મિતાક્ષર/ગુજરાતી વિવેચન સાહિત્ય ઉપર માર્ક્સવાદની અસર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 117: Line 117:
પ્રગતિશીલ વિશેષણ સાહિત્યને કે સમાજને ઉપકારક નહિ નીવડે. ‘પ્રગતિશીલ’ બિરુદ irrelevant અને redundant છે.
પ્રગતિશીલ વિશેષણ સાહિત્યને કે સમાજને ઉપકારક નહિ નીવડે. ‘પ્રગતિશીલ’ બિરુદ irrelevant અને redundant છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>'''સમન્વયવાદી શાખા'''</center>
{{Poem2Open}}
હજી કોઈ નિશ્ચિત પ્રણાલિકાગત વિવેચન-શાખા સાથે નહિ સંકળાયેલા વિવેચક શ્રી રામનારાયણ પાઠકની આ ક્ષેત્રે વિશેષતા એ છે કે, તેમણે શુદ્ધ પ્રગતિવાદ કે શુદ્ધ કાવ્યવાદનાં વમળોથી દૂર રહી, જેને તેઓ પોતે એ સમયના વિવેચનના ત્રણ ફૂટ પ્રશ્નો તરીકે ઓળખાવે છે તે ‘સાહિત્ય અને જીવન’, ‘વાસ્તવવાદ અને ભાવનાવાદ', તથા ‘પ્રગતિવાદી સાહિત્ય' ઉપર સવિસ્તર વિવેચન કર્યું છે. તેમાં તેમની સ્પષ્ટ સમન્વયવાદી દૃષ્ટિ આગળ તરી આવે છે. (જુઓ : આપણા વિવેચનના કેટલાક ફૂટ પ્રશ્નો : ‘સાહિત્ય વિમર્શ')
અહીં આપણે એક વધુ ઉલ્લેખ શ્રી ઝવેરચંદ મેઘાણીનો કરી લઈએ. તેમનાં લખાણો અને જીવન જોકે આપણને તેમની પ્રગતિશીલ જીવન અને સાહિત્ય દૃષ્ટિની પ્રતીતિ કરાવતી હોવા છતાં, તેઓ સાહિત્યમાં ‘પ્રગતિશીલ' એવા કોઈ જુદા ‘વાડા'નો સખ્ત વિરોધ કરતા રહ્યા હતા, (જુઓ ચર્ચા : કલમ કિતાબ; પુનર્મુદ્રિત  મેઘાણી કૃત ‘પરિભ્રમણ’ ખંડ ૧ થી ૩)
{{Poem2Close}}
<center>પ</center>
{{Poem2Open}}
માર્ક્સવાદ અને રશિયાની અસર નીચે વિકસેલા ‘પ્રગતિશીલ સાહિત્ય' આંદોલનનો અને તે દ્વારા વિવચન સાહિત્યમાં જાગેલી સમસ્યાઓ પરત્વેનાં વિવિધ શાખાઓનાં દૃષ્ટિબિંદુઓનો ટૂંકો પરિચય આપણે લઈ ચૂક્યા છીએ. પરંતુ, હવે આ વહેણ કેવો વિકાસ સાધે છે એ જોવા આતુર બનીએ. આ આંદોલન કોઈ ચોક્કસ ઘાટ લેવા પામે, તેની કોઈ સ્થાયી અસર મૂકી જવા જેટલાં સ્વસ્થતા અને ઊંડાણ પ્રગટ કરે તે પૂર્વે જ, આપણે જોઈશું કે પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી !
બીજા વિશ્વયુદ્ધે અનેક અણધાર્યાં નવાં પરિબળો દ્વારા આખા પ્રવાહને જુદો જ વળાંક આપી દીધો હતો !
આ નવાં પરિબળો તે—
(૧) યુદ્ધ પૂર્વે જ રશિયાએ આંતરરાષ્ટ્રીય રાજકારણને ક્ષેત્રે જે વ્યૂહનીતિ અખત્યાર કરી હતી તેથી અનેક પ્રગતિશીલો આઘાત પામ્યા હતા. (દા. ત. ફિનલૅંડ, પોલાંડ, — હિટલર સાથે કરાર)
(ર) યુદ્ધ પૂર્વે અને યુદ્ધ દરમ્યાન ભારતીય કમ્યુનિસ્ટોએ રશિયાનુસારી જે નીતિ સ્વીકારી હતી તેથી અનેક સાથીરાહીઓ પણ આઘાત પામ્યા હતા.
