમેષ’ ‘બહુરિ કુટિલ તવ છલના’, ‘હે શ્રાવણ !’ જેવાં, રવીન્દ્ર-ગાન-છટાનું સ્મરણ કરાવે એવાં, ગીતોયે ગુંજે છે! ગુજરાતી ગીત કવિતાને રાજેન્દ્ર શાહે સાચા અર્થમાં સમૃદ્ધ કરી છે. ‘કોઈ સૂરનો સવાર’, ‘તને જોઈ જોઈ તોય તું અજાણી’, ‘સંગમાં રાજી રાજી’, ‘પીળી છે પાંદડી’, ‘આપણા બેનાં એક બન્યાં મન’, ‘મન મેં તારું જાણ્યું ના’, ‘આપણાં દુઃખનું કેટલું જોર?’, ‘અલ્યા મેહુલા’, ‘આયો જી વૈશાખ લાલ’, ‘બેડલો છોડો’, ‘આપણે આવળ બાવળ બોરડી’, ‘આણી કોર શેલાર આપણું ગામ’, ‘લીમડી ઝૂકી લેલૂંબ’, ‘ખાટી રે આંબલીથી’, ‘ઝૂંક વાગી ગઈ’, ‘આવડ્યું એનો અરથ’, ‘શરત’, ‘ભૂલીએ જુદાઈ, ભાઈ!’ — જેવાં કેટકેટલાંય લય-ભાવવૈવિધ્યથી સભર અવનવાં કલ્પનોથી આકર્ષક ગીતોનો રમણીય કોશ તેમણે ગુજરાતને અર્પ્યો છે. શબ્દ ને સૂરની, શબ્દબ્રહ્મ ને નાદબ્રહ્મની જે સંપૃક્તિ એમનાં ઉત્તમ ગીતોમાં છે તે આ કવિની અને સાથે ગુજરાતી કવિતાનીયે રિદ્ધિસિદ્ધિ છે. | |||
રાજેન્દ્ર શાહે ગુજરાતી કવિતાને કેટલાંક ઉત્તમ સૉનેટો આપ્યાં છે. એમાં ‘આયુષ્યના અવશેષે’ જેવી ‘રેશમના પટ પર કિનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવી’ (બ.ક.ઠાકોર) સૉનેટમાળા તો ખરી જ, ઉપરાંત ‘રહસ્યઘન અંધકાર’, ‘શિરીષ ફૂલ-શી’, ‘યોગહીણો વિયોગ’, ‘સુધામય રાગિણી’, ‘યામિનીને કિનારે’, ‘સ્પર્શું ન તોયે’, ‘રાગિણી’ (સૉનેટમાળા), ‘ત્રિમૂર્તિ’ (સૉનેટત્રય), ‘મારું ઘર’, ‘ઢળતી રાતે’ (સૉનેટદ્વય) ‘હેંમંતની એક રાતે’ જેવાં સૉનેટ – સૉનેટગુચ્છો પણ અત્રે સ્મરણીય છે. આ સૉનેટોમાં પ્રતીક-કલ્પનો વગેરેની તાજગી પણ આસ્વાદ્ય રહે છે. | |||
રાજેન્દ્ર શાહે ગુજરાતી છંદોબદ્ધ કાવ્યોના ક્ષેત્રને પણ એમની સર્જનાત્મક પ્રયોગલીલાથી આકર્ષક કર્યું છે. ‘આયુષ્યના અવશેષે’ જેવામાં બ.ક.ઠાકોરને ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ’ ઊતર્યાનું લાગેલું; તો એ રીતે વસંતતિલકા, પૃથ્વી, અનુષ્ટુપ આદિ વિવિધ છંદોનું લયલાવણ્ય એમની કવિતામાં જે તે ભાવાનુભવને પોષક ને તેથી પ્રસન્નકર હોય છે. ‘વિજન અરણ્યે’માં અનુષ્ટુપની ગતિ સર્પના ગતિલાવણ્યને આ રીતે રેખાંકિત કરે છે : | રાજેન્દ્ર શાહે ગુજરાતી છંદોબદ્ધ કાવ્યોના ક્ષેત્રને પણ એમની સર્જનાત્મક પ્રયોગલીલાથી આકર્ષક કર્યું છે. ‘આયુષ્યના અવશેષે’ જેવામાં બ.ક.ઠાકોરને ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ’ ઊતર્યાનું લાગેલું; તો એ રીતે વસંતતિલકા, પૃથ્વી, અનુષ્ટુપ આદિ વિવિધ છંદોનું લયલાવણ્ય એમની કવિતામાં જે તે ભાવાનુભવને પોષક ને તેથી પ્રસન્નકર હોય છે. ‘વિજન અરણ્યે’માં અનુષ્ટુપની ગતિ સર્પના ગતિલાવણ્યને આ રીતે રેખાંકિત કરે છે : | ||
