17,546
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 17: | Line 17: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંબી અને એની ગોઠણ સોના મેળામાં એકબે આંટા મારી આવી ફરી પાછાં ચગડોળમાં બેઠાં હતાં. કશે દિલ ગોઠતું નથી એમ કહીને અંબી | અંબી અને એની ગોઠણ સોના મેળામાં એકબે આંટા મારી આવી ફરી પાછાં ચગડોળમાં બેઠાં હતાં. કશે દિલ ગોઠતું નથી એમ કહીને અંબી સોનાને અહીં ઘસડી લાવી હતી. | ||
‘તો દોડીને મેળે શીદ આવ્યાં, ગોઠતું નથી તો?’ | ‘તો દોડીને મેળે શીદ આવ્યાં, ગોઠતું નથી તો?’ સોનાએ રીતસર ચીડવવાનું જ શરૂ કર્યું. | ||
‘ચગડોળમાં બેસવા વળી.’ | ‘ચગડોળમાં બેસવા વળી.’ | ||
જવાબ ઉડાઉ હતો. ખરો જવાબ તો હતો એનો દીર્ઘ દબાવેલો નિઃશ્વાસ. અને | જવાબ ઉડાઉ હતો. ખરો જવાબ તો હતો એનો દીર્ઘ દબાવેલો નિઃશ્વાસ. અને સોનાની સરત બહારની એ વાત ન હતી. | ||
‘તો હું કાંઈ રોજરોજ મેળે સાથે આવીને તારી જોડે ચગડોળમાં બેસવા નવરી નથી.’ | ‘તો હું કાંઈ રોજરોજ મેળે સાથે આવીને તારી જોડે ચગડોળમાં બેસવા નવરી નથી.’ સોનાએ તો ચગડોળમાં પોતાની જોડે બેસનારો બે મેળા ઉપર ગોતી કાઢેલો. | ||
અંબી જરી મૂંગી રહી. અને પછી કોણ તારી જોડે બેઠું જ છે, કહી | અંબી જરી મૂંગી રહી. અને પછી કોણ તારી જોડે બેઠું જ છે, કહી સોનાની સામે પીઠ કરીને બેઠી. ચગડોળ નીચેઉપર, ઉપરનીચે ઘૂમવા માંડ્યો એટલે આજુબાજુના માનવસમુદાયના ખદબદતા ઉકરડા તરફ ઘૃણાથી જોતી રહી. પોતે એ ધરતીથી અલગ, એ ધરતીથી ઊંચે, જાણે કોઈ બીજા જ ગ્રહ પર વસતી, એવું ચગડોળ પર હોવાથી એને લાગતું ન હોય. | ||
સોનાએ પોતાના ગુનાની માફી લાડની એક ચોંટીથી માગી જોઈ. પણ એમાં ન ફાવી એટલે થાકીને માત્ર વનવધૂઓને જ વરી છે એવી ભરી ભરી હલકથી એણે ગાવું આરંભ્યુંઃ | |||
'''<center>ઝોલો લાગ્યો ગોરીને રૂસણે!</center>''' | '''<center>ઝોલો લાગ્યો ગોરીને રૂસણે!</center>''' | ||
કોણ રિસાયું છે કહેતીક અંબી | કોણ રિસાયું છે કહેતીક અંબી સોનાના કંઠમાં કંઠ પૂરવા લાગી. ભૂલી ગઈ કે થોડી વાર પછી સોના તો ગાતી થંભી પણ ગઈ હતી ને પોતે એકલી જ ગાઈ રહી હતી. જાણ્યું ત્યારે પોતાના આખાય વર્તનથી એવી તો શરમાઈ કે એક વાર એ ગાવાનું તો તરત જ પડતું મૂકત. એક… એક… ઉપરની બેઠકમાંના પેલા કોઈનો પાવો ગીતની સાથે ને સાથે વાગતો હતો તેનો તાલ તૂટવાનો ડર ન હોત તો. | ||
ગીત ચાલતું રહ્યું. પાવો ચગતો રહ્યો. ને ચગડોળ જ જાણે ચગડોળે ન ચડ્યો હોય એવું બની રહ્યું. | ગીત ચાલતું રહ્યું. પાવો ચગતો રહ્યો. ને ચગડોળ જ જાણે ચગડોળે ન ચડ્યો હોય એવું બની રહ્યું. | ||
Line 41: | Line 41: | ||
વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણ ત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પર પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો. | વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણ ત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પર પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો. | ||
દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. | દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. બાપુકા ખેતરના શેઢાની બાબતમાં ઝઘડો લાગેલો. વાત કચેરીએ ચડી. એ તો શાહુકાર ભલું માણસ તે ખરે ટાંકણે બાંય ઝાલી, થોડીક વીસોની હરફરથી એણે કાના તરારનાં વંશપરંપરાનાં ખેતર અને બાપદાદાની શાખ સાચવી આપ્યાં. એનાં દામ ચૂકવવાં બાકી હતાં તે કલદાર પૂરા નહિ ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનો ને દેવો વરસોવરસ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે ‘વિયાજડામાં ડૂલ’ થઈ જતું. એમાં વચ્ચે એક વરસ દુકાળનું આવેલું. માંડ બે જણા આયખું ખેંચતા. દેવાની મા ક્યારની ગામેતરું કરી ગઈ હતી. એક બહેન નાની હતી તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી જતા આખું વરસ જોતો અને મેળો આવ્યે મૂંગો મૂંગો નસીબને નિંદી બેસી રહેતો. અને નાનાં નાનાં છોકરાં ગાતાં હોય તેમની સાથે હસવા કરતો હતોઃ | ||
'''<center>મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.</center>''' | '''<center>મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.</center>''' | ||
ચગડોળ બંધ રહ્યું ને માણસો નીચે ઊતરતા માંડ્યાં. દેવો ન ઊતર્યો. ક્યાં એને નાચવા જવું હતું? ચગડોળના થોડા આંટા ખાઈ પાછા કોઈ બહુ ન જાણે એમ ખેતરે પહોંચી જવું હતું. એ એનો પાવો વગાડતો રહ્યો. નીચેની બેઠકમાંનું ગીત પણ ચાલુ જ હતું. અંબીને ઢંઢોળીને | ચગડોળ બંધ રહ્યું ને માણસો નીચે ઊતરતા માંડ્યાં. દેવો ન ઊતર્યો. ક્યાં એને નાચવા જવું હતું? ચગડોળના થોડા આંટા ખાઈ પાછા કોઈ બહુ ન જાણે એમ ખેતરે પહોંચી જવું હતું. એ એનો પાવો વગાડતો રહ્યો. નીચેની બેઠકમાંનું ગીત પણ ચાલુ જ હતું. અંબીને ઢંઢોળીને સોનાએ પૂછ્યું, ‘જઈશું ને?’ | ||
‘ક્યાં?’ – ગાતી અટકીને અંબી બોલી, ક્યાંથી આ ધરતી પર પાછાં જવાનું આવ્યું એવી સ્પષ્ટ મૂંઝવણથી. | ‘ક્યાં?’ – ગાતી અટકીને અંબી બોલી, ક્યાંથી આ ધરતી પર પાછાં જવાનું આવ્યું એવી સ્પષ્ટ મૂંઝવણથી. | ||
જવાબ આપવા રહ્યા વગર | જવાબ આપવા રહ્યા વગર સોના તો નીચે ઊતરવા જ માંડી. ‘લે, હું પૈસો આપીશ આ ફેરાનો,’ એમ કહી અંબીએ એને ખેંચી રાખી. ‘મોટી પૈસાવાળી!’ એમ બોલી એને ચીડવવા સોના ફરી ખોટું ખોટું ઊતરવાનું કરે છે, ત્યાં પૈસો ઉઘરાવનારને જલદી પતાવવા અંબીએ પોતાની નાની પોટલી ફેંદતા ફેંદતા કહ્યું કે, ‘પૈસાવાળી નહિ ત્યારે? અંબી કાંઈ કોઈના જણ્યા પર જીવવાની ઓછી છે?’ | ||
