ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહન પરમાર/હિરવણું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 38: Line 38:
જીવી ચમકી ગઈ હતી. એણે ગાલ ફુલાવેલા. મોઢામાંથી લાળ દદડતી હોય તેવા વેતા કરીને ઊભેલા ગલબાજીને જોઈને એને હસવું આવેલું. એને હસતી ભાળીને ગલબાજી પોરસાયેલો. કમરે હાથ ટેકવીને જીવી સામે એકીટશે જોઈને ઊભો રહેલો. જીવી ધ્રૂજી ઊઠેલી. આજુબાજુ જોઈને આ બલાને અહીંથી ટાળવા સહેજ મોં હસતું રાખીને બોલી હતી: ‘તમનઅ ઉં દોરા નંઈ આલું તો કુનઅ આલીશ! લૂમખેને ઝૂમખે લઈ જજો.’

ગલબાજી ખુશ થતો ગયેલો. જીવી હિરવણું લઈને લીમડા નીચે બેઠેલી તે દરમિયાન એક કાગડો ઓટલા પરથી ઊડીને લીમડા પર બેઠેલો. લીમડાના ડાબા પર ચાંચ ઘસીને એણે સાફ કરી હતી. પછી એ ચરક્યો હતો, ઢીંચણો વચ્ચે લગ ભરાવીને તારને છેડો શોધતી જીવીના માથા પર. ને જીવીએ ખીજમાં ને ખીજમાં ઊંચે જોયેલું. કાગડો એનો ક્રોધ સહન કરી શક્યો કે કેમ એ તો રામ જાણે; પરંતુ તરત જ ઊડીને અલોપ થઈ ગયેલો. જીવી મોટેથી બોલેલી: ‘મારા ભાના દિયરનઅ બીજઅ ચ્યાંય અઘવાનું નો મલ્યું, તીં મારા જ માથા પર…’
ગલબાજી ખુશ થતો ગયેલો. જીવી હિરવણું લઈને લીમડા નીચે બેઠેલી તે દરમિયાન એક કાગડો ઓટલા પરથી ઊડીને લીમડા પર બેઠેલો. લીમડાના ડાળા પર ચાંચ ઘસીને એણે સાફ કરી હતી. પછી એ ચરક્યો હતો, ઢીંચણો વચ્ચે લગ ભરાવીને તારને છેડો શોધતી જીવીના માથા પર. ને જીવીએ ખીજમાં ને ખીજમાં ઊંચે જોયેલું. કાગડો એનો ક્રોધ સહન કરી શક્યો કે કેમ એ તો રામ જાણે; પરંતુ તરત જ ઊડીને અલોપ થઈ ગયેલો. જીવી મોટેથી બોલેલી: ‘મારા ભાના દિયરનઅ બીજઅ ચ્યાંય અઘવાનું નો મલ્યું, તીં મારા જ માથા પર…’

પણ ગોવિંદ સુસવાટા મારતો ક્યાંકથી દોડતો આવેલો. હિરવણાને લાત મારીને બધું રમણભમણ કરી નાંખેલું. વાઘ સસલા પર તરાપ મારે અને જેવી સસલાની દશા થાય તેવી દશા હિરવણાની થઈ હતી. પીરતો અને પીરતી રાંકની માફક ધૂળમાં રગદોળાયેલાં પડ્યાં હતાં ને લગ અમળાઈ ગઈ હતી. પીરતાના ઊણા પણ તૂટી ગયા હતા. હિરવણાના તાર ઊણામાં સલવાઈ ગયા હતા. તે વખતે જીવીને રડવું આવેલું. અઠવાડિયા સુધી એણે હિરવણું હાથમાં લીધું નહોતું.

Line 54: Line 54:
ગાલમાં ખંજન પાડતી જીવી ખિલખિલાટ હસવા લાગી. આડું એક બાજુ મૂકીને સાડલા વડે આંખમાં આવેલ પાણ લૂછવા એ બેઠી. ગોવિંદે પણ બેલાં પર આડું મૂકી દીધું. જીવીને એણે હસવા દીધી. એય હસ્યો. બને હસ્યાં ને વાતાવરણ હળવું ફૂલ બની ગયું.

