2,670
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
વધુ સારી રીતે કહવું હોય તો કહેવાય કે ઘણાં કાવ્યો ભવ્ય મહેલોના અવશેષ સ્મારકો જેવાં છે એમાં હવે વસી શકાતું નથી પણ કદીક કદીક મુલાકાત લઈ એમાં હરી ફરી શકાય છે. અને ગતકાલના બુલંદ પડઘાઓના, એનાં વીર, શૌર્ય અને કરુણના સાક્ષી થઈ શકાય છે. | વધુ સારી રીતે કહવું હોય તો કહેવાય કે ઘણાં કાવ્યો ભવ્ય મહેલોના અવશેષ સ્મારકો જેવાં છે એમાં હવે વસી શકાતું નથી પણ કદીક કદીક મુલાકાત લઈ એમાં હરી ફરી શકાય છે. અને ગતકાલના બુલંદ પડઘાઓના, એનાં વીર, શૌર્ય અને કરુણના સાક્ષી થઈ શકાય છે. | ||
‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!/ સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!' જેવી કે ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ/ કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ' જેવી પંક્તિઓએ એના જમાનામાં કેવો તરખાટ મચાવ્યો હશે! ‘આગે કદમ, આગે કદમ, આગે કદમ! યારો ફનાના પંથ પર આગે કદમ' જેવી પંક્તિઓએ કેવો ઉત્સાહ રેડ્યો હશે! છેલ્લી સલામ' માં જાગેલા મહાકાળમાં હરિજન માટે સતને ત્રાજવડે ચડેલા ગાંધીજીના કલેજાના ઉદ્ગાર કેટલાયને હલાવી ગયો હશે! એક પ્રાણવાન પત્રકારની તત્કાલીન યુગને વેદના આપતી આવી કેટકેટલી રચનાઓ એના સરળ ઢાળ અને એની સરળ ભાષાને કારણે, લોકહૃદયને કેવી તો સ્પર્શી હશે એનો ખ્યાલ આપે છે. મેઘાણીએ ‘યુગવંદના’માં યુગપ્રસંગોની સાથોસાથ ‘પીડિત દર્શન’ કર્યું છે. રોજિંદા જીવનમાંથી આવતા દૂધવાળાની કે બીડી વાળનારીઓની કે સાંતાલની નારીની નિસ્બતને પોતાની ગણી છે. આ ઉપરાંત એમાં એમણે કથાગીતો આપ્યાં છે. આત્મસંવેદનો આપ્યાં છે અને પ્રેમલહરીઓએ વહાવી છે. | ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!/ સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!' જેવી કે ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ/ કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ' જેવી પંક્તિઓએ એના જમાનામાં કેવો તરખાટ મચાવ્યો હશે! ‘આગે કદમ, આગે કદમ, આગે કદમ! યારો ફનાના પંથ પર આગે કદમ' જેવી પંક્તિઓએ કેવો ઉત્સાહ રેડ્યો હશે! છેલ્લી સલામ' માં જાગેલા મહાકાળમાં હરિજન માટે સતને ત્રાજવડે ચડેલા ગાંધીજીના કલેજાના ઉદ્ગાર કેટલાયને હલાવી ગયો હશે! એક પ્રાણવાન પત્રકારની તત્કાલીન યુગને વેદના આપતી આવી કેટકેટલી રચનાઓ એના સરળ ઢાળ અને એની સરળ ભાષાને કારણે, લોકહૃદયને કેવી તો સ્પર્શી હશે એનો ખ્યાલ આપે છે. મેઘાણીએ ‘યુગવંદના’માં યુગપ્રસંગોની સાથોસાથ ‘પીડિત દર્શન’ કર્યું છે. રોજિંદા જીવનમાંથી આવતા દૂધવાળાની કે બીડી વાળનારીઓની કે સાંતાલની નારીની નિસ્બતને પોતાની ગણી છે. આ ઉપરાંત એમાં એમણે કથાગીતો આપ્યાં છે. આત્મસંવેદનો આપ્યાં છે અને પ્રેમલહરીઓએ વહાવી છે. | ||