ત્યાં તો ઉપરથી એક બેઆની આવતી અંબીના ખોળામાં પડી. પૈસા તો | ત્યાં તો ઉપરથી એક બેઆની આવતી અંબીના ખોળામાં પડી. પૈસા તો સોનાએ આપી પણ દીધા હતા. એમની બેઠક નીચેથી થોડી ઊંચે પણ ચડી ગઈ હતી. સોનાએ બેઆની ઉપાડીને મોઢામાં સંતાડી દીધી ત્યારે ક્ષણ પહેલાં જ બતાવેલી ખુમારી ભૂલી જઈને અંબીએ એ કઢાવવા કંઈનું કંઈ કર્યું. મળી ત્યારે હથેળીમાં રાખી ગાલ પર દબાવીને બોલી, ‘જોને, બેઆની સેરવી પણ પાવામાં જરીકે ભૂલ પડવા દીધી છે?’ | ||
‘અરે ગાંડી, તેં માન્યું કે એણે,’ ઉપર આંગળી કરી | ‘અરે ગાંડી, તેં માન્યું કે એણે,’ ઉપર આંગળી કરી સોના બોલી, ‘એણે બેઆની નાખી? જોતી નથી એની તો બેય હાથની આંગળીઓ પાવા પર છે?’ | ||
‘મારે પણ આંખો છે,’ એમ કહી | ‘મારે પણ આંખો છે,’ એમ કહી સોનાની આંખો બે હાથ વડે દબાવી અંબીએ ઊંચે જોયું. દેવાની બેઠકમાંનો કોઈ નાનો તોફાનિયો આ નવી જ જાતની વીજળીના ઝબકારાથી પલક માટે આંખ મીંચી ગયો. | ||
સોના આંખો પરથી હાથ છોડાવી લાડપૂર્વક ફરિયાદ કરતી હતી, ‘આપણે હવે તારી જોડે મેળે આવવાના નથી.’ | |||
‘આપણે પણ | ‘આપણે પણ આવવાના નથી.’ | ||
‘ન આવવું પડે તો સારું.’ | ‘ન આવવું પડે તો સારું.’ | ||
પણ | પણ સોનાનું પૂરું સાંભળ્યા વિના જ અંબીએ ચગડોળની સાથે ગાવું શરૂ કર્યુંઃ | ||
'''<center>અમે ગ્યાંતાં શાવણને મેળે; કુવેલડી બોલે સે.</center>''' | '''<center>અમે ગ્યાંતાં શાવણને મેળે; કુવેલડી બોલે સે.</center>''' | ||
અંબી ગાવા માંડી ત્યારે એને સાંભળવાની લાલચમાં | અંબી ગાવા માંડી ત્યારે એને સાંભળવાની લાલચમાં સોના પોતે ગાવાનું ભૂલી જતી. અંબીના કંઠમાંથી અને દેવાના પાવામાંથી એકરસ અવાજ આવતો હતો. સાંભળીને સોના મલક મલક થઈ રહી. | ||
ચગડોળ ફરતું થંભ્યું. પાવાવાળો નીચે ઊતર્યો. | ચગડોળ ફરતું થંભ્યું. પાવાવાળો નીચે ઊતર્યો. સોના બોલી, ‘શીદને ઊતરે છે?’ લે આ ફેરાનો પૈસો હું આપીશ.’ અંબી તો ક્યારની ભોંય પર ઊતરી પણ ગઈ છે. બેઠેલાં માણસો ઊતરતાં જાય છે ને નવાં બેસતાં જાય છે. એ વખતે મોટો તોતિંગ ચગડોળ થાકીને હાંફતું જાણે ધીરું ધીરું ચાલે છે. પણ આ ધરતીને શું થયું છે? ધરતી શેની ચાકડાની માફક ઘમ્મર ઘમ્મર ફરી રહી છે? આમ આખી વેળા ચગડોળમાં બેસી રહેતાં કંઈ ન થાય એવી અંબી અસ્થિર પગલે બોલી, ‘સોના, મને ફેર ચડે છે!’ અને સોના ઊતરીને પડખે ઊભી હતી એની સામું જોયા પણ સિવાય, એની આગળ પેલો પાવાવાળો હતો એના ખભા પર હાથ ટેકવી જરી સ્થિર ઊભી. | ||
પાવાવાળાએ પડખે જોયું. જોઈ જ રહ્યો. | પાવાવાળાએ પડખે જોયું. જોઈ જ રહ્યો. | ||