(૩) અલબત્ત, યુદ્ધ દરમ્યાન રશિયાએ દાખવેલ શહાદત અને દેશાભિમાનથી આખી દુનિયા છક થઈ જવા પામી હતી. અને ગુજરાતી કવિઓમાં શ્રી સુન્દરમ્, રામપ્રસાદ, કરસનદાસ માણેક, સ્વપ્નસ્થ, ઉપવાસી વગેરેએ અત્યંત પ્રમાવિત બની કેટલીક સુંદર કૃતિઓ સરજાવી હતી. (‘સાહિત્ય અને સંસ્કાર’ ૧૯૪૪ : ‘બિંદુ’માંની સૉનેટમાળા)
આ દરમ્યાનનાં વર્ષોંમાં માર્ક્સવાદી જૂથે જે કેટલીક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી, તેમાં નોંધપાત્ર ગણાય તેવી છે: ‘સાહિત્ય અને સંસ્કાર’ (૧૯૪૪) નામનો મુખ્યતઃ માર્ક્સસવાદી દૃષ્ટિનાં લખાણોનો પ્રતિનિધિ સંગ્રહ.
ત્યાર બાદ, ૧૯૪૫માં આ જૂથના જ પ્રયાસથી, પરંતુ ત્યાર સુધીમાં ‘પ્રગતિવાદ'ને લગભગ સલામ કરી ગયેલા યા ઉપરછલ્લી સહાનુભૂતિ ધરાવનારા કેટલાક જાણીતા સાહિત્યકારોના સહકારમાં, ‘સાહિત્ય અને પ્રગતિ’નો બીજો ગ્રંથ પ્રસિદ્ધ થયો.
હકીકતે, આ વરસો ગુજરાતમાં ‘પ્રગતિવાદ' માટેની ઓટનાં બની ચૂક્યાં હતાં. પરંતુ યુદ્ધ પૂરું થયા બાદ આ અરસામાં જ રશિયામાં ‘ઝ્દાનોવવાદે’ સાહિત્ય અને કલામાં જે ‘ડંડાવાદ’ ચલાવ્યો તેમાં બીજા ક્ષેત્રોમાંના ‘સ્તાલિનવાદ'નો જ પડઘો હતો. સોવિયેત પદ્ધતિમાં રહેલા તમામ વિસંવાદો, અને કલાસાહિત્યના ક્ષેત્રની માર્ક્સવાદની વિકૃતિઓએ ‘સમાજવાદી વાસ્તવવાદ'ને નામે તેનું જે બદરૂપ પ્રગટ કર્યું તેથી ભલભલા સર્જક-સાહિત્યકારો ચોંકી ઊઠયા. (દા. ત. રશિયાના મહાન સર્જક દોસ્તોયેવ્સ્કી વિષેનું તેમનું તિરસ્કારભર્યું વલણ, તથા વિદ્યમાન સાહિત્યકારોમાં ઝોશેન્કો, આખ્તામોવા વગેરે સર્જકો ઉપર તથા હંગેરીના વિશ્વવિખ્યાત વિવેચક જી.લુકાસનાં વિવેચનો ઉપર પાર્ટી નેતાઓ અને સરકારી નોકરશાહોને હાથે જે પ્રકારના આક્ષેપો થયા તે; તથા યુરોપમાં સાર્ત્ર, મોરિઆક,, માલરો, કૉએસ્લર ઇત્યાદિ ઉપર ઝ્દાનોવ પદ્ધતિએ થયેલા પ્રહારો; ઉપરાંત, અતિ સાધારણ કૃતિઓને લેનિન પારિતોષિકોનું બહુમાન. બીજી બાજુ, પાસ્તરનાક જેવાની કૃતિઓનું વર્ષોં સુધી લાગટ રૂંધામણ વગેરે...
(તથા ભારતમાં પણ ટાગોર, શરદબાબુ, આદિમહાકાવ્યો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારિતા તરફનાં એકંદર વલણો; પાછળથી(૧૯૪૮-૫૦ દરમ્યાન) પ્રગતિશીલોના મુખ્ય પુરસ્કર્તા શ્રી મુલ્કરાજ, અબ્બાસ. રાહુલજી, તારાશંકર ઇત્યાદિ ઉપરના આક્ષેપો; અને પ્રગતિશીલતાના મુખ્ય વ્યાપક ધોરણને સ્થાને, બી. ટી. રણદીવે-શાસનકાળ દરમ્યાન, શ્રી કૃષ્ણચંદ્ર, રામબિલાસ શર્મા, ભવાની સેન આદિ પાર્ટી પ્રતિનિધિઓની કલમે હદપારની વિકૃતિ).
