કાવ્યમંગલા/ધૂમકેતુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:


<center>(વંશેન્દ્ર)</center>
<center>(વંશેન્દ્ર)</center>
આકાશની તેજકલાપ-ધારીણી
આકાશની તેજકલાપ-ધારીણી
હૈયે ખીલ્યા યૌવનને સમારતી,
હૈયે ખીલ્યા યૌવનને સમારતી,
Line 22: Line 21:
લચી પડે મંગલની કલાસુતા
લચી પડે મંગલની કલાસુતા
સ્વયંવરાર્થે મધુ સ્વપ્ન સેવતી.
સ્વયંવરાર્થે મધુ સ્વપ્ન સેવતી.
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
અને એ કામનાદગ્ધ વ્યોમની અંગનાતણાં
અને એ કામનાદગ્ધ વ્યોમની અંગનાતણાં
Line 28: Line 28:
જગની ગતિ આ ભિન્ન ભોળુડો નવ જાણતો.
જગની ગતિ આ ભિન્ન ભોળુડો નવ જાણતો.
અમાપ્યા આભ ઊંડાણે સૂર્ય જ્યાં બિંદુના સમો,
અમાપ્યા આભ ઊંડાણે સૂર્ય જ્યાં બિંદુના સમો,
નિત્ય રાત્રિ વસંતી જ્યાં દિક્તણા દિવ્ય પ્રાંગણે;
નિત્ય રાત્રિ વસંતી જ્યાં દિક્‌તણા દિવ્ય પ્રાંગણે; ૨૦


<center>(મિશ્રોપજાતિ)</center>  
<center>(મિશ્રોપજાતિ)</center>  
Line 40: Line 40:
અગ્નિ જલ્યો કામઘૃતે પ્રદીપ્ત.
અગ્નિ જલ્યો કામઘૃતે પ્રદીપ્ત.
ને શુક્રીએ લોચનબાણ નાખ્યું,
ને શુક્રીએ લોચનબાણ નાખ્યું,
શશીકળાએ કરને પ્રસાર્યા,
શશીકળાએ કરને પ્રસાર્યા,   ૩૦
ને નેત્ર ઢાળી મળકંત મોંએ
ને નેત્ર ઢાળી મલકંત મોંએ
થૈ મંગલા રમ્યતરા સહુમાં.
થૈ મંગલા રમ્યતરા સહુમાં.
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
એવી એ પ્રેમની જયારે ભરતી કૈંકને ચડી,
એવી એ પ્રેમની જ્યારે ભરતી કૈંકને ચડી,
અન્ય કૈં જનને ત્યારે વ્યથા એ વસમી બની.
અન્ય કૈં જનને ત્યારે વ્યથા એ વસમી બની.
<center>(મિશ્ર..)</center>
<center>(મિશ્ર..)</center>
છૂપે બધું, કિંતુ ન નેત્ર પ્રેમનાં
છૂપે બધું, કિંતુ ન નેત્ર પ્રેમનાં
છૂપે કદી, સ્નેહ-સુવાસ વ્હેતો
છૂપે કદી, સ્નેહ-સુવાસ વ્હેતો
ઉચ્છ્વાસ ના રહે કદી ગુપ્ત અંતરે,
ઉચ્છ્‌વાસ ના રહે કદી ગુપ્ત અંતરે,
એ તો અડી જાય હરેકને ઉરે.
એ તો અડી જાય હરેકને ઉરે.
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
વ્યોમના વડવા સર્વ, ધુરીણો જગચક્રના,
વ્યોમના વડવા સર્વ, ધુરીણો જગચક્રના,
શાણાઓ સૃષ્ટિના સર્વ વ્યગ્ર એ જોઈને થયા.
શાણાઓ સૃષ્ટિના સર્વ વ્યગ્ર એ જોઈને થયા. ૪૦
<center>(મિશ્ર..)</center>
<center>(મિશ્ર..)</center>
ઝંઝાતણા કો સહસા પ્રવાતે
ઝંઝાતણા કો સહસા પ્રવાતે
Line 60: Line 60:
અશિષ્ટ આ કો ઉરના અજંપે.
અશિષ્ટ આ કો ઉરના અજંપે.


