એકોત્તરશતી/૩૦. કર્ણકુન્તીસંવાદ: Difference between revisions

Jump to navigation Jump to search
Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|કર્ણ કુંતીસંવાદ (કર્ણકુન્તીસંવાદ)}} {{Poem2Open}} કર્ણ : પુણ્ય જાહ્નવીને તીરે સંધ્યાસૂર્યની વંદના કરી રહ્યો છું. રાધાને પેટે જન્મેલો અધિરથ સૂતનો પુત્ર કર્ણ તે હું જ. કહો માતા તમે ક...")
 
(Added Years + Footer)
Line 36: Line 36:
કુંતી : પુત્ર, તું વીર છે; ધન્ય છે તને! હાય ધર્મ, આ તે તારો કેવો કઠોર દંડ! તે દિવસે કોને ખબર હતી કે જે ક્ષુદ્ર શિશુને મેં અસહાય અવસ્થામાં છોડી દીધો હતો, તે ક્યારે કોણ જાણે બળ અને વીર્ય પ્રાપ્ત કરીને કોણ જાણે ક્યાંથી અંધારે માર્ગે થઈને પાછો આવશે અને પોતાની માતાના પેટના સંતાનોને પોતાને ક્રૂર હાથે અસ્ત્ર લઈને મારશે! આ તે કેવો અભિશાપ!

કર્ણ : માતા, ભય પામશો નહિ, હું તમને કહું છું કે પાંડવોનો વિજય થશે. આજે આ રાત્રિના અંધકાર પટ ઉપર નક્ષત્રના પ્રકાશમાં મે યુદ્ધનું ઘોર પરિણામ પ્રત્યક્ષ વાંચી લીધું છે. આ શાંત સ્તબ્ધ ક્ષણે અનંત આકાશમાંથી મારા અંતરમાં અંતિમ શ્રદ્ધા જેની ક્ષીણ થઈ ગઈ છે અને જે વ્યર્થતામાં ડૂબી ગયેલ છે એવા જયહીન પુરુષાર્થનું સંગીત પ્રવેશ કરી રહ્યું છે. આશાહીન કર્મનો અમે ઉદ્યમ માંડી બેઠા છીએ, અને મને આ બધાનું પરિણામ શાંતિમય શૂન્ય દેખાય છે, જે પક્ષનો પરાજય થવાનો છે તે પક્ષને છોડી દેવાની મને હાકલ કરશો નહિ. પાંડવ સંતાનો ભલે વિજયી થતા, રાજા થતા. હું તો નિષ્ફળ અને હતાશના પક્ષમાં જ રહીશ. મારા જન્મની રાત્રે તમે મને ધરતી ઉપર નામ અને ઘર વગરનો નાખી ગયાં હતાં, તે જ પ્રમાણે આજે પણ હે માતા, મને નિર્મમતાપૂર્વક દીપ્તિ—અને-કીર્તિહીન પરાભવમાં છેડી દ્યો. માત્ર મને એટલો આશીર્વાદ આપતાં જાઓ કે જય, યશ કે રાજ્યના લોભમાં પડીને હું વીરની સદ્ગતિથી ભ્રષ્ટ ન થાઉં.

<br>
૨૬ ફેબ્રુઆરી, ૧૯૦૦
‘કાહિની’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>

{{Poem2Close}} {{HeaderNav2 |previous =૨૯. અભિસાર |next = ૩૧. ગાન્ધારીર આવેદન}}
17,546

edits

Navigation menu