પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત/મુલાકાત: Difference between revisions

Intermittent Saving
(Intermittent Saving)
 
(Intermittent Saving)
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
''''''યજ્ઞેશ :''' '''''પ્રદ્યુમ્નભાઈ, '૬૦ના અરસામાં તો તમે અહીં ચિત્રકાર તરીકે સ્થાપિત થઈ ગયેલા. નિજને ગમતી નોકરી પણ કરતા હતા. ત્યાં ઈટલી જવાનું શા કારણે થયું? ને તેમાંય રોઝાલ્બા જોડે ક્યાં અને કેમ પરિચય થયો?'''''
'''યજ્ઞેશ :''' '''''પ્રદ્યુમ્નભાઈ, '૬૦ના અરસામાં તો તમે અહીં ચિત્રકાર તરીકે સ્થાપિત થઈ ગયેલા. નિજને ગમતી નોકરી પણ કરતા હતા. ત્યાં ઈટલી જવાનું શા કારણે થયું? ને તેમાંય રોઝાલ્બા જોડે ક્યાં અને કેમ પરિચય થયો?'''''
'''પ્રદ્યુમ્ન :''' [હસીને] એ અંગે અમને અવારનવાર પૃચ્છા થતી રહે છે, હજીય. દેશમાં અને પરદેશમાંય. દેશ-વેશ, ધર્મ-ભાષા અને રહેણીકરણીએ નોખા એવા બે કલાકારોના પ્રણય વિષે જાણવાનું એક માનવસહજ કુતૂહલ ખરું ને! હવે વરતાય છે કે આખીય વિધિની જ રમત હતી. ને ખરેખાત તો મારે ઈટલી નહીં, યુગોસ્લાવિયા જવું હતું!

'પ૯થી '૬૧ લગીની, ટેક્સટાઈલ મિનિસ્ટ્રીના ‘ડિઝાઈન સેન્ટર’ (હાલના બુનકર સેવા કેન્દ્ર)ની કામગરી દરમિયાન, મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરીમાં, આપણા ભર્યુંભર્યાં પારંપારિક કલા-કસબોની બરોબરી કરે એવી યુગોસ્લાવ લોક-કલાઓનાં કેટલાંક પ્રદર્શનો જોઈ મુગ્ધ થઈ ગયેલો ને એક પ્રબળ ઇચ્છા થઈ આવેલી, ત્યાં જઈ એ બધાનો નિકટથી અભ્યાસ કરવાની! નાનાવિધ જાતિ-સમૂહોનું બન્યું યુગોસ્લાવિયા ત્યારે છેલ્લા દાયકાની ભૂંડી રાજકારણિક કાર્યવાહીને કારણે આજની જેમ અસ્તવ્યસ્ત નહોતું. ને વિધિનું કરવું તે '૬૦માં એક યુગોસ્લાવ શિષ્યવૃત્તિ પણ મળી ગઈ! પણ એ જ અરસામાં, બાપુનો હાથ કંઈક ખેંચમાં હતો એવું મા કનેથી જાણતાં કોઈનેય કીધા વિના એ જતી કરી. બાપુને એની ખબર પડતાં દુઃખી થઈ બોલેલા, ‘દીકરા! ચાહી તકને જતી કરતાં પહેલાં મને પૂછવું તો હતું !'

બીજે વર્ષે કેટલીક ઈટાલિયન શિષ્યવૃત્તિઓની જાહેરાત થતાં એ માટેની અરજીની ખાસ ભલામણ કરી. મને તો દેશ-વિદેશનાં પારંપારિક લોકકલા અને કસબોમાં ઊંડો રસ, જ્યારે ઈટલી તો ‘ક્લાસિકલ' કહી. શકાય એવા કલા પ્રકારો માટે જગવિખ્યાત. પણ બાપુએ જાતે થઈ અરજી કરાવી ને એ શિષ્યવૃત્તિ પણ મળી ગઈ! બાપુએ કીધું, ‘કલાશાળામાં જેનો અભ્યાસ કર્યો એ બધુ હવે પંડે દેખીને પ્રમાણો ને શક્ય તે નવું શીખી આવો. એ અરસામાં લઘુચિત્રો કરતો. એટલે ઈટલીના મધ્યકાલીન કોદીચી મિનિયાતી (Codici Miniati) એટલે કે Illustrated miniature manuscriptsનો અભ્યાસ કરવાનું વિચાર્યું, પણ ઈટલીની એકેય કલાશાળામાં એવી કોઈ શક્યતા નહોતી. તેથી રોમની કલાશાળાના એ સમયના પ્રાધ્યાપક અને જાણીતા કલાકાર ફ્રાંકો જેન્તિલીની કને ભણવાનું ગોઠવ્યું. વળી જૂનથી અગસ્ત લગીના ત્રણ માસ માટે, ઈટલીના પેરુજ્જા શહેરની ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ઇટાલિયન ભાષા શીખવાની વ્યવસ્થા હતી. એ જાણે, મને પ્રિય એવા કંઈ કેટલાય ઈટાલિયન સાહિત્યકારોને એમની માતૃભાષા દ્વારા જ પામવાની ઉમંગેય ઓછો નહોતો !

પણ ‘ઇન્ટરવ્યૂ’ બાદ ઈટલી જવા માટેનો ‘વિઝા’, જરૂરી દસ્તાવેજો અને સ્ટીમરની ટિકિટ એટલાં મોડાં મળ્યાં કે અમે રોમ પહોંચ્યા ત્યારે કલાશાળાની ‘ટર્મ’ શરૂ થયાને બે માસ થઈ ગયેલા ને બધીયે જગ્યા ભરાઈ ચૂકેલી ! ફ્લોરેન્સ, વેનિસ કે મિલાન જેવાં શહેરોની કલાશાળાઓમાં પણ પ્રવેશ મળે એમ નહોતું. ઘણો ઊહાપોહ કર્યો, ઘણી જહેમત કરી કે કશુંક બદલાય, પણ કાંઈ વળ્યું નહિ! ઝીણી મોટી વિગતોમાં નહીં ઊતરું. ઠાલું લંબાઈ જશે. ટૂંકમાં વિધિ, રોઝાલ્બા જ્યાં ભણતી હતી એ નેપલ્સ શહેરની કલાશાળામાં ખેંચી લાવી!