મને મને વિધુત એક સંસ્ફુરી,
મને મને વિદ્યુત એક સંસ્ફુરી,
ગૃહે ગૃહે ટ્હેલ અશબ્દ સંચરી,
ગૃહે ગૃહે ટ્હેલ અશબ્દ સંચરી,
અનિષ્ટ રે કોઈ મહા અનિષ્ટની
અનિષ્ટ રે કોઈ મહા અનિષ્ટની
Line 66: Line 66:


વહી જતી જીવનની નદી હતી
વહી જતી જીવનની નદી હતી
બે તીર વચ્ચે નિત સ્વસ્થ વેગે,
બે તીર વચ્ચે નિત સ્વસ્થ વેગે,   ૫૦
ન નીરમાં રેલ ધસંત કોઈ દી,
ન નીરમાં રેલ ધસંત કોઈ દી,
ન કોઈ કાંઠા તણી પાળ ભાંગતી.
ન કોઈ કાંઠા તણી પાળ ભાંગતી.
Line 75: Line 75:
ક્યાં હાથ દેવા? લઘુ હસ્તના જનો
ક્યાં હાથ દેવા? લઘુ હસ્તના જનો
હતાશ હૈયે સ્થિર બે ઘડી બન્યા :
હતાશ હૈયે સ્થિર બે ઘડી બન્યા :
કોણે ક્યહીં રોકવું , કૈ વિધે, ક્દા-
કોને ક્યહીં રોકવું , કૈ વિધે, ક્દા-
મૂંઝાઇ સૌ જ્ઞાન રહ્યું જનોતણું.
મૂંઝાઇ સૌ જ્ઞાન રહ્યું જનોતણું.
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
અને ત્યાં દ્રષ્ટિએ આવ્યો, મૂલ એ કર્ષણોતણું,
અને ત્યાં દૃષ્ટિએ આવ્યો, મૂલ એ કર્ષણોતણું,
રમ્ય યૌવનમૂર્તિ તે તારલો પથ કાપતો,
રમ્ય યૌવનમૂર્તિ તે તારલો પથ કાપતો, ૬૦
<center>(મિશ્ર..)</center>
<center>(મિશ્ર..)</center>
‘યુવાન રે આ સરજે ઉપદ્રવ,
‘યુવાન રે આ સરજે ઉપદ્રવ,
Line 92: Line 92:
જેણે ન જીત્યા જગના જ આતપ,
જેણે ન જીત્યા જગના જ આતપ,
ગુહે વસી તું ગૃહ-અગ્નિ વર્ધ,
ગુહે વસી તું ગૃહ-અગ્નિ વર્ધ,
યુવાન હે, આ તવ એક ધર્મ !’
યુવાન હે, આ તવ એક ધર્મ !’ ૭૦
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
વહ્યો આદેશ એ ઉગ્ર અગ્નિના બાણ પે ચડી,
વહ્યો આદેશ એ ઉગ્ર અગ્નિના બાણ પે ચડી,
Line 100: Line 100:
અભદ્ર તારું તપ આ ત્યજ ત્યજ.
અભદ્ર તારું તપ આ ત્યજ ત્યજ.
ને ભદ્રતાનો પથ શોધવાને
ને ભદ્રતાનો પથ શોધવાને
ઊંચે દ્રગો તારકનાં ભમે ભમે.
ઊંચે દૃગો તારકનાં ભમે ભમે.
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
