|
|
Line 128: |
Line 128: |
| }} | | }} |
|
| |
|
|
| |
|
| |
|
| |
|
| |
| * [[કંદરા/પ્રારંભિક | પ્રારંભિક]]
| |
|
| |
|
| |
| =હું=
| |
|
| |
| ==પંજૂરી<sup>*</sup>==
| |
| <poem>
| |
| મારે ખભે રમે છે દેવચકલીઓ.
| |
| મારી જીભ છે તરબોળ પંજૂરીના સ્વાદથી.
| |
| કાન ફાડી નાખે તેવો આરતીનો નાદ છે.
| |
| બસ, થોડી જ ક્ષણોમાં એ જન્મવાનો છે.
| |
| બાર વાગવામાં ત્રણ જ મિનિટ ઓછી છે.
| |
| ફરી કંસના હાથમાંથી
| |
| યશોદાની દીકરી સરકી જશે,
| |
| અને ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે,
| |
| ‘તારો કાળ જન્મી ચૂકયો છે!'
| |
| ❏
| |
| </poem>
| |
| {{Rule|10em}}
| |
| <small><nowiki>*</nowiki>પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ)</small>
| |
|
| |
| ==મધ==
| |
| <poem>
| |
| નથી ચખાડવો મારાં બાળકોને
| |
| મધનો સ્વાદ.
| |
| ભલે પડી રહે બધી જ પરાગરજ
| |
| આ ખાતરના ઢગલામાં.
| |
| એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સાંજનું આકાશ==
| |
| <poem>
| |
| હમણાં હમણાં હું ઘણીવાર ઊંઘમાં
| |
| પલંગ પરથી પડી જઉં છું.
| |
| થોડી વાર બેસી રહું છું
| |
| અને પછી ખૂબ ગુસ્સો આવે છે.
| |
| આ ગંધારાં જળચરો! પાણીમાં મૂતરે,
| |
| એમાં જ તરે, મોટા થાય.
| |
| અને એક દિવસ તરવૈયાની શાનથી
| |
| એ જ પાણીમાં મરે.
| |
| તો રેતીની અંદર દટાયેલા, મૂછો ફફડાવતા ઉંદરો
| |
| લોહીનું દબાણ વધી ગયું હશે આખરે,
| |
| એટલે ક્યારેય બહાર જ ન આવી શક્યા,
| |
| સાંજનું આકાશ જોવા.
| |
| રંગીન, રહસ્યમય અને છતાં
| |
| થોડી જ વારમાં પરદો ખૂલે,
| |
| સહેજ ઊંચે નજર કરો ત્યાં ઉપર
| |
| દેવો ઊભેલા દેખાય. બધું ઝળાંહળાં થઈ જાય.
| |
| થોડીવારમાં અલોપ પણ થઈ જાય.
| |
| આ ચમત્કારને મારી અંદર સમાવી લઈને
| |
| હું જીવું, તોપણ મને મન થાય છે
| |
| ઢોર-ઢાંખરની વચ્ચે જઈને ઘાસ ખાવાનું.
| |
| દૂધાળા ઢોરની જેમ મારા માલિકને સંતોષવાનું.
| |
| કમનીય બનાવી દઉં એની રાતોને.
| |
| થાળીએ દીવાની મેશ ભેગી કરી, કપૂર-ઘી ભેળવી,
| |
| આંખોમાં આંજણ કરું. મોટી-લાંબી સોયોમાં
| |
| રેશમી દોરા પરોવીને ભરત ભરું,
| |
|
| |
| એ સૂતો હોય ને હું મધરાતે બારણે બેસી
| |
| સાથિયા પૂરું.
| |
| પાણીદાર, કાળી આંખોથી રાત રાતભર પહેરો ભરું.
| |
| આ જળચરો, ઊંદરો, દેવો,
| |
| કોઈ એને સતાવે નહીં.
| |
| આંખોમાં પ્રગાઢ વનની નિદ્રા લઈને પણ
| |
| હું જાગીશ, હવેથી.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મંત્રોચ્ચાર==
| |
| <poem>
| |
| ટપ અવાજ થયો.
| |
| મેં જોયું તો કૉડા જેવા શરીરવાળું
| |
| એક જીવડું દીવાલ પરથી પટકાઈ પડ્યું હતું.
| |
| એને અસંખ્ય પગ છે.
| |
| એના હાથ, એની આંખો,... બધું જ
| |
| જાણે કે એના પગ છે.
| |
| હવે એ ધીમેથી મારા પગ પાસે
| |
| સરકતું આવતું હતું.
| |
| હું પગ વાળીને બેસી રહી,
| |
| ને જમીન પર પસરાયેલા મારા વાળ પર
| |
| એને ચડવા દીધું.
| |
| એના દરેક પગલે મને યાદ આવતા રહ્યા
| |
| કોઈ પંખીએ ચાંચમાં પકડી રાખેલા
| |
| માંસના ટુકડા જેવા, મારા પ્રેમીઓના શબ્દો.
| |
| ખુલ્લાં શરીરોનાં જુદાં જુદાં અંગો.
| |
| અને લોટનાં પૂતળાં!
| |
| એમના ભૂખરા વાળ, અને જાણે કોઈએ
| |
| મેલીવિદ્યાના મંત્રોચ્ચાર કર્યા હોય એમ
| |
| એમનાં શરીર પર ઉપસી આવેલા ડામ!
| |
| હું ભયભીત છું.
| |
| એ જીવડું તો મારા વાળમાં પ્રસરી રહ્યું છે.
| |
| મારા વાળમાં ખૂબ ખોડો છે.
| |
| અને એ એના પગો વડે
| |
| એ પડ ખોતરી રહ્યું છે.
| |
| ખૂબ ચળ આવે છે.
| |
|
| |
| પણ એના સ્ફૂર્તિલા પગ પકડાતા નથી.
| |
| મેં અંબોડો વાળી લીધો છે ને એમાં
| |
| હજારીનું પીળું ફૂલ ભરાવી દીધું છે.
| |
| અનોખી સુગંધ અને વાળમાં
| |
| સતત અનુભવાતો અસહ્ય સ્પર્શ,
| |
| જે મને ફોલી ખાય છે,
| |
| એ પ્રેમ છે.
| |
| એની ભીનાશ યોનિમાં છે.
| |
| સાથળો સહેજ પ્રસ્વેદે છે.
| |
| ગમે છે, અને ફરી
| |
| લોટનાં પૂતળાંઓ પર સૂકાઈ ગયેલા ડામ,
| |
| હજારી,
| |
| અસંખ્ય પગો,
| |
| અને અંબોડામાં રહેતું
| |
| કૉડાનું એક શરીર.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ઈજા==
| |
| <poem>
| |
| બધાથી દૂર, અહીં આ હિલસ્ટેશન પર આવીને
| |
| મેં એક લાકડાનું ઘર બનાવ્યું છે.
| |
| આમ તો વાતાવરણ, પડોશીઓ બધું જ અનુકૂળ છે.
| |
| પણ મને સતત લાગ્યા કરે છે,
| |
| જાણે ખૂબ બધી ઊધઈઓ મારા ઘરને ખાયા કરે છે.
| |
| હું શું કરી શકું આખરે?
| |
| ઘરમાં દરેક નવી ઈયળના જન્મ વખતે સંગીત સાંભળું છું.
| |
| ખાતી વખતે મોઢામાં
| |
| ઇયળોનો કોળિયો હોય એમ ચાવું છું.
| |
| ઉપરથી પાણી પીને ઓડકાર ખાઉં છું.
| |
| જમીને ચિત્ર દોરવા બેસું છું, એક મોટી ઈયળનું.
| |
| એમાં પ્રાણ પૂરાઈ જાય એવા રંગો ભરું છું.
| |
| સાંજે દીવો કરું ત્યારે એક ઈયળને પકડી,
| |
| દીવામાં સળગાવું છું.
| |
| ઘેરા કથ્થાઈ રંગનું મારું ઘર
| |
| ચમકી ઊઠે છે, ફડ ફડ કરતું પોપટી ઉજાસમાં.
| |
| અને જાણે ઘેનની ગોળી ખાધી હોય
| |
| એવી ઊંઘ મને ઘેરી લે છે, ક્રમશઃ,
| |
| ઉન્માદ ફરી વળે છે.
| |
| મારા પુરુષ વગરના ઘરમાં.
| |
| ઊધઈનું દર તોડી, વાયોલિનનો એક ટુકડો
| |
| બહાર કાઢી વગાડું છું.
| |
| નાની નાની પાંખોવાળી ભમરીઓ
| |
| આનંદથી ઘરમાં ઊડે છે, ઝૂમી ઊઠે છે.
| |
| મારી આંગળીઓ પર લોહી ફૂટી આવે છે વાયોલિનના
| |
| તારથી
| |
| ઊધઈના દરની માટી દુખતી આંગળીઓ પર લગાવી,
| |
| પટ્ટી બાંધી સૂઈ જાઉં છું.