'''યજ્ઞેશ :''' ''''' એટલે ‘ઘટ સાથે રે ઘડિયાં' જેવું ! રોઝાલ્ઝા ત્યારે શું ભણતાં હતાં?
'''યજ્ઞેશ :''' ''''' એટલે ‘ઘટ સાથે રે ઘડિયાં' જેવું ! રોઝાલ્ઝા ત્યારે શું ભણતાં હતાં?'''''
'''પ્રદ્યુમ્ન :''' રોઝામ્બા કલાશાળાના ત્રીજા વર્ષમાં હતી ને ડ્રોઈંગ પેઇટિંગ અને ગ્રાફિક્સ શીખતી. સરસ મજાના ‘એચીંગ’ કરતી. દૂર દક્ષિણના બારી શહેરથી, નેપલ્સમાં સ્થાયી એની સૌથી નાની ફોઈને ઘેર અભ્યાસાર્થે આવેલી. અણધાર્યા ઊભા થતા રહ્યા પ્રતિકૂળ સંજોગોને કારણે ધાર્યું કશુંય બર ના’વ્યું એનો રંજ વિસારે પાડી, નવેસરથી સ્વસ્થ થતાં માસ–દોઢ માસ વીતી ગયો! અકાદમીનો અભ્યાસક્રમ પણ સાવ રેઢિયાળ કશી મઝા ન પડે. ગ્રાફિક્સ શીખવું ગમતું, પણ એના પ્રાધ્યાપક અઠવાડિયામાં કેવળ અરધા દિન માટે રોમથી શીખવવા આવતા. આમ સવારે શહેરમાં રખડીને રેખાંકનો કરતો ને બપોરે અકાદમીમાં પાછા ફરી મને ગમતાં ચિત્રો. એ વ્યથિત કાળ દરમિયાન રોઝાલ્બાનો પરિચય થયો. આરંભથી જ કલા પ્રત્યેની અદમ્ય લગન, જન્મજાત કુતૂહલવૃત્તિ અને ઉમંગને કારણે ભાષાની દેખીતી ઊણપ, બાધારૂપ થવાને બદલે એને વધુ વાતચીત કરવા પ્રેરતી. એ સતત ઉત્સુક રહેતી મને ઈટાલિયન શીખવવાને. ચારેક માસમાં તો ઠીક ઠી.ક બોલતી સમજતો થઈ ગયેલો.

'''યજ્ઞેશ :''' ''''' રોઝાલ્બાના પરિચયમાં આવ્યા બાદ તમે એમના વિશે શું વિચારેલું ?
'''યજ્ઞેશ :''' ''''' રોઝાલ્બાના પરિચયમાં આવ્યા બાદ તમે એમના વિશે શું વિચારેલું ?'''''
'''પ્રદ્યુમ્ન :''' [હસીને] મીઠી મૈત્રી સિવાય ઓર કશુંય નહીં. આ રખડુરામને ત્યારે તો આછોય અણસારો નહોતો કે આ બાઈ આપણો હાથ ઝાલીને જ રહેશે! ને એ તો કાયમ કહેતી ફરે છે કે ખરેખાત તો એણે જ મનોમન નક્કી કરી રાખેલું કે પરણીશ તો આને જ, કોક ને કોક દિ' !

'૬૨ના અગસ્તમાં એ મીઠી મૈત્રીનાં નાનાવિધ સંભારણાં ને એની વિદાય લઈ, નેપલ્સથી મુંબઈ જવા નીકળ્યો. જન્મજાત કુતૂહલનો દોરાયો એક માલવાહક સ્ટીમર વાટે મેસ્સીના, પોર્ટ સઈદ, એડન, પોર્ટ સુદાન અને કરાંચી થતો થતો, પૂરા એક માસ બાદ ઘેર પહોંચ્યો એ પહેલાં રોઝાલ્બાના ત્રણ પત્રો મારી વાટ જોતા પડ્યા'તા ! ને પછી તો નિયમિત આવતા થયા. પણ માંડ શીખી ભાષા પરે ધારી ફાવટ નહીં ને બીચ બીચ થતાં રહેતાં ભ્રમણો અને વ્યાવસાયિક કામકાજના સતત રહેતા દબાણ આડે, એના પત્રોના જવાબ વાળતાં કાયમ મોડું થતું. ક્યારેક એકઠા થતા રહેતા પત્રોને પૂરા વાંચી-સમજવાનોય મેળ ન પડતો ત્યારે ભાણે જમતાં જમતાં એ બધા વાંચતો! ક્યારેક મા-બાપુને સંબોધીનેય કશુંક લખતી, એનો અકબંધ તરજુમો વાંચી સંભળાવવાની ભલામણ સહ. ત્યારે બાપુ મજાકમાં કહેતા, ‘દીકરા! આ છોડી હવે તારો કેડો નહીં મૂકે !' હું આનાકાની કરતો તો હસીને ઉમેરતા, ‘જોજેને! આ ધોળા અમથાં નથી આવ્યાં!' પછી તો ઘરનાં બધાંય ને નિકટતમ મિત્રો પણ રોઝાલ્બા વિષે જાણતાં થઈ ગયેલાં.

Line 20: Line 20:
ખરે જ આઘાત પામ્યો એમનું કહેવું સાંભળી. શું મને એટલો નાદાન ને નગુણો માન્યો કે જેમને જીવથી ચાહ્યાં ને કેમેય જેમનું ઋણ ફેડાય એમ નહોતું એવાં જનક-જનનીની માયા ને આ ભરીભાદરી ભોમકામાં ઊંડે ઊંડે ઊતરી ગઈ જડોની ખેંચને અવગણી, લગ્ન બાદ પરદેશ રોકાઈ રહ્યો હોત ?! પણ આવેશમાં બોલાયા શબ્દો થકી જાણે ‘બળતામાં ઘી’ હોમાયું ને કડક સ્વભાવના પિતા સંગ વડચડ જામી ગઈ. ત્યાં અચાનક, મા સંગ દ્દષ્ટિ મળતાં, સાંભરી આવ્યો એમને દીધો કોલ ! જે કેવળ જનની જ નહીં પણ જીવનના આદર્શ થઈને રહ્યાં છે, એમણે એક દિ', આત્મીયતાની એક મધુર ઘડીએ, એમના હાથ મહીં મારો હાથ લેતાં થરકતે કંઠે કીધું હતું, ‘બેટા! માને ખરે જ ચાહતા હો તો મારું આટલું વેણ રાખજો : શબ્દની આમન્યા જાળવજો. એના જેવી અમોઘ ઑર કોઈ શક્તિ નથી, એ જ તારે ને એ જ મારે! ને આવેશ આવર્યો ન રહેતો હોય ત્યાંથી આઘા ખસી જઈ વણસતી વાતને થામજો !’ એમની છલછલ આંખો મહીં અટવાતી પીડાને ઓળખી ને ઉતાવળે બારણું ખોલી ઘર બહાર નીકળી ગયો.

