17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નહી જવા દઉં (યેતે નાહિ દિબ)}} {{Poem2Open}} બારણે ગાડી તૈયાર છે. બપોરનો સમય છે. શરદનો તડકો ધીમે ધીમે આકરો થતો જાય છે. ગામડાના નિર્જન રસ્તા પર મધ્યાહ્નના પવનથી ધૂળ ઊડે છે. પીપળાની શીળી છ...") |
(Added Years + Footer) |
||
Line 13: | Line 13: | ||
કેવા ઊંડા દુઃખમાં સમસ્ત આકાશ ને સમસ્ત પૃથ્વી ડૂબી ગયાં છે. ગમે એટલો દૂર જાઉં છું પણ એકમાત્ર મર્મઘાતક સૂર સાંભળું છું, ‘હું નહીં જવા દઉં તમને!’ ધરતીના છેડાથી તે ભૂરા આકાશનો છેક છેવટનો છેડો સદાકાળ અનાદિ અનંત રવથી ગાજ્યા કરે છે, ‘નહીં જવા દઉં, નહીં જવા દઉં!’ સૌ કોઈ કહે છે, ‘નહીં જવા દઉં' તૃણ અત્યંત ક્ષુદ્ર છે એને પણ છાતી સરસું વળગાડીને માતા વસુધા જીવ પર આવીને બોલી ઊઠે છે, ‘નહીં જવા દઉં!' ક્ષીણઆયુ દીપને મુખે હોલવાઈ જવા આવેલી જ્યોતને અંધકારનો કોળિયો થતી અટકાવવા ખેંચીને કોણ સેંકડો વાર કહી રહ્યું છે, ‘નહીં જવા દઉં'? આ અનંત ચરાચરમાં સ્વર્ગ અને પૃથ્વીને આવરીને ઘેરું ક્રન્દન ચાલી રહ્યું છે ‘ ‘નહીં જવા દઉં!’ હાય, તોયે (જનારને) જવા દેવું પડે છે. (જનાર) ચાલી જાય છે. એમ જ અનાદિકાળથી ચાલતું આવ્યું છે. પ્રલયના સમુદ્ર તરફ વહી રહેલા સર્જનના સ્ત્રોતમાં ઉજ્જ્વલ આંખે અધીરાઈથી હાથ પસારીને ‘નહીં જવા દઉં!’નો સાદ પાડતાં પાડતાં બધાં હૂહૂ કરતાં તીવ્ર વેગે વિશ્વના કાંઠાને આર્ત ચીસથી ભરી દઈને ચાલ્યાં જાય છે. આગળના મોજાને પાછળનું મોજું સાદ પાડીને કહે છે 'નહીં જવા દઉં,’ ‘ નહી જવા દઉં!' કોઈ સાંભળતું નથી, કશો જવાબ મળતો નથી. | કેવા ઊંડા દુઃખમાં સમસ્ત આકાશ ને સમસ્ત પૃથ્વી ડૂબી ગયાં છે. ગમે એટલો દૂર જાઉં છું પણ એકમાત્ર મર્મઘાતક સૂર સાંભળું છું, ‘હું નહીં જવા દઉં તમને!’ ધરતીના છેડાથી તે ભૂરા આકાશનો છેક છેવટનો છેડો સદાકાળ અનાદિ અનંત રવથી ગાજ્યા કરે છે, ‘નહીં જવા દઉં, નહીં જવા દઉં!’ સૌ કોઈ કહે છે, ‘નહીં જવા દઉં' તૃણ અત્યંત ક્ષુદ્ર છે એને પણ છાતી સરસું વળગાડીને માતા વસુધા જીવ પર આવીને બોલી ઊઠે છે, ‘નહીં જવા દઉં!' ક્ષીણઆયુ દીપને મુખે હોલવાઈ જવા આવેલી જ્યોતને અંધકારનો કોળિયો થતી અટકાવવા ખેંચીને કોણ સેંકડો વાર કહી રહ્યું છે, ‘નહીં જવા દઉં'? આ અનંત ચરાચરમાં સ્વર્ગ અને પૃથ્વીને આવરીને ઘેરું ક્રન્દન ચાલી રહ્યું છે ‘ ‘નહીં જવા દઉં!’ હાય, તોયે (જનારને) જવા દેવું પડે છે. (જનાર) ચાલી જાય છે. એમ જ અનાદિકાળથી ચાલતું આવ્યું છે. પ્રલયના સમુદ્ર તરફ વહી રહેલા સર્જનના સ્ત્રોતમાં ઉજ્જ્વલ આંખે અધીરાઈથી હાથ પસારીને ‘નહીં જવા દઉં!’નો સાદ પાડતાં પાડતાં બધાં હૂહૂ કરતાં તીવ્ર વેગે વિશ્વના કાંઠાને આર્ત ચીસથી ભરી દઈને ચાલ્યાં જાય છે. આગળના મોજાને પાછળનું મોજું સાદ પાડીને કહે છે 'નહીં જવા દઉં,’ ‘ નહી જવા દઉં!' કોઈ સાંભળતું નથી, કશો જવાબ મળતો નથી. | ||