હતી ત્યાં દૂર કૈં દૂરે મેદની જનની મળી,
હતી ત્યાં દૂર કૈં દૂરે મેદની જનની મળી,
Line 107: Line 107:
‘તારો તજી દે પથ તું અરે પથ,
‘તારો તજી દે પથ તું અરે પથ,
તારું તજી દે તપ તું અરે તપ.’
તારું તજી દે તપ તું અરે તપ.’
એ માત્ર ઉદ્દગાર ભરી ભરી હવા
એ માત્ર ઉદ્‌ગાર ભરી ભરી હવા
વ્યાપી રહી કો વિષની ઘટા સમી.
વ્યાપી રહી કો વિષની ઘટા સમી.
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
Line 119: Line 119:
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
ક્લેશ ક્લેશ લ્હ્યો એણે સર્વનાં નેત્રને વિષે,
ક્લેશ ક્લેશ લ્હ્યો એણે સર્વનાં નેત્રને વિષે,
રૂપમાં રંગમાં સૌના જ્ઞાનમાં, ગુણપુંજમાં.
રૂપમાં રંગમાં સૌના જ્ઞાનમાં, ગુણપુંજમાં. ૯૦
<center>(ઇન્દ્રવંશા)</center>
<center>(ઇન્દ્રવંશા)</center>
મીંચી એણે નેત્ર અંતઃસ્થ કીધાં,
મીંચી એણે નેત્ર અંતઃસ્થ કીધાં,
સંચ્યો સર્વે કીધ ઉદીપ્ત અગ્નિ,
સંચ્યો સર્વે કીધ ઉદ્દીપ્ત અગ્નિ,
ને પ્રાણોને પૂર્ણ વિસ્તાર અર્પી,
ને પ્રાણોને પૂર્ણ વિસ્તાર અર્પી,
યાત્રા એણે ભિન્ન કો વ્યોમ લીધી.
યાત્રા એણે ભિન્ન કો વ્યોમ લીધી.
<center>(પૃથ્વી)</center>
<center>(પૃથ્વી)</center>
હ્થાત ઝળહળી રહ્યા નભતણા પ્રતિ પ્રાંગણ,
હ્ઠાત ઝળહળી રહ્યા નભતણા પ્રતિ પ્રાંગણ,
સ્ફુરી ગગનમાં રહ્યો દ્યુતિભર્યો મહા અંચલ,
સ્ફુરી ગગનમાં રહ્યો દ્યુતિભર્યો મહા અંચલ,
સુશુભ્ર પટ કો સવેગ સભરે બલે વિસ્તર્યો,
સુશુભ્ર પટ કો સવેગ સભરે બલે વિસ્તર્યો,
Line 132: Line 132:
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
ઝંખાયાં સર્વનાં ચક્ષુ, સ્તબ્ધ સૌ અંતરો બન્યાં;
ઝંખાયાં સર્વનાં ચક્ષુ, સ્તબ્ધ સૌ અંતરો બન્યાં;
આંખ પે અંજલિ ઢાળી નિરખી સહુ કો રહ્યાં.
આંખ પે અંજલિ ઢાળી નિરખી સહુ કો રહ્યાં. ૧૦૦
<center>(સ્ત્રગ્ધરા)</center>