| |
| રાત્રે ઊધઈઓ એમનું કામ શરૂ કરે છે.
| |
| એટલી ઠંડી છે કે બહાર ઊઠીને જોવાનું પણ મન નથી થતું
| |
| પણ એમની આ આખીયે ક્રિયા,
| |
| હલનચલન, લયબદ્ધ ચાલુ રહે છે.
| |
| લાગે છે, જાણે દૂરના એક સુંદર દ્વીપમાંથી
| |
| આ સૈન્ય આવ્યું છે.
| |
| મારા ઘરને ખલાસ કરવા.
| |
| યુદ્ધની કોઈ ભૂમિકા નથી,
| |
| શંખનો નાદ નથી,
| |
| લોહીનાં ખાબોચિયાં નથી.
| |
| ઇજાગ્રસ્તોને આરામ કરવા રાત્રિવિરામ નથી.
| |
| હું જલ્દી જ હારી જઈશ,
| |
| ઘરવિહોણી થઈને ફરતી હોઈશ,
| |
| અહીં આ હિલસ્ટેશન પર આવતા
| |
| માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==પ્રદક્ષિણા==
| |
| <poem>
| |
| જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
| |
| કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
| |
| મને લાગે છે કે બધા જ દેવોનાં
| |
| બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
| |
| વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું.....
| |
| પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
| |
| પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
| |
| હૂં મૂંગી, અવાક્ થઈ જઉં છું,
| |
| મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
| |
| જાણેકે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતા
| |
| ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
| |
| લાગે છે.
| |
| હું જીવ બચાવતી દોડું છું.
| |
| મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
| |
| મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
| |
| હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
| |
| અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
| |
| હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
| |
| મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
| |
| હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
| |
| ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
| |
| પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
| |
| હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==માયાવી વન==
| |
| <poem>
| |
| ઉઘાડે પગે ને શરીરે
| |
| ખબર નહીં ક્યાંથી, કેમ,
| |
| આવી પહોંચી છું આ માયાવી વનમાં?
| |
| શું ખાઉં, શું પીઉં, ક્યાં સૂવું મારે?
| |
| કેળાંની ભરચક લૂમો લટકે છે.
| |
| પણ ખોલીને ખાધાં તો અંદરથી
| |
| શરમ વગરનાં સાવ કાચાં, કઠોર,
| |
| પાણીના વહેવાનો અવાજ સંભળાય
| |
| પણ પીઉં તો મરી રહેલા ઘોડાને મોઢે વળતાં
| |
| ફીણ જેવું વિકરાળ હોય એ પાણી.
| |
| સૂવા માટે ઝાડ પર ચડી તો ત્યાંયે કેટલાંક
| |
| ઈંડાઓ પડ્યાં હતાં. બોલકણાં, લંબગોળ.
| |
| એમનાં પડ ધીમેકથી તરડાવા માંડયાં.
| |
| ભાગી છૂટી હું તો અબુધ માદા જેવી.
| |
| દોડતાં દોડતાં જ પડી ગઈ,
| |
| હાથીઓ માટે બનાવાયેલા ખાડામાં.
| |
| અને પછી તો ઉપરથી કેટલીયે સૂંઢો લંબાતી દેખાઈ.
| |
| હાથીઓએ બહાર તો કાઢી પણ પછી
| |
| હંમેશ સૂંઢમાં જ લઈને ચાલતા રહ્યા.
| |
| એમની ચીંધાડોમાં મારો અવાજ ભળી ગયો.
| |
| વનનો દાવાનળ ભરખતો રહ્યો
| |
| પોતાનાં જ વૃક્ષોને,
| |
| વનની આખીયે સૃષ્ટિને,
| |
| હાથીઓ પણ થાક્યા. બળી મર્યા.
| |
| હું હજીયે પડી છું.
| |
| એમના હાથીદાંતોના ઢગલામાં.
| |
| રૂપાળી, સજીવ,
| |
| આ માયાવી વનમાં.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ત્રિતાલ==
| |
| <poem>
| |
| ટ્રેન આગળ વધતી રહી,
| |
| હું બારી બહાર જોતી વિચારતી રહી.
| |
| ઠંડીમાં સૂસવાતા પાટાઓ પડ્યા રહેશે પાછળ.
| |
| ડાયનોસોરની આખીયે જાતિ હવે લુપ્ત થઈ ગઈ છે.
| |
| મેં આંખો બંધ કરી અને અંધારામાં
| |
| ઉત્ક્રાંતિની જ એક કડીરૂપ, મને સૂઝે તેવા
| |
| આકારના પ્રાણીની કલ્પના કરી.
| |
| એને માથું ન હોય? ના, તો તો ખવીસ કહેવાય.
| |
| પગ ઊંધા હોય? ના, તો તો ડાકણ કહેવાય.
| |
| તો પછી પેલી ડોશી જેવું કંઈક,
| |
| જે પોતાનું જ માથું ખોળામાં લઈને જૂ શોધતી હોય?
| |
| એ પ્રાણી નર હોવું જોઈએ કે માદા?
| |
| માત્ર માદા.
| |
| એની ચામડી જ એવી જાડી હોય
| |
| કે કોઈ નર એની નજીક જ ન આવી શકે.
| |
| એ સ્વયં પ્રજનનશીલ હોય.
| |
| મને બકરી ગમે છે એટલે એનું કદ એટલું હોય.
| |
| પગ ત્રણ અને એક ટૂંકો હાથ આગળ લટકતો હોય.
| |
| જેથી એ જરા જુદી દેખાય.
| |
| પગના તળિયે ગાદી હોય.
| |
| એ ગમે તેટલે ઊંચેથી પડે, મરે નહીં.
| |
| એની ડોક જિરાફ જેમ લાંબી હોય એવું કંઈ નહીં.
| |
| ભલે એ નાનાં પ્રાણીઓનો શિકાર કરી લે.
| |
| એને સ્તનો તો હશે જ.
| |
| બચ્ચીઓ જંગલ જેવા રંગની જન્મશે.
| |
| એની આંખો તો આગળ જ હશે.
| |
| માથા પાછળ આંખ તો બહુ એકલી અટૂલી લાગે.
| |
| એક શીંગડું પાછળ હોવું જોઈએ, પ્રતિકાર માટે.
| |
| અને આયુષ્ય?
| |
| એ પોતે જ એને સંતોષ થાય એટલી પ્રસૂતિઓ
| |
| પછી મરી જશે.
| |
| એની જણેલી દીકરીઓ એના વતી જીવતી રહેશે.
| |
| મનુષ્ય એમને મારવા ઇચ્છશે.
| |
| પણ અંતિમ મનુષ્યનાં હાડકાં તો એ જ ચાવશે.
| |
| આ માદાને નામ શું આપવું?
| |
| ટ્રેનની ગતિમાં મને એક
| |
| લાંબા આવર્તનનો તાલ સંભળાય છે.
| |
| જાણે એના ત્રણ પગોની જ એ ગતિ!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==નેક્રોપોલીશ==
| |
| <poem>
| |
| એક વખત હું ચાલતાં ચાલતાં
| |
| નેક્રોપોલીશ પહોંચી.
| |
| સ્નિગ્ધ શાંતિ.
| |
| અનકસગોરસ, એક ખૂણે વિચારમગ્ન બેઠો હતો.
| |
| શું આ એ જ વિશ્વ છે જે
| |
| ગઈકાલે એક ચીકણો પિંડ હતું?
| |
| ગ્લાઉકુસ, પગના અંગૂઠાથી માટી ખોતરતો હતો.
| |
| અરે રે! એટલાસની સજા ક્યારે પૂરી થશે?
| |
| ઓહ! આ બિચારો એન્ઘુમિઓન તો હજી સૂતો જ છે.
| |
| બાજુમાં સ્વાર્થી દિએના ક્રૂર હસ્યા કરતી હતી.
| |
| અને આમ, બધાંને મળીને
| |
| હું પાછી ચાલી આવી,
| |
| મારી દુનિયામાં.
| |
| રાત્રે પાછો જાદુનો ખેલ છે.
| |
| જાદુગર
| |
| મને મોટા મોટા ખીલાવાળી
| |
| લાકડાની પેટીમાં પુરી દેશે.
| |
| અને ઉપર, લોખંડનું ભારેખમ તાળું લગાવશે.
| |
| પછી પેટીમાં છરા ભોંકશે.
| |
| પણ હું અદ્રશ્ય થઈને
| |
| પ્રેક્ષકો વચ્ચેથી બહાર આવીશ.
| |
| પણ આ શું થઈ ગયું?
| |
| આ બધા પ્રેક્ષકો ક્યાં ગયા?
| |
| અરે, આ તો પેલા એરિસ્ટોફેનસનાં પાત્રો.
| |
| ગોળ કૂંડાળું કરીને
| |
| મને વીંટળાઈ વળ્યાં છે
| |
| અને જોર જોરથી હસ્યા કરે છે.
| |
| પણ, શા માટે?
