નવલકથાપરિચયકોશ/સમયદ્વીપ: Difference between revisions

Jump to navigation Jump to search
added pic
(+1)
 
(added pic)
 
Line 3: Line 3:
'''‘સમયદ્વીપ’ : આંતરદ્વંદ્વની કથા : ભગવતીકુમાર શર્મા'''</big><br>

{{gap|14em}}– સંધ્યા ભટ્ટ</big>'''</center>

[[File:Samaydvipa.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખક-પરિચય : ભગવતીકુમાર શર્મા (જન્મ : ૩૧-૫-૧૯૩૪, અવસાન : ૫-૯-૨૦૧૮)ની કર્મભૂમિ સુરત રહી. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. પણ તેમના વિપુલ અને ગુણવત્તાસભર સર્જનકાર્યને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની પદવી આપેલી. ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં પત્રકાર તરીકેની સળંગ અને સુદીર્ઘ કારકિર્દીની સમાંતરે પ્રમુખ સાહિત્યકાર તરીકે તેમણે સાહિત્યના લગભગ દરેક સ્વરૂપમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. ‘અસૂર્યલોક’ નવલકથા માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, કવિતા, અનુવાદ, હાસ્યનિબંધનાં પુસ્તકો ઉપરાંત સ્મરણકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ આપનાર ભગવતીકુમાર શર્માને કુમાર ચંદ્રક, દર્શક પુરસ્કાર, કલાપી પુરસ્કાર, સ્વામી સચ્ચિદાનંદ સન્માન, નરસિંહ મહેતા પુરસ્કાર અને પત્રકાર તરીકે નચિકેતા સન્માન પણ મળ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, નર્મદ સાહિત્ય સભા જેવી સંસ્થાઓના પ્રમુખ તરીકેની જવાબદારી સુપેરે નિભાવનાર આ સર્જક ઋજુ, સંવેદનશીલ અને નિઃસ્પૃહી પ્રકૃતિ ધરાવતા હતા. નાનપણથી જ નબળી આંખો છતાં અવિરત લેખનસાધનાની ધૂણી ધખાવનાર આ સર્જકે જીવનના અંતિમ દાયકામાં તો આંખે બિલકુલ ન દેખાતું હોવા છતાં સ્મરણકથા, નવલકથા, ટૂંકી વાર્તાઓ અને સૉનેટ સહિતની કવિતાઓ આપી તેમ જ પત્રકારધર્મ પણ નિભાવ્યો. વીર કવિ નર્મદના વારસાને તેમણે પોતાની રીતે દિપાવ્યો.  

Navigation menu