17,550
edits
(+1) |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
જીવજગતની પેઠે વનસ્પતિજગતમાં પણ લાગે છે નર અને નારી હોય છે. કેટલાંક વૃક્ષ એવાં હોય છે જેનાં ડાળ-પાંદડાંની સજાવટ, ફૂલોનો ચહેરો, ગંધ, રંગ બધું મળીને ખૂબ ઠસ્સાદાર, સુંદર સ્ત્રીની યાદ અપાવે. હવાનો જરા સરખો હડદોલો લાગતાં કેવા નાચના તાલે ડોલવા માંડે! ભરજોબનથી છલકાતી સ્ત્રી જેમ પોતાના જ સ્તનભારથી સહેજ આગળ ઝૂકી પડે તેમ વૃક્ષો પણ એમનાં ફળફૂલના ભારથી લચી પડે. હા, એમ જ તો અમારા ઘરના ધાબા પરથી દેખાતી લાલ કરેણ વસંતની લહેરોમાં કેવી નાચી ઊઠે છે! ફૂલોના ભારથી કેવી ઝૂકી પડે છે! ધાબાને લગભગ અડી જાય છે કે નહિ! બીજું પેલું શ્વેત્ કરેણનું વૃક્ષ! સફેદ સફેદ ફૂલોની ભાતવાળો લીલી સાડીનો ઘૂમટો માથે ઓઢીને લાજુલ નવવધૂની જેમ કેવું માથું ઝુકાવીને ઊભું છે. વળી ચાલતા વૃક્ષની પાંદડીઓ પણ કેવી પુરબહારમાં છે. કોઈકે એમને એક એક કરીને ફૂલના તોરાની જેમ ગોઠવી મૂકી હોય એવી દેખાય છે. એનાં પાંદડાં અસ્ત્રી કરીને ગડી કરી દીધાં હોય એટલાં સુંદર છે, એવી જ એની શિરટોચની બેજોડ સિમેટ્રી. વળી પાંદડાંઓનો રંગ પણ કેવો અદ્ભુત! એકદમ અસલી વૅટ સિક્સ્ટીનાઇનની બોતલ જેવો ઘેરો લીલો. અઝરબૈજાનની કોઈ નર્તકીની બારીક મલમલ જેવી ઓઢણી જેવાં કુમળાં કેળનાં કે ખાખરાનાં પાંદડાંઓમાંથી ચળાઈને આવતા શરદની સવારનાં કોમળ સોનેરી કિરણો કેવાં ઝળહળી ઊઠે છે! સહેજ અમથી હવાની લેરખી લાગતાં અદ્ભુત લીલાશ પડતા પીળા પ્રકાશમાં ઝુમ્મરમાંથી વેરાતા પ્રકાશની પેઠે વેરાઈ જાય છે. મન ભરીને હું એ નિહાળ્યા કરું, સહેજે થાક ન વરતાય. | જીવજગતની પેઠે વનસ્પતિજગતમાં પણ લાગે છે નર અને નારી હોય છે. કેટલાંક વૃક્ષ એવાં હોય છે જેનાં ડાળ-પાંદડાંની સજાવટ, ફૂલોનો ચહેરો, ગંધ, રંગ બધું મળીને ખૂબ ઠસ્સાદાર, સુંદર સ્ત્રીની યાદ અપાવે. હવાનો જરા સરખો હડદોલો લાગતાં કેવા નાચના તાલે ડોલવા માંડે! ભરજોબનથી છલકાતી સ્ત્રી જેમ પોતાના જ સ્તનભારથી સહેજ આગળ ઝૂકી પડે તેમ વૃક્ષો પણ એમનાં ફળફૂલના ભારથી લચી પડે. હા, એમ જ તો અમારા ઘરના ધાબા પરથી દેખાતી લાલ કરેણ વસંતની લહેરોમાં કેવી નાચી ઊઠે છે! ફૂલોના ભારથી કેવી ઝૂકી પડે છે! ધાબાને લગભગ અડી જાય છે કે નહિ! બીજું પેલું શ્વેત્ કરેણનું વૃક્ષ! સફેદ સફેદ ફૂલોની ભાતવાળો લીલી સાડીનો ઘૂમટો માથે ઓઢીને લાજુલ નવવધૂની જેમ કેવું માથું ઝુકાવીને ઊભું છે. વળી ચાલતા વૃક્ષની પાંદડીઓ પણ કેવી પુરબહારમાં છે. કોઈકે એમને એક એક કરીને ફૂલના તોરાની જેમ ગોઠવી મૂકી હોય એવી દેખાય છે. એનાં પાંદડાં અસ્ત્રી કરીને ગડી કરી દીધાં હોય એટલાં સુંદર છે, એવી જ એની શિરટોચની બેજોડ સિમેટ્રી. વળી પાંદડાંઓનો રંગ પણ કેવો અદ્ભુત! એકદમ અસલી વૅટ સિક્સ્ટીનાઇનની બોતલ જેવો ઘેરો લીલો. અઝરબૈજાનની કોઈ નર્તકીની બારીક મલમલ જેવી ઓઢણી જેવાં કુમળાં કેળનાં કે ખાખરાનાં પાંદડાંઓમાંથી ચળાઈને આવતા શરદની સવારનાં કોમળ સોનેરી કિરણો કેવાં ઝળહળી ઊઠે છે! સહેજ અમથી હવાની લેરખી લાગતાં અદ્ભુત લીલાશ પડતા પીળા પ્રકાશમાં ઝુમ્મરમાંથી વેરાતા પ્રકાશની પેઠે વેરાઈ જાય છે. મન ભરીને હું એ નિહાળ્યા કરું, સહેજે થાક ન વરતાય. | ||