‘રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું.’ | |||
રાજેન્દ્ર શાહના ‘શેષ અભિસાર’ કાવ્યમાં નાટ્યાત્મક રીતિમાં અનુષ્ટુપનો જે રીતે વિનિયોગ થયો છે તે આસ્વાદ્ય છે. ‘સ્પર્શનું વસ્ત્ર હો પરું’ કહેતાં મૃત્યુનું જે મનોરમ અને | <center>‘રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું.’</center> | ||
‘આનંદ શો અમિત’માં વસંતતિલકાનું માધુર્ય જે રીતે દાંપત્યજીવનની | |||
તેઓ | રાજેન્દ્ર શાહના ‘શેષ અભિસાર’ કાવ્યમાં નાટ્યાત્મક રીતિમાં અનુષ્ટુપનો જે રીતે વિનિયોગ થયો છે તે આસ્વાદ્ય છે. ‘સ્પર્શનું વસ્ત્ર હો પરું’ કહેતાં મૃત્યુનું જે મનોરમ અને સૂક્ષ્મતમ ચિત્રાંકન થયું છે તે ચિત્તહારી છે. | ||
‘આનંદ શો અમિત’માં વસંતતિલકાનું માધુર્ય જે રીતે દાંપત્યજીવનની — ગાર્હસ્થજીવનની ભાવમાધુરીમાં એકરસ થઈ પ્રસન્નતાની આભા પ્રગટ કરે છે તે માણવા — પ્ર-માણવા જેવું છે. | |||
તેઓ મધ્યાહ્નની અલસવેળનો અનુભવ છંદોલય દ્વારા, સમુચિત કલ્પનો દ્વારા સરસ રીતે ઉપસાવે છે: | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત, | |||
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ, | ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ, | ||
ને શ્રાવણી જલનું વર્ષણ તોય કલાન્ત, | ને શ્રાવણી જલનું વર્ષણ તોય કલાન્ત, | ||
ફોરાં ઝરે દ્રુમથી | ફોરાં ઝરે દ્રુમથી ર્હૈ રહી એક એક. | ||
જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન, | જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન, | ||
તેવું જ મારું સહજે ઉર સ્પંદમાન.’ | તેવું જ મારું સહજે ઉર સ્પંદમાન.’ | ||
</poem> | </poem> | ||
{{Right|(‘શ્રાવણી | {{Right|(‘શ્રાવણી મધ્યાહ્ને’)}}<br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દ્રુમથી ટપકતાં ફોરાં કાનથી પણ અહીં પ્રત્યક્ષ થઈ શકે છે ! | દ્રુમથી ટપકતાં ફોરાં કાનથી પણ અહીં પ્રત્યક્ષ થઈ શકે છે ! | ||
રાજેન્દ્ર શાહે જે રીતે મનહર-વનવેલી જેવા સંખ્યામેળ પદ્યબંધોનો કાવ્યમાં વિનિયોગ કર્યો છે તે અપૂર્વ ને અનન્ય છે. ખાસ કરીને ‘શાંત કોલાહલ’માંનાં ‘છલનિર્મલ’, ‘મેડીને એકાન્ત’, ‘ક્ષણને આધાર’ જેવાં કાવ્યો આ સંદર્ભમાં જોવા જેવાં છે. | |||
