ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/ખરા બપોર: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 23: Line 23:
ઝૂંપડાના ખુલ્લા બારણામાંથી ધસી આવતી અને ઘાસની છતમાંથી વરસતી ધૂળ વચ્ચે ભડકે બળતી લૂથી દાઝતી આ સ્ત્રી ઉંબરા પર ઊભી હતી, તે ક્ષિતિજ તરફ સતત મીટ માંડી રહી હતી.
ઝૂંપડાના ખુલ્લા બારણામાંથી ધસી આવતી અને ઘાસની છતમાંથી વરસતી ધૂળ વચ્ચે ભડકે બળતી લૂથી દાઝતી આ સ્ત્રી ઉંબરા પર ઊભી હતી, તે ક્ષિતિજ તરફ સતત મીટ માંડી રહી હતી.

છેક વહેલી બપોરથી એ સ્પષ્ટ ક્ષિતિજની ચોકી કરી રહી હતી. સામેનાં સપાટ મેદાનો પર ફરી વળતી એની વેધક દૃષ્ટિ ક્યારેય બેધ્યાન બનતી નહોતી દેખાતી. એની આંખો પર થાકનો ભાર દેખાતો હતો. ઉંબરા પર એક જ અદામાં થીજી ગયેલો એનો દેહ આમ તો સ્વસ્થ દેખાતો હતોપણ એની સમગ્ર બેચેની એના સૂકા, રૂપાળા ચહેરા પર કદરૂપી રેખાઓ આંકી ગઈ હતી.
છેક વહેલી બપોરથી એ સ્પષ્ટ ક્ષિતિજની ચોકી કરી રહી હતી. સામેનાં સપાટ મેદાનો પર ફરી વળતી એની વેધક દૃષ્ટિ ક્યારેય બેધ્યાન બનતી નહોતી દેખાતી. એની આંખો પર થાકનો ભાર દેખાતો હતો. ઉંબરા પર એક જ અદામાં થીજી ગયેલો એનો દેહ આમ તો સ્વસ્થ દેખાતો હતો પણ એની સમગ્ર બેચેની એના સૂકા, રૂપાળા ચહેરા પર કદરૂપી રેખાઓ આંકી ગઈ હતી.

આમ ને આમ મધ્યાહ્ન થવા આવ્યો ત્યારે એ સ્ત્રીની ભમતી દૃષ્ટિએ ધૂળની દોડી જતી ડમરી પાછળ એક ઓળાને શોધી કાઢ્યો.
આમ ને આમ મધ્યાહ્ન થવા આવ્યો ત્યારે એ સ્ત્રીની ભમતી દૃષ્ટિએ ધૂળની દોડી જતી ડમરી પાછળ એક ઓળાને શોધી કાઢ્યો.
Line 35: Line 35:
ચોમેર શાંતિ છવાઈ હતી. હોલો, તેતર, બુલબુલ, કાગડો કે કોઈ પક્ષી ક્યાંય ઊડતું દેખાતું નહોતું. એક નાનકડી ટેકરીની ઓથે અને એક કૂવાને આશરે વસેલું બારેક ઝૂંપડાવાળું આ ગામડું નીરવ – મૃતપ્રાય પડ્યું હતું. ઊભા ઝિંકાતા જેઠ માસના ખરા બપોરના તાપ નીચે ધરતી તરફડી રહી હતી.

ઉંબરે ઊભેલી પેલી સ્ત્રી હજીયે એ પુરુષ તરફ મીટ માંડી રહી હતી. અત્યાર સુધી ક્ષિતિજને ખૂંદીને પાછી વળેલી એની આંખો વિશ્રામ લેતી દેખાતી હતી અને બેચેન રેખાઓ વિનાનો એનો ચહેરો બિલકુલ ભાલહીન બની ગયો હતો.
ઉંબરે ઊભેલી પેલી સ્ત્રી હજીયે એ પુરુષ તરફ મીટ માંડી રહી હતી. અત્યાર સુધી ક્ષિતિજને ખૂંદીને પાછી વળેલી એની આંખો વિશ્રામ લેતી દેખાતી હતી અને બેચેન રેખાઓ વિનાનો એનો ચહેરો બિલકુલ ભાવહીન બની ગયો હતો.