દૂરના પેલા પીળા રંગેલા ઘરની પડખે ઊભેલી નાળિયેરી દેખાય છે, એની અડોઅડ એક બીજી નાળિયેરી પણ હતી. પવન સાથે તાલ મેળવીને નાચ દેખાડવામાં એમના જેવી જોડી જડવી આ ગામમાં દુર્લભ હતી. વૈશાખી વાયરો ફૂંકાવાની રાહ જોતી એ આખું વરસ બેસી રહેતી. જેવો વાયરો ફૂંકાવો શરૂ થાય પછી એમને કોણ ઝાલી રાખી શકે? એવી જ એક ઝંઝાભરી સંધ્યાએ આગળ-પાછળ ઝૂકી ઝૂકીને ઝોલાં ખાવામાં તડાક્ દઈને અચાનક બટકી પડી. બાળપણમાં અમારી દાયણ જમિલાની માના મોઢેથી એમના જમાનાના ઢાકાની સૌથી નામચીન બાઈજી સુન્નતબાઈના અદ્ભુત નૃત્યની વાત સાંભળેલી. ઢેલની ડોક જેવી લાંબી, પાતળી એની ગરદન અને એવી જ ઘાટીલી એની કાયા, હરિણી જેવી ગભરુ અને એવી જ એની ચાલ, એના શરીરમાં હાડ જેવું કશું હતું જ નહિ. શરીરને ધાર્યા મુજબના મરોડ આપી શકે. એક વાર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરના તેજાનાના ધનાઢ્ય વેપારી નિમાઈચાંદ સાહાના ઘેર જલસો ગોઠવેલો. જેસલમેરની કોઈ એક વિખ્યાત નર્તકીને એમાં તેડાવેલી. પૂરા ઢાકા શહેરમાં હો-હા મચી ગઈ. એ સાંભળીને સુન્નતબાઈ તો ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ ગઈ. એકસાથે બન્નેને નાચવાનું નોતરું દેવામાં આવ્યું. પણ સુન્નતબાઈએ મંજૂર ન રાખ્યું. જાતજાતનાં નખરાં કરવા લાગી. ત્યાર પછી જ્યારે મહેફિલ શરૂ થઈ, એ કુર્નિશ બજાવતી પ્રવેશી. પગે ઢગલોએક ઘૂંઘરું બાંધેલાં છતાં એકાદી ઘૂઘરીનો અવાજ સરખો ન સંભળાયો. કેમ જાણે હવામાં જ પગ અધ્ધર મૂકતી ન હોય. એકસામટાં નાટકી ઢબે સારંગી, તબલાં અને ઘૂંઘરું ઝનનનઝનનન કરતાં રણકી ઊઠ્યાં. નાચતી નાચતી તબલાંના બોલની સાથે સાથે જાતે પણ મોઢેથી બોલ બોલતી જાય અને એ જ બોલ પગેથી પણ તોળતી જાય. | દૂરના પેલા પીળા રંગેલા ઘરની પડખે ઊભેલી નાળિયેરી દેખાય છે, એની અડોઅડ એક બીજી નાળિયેરી પણ હતી. પવન સાથે તાલ મેળવીને નાચ દેખાડવામાં એમના જેવી જોડી જડવી આ ગામમાં દુર્લભ હતી. વૈશાખી વાયરો ફૂંકાવાની રાહ જોતી એ આખું વરસ બેસી રહેતી. જેવો વાયરો ફૂંકાવો શરૂ થાય પછી એમને કોણ ઝાલી રાખી શકે? એવી જ એક ઝંઝાભરી સંધ્યાએ આગળ-પાછળ ઝૂકી ઝૂકીને ઝોલાં ખાવામાં તડાક્ દઈને અચાનક બટકી પડી. બાળપણમાં અમારી દાયણ જમિલાની માના મોઢેથી એમના જમાનાના ઢાકાની સૌથી નામચીન બાઈજી સુન્નતબાઈના અદ્ભુત નૃત્યની વાત સાંભળેલી. ઢેલની ડોક જેવી લાંબી, પાતળી એની ગરદન અને એવી જ ઘાટીલી એની કાયા, હરિણી જેવી ગભરુ અને એવી જ એની ચાલ, એના શરીરમાં હાડ જેવું કશું હતું જ નહિ. શરીરને ધાર્યા મુજબના મરોડ આપી શકે. એક વાર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરના તેજાનાના ધનાઢ્ય વેપારી નિમાઈચાંદ સાહાના ઘેર જલસો ગોઠવેલો. જેસલમેરની કોઈ એક વિખ્યાત નર્તકીને એમાં તેડાવેલી. પૂરા ઢાકા શહેરમાં હો-હા મચી ગઈ. એ સાંભળીને સુન્નતબાઈ તો ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ ગઈ. એકસાથે બન્નેને નાચવાનું નોતરું દેવામાં આવ્યું. પણ સુન્નતબાઈએ મંજૂર ન રાખ્યું. જાતજાતનાં નખરાં કરવા લાગી. ત્યાર પછી જ્યારે મહેફિલ શરૂ થઈ, એ કુર્નિશ બજાવતી પ્રવેશી. પગે ઢગલોએક ઘૂંઘરું બાંધેલાં છતાં એકાદી ઘૂઘરીનો અવાજ સરખો ન સંભળાયો. કેમ જાણે હવામાં જ પગ અધ્ધર મૂકતી ન હોય. એકસામટાં નાટકી ઢબે સારંગી, તબલાં અને ઘૂંઘરું ઝનનનઝનનન કરતાં રણકી ઊઠ્યાં. નાચતી નાચતી તબલાંના બોલની સાથે સાથે જાતે પણ મોઢેથી બોલ બોલતી જાય અને એ જ બોલ પગેથી પણ તોળતી જાય. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ધારિ કિટ્ મારિ કિટ્, તુન્ તુન્ થારિ | ધારિ કિટ્ મારિ કિટ્, તુન્ તુન્ થારિ | ||
બેંધે કેટે, મેરે કેટે | બેંધે કેટે, મેરે કેટે | ||
Line 20: | Line 22: | ||
થારિક્ થારિક્ ચિટ્ પિટ્ થાક્ થાક્ | થારિક્ થારિક્ ચિટ્ પિટ્ થાક્ થાક્ | ||
ઝિન્ કિટ્ ફાંકા ઘાલંગ થાકા થેઈ | ઝિન્ કિટ્ ફાંકા ઘાલંગ થાકા થેઈ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
સોળ માત્રાનો બોલ, એનું ચાર વાર આવર્તન કરી ચોસઠ માત્રા પર લઈ જાય. | સોળ માત્રાનો બોલ, એનું ચાર વાર આવર્તન કરી ચોસઠ માત્રા પર લઈ જાય. | ||
નાચનારીએ શરૂઆત કરી પ્રથમ લયમાં, ત્યાર બાદ મધ્યમમાં, આખરે ધીરે ધીરે દ્રુતલયની દિશામાં આગળ વધતી ગઈ. પોતાની છાતીએ તાળીના તાલે તબલચીને લયનો વેગ વધારવાનું સૂચન કરતી જાય. તબલચીનાં આંગળાંમાંથી ફૂલઝરીની પેઠે બોલની રમઝટ વરસે એવી જ વર્ષા નાચનારીના પગેથી વરસે. સુન્નતબાઈ ચપટી વગાડી વાદકોને ફરી ઈશારો કરી કહે, લય ઔર ભી બઢાઈએ. એ એક તાજ્જુબની ઘટના હતી. મહેફિલમાં બેઠેલા કદરદાન પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની નિહાળી રહ્યા. એના સ્પંદનથી ઝુમ્મરમાંના સ્ફટિકો ડોલતા એકબીજા સાથે ભટકાતાં ટણિંગ વાગવા લાગ્યા. સૂર અને લય દ્રુતગતિમાં વધતાં વધતાં સાંઘાતિક ચરમે જઈ પહોંચ્યા. સુન્નતબાઈનો સર્પ જેવો દેહ ધીમે ધીમે વળોટાય અને પાછળની તરફ વંકાય. આ અવસ્થામાં પકવ બીજોરાની જોડ જેવાં સુંદર, મુલાયમ સ્તનોને એવી રીતે નચાવે જાણે ઝંઝામાં કુમળી વાંસની પાંદડીઓ કાંપે. ઉપર ઊંચકે અને નીચે નમાવે. એની ભીતરથી કશું ઊછળીને બહાર કૂદી પડવા માગે. અત્યંત સૂક્ષ્મ મરોડ લેતું એનું માથું નિતંબને ટેકવી રહે. બરાબર ગુલછડી જોઈ લો. તાજા જ વળ દીધેલા ઢોલકના ચામડાની પેઠે એનાં પેટ અને કમ્મર અસંભવ તંગ થઈ ચૂક્યાં હતાં. તાળીઓના અદમ્ય ગડગડાટ અને ‘વાહ વા, વાહ વા, ક્યા બાત, ક્યા બાત, મુકરર’ના પોકારોથી નૃત્યખંડ ફાટી પડ્યો. એમાં કાને બધિરતા આવી જાય કે બીજું કંઈ? ખૂબ જ ઝડપી મિંડના ખેંચાણથી સિતારની જવારીનો તાર ખડિંગ કરતો તૂટી જાય એમ નાચનારીનું શરીર કમ્મરેથી એકાએક બટકીને જમીન પર ફસડાઈ પડ્યું. પેલી નાળિયેરીની જેમ. સુન્નતબાઈ પણ ફરી કદી ઊભી થવા ન પામી. | નાચનારીએ શરૂઆત કરી પ્રથમ લયમાં, ત્યાર બાદ મધ્યમમાં, આખરે ધીરે ધીરે દ્રુતલયની દિશામાં આગળ વધતી ગઈ. પોતાની છાતીએ તાળીના તાલે તબલચીને લયનો વેગ વધારવાનું સૂચન કરતી જાય. તબલચીનાં આંગળાંમાંથી ફૂલઝરીની પેઠે બોલની રમઝટ વરસે એવી જ વર્ષા નાચનારીના પગેથી વરસે. સુન્નતબાઈ ચપટી વગાડી વાદકોને ફરી ઈશારો કરી કહે, લય ઔર ભી બઢાઈએ. એ એક તાજ્જુબની