અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ : નકલંકી ભજનો – બળવંત જાની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 466: Line 466:
વિનંતી ધરો હૃદય મારી ભવસાગર લેજો ઉગારી - ઓમ. ...૪

‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ક્રમ-૧ પૃષ્ઠ-૧૧૭</poem>}}

{{Poem2Open}}
ૐૐૐ અલી! તું એક જ મારો આધાર છે. તું ગરીબોને પાળનાર અને અભણને ભણાવનાર છે. જમાતને જગાડનાર અને મેઘડીને પરણનાર છે.–૧

તું (દુષ્ટો, આતતાયીઓને) ઘાણીમાં ઘાલીને પીલનાર અને શંખ વગાડનાર છે. તું દીવાનો ધરાવનાર (પ્રકાશન આપનાર) અને કળિયુગને મારનાર છે.–૨.

તું જ મક્કાના (બંધ કમાડ ઉઘડાવશે અને પાંડવોને બોલાવશે. મરેલી બકરીને તું સજીવન કરશે અને ભક્તોનાં કલંક દૂર કરશે.–૩

મંગળાચરણ કરું છું ને હું ત્રિકમ તારી પર વારી જઈ બલિહારી લઉં છું. મારી વિનંતી હૃદય પર ધરીને મને ભવસાગરમાંથી ઉગારી લેજો.–૪

નકલંકી ભજનો અને ગિનાન : ભેદરેખા
'''નકલંકી ભજનો અને ગિનાન : ભેદરેખા'''
(૧) અહીં અભ્યાસમાં લેવાયેલાં નિજારી ઇસ્માઈલી સંદેશને પ્રગટાવતાં નકલંકી ભજનો એ ગુજરાતી સંતવાણીનું ફંટાયેલું (ડેવિએટેડ) અને વિકસિત (ડેવલપ્ડ) ફોર્મ-સ્વરૂપ નથી પરંતુ મને લાગે છે કે એ સતપંથી નિજારી ઇસ્માઈલી ગિનાન ટ્રેડિશનનું – પરંપરાનું ફંટાયેલું (ડેવિએટેડ) અને વિકસિત (ડેવલપ્ડ) સ્વરૂપ પ્રકાર છે.

(૨) ભજન પરિભાષા ગુજરાતી-ભારતીય છે. ગિનાન પરિભાષા નિજારી-ઇસ્માઈલી સાથે અનુસંધિત છે. ઇસ્લામિક પરંપરામાં ધર્માંતરિત થયેલ દરેક પ્રજાના ધાર્મિક ગીતોનાં અલગ અલગ નામકરણ જોવા મળે છે. જેમ કે ‘કસીદા’, ‘નસીહત’ જેવા છે. પરંતુ આ પ્રકારો ફારસી પરંપરાની દીર્ઘ ગઝલ પ્રકારના જણાયા છે, માત્ર એના વિષય સામગ્રીમાં (કન્ટેન્ટમાં) ભારતીય જીવનમૂલ્યો (ઇન્ડિયન ઈથોઝ) અને મિથ્સ નિરૂપાયેલ હોય છે. એ બધાથી ‘ગિનાન’ વિશિષ્ટ એવી આગવી મુદ્રા ધરાવે છે એની અભિવ્યક્તિનું સ્વરૂપ અને એની કથનકળા પૂરી ભારતીય જણાઈ છે.

Line 477: Line 478:
(૫) ગિનાન બહુધા લઘુ સ્વરૂપનાં હોય છે, થોડાં દીર્ઘ રૂપનાં પણ છે. ગિનાનમાં ક્યાંક ક્વચિત ઢાળ નિર્દેશાયેલ હોય છે. જ્યારે નકલંકી ભજન-ગિનાન લઘુસ્વરૂપનાં જ અને બધે જ ઢાળ-કીર્તન ધોળ પદના પ્રયોજાયેલા હોય છે. ક્યાંક શાસ્ત્રીય રાગ પણ પ્રયોજાયેલ છે. આનું સ્વરૂપ પણ પ્રમુખતયા ગુજરાતી કંઠસ્થ પરંપરાનું છે. ૧૩મી અને ૧૪મી રચનામાં તો પ્રત્યેક પંક્તિના પ્રથમ આદ્ય વર્ણમાંથી ‘આ નકલંકને પાટે પધારવા વિશે ધોળ છે’ તથા ‘ગામ નાવલીના મંડળના આ અલી વાંચજો સાહેબા’ એવું લખાણ પ્રગટે છે.