રાજેન્દ્ર શાહ ‘ભૂલેશ્વરમાં એક રાત’, ‘મુંબઈમાં’, ‘મધ્યરાત્રિએ શહેર’ જેવામાં નગર જીવનની વિષમતા કે વિષમયતાના અલપઝલપ સંકેતો કરે છે, પરંતુ એમનું ચિત્ત વિસંવાદ કરતાં સંવાદના નિરૂપણમાં જ વધુ ઠરે છે અને ખીલે છે. ‘વિષાદને સાદ’ જેવામાંથી રાજેન્દ્ર શાહની પોતાના સમયમાં ને પોતાના સમય સાથે જીવવાની ક્ષમતા-શક્તિનો સારો પરિચય–પરચો મળે છે. | રાજેન્દ્ર શાહે જે રીતે મનહર-વનવેલી જેવા સંખ્યામેળ પદ્યબંધોનો કાવ્યમાં વિનિયોગ કર્યો છે તે અપૂર્વ ને અનન્ય છે. ખાસ કરીને ‘શાંત કોલાહલ’માંનાં ‘છલનિર્મલ’, ‘મેડીને એકાન્ત’, ‘ક્ષણને આધાર’ જેવાં કાવ્યો આ સંદર્ભમાં જોવા જેવાં છે. | ||
એમની આવી આરાધના આકસ્મિક નથી. એમના | |||
રાજેન્દ્ર શાહની કવિતાનો સ્થાયી રસ છે શાન્ત | રાજેન્દ્ર શાહ ‘ભૂલેશ્વરમાં એક રાત’, ‘મુંબઈમાં’, ‘મધ્યરાત્રિએ શહેર’ જેવામાં નગર જીવનની વિષમતા કે વિષમયતાના અલપઝલપ સંકેતો કરે છે, પરંતુ એમનું ચિત્ત વિસંવાદ કરતાં સંવાદના નિરૂપણમાં જ વધુ ઠરે છે અને ખીલે છે. ‘વિષાદને સાદ’ જેવામાંથી રાજેન્દ્ર શાહની પોતાના સમયમાં ને પોતાના સમય સાથે જીવવાની ક્ષમતા-શક્તિનો સારો પરિચય–પરચો મળે છે. ‘ઘઉંમાં ચડ્યાં કાંઈ ધનેરું/ધનમાં ચડ્યાં એરું’ –એ દર્શન એમની કવિદૃષ્ટિથી અછતું રહેતું નથી; પરંતુ રાજેન્દ્ર શાહ જીવન-વ્યવહારનાં વમળો-વિવર્તોના જાણતલ છતાં જઈને ઠરે છે જીવનચેતનાના પ્રશાન્ત પટ પર. વીજ-વાદળ-ગર્જનો જાણવા છતાં એમનું ચિત્ત તો આકાશની નિર્લેપતા ને અવિકૃતતાનું જ સતત આરાધક રહેલું જોવા મળે છે. | ||
રાજેન્દ્ર શાહે કવિતામાં ન્હાનાલાલની જેમ ‘બ્રહ્મ’ શબ્દની શુકરટણા કરી નથી. પરંતુ એમાં બ્રહ્મભાવની આંતરસેર તો સરસ્વતીની સૂક્ષ્મ ધારા જેમ સતત અખંડ પ્રવહમાન જોવા મળે છે. એમનામાં ફેરિયો ને ફક્કડ બેયની ઉપસ્થિતિ અને બેયનો ભારે ફલદાયી સ્નેહસંવાદ છે. એની તો ખરી મજા છે! એ મજા તો નિરાંતે, સમાધિની રીતે માણવી જોઈએ. રાજેન્દ્ર શાહની કવિતામાં એક પ્રકારની શબ્દસમાધિ છે, જેનો સારમર્મ કેવળ બુદ્ધિ કે તર્કથી પૂરો ન પમાય, એના માટે સહૃદયતા સાથેની મુક્ત (અવિઘ્ના) ભાવસંવેદના અનિવાર્ય છે. શબ્દનો પૂરો મર્મ તો કેવળ આત્મચેતનાના શબ્દચેતના સાથેના | |||
રાજેન્દ્ર શાહે ‘રામ વૃંદાવની’ બની પાંચ શેરવાળી ગઝલરીતિના વિલક્ષણ પ્રયોગો પણ કર્યા (પંચપર્વા, ૧૯૮૩); અલબત્ત, પોતાના અલગારીપણાનો રંગ રહેવા દઈને | એમની આવી આરાધના આકસ્મિક નથી. એમના જન્મ-ઉછેર-સંસ્કાર-વિદ્યાજ્ઞાન સર્વના કારણે તે તરફ એમની ગતિ છે. પરિવારના વારસામાં જ શ્રીમન્ન્રૃસિંહાચાર્ય ને ઉપેન્દ્રાચાર્યજીના સંસ્કાર. એમનાં શીલ-ગુણે તેજસ્વી માતા લલિતાબહેન રાજેન્દ્ર શાહને ‘સિંહબાલ’રૂપે –‘નૃસિંહબાલ’રૂપે જોવાના આગ્રહી હતાં. તેથી તો ‘કલાપી’ની ઊર્મિલતાવાળી કવિતાથી તેમણે રાજેન્દ્ર શાહને વેગળા રાખેલા. રાજેન્દ્ર શાહની ગતિવિધિ પર, એમના તનમનના સ્વસ્થ વિકાસ પર એમની સતત નજર રહેતી. રાજેન્દ્ર