મિતાક્ષર/સર્જક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
[[File:19. Bhogilal gandhi.jpg|frameless|center]]<br>
[[File:19. Bhogilal gandhi.jpg|frameless|center]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગાંધી, ભોગીલાલ ચુનીલાલ ‘ઉપવાસી’ (જ. 26 જાન્યુઆરી 1911, મોડાસા; અ. 10 જૂન 2001, વડોદરા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. અમદાવાદ, મોડાસા, મુંબઈ તથા ભરૂચમાં શિક્ષણ લીધા બાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (1930) થયા. સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય હોવાથી જેલવાસ વેઠ્યો જે દરમિયાન માર્કસવાદી સાહિત્યના સ્વાધ્યાયથી આકર્ષાયા અને કૉંગ્રેસ સમાજવાદી પક્ષ મારફતે અંતે સામ્યવાદી પક્ષમાં જોડાયા (1940). અમદાવાદ-મુંબઈમાં પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન તેમજ પક્ષની વડી કચેરી સાથે રહી ગુજરાતી પ્રકાશનોનું સંપાદન-સંકલન કર્યું.
'''ગાંધી, ભોગીલાલ ચુનીલાલ ‘ઉપવાસી’''' (જ. 26 જાન્યુઆરી 1911, મોડાસા; અ. 10 જૂન 2001, વડોદરા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. અમદાવાદ, મોડાસા, મુંબઈ તથા ભરૂચમાં શિક્ષણ લીધા બાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (1930) થયા. સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય હોવાથી જેલવાસ વેઠ્યો જે દરમિયાન માર્કસવાદી સાહિત્યના સ્વાધ્યાયથી આકર્ષાયા અને કૉંગ્રેસ સમાજવાદી પક્ષ મારફતે અંતે સામ્યવાદી પક્ષમાં જોડાયા (1940). અમદાવાદ-મુંબઈમાં પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન તેમજ પક્ષની વડી કચેરી સાથે રહી ગુજરાતી પ્રકાશનોનું સંપાદન-સંકલન કર્યું.

સ્વરાજ પછી સામ્યવાદી પક્ષની નવી નીતિના સંદર્ભમાં અઢાર માસનો જેલવાસ થયો. (1949–51). આ પછી ઊંડા મનોમંથન અને વૈચારિક પુનર્મૂલ્યાંકનના આધારે તેમણે સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું (1956). ગાંધીમૂળિયાં ફેરફંફોસતાં લોકશાહી મૂલ્યોની રક્ષાનાં, સર્વોદયનાં ને જયપ્રકાશનાં આંદોલનો સાથે તેમનો નિકટ-નાતો બંધાયો. ગુજરાતમાં જનતા મોરચાની રચનામાં તથા કટોકટી સામેના લોકસંઘર્ષમાં તેમણે અગ્રભૂમિકા (1974–77) ભજવી.

Navigation menu