આકળે જીવ ક્યાંય લગી ચાલતો રહ્યો. મરીનડ્રાઈવને કાંઠે કાંઠે મોડી રાતે, આવેશ ઓસરતાં ઘરભણી પાછો વળ્યો. સવારે બેયને પગે પડી, ઉથાપ્યા કોલ ને વણચાહ્યા અકળાટ થકી દીધાં સંતાપ બદલ, અંતરથી ક્ષમા માગી લેવાનું વિચારતો, હળવે પાય ખંડમાં પ્રવેશી, પથારી બીચ લંબાયો. પડખેના ખંડમાં બેઉ આડાં પડ્યાં'તાં. વરત્યું કે જાગતાં હતાં, મારી વાટ જોતાં, ચૂપચાપ. રાત આખી ઊંઘ ન આવી. છેક પરોઢે સહેજ આંખો મળી, ને ઝબકી જાગ્યો ત્યારે દિવસ ચડી ગયો હતો ! જરીક, બંધ આંખોએ જ પડ્યો પડ્યો વિચારતો રહ્યો. પછી નજ૨ ફેરવતાં જ બારણા થકી બેયને ડોકાતાં જોયાં. હજી ઊભો થાઉં થાઉં ત્યાં તો બાપુએ નજીક સરકી, વણ બોલ્યે બથમાં લીધો. ભીડી બાંહો બીચ વરત્યો એમની છાતીના ડૂમાનો થરકાટ ને અસ્પષ્ટ, રૂંધાયા. બોલ, ‘દીકરા! પંડના સમાધાન આડે તારી મથામણને ન ઓળખી !' વાંકા વળી, એમને પગે પડવા ચાહ્યું પણ એમણે જકડી રાખ્યો. પડખે ઊભાં માની આંખો થકી નીતરતા ભીના હુલાસ મહીં ગરક થઈ ગયો પાછલી રાતનો વિષાદ !

'''યજ્ઞેશ :''' ''''' તમે એક વાર ઉલ્લેખ કરેલો કે નેપલ્સના એક નાનકડા ચર્ચનું તમારા જીવનમાં મોટું મહત્ત્વ છે. તમારી અંગત સ્મૃતિઓ જોડે સંકળાયા એ ચર્ચ વિષે કહોને!
'''યજ્ઞેશ :''' ''''' તમે એક વાર ઉલ્લેખ કરેલો કે નેપલ્સના એક નાનકડા ચર્ચનું તમારા જીવનમાં મોટું મહત્ત્વ છે. તમારી અંગત સ્મૃતિઓ જોડે સંકળાયા એ ચર્ચ વિષે કહોને!'''''
'''પ્રદ્યુમ્ન :''' રેઢિયાળ અકાદમીની અવેજીમાં દીધી હોય એમ નેપલ્સની નગરપાલિકાએ, અમારા જેવા પચીસેક પરદેશી વિદ્યાર્થીઓ માટે શહેરની બહુ જાણીતી ડુંગરી ‘પોઝિલ્લીપો’ પરે ‘પેરેડાઈઝ’ નામક હોટલમાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા કહેલી. આખોયે ત્રીજો માળ અમને ફાળવેલો. હરેકનો એક ‘સેલ્ફ કન્ટેઈન્ડ રૂમ’. જ્યોતિભાઈ ભટ્ટ અને હું અડખેપડખે ! અમારા ‘રેક્ટર’, એક નિવૃત્ત નેવી એડમીરલ, રોઝારિયો વિયોલા અને એમનાં પત્ની, એક મોટા બ્લૉકમાં અમારી ભેળાં જ રહેતાં. બેય સંતાનહીન એટલે અમારા બધા પરે ઘણી માયા. ‘બ્યુરોક્રાટીક’ ઢીલને કારણે, પેરુજ્જા શહેરની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં, ઈટાલિયન ભાષાનો ત્રણ માસનો પાયાનો અભ્યાસ પણ નહોતા કરી શક્યા એ જાણે એમના સેક્રેટરીને પ્રાથમિક ઈટાલિયન શીખવવાની ભલામણ કરેલી. રોઝાલ્બાની શીખવણી પણ ચાલુ જ હતી.

અવારનવાર ઢળતી બપોરે, ‘મેરજેલિના’ના સમુદ્રકાંઠે થતાં થતાં, ડુંગરીની કડધારે આવ્યા એ ચર્ચના ચોક મહીં ઘડીક થોભતાં. ત્યાંથી કાયમ જોવું ગમે એવું શહેરનું કમનીય દૃશ્ય આંખો મહીં ભરી લેતાં. પછી રોઝાલ્બા બસ પકડી એની ફઈને ઘેર જતી ને હું ત્યાંથી થોડે જ દૂર, ચઢાણે આવી અમારી હૉસ્ટેલ ભણી. ત્યારે આછોય અંદાજ નહોતો કે આ ચર્ચ : અમારા માટે અતિ મહત્ત્વનું થઈ રહેશે. બે વર્ષ બાદ પરણવાનું નક્કી કરતાં વિચાર્યું કે જ્યાં પ્રથમ વેળા મળ્યાં એ નેપલ્સ શહેરમાં જ પરણીએ ને રોજ સાંજે જેના ચોકમાંથી છૂટાં પડતાં એ ચર્ચ મહીં લગ્નગાંઠે બંધાઈએ ! [હાસ્ય].

