8,009
edits
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ હસમુખ કે. રાવલ ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''છાપાં ફાડતો માણસ —'''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} શહેરની છેવાડાની સોસાયટીનું આ છેલ્લું મકાન છે. માણસ બારી પાસે ઊભો છે. બહારન...") |
No edit summary |
||
Line 24: | Line 24: | ||
થોડીવાર પછી રૂમનું બારણું ઊઘડે છે. એક સ્ત્રી પ્રવેશે છે. એ માણસની પત્ની છે. એની કાંખમાં દબાયેલું છાપું છે. હાથમાં ટ્રે છે. ટ્રેમાં ચાનો થર્મોસ છે, બે કપ છે, બિસ્કિટ છે. ટ્રે સ્ટૂલ પર મૂકી છાપાનો પંખો બનાવી હવા ખાતી બોલી પડે છે... | થોડીવાર પછી રૂમનું બારણું ઊઘડે છે. એક સ્ત્રી પ્રવેશે છે. એ માણસની પત્ની છે. એની કાંખમાં દબાયેલું છાપું છે. હાથમાં ટ્રે છે. ટ્રેમાં ચાનો થર્મોસ છે, બે કપ છે, બિસ્કિટ છે. ટ્રે સ્ટૂલ પર મૂકી છાપાનો પંખો બનાવી હવા ખાતી બોલી પડે છે... | ||
-હાય હાય, કેવા બફારામાં બેઠા છો. | |||
માણસ પત્નીનું ગૃહિણી રૂપ જોઈ રહે છે. | માણસ પત્નીનું ગૃહિણી રૂપ જોઈ રહે છે. | ||
-ઑફિસમાંથી લાંબી રજા લઈ ક્યાં બેઠા છો આ અંધારી ગુફામાં? મને તો હતું તમારી ઉદાસી દૂર કરવા મને કોઈ હિલ સ્ટેશન પર લઈ જશો. | |||
-એમ હિલ સ્ટેશન પર મારી ઉદાસી દૂર ન થાય. | |||
પત્ની મુરઝાતા માણસને જોઈ રહે છે. | પત્ની મુરઝાતા માણસને જોઈ રહે છે. | ||
-થાય, દુઃખ થાય. એક સગર્ભા સહકર્મી પર થયેલા સામૂહિક બળાત્કાર ને હત્યાના બનાવથી દુઃખ થાય, પણ એમાં આટલો બધો આત્મક્લેશ કરવાનો હોય? | |||
-આ નાની ઘટના છે? એ કંપનીની વફાદાર કર્મચારી હતી. ઘરનાં દરેક કામમાં આપણે એકમેકને જેમ મદદ કરીએ છીએ એમ ઑફિસનાં દરેક કામમાં અમે એકમેકને મદદ કરતાં હતાં. અમે એકમેકનાં પૂરક હતાં. મારી તો ઑફિસની દુનિયા ઉઝડી ગઈ. | -આ નાની ઘટના છે? એ કંપનીની વફાદાર કર્મચારી હતી. ઘરનાં દરેક કામમાં આપણે એકમેકને જેમ મદદ કરીએ છીએ એમ ઑફિસનાં દરેક કામમાં અમે એકમેકને મદદ કરતાં હતાં. અમે એકમેકનાં પૂરક હતાં. મારી તો ઑફિસની દુનિયા ઉઝડી ગઈ. | ||
-તમારી ઑફિસના બોસ અને બીજા કર્મચારીઓ તો ‘પ્રભુ સદ્ગતના આત્માને શાંતિ આપે’ બોલતા શાંતિથી વીખરાઈ ગયા હતા. એક તમે જ અશાંતિનો યજ્ઞ માંડીને બેઠા છો. હશે, સમય ભૂલાવશે ભલભલા ઘા. | |||
-શું આજે જ હું આટલો દુઃખી થયો છું? સમજણ આવી ત્યારથી જ આવી નાની-મોટી દુર્ઘટનાઓ મને પીડતી રહી છે. સમય પણ ક્યાં ભૂલે છે લોહીયાળ ઘા? ઇતિહાસ ફેંદો, પ્રકૃતિ નિહાળો બધાં લોહીમાં તરબોળ છે. | -શું આજે જ હું આટલો દુઃખી થયો છું? સમજણ આવી ત્યારથી જ આવી નાની-મોટી દુર્ઘટનાઓ મને પીડતી રહી છે. સમય પણ ક્યાં ભૂલે છે લોહીયાળ ઘા? ઇતિહાસ ફેંદો, પ્રકૃતિ નિહાળો બધાં લોહીમાં તરબોળ છે. | ||
-પરાઈ પીડ જાણનારા ઓ મારા પરમ વૈષ્ણવજન, તમે તો ભૈસાબ, દુનિયાભરનો ભાર લઇને બેઠા છો. સામાન્ય માણસની જેમ જેવી છે એવી દુનિયા પચાવો ને ટેસથી જીવો. | -પરાઈ પીડ જાણનારા ઓ મારા પરમ વૈષ્ણવજન, તમે તો ભૈસાબ, દુનિયાભરનો ભાર લઇને બેઠા છો. સામાન્ય માણસની જેમ જેવી છે એવી દુનિયા પચાવો ને ટેસથી જીવો. | ||