<center>(સ્ત્રગ્ધરા)</center>
રે આવાં તેજ કો દી જગતનયનને ના દ્રષ્ટિએ ના પડેલ,
રે આવાં તેજ કો દી જગતનયનને દૃષ્ટિએ ના પડેલ,
રે આવા ઉગ્ર વેગો જનમનતણી ના કલ્પનાએ ચડેલ,
રે આવા ઉગ્ર વેગો જનમનતણી ના કલ્પનાએ ચડેલ,
શું થાશે? સૃષ્ટિ જાશે અતલ વિતલને ઘોર પાતાલ ગર્ત?
શું થાશે? સૃષ્ટિ જાશે અતલ વિતલને ઘોર પાતાલ ગર્ત?
Line 145: Line 145:
<center>(સ્ત્રગ્ધરા)</center>
<center>(સ્ત્રગ્ધરા)</center>
ને એવી સાંત્વનાની સુરભિ વિતરતો મૂક લેઈ વિદાય,
ને એવી સાંત્વનાની સુરભિ વિતરતો મૂક લેઈ વિદાય,
ચાલ્યો એ સૌ પથોને પરહરી, નિજના પથની નવ્ય રેખા
ચાલ્યો એ સૌ પથોને પરહરી, નિજના પથની નવ્ય રેખા ૧૧૦
આંકતો સૃષ્ટિ માથે, દ્યુતિમય જગની માંડતો ભવ્ય લેખા,
આંકતો સૃષ્ટિ માથે, દ્યુતિમય જગની માંડતો ભવ્ય લેખા,
વાધ્યો એ વિશ્વકેરાં વહન વટી, ધરી તેજની શુભ્ર કાયા.
વાધ્યો એ વિશ્વકેરાં વહન વટી, ધરી તેજની શુભ્ર કાયા.
<center>(અનુષ્ટુપ)</center>
<center>(અનુષ્ટુપ)</center>
દિશાના દિક્પાળોએ ઘટના ભવ્ય અ લહી,
દિશાના દિક્‌પાળોએ ઘટના ભવ્ય અ લહી,
પ્રભુના ચરણે જૈને કથા એ જ્યોતિની કહી.
પ્રભુના ચરણે જૈને કથા એ જ્યોતિની કહી.
<center>(સ્ત્રગ્ધરા)</center>
<center>(સ્ત્રગ્ધરા)</center>
ને દૂરે દૂર દૂરે અપથગતિ જતો ધૂમકેતુ નિહાળી,
ને દૂરે દૂર દૂરે અપથગતિ જતો ધૂમકેતુ નિહાળી,
સ્ત્રષ્ટા આ સૃષ્ટિકેરા હરિ પયનિધિમાં પદ્મ શાં નેત્ર ઢાળી,
સ્રરષ્ટા આ સૃષ્ટિકેરા હરિ પયનિધિમાં પદ્મ શાં નેત્ર ઢાળી,
સૃષ્ટિમાં સર્જનોની નવલ ગતિ તણો રમ્ય આરંભ ભાળી,
સૃષ્ટિમાં સર્જનોની નવલ ગતિ તણો રમ્ય આરંભ ભાળી,
બોલ્યા માંગલ્ય વાણીઃપથ અપથ બધે વિસ્તરે જ્યોતિ મારી.
બોલ્યા માંગલ્ય વાણીઃપથ અપથ બધે વિસ્તરે જ્યોતિ મારી. ૧૧૮
(૩૧ ડિસેમ્બર, ૧૯૩૨)
(૩૧ ડિસેમ્બર, ૧૯૩૨)
(ઓગસ્ટ, ૧૯૫૩)
(ઑગસ્ટ, ૧૯૫૩)
 