આ બધાંએ પ્રગતિશીલ સાહિત્ય, અને માર્ક્સવાદી દૃષ્ટિ અંગે જે આબોહવા પેદા કરી તેણે સાહિત્ય અને કલાના ક્ષેત્રમાંના તેના પાયાને જ લગભગ ખોદી નાખ્યો.
{{Poem2Close}}
<center>૬</center>
{{Poem2Open}}
૧૯૫૦ પછીના આખા દાયકા દરમ્યાન તો, માર્ક્સવાદી અસર ગુજરાતી સાહિત્યના કોઈ પણ સ્વરૂપ ઉપર ભાગ્યે જ જોવા મળે છે.
આ છતાં તાજેતરનાં વર્ષોમાં આ દિશાના બે પ્રયાસોની નોંધ જરૂરી ગણાશે : એક પ્રયાસ છે—શ્રી ધનવંત ઓઝાને પત્રકારિત્વની કક્ષાનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સાહિત્યકથા), તથા શ્રી અશોક હર્ષના કટ્ટર પત્રકારિત્વની કક્ષાના વિવેચનલેખો. બીજો પ્રયાસ છે આ વ્યાખ્યાનકારનો પોતાનો—વિશ્વમાનવ દ્વારા, સામ!જિક-રાજકીય-સાંસ્કૃતિક-સાહિત્ય ક્ષેત્રની વિવેચનાનો. અલબત્ત, પ્રથમ પ્રયાસ (શ્રી ઓઝા અને અશોક)નો અણઘડ પ્રણાલિકાવાદી જડ માર્ક્સવાદની દિશાનો છે; તો બીજો પ્રયાસ પ્રણાલિકાવિરોધી ‘રિ-વિઝનિઝમ’ — ‘પુનર્વિચારણાવાદી દિશાનો છે,' એમ માર્ક્સવાદી સૂત્રભાષામાં જરૂર કહી શકાય.
{{Poem2Close}}
<center>*</center>
{{Poem2Open}}
આમ, આપણે બહુ ટૂંકાણમાં ૧૯૩૬થી ૧૯૫૯નો પ્રવાસ પૂરો કરીએ છીએ.
અને આપણે એવા અભિપ્રાયો ઉપર જરૂર પહોંચી શકીએ છીએ કે—
(૧) પ્રગતિશીલ સાહિત્ય-આંદોલનમાં માર્ક્સવાદી જૂથની જવાબદારી રોજબરોજના આંદોલન પરત્વેની રહેવા છતાં, સાહિત્ય ક્ષેત્રે આ જૂથ કદી વર્ચસ્વ ધરાવી શક્યું નથી.
(૨) આ માર્ક્સવાદી જૂથ દ્વારા જે સર્જનાત્મક તથા વિવેચનાત્મક સાહિત્ય પ્રગટ થવા પામ્યું છે, તેમાં થોડાક નોંધપાત્ર અપવાદો (ડૉ. જયંત ખત્રીની અનેક વાર્તાઓ, બકુલેશ, સ્વપ્નસ્થ, ૨. સંઘવીની કેટલીક વાર્તાઓ, રવિભાઈ મહેતા તથા ભો. ગાંધીના કેટલાક આલોચનાત્મક લેખો, સ્વપ્નસ્થ તથા ઉપવાસીની કેટલીક કવિતાઓ, ખાસ કરીને સ્વપ્નસ્થનો એક ઘણો જ સાહસખોર અલ્પસફળ છતાં અતિનોંધપાત્ર પ્રયોગ ‘ધરતીને—' તથા કેટલાક અન્ય પ્રયોગો) બાદ કરતાં મોટા ભાગનું વલણ અણઘડ પ્રચાર તરફ વધુ રહ્યું છે; સિદ્ધાંતમાં સાહિત્યમાત્ર માટે કલાતત્ત્વનાં ધોરણો અનિવાર્ય હોવાનું સ્વીકારાયા છતાં, એકંદરે એણે સાહિત્ય-સર્જનનાં ખોટાં મૂલ્યો, ખોટા ખ્યાલો, ખોટી કસોટીઓને ઉત્તેજન આપ્યું છે; પરિણામે તેનાં સારાં તત્ત્વો દ્વારા સર્જનશક્તિને પ્રેરવાના મુખ્ય કર્તવ્યમાં તે નિષ્ફળ ગયેલ છે.