શાહના ઘડતર-ઉછેરમાં એમની માતાનું ને એ રીતે ગુરુ ઉપેન્દ્રાચાર્યજીનું ઘણું મોટું પ્રદાન હતું. રાષ્ટ્રની મુક્તિ ને એ આધ્યાત્મિક મુક્તિ – બેય તરફ એમની અનવરુદ્ધ ગતિ હતી. તરુણ રાજેન્દ્ર શાહે રાષ્ટ્રધ્વજ હાથમાં ઝાલ્યો તો કપડવંજના ટાવર પરથી કૂદકો મારીનેય એની શાન સાચવી. જીવનમાં રાજેન્દ્ર શાહને અનેક પ્રકારે ચડતીપડતીના વારાફેરા આવ્યા, પણ રાજેન્દ્ર શાહ એ બધાંની પાર ઊતરી જે સ્વસ્થતા જાળવી શક્યા તેમાં એમનું સત્ત્વ-સ્વત્વ તો ખરું જ, તેમ એમના માતૃત્વશક્તિસભર ગૃહજીવનનું વાતાવરણ અને સર્વથા સમર્પિત ગૃહિણીનું શાંત ને સંગીત સહાય-સમર્થન પણ કારણભૂત હતાં. રાજેન્દ્ર શાહના શબ્દને જે સિંચન-પોષણ-સમર્થન મળ્યું તે આપણી ભારતીય સંસ્કાર-સંસ્કૃતિની આધ્યાત્મિક વિચાર-આચારની પરંપરામાંથી અને આપણી પ્રશિષ્ટ કાવ્યધારામાંથી. રાજેન્દ્ર શાહમાં અવધૂતી મિજાજ અને કવિમાં અનિવાર્ય એવી સૂક્ષ્મ પ્રકારની સચ્ચાઈ જે પ્રકારે કાર્યાન્વિત છે તેમણે એમના શબ્દને બળ,ગતિ ને દિશા આપ્યાં છે એમ કહેવું જોઈએ. | ||
રાજેન્દ્ર શાહની કવિતામાં अहम्થી सोऽहम् પ્રતિની ગતિ છે. એમાં ગહનતામાં અવગાહન કરતાં કરતાં વ્યાપક રૂપે પોતાને પામવાની ઝંખના ઉત્કટ છે. એમની કવિતા વાગ્વિલાસરૂપ નથી; શબ્દ દ્વારા શબ્દની અંદર અને બહાર સંચરણ કરતાં પોતાનું પૂર્ણતયા આકલન-દર્શન કરવાની તીવ્ર આરતરૂપ એ છે. રાજેન્દ્ર શાહમાં પૂરતી અર્વાચીનતા અને આધુનિકતા છે પણ તે પોતાના સમયમાં જીવવા માટે કોઈ પણ કવિને અનિવાર્ય હોય એટલી; પરંતુ એમની કવિતામાં બુલંદ અવાજ છે આધ્યાત્મિક સનાતનતાનો. જ્યાં સભરતા ને શૂન્યતા | |||
તત્ત્વજ્ઞાન અને કવિતાનો સુમેળ સાધતી, એ ઉભયની સમૂળતા ને અસલિયત દાખવતી એમની કવિતા દ્વારા આપણે રાજેન્દ્ર શાહના વધુ અર્થપૂર્ણ ને ઊંડા પરિચય માટે સક્રિય થઈએ. ૧૯૨૯થી અજસ્ર ચાલતી એમની આજદિન પર્યંતની કાવ્યધારાનું પાન કરતાં આપણે આપણામાંના દૈવતને સમજવાનો | રાજેન્દ્ર શાહની કવિતાનો સ્થાયી રસ છે શાન્ત – પણ સપ્ત રંગોને ઊંડળમાં સમાવતા શ્વેત રંગ જેવો શાન્ત! એમાં પ્રેમનાં વિવિધ સ્વરૂપોનો મોકળો ઉઘાડ છે પણ ક્યાંય હીણું કે અરુચિકર તત્ત્વ નથી. એમાં મસ્તી છે, મદ નથી. એમાં જીવનની નરવાઈ ને ગરવાઈની સતત ખેવના જોઈ શકાય છે. | ||
રાજેન્દ્ર શાહે કવિતામાં ન્હાનાલાલની જેમ ‘બ્રહ્મ’ શબ્દની શુકરટણા કરી નથી. પરંતુ એમાં બ્રહ્મભાવની આંતરસેર તો સરસ્વતીની સૂક્ષ્મ ધારા જેમ સતત અખંડ પ્રવહમાન જોવા મળે છે. એમનામાં ફેરિયો ને ફક્કડ બેયની ઉપસ્થિતિ અને બેયનો ભારે ફલદાયી સ્નેહસંવાદ છે. એની તો ખરી મજા છે! એ મજા તો નિરાંતે, સમાધિની રીતે માણવી જોઈએ. રાજેન્દ્ર શાહની કવિતામાં એક પ્રકારની શબ્દસમાધિ છે, જેનો સારમર્મ કેવળ બુદ્ધિ કે તર્કથી પૂરો ન પમાય, એના માટે સહૃદયતા સાથેની મુક્ત (અવિઘ્ના) ભાવસંવેદના અનિવાર્ય છે. શબ્દનો પૂરો મર્મ તો કેવળ આત્મચેતનાના શબ્દચેતના સાથેના નિર્બંધ સંયોગે જ પમાય. | |||