હાંફતાં હાંફતાં પુરુષે એક વાર સ્ત્રી તરફ જોયું. એ વેળા એની નજર સ્ત્રીની નજર સામે અથડાઈ. એના ચહેરા પર અણગમો અને તિરસ્કાર તરી આવ્યા. એણે ત્વરાથી ફરી માથું નીચું ઢાળી દીધું અને હાંફ્યા કર્યું – આ સ્ત્રી હજીય આટલી સ્વસ્થ અને શાંત હતી, એમ ને? એની આંખોમાં આવકારનો ભાવ ન જ હતો ને? ત્રણ દિવસના ભૂખમરા પછી પણ એના ચહેરાની ચમક હજીયે એવી જ તાજગીભરી હતી – ખરેખર?

Line 73: Line 73:
‘મારાંયે કમનસીબ!’
‘મારાંયે કમનસીબ!’

એ બન્નેને છેલ્લા બે મહિનાથી અર્ધું પેટ ભરાય એટલું જ, માત્ર એક જ ટંક ખાવા મળતું. પુરુષ રોજેરોજ તેતર પકડાવાના ફાંસા બાંધી આવતો. ક્યારેક કોઈક દુર્ભાગી સસલું હાથ ચઢી જતું. બેત્રણ કુટુંબ સાથે મળીને હરણ મારવા બહાર પડતાં પણ ભાગ્યે જ સફળ થતાં, પણ છેલ્લા ત્રણ દિવસથી તો એ બન્નેને કશું કહેતાં કશું જ ખાવાનું નહોતું મળ્યું – રોટલાનું એક બટકુંયે નહિ! માંસનો એક કકડોયે નહિ. વહેલી સવારથી શિકાર પાછળ ભમતો એ પુરુષ ખરે બપોરે ખાલી હાથે પાછો ફર્યો હતો. એના પેટમાં ભૂખની લાય બળતી હતો અને પતિ કંઈક લાવશે એવી આશાએ રાહ જોતી સ્ત્રી પણ હવે હતાશ બની હતી. એણે ચૂપ બની માત્ર ક્ષિતિજ તરફ જોયા કર્યું. એનું શાંત, અસ્વસ્થ મૌન અને પુરુષના સાંભળી શકાય એ રીતે લાંબા ચાલતા શ્વાસોચ્છ્‌વાસથી ઝૂંપડામાંનું વાતાવરણ તંગ બન્યું હતું.
એ બન્નેને છેલ્લા બે મહિનાથી અર્ધું પેટ ભરાય એટલું જ, માત્ર એક જ ટંક ખાવા મળતું. પુરુષ રોજેરોજ તેતર પકડાવાના ફાંસા બાંધી આવતો. ક્યારેક કોઈક દુર્ભાગી સસલું હાથ ચઢી જતું. બેત્રણ કુટુંબ સાથે મળીને હરણ મારવા બહાર પડતાં પણ ભાગ્યે જ સફળ થતાં, પણ છેલ્લા ત્રણ દિવસથી તો એ બન્નેને કશું કહેતાં કશું જ ખાવાનું નહોતું મળ્યું – રોટલાનું એક બટકુંયે નહિ! માંસનો એક કકડોયે નહિ. વહેલી સવારથી શિકાર પાછળ ભમતો એ પુરુષ ખરે બપોરે ખાલી હાથે પાછો ફર્યો હતો. એના પેટમાં ભૂખની લાય બળતી હતી અને પતિ કંઈક લાવશે એવી આશાએ રાહ જોતી સ્ત્રી પણ હવે હતાશ બની હતી. એણે ચૂપ બની માત્ર ક્ષિતિજ તરફ જોયા કર્યું. એનું શાંત, અસ્વસ્થ મૌન અને પુરુષના સાંભળી શકાય એ રીતે લાંબા ચાલતા શ્વાસોચ્છ્‌વાસથી ઝૂંપડામાંનું વાતાવરણ તંગ બન્યું હતું.