તાજા થઈને પૂરા મન-ઉમંગથી બેલાં ઝૂડ્યાં. બેલાં રૂડાઈ ગયાં. ખુલ્લામાં પછેડીઓ સૂકવી દીધી. ગણપત દેખાતો નહોતો. ગોવિંદ એને બોલાવવા ગયો. કોઈકનાં ગધાડાં ફરતાં ફરતાં આ બાજુ આવી રહ્યાં હતાં. ધોકો લઈને ઊભા રહ્યા સિવાય છૂટકો નહોતો. અહીં એ ખળેલી પછેડીઓની પળોજણમાં ફસાઈ હતી, ને મન તો હજીયે હિરવણામાં અટવાયેલું હતું. જેમતેમ લીમડા નીચે મૂકેલાં પીરતો અને પીરતી સાંભળ્યાં. પણ શું કરે? ‘મૂઓ, આ ગણપતેય દેખાતો નથી.’ માંનીના ઘેરથી ધોકો મંગાવીને એ રસ્તા સામે તાકીને બેઠી. તડકો બરાબરનો વીફર્યો હતો. જીવી તડકાના અડપલાંથી ત્રાસી ગઈ. માંનીના ખાટલાની આડશે જઈને એ બેઠી. સુથારના ખેતરની વાડ તરફથી ગધાડાં પછેડીઓ બાજુ ફંટાયાં. જીવીએ હડી કાઢીને ધોકો ફેરવ્યો. ગધાડાં સધીમાના મઢ ભણી નાઠાં. જીવી પછેડીઓ તરફ પાછી ફરી રહી હતી ત્યાં સવાની વહુ માંની દોડતી આવી ને બોલી: ‘અલી જીવલી! તારા હિરવણાનઅ કૂતરાંએ ફેંદી નાંશ્યું છ!’ જીવીને ફાળ પડી. જીવીએ માંનીના હાથમાં ધોકો પકડાવતાં કહ્યુંઃ ‘અલી! તું થોડી વાર આંય બેહજે…’ કહીને એ દોડી. રસ્તામાં લાકડીના ટેકેટેકે ચાલતા મગનડોસા દોડતી જીવીને જોઈને બોલ્યાઃ ‘ભા! અમ દોટમદોટ કરો સો! જાળવજો, નકર પડી જાહો..’ જીવીએ બે હોઠો વચ્ચે પલકારો કરીને લાજનો છેડો દાંત વચ્ચે દબાવ્યો. મગનડોસા ડાકલી પંહોળી કરીને હસવા લાગ્યા.
તાજા થઈને પૂરા મન-ઉમંગથી બેલાં ઝૂડ્યાં. બેલાં ઝૂડાઈ ગયાં. ખુલ્લામાં પછેડીઓ સૂકવી દીધી. ગણપત દેખાતો નહોતો. ગોવિંદ એને બોલાવવા ગયો. કોઈકનાં ગધાડાં ફરતાં ફરતાં આ બાજુ આવી રહ્યાં હતાં. ધોકો લઈને ઊભા રહ્યા સિવાય છૂટકો નહોતો. અહીં એ ખળેલી પછેડીઓની પળોજણમાં ફસાઈ હતી, ને મન તો હજીયે હિરવણામાં અટવાયેલું હતું. જેમતેમ લીમડા નીચે મૂકેલાં પીરતો અને પીરતી સાંભળ્યાં. પણ શું કરે? ‘મૂઓ, આ ગણપતેય દેખાતો નથી.’ માંનીના ઘેરથી ધોકો મંગાવીને એ રસ્તા સામે તાકીને બેઠી. તડકો બરાબરનો વીફર્યો હતો. જીવી તડકાના અડપલાંથી ત્રાસી ગઈ. માંનીના ખાટલાની આડશે જઈને એ બેઠી. સુથારના ખેતરની વાડ તરફથી ગધાડાં પછેડીઓ બાજુ ફંટાયાં. જીવીએ હડી કાઢીને ધોકો ફેરવ્યો. ગધાડાં સધીમાના મઢ ભણી નાઠાં. જીવી પછેડીઓ તરફ પાછી ફરી રહી હતી ત્યાં સવાની વહુ માંની દોડતી આવી ને બોલી: ‘અલી જીવલી! તારા હિરવણાનઅ કૂતરાંએ ફેંદી નાંશ્યું છ!’ જીવીને ફાળ પડી. જીવીએ માંનીના હાથમાં ધોકો પકડાવતાં કહ્યુંઃ ‘અલી! તું થોડી વાર આંય બેહજે…’ કહીને એ દોડી. રસ્તામાં લાકડીના ટેકેટેકે ચાલતા મગનડોસા દોડતી જીવીને જોઈને બોલ્યાઃ ‘ભા! અમ દોટમદોટ કરો સો! જાળવજો, નકર પડી જાહો..’ જીવીએ બે હોઠો વચ્ચે પલકારો કરીને લાજનો છેડો દાંત વચ્ચે દબાવ્યો. મગનડોસા ડાકલી પંહોળી કરીને હસવા લાગ્યા.