Line 40: | Line 40: | ||
અ રે રે રે . . . બોલતી પત્ની માણસની પાસે સરકે છે. તેની પીઠ પસવારે છે. | અ રે રે રે . . . બોલતી પત્ની માણસની પાસે સરકે છે. તેની પીઠ પસવારે છે. | ||
- તમે તો મારે સાવ લજામણીના છોડ છો. હરણું જ નહીં પતંગિયાની પાંખ વીંધાય તોય દુઃખી થાઓ છો. હું સારી રીતે જાણું છું. તમને પણ મીરાંબાઇની જેમ આ જગ હળાહળ ખારો લાગ્યો રે. બળબળતી દુનિયા વિશે હવે વધારે કંઈ પણ જાણવાની શક્તિ રહી નથી. મનની બળતરા ઠારવા તમારે જાણેલું પણ બધું ભૂલી જવું છે. | |||
- એકઝેટલી, તું મારી દુઃખતી રગ જાણે છે. | |||
- પણ સાચું કહું, તમારો વલોપાત વાંઝિયો છે. માણસ છે ત્યાં સુધી દુનિયાને પજવતી ઘટનાઓ ઘટવાની છે. ને શ્વાસ છે ત્યાં સુધી આપણે ભોગવવાની છે. | |||
નકારમાં માથું ધૂણાવતો માણસ ઊભો થઈ જાય છે. બારી ઉઘાડી નાખે છે. | નકારમાં માથું ધૂણાવતો માણસ ઊભો થઈ જાય છે. બારી ઉઘાડી નાખે છે. | ||
- ના... ના... ના... એનો મતલબ જીવીએ ત્યાં સુધી પેલાં વૃક્ષો નીચે દટાયેલા સિંદૂરિયા પાળિયા, અપહરણ, અભાવગ્રસ્તોની આત્મહત્યાઓ, ઉશેરાતી કુદરત ને મુરઝાતી પૃથ્વી જોયાં કરવાની? પેલા કવિ ગાતા હતા, ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિ નું.’ શું આ જ છે એ અવનિ નું અમૃત? | |||
સ્ત્રી માણસને જોઈ રહે છે. ને મનમાં બબડે છે. : વળી વલોપાતે ચડ્યા છે. તડકા છાંયડામાં રમતી આ દુનિયામાં જીવતાં કેમ સમજાવું? મને તો મૂંઈને બસ એમની પીઠ પસવારતાં આવડે ને મલમ લગાડતાં આવડે. | સ્ત્રી માણસને જોઈ રહે છે. ને મનમાં બબડે છે. : વળી વલોપાતે ચડ્યા છે. તડકા છાંયડામાં રમતી આ દુનિયામાં જીવતાં કેમ સમજાવું? મને તો મૂંઈને બસ એમની પીઠ પસવારતાં આવડે ને મલમ લગાડતાં આવડે. | ||
Line 57: | Line 57: | ||
પત્ની હસે છે. માણસ હસવાનો પ્રયત્ન કરે છે પણ હસી શકતો નથી. | પત્ની હસે છે. માણસ હસવાનો પ્રયત્ન કરે છે પણ હસી શકતો નથી. | ||
બંને ચા પીએ છે. બિસ્કિટ ખાય છે. મૌન લંબાતું જાય છે. | બંને ચા પીએ છે. બિસ્કિટ ખાય છે. મૌન લંબાતું જાય છે. | ||
- જુઓ, આજનું છાપું લાવી છું. તેમાં કુંભમેળાના પવિત્ર શાહીસ્નાનના રંગીન ફોટા છે. તમને ગમશે. | |||
- હા, કોરોનાનું શાહીસ્નાન. | |||
- તમને તો એવું જ દેખાય. | |||
- જે હોય તે દેખાય. હવે જોજે, આ શાહીસ્નાનના અશ્વમેઘનો ઘોડો પૂરા દેશમાં વિજયયાત્રાએ નીકળશે. | |||
માણસ છાપાનાં પાનાં આમતેમ ફેરવે છે. ફાડવાનું વિચારે છે. | માણસ છાપાનાં પાનાં આમતેમ ફેરવે છે. ફાડવાનું વિચારે છે. | ||
સ્ત્રી માણસનો ઇરાદો જાણી જાય છે પણ બોલવાનું કંઈ સૂઝતું નથી. | સ્ત્રી માણસનો ઇરાદો જાણી જાય છે પણ બોલવાનું કંઈ સૂઝતું નથી. | ||
Line 75: | Line 75: | ||