<center>પોંક ખાવા</center>
 
<center>(અનુષ્ટુપ)</center>
પોષના એક મીઠેરા પ્રભાતે ઠંડીમાં અમે,
નીકળ્યાં બેસી ગાડામાં  ખાવાને પોંક ખેતરે.
ધનુ –માસ્તરની છોડી, પાડોશીની કમુ વળી,
કાશી ને મણકી, ઇન્દુ, પ્રાણલો, રાતિયો અને
કમુબેન તથા મંગુ, ધની વહુ વળી હતાં,
છોકરાં પાર વિનાનાં ઘરનાં દોસ્તનાં લીધાં.
બળદો લાલ ગાડાએ જોડીને છોકરાં ભરી,
જગાભાઇ હાંકવા બેઠા, ભાગોળેથી અમે ચડ્યાં.
સવારે મીઠડો સૂર્ય ચડ્યો’તો વાંસ આભમાં,
ઊડતી ધૂળ રસ્તાની આકાશે સોનલા સમી.
હતાં ત્યાં ખેતરો બંને બાજુએ માર્ગની ઢળ્યાં,
લચતાં લીલુડા મોલે સોનલા ધાન્યનાં ભર્યાં.
ક્પાસો અંગ પે પીત પુષ્પોને સજતા ખડા,
તૂવરો  લુમખા એના ભરચક ઢાળતી ઢળા.
ભૂમિને વળગ્યા પૂરા હેતથી લાંગ લાડીલા,
જુાવારો મસ્તકે ઊંચે છટાળી છડીઓ ખડી.
એવી એ સીમની રૂડી શ્યામળી દેહ પે મહા
રસો ને રંગની લીલા પેખતી અમ મંડળી, 
ગાડાના ધોરીઓ કેરા ઘૂઘરા ઘમકાવતી,
ઉપડી ઓતરાદી, હા ઓરતા પોંકના ધરી.
ત્યાં માળે સમડા માથે બેસીને રાહ દેખતા
ખેડૂએ અમને ભાળ્યા, આમંત્રયા ટહુકાર દૈ.
ને ધોરી પંથને મૂકી, વટીને વાડ, સાંકડા
સેઢે થૈ રથ એ રૂડો અટક્યો ખેતરે જઈ.
પોંકની મીઠડી આશે ત્વરાથી વધતા પગ,
ટૂંકેરો માર્ગ તો યે હા ભાસતાં ટૂંકડાં ડગ.
ગાડેથી ગોદડી પાણી સંગમાં લઈને બધું,
પહોંચ્યાં જ્યાં પોંકની ધૂણી જલતી’તી હળુહળુ.
લાંબી ત્યાં પાળ ઢાળી’તી ઠારેલી અગ્નિ-રાખની,
ને તેમાં પોંકનાં ડૂંડાં શેકાતાં લસ હા બસ.
પગની હેઠ દાબેલી વસ્ત્રની ખોઈ, હસ્તમાં
રાડું જુવારનું, એમ પોંક ત્યાં પડતો હતો.
સડાસડ સડાસડ સમકારા થતા અને
મુખથી ખેડૂના મીઠી વાતો કૈં નીકળ્યે જતી.
પાથરી ગોદડી ભોંયે બેઠી ત્યાં અમ મંડળી,
ધૂણીથી ઊઠતી રાખ ધુમાડી નાકમાં ચડી.
રાખની રખવાળી કૈં હાથથી કરતાં  અમે,
પ્રસાદ પ્રકૃતિ –માનો સત્કાર્યો મુખને પથે.
એમ સૌ પોંકને ખાતા, ને જોતાં ચાર મેર સૌ,
પોંકને પાડતા ખેડૂ, ઊડતાં પંખી આભમાં.
વાયરો વહતો ધીમે કતારોમાં જુવારની,
ગુજંતો સનનન શબ્દે કથા કૈં કામણો તણી.
એમ એ સુણતાં ગાન, પેખતા વ્યોમ ગુંબજ,
દર્શને ભોજને મીઠે અમે મગર બની રહ્યાં.
મીઠડી પોંક મીઠાશે મીઠાશ ખેડુની ભળી,
કેટલું કેટલું ખાધું લગીરે ભાળ ના જડી.
હસતાં હસતાં ખાઈ ખવાડી એમ મંડળી,
રમતે રમવા લાગી ગંમતે ઘેનમાં ચડી.
હું ઊઠ્યો, ચડિયો માળે, દશ્ય કો રમ્ય વિસ્તર્યું,
પોંકથી અધિકા મિષ્ટ ભોજને મન જૈ ઠર્યું.
દૂર દૂર અને દૂરે દ્રષ્ટિ જ્યાં જ્યાં જઈ શકે,
લીલૂડી પ્રકૃતિ કેરી લીલા રમ્ય મહા હતી.
મને માળા પરે દેખી બાળકાં બળકાં ધસ્યાં,
ભરાયો ઠસ એ માળો, પંખીડે સમડો યથા.
પછી ત્યાં તપવા લાગ્યા રવિ તીક્ષ્ણ જરા તરા,
બાંધેલા વસ્ત્રને છાંયે મેં ઢાળ્યાં અંગને જરા.
મીંચાતી આંખ તો યે કૈં દેખાતાં દશ્ય હા રહ્યાં,
ભૂત ને ભાવિનાં ધામ, હળવે ઊઘડી રહ્યાં,
અમે યે આમ દાદાની સંગે નાના હતા તદા,
ખેતરે પોંક ખાવાને આવતા ધરીને મુદા.
 
