નિરંજન ભગતના અનુવાદો/ચિત્રાંગદા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{center|<big>'''નાટ્યકાવ્ય (બંગાળી)'''</big> '''નાટ્યકાવ્ય (બંગાળી)''' '''ચિત્રાંગદા''' '''<nowiki>[રવીન્દ્રનાથ ટાગોર | બંગાળી | ૧૯૬૫ | ચિત્રાંગદા]</nowiki>''' '''ભૂમિકા'''}}<br> ૧૮૯૨માં, રવીન્દ્રનાથે ચિત્રાંગદા પદ્યન...")
 
No edit summary
Line 31: Line 31:
વેદનાના બંધનથી.
વેદનાના બંધનથી.
}}
}}
<poem>
{{Playscript
ચિત્રાંગદા શી વેદના, શું બંધન જાણે છે આ દાસી.
|ચિત્રાંગદા:
|શી વેદના, શું બંધન જાણે છે આ દાસી.
પ્રણમું તમારે પદે.
પ્રણમું તમારે પદે.
પ્રભુ, તમે કોણ દેવ?
પ્રભુ, તમે કોણ દેવ?
વસંત : હું છું ઋતુરાજ.
}}
{{Playscript
|વસંત:
|હું છું ઋતુરાજ.
જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે
જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે
વિશ્વને કંકાલ કરવાને ચાહે,
વિશ્વને કંકાલ કરવાને ચાહે,
Line 42: Line 46:
રાત્રિદિન આ સંગ્રામ!
રાત્રિદિન આ સંગ્રામ!
હું છું અખિલનું એ જ અનંત યૌવન.
હું છું અખિલનું એ જ અનંત યૌવન.
ચિત્રાંગદા : પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ
}}
{{Playscript
|ચિત્રાંગદા:
|પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ
દેવદર્શને આ દાસી.
દેવદર્શને આ દાસી.
મદન : કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું?
}}
{{Playscript
|મદન:
|કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું?
તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન
તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન
યૌવનકુસુમ.
યૌવનકુસુમ.
અનંગની પૂજાનું ન હોય આ વિધાન.
અનંગની પૂજાનું ન હોય આ વિધાન.
તું કોણ? શું ચાહે, ભદ્રે?
તું કોણ? શું ચાહે, ભદ્રે?
ચિત્રાંગદા : દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ.
}}
{{Playscript
|ચિત્રાંગદા:
|દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ.
જણાવીશ પ્રાર્થના તે પછી.
જણાવીશ પ્રાર્થના તે પછી.
મદન : સુણવાને ઉત્સુક છું.
}}
ચિત્રાંગદા : હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા.
{{Playscript
|મદન:
|સુણવાને ઉત્સુક છું.
}}
{{Playscript
|ચિત્રાંગદા :
|હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા.
મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં
મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં
આપી ગયા એવો વર દેવ ઉમાપતિ
આપી ગયા એવો વર દેવ ઉમાપતિ
Line 61: Line 80:
શિવતેજે પુરુષમાં પલટી ન શક્યું.
શિવતેજે પુરુષમાં પલટી ન શક્યું.
હું તો આવી કઠિન છું નારી.
હું તો આવી કઠિન છું નારી.
મદન : સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા
}}
{{Playscript
|મદન:
|સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા
તને પુત્રની સમાન પાળી રહ્યો,
તને પુત્રની સમાન પાળી રહ્યો,
શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ.
શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ.
ચિત્રાંગદા : તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ
}}
{{Playscript
|ચિત્રાંગદા:
|તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ
યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે.
યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે.
જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ;
જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ;
Line 71: Line 96:
કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું
કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું
નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ.
નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ.
વસંત : સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય?
}}
{{Playscript
|વસંત:
|સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય?
નયન તો પોતે કરે નયનનું કામ.
નયન તો પોતે કરે નયનનું કામ.
હૃદયમાં વાગે જેને તે જ જાણે.
હૃદયમાં વાગે જેને તે જ જાણે.
ચિત્રાંગદા : એક દિન ગઈ હતી મૃગલાની શોધે
}}
{{Playscript
|ચિત્રાંગદા :
|એક દિન ગઈ હતી મૃગલાની શોધે
એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે.
એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે.
વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે
વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે
Line 104: Line 135:
એ જ ક્ષણે પ્રથમ મેં જોયો
એ જ ક્ષણે પ્રથમ મેં જોયો
મારી સામે આવી ઊભો કો’ પુરુષ.
મારી સામે આવી ઊભો કો’ પુરુષ.
મદન : એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે!
}}
{{Playscript|મદન:|
<poem>એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે!
જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે
જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે
નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ!
નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ!
શું બન્યું તે પછી?
શું બન્યું તે પછી?</poem>
}}
ચિત્રાંગદા : સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’
ચિત્રાંગદા : સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’
મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’
મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’

Navigation menu