ઘટના હતી. મહેફિલમાં બેઠેલા કદરદાન પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની નિહાળી રહ્યા. એના સ્પંદનથી ઝુમ્મરમાંના સ્ફટિકો ડોલતા એકબીજા સાથે ભટકાતાં ટણિંગ વાગવા લાગ્યા. સૂર અને લય દ્રુતગતિમાં વધતાં વધતાં સાંઘાતિક ચરમે જઈ પહોંચ્યા. સુન્નતબાઈનો સર્પ જેવો દેહ ધીમે ધીમે વળોટાય અને પાછળની તરફ વંકાય. આ અવસ્થામાં પકવ બીજોરાની જોડ જેવાં સુંદર, મુલાયમ સ્તનોને એવી રીતે નચાવે જાણે ઝંઝામાં કુમળી વાંસની પાંદડીઓ કાંપે. ઉપર ઊંચકે અને નીચે નમાવે. એની ભીતરથી કશું ઊછળીને બહાર કૂદી પડવા માગે. અત્યંત સૂક્ષ્મ મરોડ લેતું એનું માથું નિતંબને ટેકવી રહે. બરાબર ગુલછડી જોઈ લો. તાજા જ વળ દીધેલા ઢોલકના ચામડાની પેઠે એનાં પેટ અને કમ્મર અસંભવ તંગ થઈ ચૂક્યાં હતાં. તાળીઓના અદમ્ય ગડગડાટ અને ‘વાહ વા, વાહ વા, ક્યા બાત, ક્યા બાત, મુકરર’ના પોકારોથી નૃત્યખંડ ફાટી પડ્યો. એમાં કાને બધિરતા આવી જાય કે બીજું કંઈ? ખૂબ જ ઝડપી મિંડના ખેંચાણથી સિતારની જવારીનો તાર ખડિંગ કરતો તૂટી જાય એમ નાચનારીનું શરીર કમ્મરેથી એકાએક બટકીને જમીન પર ફસડાઈ પડ્યું. પેલી નાળિયેરીની જેમ. સુન્નતબાઈ પણ ફરી કદી ઊભી થવા ન પામી. | ||
Line 39: | Line 43: | ||
એક દિવસ અમે બધા હુતુતુ રમી રહ્યા હતા. ત્યાં અચાનક અમારો બાંધેલો કઠિયારો કાર્તિકચાંદ દોડતો આવીને અમારી સામે ફસડાઈ પડ્યો. એને મોઢેથી ચૂંકારો સરખો નીકળતો નહોતો. ભયથી જાણે થીજી ગયેલો. ઘણી વારની ઊલટતપાસ પછી હાંફતો હાંફતો બોલ્યો કે મોટા શેઠ ત્યાં થઈને પસાર થઈ રહ્યા હતા અને મને પૂછ્યું, ‘કેમ રે કાર્તિક, સારો તો છે ને? ઘણે દિવસે તને જોયો.’ વાત એમ હતી કે મોટા શેઠ, એટલે કે અમારા પિતાજી, એકાદ માસ પૂર્વે જ અવસાન પામેલા. | એક દિવસ અમે બધા હુતુતુ રમી રહ્યા હતા. ત્યાં અચાનક અમારો બાંધેલો કઠિયારો કાર્તિકચાંદ દોડતો આવીને અમારી સામે ફસડાઈ પડ્યો. એને મોઢેથી ચૂંકારો સરખો નીકળતો નહોતો. ભયથી જાણે થીજી ગયેલો. ઘણી વારની ઊલટતપાસ પછી હાંફતો હાંફતો બોલ્યો કે મોટા શેઠ ત્યાં થઈને પસાર થઈ રહ્યા હતા અને મને પૂછ્યું, ‘કેમ રે કાર્તિક, સારો તો છે ને? ઘણે દિવસે તને જોયો.’ વાત એમ હતી કે મોટા શેઠ, એટલે કે અમારા પિતાજી, એકાદ માસ પૂર્વે જ અવસાન પામેલા. | ||
એક દિવસ અમારા એક પિતરાઈને કાલીપૂજામાં ખાવાની હોડ બકી. એમાં એ ડઝનબંધ પૂરીઓ, બશેર જેટલી નાળિયેરનું ખમણ નાખી વઘારેલી ચણાની દાળ, વીસ-પચ્ચીસ મોટાં મોટાં રીંગણાનું શાક, ત્રણચાર મુઠ્ઠી લાલ મરચાં ઝાપટી ગયો. એની પર ભાઈસાહેબે પાંચ-છ વાડકા રબડી પેટમાં પધરાવી દીધી. પછી તો થવાનું હતું એમ જ થયું. અમાસની કાળી ડિબાંગ રાતે હાથમાં લોટો લઈ હાંફળાફાંફળા એને દોડવું પડેલું. શરદઋતુની આખરના હલકા નીલ ધુમ્મસનું પડળ આ અંધકારને ઘેરી વળી વધુ રહસ્યમય બનાવી મૂકતું હતું. તળાવકિનારે હાથપંખા જેવડા મસમોટા જણાતા કંદનાં પાંદડાંના જંગલની બરાબર ઉપરના ભાગમાં આગિયાઓ એકસામટા ઝબકી ઝબકી બુઝાઈ જતા હતા. શિશિરભીનાં પાકાં ધાનની વાસ, સડી ગયેલાં પાંદડાંની થરની ગંધ, કાદવિયા માટીની ગંધ, એકસાથે ભળી જઈને