Line 65: Line 65:
ત્રીજું તે ‘એબીસી-ઍબસ્ટ્રેક્ટ', જેને વિષે વિસ્તારથી કહી ચૂક્યો. ચોથું હતું : ‘ધ સી' (The Sea) : અમારા બેઉના સહિયારા કામનું.

અદ્રિઆતિક સમુદ્ર જળ અને રેતાળ કાંઠાના મારા ફોટાઓ અને ભીતરની જળચર સૃષ્ટિ પરે આધારિત, રોઝાલ્બાના ‘ફાઈબર’ શિલ્પોનું. મિલાનના એક્વેરિયમને ઉપક્રમે યોજાયું.

'''યજ્ઞેશ :''' ''''' એમના આલ્બમમાં હમણાં જ એક ફોટો જોયો જેમાં જાણે કોરલ-પરવાળાનું બન્યું હોય એવું શિલ્પ છે!
'''યજ્ઞેશ :''' ''''' એમના આલ્બમમાં હમણાં જ એક ફોટો જોયો જેમાં જાણે કોરલ-પરવાળાનું બન્યું હોય એવું શિલ્પ છે!'''''
'''પ્રદ્યુમ્ન :''' સાચું. પણ એ રોઝાલ્બાનું તાજેતરનું કામ છે. ‘સિસલ ફાઈબર્સ' થકી બનાવેલું, પલંગ જેવડું મોટું! અમારા ઉનાળુ રહેઠાણ મોન્તેસિલ્વાનોમાં, મોસમ દરમિયાન હરરોજ કશુંક નવું કરતી રહી એ. કંઈ કેટલી વેળા, તેજમંડિત આભ અને સમદરના ઝળાંહળાં જળપથાર દ્વારા, કવિ ઉન્ગારેત્તીની પેલી અતિ જાણીતી અને રમ્ય પંક્તિ – ‘અસીમ થકી ઉજાળું સ્વને' – ને ફોટા મહીં અંકિત કરી છે. આજ લગી સેંકડો ફોટાઓ પાડ્યા હશે ને તોય કશું ને કશું નવું જ લાધતું રહે છે. વાસ્તવમાં, એકેય દિન સરખો નથી હોતો ને હરેક દિન નિજી અચરજોનો નોખો જ ભંડાર લઈ આવતો હોય છે. અનુકૂળ સંજોગો અને ધારી જોગવાઈ થતાં આ જ વિષયવસ્તુનું એક સંવર્ધિત પ્રદર્શન કરવાની ઇચ્છા છે.

ઉપરાંત બીજાં બે ફોટોગ્રાફિક પ્રદર્શનોની સામગ્રી પણ તૈયાર પડી છે. એકનું વસ્તુ છે : ‘વર્ક ઈન પ્રૉગ્રેસ = સમારકામ ચાલુ છે' એવી સંજ્ઞાવાળાં પાટિયાંઓની આસપાસ થઈ રહી રસ્તાઓની ખોદાઈ, ખોદાઈને ‘કૉર્ડન' કરતી રાતી-પીળી પ્લાસ્ટિકની ‘પરફોરેટેડ' જાળીઓ, પોલી ઈંટોના ઢગલા, મકાનોના સમારકામને આવશ્યક એવાં મચાન- માળખાંનાં ઢેર ને પ્લાસ્ટિક-કંતાનોનાં આવરણો ને નાનાવિધ કાટમાળે ભર્યાં, અસ્તવ્યસ્ત વાતાવરણ થકી સાંપડી, વણકલ્યાં ગ્રાફિક સંયોજનોની સામગ્રી.

Line 92: Line 92:
યજ્ઞેશભાઈ, કરવું તો ઘણું ઘણું છે પણ સમય જાણે ઓછો પડે છે.

'''યજ્ઞેશ :''' ''''' આ તો ગાલીબ કહે છે તેમ, ‘હજાર ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે!’ જેવી વાત થઈ એટલે પંચોતેરમે વર્ષેય સાહસ કરતાં રહેવાનું, ખરું ને ?''''' ![ બેયનું હાસ્ય].
'''યજ્ઞેશ :''' ''''' આ તો ગાલીબ કહે છે તેમ, ‘હજાર ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે!’ જેવી વાત થઈ એટલે પંચોતેરમે વર્ષેય સાહસ કરતાં રહેવાનું, ખરું ને ? ![ બેયનું હાસ્ય].'''''
'''પ્રદ્યુમ્ન :''' આમ જુઓ તો ‘ફોર્મલી' ઈટાલિયન ભણવાનો ધાર્યો અવસર કે નિશ્ચિત સમયગાળો જ નથી મળ્યો. હું તો જે કાંઈ શીખ્યો છું અને હજીય શીખતો રહું છું તે નિજી લગન અને મારી ઢબના મને ગમતા અભ્યાસ થકી. ખાસ તો જીવને અડી જતી સાહિત્યકૃતિઓના અનુવાદો દ્વારા. જેને કારણે ભાષાની નાનાવિધ ખૂબીઓ – શબ્દ, સંગીત, લય અને વ્યંજનાઓને સતત વધુ ને વધુ માણતો-પ્રમાણતો રહું છું. ને ધીમે ધીમે પરબાર્યાં ઇટાલિયનમાં પણ કાવ્યો લખતો થયો છું. અહીંના સાહિત્યકાર મિત્રોના આગ્રહે એમાંનાં કેટલાંક કવિતાનાં સામયિકોમાં પ્રકાશન પામી એક ‘એન્થોલૉજી’માં પણ લેવાયાં!

'''યજ્ઞેશ :''' ''''' તો એકાદું એવું ઈટાલિયનમાં જ સંભળાવો ને!

Line 130: Line 130:

'''યજ્ઞેશ :''' ''''' પણ ચિત્રકળાનું વિધિવત્ શિક્ષણ કયા કારણે લીધું?'''''