આજે ચારે દિશાએથી મારી કન્યાના કંઠસ્વરમાં શિશુના જેવા અબુધ વિશ્વની વાણી, એ વિશ્વના મર્મને ભેદનાર કરુણ ક્રંદન એકસરખું મારે કાને પડે છે. સદાકાળથી એ જેને પામે છે તેને જ ખોઈ બેસે છે. તોય એની મૂઠી ઢીલી થઈ નથી. તોય અવિરત મારી ચાર વરસની કન્યાની જેમ એ અખંડિત પ્રેમના ગર્વથી બૂમ પાડીને કહે છે, ‘નહીં જવા દઉં!’ મ્લાન મુખે આંસુભરી આંખે ક્ષણેક્ષણે પળેપળે એનો ગર્વ તૂટે છે. ને તોયે પ્રેમ કેમેય પરાભવનો સ્વીકાર કરતો નથી. તોય એ વિદ્રોહના ભાવથી રુદ્ધકંઠે કહે છે, ‘નહી જવા દઉં!’ જેટલી વાર પરાજય પામે છે એટલી વાર કહે છે, ‘હું જેને ચાહું તે શું કદી મારાથી દૂર જઈ શકે?' મારી આકાંક્ષાના જેવું આટલું આકુલ, આટલું સૌથી શ્રેષ્ઠ, આવું અપાર, આવું પ્રબળ વિશ્વમાં બીજું કશું છે ખરું? આમ કહીને દર્પથી આહ્વાન કરે છે, ‘નહીં જવા દઉં!'ને તરત જ જુએ છે તો શુષ્ક તુચ્છ ધૂળની જેમ એક નિઃશ્વાસે એનું આદરનું ધન ઊડીને ચાલ્યું જાય છે. બન્ને આંખો આંસુમાં વહી જાય છે, છિન્નમૂળ તરુની જેમ એ હતવર્ગ નતશિર ધરણી પર ઢળી પડે છે. તોય પ્રેમ કહે છે, ‘વિધિના વચનનો ભંગ નહીં થાય. મને હંમેશનો અધિકાર આપતો સહીવાળો એનો મહા અંગીકારલેખ હું પામ્યો છું.' આથી છાતી ફુલાવીને સર્વશક્તિ મરણના મુખ સામે ઊભી રહીને સુકુમાર ક્ષીણ દેહલતા કહે છે, ‘મૃત્યુ, તું નથી’ એવાં ગર્વનાં વચનો! મૃત્યુ બેઠું બેઠું હસે છે. વિષાદભર્યાં નયનો પર આંસુની ઝાંયની જેમ વ્યાકુલ આશંકાથી સદા કંપમાન એ મરણપીડિત ચિરંજીવી પ્રેમ આ અનંત સંસારને છાઈ રહ્યો છે. આશાહીન શ્રાન્ત આશાએ વિષાદના ધુમ્મસને આખા વિશ્વમાં ફેલાવી રાખ્યું છે. વિશ્વને ઘેરીને વિફળ બંધનમાં વળગી પડેલા બે અબોધ સ્તબ્ધ ભયભીત બાહુ આજે જાણે નજરે પડે છે. ચંચળ સ્રોતના નીરમાં એક અચંચલ છાયા પડી છે. અશ્રુની વૃષ્ટિથી ભરેલા કયા મેઘની એ માયા છે! તેથી આજે તરુમર્મરમાં આટલી વ્યાકુળતા સાંભળું છું. આળસ અને ઔદાસ્યપૂર્વક મધ્યાહ્નની ગરમ હવા સૂકાં પાંદડાં સાથે ઠાલી રમત રમે છે. પીપળાની તળિયેની છાયાને લંબાવીને દિવસ ધીરેધીરે વહી જાય છે. અનંતની વાંસળી વિશ્વની સીમના મેદાનના સૂરે જાણે કે રડે છે. આ સાંભળીને દૂર સુધી વિસ્તરેલાં ધાનનાં ખેતરમાં જાહ્નવીને કાંઠે તડકાથી પીળા એક સોનેરી અંચલને વક્ષ પર ખેંચી લઈને ઉદાસ વસુંધરા વિખરાયલા વાળે બેઠી છે. એ સ્થિર આંખો દૂર નીલાંબરમાં મગ્ન છે. એને મુખે વાણી નથી. બારણા પાસે મર્માઘાત પામેલી સ્તબ્ધ ને લીન બનેલી મારી ચાર વરસની કન્યા જેવું એનું એ મ્લાન મુખ મેં જોયું. | આજે ચારે દિશાએથી મારી કન્યાના કંઠસ્વરમાં શિશુના જેવા અબુધ વિશ્વની વાણી, એ વિશ્વના મર્મને ભેદનાર કરુણ ક્રંદન એકસરખું મારે કાને પડે છે. સદાકાળથી એ જેને પામે છે તેને જ ખોઈ બેસે છે. તોય એની મૂઠી ઢીલી થઈ નથી. તોય અવિરત મારી ચાર વરસની કન્યાની જેમ એ અખંડિત પ્રેમના ગર્વથી બૂમ પાડીને કહે છે, ‘નહીં જવા દઉં!’ મ્લાન મુખે આંસુભરી આંખે ક્ષણેક્ષણે પળેપળે એનો ગર્વ તૂટે છે. ને તોયે પ્રેમ કેમેય પરાભવનો સ્વીકાર કરતો નથી. તોય એ વિદ્રોહના ભાવથી રુદ્ધકંઠે કહે છે, ‘નહી જવા દઉં!’ જેટલી વાર પરાજય પામે છે એટલી વાર કહે છે, ‘હું જેને ચાહું તે શું કદી મારાથી દૂર જઈ શકે?' મારી આકાંક્ષાના જેવું આટલું આકુલ, આટલું સૌથી શ્રેષ્ઠ, આવું અપાર, આવું પ્રબળ વિશ્વમાં બીજું કશું છે ખરું? આમ કહીને દર્પથી આહ્વાન કરે છે, ‘નહીં જવા દઉં!'ને તરત જ જુએ છે તો શુષ્ક તુચ્છ ધૂળની જેમ એક નિઃશ્વાસે એનું આદરનું ધન ઊડીને ચાલ્યું જાય છે. બન્ને આંખો આંસુમાં વહી જાય છે, છિન્નમૂળ તરુની જેમ એ હતવર્ગ નતશિર ધરણી પર ઢળી પડે છે. તોય પ્રેમ કહે છે, ‘વિધિના વચનનો ભંગ નહીં થાય. મને હંમેશનો અધિકાર આપતો સહીવાળો એનો મહા અંગીકારલેખ હું પામ્યો છું.' આથી છાતી ફુલાવીને સર્વશક્તિ મરણના મુખ સામે ઊભી રહીને સુકુમાર ક્ષીણ દેહલતા કહે છે, ‘મૃત્યુ, તું નથી’ એવાં ગર્વનાં વચનો! મૃત્યુ બેઠું બેઠું હસે છે. વિષાદભર્યાં નયનો પર આંસુની ઝાંયની જેમ વ્યાકુલ આશંકાથી સદા કંપમાન એ મરણપીડિત ચિરંજીવી પ્રેમ આ અનંત સંસારને છાઈ રહ્યો છે. આશાહીન શ્રાન્ત આશાએ વિષાદના ધુમ્મસને આખા વિશ્વમાં ફેલાવી રાખ્યું છે. વિશ્વને ઘેરીને વિફળ બંધનમાં વળગી પડેલા બે અબોધ સ્તબ્ધ ભયભીત બાહુ આજે જાણે નજરે પડે છે. ચંચળ સ્રોતના નીરમાં એક અચંચલ છાયા પડી છે. અશ્રુની વૃષ્ટિથી ભરેલા કયા મેઘની એ માયા છે! તેથી આજે તરુમર્મરમાં આટલી વ્યાકુળતા સાંભળું છું. આળસ અને ઔદાસ્યપૂર્વક મધ્યાહ્નની ગરમ હવા સૂકાં પાંદડાં સાથે ઠાલી રમત રમે છે. પીપળાની તળિયેની છાયાને લંબાવીને દિવસ ધીરેધીરે વહી જાય છે. અનંતની વાંસળી વિશ્વની સીમના મેદાનના સૂરે જાણે કે રડે છે. આ સાંભળીને દૂર સુધી વિસ્તરેલાં ધાનનાં ખેતરમાં જાહ્નવીને કાંઠે તડકાથી પીળા એક સોનેરી અંચલને વક્ષ પર ખેંચી લઈને ઉદાસ વસુંધરા વિખરાયલા વાળે બેઠી છે. એ સ્થિર આંખો દૂર નીલાંબરમાં મગ્ન છે. એને મુખે વાણી નથી. બારણા પાસે મર્માઘાત પામેલી સ્તબ્ધ ને લીન બનેલી મારી ચાર વરસની કન્યા જેવું એનું એ મ્લાન મુખ મેં જોયું. | ||
૨૯ ઑક્ટોબર ૧૮૯૨ | |||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | ‘સોનાર તરી’ | ||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૧૦. દુઈ પાખી |next =૧૨. ઝુલન }} |
edits