| |
| પણ, શા માટે?
| |
| ❏
| |
| </poem>
| |
| {{Rule|10em}}
| |
| {{ps
| |
| |<small>નેક્રોપોલીશ —</small>
| |
| |<small>મૃત શહેર. કબ્રસ્તાન.</small>
| |
| }}
| |
| {{ps
| |
| |<small>અનકસગોરસ —</small>
| |
| |<small>અનાત્મવાદી વાતો કરનાર એક તત્ત્વચિંતક.</small>
| |
| }}
| |
| {{ps
| |
| |<small>ગ્લાઉકુસ —</small>
| |
| |<small>માછીમાર, જેણે એક જડીબુટ્ટી ખાઈને અમરતા પ્રાપ્ત કરેલી. પાછળથી તે સમુદ્રનો દેવતા બન્યો. એને વિશ્વની પ્રકૃતિનું સંપૂર્ણ જ્ઞાન હતું.</small>
| |
| }}
| |
| {{ps
| |
| |<small>એટલાસ —</small>
| |
| |<small>ટાઈટન જાતિનો એક દેવ જેણે પોતાની જાતિ દ્વારા એક વિદ્રોહમાં ભાગ લીધેલો. એની સજા રૂપે એને માથા પર આકાશ ટકાવી રાખવાનું હતું.</small>
| |
| }}
| |
| {{ps
| |
| |<small>એન્દ્યુમિઓન —</small>
| |
| |<small>એક સુંદર ભરવાડ. આકાશમાં ઊડતી દેવી દિએનાએ એને જોયો અને એના રૂપ પર મોહિત થઈ જઈને પોતાની શક્તિ દ્વારા એને હમેંશ માટે સુવડાવી દીધો. પછી એ એને જોયા કરીને તૃપ્તિ મેળવતી હતી. પણ એન્દ્યુમિઓનનું શું?</small>
| |
| }}
| |
| {{ps
| |
| |<small>એરિસ્ટોફેનસ —</small>
| |
| |<small>ગ્રીક નાટ્યકાર. એનાં નાટકોમાં Old Comedy આવતી. એનો પાત્રો કોરસમાં ગીતો ગાતાં, માસ્ક પહેરતાં અને બીભત્સ ચેનચાળા કરતાં.</small>
| |
| }}
| |
|
| |
| ==જલપરી==
| |
| <poem>
| |
| કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર
| |
| અને મને તરતાં પણ આવડે છે.
| |
| પણ હું જાતે જ જઈને બેસી ગઈ છું દરિયામાં.
| |
| માછીમાર જાળ પર જાળ નાખ્યા કરે છે,
| |
| કશું મારા સુધી પહોંચતું નથી
| |
| છેવટે એને લાગે છે કે હું કોઈ જલપરી હોઈશ.
| |
| આ પાણી પણ પૂજે છે મને.
| |
|
| |
| નથી ડૂબાડતાં નથી બહાર ફેંકતાં
| |
| દરિયો મારા ખોળામાં સૂઈ જાય છે.
| |
| હું મારી સાડીનો છેડો ઢાંકીને એને દૂધ પીવડાવું છું.
| |
| એ અંદર તસ્ તસ્ મારાં સ્તનોને ચૂસે છે.
| |
| મને તરસ લાગે ત્યારે હું પણ એનું થોડું પાણી પી લઉં છું.
| |
| પણ, એક દિવસ તો આખરે મારે જવું પડશે.
| |
| રૂપરૂપના અંબાર જેવા કોઈ રાજકુમારે ફેંકેલી જાળમાં,
| |
| હું તરફડીશ એના મહેલમાં દરિયા વગર,
| |
| એ તો તસ્ તસ્ ચૂસશે મારાં સ્તનોને,
| |
| પણ હું ક્યાંથી પીશ પાણી?
| |
| હું પાછી દરિયામાં જતી રહીશ એ બીકે
| |
| એ કદાચ કાપી નાખે મારા માછલીના પગ.
| |
| પણ તરસ?
| |
| અને તેય જલપરીની તરસ?
| |
| એ તો મારા આ સુંદર મુખમાં છે.
| |
| આ રાજકુમારના સાત સાત મહેલ ડૂબી જાય તો ય
| |
| છીપાય નહીં એવી એ તરસનું શું કરું?
| |
|
| |
| રાજકુમાર મને નૌકામાં બેસાડી જલવિહાર માટે લઈ જાય
| |
| છે.
| |
| હું પણ મારી તરસને છુપાવી લઈ જલક્રીડા કરું છું એની
| |
| સાથે.
| |
| પાણીનો ખોબો ભરું છું કે જીવ બસચાવતી,
| |
| સરી જાય છે એક માછલી હાથમાંથી
| |
| જલસુખ કે છલસુખ,
| |
| અંતે તો બસ તરસ.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મીઠાના અગર==
| |
| <poem>
| |
| હું હવે રહું છું, ટુંડ્ર પ્રદેશે,
| |
| ઈગ્લુમાં.
| |
| મીઠાના અગરો તો મેં
| |
| ત્યજી દીધા ક્યારના
| |
| પણ ત્યાં રહી ગયેલો
| |
| મારા ડાબા પગનો અંગૂઠો,
| |
| જેની ગેરહાજરીને કારણે જ તો
| |
| મારા પગલાંની છાપ પડે છે
| |
| જરા જુદી.... ત્યાં બરફમાં.
| |
| જેને ઓળખીને દોડતાં આવે છે
| |
| મારી પાસે કંઈ કેટલાંયે યાક.
| |
| રુંવાટિયાં યાક.
| |
| મારાં બર્ફીલાં પણ ખારાં ખારાં નસકોરાં
| |
| બરફમાં પાડે છિદ્રો!
| |
| ને યાકને મન એ દૂરબીન.
| |
| જ્યાં બરફમાંથી દેખાય બરફ.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સસ્યસંપત્તિ==
| |
| <poem>
| |
| હું હવે માંગુ
| |
| પ્રતિસ્મૃતિની વિદ્યા,
| |
| ઈન્દ્રિયગમ્યતા તો છેક
| |
| મારી ચામડીના મૂળમાં,
| |
| એને ઉતરડું તોયે કેમ કરીને?
| |
| પાણીમાં તરતા રહેતા સ્પર્શોને ગ્રહી લેવા
| |
| કીકીઓ પારદર્શક બનવા મથે.
| |
| પણ એ સ્પર્શોને તો
| |
| પાણીમાં યે જાણે રક્ષે છે
| |
| લીલી નસોનું જાળું.
| |
| એ સ્પર્શોમાં છે મારું આદિમ સુખ,
| |
| પણ આ પાણી!
| |
| એ શાંત, ઠંડાં બરફ થઈને રહેશે
| |
| કે પછી જઈ પહોંચશે
| |
| કોઈ એવા પ્રદેશમાં
| |
| જ્યાં એ સ્પર્શો ઊગી શકે,
| |
| સસ્યસંપત્તિ બનીને.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==હઠ==
| |
| <poem>
| |
| સપાટી - સપાટી રમતાં રમતાં
| |
| છેવટે હું થાકી ને મને થયું
| |
| ચાલને, ખીણમાં પડું!
| |
| તો ખીણ પણ એટલી બધી ઊંડી
| |
| કે હજીયે અંત જ નથી આવતો.
| |
| રસ્તામાં ઝાડ-પાંદડાં હસ્યાં કરે.
| |
| હું તો ખેર, ક્યારેકેય,
| |
| તળિયે પહોંચીને રહીશ.
| |
| પણ આકાશે મને જોવા ઊભાં રહેલાં
| |
| પવનદેવ અને ચકરાવો લેતાં
| |
| થંભી ગયેલી સમડીને કહો કે એ જાય.
| |
| મારો શ્વાસ બંધ નહીં થાય.
| |
| એ જ મારી નિયતિ છે.
| |
| માત્ર ઈકરસ જ સાહસી હતો
| |
| એવું કોણે કહ્યું?
| |
| મેં પણ હઠ પકડી છે —
| |
| ખીણના તળિયાને જોવાની.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સૂરજ==
| |
| <poem>
| |
| હું સ્વયંપર્યાપ્ત છું.
| |
| તડકો ફૂટે છે મારા જ શરીરમાંથી.
| |
| સ્વર્ગનો અગ્નિ તો, ત્યાં જ,
| |
| મહેલોમાં પ્રતિબિંબાઈને ઠરી જાય.
| |
| મારી જ તરસ સીંચે વાદળાંઓને.
| |
| પણ, આજે મારા ભીની રેતીના કિલ્લામાં
| |
| દીવાઓ ટમટમ્યા, એક પછી એક
| |
| કાંગરીઓ ખરવા માંડી,
| |
| પોપટની ડોક મરડાઈ ગઈ,
| |
| હું દોડવા માંડી, ભોંય માર્ગેથી.
| |
| બહાર નીકળી તો સામે, અડધી પડધી કેડીઓ વચ્ચે
| |
| દેખાયું એક ડોશીમાનું ઘર!