'''પ્રદ્યુમ્ન :''' હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં એક અણધાર્યા અકસ્માત થકી ઉદ્ભવી નાદુરસ્તીનું ખોટું નિદાન અને બિનજરૂરી દવા-ઈન્જેક્શનોની વિપરીત અસરોને કારણે સ્વાસ્થ્ય કથળતું રહ્યું ને માંદગી બે વર્ષ લગી લંબાઈ! સુભાગ્યે, એક કુશળ હોમિયોપાથના સાચા નિદાન અને ઉચિત ઉપચારો થકી છ માસમાં ફરી હરફરતો થઈ ગયો. ભણવામાં હોશિયાર ને ઇચ્છા હતી આર્કિટેક્ટ કે સિવિલ એન્જિનિયર થવાની, પણ બે વર્ષના લાંબા ગાળા બાદ ખોરવાયો અભ્યાસ ક્રમ ફરી ઉપાડવો સહેલો નહોતો! આમ મુંબઈની કલાશાળામાં ભણવાનું વિચાર્યું. ચિત્રકળામાં રસ તો હતો જ પણ વ્યવસાયરૂપે નિર્વાહમાં કેટલી ઉપયોગી થઈ પડશે એનો કશોય અંદાજ કે ધરપત નહોતાં! આજે હવે વરતું છું કે એમ ન ઘડ્યું હોત તો ભીતરી આંખ કઈ પેર ઊઘડી હોત ?! પ્રકૃતિની સનાતન ચૈતન્યલીલાને કઈ પેર આટલી માણી-પ્રમાણી હોત ?''''' !
'''પ્રદ્યુમ્ન :''' હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં એક અણધાર્યા અકસ્માત થકી ઉદ્ભવી નાદુરસ્તીનું ખોટું નિદાન અને બિનજરૂરી દવા-ઈન્જેક્શનોની વિપરીત અસરોને કારણે સ્વાસ્થ્ય કથળતું રહ્યું ને માંદગી બે વર્ષ લગી લંબાઈ! સુભાગ્યે, એક કુશળ હોમિયોપાથના સાચા નિદાન અને ઉચિત ઉપચારો થકી છ માસમાં ફરી હરફરતો થઈ ગયો. ભણવામાં હોશિયાર ને ઇચ્છા હતી આર્કિટેક્ટ કે સિવિલ એન્જિનિયર થવાની, પણ બે વર્ષના લાંબા ગાળા બાદ ખોરવાયો અભ્યાસ ક્રમ ફરી ઉપાડવો સહેલો નહોતો! આમ મુંબઈની કલાશાળામાં ભણવાનું વિચાર્યું. ચિત્રકળામાં રસ તો હતો જ પણ વ્યવસાયરૂપે નિર્વાહમાં કેટલી ઉપયોગી થઈ પડશે એનો કશોય અંદાજ કે ધરપત નહોતાં! આજે હવે વરતું છું કે એમ ન ઘડ્યું હોત તો ભીતરી આંખ કઈ પેર ઊઘડી હોત ?! પ્રકૃતિની સનાતન ચૈતન્યલીલાને કઈ પેર આટલી માણી-પ્રમાણી હોત ?!
અહીં એક ઑર સંકલ્પનો ઉલ્લેખ પણ કરી લઉં. કલા-અભ્યાસની સાથોસાથ, નંખાઈ ગઈ કાયાને પુનઃ પુષ્ટ કરવાના ઇરાદે મુંબઈની ‘સ્વસ્તિક લીગ'ના અખાડે જવા માંડ્યું. અખાડાના ગુરુ શ્રી ભીડે, મહારાષ્ટ્રી બ્રાહ્મણ, ભારે રૂપાળા ને અલમસ્ત. સ્વભાવેય હસમુખા પણ કડક શિસ્તના આગ્રહી. પ્રવેશની પ્રાથમિક પૂછતાછ વેળા જ હું ગુજરાતી હતો એ જાણતાં આછું મરકીને બોલ્યા, ‘તો નક્કી તું અઠવાડિયા બાદ નહીં આવે !’ ત્યારે જવાબ વાળ્યો, 'આ ગુજરાતી નોખી માટીનો છે, મારો શરત !' ને લગાટ આઠ વર્ષ લગી ત્યાં વ્યાયામ કરતો રહ્યો. એટલું જ નહીં, પણ બે મશિયાઈ ભાઈ સહિત બીજા આઠ ગુજરાતી મિત્રોને અખાડે ખેંચી લાવેલો! બહુ ખુશ રહેતા એ મુજ પરે. મારા ઘડતરમાં એમનોય બહુમૂલ ફાળો છે.

એ કાળના ધારા પ્રમાણે ‘એલીમેન્ટરી’ અને ‘ઇન્ટરમિડીએટ’ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા બાદ જ કલાશાળામાં પ્રવેશ મળે એમ હતું. જે કારણે પાંચને બદલે સાત વર્ષ ભણવું પડ્યું! વર્ષો જૂનો ‘આઉટડેટેડ’ અભ્યાસક્રમ. છેલ્લાં બે વર્ષ દરમિયાન ખરે જ કંટાળી ગયેલો.

Line 158: Line 158:
અહીં શ્રી. કે. જી. સુબ્રમણ્યન્ શા બહુશ્રુત શિક્ષક અને બહુમુખી કલાકારના માર્ગદર્શન હેઠળ, કેન્દ્રમાં જ કામ કરતાં પંદરેક જેટલા પારંપારીય વણકરોના સાંનિધ્યમાં, વિશ્વભરમાં અજોડ એવા હાથવણાટ, હાથ છપાઈ, ભરત, બંધેજ અને દેશી-રંગાટ પરેની અનેક આશ્ચર્યજનક ખૂબીઓને નિકટથી જાણી-પ્રમાણી. ને એને આધારે કંઈ કેટલાં મૌલિક ડિઝાઇન કલ્પનો કરતો થયો. પછી તો એ પ્રવૃત્તિ જ આજીવિકાનું મુખ્ય માધ્યમ બની રહી !

'''યજ્ઞેશ :''' ''''' એ અરસામાં કીધાં કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ્સ યાદ હોય તો.
'''યજ્ઞેશ :''' ''''' એ અરસામાં કીધાં કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ્સ યાદ હોય તો.'''''
'''પ્રદ્યુમ્ન :''' પ્રોજેક્ટ્સ તો ઘણા કર્યા, ભાતભાતનાં પારંપારિક વસ્ત્રો પરે. તેમાંય તળગુજરાતની ભરવાડ-રબારી જેવી જનજાતિઓનાં વસ્ત્રો જોઈ આંખો ઊઘડી ગઈ! આપણે ત્યાં પણ હાથ-વણાટના કેટલાં રૂપાળાં વસ્ત્રો થાય છે એ પહેલી વાર પ્રમાણ્યું.

