17,546
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 23: | Line 23: | ||
રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા જતા હતા. ઠંડી પણ સારા પ્રમાણમાં હતી, એનું ભાન કદાચ એમને હશે, કેમ કે એ ઓરડામાં એક ખૂણામાં ગોઠવાયેલા ખાટલા ઉપર નિર્મળા તથા પ્રબોધ – પતિપત્ની – એક જ શાલનો આશ્રય લઈ સામસામાં બેઠાં હતાં. શશી – તેમનો મિત્ર – પલંગની એકદમ નજીક ખુરશી લાવી, ઉપર ટૂંટિયું વાળી, બંને હાથથી ગોઠણને વીંટી લઈ બેઠો હતો. | રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા જતા હતા. ઠંડી પણ સારા પ્રમાણમાં હતી, એનું ભાન કદાચ એમને હશે, કેમ કે એ ઓરડામાં એક ખૂણામાં ગોઠવાયેલા ખાટલા ઉપર નિર્મળા તથા પ્રબોધ – પતિપત્ની – એક જ શાલનો આશ્રય લઈ સામસામાં બેઠાં હતાં. શશી – તેમનો મિત્ર – પલંગની એકદમ નજીક ખુરશી લાવી, ઉપર ટૂંટિયું વાળી, બંને હાથથી ગોઠણને વીંટી લઈ બેઠો હતો. | ||
ચાલતી વાતમાં ત્રણેને સમાન રસ હતો તે તો તેમની બોલવાની રીતથી, હાવભાવથી, તેમના ચહેરા ઉપર દેખાતી રંગરેખાઓથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ત્રણે જણાં ઘણી વાર એકીસાથે બોલતાં, એક અર્ધું બોલે ત્યાં કોઈ કોઈ વાર બીજું બોલવા મંડી જતું, એક | ચાલતી વાતમાં ત્રણેને સમાન રસ હતો તે તો તેમની બોલવાની રીતથી, હાવભાવથી, તેમના ચહેરા ઉપર દેખાતી રંગરેખાઓથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ત્રણે જણાં ઘણી વાર એકીસાથે બોલતાં, એક અર્ધું બોલે ત્યાં કોઈ કોઈ વાર બીજું બોલવા મંડી જતું, એક પળ માટે પણ વાતમાં વિરામ નહોતો આવતો. | ||
‘ઓ મા રે! પણ એવું એવું કેમ થાય? ગમે કેમ?’ નિર્મળા શાલમાં ઢંકાયેલા પોતાના ગોરા, જરા પાતળા હાથ બહાર કાઢી તેમાંથી સુરેખ, ફિક્કા વદનને ઢાંકી દેતાં બોલી, તેના અવાજમાં વિષાદ જરાતરા હતો, પણ તિરસ્કાર તો સ્પષ્ટ હતો. | ‘ઓ મા રે! પણ એવું એવું કેમ થાય? ગમે કેમ?’ નિર્મળા શાલમાં ઢંકાયેલા પોતાના ગોરા, જરા પાતળા હાથ બહાર કાઢી તેમાંથી સુરેખ, ફિક્કા વદનને ઢાંકી દેતાં બોલી, તેના અવાજમાં વિષાદ જરાતરા હતો, પણ તિરસ્કાર તો સ્પષ્ટ હતો. | ||
Line 29: | Line 29: | ||
ઠંડી જરૂર જરા વિશેષ પ્રમાણમાં હશે, કેમ કે એક પળમાં જ નિર્મળાનું વિષાદ—તિરસ્કારયુક્ત મુખ માત્ર ઉઘાડું રહ્યું, હાથ તો શાલના સંરક્ષણ નીચે લપાઈ ગયા. | ઠંડી જરૂર જરા વિશેષ પ્રમાણમાં હશે, કેમ કે એક પળમાં જ નિર્મળાનું વિષાદ—તિરસ્કારયુક્ત મુખ માત્ર ઉઘાડું રહ્યું, હાથ તો શાલના સંરક્ષણ નીચે લપાઈ ગયા. | ||
‘એ તને ન સમજાય, નિમુ!’ પ્રબોધ તેની સામે સ્નેહથી – અને અત્યંત માનથી | ‘એ તને ન સમજાય, નિમુ!’ પ્રબોધ તેની સામે સ્નેહથી – અને અત્યંત માનથી – જોઈને બોલ્યો. ‘તને એ ક્યાંથી સમજાય?’ | ||
‘સાચું છે, નિમુબહેન, તમને એમ થાય એ સ્વાભાવિક છે,’ શશી હાથને ગોઠણ આસપાસ, જરા વધારે જોરથી દબાવતાં બોલ્યો. ‘ક્યાં તમે અને ક્યાં એ? પેલી તો છેક…’ | ‘સાચું છે, નિમુબહેન, તમને એમ થાય એ સ્વાભાવિક છે,’ શશી હાથને ગોઠણ આસપાસ, જરા વધારે જોરથી દબાવતાં બોલ્યો. ‘ક્યાં તમે અને ક્યાં એ? પેલી તો છેક…’ | ||