| |
| સાફ-સૂથરું, એક બકરી ને થોડીક મરઘીઓ.
| |
| હું ત્યાં જ રહી ગઈ.
| |
| ડોશીમાના નહાવા માટે પાણી ગરમ મૂક્યું,
| |
| ને લેપ માટે જડીબુટ્ટીઓ શોધવા નીકળી,
| |
| ત્યારે સૂરજ યાદ આવ્યો હતો.
| |
| પણ હવે હું એને શોધવા નથી જતી.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==હીંચકો==
| |
| <poem>
| |
| આજે તો બગીચાની લીલીછમ લૉન પર
| |
| ચાલવાનું પણ નથી ગમતું.
| |
| ચમેલીની વેલ પાસેથી પસાર થતાં
| |
| એની સુગંધ નાકને અડી જાય છે.
| |
| પણ ત્યાંયે, વધુવાર ઊભવું નથી ગમતું.
| |
| બેન્ચ પર બેસીને સમયને મારતા
| |
| બે નિવૃત્ત વૃદ્ધો
| |
| અને એક ખૂણો શોધી લઈ ગુફતેગુ કરતા
| |
| બે પ્રેમીઓ વચ્ચે પણ
| |
| કોઈ ખાસ ફરક નથી દેખાતો.
| |
| ધ્યાન આકર્ષિત કરે છે,
| |
| તો એકમાત્ર હીંચકો!
| |
| પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
| |
| ચિચાટિયા અવાજે
| |
| ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
| |
| અને હું અચાનક જ દોડી જઈને
| |
| અત્યંત ઉશ્કેરાટથી
| |
| એને હાથથી અટકાવી દઉં છું.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==જેલ==
| |
| <poem>
| |
| જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું!
| |
| પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
| |
| રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
| |
| મારા પર સુવડાવવામાં આવે છે.
| |
| એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
| |
| થોડીવારમાં મરી જાય છે.
| |
| છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
| |
| હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
| |
| એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
| |
| હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
| |
| મારામાંથી પણ એક ટીપું યે બરફ
| |
| પાણી બનીને વહેતો નથી.
| |
| જેલના લોખંડી સળિયાઓ પાછળ
| |
| કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
| |
| જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
| |
| એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
| |
| એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
| |
| મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે....
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==પગદંડી==
| |
| <poem>
| |
| દરિયાકિનારે શાંત, સ્વચ્છ, કોરા કપડામાં એક પથ્થર પર
| |
| બેઠી છું.
| |
| દરિયામાં એક મોટું લાકડાનું પાટિયું તરી રહ્યું છે.
| |
| A FLOATING SIGNIFIER
| |
| મને લાગે છે કે મને પણ કોઈએ દરિયામાં ફેંકી દીધી છે,
| |
| અને ન જાણે કેટલાયે સમુદ્રોમાં તણાતી,
| |
| હવે હું આ સમુદ્રકિનારે મરવા પડી છું.
| |
| મારા મોમાં પાણી, નાકમાં પાણી, પેટમાં પાણી, માથા ઉપર
| |
| પાણી,
| |
| મને કોઈ નીચોવે તો આખો દરિયો ભરાય એટલું પાણી.
| |
| હવે આ લાકડાના પાટિયા સિવાય મને કોઈ જ બચાવી
| |
| નહીં શકે.
| |
| આ લાકડાનું પાટિયું હોડી બની જાય.
| |
| પછી એના પર સફેદ સઢ ઊગે,
| |
| મારા ઘર તરફનો પવન વાય,
| |
| અને મારી લગભગ બેભાન આંખોએ જોયું
| |
| તો એ લાકડાનું પાટિયું ખરેખર હોડી બની રહ્યું હતું.
| |
| અને પછી તો પાણીની ઉપર એક સરસ પગદંડી પણ મેં
| |
| જોઈ,
| |
| હું પથ્થર પરથી ઊઠીને ચાલવા માંડી,
| |
| પાણી ઉપરની એ પગદંડી પર,
| |
| દરિયાએ ખસીને માર્ગ આપ્યો.
| |
| મારી સાડીની એક કિનાર પણ ભીંજાઈ નહીં પાણીમાં.
| |
| હું હોડીમાં બેસીને નીકળી પડી ઘર તરફ.
| |
| હું ડૂબી રહી છું પાણીમાં.
| |
| મારો હાથ નથી પહોંચી શકતો લાકડાના પાટિયા સુધી.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==બ્રેઈનકેન્સર==
| |
| <poem>
| |
| મને લાગે છે કે મને બ્રેઈનકેન્સર થયું છે.
| |
| શેષ બચેલી સ્મૃતિને જાળવવી છે. પણ ક્યાં?
| |
| મગજ તો સડી ગયું છે.
| |
| અચાનક કોઈ સુરંગ ફાટી નીકળે તેમ એ ગમે ત્યારે
| |
| ખોપરી તોડીને બહાર આવી જઈ શકે છે.
| |
| હૃદયમાં પણ કાણું પડી ગયું છે.
| |
| લાગણીઓ એમાંથી બહાર ઢોળાઈ રહી છે.
| |
| લોકો ગદૂગદ્ થઈને મારી સાથે વાતો કરી રહ્યા છે.
| |
| પણ મારા કાનમાં તો એક જીવડું ચાલ્યું ગયું છે.
| |
| મને કંઈ સંભળાતું નથી.
| |
| કાનના પડદા પર એ જીવડાનો સુંવાળો સળવળાટ
| |
| ગલીપચી કરાવે છે ને હું હસી રહી છું.
| |
| આંખોની પાંપણના વાળ પણ ખરી રહ્યા છે.
| |
| સામે જ તું છે. બસ, જરા હાથ લંબાવું ને
| |
| અડી શકાય એટલો જ દૂર.
| |
| પણ મારા સ્નાયુઓ હવે અમીબા જેવા,
| |
| સંકોચાઈ જાય છે, ઘડીકમાં વિસ્તરે છે.
| |
| હાડકાં બટકણાં થઈ ગયાં છે.
| |
| હથેળીઓમાં કંઈ જ પકડાતું નથી.
| |
| છતાં થાય છે કે જો હાથ લાંબો થાય તો
| |
| આ માથા પર ચોવીસે કલાક ફરતા રહેતાં
| |
| ગોળ ગોળ ઘુમરાતા પંખાને પકડી લઉં.
| |
| એ નીચે ઊતરીને મને રહેંસી નાખે, એ પહેલાં જ,
| |
| જલ્દી, એક જ હાથથી હું
| |
| એના ત્રણ ત્રણ હાથને પકડી લઉં.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==પીછો==
| |
| <poem>
| |
| આજકાલ મારો સમય કંઈક જુદીજ રીતે પસાર થઈ રહ્યો છે
| |
| રાત્રે હું દીવાલસરસા પંજા જકડેલી,
| |
| જીવડાને ખાઈ જવા માટે ચાંપતી નજર રાખીને બેઠેલી
| |
| ગરોળીને જોયા કરું છું,
| |
| અને દિવસે, ખાંડનો એક કણ
| |
| જમીન પર મૂકી દઈને પછી બેસી રહું છું,
| |
| કીડીના આવવાની રાહ જોઈને.
| |
| અને પછી ખાંડનો કણ એ કીડી પૂરેપૂરો ચૂસી લે
| |
| ત્યાં સુધી બસ જોયા કરું છું.
| |
| ગરોળીના પેટની સપ્તરંગી ચામડીમાં
| |
| પેલા જીવડાનો રંગ યાદ કરવા મથું છું.
| |
| એની ઉપસી આવેલી કીકીઓમાંનું બમણું તેજ
| |
| ટ્યુબલાઈટ જેમ પ્રકાશે છે.
| |
| હું એ પ્રકાશમાં પેલી કીડીનો પીછો કરું છું.
| |
| એના દર સુધી.
| |
| મારી ખાંડ પાછી લેવા માટે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==રૅઝર્વેશન==
| |
| <poem>
| |
| કલાકો સુધી બસમાં શાંતિથી મુસાફરી કરવી
| |
| સાચે જ કંટાળાજનક હોય છે.
| |
| રસ્તાની બંને બાજુએ વૃક્ષો,
| |
| (લીમડો કે પીપળો કે વડ-એવું કંઈ ઓળખાય નહીં)
| |
| બસ, વૃક્ષો આંખ સામેથી પસાર થતાં રહે.
| |
| ક્ચકડાની ફિલ્મ જોતો છોકરો
| |
| હજી તો ‘દિલ્હી કા તાજ' નિરાંતે જુએ
| |
| એ પહેલાં જ દશ્ય બદલાઈ જાય,
| |
| એવી એકધારી ઝડપથી બસ દોડી રહી છે.
| |
| કંઈક તો બનવું જ જોઈએ.
| |
| આ બસ રોકાવી જ જોઈએ.
| |
| ડ્રાઈવર સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેસે.
