ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. હવે ગંગોત્રી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+created chapter)
 
No edit summary
Line 22: Line 22:
જેને સ્થળ-સમયની આ ઉજ્જ્વળ વિશાળતાનો અનુભવ કરવો હોય એ અહીં રોકાઈ જાય, જમાવી પાડે તો જ અર્થ – જેમ પેલા સાધુબાવાઓ ચીપિયો ખોસીને, ધૂણી ધખાવીને, પલાંઠી વાળીને અડિંગા લગાવે છે એમ. અડિંગા લગાવ્યા વિનાનો પ્રવાસ એ પ્રવાસ નથી, નરી મુસાફરી છે, દોડધામ છે એક ધામથી બીજે ધામ ને ત્રીજે ધામ.

બસ ચાલી ભર્યાભર્યા વાતાવરણમાં પણ હું ખિન્ન હતો. પાછા ઉત્તરકાશી તરફ...

{{center|}}
અહીં અટકીને એક વાત કરવી છે. આ પ્રવાસ તો અમે કરેલો ૨૦૧૧માં. એ પછી તો આ ઉત્તરાખંડના રસ્તા સુધર્યા છે, કંઈક વધુ પહોળા ને વિઘ્નહર બન્યા છે. રસ્તાઓની અને નિવાસોની સગવડો પણ વધી છે. એવે વખતે હમણાં એક ટૂંકો, ૮-૧૦ મિનિટનો વીડિયો જોયો, એની વાત કરવી છે :

ચાર-પાંચ રસિક સાહસિક મિત્રોએ ચોમાસાના દિવસોમાં ઉત્તરકાશીથી ગંગોત્રીનો કાર-પ્રવાસ કરેલો એનું રેકોર્ડિંગ આ વીડિયોમાં થયેલું છે. (એ લોકો ઉત્તરકાશીના જ હોઈ શકે) કેવાં અદ્ભુત માર્ગ-દૃશ્યો! નીતરીને સહેજ કોરો થયેલો દિવસ છે, રસ્તામાં ક્યાંક નદી છે, એનાં પાણી ઘુમરાઈ ઘુમરાઈને ઊછળી રહ્યાં છે, પણે એક ધોધ દેખાય છે, રસિકજનો નીચે ઊતરીને એ ધોધને માણે છે, દર્શકોને પણ ભાગીદાર બનાવે છે. ધોધ નદીમાં પછડાય છે એનો ધુમ્મસિયો ઉછાળ ઑર સુંદર ભાસે છે, આગળ જતાં, અરધીક મિનિટ તો, વાદળોએ કબજે કરેલા પર્વતી પ્રદેશની ધૂંધળી માયાવી સૃષ્ટિનું દર્શન પણ થયું, ધન્ય! આ મિત્રોમાં એક કથક (નૅરેટર) છે. કહે છે – આખે રસ્તે જુઓ, કોઈ પ્રવાસી નથી, હોટેલ-રેસ્ટોરાં ખાલી-ખાલી છે. અહીંના કોઈ-કોઈ નિવાસી રસ્તે ચાલતા નજરે પડે છે ઘડીક, એ જ.

Line 29: Line 29:
એ માર્ગ પણ સાહસ-રોમાંચભર્યો. સુંદર-અદ્ભુત છે...

પ્રવાસ કરેલો એ વખતે અસંતોષ જાગેલો એ તો બહુ થોડો સમય ગંગોત્રીમાં રોકાવાનું થયેલું એનો હતો પણ આજનો – આ વીડિયો જોયા પછીનો – અસંતોષ એ આ અફાટ સૌંદર્યરાશિનો એક નાનો અંશ જ ઝીલી શકાયાનો મોટો અસંતોષ લાગ્યો. આજના આ નવ-યાત્રીઓ જે સાહસભર્યાં રોમાંચનો વિરલ અનુભવ કરે છે એ, વર્ષો પહેલાં થતી, અગવડભરી પદયાત્રાઓ કરતાં ઊતરે એમ નથી.

ગંગોત્રીથી હવે પુનઃ ઉત્તરકાશી તરફ, રાત્રિનિવાસ અર્થે.

[હિમાલય અને હિમાલય, ૨૦૧૯]
[હિમાલય અને હિમાલય, ૨૦૧૯]

Navigation menu