ચોફેરનું વાતાવરણ જાણે એક પ્રકારની ભયાવહ લાગણી જગાડતું હતું. હવાનું નામનિશાન નહિ. હાથમાં ફાનસ ઝાલી મારો પિતરાઈ ભાઈ સાંકડી કેડી પર આગળ વધી રહ્યો હતો. આઘેથી વૃક્ષભણી નજર પડતાં એને એક તદ્દન જુદા જ પ્રકારની મૂર્તિ દેખાણી. જાણે રામપ્રસાદી શ્યામા વિખેરાયલા વાળે સ્મશાનકાલીની મુદ્રામાં ઊભી છે. ચારેકોર સૂમસામ. ઝબ દઈને પાણીમાં કશુંક કૂદી પડ્યું. કદાચ કોઈ તગડા કદનો દેડકો હોય અથવા તો કદાચ એકાદ મોટી માછલી પાણીમાંથી હવા ખાવા ઉપર સપાટી પર આવી હોય અને ગુલાંટ મારી ઊંડા પાણીમાં લપાઈ ગઈ હોય. પેલું શું છે? પેલું દેખાય એ છે શું? ધુમ્મસના પડમાંથી ઝાંખુંપાંખું પેલું શું દેખાઈ રહ્યું છે? મારો ભાઈ એમ તો સહેજે ડરપોક નહોતો. અમારા ઘરમાં એના જેટલો અજબનો સાહસિક બીજો કોઈ ન મળે. ફાનસની વાટ વધારી જરાક ઊંચકીને એણે નજર માંડી. હાથ-પગ-આંખ સઘળું થીજી ગયું. અમારો પાળેલો કૂતરો ‘ભોલો’ રહી રહીને ભૂંડા સાદે રોવા લાગ્યો. એ જાણે કશુંક કહેવા માગતો હતો. તળાવડીના નૈર્ઋત્ય ખૂણામાંના વાંસવનમાંથી કેટલાંક શિયાળે એવી જ ભૂંડી લાળીથી એની સાથે જોડાઈને જુગલબંદી આરંભી. તમરાંઓએ પણ એમનો ત્રમત્રમાટ સપ્તમે ચડાવ્યો. બધા જ જાણે સમસ્વરે કહે છે, ‘ભાગો, ભાગો’. કોઈક અદૃશ્ય તર્જની સંકેતે પલકવારમાં બધું જ થંભી ગયું. કેવી ભેંકાર નિસ્તબ્ધતા. દ્રાક્ષનો ટકોરો વાગતાં જાણે વેનિશિયન વાઈન ગ્લાસ ઠણિંગ ઠણિંગ અવાજે હજાર ટુકડામાં વેરાઈ ગયો. ધુમ્મસ ધીમે ધીમે સરકતું વાંસવનની દિશાભણી ચાલ્યું ગયું. ફાનસના અજવાળામાં ચોખ્ખું દેખાવા માંડ્યું સળેકડા જેવી પાતળી, માંદલી – દેખાવમાં અમારી સેજોફઈને ઘણી મળતી આવતી એક ડોસી ત્યાં કિનારે બેસી પાણીમાં ગલ નાખી માછલાં પકડવા બેઠી છે. ફઈ એમના જેઠને જોઈ અઢી હાથ લાંબો ઘૂમટો તાણતાં, એ ડોસીના માથા પર એવો જ લાંબો ઘૂમટો તાણેલો છે. એ જ અવસ્થામાં ડોસીએ મારા પિતરાઈ ભાઈની તરફ માથું ફેરવ્યું. ધૂંધળા પ્રકાશમાં દેખાયું કે ડોસીને માથું જ નહોતું. એના હાથમાંની ગલની અણીએથી દીવાદાંડીમાંથી ફેંકાતો હોય એમ ભૂરાશ પડતા લીલા પ્રકાશનો રેલો નીકળી ચોફેર ઘૂમરાતો હતો. ડોસીના એ સળેકડા જેવા હાથનો ઝાટકો ખાઈને પંદરેક હાથ લાંબી એવી માછલી કિનારા પર પછડાઈ પડી. કમાલની એ માછલી. બેલ્ટ પહેરેલી મડમ જેવી કમ્મરે પાતળી, એકની જગાએ ત્રણ ત્રણ માથાં અને ત્રણ જેટલાં પૂંછડાંવાળી, નીચેના ભાગમાં બબ્બે હાથને છેટે ગાંઠો જેવું કશુંક બાંધેલું, હારમાં પરોવી દીધેલાં ઘણાં બધાં અનનાસ જોઈ લો. અલ્સેશિયન કૂતરાની જેવી લાલચોળ જીભ લપકી રહી છે, માથા પર ગેંડા જેવાં શિંગડાં અને વાલરસ જેવાં થોભિયાં, આંખોમાંથી લગ્નમંડપની વેદીમાં પ્રગટાવેલા અગ્નિની પેઠે જ્વાળાઓ ભભૂકે છે અને વળી વિના કારણે બુઝાઈ જાય છે. ફરી વાર પ્રકાશે છે અને બુઝાઈ જાય છે. એવી એ માછલી તળાવકિનારે પછડાતાં જમીનની માટી થરથર કાંપી ઊઠી. એક પ્રકારના ગુજરાતી પોશાકમાં આભલાં જડેલાં હોય છે એવાં આભલાં એના આખા શરીરે મોઝાઈકની જેમ જડેલાં હતાં. ફાનસનો પ્રકાશ પડતાં માછલીનાં અંગો આરસીઓ પેઠે ઝલમલી ઊઠ્યાં. માછલી જેમ જેમ તરફડતી તેમ તેમ શતશો