| |
| કોઈ ગમખ્વાર અકસ્માત થાય.
| |
| હું અપંગ થઈ જઉં, મારો પોતાનો ભાર અનુભવી શકું.
| |
| અને વ્હીલેચરમાં બેસીને શાંતિથી,
| |
| બેઉ હાથથી પૈડાં ફેરવતી આ સુંદર રસ્તા પર આગળ વધું
| |
| કે પછી હું મરી જ જઉં અને ઘેર શોક પાળવામાં આવે.
| |
| કે પછી એવો મૂઢ માર વાગે કે બધા જ મુસાફરો
| |
| પોતાની યાદદાસ્ત ભૂલી જાય.
| |
| અને ડ્રાઈવર બસને હંકારી જાય
| |
| એની કોઈ મનપસંદ જગ્યાએ.
| |
| કે પછી એવું બને કે બસ અચાનક ઊંધી વળી જાય.
| |
| મુસાફરો બધા શીંગ, ચણા ને કુલ્ફી ખાતાં મરી જાય.
| |
| એકમાત્ર હું જ બહાર આવું, સંકટ સમયની બારીમાંથી,
| |
| એ બધાનું આયુષ્ય ચોરી લઈને.
| |
| અને પછી હું જીવું એ લોકોનાં બાકી રહેલાં જીવન પણ.
| |
| કે પછી અચાનક બસનો પગ લપસી પડે
| |
| આ નીચેની ખીણમાં.
| |
| ને કાયમ એક રહસ્ય જ રહી જાય
| |
| કે હું જીવતી હોઈશ કે મરી ગઈ હોઈશ?
| |
| પણ કંઈ જ બનતું નથી
| |
| આ સામેથી આવતો ટ્રકવાળો
| |
| મને હતું કે હમણાં અથડાશે
| |
| પણ એ ય બહુ સિફતથી પસાર થઈ ગયો.
| |
| ફરી એ જ રસ્તાની બંને બાજુએ વૃક્ષો.
| |
| મારા જ ગામનાં તદ્દન અપરિચિત.
| |
| કંડક્ટરે દોરી ખેંચી ઘંટી વગાડી.
| |
| કાબેલ ડ્રાઈવર બસનું બોર્ડ ઊંધું વાળી
| |
| કૂદકો મારી ઊતરી ગયો રિપૉર્ટ કરવા, સહીસલામત.
| |
| કંડક્ટર એનું પરચૂરણ ગણતો ચાલવા માંડ્યો, હિસાબ
| |
| લખવા.
| |
| હું પણ ચાલવા માંડી ઘર તરફ.
| |
| ઘરે બધાએ વ્હાલથી આવકારી, જમાડી.
| |
| વજનકાંટા પર ઊભી રાખીને વજન કર્યું.
| |
| ‘બેટા, તારે હજી વધુ ખાવું જોઈએ.'
| |
| જો કે, વ્હીલચેર સાથેના મારા વજનની એમને કયાંથી
| |
| ખબર હોય?
| |
| હું મારી ન ભૂલાયેલી યાદદાસ્ત લઈને સૂઈ ગઈ.
| |
| સવારે મમ્મીએ બસની ટિકિટ ફાડીને ફેંકી દીધી કચરામાં.
| |
| થોડા દિવસ પછી,
| |
| એ જ ટિકિટનું ફરીથી રૅઝર્વેશન.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==નરપિશાચ==
| |
| <poem>
| |
| કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે.
| |
| ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની
| |
| પ્રેયસી બની જવાનું મન થાય છે હવે તો.
| |
| મોટી, જાજરમાન પાંખો ફેલાવીને
| |
| એની સાથે અગોચર પ્રદેશોમાં ઊડતી રહું!
| |
| જ્યાં પણ મૃત્યુ દેખાય ત્યાં રોકાઈ જવાનું!
| |
| કેટલા બધાં, જાત જાતનાં શબનાં ભોજન.
| |
| આ એક શબ મારા એ પ્રેમીનું પણ છે,
| |
| જેને લાખ ચાહવા છતાં હું મેળવી નહોતી શકી.
| |
| જીવનમાં ક્યારેય નહોતો ચાખ્યો એવો
| |
| તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને
| |
| આ ગીધની પ્રેયસી બનીને!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સામ્રાજ્ય==
| |
| <poem>
| |
| મને ઝરુખામાં બેસાડો.
| |
| મને વીંઝણો નાંખો
| |
| મને અત્તરના હોજમાં નવડાવો.
| |
| મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
| |
| કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
| |
| કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
| |
| મારો સ્વર્યવર રચાવો,
| |
| જાવ, કોઈ વિદૂષકને બોલાવો
| |
| મને હસાવો.
| |
| ક્યાં ગઈ આ બધી દાસીઓ?
| |
| કેમ, કોઈ સાંભળતું નથી?
| |
| મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
| |
| બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
| |
| જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી?
| |
| એક રાજવી તરીકેના મારા અભિમાનનું
| |
| મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
| |
| મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
| |
| જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
| |
| પણ એ પહેલાં,
| |
| રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
| |
| જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
| |
| એ જોઈ લેવા છે. અને
| |
| દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
| |
| ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
| |
| એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| =એ (મારો પુરુષ)=
| |
|
| |
| ==ઈચ્છા==
| |
| <poem>
| |
| મારા વધતા જતા
| |
| ગુલાબી નખને ચાવી જવા
| |
| એક પોપટ
| |
| પાંજરામાં છટપટાય.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==પ્રવાસી==
| |
| <poem>
| |
| એક રળિયામણું ગામ છે તું.
| |
| હું પ્રવાસી બનીને આવું છું.
| |
| તને આશ્ચર્ય થાય છે.
| |
| ગામલોકો માટે કંઈ ખાસ અજાણ્યા નહીં,
| |
| એવા તારા રસ્તાઓ હું શોધી કાઢું છું.
| |
| અને તું મુગ્ધ થઈ જાય છે મારા સાહસથી.
| |
| હું તારી સીમ પર આવું છું.
| |
| અને તું તારું અત્યાર સુધી સાચવી રાખેલું રૂપ પ્રગટ કરે છે.
| |
| પછી હું ગામઠી કપડાં પહેરી લઉં છું.
| |
| અને તારા પાદરે પાણી ભરવા જઉં છું.
| |
| તું કામોત્સુક બની જાય છે,
| |
| મને બોલાવે છે, રાત્રે તારી હવેલી પર.
| |
| હું આવું છું તારા અંધકારની આડશે.
| |
| તને લાગે છે હું તારી જ કોઈ શેરી છું.
| |
| મને પણ લાગે છે, તું જ મારું ગામ છે.
| |
| પણ, તો યે, હું ફરી આગળ વધું છું.
| |
| કોઈ બીજા ગામને છેતરવા.
| |
| હું પ્રવાસી છું.
| |
| હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું,
| |
| અને પછી વિશ્વાસઘાત કરું છું.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==શ્રદ્ધા==
| |
| <poem>
| |
| મારું ખેતર મને પ્રિય છે.
| |
| કૃષ્ણપક્ષની રાતોએ જોયેલાં શમણાં જેવું.
| |
| શેરડીનો ઊભો મોલ છે, મબલખ રસ છે,
| |
| અને મારો પુરુષ મારી સાથે છે.
| |
| હું ખુશ છું આ ધરતી પર.
| |
| મારા પગ પાસે સરકતો આવતો સાપ પણ
| |
| મને વ્હાલો લાગે છે. કોઈ જ પ્રતિકાર નથી કરવો.
| |
| મારો પુરુષ મને ચાહે છે. એ મારું ઝેર ચૂસી લેશે.
| |
| મને શ્રદ્ધા છે એના પૌરુષમાં, એના પ્રેમમાં અને આ સાપમાં
| |
| પણ એ તો ઊઠીને દૂર ચાલ્યો ગયો.
| |
| મારા શરીરનો રંગ હવે બદલાઈ ગયો છે
| |
| આ બાજુમાં ઊભેલા લીમડાની ઝાંયમાં.
| |
| પગ પર સાપના બે દબાયેલા પેઢાનાં નિશાન ઊઠી આવ્યાં છે.
| |
| મને ભેટ મળેલું અક્ષયપાત્ર - મારું ખેતર
| |
| શિયાળાની આ કારમી ઠંડીમાં ચિમળાઈ રહ્યું છે.
| |
| ખુરપી, દાતરડું... અડી ન શકાય એવાં ઠંડાં, અચેતન છે.
| |
| એક ખિસકોલી ખાટી આંબલીમાં દાંત ભરાવીને ભાગી ગઈ.
| |
| એની સુગંધથી મારા દાંત અંબાઈ જાય છે.
| |
| આ શિયાળ એના મોંથી જમીન ખોદી રહ્યું છે,
| |
| મારી જમીન!
| |
| એને ખબર નથી કે એ જે ધૂળ ઉડાડે છે એના સોળ
| |
| મારી છાતીમાં પડે છે.
