ભારતીય કથાવિશ્વ૧/સંરચના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| એક વિશિષ્ટ ભારતીય કથાની સંરચના | }} {{Poem2Open}} સામાન્ય રીતે મોટ...")
 
No edit summary
 
Line 11: Line 11:
આરમ્ભે જ દેવોની કૂતરી સરમાએ જનમેજયને આપેલા શાપનો પ્રસંગ આવે છે. તેના પુત્રોએ જનમેજયના યજ્ઞમાં કોઈ વિઘ્ન ઊભું કર્યું ન હતું છતાં જનમેજયના ભાઈઓએ એમને માર્યા એટલે સરમા ન્યાય મેળવવા રાજા પાસે આવે છે. કારણ કે રાજા અન્યાય કરે તો પ્રજાને ન્યાય માગવાનો અધિકાર છે અને દેવોની કૂતરી હોવાના નાતે સરમા તો વિશેષાધિકાર ધરાવતી વ્યક્તિ છે. છતાં સત્તાના મદમાં આવીને જનમેજય તેને ધુત્કારી કાઢે છે ત્યારે તે એેને ‘કોઈ અદૃષ્ટ ભય તને ઘેરી વળશે’ એવો શાપ આપે છે. શાપોની શૃંખલાની આ પહેલી કડી. આ યોજનાને વધારે પ્રભાવક બનાવવા બીજી કેટલીક કથાઓ ઉમેરવામાં આવી છે. દા.ત. ધૌમ્ય ઋષિના ત્રણ શિષ્યો ઉપમન્યુ, આરુણિ અને વેદની કથાઓ. આ ત્રણ શિષ્યોની કથાઓ પ્રક્ષેપ હોય કે ના હોય, સર્પયજ્ઞની ભૂમિકા માટે પ્રથમ દૃષ્ટિએ અનિવાર્ય નહીં લાગે. પણ આસ્તીક પર્વ સુધીની સંરચનાનો વિચાર કરીશું તો અનિવાર્ય લાગશે. સાથે સાથે આ કથાઓ જીવનના બહુ મોટા ફલકને આવરી લે છે. સરમાના શાપથી ગભરાઈ ગયેલો જનમેજય કોઈ યજ્ઞ કરવા માગે છે, મૃગયા રમતાં રમતાં એ શ્રુતશ્રવા નામના ઋષિના પરિચયમાં આવે છે અને એના પુત્રની માગણી કરે છે ત્યારે ઋષિ એને કહે છે :‘હે જનમેજય, આ મારો પુત્ર સપિર્ણીના પેટે જન્મ્યો છે... તેણે એક ગૂઢ વ્રત લીધું છે. કોઈ પણ બ્રાહ્મણ મારી પાસે જે કંઈ માગશે તે હું આપીશ. જો તમે આ સાહસ કરી શકતા હો તો લઈ જાઓ.’

રાજા આ વાત કબૂલ રાખે છે. અહીં પણ ઋષિપુત્ર સાપણના પેટે જન્મેલો છે એ વિગત સૂચક છે. નગરમાં પાછા ફરી રાજા બધી વાત ભાઈઓને સમજાવે છે અને તક્ષશિલા જીતવા જાય છે.

અહીં જનમેજયને સર્પયજ્ઞ માટે પ્રોત્સાહિત કરનારા ઉત્તંકનું પાત્ર કવિને લાવવું તો છે પણ એની ઉતાવળ નથી. એટલે નિરાંતે ધૌમ્ય ઋષિની અને તેમના ત્રણ શિષ્યો — ઉપમન્યુ, આરુણિ અને વેદની કથા આવે છે (એક જમાનામાં ઉપમન્યુ, આરુણિની કથાઓ ચોથાપાંચમા ધોરણોમાં ભણાવવામાં આવતી હતી). છેલ્લા શિષ્ય વેદને શિષ્યો હતા પણ ગુરુકુલનાં દુ:ખોના અનુભવ પછી તે પોતાના શિષ્યો પાસે કશી કામગીરી કરાવતા ન હતા. તેમનો એક શિષ્ય ઉત્તંક. તે સામે ચાલીને ગુરુદક્ષિણા આપવા ચાહે છે ત્યારે ગુરુપત્ની તેને પૌષ્ય રાજાની પટરાણી પાસે જે કુંડળ છે તે લાવી આપવા કહે છે. પૌષ્યની રાણી એ કુંડળ આપે છે પણ નાગરાજ તક્ષકથી એને સાવધાન કરે છે, કેમ કે તેને પણ એ કુંડળ જોઈતા હતા. રસ્તામાં તક્ષક એ કુંડળ ઉપાડી જાય છે અને ઉત્તંક નાગલોકમાં જઈ કુંડળ પાછા મેળવે છે. આમ તક્ષક સાથે એને વેર બંધાય છે. આ વેર પણ અંગત ઘટનામાંથી પ્રગટ્યું છે. સર્પયજ્ઞના નિમિત્ત રૂપ આ ઘટના અને આ પાત્ર.

એક રીતે જોઈએ તો કથાના અંકોડા સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. મૂળ કથાને લક્ષ્ય તરફ સીધી ગતિએ આલેખવામાં આવી નથી. જનમેજયના યજ્ઞને સર્પયજ્ઞમાં રૂપાન્તરિત કરવા પ્રેરે છે આ ઉત્તંક, તેની વાત તો કરવી છે પણ એની કથા અચાનક આરમ્ભી ન દેવાય. એટલે વચ્ચે વચ્ચે બીજી બધી કડીઓ ગોઠવાતી જાય છે. આમ એક બાજુ જનમેજયને સર્પયજ્ઞ માટે તૈયાર કરવાનો અને બીજી બાજુ એ સર્પયજ્ઞ પ્રસંગે થનારા મહાવિનાશમાંથી બચાવવા પ્રયત્ન કરવાનો. આપણે જોઈ ગયા કે મહાભારતના આરમ્ભે જ પરશુરામના ક્રોધનો અને ઋષિઓની પ્રાર્થનાઓને કારણે તેમના શમી ગયેલા ક્રોધનો સંકેત જોવા મળે છે, છેવટે બીજા ક્ષત્રિયો બચી જાય છે. રામાયણમાં પણ પરશુરામ ક્રોધે ભરાઈને રામને પડકારે છે પણ રામ તેમને નમાવે છે. જનમેજયકથામાં આ સન્દર્ભ ઘુંટાય છે. પરમ્પરાગત દૃષ્ટિએ તો કવિ પ્રજાપતિ છે, તેણે રચેલી સૃષ્ટિમાં ન્યાયના સૌ અધિકારી. આમ બે પરસ્પરવિરુદ્ધ ધ્રુવો વચ્ચે એક વિશિષ્ટ પ્રકારની સમતુલા રચાય છે.

હસ્તિનાપુર જઈને ઉત્તંક જનમેજયને તેના પિતા પરીક્ષિત જે સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા તેની વિગતો જણાવે છે. રાજાને કશી જાણ ન હતી. મહાભારતના શ્રોતાઓને પણ જાણ નથી. બંનેને એ બધી વિગતો જાણવાનું કુતૂહલ જાગે પણ કથાકાર એ કુતૂહલને તે જ વેળાએ શમાવતા નથી. અપેક્ષા જગવીને એની તૃપ્તિ કરવામાં આવતી નથી, પાછળથી એનો સમ્બન્ધ બંધાય છે.

Navigation menu