સર્ચલાઈટ પ્રગટી ઊઠતી હતી અને બુઝાઈ જતી હતી. એક મસમોટું ચૂલતેરું સૂકા પાંદડાની જેમ તરતું વહી આવીને ડોસીની સામે આવી ચડ્યું. એવી જ રીતે થોડી વારમાં પિત્તળની બે થાળીઓ પણ અદબપૂર્વક તરતી તરતી આવી પૂગી. આ શું? અર્જુન વૃક્ષની ચારેકોર એકાએક શૂન્ય ગુરુત્વાકર્ષણ ઊતરી આવ્યું કે શું? | એક દિવસ અમારા એક પિતરાઈને કાલીપૂજામાં ખાવાની હોડ બકી. એમાં એ ડઝનબંધ પૂરીઓ, બશેર જેટલી નાળિયેરનું ખમણ નાખી વઘારેલી ચણાની દાળ, વીસ-પચ્ચીસ મોટાં મોટાં રીંગણાનું શાક, ત્રણચાર મુઠ્ઠી લાલ મરચાં ઝાપટી ગયો. એની પર ભાઈસાહેબે પાંચ-છ વાડકા રબડી પેટમાં પધરાવી દીધી. પછી તો થવાનું હતું એમ જ થયું. અમાસની કાળી ડિબાંગ રાતે હાથમાં લોટો લઈ હાંફળાફાંફળા એને દોડવું પડેલું. શરદઋતુની આખરના હલકા નીલ ધુમ્મસનું પડળ આ અંધકારને ઘેરી વળી વધુ રહસ્યમય બનાવી મૂકતું હતું. તળાવકિનારે હાથપંખા જેવડા મસમોટા જણાતા કંદનાં પાંદડાંના જંગલની બરાબર ઉપરના ભાગમાં આગિયાઓ એકસામટા ઝબકી ઝબકી બુઝાઈ જતા હતા. શિશિરભીનાં પાકાં ધાનની વાસ, સડી ગયેલાં પાંદડાંની થરની ગંધ, કાદવિયા માટીની ગંધ, એકસાથે ભળી જઈને ચોફેરનું વાતાવરણ જાણે એક પ્રકારની ભયાવહ લાગણી જગાડતું હતું. હવાનું નામનિશાન નહિ. હાથમાં ફાનસ ઝાલી મારો પિતરાઈ ભાઈ સાંકડી કેડી પર આગળ વધી રહ્યો હતો. આઘેથી વૃક્ષભણી નજર પડતાં એને એક તદ્દન જુદા જ પ્રકારની મૂર્તિ દેખાણી. જાણે રામપ્રસાદી શ્યામા વિખેરાયલા વાળે સ્મશાનકાલીની મુદ્રામાં ઊભી છે. ચારેકોર સૂમસામ. ઝબ દઈને પાણીમાં કશુંક કૂદી પડ્યું. કદાચ કોઈ તગડા કદનો દેડકો હોય અથવા તો કદાચ એકાદ મોટી માછલી પાણીમાંથી હવા ખાવા ઉપર સપાટી પર આવી હોય અને ગુલાંટ મારી ઊંડા પાણીમાં લપાઈ ગઈ હોય. પેલું શું છે? પેલું દેખાય એ છે શું? ધુમ્મસના પડમાંથી ઝાંખુંપાંખું પેલું શું દેખાઈ રહ્યું છે? મારો ભાઈ એમ તો સહેજે ડરપોક નહોતો. અમારા ઘરમાં એના જેટલો અજબનો સાહસિક બીજો કોઈ ન મળે. ફાનસની વાટ વધારી જરાક ઊંચકીને એણે નજર માંડી. હાથ-પગ-આંખ સઘળું થીજી ગયું. અમારો પાળેલો કૂતરો ‘ભોલો’ રહી રહીને ભૂંડા સાદે રોવા લાગ્યો. એ જાણે કશુંક કહેવા માગતો હતો. તળાવડીના નૈર્ઋત્ય ખૂણામાંના વાંસવનમાંથી કેટલાંક શિયાળે એવી જ ભૂંડી લાળીથી એની સાથે જોડાઈને જુગલબંદી આરંભી. તમરાંઓએ પણ એમનો ત્રમત્રમાટ સપ્તમે ચડાવ્યો. બધા જ જાણે સમસ્વરે કહે છે, ‘ભાગો, ભાગો’. કોઈક અદૃશ્ય તર્જની સંકેતે પલકવારમાં બધું જ થંભી ગયું. કેવી ભેંકાર નિસ્તબ્ધતા. દ્રાક્ષનો ટકોરો વાગતાં જાણે વેનિશિયન વાઈન ગ્લાસ ઠણિંગ ઠણિંગ અવાજે હજાર ટુકડામાં વેરાઈ ગયો. ધુમ્મસ ધીમે ધીમે સરકતું વાંસવનની દિશાભણી ચાલ્યું ગયું. ફાનસના અજવાળામાં ચોખ્ખું દેખાવા માંડ્યું સળેકડા જેવી પાતળી, માંદલી – દેખાવમાં અમારી સેજોફઈને ઘણી મળતી આવતી એક ડોસી ત્યાં કિનારે બેસી પાણીમાં ગલ નાખી માછલાં પકડવા બેઠી છે. ફઈ એમના જેઠને જોઈ અઢી હાથ લાંબો ઘૂમટો તાણતાં, એ ડોસીના માથા પર એવો જ લાંબો ઘૂમટો તાણેલો છે. એ જ અવસ્થામાં ડોસીએ મારા પિતરાઈ ભાઈની તરફ માથું ફેરવ્યું. ધૂંધળા પ્રકાશમાં