'''યજ્ઞેશ :''' ''''' એનાં પોત, રંગો, ડિઝાઈન કલ્પનો.
'''યજ્ઞેશ :''' ''''' એનાં પોત, રંગો, ડિઝાઈન કલ્પનો.'''''
'''પ્રદ્યુમ્ન :''' બધું જ મનોહારી. પુરુષો, નિજી માલ (ઘેટાં-બકરા)ની ઊન થકી વણાતા ધાબળાઓ ઓઢે, ત્રણ જાતનાં પટિયો, કચ્છીકોરો ને કાળી કામળ જેવાં નામો, ધાબળાને બેઉ છેડે, રંગીન ‘એક્સટ્રા વેફ્ટ' (વધારાનો વાણો)માં આછી ઊપસેલી ભૌમિતિક ભાત્યું. પોરબંદર નજીકના છાયા, ટુકડા અને રતિયા જેવાં ગામોના મેઘવાળોને વિગતે એ બધું વણતા જોયા. પછી વઢવાણ (સુરેન્દ્રનગર) નજીકનાં નાનાં નાનાં ગામોમાં સ્ત્રીબરનાં વસ્ત્રોનાં વણાટ જોયાં. ચરમલિયાં, રામરાજ ને ઘૂંસળા જેવાં નામો. કુંવારકાઓ ચરમલિયાં વ્હેરે, પરણ્યાં રામરાજ ને આધેડવયના ધૂંસળાં, ચરમલિયાંની રાતી-મજીઠ ભોંય પરે ઊપસેલી આડી પટ્ટીઓ ને છેડે તાણા-વાણા ફરતે વીંટ્યા ધોળાં-પીળાં ને લાલ-લીલા “એક્સ્ટ્રા-વેફ્ટ’ થકી, કિડિયાં મોતી શી આગળ-પાછળ સરખી જ લાગતી, દાણાદાર ભાત્યુમાં મોર, પોપટ, પૂતળી, આંબો ને ફૂલ-છોડવાં! થેપાડાની જેમ કેડથી પાનીઢક પહેરાય. માથેય ઊભની ઓઢણાં ને લોબડિયું – બોલતાંયે મોઢું મલકી ઊઠે એવાં રૂડાં નામો : ગલમેંદી, મોરઝલી ને મોહનિયાં! બધાંય વસ્ત્રો નાની હાથશાળ પરે બે ભાગમાં વણાય. જેમને પછી વચ્ચેથી ટાંકા લઈ જોડવા પડે, એ ‘ખિલવટ'ને નામે ઓળખાય.

આવાં રૂપાળાં વસ્ત્રો પહેરી-ઓઢીને ઊમટ્યાં ખડતલ લોકવરણને ‘૫૭માં પહેલવહેલા તરણેતરને મેળે, હૂડો, ટિટોડો ને રાસ જેવાં સમૂહનૃત્યો ખેલતાં જોઈ ખરે જ મુગ્ધ થઈ ગયેલો! ત્યારે તો સંકેતમાં એ તરણેતરને બદલે ‘પરણેતર'નો મેળો કહેવાતો! એ અવસરે તરુણ સ્ત્રી-પુરુષોની ભેટ-ઓળખ થકી પરિણમતા પ્રણયને કારણે. (શા હાલહવાલ કરી નાખ્યા છે એ અતિ સહજ ને તળપદા ખુમારભર્યા લોકમેળાના, રાજ્યના પર્યટક ખાતાએ વિદેશી સહેલાણીઓના નામે! એ વિષેની હૈયાવરાળ કોઈ ઑર પ્રસંગે...)

Line 192: Line 192:
'''પ્રદ્યુમ્ન :''' હા, મને-કમને સ્થાયી થઈ ગયાં. [લૂખું હાસ્ય].

'''યજ્ઞેશ :''' ''''' કમને કેમ? આટલાં વરસો પછી તમે એમ તો ન કહી શકો કે કમને સ્થાયી થયા!
'''યજ્ઞેશ :''' ''''' કમને કેમ? આટલાં વરસો પછી તમે એમ તો ન કહી શકો કે કમને સ્થાયી થયા!'''''
'''પ્રદ્યુમ્ન :''' આરંભે ખરે જ એવું લાગતું હતું. અવારનવાર થઈ આવતું કે નાહકનો ઈટલી આવ્યો! વાસ્તવમાં, જેની બાહેંધરીએ દિલ્હીનો ‘પ્રેસ્ટી જિયસ, વેલપેઈડ' જૉબ છોડી કોમો આવ્યો, એ શહેરની અતિજાણીતી ટેક્સટાઈલ મિલવાળા જ છેલ્લી ઘડીએ, જગવ્યાપી ઊભર્યાં પેટ્રોલ ‘ક્રાઈસીસ’નું ઓઠું ધરીને ફરી ગયા! ને અમારે એક વણકલ્પી, વણચાહી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો! સારે નસીબે રોઝાલ્બાની નોકરી તો હતી, પણ ઉપરોક્ત સંજોગોમાં મારે હવે શક્ય તે ‘ફ્રીલાન્સ ડિઝાઈનિંગ' દ્વારા જ રોજી રળવાની હતી. આમ ચાણક્યપુરીનું મસમોટું ને સુખસગવડભર્યું ઘર છોડી કોમોના એક નાનકડા ફ્લૅટમાં રહેવું પડ્યું! વળી દિલ્હીમાં બાળકોને ભાવે સાચવતાં ને રોઝાલ્બાને ઘરકામ અને રસોઈમાં મદદ કરે એવા સાલસ ચાકરો પણ અહીં ક્યાંથી મળે? આમ વ્યાવસાયિક કામકાજની સાથોસાથ, સઘળાંય ઘરકામ અને બાળકોના ઉછેરની નાનાવિધ જવાબદારીઓ પણ અમારે જ ઉપાડવી રહેતી. 'સમહાવ વી હેડ ટુ સર્વાઈવ થ્રુ ધૅટ ડિફિકલ્ટ પિરિયડ !'  