જીવી લીમડા નીચે આવી. પીરતી ફંદાયેલી પડી હતી ને એક કૂતરો પગ ઊંચો કરીને તેના પર મૂતરી રહ્યો હતો. જીવીને ખીજ ચઢી. હાથમાં ઢેખાળો લીધો. જોર કરીને કૂતરા પર નાંખ્યો. કૂતરાં તો જીવીને પૂરી કરતી જોઈને જ ભાગવા માંડ્યાં હતાં. જીવીએ ફેકેલો ઢેખાળો લીમડાના થડ સાથે અથડાઈને પાછો પડ્યો. જીવીએ હિરવણાના બધા ભાગો ભેગા કર્યા. કૂતરાના પેશાબથી ભીની થયેલી લગને પીરતીના ઊણા પર સરખી કરીને પીરતી તડકામાં મૂકી આવી. મોતકણિયો ઊંધો પડ્યો હતો. તેમાં જડાવેલો સળિયો ધૂળમાં અડધો દટાયેલો હતો. મોતકણિયો ઊભો કર્યો. પીરતો નધણિયાતો થઈને પડેલો. એના પર હિરવેલું રમણભ્રમણ થયેલું જોઈને જીવીનાં છાતીનાં પાટિયાં બેસવા લાગ્યાં.
જીવી લીમડા નીચે આવી. પીરતી ફંદાયેલી પડી હતી ને એક કૂતરો પગ ઊંચો કરીને તેના પર મૂતરી રહ્યો હતો. જીવીને ખીજ ચઢી. હાથમાં ઢેખાળો લીધો. જોર કરીને કૂતરા પર નાંખ્યો. કૂતરો તો જીવીને પૂરી કરતી જોઈને જ ભાગવા માંડ્યો હતો. જીવીએ ફેકેલો ઢેખાળો લીમડાના થડ સાથે અથડાઈને પાછો પડ્યો. જીવીએ હિરવણાના બધા ભાગો ભેગા કર્યા. કૂતરાના પેશાબથી ભીની થયેલી લગને પીરતીના ઊણા પર સરખી કરીને પીરતી તડકામાં મૂકી આવી. મોતકણિયો ઊંધો પડ્યો હતો. તેમાં જડાવેલો સળિયો ધૂળમાં અડધો દટાયેલો હતો. મોતકણિયો ઊભો કર્યો. પીરતો નધણિયાતો થઈને પડેલો. એના પર હિરવેલું રમણભ્રમણ થયેલું જોઈને જીવીનાં છાતીનાં પાટિયાં બેસવા લાગ્યાં.

એણે પીરતા પર પ્રેમથી હાથ પસવાર્યો. ધીરે રહીને તાર શોધી એણે હિરવણા પર લપેટીને પીરતા પરથી હિરવેલું કાઢીને આંટી મારી. ઘરમાં નજર કરી. ગોવિંદ દેખાતો નહોતો. સુકાતી પછેડીઓની ચિંતા થતી હતી પણ માંની પર ભરોસો હતો. તડકામાં મૂકેલી પીરતી હાથમાં લઈ લગ ભીની છે કે નહિ તે ચકાસી જોયું. લગ સુકાઈ ગઈ હતી. એણે મોતકણિયાના સળિયામાં પીરતીના બે લગોના તાર ભેગા કરીને પરોવ્યા. પછી એ પીરતા પર હિરવવા માંડી. પીરતી અને પીરતા નીચે મૂકેલાં ડબ્બાનાં ઢાંકણામાં કિચૂડાટ થતો હતો. કર્ણમધુર આ કિચૂડાટમાં કોઈના ખિખિયાટા ભળ્યા, ‘કુણ છઅ પાસુ!’ એમ બબડીને જીવીએ ચુનાની ઓસરીમાં નજર કરી. તારું બેંટ જાય ગલબા! ઓછું હતું તીં તું પાછો ટપકી પડ્યો?’ બાજુ પર સહેજ ખસીને એણે ચુનાના ઘર તરફ પીઠ કરી. પણ તોય મનમાં તો લબક લબક થતું હતું. ગોવિંદ આવશે ને ગલબાજીના ખિખિયાટા સાંભળશે ત્યારે… તૈણ-ચાર દા’ડા પે’લાં તો એ કાપડની ફેરી પરથી આયા છે અનઅ થોડા દા’ડામાં તો પાછા જવાના છઅ. એ હોય ત્યાં હુધી ગલબાની નજર હાંમેથી હટી જા નઅ જીવલી! એ ઊભી થવા જતી હતી ત્યાં ગોવિંદ આવ્યો, ‘તુંય એવી છ! પેણઅ પછેડીઓમાં ગધાડાં આળોટવા માંડ્યા છઅ, ન તું આંય આવતી રઈ?’ ગોવિંદ નારાજ લાગતો હતો. એણે ચુનાની ઓસરીમાં જોયું. એનો ઉકળાટ વધ્યો. દોટ મૂકીને જીવીના હાથમાંથી પીરતો અને પીરતી લઈને ઓસરીમાં છૂટાં ફેંક્યાં. જીવીનો જીવ અધ્ધર થઈ ગયો. આંસુની ધાર વહેવા લાગી. ‘મેર મુઓ, આંમ ચ્યમ કરતો હશીં!’ મનમાં થઈ આવ્યું, સાડલાના પાલવ વડે આંસુ લૂછતી લૂછતી એ ઘરની ઓસરીમાં આવી. પાછી સપાટ્યો પહેરી. ચુનાની ઓસરી એકાએક શાંત થઈ ગઈ હતી. જીવીએ દાંત પીસીને એ તરફ થોડું ઘૂંકી લીધું. પછેડીઓ સૂકવી હતી ત્યાં એ આવી તો સાચે જ ગધાડાં પછેડીઓમાં આળોટતાં હતાં. ‘ઇમનોય હું વાંક કાઢવો! વાંક જ મારો છઅ, ચ્યાં જઈ માંનડી!’ માંનીએ તેની ઓસરીમાં સૂતરનું ઓઘળું લાંબું કર્યું હતું. જીવીએ દોડીને ગધાડાં હાંક્યાં ને પછેડીઓને અડી જોયું, ‘પછેડીઓ તો કડક થઈ જઈ છઅ.’