વચ્ચે વચ્ચે પવનનો એકાદ સુસવાટો આવી જતો, ધૂળ ઊડી જતી, હૃદયો થાકી જતાં અને પુનઃ મૃતપ્રાય શાંતિ છવાતી.
વચ્ચે વચ્ચે પવનનો એકાદ સુસવાટો આવી જતો, ધૂળ ઊડી જતી, હૃદયો થાકી જતાં અને પુનઃ મૃતપ્રાય શાંતિ છવાતી.
Line 97: Line 97:
‘મારા બોલવાનો અવળો અર્થ કરી શા સારુ નકામા ગુસ્સે થાઓ છો?’ સ્ત્રી બોલી.
‘મારા બોલવાનો અવળો અર્થ કરી શા સારુ નકામા ગુસ્સે થાઓ છો?’ સ્ત્રી બોલી.

‘બસ! હવે એકે અક્ષર વધુ બોલી તો ગળે ટૂંપો દઈ દઈશ!’ કહેતાં સ્ત્રીને પકડવા તેણે ઝડપથી હાથ લાંબો કર્યો. સ્ત્રી તરત ખસી ગઈ. ઘડીભર એના તરફ ગુસ્સાથી જોઈ રહેતાં પુરુષે પગ લંબાવ્યા અને આડા પડતાં કહ્યુંઃ ‘જો હું તને છેલ્લી વાર કહું છું. મારે મરવું કબૂલ છે પણ શે’રમાં જવું નથી. તું જે દા’ડે મને શે’રમાં જવાનું કહીશ તે દી મારી મારીને ઘરમાંથી કાઢી મૂકીશ – સમજી?’ એણે ફરી બેઠાં થઈ જતાં સ્ત્રી તરફ આંગળી ચીંધી અને ગુસ્સાથી બૂમ પાડીઃ ‘તને શે’રની શી ખબર? ગઈ છો કદી દી’ ત્યાં? ત્યાં તો લોકો આપણા જેવાના બોલેબોલની ઠેકડી ઉડાવે. આપણી વાત કોઈ સાંભળે નહિ. રાત પડતાં એક મીઠો બોલ કે’નાર પણ કોઈ ન મળે. એવી જગાએ પેટપૂરતું ખાવાનું મળે તોય શા કામનું? ત્યાં એવું કૂતરા જેવું જીવતર જીવવા કરતાં અહીં માનવીની પેઠે કમોતે મરવું સારું! હું એવા શે’રમાં કોઈ દી પગ નહિ મૂકું.’
‘બસ! હવે એકે અક્ષર વધુ બોલી તો ગળે ટૂંપો દઈ દઈશ!’ કહેતાં સ્ત્રીને પકડવા તેણે ઝડપથી હાથ લાંબો કર્યો. સ્ત્રી તરત ખસી ગઈ. ઘડીભર એના તરફ ગુસ્સાથી જોઈ રહેતાં પુરુષે પગ લંબાવ્યા અને આડા પડતાં કહ્યુંઃ ‘જો હું તને છેલ્લી વાર કહું છું. મારે મરવું કબૂલ છે પણ શે’રમાં જવું નથી. તું જે દા’ડે મને શે’રમાં જવાનું કહીશ તે દિ મારી મારીને ઘરમાંથી કાઢી મૂકીશ – સમજી?’ એણે ફરી બેઠાં થઈ જતાં સ્ત્રી તરફ આંગળી ચીંધી અને ગુસ્સાથી બૂમ પાડીઃ ‘તને શે’રની શી ખબર? ગઈ છો કદી દિ’ ત્યાં? ત્યાં તો લોકો આપણા જેવાના બોલેબોલની ઠેકડી ઉડાવે. આપણી વાત કોઈ સાંભળે નહિ. રાત પડતાં એક મીઠો બોલ કે’નાર પણ કોઈ ન મળે. એવી જગાએ પેટપૂરતું ખાવાનું મળે તોય શા કામનું? ત્યાં એવું કૂતરા જેવું જીવતર જીવવા કરતાં અહીં માનવીની પેઠે કમોતે મરવું સારું! હું એવા શે’રમાં કોઈ દિ પગ નહિ મૂકું.’