| |
| આ સુગરી પણ, હંમેશા પોતાના કલાત્મક માળામાં ભરાઈને
| |
| કાયમ એક સરખી ચહલપહલ કરતી રહે છે.
| |
| ન રાત જુએ છે ન દિવસ
| |
| ને આ કૂવા પર બેસાડેલી મોટરમાંથી
| |
| ધકધક વહેતું પાણી!
| |
| કોણ જઈને રસ્તાઓ બનાવશે ખેતરમાં?
| |
| મારાથી તો ક્યાં હવે ઊઠાય છે?
| |
| પગ પર સાપનો ડંખ છે અને હજી આખા ખેતર ફરતે
| |
| કાંટાળાં ઝાંખરાંની વાડ બનાવવાની છે.
| |
| નહીં તો આ નધણિયાતાં ઢોર
| |
| મારી બધી મહેનત નષ્ટ કરી નાખશે.
| |
| આ બધી શેરડી વાઢીને વેચવાની છે.
| |
| તેલીબિયાંનું નવું વાવેતર કરવાનું છે.
| |
| આ ઝેર પૂરા શરીરમાં પ્રસરી જાય તે પહેલાં જ
| |
| મારે ઊઠવું છે,
| |
| આખું ખેતર ખેડી નાખીને પેલા સાપનો રાફડો શોધવો છે.
| |
| અને એમાં ઊકળતું દૂધ રેડવું છે.
| |
| મારા વળ ખાતા શરીરમાં કંઈક નવીન,
| |
| છેલ્લી તાકાત આવી છે.
| |
| આ ખેતરની માટીને મારી મુઠ્ઠીમાં સમેટું છું.
| |
| અને આખાં ને આખાં કંદમૂળ હાથમાં આવી જાય છે.
| |
| બસ, આંખો મિંચાઈ જાય છે સંતોષથી.
| |
| કૃષ્ણપક્ષની રાતોના અંધકાર ભણી.
| |
| પાછળ રહી ગઈ છે મારી વાસના!
| |
| મારું ખેતર.
| |
| નોળિયાઓથી ભરેલું.
| |
| એકલો, લપાતો ફરશે સાપ
| |
| અને ભૂખે મરશે એ કાયર પુરુષ,
| |
| ડાંગર-બાજરી વિનાના ખેતરમાં.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==કંદરા==
| |
| <poem>
| |
| હું હમણાં જ નાહી છું.
| |
| માથા પર પાણી રેડ્યું ને એ
| |
| સેંથા પરથી થઈને વાળ,
| |
| ખભા, નિતંબ, કમર અને
| |
| પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.
| |
| જો, જો, પેલો કાળો નાગ!
| |
| શંકરના ગળેથી ઊતરીને
| |
| દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
| |
| ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
| |
| પીળા કરેણને?
| |
| કાળોકેર વર્તાવી દીધો છે શંકરે.
| |
| મને પણ બે હાથે, ગોળ ગોળ ફેરવીને
| |
| હવામાં ફંગોળી દીધી. નીચે પટકાઈ કે
| |
| સ્તનોના ભાંગીને ભૂકા થઈ ગયા.
| |
| બત્રીસી બહાર નીકળી આવી,
| |
| છતાં હજી આંખો મીંચાતી નથી.
| |
| નજર સામે તરવર્યા કરે છે
| |
| પેલો નાગો બાવો!
| |
| આખા શરીરે ભભૂત લગાવેલો.
| |
| સપ્રમાણ દેહ, લાલઘુમ આંખો,
| |
| ગુલાબી હોઠ, ભીછરા વાળવાળો.
| |
| એનો સંઘ આખો આગળ ચાલતો જતો હતો
| |
| કંદરાઓમાં.
| |
| અને એ એકલો ઊભો રહી ગયો હતો, મને જોવા.
| |
| હું તાજી જ નાહીને બહાર ઊભી હતી જ્યારે.
| |
|
| |
| અને મારા મોંમાં પણ પાણી આવતું હતું.
| |
| કેલ્શિયમની ખામી છે મારા શરીરમાં.
| |
| મને અદમ્ય ઇચ્છા થઈ આવી કે
| |
| આ ધૂણીની રાખની મુઠ્ઠીઓ ભરીભરીને
| |
| મોઢામાં નાખું.
| |
| મારી આખીયે જિંદગીની તપસ્યા પૂરી થઈ જાય,
| |
| પણ આ જ એ પળો હતી.
| |
| જ્યારે શંકર ત્રૂઠ્યો!
| |
| હું અહીં ક્ણસતી પડી છું,
| |
| અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==શુક==
| |
| <poem>
| |
| એક સાથે સેંકડો પંખીઓના ઊડવાના પાંખોના ફફડાટની
| |
| સાથે
| |
| તું આવે છે.
| |
| અને તું મારી સાથે રહે છે,
| |
| આખી બપોર બાલ્કનીમાં બેસી રહેલા કબૂતરની જેમ.
| |
| તું મારી સાથે વાતો કરે છે.
| |
| હારબંધ ઊતરી આવેલા શુક જેમ.
| |
| એ જ વર્ષોજૂની વાતો, શીખેલી અને ગોખેલી પણ.
| |
| તું એ બોલે અને હું ખુશ થઈને તને એક મરચું આપું.
| |
| છતાં તું જાય એઠવાડ શોધવા.
| |
| શું તને શંકા છે કે મેં જે કંઈ રાંધ્યું
| |
| એ બધું તને નથી ખવડાવ્યું?
| |
| જો તને એ શંકા હોય તો એ સાચી પણ છે.
| |
| મેં થોડુંક બચાવ્યું છે,
| |
| સાંજે અગાશી ભરીને આવતા કાગડાઓ માટે.
| |
| કારણ કે એ કાગડાઓ જ રોજ મારી બારસાખે બેસીને
| |
| બોલે છે કે કોઈ આવશે.
| |
| અને પછી જ તો તું આવે છે.
| |
| એક સાથે સેંક્ડો પંખીઓના ઊડવાના,
| |
| પાંખોના ફફડાટની સાથે.
| |
| એ પાંખોમાંથી ખરેલાં પીંછાં હું ભેગાં કરું છું.
| |
| અને એક નવી પાંખ બનાવું છું.
| |
| પેલા બાલ્કનીમાં બેસી રહેલા કબૂતર માટે
| |
| અને તું ઊડી જાય છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==બુકાની==
| |
| <poem>
| |
| એક મધરાતે એણે જોરથી સાંકળ ખખડાવી.
| |
| મેં કંઈ જ સમજ્યા વગર બારણું ખોલી નાખ્યું.
| |
| અને આમ મોઢા પર બુકાની બાંધીને આવેલા
| |
| એ માણસને મેં આશરો આપ્યો, મારા ઘરમાં,
| |
| એની આંખો, એના હોઠ, એનો અવાજ,
| |
| હું એનું કંઈ જ નથી ઓળખતી.
| |
| અને એટલે જ મને એનામાં ઘણું બધું સામ્ય લાગ્યું,
| |
| મારા હમણાં જ છૂટા પડેલા પ્રેમી જેવું.
| |
| એણે ક્યાંક ચોરી કરી હશે કે કોઈનું ખૂન કર્યું હશે,
| |
| મારા માટે એ બધું ગૌણ છે.
| |
| મને તો માત્ર એક જ વસ્તુ ઉત્તેજિત કરે છે
| |
| અને તે એ કે હું એનું કંઈ જ નથી ઓળખતી.
| |
| એની ઝંઝાવાતમાં ફસાયેલી હોડીમાં મારે નથી ઊભા રહેવું
| |
| શાંત, સ્વસ્થ તોરલ બનીને.
| |
| હું તો અત્યારે જ એના તરફ ખસું છું એક તલ જેટલી
| |
| અને એ પણ મારી પાસે આવે છે એક જવ જેટલો.
| |
| ત્યાં જ ફરી બારણે ટકોરા પડે છે.
| |
| હું જવાબ આપવા જઉં છું કે અહીં કોઈ જ નથી આવ્યું.
| |
| અને આમ પણ એ તો ચાલ્યો જ ગયો છે ને,
| |
| પાછલે બારણેથી!
| |
| મને ઘણી વખત એની યાદ આવે છે.
| |
| મધ્યાહ્ને તપતા સૂરજ નીચે એ ક્યાં છૂપાતો ફરતો હશે?
| |
| તારલાઓ ભરી કોઈક સુંદર રાત્રિએ
| |
| એની ઓળખ છતી તો થઈ જ જતી હશે ને?
| |
| કોઈક સ્થળે, કોઈક અજાયબ અગાશીએ?
| |
|
| |
| એ અગાશી પર પોતાની ડાળખીઓ પસારતા
| |
| શેતૂરનો ધીમો ધીમો અવાજ
| |
| સ્પંદિત કરે છે, મારા શરીરની રગોને.
| |
| હું તકિયામાં મોઢું છૂપાવી સૂઈ જઉં છું.