Line 119: | Line 119: | ||
‘પેલી કુસુમને પણ એણે મંગળ વિશે અને તમારી વિશે અનેક વાતો કરી હતી. મને એ બધી વાતો મારી પત્ની દ્વારા જાણવા મળી ત્યારે એટલી ચીડ ચડી…’ | ‘પેલી કુસુમને પણ એણે મંગળ વિશે અને તમારી વિશે અનેક વાતો કરી હતી. મને એ બધી વાતો મારી પત્ની દ્વારા જાણવા મળી ત્યારે એટલી ચીડ ચડી…’ | ||
મનમાં તો જુદી જ દુનિયા દોડતી હતી. એક વખત મુંબઈ જવા માટે પરાની ટ્રેનમાં નીલી અને પોતે સાથે થઈ ગયાં. એક ડબામાં બેઠાં. ડબામાં ગિરદી ખૂબ હતી. માંડ માંડ તે બંને આજુબાજુમાં બેસી શક્યાં. પોતાનો પગ નીલીના પગ સાથે જરાક દબાઈ ગયો નીલી પગ જરા ખેસવી લેશે તેમ તેણે માન્યું, પણ નીલીએ તો જાણે કશું જાણતી જ ન હોય તેમ | મનમાં તો જુદી જ દુનિયા દોડતી હતી. એક વખત મુંબઈ જવા માટે પરાની ટ્રેનમાં નીલી અને પોતે સાથે થઈ ગયાં. એક ડબામાં બેઠાં. ડબામાં ગિરદી ખૂબ હતી. માંડ માંડ તે બંને આજુબાજુમાં બેસી શક્યાં. પોતાનો પગ નીલીના પગ સાથે જરાક દબાઈ ગયો નીલી પગ જરા ખેસવી લેશે તેમ તેણે માન્યું, પણ નીલીએ તો જાણે કશું જાણતી જ ન હોય તેમ પગ રહેવા દીધો. પોતે પણ પગ ખેસવી જ ન શક્યો. | ||
ગાડીમાંથી ઊતરી બંને બસની રાહ જોતાં ઊભાં રહ્યાં. એ સમય દરમિયાન અજાણ્યે જ હોય તેમ બંનેના હાથ એકબીજાને અડકી રહ્યા. ન નીલીએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો, ન શશીએ પોતાનો. નીલીએ પોતાની નિર્દોષ દેખાતી આંખો શશી તરફ ફેરવી, ત્યારે તેનો અવાજ ઘોઘરો બની ગયો. તેણે માત્ર એટલું જ કહ્યું : | ગાડીમાંથી ઊતરી બંને બસની રાહ જોતાં ઊભાં રહ્યાં. એ સમય દરમિયાન અજાણ્યે જ હોય તેમ બંનેના હાથ એકબીજાને અડકી રહ્યા. ન નીલીએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો, ન શશીએ પોતાનો. નીલીએ પોતાની નિર્દોષ દેખાતી આંખો શશી તરફ ફેરવી, ત્યારે તેનો અવાજ ઘોઘરો બની ગયો. તેણે માત્ર એટલું જ કહ્યું : | ||
Line 129: | Line 129: | ||
‘મંગળ વખતસર ઘેર આવી જશે તો અમે જરૂર આવીશું.’ નીલીએ હસતાં હસતાં કહ્યું. | ‘મંગળ વખતસર ઘેર આવી જશે તો અમે જરૂર આવીશું.’ નીલીએ હસતાં હસતાં કહ્યું. | ||
શશીને પોતાનો અવાજ હજીયે વધારે ઘોઘરો લાગ્યો. તે જરા | શશીને પોતાનો અવાજ હજીયે વધારે ઘોઘરો લાગ્યો. તે જરા ધ્રૂજતો પણ હતો. | ||
‘ના, તું એકલી જ આવજે.’ | ‘ના, તું એકલી જ આવજે.’ | ||
Line 363: | Line 363: | ||
‘કશું નહીં.’ | ‘કશું નહીં.’ | ||
જે ખૂણામાં આખી રાત તેને નીલી | જે ખૂણામાં આખી રાત તેને નીલી વિધવિધ સ્વરૂપે દેખાઈ હતી તે ખૂણામાં તેણે ભયભીત આંખે નજર કરી તો ત્યાં તો માત્ર કોઈ સુંદરીની છબી, હંમેશાં ટીંગાતી હતી તે, તે જ સ્વરૂપે ટીંગાઈ રહી હતી. | ||
ને આંખો મીંચી ફરી પાછો પથારીમાં સૂઈ ગયો. | ને આંખો મીંચી ફરી પાછો પથારીમાં સૂઈ ગયો. |
edits