(૩) અલબત્ત, સર્વસાધારણ પ્રગતિશીલ વલણે સર્જક તથા વિવેચનસાહિત્યને સામાજિક જાગૃતિ અને હેતુપૂર્ણતા જેવાં વિધાયક તત્ત્વો બક્ષવામાં ફાળો આપ્યો છે, એના તરફ પણ દુર્લક્ષ થવું ન ઘટે.
(૪) એકંદર, ગુજરાતી સાહિત્ય ઉપર માર્ક્સવાદની કોઈ સ્થાયી અને તલસ્પર્શી અસર થઈ નથી. ગુજરાતી સાહિત્યનો સર્વસાધારણ ઝોક કદી વર્ગ-દૃષ્ટિને અપનાવતો થયો નથી; વિવેચનમાં ઐતિહાસિક ભૌતિકવાદી દૃષ્ટિનો પુરસ્કાર થયો નથી.
{{Poem2Close}}
<center>ઉપસંહાર</center>
{{Poem2Open}}
આપણે જોઈ ગયા કે,—૧. માર્ક્સવાદની અસર આપણા સાહિત્ય ઉપર (અને ભારતની મોટા ભાગની ભાષાઓના સાહિત્યમાંય) અમુક સમય માટે સારા એવા પ્રમાણમાં હતી. ૨. તે ઝડપભેર ઓસરી ગઈ (બીજી ભાષાઓમાં વધતી ઓછી ઝડપે) ૩. અંતે આજે તો, નષ્ટપ્રાય બની ગઈ છે (બીજી ભાષાઓમાં—ખાસ તો, ઉર્દૂ હિંદીમાં કેટલેક અંશે હળ જળવાઈ રહી છે).
આમ શાથી બન્યું ? જુદા જુદા યુગે જુદાં જુદાં બળોની અસર સમાજ ઉપર થતી હોય છે. તેમાંથી કેટલાંક વ્યાપક અને બલિષ્ટ બળો સાહિત્યકાર ઉપર પણ અસર જમાવતાં હોય છે— સાહિત્યમાં એનો પડઘો અચૂક ઊઠતો જ હોય છે.
સાહિત્ય-વિવેચન માટે આ પ્રક્રિયાનો અભ્યાસ મહત્ત્વનો ગણાય. સાહિત્યકાર વા સર્જકની સામેની સમસ્યા કોઈ રાજકીય નેતા વા અર્થશાસ્ત્રી, સમાજસુધારક વા વિજ્ઞાનીના કરતાં અનેકગણા ભિન્ન પ્રકારની હોય છે. કલાકારની સામે બેવડી સૃષ્ટિ હોય છે : એક વાસ્તવતાની, બીજી રહસ્યની; એક ઉપરની સપાટીની, બીજી આંતરિક પ્રવાહોની; એક સમાજ વિકાસનાં સ્થૂળ પરિવર્તનોની, બીજી એની પાછળ રહેલાં મૂલ્યોના વિકાસની; એક ભૌતિક, બીજી આધ્યાત્મિક. આનો અર્થ એ નથી કે આ બે સૃષ્ટિઓ એકબીજીથી વિરોધી છે. બલ્કે, કલાકાર આ બંનેની એકતા દ્વારા જ સર્જકતા સાધી શકે છે. બંનેમાંથી એકનો એ ઇનકાર કરતો નથી. પરંતુ ગણિતની જેમ ભેગાં કરી એકતા સાધી શકતો નથી. આ બંનેના fusion દ્વારા તે જે નવીનતર સૃષ્ટિ રચે છે, તે કલાનું આગવું સર્જન બની જાય છે, જેમાં ‘સત્યમ શિવમ સુન્દરમ્’નું એકત્વ સહજ બને છે; અને તમામ વિસંવાદો ઓગળી જાય છે. આવું, રસાયણ સર્જનની પ્રક્રિયા માટે અનિવાર્ય છે.
