8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 10: | Line 10: | ||
ઓડિસ્યૂસ ઇથાકાનો રાજા છે. પોતાના મોટા લશ્કર સાથે એ એગમેમ્નોન સાથે જોડાઈ રહ્યો છે અને એગમેમ્નોન મેનેલાઅસને હેલન પાછી સોંપવા ટ્રોયનગર પર જબરો હલ્લો કરવા જઈ રહ્યો છે. દશ વર્ષના લોહિયાળ યુદ્ધ બાદ નગર પડે છે અને અકીઅન યોદ્ધાઓ ઘર તરફ દરિયાઈ માર્ગે પાછા ફરે છે. ઓડિસ્યૂસ મહાકાવ્યનો પ્રારંભ થાય છે ત્યારે ટ્રોય પડ્યાને દશ વર્ષ વીતી ગયાં છે. | ઓડિસ્યૂસ ઇથાકાનો રાજા છે. પોતાના મોટા લશ્કર સાથે એ એગમેમ્નોન સાથે જોડાઈ રહ્યો છે અને એગમેમ્નોન મેનેલાઅસને હેલન પાછી સોંપવા ટ્રોયનગર પર જબરો હલ્લો કરવા જઈ રહ્યો છે. દશ વર્ષના લોહિયાળ યુદ્ધ બાદ નગર પડે છે અને અકીઅન યોદ્ધાઓ ઘર તરફ દરિયાઈ માર્ગે પાછા ફરે છે. ઓડિસ્યૂસ મહાકાવ્યનો પ્રારંભ થાય છે ત્યારે ટ્રોય પડ્યાને દશ વર્ષ વીતી ગયાં છે. | ||
પણ ઓડિસ્યૂસ હજી સુધી ઘેર પાછો ફર્યો નથી. બીજા બધા જ યોદ્ધાઓ સહીસલામત પોતપોતાને વતન પહોંચી ગયા છે. અથવા તો યુદ્ધમાં ખપી ગયા છે પણ ઈથાકાના રાજા ઓડિસ્યૂસ અંગે કોઈ સમાચાર નથી. | પણ ઓડિસ્યૂસ હજી સુધી ઘેર પાછો ફર્યો નથી. બીજા બધા જ યોદ્ધાઓ સહીસલામત પોતપોતાને વતન પહોંચી ગયા છે. અથવા તો યુદ્ધમાં ખપી ગયા છે પણ ઈથાકાના રાજા ઓડિસ્યૂસ અંગે કોઈ સમાચાર નથી. | ||
ઓડિસ્યૂસની ગેરહાજરીમાં ઇથાકાના ઉમરાવો અને ઈથાકારાજ્ય નજીકના | ઓડિસ્યૂસની ગેરહાજરીમાં ઇથાકાના ઉમરાવો અને ઈથાકારાજ્ય નજીકના ઉમરાવો લાલચુ નજરે ઇથાકાના મહેલમાં એકઠા થયા છે એમને એમ છે કે કેમ કરીને ઓડિસ્યૂસની પત્ની પનેલપીનું મન ઓગળે અને એમના પર રીઝે. પણ પતિપરાયણ પનેલપી પોતાના પતિના સ્મરણમાં ખોવાયેલી અને પુર્નલગ્ન ઇચ્છતી નથી આ બાજુ ઉમરાવો પનેલપીનું મન ફરે એની રાહ જોતા બેઠા છે અને પોતાના એશઆરામ અને વિલાસમાં રાજ્યનાં નાણાં વેડફી રહ્યા છે ઉપરાંત ચાકરોને ભ્રષ્ટ કરી રહ્યા છે પણ ઓડિસ્યૂસનો પુત્ર ટેલિમેક્સ જેવો મોટો થયો કે તરત જ એ જુદા જુદા અકીયન રાજાઓનો સંપર્ક કરે છે અને પોતાના પિતા જીવે છે કે નહીં એ વિશે જાણવા કોશિશ શરૂ કરે છે. | ||
આ દશ વર્ષ દરમ્યાન ઓડિસ્યૂસ જગતમાં રખડે છે. દરિયાઈ દેવ પસીડન એના પર યાતના પર યાતના ગુજારતા રહે છે પણ ઓડિસ્યૂસ માન્યામાં ન આવે એવાં પરાક્રમો અને સાહસો સાથે બહાર આવે છે. ઓડિસ્યૂસનું વહાણ અને એના બધા માણસોનો નાશ થાય છે પણ એના બહાદુર સૈન્યમાંથી એ એકલો બચેલો હોવા છતાં પૂરેપૂરો ઝઝૂમે છે. આખરે ફીએશિયનોના રાજાની સહાયથી એ ઈથાકા પહોંચે છે. | આ દશ વર્ષ દરમ્યાન ઓડિસ્યૂસ જગતમાં રખડે છે. દરિયાઈ દેવ પસીડન એના પર યાતના પર યાતના ગુજારતા રહે છે પણ ઓડિસ્યૂસ માન્યામાં ન આવે એવાં પરાક્રમો અને સાહસો સાથે બહાર આવે છે. ઓડિસ્યૂસનું વહાણ અને એના બધા માણસોનો નાશ થાય છે પણ એના બહાદુર સૈન્યમાંથી એ એકલો બચેલો હોવા છતાં પૂરેપૂરો ઝઝૂમે છે. આખરે ફીએશિયનોના રાજાની સહાયથી એ ઈથાકા પહોંચે છે. | ||
ઓડિસ્યૂસ દેવી અથીનીને પ્રિય હોવાથી અથીની પણ એને મદદ કરે છે અને એ રીતે ઓડિસ્યૂસ ઉમરાવોને સજા આપી ફરીને પોતાને ઈથાકાના રાજા તરીકે સ્થાપે છે. પુત્ર ટેલિમેક્સ અને પિતા ઓડિસ્યૂસનો મેળાપ થાય છે. | ઓડિસ્યૂસ દેવી અથીનીને પ્રિય હોવાથી અથીની પણ એને મદદ કરે છે અને એ રીતે ઓડિસ્યૂસ ઉમરાવોને સજા આપી ફરીને પોતાને ઈથાકાના રાજા તરીકે સ્થાપે છે. પુત્ર ટેલિમેક્સ અને પિતા ઓડિસ્યૂસનો મેળાપ થાય છે. |