Line 75: | Line 75: | ||
‘અંબીને સંભાળજો. પારેવા જેવી છે.’ | ‘અંબીને સંભાળજો. પારેવા જેવી છે.’ | ||
સોનાએ ભાળવણી કરી. | |||
‘જીવ સમાણી જ તો.’ દેવો અંબીને લઈ પોતે શું કરી રહ્યો છે તે જાણી શકે તે પહેલાં ચાલવા મંડ્યો. | ‘જીવ સમાણી જ તો.’ દેવો અંબીને લઈ પોતે શું કરી રહ્યો છે તે જાણી શકે તે પહેલાં ચાલવા મંડ્યો. | ||
અંબીએ સહેજ પાછળ જોયું. જરી થંભી. | અંબીએ સહેજ પાછળ જોયું. જરી થંભી. સોના ને બંને મૂંગાં મૂંગાં ભેટી રહ્યાં. | ||
‘મળીશું વળી કોક વાર મેળે.’ દેવો એક આટલું | ‘મળીશું વળી કોક વાર મેળે.’ દેવો એક આટલું સોના તરફ જોઈ બોલ્યો. | ||
‘હવે તે કોણ મેળે આવવાનું છે? | ‘હવે તે કોણ મેળે આવવાનું છે? સોના, મારે ઘેર નહિ આવવાની કે?’ અંબી બોલતી હતી અને સોના એનાં પોપચાં પાલવ વડે લૂછતી હતી. ‘અમે એક વાર ઘર બરોબર થાળે પાડીને તને લેવા આવીશું.’ અંબી સોનાને નાની બાળકીને પટાવવાની ન હોય એમ કોડે કોડે કહેતી હતી. | ||
મેળો ભરચક જામ્યો હતો. માનવી સુમાર વિનાનું હતું. દૂરદૂરનાં સંબંધી કે ભાઈબંધ મળી જતાં તો ભર મેળામાં પણ એકમેકને ભેટ્યા વગર ડગલું આગળ ન વધતાં. આદમીઓ કામઠા તલવારવાળો હાથ આડો રાખી એક હાથે સ્ત્રીઓને ભેટતા. પોતાની બોલીમાં ટૂંકા પ્રશ્નોથી જાપ્તા(સલામતી)ના સમાચાર પૂછી આગળ જતા. કંઈ વેચવા-ખરીદવાનું હોય તો તેય પતાવી દેતા. | મેળો ભરચક જામ્યો હતો. માનવી સુમાર વિનાનું હતું. દૂરદૂરનાં સંબંધી કે ભાઈબંધ મળી જતાં તો ભર મેળામાં પણ એકમેકને ભેટ્યા વગર ડગલું આગળ ન વધતાં. આદમીઓ કામઠા તલવારવાળો હાથ આડો રાખી એક હાથે સ્ત્રીઓને ભેટતા. પોતાની બોલીમાં ટૂંકા પ્રશ્નોથી જાપ્તા(સલામતી)ના સમાચાર પૂછી આગળ જતા. કંઈ વેચવા-ખરીદવાનું હોય તો તેય પતાવી દેતા. | ||
Line 155: | Line 155: | ||
‘મારું જ ક્યાં પૂછ્યું છે?’ | ‘મારું જ ક્યાં પૂછ્યું છે?’ | ||
‘તું તો આ ઊભો. નામને મારે શું કરવું છે? પણ ગામ કેટલે છેટે એ જાણવાનું પણ ન સૂઝ્યું! | ‘તું તો આ ઊભો. નામને મારે શું કરવું છે? પણ ગામ કેટલે છેટે એ જાણવાનું પણ ન સૂઝ્યું! સોના મને ઘેલી કહીતે તે અમથી નહિ.’ | ||
‘ગામ તે કેટલે બધે દૂર છે?’ દેવો બોલ્યો. ‘અરે ગાંડી, પેલા મારા શેઠનું મુડદાલ ટટ્ટુ તે દીવા વખત પહેલાં પહોંચી જશે તો આપણે તે શા ભવ જવાના હતા?’ પણ આ ખબર એણે અંબી કરતાં પોતાની જાતને જ જાણે ન આપી હોય એમ ચમકી ઊઠ્યો. | ‘ગામ તે કેટલે બધે દૂર છે?’ દેવો બોલ્યો. ‘અરે ગાંડી, પેલા મારા શેઠનું મુડદાલ ટટ્ટુ તે દીવા વખત પહેલાં પહોંચી જશે તો આપણે તે શા ભવ જવાના હતા?’ પણ આ ખબર એણે અંબી કરતાં પોતાની જાતને જ જાણે ન આપી હોય એમ ચમકી ઊઠ્યો. | ||
