8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અપ્રતીક્ષા | ભગવતીકુમાર શર્મા}} | {{Heading|અપ્રતીક્ષા | ભગવતીકુમાર શર્મા}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/49/Apratiksha-Bsharma-kauresh.mp3 | |||
}} | |||
<br> | |||
અપ્રતિક્ષા • ભગવતીકુમાર શર્મા • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અલ્યા ભાઈ, એ સિનેમા જોવા જાય તેમાં આપણે શું? આપણે તો ઑફિસેથી આવીને આ નિરાંતે ક્યારના બેઠા છીએ. આવશે એની મેળે વખત થશે એટલે. એ કાંઈ નાવી કીકલી છે તે હું એની રાહ જોયા કરું? નહિ નહિ તો યે એની ઉંમર ચાળીસેકની તો ખરી જ. અલ્યા, હું સુડતાળીસનો થયો. વખત જતાં કાંઈ વાત લાગે છે? આ જાણે હજી તો કાલ સવારે પરણ્યાં હતાં ને હા-ના કરતાં આજે એ વાતને સત્તાવીસ વરસ નીકળી ગયાં. એ તો પહેલો દીકરો જીવ્યો નહિ, નહિતર આજે એ પચીસ વરસનો થઈ મારા આધાર જેવો જ બન્યો હોત? ને તો મારે આવી તબિયતે આટલા ઢસરડાયે કરવા પડ્યા હોત ખરા? બીજી બે દીકરીઓ થઈ ને એમાંની એક તો પરણીને સાસરે ગઈ, નાની મામાને ઘેર રહી ભણે છે. હોંશિયાર છે એટલે સ્કૉલરશીપથી ભણવાનો ખરચ કાઢે છે. બાકી આપણું તે શું ગજું? છોકરો થયો પંદર વરસનો. જોઈએઃ હવે એ કેવો પાકે છે? નામ તો દીપક રાખ્યું છે. પણ દીવા પાછળ અંધારું નો થાય તો ભયોભયો! એ દીપુડો જ એને આજે સિનેમા જોવા લઈ ગયો છે ને! છે તો હજી અંગૂઠા જેવડો પણ સિનેમાનો કાંઈ ચસ્કો લાગ્યો છે! પોતે તો જુએ ને પાછો અમનેય કહેઃ ‘બાપુજી, ફલાણી ફિલ્મ તમારે જરૂર જોવા જેવી છે હોં! બા. આ ફિલમ તો તમે ચૂકતાં જ નહિ! તમે બંને સાથે જજો જોઈએ તો!’ પણ અમે એવાં ગાલાવેલાં ઓછાં છીએ તે એને કહ્યે સિનેમા જોવા દોડી ઈ પૈસાનું પાણી કરીએ? આ ઉંમરે હવે અમારે શા ઓરતા અધૂરા રહી જવાના હતા તે સિનેમા જોવા જઈએ ને તેય સજોડે? જુવાનિયાંની વાત જુદી છે. એમને બધું શોભે. પાકે ઘડે કાંઠા ન ચડે કાંઈ. કાલ ઊઠીને દીપુની વહુ આવે તો એમને બંનેને અમારે સામે ચાલીને મોકલવાં પડે. તે વખતે પૈસા સામે ન જોવાય. જોકે આજકાલનાં છોકરાં કાંઈ મા-બાપની રજા લઈને સિનેમા જોવા જાય એટલાં શાણાં નથી. અમારા વખતની તો વાત જુદી હતી. મારાં લગ્ન થયાં. એ પરણીને ઘેર આવી, પણ સાથે ઘરની બહાર નીકળવાનું કેવું? ડોસાની આંખ ફાટી જાય ને ડોશી ચાર દિવસ સુધી કડવાં ઝેર જેવાં વેણ સંભળાવ્યા કરે. એ તો હવે બધું વાજું વંઠી ગયું છે. | અલ્યા ભાઈ, એ સિનેમા જોવા જાય તેમાં આપણે શું? આપણે તો ઑફિસેથી આવીને આ નિરાંતે ક્યારના બેઠા છીએ. આવશે એની મેળે વખત થશે એટલે. એ કાંઈ નાવી કીકલી છે તે હું એની રાહ જોયા કરું? નહિ નહિ તો યે એની ઉંમર ચાળીસેકની તો ખરી જ. અલ્યા, હું સુડતાળીસનો થયો. વખત જતાં કાંઈ વાત લાગે છે? આ જાણે હજી તો કાલ સવારે પરણ્યાં હતાં ને હા-ના કરતાં આજે એ વાતને સત્તાવીસ વરસ નીકળી ગયાં. એ તો પહેલો દીકરો જીવ્યો નહિ, નહિતર આજે એ પચીસ વરસનો થઈ મારા આધાર જેવો જ બન્યો હોત? ને તો મારે આવી તબિયતે આટલા ઢસરડાયે કરવા પડ્યા હોત ખરા? બીજી બે દીકરીઓ થઈ ને એમાંની એક તો પરણીને સાસરે ગઈ, નાની મામાને ઘેર રહી ભણે છે. હોંશિયાર છે એટલે સ્કૉલરશીપથી ભણવાનો ખરચ કાઢે છે. બાકી આપણું તે શું ગજું? છોકરો થયો પંદર વરસનો. જોઈએઃ હવે એ કેવો પાકે છે? નામ તો દીપક રાખ્યું છે. પણ દીવા પાછળ અંધારું નો થાય તો ભયોભયો! એ દીપુડો જ એને આજે સિનેમા જોવા લઈ ગયો છે ને! છે તો હજી અંગૂઠા જેવડો પણ સિનેમાનો કાંઈ ચસ્કો લાગ્યો છે! પોતે તો જુએ ને પાછો અમનેય કહેઃ ‘બાપુજી, ફલાણી ફિલ્મ તમારે જરૂર જોવા જેવી છે હોં! બા. આ ફિલમ તો તમે ચૂકતાં જ નહિ! તમે બંને સાથે જજો જોઈએ તો!’ પણ અમે એવાં ગાલાવેલાં ઓછાં છીએ તે એને કહ્યે સિનેમા જોવા દોડી ઈ પૈસાનું પાણી કરીએ? આ ઉંમરે હવે અમારે શા ઓરતા અધૂરા રહી જવાના હતા તે સિનેમા જોવા જઈએ ને તેય સજોડે? જુવાનિયાંની વાત જુદી છે. એમને બધું શોભે. પાકે ઘડે કાંઠા ન ચડે કાંઈ. કાલ ઊઠીને દીપુની વહુ આવે તો એમને બંનેને અમારે સામે ચાલીને મોકલવાં પડે. તે વખતે પૈસા સામે ન જોવાય. જોકે આજકાલનાં છોકરાં કાંઈ મા-બાપની રજા લઈને સિનેમા જોવા જાય એટલાં શાણાં નથી. અમારા વખતની તો વાત જુદી હતી. મારાં લગ્ન થયાં. એ પરણીને ઘેર આવી, પણ સાથે ઘરની બહાર નીકળવાનું કેવું? ડોસાની આંખ ફાટી જાય ને ડોશી ચાર દિવસ સુધી કડવાં ઝેર જેવાં વેણ સંભળાવ્યા કરે. એ તો હવે બધું વાજું વંઠી ગયું છે. |