ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/કુરુક્ષેત્ર: Difference between revisions

no edit summary
(પ્રૂફ)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કુરુક્ષેત્ર | સુરેશ જોષી}}
{{Heading|કુરુક્ષેત્ર | સુરેશ જોષી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3d/HITESH_KURUKSHETRA.mp3
}}
<br>
કુરુક્ષેત્ર • સુરેશ જોષી • ઑડિયો પઠન: હિતેશ દરજી   
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
રાતે બે વાગે મેં ઘરમાં પગ મૂક્યો. ઘરની અંદરના અંધારામાં આંખમાં ભરાઈ ગયેલી શેરીના વીજળીના દીવાના પ્રકાશની કણી ખૂંચવા લાગી. ઘરમાં એક ખૂણે ઝીણી કરીને મૂકેલી ફાનસની જ્યોતને મેં જરા મોટી કરી. એના તૂટી ગયેલા કાચમાંથી પવન અંદર દાખલ થતાં એની જ્યોત થરકવા લાગી. એના થરકવાની સાથે બધી વસ્તુઓના પડછાયા પણ હાલવા લાગ્યા; ને મને લાગ્યું કે આખું ઘર તોફાનમાં ફસાયેલા વહાણની જેમ ડોલમડોલ થઈ રહ્યું છે. હું માથા પરની વળગણીને ઝાલી સહેજ ઊભો રહી ગયો. શહેરની શેરીઓમાં ભટકીને શ્વાસ સાથે અંદર લીધેલો અંધકાર ધીમે ધીમે ભારે બનીને શરીરમાં ક્યાંક તળિયે બેસવા લાગ્યો. એના ભારથી મારા પગ સહેજ સહેજ લથડ્યા. એકાદ સિગારેટ ફૂંકવાનું મન થયું, પણ એકેય બચી નહોતી. પથારી પાસેના ભરી રાખેલા પાણીના લોટામાંથી પાણી પીધું. પથારીની કોર પર બેસીને મેં આજુબાજુ નજર કરી. આગલા ઓરડાનાં બારણાંની નજીક ડોસા માથે મોંએ ધોતિયું ઓઢીને સૂતા હતા – સીધા સપાટ, જાણે હવે ઠાઠડી પર સુવડાવવાનું બાકી રહ્યું ન હોય! એમની જિંદગીનાં વાંકાંચૂંકાં પાંસઠ વરસોને મહામુશ્કેલીએ ચેહનાં લાકડાંની જેમ ખડકીને એની ઉપર એઓ જાણે આરામથી પોઢ્યા હતા. રાંધણીના ભેજની દુર્ગંધ વચ્ચે બા અને ભાભી સૂતાં હતાં. આજે મોટાભાઈને ‘નાઇટ’ હતી, એટલે વચલા ઓરડામાં ગૃહસ્થાશ્રમ અમારે ભોગવવાનો હતો. ઊંઘના દુ:શાસને ભાભીનાં વસ્ત્ર અસ્તવ્યસ્ત કરી નાંખ્યાં હતાં. બાના દાંત વગરના મોંની પોલી દાબડી એની બજરની દાબડીની જેમ અર્ધી ખુલ્લી રહી ગઈ હતી. ને પથારીમાં મારી બાજુમાં મારી પત્ની સૂતી હતી – ‘પત્ની’ શબ્દનોય ભાર ન વેઠી શકે એટલી નાની. એને ઓશીકે ‘સોમવારના વ્રતની વારતા’ની ચોપડી હતી. એનાં મોં અને આંખ અધખુલ્લાં હતાં ને એ સાવ ચત્તી સૂતી હતી. એ મરી જશે ત્યારે એનો ચહેરો એવો જ લાગશે, ને મારે એનાં મોંઆંખ બંધ કરવાં પડશે એવો વિચાર, કોણ જાણે શાથી, મારા મનમાં આવ્યો.