Line 238: Line 238:
ત્રીજો : જેને તમે ‘પ્રાકૃતિક રોમાન્ટીસિઝમ' કહ્યો એ શબ્દ મહીં ઈંગિત ‘એવેઝીવ' કે ‘સેન્ટીમેન્ટલી નોસ્ટાલ્જક' એવું કશુંય નથી મારા કાવ્યોના પરિવેશમાં.

'''યજ્ઞેશ :''' ''''' આ તો સાહિત્યને જોવાની-કહેવાની એક રીત છે. ‘ડોન્ટ કન્સીડર ઈટ ઍઝ ડેરોગેટરી...
'''યજ્ઞેશ :''' ''''' આ તો સાહિત્યને જોવાની-કહેવાની એક રીત છે. ‘ડોન્ટ કન્સીડર ઈટ ઍઝ ડેરોગેટરી...'''''
'''પ્રદ્યુમ્ન :''' પણ એ ‘ટર્મ’ જ ખોટી છે ને! કેવું નિસ્તેજ અર્થઘટન થઈ ગયું છે એનું, તત્કાલીન આલોચના મહીં! ખરેખાત તો ‘રોમાન્ટિક’ નહીં, રોમાંચક જોઈએ ! જેના સંધાને, રોમરોમ થનકી ઊઠે એવી. શાશ્વત ચૈતન્યલીલાનાં લાધતા રહેલાં અચરજોના પરભાર્યા, લયબદ્ધ આળેખો છે મારા ઘણાંય કાવ્યોમાં :

સકળ ભરી બ્રહ્માંડ અનૂઠાં વાટે ઘાટે  
સકળ ભરી બ્રહ્માંડ અનૂઠાં વાટે ઘાટે  
Line 268: Line 268:
- શોજી ફૂજીકી (૧૯૩૭)
- શોજી ફૂજીકી (૧૯૩૭)

'''યજ્ઞેશ :''' ''''' મને યાદ આવે છે તમારું એક ગીત ‘ટાઢ’. વીસ વરસ પહેલાં રાણકપુરમાં, તમે મારી ડાયરીમાં લખી આપેલું. એવું કોઈ ઑર સંભળાવોને જેમાં તમારી ચિત્રકારની આંખનો લાભ મળ્યો હોય.
'''યજ્ઞેશ :''' ''''' મને યાદ આવે છે તમારું એક ગીત ‘ટાઢ’. વીસ વરસ પહેલાં રાણકપુરમાં, તમે મારી ડાયરીમાં લખી આપેલું. એવું કોઈ ઑર સંભળાવોને જેમાં તમારી ચિત્રકારની આંખનો લાભ મળ્યો હોય.'''''
'''પ્રદ્યુમ્ન :''' એ છે ‘ઘટા'. મને અને બીજા ઘણાંયને ગમતું. જેના લયમાનને શબ્દાલેખોને બુંદીના રાજમહેલોનાં ભિત્તિચિત્રો જોડે સરસ સંધાન છે. લીલીછમ્મ, ગાઢી વનરાજિ પરે થઈ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા.
 
'''પ્રદ્યુમ્ન :''' એ છે ‘ઘટા’. મને અને બીજા ઘણાંયને ગમતું. જેના લયમાનને શબ્દાલેખોને બુંદીના રાજમહેલોનાં ભિત્તિચિત્રો જોડે સરસ સંધાન છે. લીલીછમ્મ, ગાઢી વનરાજિ પરે થઈ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા.

માથે લળુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા

Line 301: Line 302:
'''યજ્ઞેશ :''' ''''' ફોટોગ્રાફિક અસાઈન્મેન્ટ માટે પણ તમે મહત્ત્વની યાત્રાઓ કરી હશે ને?'''''

'''પ્રદ્યુમ્ન :''' પહેલી અસાઇન્મેન્ટ મળી હતી. '૬૩માં મુંબઈના વિખ્યાત સાપ્તાહિક ‘ઇલસ્ટ્રેટેડ વીકલી'એ કર્ણાટકના પ્રસિદ્ધ યાત્રા-તીર્થ શૃંગેરી પરે એક સચિત્ર, વિગતપૂર્ણ અહેવાલ પ્રકટ કરવાનું વિચાર્યું હતું, બે હપ્તામાં. પહેલો હપ્તો, ઐતિહાસિક રૂપરેખા આપતો, પ્રા. નીલકંઠ રાવ લખવાના હતા ને મારે એને અનુરૂપ ફોટાઓ પૂરા પાડવાના હતા. બીજા હપ્તા માટે, નાના વિધ ફોટાઓ (મંદિરના કોઠાર મહીં સચવાયાં, વારતહેવારે દેવી-દેવતાઓને ચડાવાતાં અમૂલ્ય આભૂષણોમાંય)ની સાથ સાથ ‘આઈ વૉઝ સપોઝ્ડ ટૂ રાઈટ માય ઈમ્પ્રેશન્સ ઑફ ધ પ્લેસ એઝ વેલ એઝ ઇન્ટરવ્યૂ ધ શંકરાચાર્ય !' ઓવો મોકો ક્યારે મળે? હોંશે હોંશે ગયો. ફર્સ ટાઈમ ઈન માઈ લાઈફ આઈ રીઅલાઈઝ્ડ વૉટ ઈઝ પાવર ઑફ પ્રેસ! ‘રેડ કારપેટ ટ્રીટમેન્ટ' મળી! મને ગમે ત્યાં ફરીને ફોટાઓ પાડવાની છૂટ હતી. કેવળ એક નિયમ પાળવો જરૂરી હતો. મંદિરનાં દેવી-દેવતાઓ અને શ્રી શંકરાચાર્યની આમન્યા રૂપે અન્ય પુરુષ યાત્રીઓની જેમ મારે પણ કેવળ લૂંગીભર રહી બધે હરવું-ફરવું આવશ્યક હતું. આપણા રામને તો મજા જ પડી ગઈ! મુંબઈમાં આમ અધ ઉઘાડે અંગ ફરવાનું ક્યારે બને?! ને ત્યારે તો હતોય ગઠીલો ને પુષ્ટ... [હાસ્ય]