તત્ત્વદૃષ્ટિએ સર્જનની પ્રક્રિયા ‘અદ્વૈત’ની સાધનાની જ પ્રક્રિયા છે. આવી સર્જન સાધનામાં જ્યાં લગી કોઈ નિશ્ચિત ‘દર્શન’, ‘આદર્શ’, ‘વાદ’, વા અન્ય ‘નિષ્ઠા’ સહાયરૂપ થાય ત્યાં લગી તેને સાહિત્ય સૃષ્ટિમાં આવકાર મળે છે. આ નિષ્ઠા સર્જનની આડે આવે જ આવે, એવો કોઈ અફર સિદ્ધાંત તારવી નહિ શકાય. પરંતુ, ‘દર્શન’, ‘આદર્શ’, ‘વાદ', યા અન્ય નિષ્ઠા જેટલે અંશે abstract સ્વરૂપનાં વધુ, તેટલા પ્રમાણમાં તે ઓછા આડે આવવાની સંભાવના વધુ; અને આવી નિષ્ઠા જેટલી વ્યાપક અને સહજ તેટલા પ્રમાણમાંય આડે આવવાનો ભય ઓછો (ભક્તો અને સંતોની વાણીમાં ઘણી વાર — હમેશાં નહિ — ઉચ્ચકક્ષાનું સાહિત્ય તત્ત્વ દેખાય પણ છે). પરંતુ  જેમ જેમ સામાજિક-ભૌતિક આદર્શો (સમાજસુધારો, રાષ્ટ્રીય મુક્તિ, ગાંધીવાદ, માર્ક્સવાદ વગેરે) સાથેની આ નિષ્ઠાની કડી વધુ સીધી તથા તેની સિદ્ધિ માટેની પ્રક્રિયા જેમ જેમ વધુ સ્થૂલ સ્વરૂપની, તેમ તેમ ભય વધુ, એવું જરૂર કહી શકાય. પરંતુ, જીવનદર્શન— નિષ્ઠા, પોતે જ તો સર્જનનું પ્રેરક તત્ત્વ છે. એને કલાસર્જનની આડી આવનારું તત્ત્વ માનવું એ જીવન અને સર્જન બંનેનો ઉપહાસ કરવા બરાબર છે. જેનાથી જાગ્રત રહેવાનું છે તે છે, જીવનદર્શનની સંકુચિતતા, જડતા, ઉપરછલ્લાપણું અને સાહિત્યમાં તેનો સંકુચિત દુરાગ્રહ. જે ‘દર્શન’, જે ‘વાદ', જે ‘નિષ્ઠા’ સંકુચિતતાને અને દુરાગ્રહને પોષનારાં બનવા માંડે છે, તે કલાસર્જનની આડે આવે જ છે.
માર્ક્સવાદી જીવનદર્શને ઇતિહાસના વિકાસની સમજણનાં અનેક ઊંડાણો છતાં કર્યાં છે. અંધારા ખૂણાઓ પર અપૂર્વ પ્રકાશ પાથર્યો છે. આ દર્શન સર્જનનું પ્રેરક તત્ત્વ બની શક્યું છે. પરંતુ આપણે આ નિબંધમાં જોઈ ગયા તેમ, તેની સાહિત્ય-કલા-ક્ષેત્રની વિકૃતિઓનો પાર રહ્યો નથી, અને સર્જન ક્ષેત્રે તે liberating force બનવાને બદલે enslaving force બની બેઠું !
અંતે, આપણે બેધડકપણે એટલું કહી શકીએ કે માર્ક્સવાદ જ શું કામ, કોઈ પણ ‘વાદ' કલા-સર્જનને અણઘડ રીતે સ્પર્શવા જતાં, અને એના ઉપર વર્ચસ્વ ધરાવવાનો પ્રયાસ કરવા જતાં, સર્જનના આત્માને જ ગૂંગળાવી માર્યા વિના નહિ જ રહે.<ref>૪. ઇન્ડિયન કમિટી ફૅાર કલ્ચરલ ફ્રીડમ અને એશિયન ઑફીસ ઑફ ધ કૉંગ્રેસ ફૅાર કલ્ચરલ ફ્રીડમના ઉપક્રમે મુંબઈમાં તા. ૬ઠ્ઠી તથા ૭મી જૂન ૧૯૫૯ના બે દિવસો દરમ્યાન મળેલ ગુજરાતી-મરાઠી સાહિત્ય સેમિનાર માટે તૈયાર કરેલ નિબંધ.</ref>
{{Poem2Close}}
'''વિશ્વમાનવ : સપ્ટે. ઑકટો. ૬૬'''
<hr>
<hr>
{{Reflist}}
{{Reflist}}