| |
| અને સવારમાં ઊઠીને મારા કાનના પડદા
| |
| સાબુથી ઘસીને સાફ કરી લઉં છું.
| |
| છતાં આજે ફરી
| |
| દૂર દૂરની કોતરોમાં અથડાઈને
| |
| પાછો ફર્યો છે એ અવાજ —
| |
| સાંકળનો. શેતૂરનો. ચોરીનો. ખૂનનો.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ખલાસી==
| |
| <poem>
| |
| ખલાસી ધીમેથી લંગરો છોડે છે.
| |
| અને એમ વહાણ ઊપડે છે.
| |
| એ કામ કરે છે પણ થોડી થોડી વારે
| |
| એને યાદ આવ્યા કરે છે
| |
| વહાણના નીચેના ભાગમાં ફીટ કરેલો મોટો છરો.
| |
| એ સાચે જ ગભરાયેલો છે, વહાણના વેગથી
| |
| અને પાણીમાં સરકતા જતા એ છરાથી.
| |
| જુદા જુદા બંદરે વહાણ ઊભે છે,
| |
| મોટા મોટા ક્રેન ઊંચકાય અને અનાજ, લોખંડ,
| |
| થોડીક નવી છોકરીઓ લઈને આગળ વધે.
| |
| રાત પડી, ખડકથી અથડાતાં સહેજમાં બચી જવાયું.
| |
| સૌ ભેગા મળી ગયા. માછલીઓ શેકાઈ.
| |
| પણ, વહાણની નીચેના છરામાં
| |
| કોઈ વ્હેલ પણ કપાતી ગઈ.
| |
| ખલાસી બરાડી ઊઠ્યો, જાગો! જાગો!
| |
| પણ, બધા ભરપેટ, મીઠી ઊંઘમાં હતા.
| |
| અંતે સવારે દરિયામાં તોફાન આવ્યું.
| |
| આખું ને આખું વહાણ સરકતું ગયું નીચે.
| |
| આખું પાણીનું ભરેલું.
| |
| છરો ખૂંપી ગયો તળિયે
| |
| અને એની આસપાસ પછી
| |
| વ્હેલ માછલીઓ ફર્યા કરતી હતી.
| |
| વહાણની અંદર જાય, ઉપર ઊભે,
| |
| છરા પર જામેલું લોહી જુએ.
| |
| અને મોટો, ચળકતો છરો પડી રહે ખૂંપેલો
| |
| દરિયાના તળિયે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ગર્ભદ્વાર==
| |
| <poem>
| |
| વૈરાગ્ય એ જીવનનો વધારે નિકટ અનુભવ છે,
| |
| એ પુરુષનું શિષ્ન જૂનું થઈ ગયું છે.
| |
| શિવાલયમાં ઊડતાં બીલીપત્રો એ રોજ સાફ કરે છે.
| |
| પણ આજે, કંઈક ઠંડા ઘેન જેવું
| |
| એને અનુભવાય છે.
| |
| શરીરે ચંદનનો લેપ, કપાળે તેજ,
| |
| ગળે રુદ્રાક્ષની માળા અને શ્વાસમાં
| |
| લોબાનની સુગંધ હોય એવું કંઈક.
| |
| માત્ર તીવ્ર સ્વરો વાગતા હોય,
| |
| નાભિનો ઘેરો અવાજ એમાં એક થઈ જાય.
| |
| અને ખુલ્લી પાનીએ આરસના મંદિરને સ્પર્શતો
| |
| એ જઈ પહોંચ્યો, મંદિરના ગર્ભદ્વારમાં.
| |
| ઝરતા ચરણામૃતને સીધું જ ઝીલી લીધું
| |
| જીભ પર, આંખે અડાડ્યા વગર જ.
| |
| અને કાનની બુટ લાલ લાલ થઈ ગઈ.
| |
| જાણે હમણાં જ કોઈ સ્ત્રીએ ચુંબન કર્યું હોય.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સિંહબાળ==
| |
| <poem>
| |
| ગઈકાલે રાત્રે કોઈ મારી સાથે...,
| |
| મેં એની આંખોમાં જોયું હતું.
| |
| એની કેશવાળી બંને હાથે પકડી લીધી હતી.
| |
| અત્યારે સવારે એ સશક્ત સાવજના
| |
| કેસરી વાળ માત્ર મળી રહ્યા છે.
| |
| બહાર આવીને જોઉં છું,
| |
| તો ઉપર આકાશમાં, પંખીઓની એક હાર ઊડી રહી છે.
| |
| થાય છે કે એમાંથી ગમે તે એક ને
| |
| નીચે પાડી દઉં,
| |
| એનાં લોહી-માંસ અલગ કરી કરીને જોઉં.
| |
| એને ધવડાવું,
| |
| એનાં પીંછાંઓ, મારા આખા શરીર પર ફેરવું.
| |
| ને પાછી સૂઈ જઉં.
| |
| પણ, પણ, ક્યાં છે મારાં સિંહબાળ?
| |
| પૂર તાણી ગયાં
| |
| કે પવને દાટી દીધાં
| |
| કે અગ્નિએ ખાઈ લીધાં?
| |
| તગતગતી આંખોવાળાં, સોનેરી,
| |
| મારાં બચ્ચાં!
| |
| ગઈકાલે રાત્રે હજી જન્મ્યાં છે.
| |
| ક્યાં છે મારાં સિંહબાળ?
| |
| એ સશક્ત સાવજનું કેસરી વીર્ય પણ હજી
| |
| અહીં પથારીમાં જ પડ્યું છે,
| |
| પણ ક્યાં ગયાં મારાં સિંહબાળ?
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| =તે (ત્રીજો પુરુષ)=
| |
|
| |
| ==માળો==
| |
| <poem>
| |
| ઓ ચકલી નાનકડી!
| |
| રેતીમાં તો માત્ર નાહવાનું હોય,
| |
| તું શાની માળો બનાવવા લડે?
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ગીત==
| |
| <poem>
| |
| એક રંગબેરંગી,
| |
| મૂદુ ગીતો ગાતું
| |
| નાનક્ડું પંખી
| |
| હજી તો ઊડતાં યે
| |
| માંડ શીખ્યું હતું
| |
| ત્યાંજ -
| |
| જઈને પડ્યું
| |
| એક અવાવરુ કૂવાના
| |
| ઊંડા અંધારા તળિયે
| |
| કાળા પાણીમાં
| |
| સાપોલિયાંઓની
| |
| વચ્ચે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==છળ==
| |
| <poem>
| |
| રગદોળે પંજા માટીમાં,
| |
| ગરજે, ચાટે બચ્ચાંઓને,
| |
| રાની પશુ. ગુફામાંથી બહાર આવીને
| |
| બગાસું ખાય, ગંધાતા મોઢે
| |
| તળાવમાં પાણી પીવા ઊતરે
| |
| અને પછી હંફાવે સાબરોને.
| |
| કયારેક અડધી રાતે એકલો જ
| |
| ચાલ્યો જતો હોય વનમાં
| |
| ત્યાં સામેથી કોઈ જીપ આવીને ઊભી રહે તો
| |
| આંખે અંધારાં આવી જાય બિચારાને,
| |
| એ લાઇટથી.
| |
| અને પછી, મોટી ફાળ ભરીને
| |
| એક થપાટ મારે અને દોડી જાય
| |
| ચાર પગે, પલકવારમાં.
| |
| પણ એક વખત, જ્યારે આખાયે વનમાં
| |
| કાવતરાભરી શાંતિ છવાયેલી હતી, ત્યારે
| |
| ઝાડ સાથે બાંધેલી બકરીનું
| |
| બે-બેં સાંભળીને, એ જઈ પહોંચ્યો ત્યાં
| |
| અને માંચડો બાંધીને બેઠેલા
| |
| બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા.
| |
| ઝાડ પર બેઠેલા લક્કડખોદના શરીરમાં
| |
| લાકડાની ઝીણી ઝીણી ફાંસો ભરાઈ ગઈ.
| |
| સૂંઢમાં તળાવ ભરીને નહાતી
| |
| હાથણીઓ શાંત થઈ ગઈ.
| |
| આ રાની પશુનો માયાળુ પંજો
| |
|
| |
|
| |
| સ્ફૂર્તિથી ઊંચકાયો.
| |
| દૂર સામે છેડે રાઈફલની નાળ ગોઠવાઈ.
| |
| આંખો... અંતર.. અંધકાર... દિશા...
| |
| નખ... માટી... લાઈટ.. અવાજ...
| |
| છળ... કપટ... અને
| |
| આમંત્રણ આપતું એક ભરપૂર શરીર.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ઝેરી દૂધ==
| |
| <poem>
| |
| ઊંચકાયેલા ગોવર્ધનની છાંય તળે ઊભેલી
| |
| વ્રજની એક ગાય,
| |
| એની અંદર રહેતા તેત્રીસ કરોડ દેવતાઓને
| |
| ઊંઘી ગયેલા જાણીને
| |
| ચાલી નીકળી મળસ્કે.
| |
| ત્યાં ઘંટડીઓ તોડતી જતી એ ગાયને
| |
| જોઈ ગયો એક ભરવાડ
| |
| એની અંદરના જ એક દેવતા જેવો.
| |
| કદાચ ઇન્દ્ર જેવો.
| |
| દોહી લીધું એણે બધું જ ઝેરી દૂધ,
| |
| ને આદેશ આપ્યો ગાયને સગર્ભા બનવા.
| |
| હવે એની અંદર ઉછરતા બળદનું જોર
| |
| ઘાટીલાં બનાવે છે એનાં શીંગડાંને.
| |
| એની અંદર રહેતાં દેવો પણ ઉત્સુક બની જોઈ રહ્યા છે
| |
| એ બળદમાં શ્વાસ આવવાની પ્રક્રિયાને.
| |
| પણ, કલાકો સુધી ઘાસ વાગોળતી રહેતી
| |
| એ ગાયની આંખોમાંથી તો
| |
| આંસુઓની ધાર વહે છે,
| |
| જે ભીંજવી નાખે એના ગળાની લથરતી ચામડીને,
| |
| કે આ કોનું સંતાન હશે,
| |
| એનું પોતાનું,
| |
| કે ઈન્દ્રનું?