‘યુગવંદના' હાથ ચડે તો આજે પણ એમાં કેટલીક મોહ પમાડે એવી | ‘યુગવંદના' હાથ ચડે તો આજે પણ એમાં કેટલીક મોહ પમાડે એવી રચનાઓ મોજૂદ છે; એને કા૨ણે જ એનું ગૌરવ છે. ‘લાગ્યો કસુંબીનો રંગ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ' માં મેઘાણીનું પૂરેપુરું સોરઠી વ્યક્તિત્વ ઊતરી આવ્યું છે. એક એક ઘટનામાં કસુંબીના રંગ દ્વારા મેઘાણીએ જીવનનો મહિમા ગાયો છે. તો, ‘સૂના સમદરની પાળે' જેવું કથાગીત શરૂથી અંત સુધી કાવ્યાત્મક રહ્યું છે. ફુલડાં ગૂંથી ગૂંથી લાવતાં અને ધરતીને હૈયે પહેરાવતા સાગરરાણાનું ચિત્ર આપતું ‘સાગરરાણો’ લોક કલ્પનાની સુંદર નીપજ હોય તેવું ગીત છે. ‘કોઈના લાડકવાયો’ કોઈ વિદેશી કવિના કાવ્યનો અનુવાદ છે એમ કહે તો માની શકાય તેમ નથી એટલું બધુ એ ગુજરાતી ભાષાનું બની ચૂક્યું છે. | ||
મેઘાણીના કાવ્યગજગતમાં ગાંધીભાવનું વાતાવરણ અને ટાગોરના વિષયવસ્તુનું લોકઢાળનાં સ્વરૂપો સાથે એવું તો મિશ્રણ થયું છે કે ‘યુગવંદના’નાં ઉત્તમ કાવ્યો જાણે કે લોકસાહિત્યની મૂડી હોય એવું લાગ્ય વગર રહે નહિ, લોકસાહિત્યની નજીક સરતી કવિતાને કારણે મેઘાણીમાં અતિશયોક્તિ અને ઘેરા રંગો પ્રવેશે છે. પણ એ ભેગા જટિલ ભાષાડંબરને અને એકસૂરિલાપણાને પણ તોડે છે. | મેઘાણીના કાવ્યગજગતમાં ગાંધીભાવનું વાતાવરણ અને ટાગોરના વિષયવસ્તુનું લોકઢાળનાં સ્વરૂપો સાથે એવું તો મિશ્રણ થયું છે કે ‘યુગવંદના’નાં ઉત્તમ કાવ્યો જાણે કે લોકસાહિત્યની મૂડી હોય એવું લાગ્ય વગર રહે નહિ, લોકસાહિત્યની નજીક સરતી કવિતાને કારણે મેઘાણીમાં અતિશયોક્તિ અને ઘેરા રંગો પ્રવેશે છે. પણ એ ભેગા જટિલ ભાષાડંબરને અને એકસૂરિલાપણાને પણ તોડે છે. | ||
મેઘાણીની કવિતાની એક જ નિષ્ઠા છે અને તે લોકનિષ્ઠા. મેઘાણીની આત્મસંતૃપ્તિ પણ એમાં જ છે. આથી જ લોકોને લાડ કરતા આ લોકલાડીલા કવિના અવસાન વખતે કવિ દુલા કાગે મરસિયો દુહો લખેલોઃ ‘છંદા ગીતો સોરઠા, સોરઠ સરવાણી/ એટલાં રોયાં રાતે આંસુડે, આજ મરતા મેઘાણી’ | મેઘાણીની કવિતાની એક જ નિષ્ઠા છે અને તે લોકનિષ્ઠા. મેઘાણીની આત્મસંતૃપ્તિ પણ એમાં જ છે. આથી જ લોકોને લાડ કરતા આ લોકલાડીલા કવિના અવસાન વખતે કવિ દુલા કાગે મરસિયો દુહો લખેલોઃ ‘છંદા ગીતો સોરઠા, સોરઠ સરવાણી/ એટલાં રોયાં રાતે આંસુડે, આજ મરતા મેઘાણી’ |