સ્ત્રી માથું નીચું કરી પગના અંગૂઠા વડે ભોંય ખોતરી રહી હતી. પુરુષે સતત એની સામે જોયા કર્યું. એ કશુંય બોલતી ન જણાઈ ત્યારે એણે ફરી બારણા બહાર જોયું. એનું મોઢું પડી ગયું અને એના હોઠ ધ્રૂજવા લાગ્યા.
સ્ત્રી માથું નીચું કરી પગના અંગૂઠા વડે ભોંય ખોતરી રહી હતી. પુરુષે સતત એની સામે જોયા કર્યું. એ કશુંય બોલતી ન જણાઈ ત્યારે એણે ફરી બારણા બહાર જોયું. એનું મોઢું પડી ગયું અને એના હોઠ ધ્રૂજવા લાગ્યા.
Line 113: Line 113:
‘ના, એ પોતાની મેળે જ આપી ગઈ.’
‘ના, એ પોતાની મેળે જ આપી ગઈ.’

‘હેં?’ કહેતાં પુરુષના મોં પરથી ઓચિંતું નૂર ઊડી ગયું. માંસના ટુકડા પર મંડાઈ રહેલી એના આંખો બેધ્યાન બની ગઈ. એણે હોઠ મરડ્યા. એના ભૂખમરાની એ ગામના બધા રહેવાસીઓને હવે ખબર પડી ગઈ હતી! એને કોઈ ને કોઈ હવે થોડું ખાવાનું મોકલતું રહેશે. અત્યાર સુધીના પોતાના જીવનમાં આ પહેલો જ પ્રસંગ હતો! એણે વાડકામાંના માંસના ટુકડા તરફ નીરખી નીરખીને જોયા કર્યું. એના જેવા જ કોઈ અર્ધભૂખ્યા માનવીએ મોકલેલો એ દયાનો ટુકડો હતો — ખેરાત હતી! એનો જીવ ઊકળી ઊઠ્યો. ગામલોકો એને હવે લાચાર અને તાકાત વિનાનો સમજવા લાગ્યા હતા! શું પોતે એટલો હેઠો પડ્યો હતો? એણે વાડકાને હડસેલીને દૂર કર્યો અને બેઉ હાથ વચ્ચે માથું મૂકી એ ફાટેલા ગૂણપાટ પર ઊંધો સૂઈ ગયો.
‘હેં?’ કહેતાં પુરુષના મોં પરથી ઓચિંતું નૂર ઊડી ગયું. માંસના ટુકડા પર મંડાઈ રહેલી એની આંખો બેધ્યાન બની ગઈ. એણે હોઠ મરડ્યા. એના ભૂખમરાની એ ગામના બધા રહેવાસીઓને હવે ખબર પડી ગઈ હતી! એને કોઈ ને કોઈ હવે થોડું ખાવાનું મોકલતું રહેશે. અત્યાર સુધીના પોતાના જીવનમાં આ પહેલો જ પ્રસંગ હતો! એણે વાડકામાંના માંસના ટુકડા તરફ નીરખી નીરખીને જોયા કર્યું. એના જેવા જ કોઈ અર્ધભૂખ્યા માનવીએ મોકલેલો એ દયાનો ટુકડો હતો — ખેરાત હતી! એનો જીવ ઊકળી ઊઠ્યો. ગામલોકો એને હવે લાચાર અને તાકાત વિનાનો સમજવા લાગ્યા હતા! શું પોતે એટલો હેઠો પડ્યો હતો? એણે વાડકાને હડસેલીને દૂર કર્યો અને બેઉ હાથ વચ્ચે માથું મૂકી એ ફાટેલા ગૂણપાટ પર ઊંધો સૂઈ ગયો.

સ્ત્રી ઊઠીને હળવેકથી એની પડખે બેઠી અને કહ્યુંઃ ‘નાહકનો જીવ ન બાળો. આ તો હવે જીવ ટકાવવાની વાત છે, માટે ઊઠો ને આટલું ખાઈને પાણી પી લો.’
સ્ત્રી ઊઠીને હળવેકથી એની પડખે બેઠી અને કહ્યુંઃ ‘નાહકનો જીવ ન બાળો. આ તો હવે જીવ ટકાવવાની વાત છે, માટે ઊઠો ને આટલું ખાઈને પાણી પી લો.’

Navigation menu