Line 76: Line 76:
ગોવિંદ ખાટલા પર મૂકેલી પછેડીઓ બાથમાં ઘાલીને ગયો. જીવી અને માંની એકલાં પડ્યાં.
ગોવિંદ ખાટલા પર મૂકેલી પછેડીઓ બાથમાં ઘાલીને ગયો. જીવી અને માંની એકલાં પડ્યાં.

જીવીની હાલકડોલક સ્થિતિ જોઈને માનીને થોડી શંકા પડી.
જીવીની હાલકડોલક સ્થિતિ જોઈને માંનીને થોડી શંકા પડી.

‘અલી, પે’લાં તો ગોવિંદભૈ આવું કદી કરતા નો’તા. હમણાંથી મનમાં કાંય ભૂત ભરાણું છઅ કઅ શું?’
‘અલી, પે’લાં તો ગોવિંદભૈ આવું કદી કરતા નો’તા. હમણાંથી મનમાં કાંય ભૂત ભરાણું છઅ કઅ શું?’
Line 92: Line 92:
કેડમાં વાગ્યું હોય એમ કેડ પર હાથ ટેકવીને માંની ઊભી રહી. જીવી સામે એક આંખ માલી કરતાં એ બોલીઃ ‘મુઅી તીં તો મારાં હો વરહ પૂરાં કર્યાં.’
કેડમાં વાગ્યું હોય એમ કેડ પર હાથ ટેકવીને માંની ઊભી રહી. જીવી સામે એક આંખ માલી કરતાં એ બોલીઃ ‘મુઅી તીં તો મારાં હો વરહ પૂરાં કર્યાં.’

પછેડીઓ વાળી રહ્યા પછી જીવી જાણે ગમ જ ભૂલી બેઠી. માંની સાથે આ રીતે દિવસમાં એકાદ વાર ગમ્મત કરવાનું જીવીને ગમતું. માની હતીય રમતિયાળ! જીવી સાથે એને સારું ભળતું પણ હણમાંથી સવો ચુના ભેળો ભળ્યો હતો, ત્યારથી જીવીએ આ બાજુ આવવાનું ઓછું કરી નાંખ્યું હતું.
પછેડીઓ વાળી રહ્યા પછી જીવી જાણે ગમ જ ભૂલી બેઠી. માંની સાથે આ રીતે દિવસમાં એકાદ વાર ગમ્મત કરવાનું જીવીને ગમતું. માંની હતીય રમતિયાળ! જીવી સાથે એને સારું ભળતું પણ હણમાંથી સવો ચુના ભેળો ભળ્યો હતો, ત્યારથી જીવીએ આ બાજુ આવવાનું ઓછું કરી નાંખ્યું હતું.

પછેડીઓ માથે મૂકીને જીવી માનીને કહેતી ગઈ, ‘ચા પીવા આવજે!’ જીવી ઘેર આવી. ગોવિંદ રાહ જોઈને જ બેઠો હતો. ગોદડાં નીચે ગડી વાળીને પછેડીઓ દાબી દીધી. થોડો માલ હવે વાસમાંથી લેવાનો હતો. હોળી પહેલાં તો એકાદ વાર વેચીને પાછા આવવાનું હતું.