8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 14: | Line 14: | ||
શ્રી રમણ સોની પાસેથી 1995 થી 2000 સુધીની અને શ્રી કિશોર વ્યાસ પાસેથી 2000 થી 2020 સુધીની, એમ કુલ 25 વર્ષની ગુજરાતી સામયિક લેખ સૂચિ આપણી પાસે પાંચ અલગ અલગ પુસ્તકોમાં પથરાયેલી મુદ્રિત સ્વરૂપમાં છે. એને હવે અહીં એકસાથે મૂકી આપી તેની સર્વગ્રાહી માહિતી સહેલાઈથી મેળવી આપવાનો પ્રયાસ કરીએ છીએ. 25 વર્ષના સાહિત્યિક સમયિકોની સામગ્રીને નવેસરથી યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરી તેને અહીં રિલેશનલ ડેટાબેઝની મદદથી ગોઠવી છે. અભ્યાસીઓ તેને એકસાથે, કૃતિ, કર્તા, સમીક્ષક અને તેના વિભાગવાર જોઈ શકશે. અહીં 25 વર્ષના 15 હજાર ઉપરાંત લેખો, 2500 જેટલાં લેખકો અને 2700 જેટલાં સમીક્ષકોની યાદી એકસાથે જોઈ શકાશે. 1995થી 2020 સુધીના 25 વર્ષના ગુજરાતી સાહિત્યનાં સામયિકોની આ સંકલિત સૂચિ વાચકો અને અભ્યાસીઓને ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા છે. | શ્રી રમણ સોની પાસેથી 1995 થી 2000 સુધીની અને શ્રી કિશોર વ્યાસ પાસેથી 2000 થી 2020 સુધીની, એમ કુલ 25 વર્ષની ગુજરાતી સામયિક લેખ સૂચિ આપણી પાસે પાંચ અલગ અલગ પુસ્તકોમાં પથરાયેલી મુદ્રિત સ્વરૂપમાં છે. એને હવે અહીં એકસાથે મૂકી આપી તેની સર્વગ્રાહી માહિતી સહેલાઈથી મેળવી આપવાનો પ્રયાસ કરીએ છીએ. 25 વર્ષના સાહિત્યિક સમયિકોની સામગ્રીને નવેસરથી યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરી તેને અહીં રિલેશનલ ડેટાબેઝની મદદથી ગોઠવી છે. અભ્યાસીઓ તેને એકસાથે, કૃતિ, કર્તા, સમીક્ષક અને તેના વિભાગવાર જોઈ શકશે. અહીં 25 વર્ષના 15 હજાર ઉપરાંત લેખો, 2500 જેટલાં લેખકો અને 2700 જેટલાં સમીક્ષકોની યાદી એકસાથે જોઈ શકાશે. 1995થી 2020 સુધીના 25 વર્ષના ગુજરાતી સાહિત્યનાં સામયિકોની આ સંકલિત સૂચિ વાચકો અને અભ્યાસીઓને ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા છે. | ||
આ ઉપરાંત '''ક્ષિતિજ''' ( | આ ઉપરાંત '''ક્ષિતિજ''' (સૂચિકર્તા: રાઘવ ભરવાડ), '''પ્રત્યક્ષ''' (સૂચિકર્તા : પ્રવીણ કુકડિયા), અને '''સંચયન'''ની સૂચિ પણ આવી જ રીતે ઉપલબ્ધ કરીએ છીએ. હવે જ્ઞાનસુધા, સંસ્કૃતિ, ગ્રંથ, બુદ્ધિપ્રકાશ, દસમો દાયકો અને પરબ સામયિકની સૂચિઓને આવી રીતે ઢાળવાનું કામ ચાલી રહ્યું છે. આ 'સૂચિઓની સૂચિ'ના પ્રકલ્પમાં હસિત મહેતા, હેમન્ત દવે, તોરલ પટેલ, અજયસિંહ ચૌહાણનો સક્રિય સહયોગ સાંપડી રહ્યો છે. અહીં આ ગુજરાતી સામયિક લેખ સૂચિ અને અન્ય સામયિકોની સૂચિઓની દરેકની અલગ મોબાઈલ ઉપર પણ જોઈ શકાય તેવી એપ્લિકેશન બનાવી છે. અહીં એમાં સદ્ય-નિર્દેશ—Navigationની વ્યવસ્થા હોવાથી, સૂચિની અસંખ્ય વિગતોમાંથી પોતાને ઇચ્છિત ને જરૂરી વિગત સુધી તરત પહોંચી શકાશે. | ||
આ પ્રકારની સૂચિઓથી સાહિત્ય અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે કામ કરનાર અનેક અભ્યાસીઓ–સંશોધકો–વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે તેવી આશા છે. આ પ્રકારનાં સંદર્ભગ્રંથો અને સૂચિઓને તેની સર્વગ્રાહી માહિતી સહેલાઈથી મળવાની જે ખોટ હતી તે હવે આવી સૂચિઓથી પુરાશે. સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવી સૂચિઓ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે. | આ પ્રકારની સૂચિઓથી સાહિત્ય અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે કામ કરનાર અનેક અભ્યાસીઓ–સંશોધકો–વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે તેવી આશા છે. આ પ્રકારનાં સંદર્ભગ્રંથો અને સૂચિઓને તેની સર્વગ્રાહી માહિતી સહેલાઈથી મળવાની જે ખોટ હતી તે હવે આવી સૂચિઓથી પુરાશે. સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવી સૂચિઓ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે. | ||