અંતરંગ - બહિરંગ/મુલાકાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
'''યજ્ઞેશ :''' ''''' ભોળાભાઈ, તમે તમારા ગામ સોજાથી શાંતિનિકેતનની યાત્રા કરી, એ યાત્રા આગળ વધી અને આજે પણ ચાલતી રહી છે. શાંતિનિકેતનમાં તો તમે એક આખું વરસ પણ રહ્યા, તો આયુષ્યના આ પગથિયે તમારા જીવનની આખી યાત્રાને તમે કઈ રીતે જુઓ છો ?'''''

'''ભોળાભાઈ :''' યજ્ઞેશભાઈ, તમે જ્યારે મારે ગામ સોજાથી શાંતિનિકેતન અને તે પછી આજ સુધીની યાત્રાની વાત કરી ત્યારે મારા છ દાયકાથી ઉપરનો સમયપટ મારી આંખોની સામે જાણે સિનેમાની રીલની જેમ પસાર થતો જતો હોય ને વચ્ચે વચ્ચે દૃશ્યો જોતો જતો હોઉં એવું લાગ્યું. સોજા... જ્યાં હું જન્મ્યો, અત્યારે ગાંધીનગર જિલ્લાનું ગામ. બીજાં બધાં ગામો જેવો જ એનો ચહેરો. એ તળાવ, એ મંદિર, એ જ જૂની નિશાળ અને શિક્ષણ, એવા જ બાળમિત્રો, એ જ ખેતીપ્રધાન સંસ્કૃતિ અને અમારું ખેડૂતનું ઘર. એ જ વાતાવરણમાં હું ઊછર્યો, પણ પિતાજી શિક્ષક હોવાના કારણે પુસ્તકના સંસ્કાર પણ ખેતીના સંસ્કારની સમાંતર પડતા ગયા. પણ સોજાથી ભણવા માટે કડીમાં સર્વ વિદ્યાલય જેવી નિશાળમાં હું ગયો અને ત્યાં ક્ષિતિજો ઊઘડતી ગઈ અને ઊઘડેલી ક્ષિતિજમાં મેં દર્શન કર્યું - ક્યારેક શ્રી અરવિંદ આશ્રમ-પોંડિચેરીનું અને ક્યારેક દૂર શાંતિનિકેતનનું. એટલે શાંતિનિકેતન જવાની કલ્પના પણ કરી. ત્યાં જવા માટે એસ.એસ.સી.ના વર્ષમાં હતો ત્યારે, એટલે કે ૧૯૫૧માં એક પત્ર પણ લખ્યો. પણ ત્યાંથી કંઈ જવાબ તો આવ્યો નહીં. પણ પછી ૧૯૮૩માં એક વર્ષ માટે શાંતિનિકેતન ગયો, અને જ્યાં એક છાત્ર તરીકે જવાનું હતંન ત્યાં એક અધ્યાપક તરીકે જવાનું બન્યું. એ જીવનની એક ધન્યતા હતી. ત્યાં એક વર્ષ રહેવાની તક મળી, કેટલાક સરસ અનુભવો થયા. શાંતિનિકેતન સંદર્ભે જે વિચારેલા તેથી કેટલાક જુદા અનુભવ પણ થયા. પણ જીવનના અનેક અનુભવોમાંનો એક સ્થાયી અનુભવી બની ગયો અને ત્યાંથી આવ્યા પછી રવીન્દ્રનાથના સાહિત્યની સતત ઉપાસના અને અન્ય સાહિત્યની ઉપાસના પ્રકારાન્તરે ચાલી. હજી પણ જે પ્રેરણાનાં પીયૂષ ગામથી, પછી સર્વ વિદ્યાલયથી, પછી શાંતિનિકેતનથી, યુનિવર્સિટીમાંથી પીધાં તે આજે મને એમ કહે છે કે, મારા જીવનમાં કોઈનો સાથ હોય તો તે સાહિત્યનો, સાહિત્યના શબ્દનો. વ્યક્તિ તરીકે જીવનનાં બધાં જ કર્તવ્યો કર્યાં છે. શિક્ષક-અધ્યાપકનો વ્યવસાય સ્વીકારવાથી શિક્ષણને જીવનના અગ્રિમ કર્તવ્ય તરીકે માન્યું છે. એક શિક્ષક તરીકે જીવનની ધન્યતા અનુભવી. પણ સાહિત્યના શબ્દ અને સાહિત્યની ઉપાસનાએ મારા જીવનને એક સાર્થકતા આપી છે.

Line 328: Line 329:

'''યજ્ઞેશ :''' ''''' આભાર તો મારે તમારો માનવાનો છે, કે તમે આમ સહજ રીતે ખીલ્યા, ખૂલ્યા. ફરી ફરી આભાર.'''''

{{Poem2Close}}

Navigation menu