પાડતા પોંક દાદા ને અમે ત્યાં જમતા સુખે,
ને પાછી પોટલી બાંધી પોંકની પળતા ગૃહે.
ખેતરે ખેતરે ધૂણી ત્યારે તો ધીખતી હતી,
પોંકની  સ્નેહની રેલો  ત્યારે તો છલતી હતી.
દાદાની આંગળી ત્યારે ઝાલીને  દોડતા અમે,
આજે એ નહિ રે દાદા, ને નહિ બાલ્ય રમ્ય એ.
નથી દાદા, નથી બાપા, આજે એ કોઈ ના અહીં,
એમનો વયનો ભાર અમે આજ રહ્યા વહી.
હું આછો  ઊંઘતો, આછી ઊંઘે સૌ બાળુડાં ઢળ્યાં,
એકની પર બીજું ને, ત્રીજું બીજાની ઉપરે.
એકમેક પરે સર્વે ઢળતાં, અંગ ઢાળતાં,
આછા કલ્લોલમાં કાલી કથાઓને રમાડતાં.
અને એ અંગના સ્પશે સ્મૃતિના સ્પર્શ જાગતા,
જગની વણઝારોના ભણકાર જગાવતા.
મને આ બાળુડાં આજે ગૂંદી સર્વ વિધે રહ્યાં,
અમે યે આમ દાદાને પિતાને ગૂંદતા હતા.
અહો  એમ અમો સર્વે માનવો પશુ પ્રાણીઓ
જનેતા ધરણી કેરી ગૂંદી આ ગોદને રહ્યાં.
ઋતુએ ઋતુએ પૃથ્વી પાંગરે નવ પાકને,
પેઢીએ પેઢીએ એની પાંગરે મનુજાતિ હા.
પ્રજાઓ નવલી આવે જગમાંહિ યુગે યુગે,
કાળનું પંખી શા ટેટા નવલા નવલા ચુગે.
ભૂતની આંગળી ઝાલી વર્તમાન વધે અને,
વર્તમાન તણી વાંસે  ભાવિની પગલી ઢળે.
અંકોડે એમ અંકોડા સાંધતી સૃષ્ટિ આ વધે,
અંકોડો આજનો જો કે ક્ષણ રે અમને દમે.
<center>(વંશેન્દ્ર)</center>
ભૂલાય છે ભૂત, ન ભાવિ દ્રષ્ટિએ
પડે, પડે અંતર એકલું અને
થઈ અટૂલી જતી જિંદગી ઘડી,
ને વ્યગ્ર મૂંઝાઈ ઢળી જતી મતિ.
<center>(અનુષ્ટુપ)</center>
કિંતુ ના ઉરને એમ અટૂલા બનવું ઘટે,
આંકડે આંકડે માળા બલવત્ ટકવી ઘટે,
હરેકે આંકડે શક્તિ વસી છે સાંકળી તણી,
અરે શું અમ અંકોડે જશે એ નબળી બની?
<center>(વંશેન્દ્ર)</center>
નહીં નહીં, એ વડવા સમર્થની,
દાદાતણાં એ બરછટ ભવાંતણી
તાકાતને નિત્ય સજીવ રાખશું,
ન ‘હાય’ ક્યારેય મુખેથી ભાખશું,
 
એમ કો શક્તિની તીખી લ્હેરખી ત્યાં વહી રહી,
‘ચાલો ઘેર હવે જૈશું.’ જગાભાઇ રહ્યા કહી.
કલબલ કલબલ કરતાં બાળકો જાગી ઊતર્યા,
ને મારા સ્વપ્ન મેં સર્વ જાગૃતિ – ઝોળીમાં ભર્યા.
ભાઈના સુણતાં શબ્દ સજ્જ હું ભોંય ઉતર્યો,
ને મારા ઉરમાં મીઠો રણકો એક ત્યાં થયો.
આમ ઘેર જવા કાજે  મને યે એકદા ખરે,
મારશે હાંક તે બન્ધુ નિજના મધુર સ્વરે.
 
(૮ જાન્યુઆરી, ૧૯૩૩)
(4 ઓગસ્ટ, ૧૯૫૩)


</poem>
</poem>

Navigation menu