રાજેન્દ્ર શાહે ‘રામ વૃંદાવની’ બની પાંચ શેરવાળી ગઝલરીતિના વિલક્ષણ પ્રયોગો પણ કર્યા (પંચપર્વા, ૧૯૮૩); અલબત્ત, પોતાના અલગારીપણાનો રંગ રહેવા દઈને. એમણે પ્રસંગકાવ્યો (પ્રસંગસપ્તક, ૧૯૮૨) ચિત્રકાવ્યો (ચિત્રણા, ૧૯૬૭), લઘુકાવ્યો વગેરેના વિલક્ષણ પ્રયોગો કર્યા છે. ‘ઈક્ષણા’ (૧૯૭૯)ના દશપદીના પ્રયોગોનું કાવ્યદૃષ્ટિએ વિશેષ આકલન થાય તે અપેક્ષિત છે. ‘પત્રલેખા’ની અભિવ્યક્તિ-રીતિ તરફ પણ સહૃદયોનું ધ્યાન જવું જોઈએ. એમનાં ખાંયણા ને હાઈકુના પ્રયોગોયે રસપ્રદ છે, (વિભાવના, ૧૯૮૩), ‘ધ્વનિ’કાર — ‘આંદોલન’-કાર — ‘શ્રુતિ’-કાર રાજેન્દ્ર શાહનાં વિવિધ રૂપો એમની ‘સંકલિત કવિતા’ (૧૯૮૩)માં તેમ જ તે પછીના સંચયોમાં છે; જેનું દર્શન સહૃદયોને નવતારસ આપી શકે એમ છે. | |||
રાજેન્દ્ર શાહની કવિતામાં अहम्થી सोऽहम् પ્રતિની ગતિ છે. એમાં ગહનતામાં અવગાહન કરતાં કરતાં વ્યાપક રૂપે પોતાને પામવાની ઝંખના ઉત્કટ છે. એમની કવિતા વાગ્વિલાસરૂપ નથી; શબ્દ દ્વારા શબ્દની અંદર અને બહાર સંચરણ કરતાં પોતાનું પૂર્ણતયા આકલન-દર્શન કરવાની તીવ્ર આરતરૂપ એ છે. રાજેન્દ્ર શાહમાં પૂરતી અર્વાચીનતા અને આધુનિકતા છે પણ તે પોતાના સમયમાં જીવવા માટે કોઈ પણ કવિને અનિવાર્ય હોય એટલી; પરંતુ એમની કવિતામાં બુલંદ અવાજ છે આધ્યાત્મિક સનાતનતાનો. જ્યાં સભરતા ને શૂન્યતા એકાકાર લાગે છે; જ્યાં ‘નેતિ’ ‘નેતિ’ કહેતાં મૌનમાં સરવાની ફરજ પડે છે એ લક્ષ્યબિંદુતરફ — ‘અલક્ષ્ય’ તરફ ધસતી એમની શબ્દગતિ છે. એ આકર્ષે છે. કારણ કે એનો એમના ચરણ સાથે, આચરણ સાથે, વાઙ્મયવિચરણ સાથે સાચુકલો તાલમેલ છે. | |||
તત્ત્વજ્ઞાન અને કવિતાનો સુમેળ સાધતી, એ ઉભયની સમૂળતા ને અસલિયત દાખવતી એમની કવિતા દ્વારા આપણે રાજેન્દ્ર શાહના વધુ અર્થપૂર્ણ ને ઊંડા પરિચય માટે સક્રિય થઈએ. ૧૯૨૯થી અજસ્ર ચાલતી એમની આજદિન પર્યંતની કાવ્યધારાનું પાન કરતાં આપણે આપણામાંના દૈવતને સમજવાનો — પામવા-માણવાનો ઉપક્રમ રચીએ એમાં જ સર્જક-અનુવાદક અને અધ્યાત્મસાધક એવા કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપુરુષાર્થ ને જીવનપુરુષાર્થનીયે સાર્થકતા હશે. | |||
'''૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની''' | '''૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની''' |
edits