Line 165: | Line 165: | ||
‘શું કામ સોંપતા ગયા છે વળી? આપણે તો કંઈ એવું કામબામ કરવાનાં નથી.’ કોડીલી અંબી લાડભર્યા અવાજે બોલી. | ‘શું કામ સોંપતા ગયા છે વળી? આપણે તો કંઈ એવું કામબામ કરવાનાં નથી.’ કોડીલી અંબી લાડભર્યા અવાજે બોલી. | ||
દેવાને શેઠનું વાક્ય યાદ આવ્યુંઃ ‘તેં તો તારા બાપના બે હાથ ભાંગી નાખ્યા.’ શેઠે વડ તરફ કરેલી સોટી પણ એણે આંખ આગળ જોઈ. પણ હસીને એ બોલ્યો, | દેવાને શેઠનું વાક્ય યાદ આવ્યુંઃ ‘તેં તો તારા બાપના બે હાથ ભાંગી નાખ્યા.’ શેઠે વડ તરફ કરેલી સોટી પણ એણે આંખ આગળ જોઈ. પણ હસીને એ બોલ્યો, ‘સોના કહે છે તેમ ખરેખર ઘેલી જ હોં કે! બાપડા શેઠ કેટલી તારી તો શાબાશી બોલતા હતા! એક જોઈ છે ફક્ત એમાં તો! કેટલો આપણા પર એમનો હેતભાવ છે? કેટલું તો મને ટટ્ટુ સાથે ચલાવ્યો ને પૂછ્યાં કર્યું!’ | ||
‘પણ શું છે એ તો કહેતો નથી.’ | ‘પણ શું છે એ તો કહેતો નથી.’ | ||
Line 189: | Line 189: | ||
‘હા. આપણે લઈ તો આવીએ એક વાર.’ કહીને અંબી જ આગળ થઈ. એણે દેવા સામું જોયું અને બોલી, ‘કેમ એટલામાં પાવા વગાડવાનું તો તું ભૂલીયે ગયો કે? વાહ! આવા જ બધા છોકરા મેળે આવે છે કે?’ | ‘હા. આપણે લઈ તો આવીએ એક વાર.’ કહીને અંબી જ આગળ થઈ. એણે દેવા સામું જોયું અને બોલી, ‘કેમ એટલામાં પાવા વગાડવાનું તો તું ભૂલીયે ગયો કે? વાહ! આવા જ બધા છોકરા મેળે આવે છે કે?’ | ||
દેવાએ બે હાથે પાવા વગાડવા શરૂ | દેવાએ બે હાથે પાવા વગાડવા શરૂ કર્યા. આખું વાતાવરણ સંગીતથી ધોવાઈ ઊજળું ઊજળું ભાસવા લાગ્યું. શ્રાવણનાં સરવડાં પછીનો મધુરો તડકો વાદળનાં બાકોરાંમાંથી અરધો અરધો ઘડી રેલાઈને, ઘડી ભૂંસાઈને ને વળી પાછો રેલાઈને ઉલ્લાસમય પ્રકાશની ક્ષણિકતા જાણે કે દર્શાવતો હતો. | ||
દેવાએ એ સાંજે પાવા વગાડ્યા છે એવા ભાગ્યે જ કોઈએ ક્યારેય વગાડ્યા હશે. સુખી લોકોએ પાવા વગાડ્યા હશે. દુખિયાઓએ પણ વગાડ્યા હશે. પણ એક પાવામાં ઉલ્લાસ અને બીજામાં કરુણતા આજે દેવો રેડતો હતો એનું રસાયણ તો અપૂર્વ જ હતું. આજે એના જીવનની પહેલી ભરી ભરી ક્ષણ હતી. એ ટકવાની નથી એ ખાતરી પણ એના મનને પાકી હતી. હતો એટલો જીવ ઓગાળીને પાવા વાટે એ અત્યારે રેડતો હતો. | દેવાએ એ સાંજે પાવા વગાડ્યા છે એવા ભાગ્યે જ કોઈએ ક્યારેય વગાડ્યા હશે. સુખી લોકોએ પાવા વગાડ્યા હશે. દુખિયાઓએ પણ વગાડ્યા હશે. પણ એક પાવામાં ઉલ્લાસ અને બીજામાં કરુણતા આજે દેવો રેડતો હતો એનું રસાયણ તો અપૂર્વ જ હતું. આજે એના જીવનની પહેલી ભરી ભરી ક્ષણ હતી. એ ટકવાની નથી એ ખાતરી પણ એના મનને પાકી હતી. હતો એટલો જીવ ઓગાળીને પાવા વાટે એ અત્યારે રેડતો હતો. | ||
Line 201: | Line 201: | ||