નિશાળ, દોસ્તો, બગીચો, લેસન, માસી બધાં હતાં પણ બાળકને એકલું એકલું લાગે. એ માસીને વારંવાર ફરિયાદ કરે - ‘માસી, તું તો માળા ફેરવે ને ભજન ગાતી આખો દિવસ ઘરકામ કરતી રહે. હું કોની સાથે રમું? આ જાડીભમ ઢીંગલી બોલતી જ નથી.’ | નિશાળ, દોસ્તો, બગીચો, લેસન, માસી બધાં હતાં પણ બાળકને એકલું એકલું લાગે. એ માસીને વારંવાર ફરિયાદ કરે - ‘માસી, તું તો માળા ફેરવે ને ભજન ગાતી આખો દિવસ ઘરકામ કરતી રહે. હું કોની સાથે રમું? આ જાડીભમ ઢીંગલી બોલતી જ નથી.’ | ||
માસી એના કાનમાં કહે, ‘કોઇને કહેતો નહીં. મમ્મી કુંભમેળામાંથી તારી સાથે રમે એવો નાનકડો ભાઈ કે નાનકડી બહેન પણ લાવશે.’ | માસી એના કાનમાં કહે, ‘કોઇને કહેતો નહીં. મમ્મી કુંભમેળામાંથી તારી સાથે રમે એવો નાનકડો ભાઈ કે નાનકડી બહેન પણ લાવશે.’ | ||
- હેં, સાચી વાત ? | |||
- હા, પણ એ સાવ બબુકડું હશે. પાંચ-છ મહિના સાડી નીચે સંતાડી રાખશે. ઠીક ઠીક મોટું થયે તને બતાવશે. | |||
બાળકને થાય એ તો હું મમ્મીની સોડમાં સૂઈ જઈશ ને, એટલે છાનોમાનો સાડી નીચે જોઈ લઈશ. | બાળકને થાય એ તો હું મમ્મીની સોડમાં સૂઈ જઈશ ને, એટલે છાનોમાનો સાડી નીચે જોઈ લઈશ. | ||
Line 90: | Line 90: | ||
ત્યાં પત્ની ભોજનની થાળી લઈ પ્રવેશે છે. | ત્યાં પત્ની ભોજનની થાળી લઈ પ્રવેશે છે. | ||
- ક્યાં સુધી છાપાં ફાડશો ? | |||
- છાપાં છપાશે ત્યાં સુધી. | |||
- છાપાં બહાર પણ એક મોટી દુનિયા છે. | |||
- છાપું દુનિયાનો એક દિવસનો ઇતિહાસ છે. લોહિયાળ ઇતિહાસ. | |||
- છાપાં ફાડવાથી શું ઇતિહાસ ભૂંસાઈ જશે? વર્તમાન બદલાઈ જશે? કહું છું, છાપાંના ડાબલાં ઉતારી બહાર નજર કરો. બહાર પણ દુનિયા છે. | |||
- કઈ દુનિયા? | |||
- તમારાં છાપાં અને મીડિયા તો એક આંખે જોનારાં. રાજપુરુષો, કૌભાંડો, હિંસા, અફવા અને જૂઠી જાહેરાત સિવાયનું કંઈ દેખાય જ નહીં. ને ક્યાંથી દેખાય? બીજી આંખ હોય તો ને. | |||
- તું કઈ દુનિયાની વાત કરે છે ? | |||
- છાપામાં જવલ્લે જ જોવા મળે એવી કુદરત, લોકજીવન. | |||
- અટપટું ન બોલ. | |||
- સરળ બોલું છું. વસંતનો વૈભવ, વરસાદમાં પલળતાં બાળકો, હસતાં ઘર, શિયાળામાં ઊડી આવતી આગંતુક પંખીઓની ફોજ, વાંચી છે ક્યારેય છાપાંમાં. | |||
માણસ મૌન. | માણસ મૌન. | ||
- ક્યાંથી વાંચી હોય? આ બધું જાહેરાતોની ઊંચી દીવાલોના પડછાયામાં ખૂણેખાંચરે સંતાડેલું હોય છે. | |||
- સાદુંસીધું સમજાય એવું બોલ. | |||
- હું કોણ છું? | |||
- પાછી પહેલી ? | |||
- લો, હું કોણ છું એ પણ પહેલી થઈ ગઈ. | |||
- તું સ્ત્રી છે. | |||
- એ તો છું જ. | |||
- તું પત્ની છે. | |||
- એ પણ છું. બસ, એટલું જ? | |||
- તું તું ... મલમ છે. | |||
- બસ? રાત દિવસ સાથે રહો છે. છતાં મને આટલી જ ઓળખો છો. | |||
- તું સ્ત્રી છે, સુંદર છે. મારી પત્ની છે, સુખ-દુઃખની સાથી છે. | |||
- ઑકે. એથી વિશેષ? વિશેષ કંઈ નહીં? | |||
સ્ત્રી ઊભી થાય છે. આંખોથી ઇશારા કરતી હસે છે. ને વિશેષ મુદ્રા ધારણ કરતી બોલે છે. | સ્ત્રી ઊભી થાય છે. આંખોથી ઇશારા કરતી હસે છે. ને વિશેષ મુદ્રા ધારણ કરતી બોલે છે. |