સંચયન-૬૦: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 390: Line 390:
હતું છાનું એ છલછલ છલકાય છે

હતું છાનું એ છલછલ છલકાય છે

{{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.</poem>}}
{{Gap|3em}}રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.</poem>}}
<big>{{color|red|ઝેરનો કટોરો}}</big><br>
<big>{{color|Orange|~ હરીન્દ્ર દવે}}</big>
{{Block center|<poem>{{Gap|2em}}હવે જીરવશું ઝેરનો કટોરો,

રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો.
અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી

{{Gap|4em}}પીવામાં ખ્યાલ કંઈક કરીએ,

પીને હરિને અહીં ભજવા કે ઠેલીને

{{Gap|4em}}વૈકુંઠે હેતે વિચરીએ;

વિષના પ્યાલાથી નીલ જાગે લકીર

{{Gap|4em}}અને અમરતથી કંઠ રહે કોરો.
રૂંવેરૂવે તે નવી ચેતનની વલ્હેરખી

{{Gap|4em}}ને ચિત્ત રે ચડ્યું છે ચકરાવે,

પીવા દો ભરી ભરી ઝેરના પિયાલા

{{Gap|4em}}મને એનોયે કેફ ઓર આવે;

કાંઠે તો બેઠું રહેવાય નહીં લેવા દ્યો

{{Gap|4em}}આગના નવાણમાં ઝબોળો.</poem>}}
[[File:Harindra-Dave.jpg|200px]]
<big>{{color|red|તમે યાદ આવ્યાં}}</big><br>
<big>{{color|Orange|~ હરીન્દ્ર દવે}}</big>
{{Block center|<poem>પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

{{Gap|2em}}જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,

{{Gap|4em}}એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,

{{Gap|2em}}જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,

{{Gap|4em}}એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,

{{Gap|2em}}જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,

{{Gap|4em}}સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં.,

{{Gap|2em}}જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,

{{Gap|4em}}કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યા.
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,

{{Gap|2em}}જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,

{{Gap|4em}}એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
{{right|''<small>{{Gap}}(‘ચાલ, વરસાદની મોસમ છે’ - માંથી)</small>''}}</poem>}}
<big>{{color|red|ગઝલ}}</big><br>
<big>{{color|Orange|~ હર્ષદ સોલંકી}}</big>
{{Block center|<poem>કોઈ મારું નામ પાડો; કોઈ બોલાવો મને!

બારણું છું; એય પાછું બંધ, ખખડાવો મને!
સાત મૃત્યુ-સાત જન્મો બાદ પણ તરસ્યો જ છું,

કંઈક ખોબામાં ભરી લાવો ને પિવડાવો મને!
કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ,

છું પુરાતન કાળનું ખંડેર-ખોદાવો મને!
અર્થ પણ ભૂલી ગયો છું હું અડકવાનો હવે,

ક્યાંકથી શોધીને મારો હાથ પકડાવો મને!
ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે,

ને પછી એમાં જ રંગેચંગે પધરાવો મને!
જે સમજની બા'ર છે એ તો બધું સમજી ગયો,

જે સરળથી પણ સરળ છે એ જ સમજાવો મને!
ઊંબરે લાવી મને મૂકો; વખત છે સાંજનો,

વાટ સંકોરો, પૂરીને તેલ પેટાવો મને!
{{right|''<small>{{Gap}}(‘મુખપોથી’: નવે. ર૦ર૩)</small>''}}</poem>}}
17,611

edits

Navigation menu