બેઠા પછી અંબી બોલી, ‘આ વખતે તો હું પાવા વગાડવાની.’ પાવા લેતાં એણે બચકી દેવાને સાચવવા આપી. ચગડોળ ચગ્યો એટલે એણે વગાડવા પ્રયત્ન કરી જોયો. પણ ફાવી નહિ એટલે ‘કેમ એટલામાં પાવા ઢંગ વગરના થઈ બેઠા?’ કહી મૂંઝાઈને દેવાની સામું જોવા લાગી. આત્યંતિક સુખની લાગણીમાં દેવો મૂંગોમૂંગો બેસી રહ્યો હતો. એના ચહેરા પર પ્રેમ, હોલવાતાં પહેલાં દીવો કરે છે તેમ, ભરપૂર પ્રકાશી રહ્યો હતો. એ પ્રકાશથી અંજાતી અંબીની આંખો, ચગડોળના અનેક આંચકામાંથી એક સાચવી લઈને દેવાએ ચૂમી લીધી. દુનિયાથી અધ્ધર ક્યાંય બંને જણાં ઊડી રહ્યાં હતાં. નહોતું પાવા વગાડવાનું કોઈને સૂઝતું. નહોતું ગાવાનું સાંભરતું. ચગડોળ ભરપૂર ઘૂમતો હતો. ચોમેર મેળો ચગ્યે જતો હતો. અહીં અંબી અને દેવો બધા કોલાહલોથી અલિપ્ત બેઠાં હતાં; અર્ધજાગ્રત, અર્ધસ્વપ્નિલ. માત્ર વચ્ચે વચ્ચે કોક વાર ચગડોળના આંચકાઓ વચ્ચે બંનેનાં અશબ્દ મુખ એકમેકથી મૂંગી વાત કરી લેતાં. | બેઠા પછી અંબી બોલી, ‘આ વખતે તો હું પાવા વગાડવાની.’ પાવા લેતાં એણે બચકી દેવાને સાચવવા આપી. ચગડોળ ચગ્યો એટલે એણે વગાડવા પ્રયત્ન કરી જોયો. પણ ફાવી નહિ એટલે ‘કેમ એટલામાં પાવા ઢંગ વગરના થઈ બેઠા?’ કહી મૂંઝાઈને દેવાની સામું જોવા લાગી. આત્યંતિક સુખની લાગણીમાં દેવો મૂંગોમૂંગો બેસી રહ્યો હતો. એના ચહેરા પર પ્રેમ, હોલવાતાં પહેલાં દીવો કરે છે તેમ, ભરપૂર પ્રકાશી રહ્યો હતો. એ પ્રકાશથી અંજાતી અંબીની આંખો, ચગડોળના અનેક આંચકામાંથી એક સાચવી લઈને દેવાએ ચૂમી લીધી. દુનિયાથી અધ્ધર ક્યાંય બંને જણાં ઊડી રહ્યાં હતાં. નહોતું પાવા વગાડવાનું કોઈને સૂઝતું. નહોતું ગાવાનું સાંભરતું. ચગડોળ ભરપૂર ઘૂમતો હતો. ચોમેર મેળો ચગ્યે જતો હતો. અહીં અંબી અને દેવો બધા કોલાહલોથી અલિપ્ત બેઠાં હતાં; અર્ધજાગ્રત, અર્ધસ્વપ્નિલ. માત્ર વચ્ચે વચ્ચે કોક વાર ચગડોળના આંચકાઓ વચ્ચે બંનેનાં અશબ્દ મુખ એકમેકથી મૂંગી વાત કરી લેતાં. | ||
નીચે ઊતર્યાં ને દુકાનો ભણી વળ્યાં. અંબી એની જોડે એ વેળાએ ચાલતી હતી એ જોવા જેવું દૃશ્ય હતું. પહેલાંની અંબી ક્યાં ને આ ક્યાં? વારેઘડીએ ડગલું સાચવી લેવા દેવાને ખભે હાથ ટેકવતી અંબી અનેક સ્વપ્ન અને અગણ્ય આશાઓથી પલ્લવિત થતી હતી. ઊંટો સુડોળ એનો બાંધો શ્રાવણના પ્રફુલ્લ સાગની પેઠે ઝળાંઝળાં થતો હતો. એક જુવાનની પડખે હાથમાં બે પાવા લઈ નવી જ ભભકથી ચાલતી અંબી જંઈજંઈનું જોખનાર બિચારા દુકાનદારોનું સુધ્ધાં ધ્યાન ખેંચતી હતી. એની ડોકની મરોડમાં અખૂટ આત્મવિશ્વાસ હતો, આંખમાં આશાનું સાફલ્ય હતું, અંગેઅંગમાં ભવિષ્ય પર માલિકી મળવાથી ઊપજતી ખુમારી હતી. કેમ ન હોય? | નીચે ઊતર્યાં ને દુકાનો ભણી વળ્યાં. અંબી એની જોડે એ વેળાએ ચાલતી હતી એ જોવા જેવું દૃશ્ય હતું. પહેલાંની