'''યજ્ઞેશ :''' ''''' તમને થયું હશે કે એટલુંય પહેરવાનું ન હોત તો વધુ સારું થાત ! બન્નેનું મુક્ત હાસ્ય].
'''યજ્ઞેશ :''' ''''' તમને થયું હશે કે એટલુંય પહેરવાનું ન હોત તો વધુ સારું થાત ! [બન્નેનું મુક્ત હાસ્ય].'''''
'''પ્રદ્યુમ્ન :''' અઠવાડિયું ત્યાં રહ્યો. ઘણા ફોટાઓ પાડ્યા ને નિજી સંવેદનો નોંધ્યાં. શ્રી શંકરાચાર્ય જોડેના વાર્તાલાપને શબ્દબદ્ધ કર્યો ને પેલી પુરાણી કહેવત ‘ગંગા સ્નાનમ્ તુંગા પાનમ્'ની યથાર્થતાને પંડે પ્રમાણી. આવા મીઠાં ને નીતર્યાં સરિત-જળ મેં બીજે કશેય ન'તાં પીધાં! આજેય '૬૩ના એ શૃંગેરીને સંભારતાં એક અણકથ્યો રોમાંચ થઈ આવે છે. એવું રૂપાળું, ચોખ્ખુંચણક, નીરવ શાંતિ અને આધ્યાત્મિકતાએ ભર્યું ભર્યું તીર્થસ્થાન અગાઉ ક્યારેય જોયું ન'તું! પૂરાં ત્રીસ વર્ષ બાદ ફરીને ત્યાં જવાનો યોગ સાંપડ્યો ત્યારે એ અદ્ભુત સ્થળના હાલહવાલ જોઈ દુઃખી દુઃખી થઈ ગયેલો. બધુંય એટલું 'કમર્શિયલાઈઝ' થઈ ગયું હતું.

'''યજ્ઞેશ :''' ''''' એવી જગ્યાએ ફરી વિઝિટ ન કરવી જોઈએ કારણ એટલો બધો ચેઈન્જ આવી ગયો હોય જે તમે સ્વીકારી ન શકો.  
'''યજ્ઞેશ :''' ''''' એવી જગ્યાએ ફરી વિઝિટ ન કરવી જોઈએ કારણ એટલો બધો ચેઈન્જ આવી ગયો હોય જે તમે સ્વીકારી ન શકો.'''''
'''પ્રદ્યુમ્ન :''' હા, હું એ શીખતો રહું છું કે ‘મેઈક નો સેન્ટીમેન્ટલ જર્ની ઈફ પોસીબલ...’

'''યજ્ઞેશ :''' ''''' વરસે બે વરસે તમે ફરીને ભારત આવો ત્યારે તમને કેવું લાગતું હોય છે? ફરી ગુજરાતી સાંભળતાં કેવું લાગે ? અગાઉ જોયેલી જગ્યાએ ફરી જાઓ ખરા?'''''

Line 309: Line 310:
અહીં આવું ત્યારે નવી નવી જગ્યા જોવાની સાથોસાથ, ચાલતી રહેતી અંગત ‘રિસર્ચ'ને કારણે જાણી-માણી જગ્યાએ પણ ફરી જવાનું થાય. ખાસ કરીને મને પ્રિય એવો પૂર્વ/દક્ષિણ રાજસ્થાનનો તળપ્રદેશ ખૂંદવા. તેમાંય દિવાળી ટાણે આવી શકું તો ગજબનો ઉમંગ અને આકાંક્ષા હોય. વર્ષોથી ‘માંડણાં’ પરે સંશોધન કરું છું ને હજીય જાણે અધૂરું હોય એમ નવી નવી સામગ્રી મળતી જ રહે છે. એ પછી કાર્તિકી અગિયારસથી પૂનમ લગીના નાનાવિધ ધાર્મિક ને મસમોટા પશુમેળાઓ જોવા મળે! મેં તો ઘણાંય જોયા-માણ્યા છે, પણ રહી રહી થઈ આવે કે નિજી સંતાનો અને નિકટના મિત્રોને પણ આ ભર્યો ભર્યો તળપદો વૈભવ દેખાડી શકું! મારે મન તો આ છે આપણું ‘ફેબ્યુલસ’ ઇન્ડિયા ! પણ આ ઉત્સવગાળો ઑક્ટોબર/નવેમ્બર દરમિયાન આવે અને પશ્ચિમના બહુધા નિવાસીઓને નાતાલની રજાઓ પહેલાં ભારત આવવું શક્ય ન બને.

'''યજ્ઞેશ :''' ''''' પણ એ બધું બદલાતું કે ભૂંસાતું જાય છે તે પણ તમે નજરે જોતાં જ હશો.
'''યજ્ઞેશ :''' ''''' પણ એ બધું બદલાતું કે ભૂંસાતું જાય છે તે પણ તમે નજરે જોતાં જ હશો.'''''
''''''પ્રદ્યુમ્ન :'''''' હા. ને એનો અફસોસ તો મારા જેવા ઘણાયને થતો હશે. પણ એનો કોઈ ઈલાજ નથી.! ‘રીલેન્ટલેસ ઇન્ડસ્ટ્રિયલ ઑનસ્લોટ’ અને વાધતા જતા મીડિયા-માધ્યમોની ભરમારને કારણે બધેય કંઈ કેટલા રુચિહીન બજારતત્ત્વો ભળતાં જાય છે. તેમાંય મને સૌથી વધુ કઠતું હોય તો એ છે ‘નોઈઝ પોલ્યુશન !' જ્યાં ફરો ત્યાં – શહેરો અને નાનાં નાનાં ગામડાંઓમાંય, દિવસના કોઈ પણ પ્રહરે, એકધારું, તીવ્ર સ્વરે રેડિયો પરથી વહેતું ફિલ્મ-સંગીત અને નાનાવિધ ‘સેટેલાઈટ' ટેલિવિઝન ચેનલો પરથી પ્રસારિત થતા રહેતાં છાકટાં નૃત્યોને ખરે જ ભારત પાછા ન ફરવાનાં મુખ્ય કારણોમાં ગણાવી શકું!