દેખાયું કે ડોસીને માથું જ નહોતું. એના હાથમાંની ગલની અણીએથી દીવાદાંડીમાંથી ફેંકાતો હોય એમ ભૂરાશ પડતા લીલા પ્રકાશનો રેલો નીકળી ચોફેર ઘૂમરાતો હતો. ડોસીના એ સળેકડા જેવા હાથનો ઝાટકો ખાઈને પંદરેક હાથ લાંબી એવી માછલી કિનારા પર પછડાઈ પડી. કમાલની એ માછલી. બેલ્ટ પહેરેલી મડમ જેવી કમ્મરે પાતળી, એકની જગાએ ત્રણ ત્રણ માથાં અને ત્રણ જેટલાં પૂંછડાંવાળી, નીચેના ભાગમાં બબ્બે હાથને છેટે ગાંઠો જેવું કશુંક બાંધેલું, હારમાં પરોવી દીધેલાં ઘણાં બધાં અનનાસ જોઈ લો. અલ્સેશિયન કૂતરાની જેવી લાલચોળ જીભ લપકી રહી છે, માથા પર ગેંડા જેવાં શિંગડાં અને વાલરસ જેવાં થોભિયાં, આંખોમાંથી લગ્નમંડપની વેદીમાં પ્રગટાવેલા અગ્નિની પેઠે જ્વાળાઓ ભભૂકે છે અને વળી વિના કારણે બુઝાઈ જાય છે. ફરી વાર પ્રકાશે છે અને બુઝાઈ જાય છે. એવી એ માછલી તળાવકિનારે પછડાતાં જમીનની માટી થરથર કાંપી ઊઠી. એક પ્રકારના ગુજરાતી પોશાકમાં આભલાં જડેલાં હોય છે એવાં આભલાં એના આખા શરીરે મોઝાઈકની જેમ જડેલાં હતાં. ફાનસનો પ્રકાશ પડતાં માછલીનાં અંગો આરસીઓ પેઠે ઝલમલી ઊઠ્યાં. માછલી જેમ જેમ તરફડતી તેમ તેમ શતશો સર્ચલાઈટ પ્રગટી ઊઠતી હતી અને બુઝાઈ જતી હતી. એક મસમોટું ચૂલતેરું સૂકા પાંદડાની જેમ તરતું વહી આવીને ડોસીની સામે આવી ચડ્યું. એવી જ રીતે થોડી વારમાં પિત્તળની બે થાળીઓ પણ અદબપૂર્વક તરતી તરતી આવી પૂગી. આ શું? અર્જુન વૃક્ષની ચારેકોર એકાએક શૂન્ય ગુરુત્વાકર્ષણ ઊતરી આવ્યું કે શું? | ||
બુઢ્ઢીએ હાથ પર થોડીક માટી ચોપડીને જેવી માછલીની ગર્દન ચૂલેતરાના ધારિયાને અડકાડી તેવી જ લોહીની એવી ધાર વછૂટી કે હેમન્તની તળાવડીના ખૂણેખૂણાને ભરી દીધા. એના છાંટા ઊડીને મારા પિતરાઈના બાંય વિનાના ફાંકા પડેલા ગંજીને પલાળી મૂક્યું. આ શું! બે પગના ફાંકા વચ્ચેથી પેલું શું બહાર નીકળ્યું? એ ઊંદર હતો કે પછી નોળિયો. સૂકાં પાંદડાંની અંદર આ ખચખચ અવાજ શેનો થાય છે? એક ચામાચીડિયું સનનન્ કરતું કાન પાસેથી પસાર થયું. એકાદ તીડિયું આવીને જોરથી કપાળમાં અથડાયું કે મારા આ દાદા (મોટો ભાઈ) ચત્તાપાટ પડી જવામાં હતા. આ બધાં કાંડકરતૂતોથી વાજ આવીને દાદા ભાગી છૂટવાની વેતરણમાં હતા, બરાબર એ જ ટાણે એની કાંધ પર બરફ જેવા ઠંડા એરિંગ ટેકવાયા અને એના કાનમાં ગુસપુસ સંભળાઈ, ‘જાણે છે અમારી તો આજે ઉજાણી થવાની છે. મેનુ શું છે, ખબર છે? બિરિયાની, પાતૂડી, કૂર્મા, મૂળિઘન્ટ. *રાંધશે કોણ જાણે છે? ળાયબાળીના પન્ટૂ બાપની પહેલી વહુ. મારી ભેગો જમીશ કે? શુદ્ધ બંગાળી ભાષા. એમાં જરાય ના નહિ. પણ ‘ર’ની જગ્યાએ ‘ળ’કેમ બોલે છે? એ જણ શું બંગાળી તામિલનાડુથી શીખી આવ્યું છે શું?’ | બુઢ્ઢીએ હાથ પર થોડીક માટી ચોપડીને જેવી માછલીની ગર્દન ચૂલેતરાના ધારિયાને અડકાડી તેવી જ લોહીની એવી ધાર વછૂટી કે હેમન્તની તળાવડીના ખૂણેખૂણાને ભરી દીધા. એના છાંટા ઊડીને મારા પિતરાઈના બાંય વિનાના ફાંકા પડેલા ગંજીને પલાળી મૂક્યું. આ શું! બે પગના ફાંકા વચ્ચેથી પેલું શું બહાર નીકળ્યું? એ ઊંદર હતો કે પછી નોળિયો. સૂકાં પાંદડાંની અંદર આ ખચખચ અવાજ શેનો થાય છે? એક ચામાચીડિયું સનનન્ કરતું કાન પાસેથી પસાર થયું. એકાદ તીડિયું આવીને જોરથી કપાળમાં અથડાયું કે મારા આ દાદા (મોટો ભાઈ) ચત્તાપાટ પડી જવામાં હતા. આ બધાં કાંડકરતૂતોથી વાજ આવીને દાદા ભાગી છૂટવાની વેતરણમાં હતા, બરાબર એ જ ટાણે એની કાંધ પર બરફ જેવા ઠંડા એરિંગ ટેકવાયા અને એના કાનમાં ગુસપુસ સંભળાઈ, ‘જાણે છે અમારી તો આજે ઉજાણી થવાની છે. મેનુ શું છે, ખબર છે? બિરિયાની, પાતૂડી, કૂર્મા, મૂળિઘન્ટ. *<ref>* કેટલીક બંગાળી સ્વાદિષ્ટ વાનગીઓ.</ref>રાંધશે કોણ જાણે છે? ળાયબાળીના પન્ટૂ બાપની પહેલી વહુ. મારી ભેગો જમીશ કે? શુદ્ધ બંગાળી ભાષા. એમાં જરાય ના નહિ. પણ ‘ર’ની જગ્યાએ ‘ળ’કેમ બોલે છે? એ જણ શું બંગાળી તામિલનાડુથી શીખી આવ્યું છે શું?’ | ||
વળતી સવારે અમારા ગોર મહારાજ, ટેવ પ્રમાણે મળસકે પ્રાતઃકર્મ પતાવવા આવેલા ત્યારે મારા આ મોટા ભાઈને બેભાન અવસ્થામાં પડેલો જોયો. એને મોઢે હાંડીમાં રંધાતા ભાતની પેઠે ભક્-ભક્ કરતાં ગરમ ફીણ વળી ગયેલાં. | વળતી સવારે અમારા ગોર મહારાજ, ટેવ પ્રમાણે મળસકે પ્રાતઃકર્મ પતાવવા આવેલા ત્યારે મારા આ મોટા ભાઈને બેભાન અવસ્થામાં પડેલો જોયો. એને મોઢે હાંડીમાં રંધાતા ભાતની પેઠે ભક્-ભક્ કરતાં ગરમ ફીણ વળી ગયેલાં. | ||
બીજી એક વેળા અમારા ગામનો જોગેશ માછીમાર આ જ પ્રમાણે એક અમાસની રાતે મનની મસ્તીમાં ગાન ગાતો ગાતો અર્જુન વૃક્ષની પછવાડેના ખાબોચિયાની ધારે ઘસાઈને હોડી હંકારી જતો હતો. નસીમપુર ગામથી જાત્રાનો પાઠ ભજવીને એ પાછો વળી રહ્યો હશે. જેવો એ વૃક્ષ નીચે આવ્યો, બસ એનું ગાન ગયું થીજી. એ ઘડીથી એ ગાયબ છે. હજુ પણ કદીક કદીક ખૂબ ઘેરી રાતે વૃક્ષને ટગડાળેથી એનું ગીત વહી આવતું સંભળાય છે. ત્યારથી ગામમાં બધા રાતના સૂતી વખતે રૂનાં પૂમડાં કાનમાં ઘાલીને સૂએ. એ ગીત જેને કાને પડે. ધીરે ધીરે એના દિવસો ભરાઈ ચૂકે એવી માન્યતા પ્રચલિત થઈ. | બીજી એક વેળા અમારા ગામનો જોગેશ માછીમાર આ જ પ્રમાણે એક અમાસની રાતે મનની મસ્તીમાં ગાન ગાતો ગાતો અર્જુન વૃક્ષની પછવાડેના ખાબોચિયાની ધારે ઘસાઈને હોડી હંકારી જતો હતો. નસીમપુર ગામથી જાત્રાનો પાઠ ભજવીને એ પાછો વળી રહ્યો હશે. જેવો એ વૃક્ષ નીચે આવ્યો, બસ એનું ગાન ગયું થીજી. એ ઘડીથી એ ગાયબ છે. હજુ પણ કદીક કદીક ખૂબ ઘેરી રાતે વૃક્ષને ટગડાળેથી એનું ગીત વહી આવતું સંભળાય છે. ત્યારથી ગામમાં બધા રાતના સૂતી વખતે રૂનાં પૂમડાં કાનમાં ઘાલીને સૂએ. એ ગીત જેને કાને પડે. ધીરે ધીરે એના દિવસો ભરાઈ ચૂકે એવી માન્યતા પ્રચલિત થઈ. | ||
Line 52: | Line 56: | ||
{{right|'''''(ગદ્યપર્વ : વર્ષ ૨ : અંક ૬, સળંગ અંક ૧૨, માર્ચ ૧૯૯૦- ચિત્રકાર લેખક વિશેષાંક)'''''}} | {{right|'''''(ગદ્યપર્વ : વર્ષ ૨ : અંક ૬, સળંગ અંક ૧૨, માર્ચ ૧૯૯૦- ચિત્રકાર લેખક વિશેષાંક)'''''}} | ||
<br><br> | <br><br> | ||
{{reflist}} | |||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સત્યજિત રાય સાથે એક વાર્તાલાપ | |previous = સત્યજિત રાય સાથે એક વાર્તાલાપ | ||
|next = અમૃતા શેરગિલ : એનો વારસો | |next = અમૃતા શેરગિલ : એનો વારસો | ||
}} | }} |
edits