અંબી ક્યાં ને આ ક્યાં? વારેઘડીએ ડગલું સાચવી લેવા દેવાને ખભે હાથ ટેકવતી અંબી અનેક સ્વપ્ન અને અગણ્ય આશાઓથી પલ્લવિત થતી હતી. ઊંટો સુડોળ એનો બાંધો શ્રાવણના પ્રફુલ્લ સાગની પેઠે ઝળાંઝળાં થતો હતો. એક જુવાનની પડખે હાથમાં બે પાવા લઈ નવી જ ભભકથી ચાલતી અંબી જંઈજંઈનું જોખનાર બિચારા દુકાનદારોનું સુધ્ધાં ધ્યાન ખેંચતી હતી. એની ડોકની મરોડમાં અખૂટ આત્મવિશ્વાસ હતો, આંખમાં આશાનું સાફલ્ય હતું, અંગેઅંગમાં ભવિષ્ય પર માલિકી મળવાથી ઊપજતી ખુમારી હતી. કેમ ન હોય? સોનાને બાદ કરતાં એને દુનિયામાં એક-ઘડી-પહેલાં સુધીમાં કોણ હતું? અને અત્યારે? અત્યારે તે દેવાની પડખે આખી દુનિયાની એ માલિક છે. અને એને સોના સિવાય વહાલ પણ કોણે કરેલું? બાપ તો એની સાંભરમાં પણ ન હતો. મા બે વરસ પહેલાં મૃત્યુ પામેલી. ચૈત્રવૈશાખની મજૂરીઓ વચ્ચે એને છાંયો દેનારીલીલી લીમડી હોય તો તે એક સોના. એને જીવાડી રાખનારું કોઈ હોય તો તે સોના જ. એના અભિમાની સ્વભાવને પણ સોના વિના બીજું કોણ જાળવી લેનાર હતું? અંબી ઘાસ-લાકડાંના ભારા વેચે. ખેતરે – ચણતરે કામ પર જાય. સોનાના રોટલાની કોરને કદી અડે નહિ. સોનાની સોબતમાં એના હાથમાં બીજાં લોકોના પ્રમાણમાં બચત પણ ઠીક એકઠી થઈ હતી. | ||
પણ આ નવા માનવીની સોબતમાં? અત્યારે તો અંબીના ઘડી પહેલાંના ખાલી ખાલી ખાબોચિયા જેવા હૈયામાં આભમાંય ન માય એવડો મહેરામણ ઊછળી રહ્યો હતો. જીવન એને ભર્યું-ભર્યું લાગતું હતું. ઊણપ જેવી ચીજ હવે એ જાણતી ન હતી. સ્વાશ્રયી અને મહેનતુ અંબી આજ સુધી કોઈ પણ એક વ્યક્તિની ઓશિયાળી ન હતી ને છતાં જાણે સારી દુનિયાની ઓશિયાળી હતી. તેને અત્યારે? અત્યારે તો આખી દુનિયાની એ માલિક હતી. | પણ આ નવા માનવીની સોબતમાં? અત્યારે તો અંબીના ઘડી પહેલાંના ખાલી ખાલી ખાબોચિયા જેવા હૈયામાં આભમાંય ન માય એવડો મહેરામણ ઊછળી રહ્યો હતો. જીવન એને ભર્યું-ભર્યું લાગતું હતું. ઊણપ જેવી ચીજ હવે એ જાણતી ન હતી. સ્વાશ્રયી અને મહેનતુ અંબી આજ સુધી કોઈ પણ એક વ્યક્તિની ઓશિયાળી ન હતી ને છતાં જાણે સારી દુનિયાની ઓશિયાળી હતી. તેને અત્યારે? અત્યારે તો આખી દુનિયાની એ માલિક હતી. | ||
Line 209: | Line 209: | ||
‘હવે એ તો બધો મેળો આખો લઈ જઈશું પછીથી. મારે તો તું આવે એટલે આખો મેળો આવ્યો.’ બોલતા શબ્દોને તરત જ ભૂલી જવા કરતો દેવો આગ્રહ કરવા લાગ્યો, ‘લે, આ નવી ભાતની બંગડી બે લઈ લે, એટલે આપણું બેનુંય મન રાજી.’ | ‘હવે એ તો બધો મેળો આખો લઈ જઈશું પછીથી. મારે તો તું આવે એટલે આખો મેળો આવ્યો.’ બોલતા શબ્દોને તરત જ ભૂલી જવા કરતો દેવો આગ્રહ કરવા લાગ્યો, ‘લે, આ નવી ભાતની બંગડી બે લઈ લે, એટલે આપણું બેનુંય મન રાજી.’ | ||