(૬) ગિનાનનું અનુસંધાન ગુજરાતી મધ્યકાલીન પદધારા સાથે જણાય છે. જ્યારે નકલંકી ભજન રચનાઓનું અનુસંધાન ગુજરાતી કંઠસ્થ પરંપરાની ભજનધારા સાથે જણાય છે. ઇસ્માઈલી ગિનાનમાં આખિયાન, ગરબી, આગમ, નવરોજ (પ્રભાતિયાં) અને આરતી જેવા પ્રકારો છે. જ્યારે નકલંકી ભજનોમાં ધોળ, કીર્તન, રેખતા, પદ અને છપ્પા જેવા પ્રકારો દૃષ્ટિગોચર થાય છે. ગિનાનની લિપિ ખોજકી છે જ્યારે નકલંકી ભજનની લિપિ ગુજરાતી છે. આવી બધી ભેદરેખાઓથી ગિનાનને આંશિક (પાર્ટલી) કમ્પોઝિટ લિટરરી ટેકસ્ટ તરીકે ઓળખાવાય. જ્યારે નકલંકી ભજનો પૂર્ણતયા (કમ્પ્લીટલી) કમ્પોઝિટ લિટરરી ટેક્સ્ટ તરીકે ઓળખાવાનું બને છે.

નકલંકી ભજનો : આગવી - અનોખી મુદ્રા :
'''નકલંકી ભજનો : આગવી - અનોખી મુદ્રા :'''
(૧) પીર શમ્સ, સદરુદીન પીર, હસનકબીર પીર, તાજદીન પીર આદિના ગિનાનમાં ક્વચિત દૃષ્ટિગોચર થતું અવતારનું નિરૂપણ અહીં જરા વિશિષ્ટ રીતે છે. એ રીતે ઇસ્માઈલી ખોજા - સતપંથમાં અવતાર પરંપરાનું અલ્પ આલેખન છે એનો આ રચનાઓમાં વિશેષ સંખ્યામાં અનેક સ્થાને નિર્દેશ છે. ધ્રુવ અને પ્રહ્‌લાદ પણ ઘણે સ્થાને નિરૂપાયેલા દૃષ્ટિગોચર થાય છે. અહલ્યા ઉદ્ધાર, ગજેન્દ્ર મોક્ષ જેવી પુરાકથા (મીથ)નું નિરૂપણ પણ જોવા મળે છે. અવતાર ધારણ કરીને ભક્તોને કરેલ સહાયનો નિર્દેશ તથા યમરાજાનો નિર્દેશ આ રચનાઓની આગવી વિશિષ્ટતા છે.

(૨) પીર પરંપરામાં સાહિત્યિક સ્વરૂપ પણ ગરબી, સિવાય પ્રભાતિયાં ભજન એમ બહુ વિવિધતા નથી. જ્યારે અહીં એ વૈવિધ્ય પણ દૃષ્ટિગોચર થાય છે. ધોળ-ભજન જ વિશેષ છે. આરતી પણ વધુ માત્રામાં છે. પંદર તિથિ અને સાત વાર છપ્પા, રાસડા, રેખતા સ્વરૂપની રચનાઓ પણ દ્રષ્ટિગોચર થાય છે. કાવ્યરચના રીતિના પ્રયોગોમાં પણ તળપદી ગુજરાતી તરકીબ, પ્રાસ યોજના, પ્રથમ પંક્તિના પ્રથમ અક્ષરમાંથી પ્રગટતી પ્રતિબદ્ધતા તથા પરંપરિત પ્રચલિત ઢાળના ભાવને અનુરૂપ રીતે પ્રચુર માત્રામાં વૈવિધ્યપૂર્ણ રીતે વિનિયોગ અહીં દ્રષ્ટિગોચર થાય છે. અભિવ્યક્તિનું આ સ્વરૂપ નિજારી ઇસ્માઈલી પીર પરંપરાથી થોડું અનોખું છે અને એથી આગવું જણાયું છે.

Line 486: Line 487:
પીરકૃત રચનાઓમાં મધ્યકાલીન ગુજરાતી પદ સંસ્કૃતિનું દર્શન થાય છે. જ્યારે આ પીરપદ સિવાયના કર્તાઓની રચનાઓમાં કંઠસ્થપરંપરાની તળપદી ગુજરાતી ભજન સંસ્કૃતિનું દર્શન થાય છે. ગુજરાતની તળપદી ભાષા-બોલી પ્રયોગો, માન્યતાઓ, અહીં નિહિત છે. એ રીતે આ બધી રચનાઓ નિજારી ઇસ્માઈલી સતપંથી કે ગુપ્તખોજા પરંપરાની હોવા ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક-સામાજિક અધ્યયનમાં પણ મહત્ત્વની કડી તરીકે ખપમાં લાગે તેમ છે. ઇસ્માઈલી ગિનાન સંદેશને, સતપંથી સંદેશને પાછળથી એમના અનુયાયીઓએ પોતાની ભાવનાને કેવી રીતે ઉદ્‌ઘાટિત કરી છે અને ઇસ્માઈલી ગિનાન સંદેશ કેવા આગવા રૂપે કેટલો વ્યાપકપણે પ્રસરેલો છે એનું ઉદાહરણ આ બધી નકલંકી ભજન રચનાઓ જણાય છે. એટલે મારે કહેવાનું થાય છે કે ગિનાનને મધ્યકાલીન ગુજરાતી પદપરંપરાના લંબાયેલા કાવ્યપ્રકાર તરીકે તથા આ સતપંથી પરંપરાની તમામ રચનાઓને કંઠસ્થ પરંપરાની ગુજરાતી સંતવાણીના આગવા ભજન કાવ્યપ્રકાર સંદર્ભે ઇસ્માઈલી ગિનાન પરંપરામાં અને ગુજરાતી ભજન પરંપરામાં પણ અભ્યાસમાં – સંશોધનમાં ઉમેરવાં જોઈએ, સ્થાપવાં જોઈએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Right|અમદાવાદ, ૨૦૧૦
{{gap|1em}}(અહીં પ્રથમ પ્રકાશિત)}}
{{Right|અમદાવાદ, ૨૦૧૦
(અહીં પ્રથમ પ્રકાશિત)}}

Notes :
{{reflist}}
{{reflist}}

Notes :
૧. ‘Devotional Literature in South Asia’, ed. R.S. Megregar, Cambridged University press, ૧૯૯૦, ‘The Ismaili Ginans as devotional Literature’, Artical by Ali S. Asani, Page-૧૦૨
૨. શ્રી નકલંક શાસ્ત્ર ભાગ-૨, પ્રકાશક નકલંક જ્ઞાન પ્રચારક મંડળ, મુંબઈ-અમદાવાદ (ઈ.સ. ૧૯૨૨)
૩. તાલિમે ઇસમાઇલિયા, પુસ્તક-૬, ‘આપણું ગિનાન સાહિત્ય’, પૃષ્ઠ : ૪, ૫ ઈસ્માઈલિયા એસોસિએશન ફોર ઇન્ડિયા (મુંબઈ) અમદાવાદ, આવૃત્તિ : બીજી (ઈ.સ. ૧૯૭૫)
૪. એજન, પૃષ્ઠ : ૬
૫. એજન, પૃષ્ઠ : ૧૧૦-૧૧૨
૬. ‘શ્રી નકલંક ભજનસંગ્રહ ભાગ-૧’ : પ્રકાશક, નકલંક જ્ઞાન પ્રસારક મંડળ, (મુંબઈ) અમદાવાદ, આવૃત્તિ : ૧લી, (ઈ.સ. ૧૯૨૧)
૭. એજન, ક્રમાંક બે મુજબ.

{{HeaderNav
{{HeaderNav
|previous = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/કોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ : કેટલાક સંકેતો – રમણ સોની|કોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ : કેટલાક સંકેતો – રમણ સોની]]

|next =
|next =

Navigation menu