અંબી બંગડીઓ તપાસવા લાગી. દેવો એની નમણી મૂર્તિ પરથી પરાણે મીટ ખસેડી આજુબાજુ અકળામણથી જોતો. અંબીએ એક વાર એને એમ ચોમેર જોતો પકડ્યો અને પોતે પણ એના ચાળા પાડવા ‘કોઈને ગોતે છે?’ કરી ડોક ફેરવીને જોયું. ‘અરે, | અંબી બંગડીઓ તપાસવા લાગી. દેવો એની નમણી મૂર્તિ પરથી પરાણે મીટ ખસેડી આજુબાજુ અકળામણથી જોતો. અંબીએ એક વાર એને એમ ચોમેર જોતો પકડ્યો અને પોતે પણ એના ચાળા પાડવા ‘કોઈને ગોતે છે?’ કરી ડોક ફેરવીને જોયું. ‘અરે, સોના જ તો!’ કહેતી, ‘બોલવું. અમે બે સાથે પહેરીએ.’ કરતી દેવાના હાથમાંના પાવા લઈ તીરની પેઠે મેળામાં માર્ગ કરતી સોના તરફ દોડી. | ||
સોનાના મોઢા પર પાવા અડાડી અંબી એની આગળ નવી આંખો ચમકાવતી ઊભી રહી. સોના એને જોઈ જરી નવાઈ પામી પણ પોતાની સુખી ગોઠણની એક વાર ઠેકડી તો એણે કરી જ લીધીઃ ‘તું તો ઘેલી પાવાને જ પરણી લાગે છે કે શું? તમને ગમે પણ અમને વાગ્યું એનું શું?’ કહીને વાગ્યાને ઠેકાણે પંપાળી રહી. | |||
દેવાના હૈયામાં પેલું નૃત્યગીત મેઘગર્જના જેવું ગાજતું હતુંઃ | દેવાના હૈયામાં પેલું નૃત્યગીત મેઘગર્જના જેવું ગાજતું હતુંઃ | ||
Line 250: | Line 250: | ||
ભ્રમિત જેવો મોડી રાતે ઘેર પહોંચ્યો. બારણું ઠાલું અડકાડી રાખેલું હતું. ઉઘાડીને અંદર ગયો. જોડાજોડ બે ખાટલા પાથરી રાખેલા હતા. જુએ છે તો પાછળ વંડાની ચોપાડમાં એક બાજુ પથારી કરીને કાનો તરાર ઊંઘી ગયા હતા. ‘બિચારા રાહ જોઈ જોઈ થાકીને સૂઈ ગયા હશે. પણ ભલા જીવે અમારે બેને માટે…’ એને બેના વિચારે એનું મગજ હાથમાં ઝાલ્યું ન રહ્યું. ખૂણામાંથી કુહાડો ઉપાડીને કારી ઘોર રાત્રિમાં એ વીરચંદના ઘર તરફ ધસ્યો. | ભ્રમિત જેવો મોડી રાતે ઘેર પહોંચ્યો. બારણું ઠાલું અડકાડી રાખેલું હતું. ઉઘાડીને અંદર ગયો. જોડાજોડ બે ખાટલા પાથરી રાખેલા હતા. જુએ છે તો પાછળ વંડાની ચોપાડમાં એક બાજુ પથારી કરીને કાનો તરાર ઊંઘી ગયા હતા. ‘બિચારા રાહ જોઈ જોઈ થાકીને સૂઈ ગયા હશે. પણ ભલા જીવે અમારે બેને માટે…’ એને બેના વિચારે એનું મગજ હાથમાં ઝાલ્યું ન રહ્યું. ખૂણામાંથી કુહાડો ઉપાડીને કારી ઘોર રાત્રિમાં એ વીરચંદના ઘર તરફ ધસ્યો. | ||
બીજે શ્રાવણે એ જ તોતિંગ ચગડોળ આગળ | બીજે શ્રાવણે એ જ તોતિંગ ચગડોળ આગળ સોનાની પડખે અવાક ઊભી ઊભી અંબી શૂન્ય નજરે એને ચક્કર લેતો જોઈ રહી હતી. | ||
ને દેવો? રાજની તુરંગમાં, બનવાજોગ છે કે એ પણ અત્યારે બળદને ઠેકાણે માણસોમાં જોતરાઈને ગોળ ગોળ ફરતો, રેંટની ગતિ તરફ જોતો જોતો, પોરના મેળાની યાદ તાજી કરતો હશે. | ને દેવો? રાજની તુરંગમાં, બનવાજોગ છે કે એ પણ અત્યારે બળદને ઠેકાણે માણસોમાં જોતરાઈને ગોળ ગોળ ફરતો, રેંટની ગતિ તરફ જોતો જોતો, પોરના મેળાની યાદ તાજી કરતો હશે. |
edits