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==દાણા==
| |
| <poem>
| |
| સિબિલીઓ ટોળે વળી બેઠી છે.
| |
| થોડુંક ધીમેથી, થોડુંક ઊંચા અવાજે
| |
| કંઈક બોલી રહી છે.
| |
| એમની મુઠ્ઠીમાં દાણા છે.
| |
| ખૂબ ઊંચે ઉછાળી પંખીઓ પાસે ફેંકે છે.
| |
| પંખીઓ દૂર દૂર વેરાયેલા દાણાઓ
| |
| ચાંચમાં ભરી લેવા દોડે છે
| |
| સિબિલીઓ હવે આંધળોપાટો રમી રહી છે.
| |
| અને પંખીઓ જઈ પહોંચ્યાં છે, એમનાં ઘરોમાં,
| |
| ઢાંકેલી રસોઈ ખાવા.
| |
| થાકેલી સિબિલીઓ ઘેર પાછી ફરે છે.
| |
| અધખુલ્લાં વાસણો જોઈ બોલી ઊઠે છે,
| |
| નક્કી આ પક્ષીઓ !
| |
| બધું જ જાણી લેતી આ સિબિલીઓને
| |
| શાપ આપતાં નથી આવડતું.
| |
| ધાન ભરેલી કોઠીઓ પાસે બેસી એ ડૂસકાં ભરે છે.
| |
| ગ્રીસના રસ્તાઓ પર નીકળે છે તો એમની આગળ
| |
| પક્ષીઓનો કલબલાટ હોય છે.
| |
| લોકોને એમના શબ્દો કંઈ જ સંભળાતા નથી.
| |
| આ સિબિલીઓ આમ ને આમ મરી જશે.
| |
| પક્ષીઓનું પણ પેટ ફાટશે.
| |
| બચ્ચાંઓ ઊડ્યા વગરનાં રોશે
| |
| લોકો તો ખૂબ પસ્તાશે.
| |
| સિબિલીઓનાં ઘરમાં રોજ નવા નવા હાથ ઊગશે.
| |
| દરેકને પોતાના શરીર પરના નવા તલની જેમ
| |
|
| |
| એની ચિંતા થશે.
| |
| અને આમ, સિબિલીઓ વેર વાળશે.
| |
| ❏
| |
| </poem>
| |
| {{Rule|10em}}
| |
| <small>*સિબિલ : પ્રાચીન ગ્રીસની ભવિષ્યવેત્તા સ્રીઓ.</small>
| |
|
| |
| ==રાણી રૂપમતી==
| |
| <poem>
| |
| પૂર આવે ત્યારે નદી આખી અસ્તવ્યસ્ત થઈ જાય છે.
| |
| વંટોળની જેમ ધૂમરાય છે.
| |
| અને તળિયે છૂપાયેલું ઘણુંબધું ઉપર આવી જાય છે.
| |
| ગામલોકોની બધી જ અમાનત એણે પાછી આપવી પડે છે.
| |
| અને પૂર ઓસર્યા પછી નાનકડી ચોરબાળકી જેવી
| |
| ચૂપચાપ ઊભી રહે છે.
| |
| સાલ્લી ચોર! એક થપ્પડ મારું છું હું એને.
| |
| રીસાઈ જાય છે એ.
| |
| સીતામાતાની જેમ ધરતીમાં સમાવા જઈ રહી છે.
| |
| છો ને જતી!
| |
| આ માછલી, કાચબા બધાં કેટલાં ખુશ છે.
| |
| તારાથી મુક્ત થયાં.
| |
| હવે એમને શ્વાસ લેવા માટે તારી પાસે નહીં આવવું પડે.
| |
| ગામની બધી જ સ્ત્રીઓનું રૂપ ચોરી લઈને
| |
| તું એક રાણી રૂપમતી બનવા માગતી હતી.
| |
| તારું એ ખળખળ હસવું!
| |
| કેટલાંયે જંગલી પ્રાણીઓને હવસખોર બનાવતું હતું.
| |
| તારા કિનારાઓએ, આ ગામની લક્ષ્મી
| |
| ને પેલા ગામના લાખિયાને
| |
| કયારેય પરણવા જ ન દીધાં.
| |
| આજે તારા આ ચોગાનમાં મોટો ઉત્સવ છે.
| |
| ખુલ્લી હવામાં શ્વાસ લેતાં જળચરો બધાં
| |
| મનુષ્યો સાથે નાચી રહ્યાં છે.
| |
| હે નદી! તારો અંત આવી ગયો!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ચાંદની ચોક==
| |
| <poem>
| |
| ચંદ્રની અંદર ખીણો છે, માટીનાં ધાબાંઓ છે,
| |
| તેમ એક ચોક પણ છે.
| |
| નામ છે ચાંદનીચોક.
| |
| ચંદ્રનો પ્રકાશ આ ચોક પર પથરાયેલો છે.
| |
| અને ચાંદામાં રહેતું પેલું સફેદ, રૂની પૂણી જેવું
| |
| સસલું, એની રાતી આંખોથી ચારે તરફ
| |
| આ ચોકને તાકી રહ્યું છે.
| |
| ચંદ્ર પર રહેવું એટલે શું?
| |
| અહીં કશાનું વજન નથી.
| |
| એ આ ચોકમાં લપાઈને ફરે કે કસરતો કરે!
| |
| અહીં નથી લીલું ઘાસ કે નથી રાત.
| |
| નથી કોઈ ભય કે નથી બીધેલાં હરણાંઓ.
| |
| અહીં માત્ર પવન છે.
| |
| અને એમાંયે અજવાળું છે.
| |
| જોરથી ફૂંકાતા એ પવન સામે, આ રીસાયેલું સસલું,
| |
| એકલું અવાક ઊભું રહી જાય છે.
| |
| અજવાળું એના શરીર પરના વાળ ખેરવી નાખે છે.
| |
| પોતાના જ વાળની સુગંધની એને એલર્જી છે.
| |
| એને ખૂબ છીંકો આવે છે.
| |
| ચંદ્રનું જે કંઈપણ ગણો તે બધું જ આ સસલું,
| |
| હમણાં જરા માંદું છે.
| |
| અને બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર,
| |
| ચંદ્રની બધી જ કળાઓ વ્યથિત છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==બહારવટી==
| |
| <poem>
| |
| કેટલીક ટેકરીઓ ચડીને, પછી ઊતરો
| |
| ત્યાં એક ગામ આવે.
| |
| અને એક વખત ત્યાં પહોંચ્યા પછી તો
| |
| એવું પાધરું કે ક્યારેય ભૂલા જ ન પડો.
| |
| કામશક્તિથી ભરપૂર જુવાનોને કારણે
| |
| લચી પડી છે ફળોની વાડીઓ.
| |
| ગામની તેર-ચૌદ વર્ષની કુંવારીઓનાં
| |
| સ્તનો પણ એવાં સુંદર, જાણે દૂધ ઊભરાતું હોય.
| |
| મેનોપોઝના આરે આવેલી સ્રીઓ પણ
| |
| આનંદથી કાલાં ફોલતી હોય.
| |
| બજારમાં જાવ તો ખાસ ધીરગંભીર, ઘરડી સ્ત્રીઓના
| |
| હાથે બનેલી મીઠાઈ મળે, જેમને બરાબર ખબર પડે
| |
| એકતારી, બેતારી ચાસણીની.
| |
| ફેરિયો નીકળે બૂમો પાડતો,
| |
| ડોશીના વાળ જેવી સફેદ-ગુલાબી સૂતરફેણી લઈને.
| |
| ડોસાઓ એ મોંમાં મૂકે ને
| |
| ગળ્યા, ગળ્યા ખુશ થઈ જાય.
| |
| રાતના બીજા ત્રીજા પ્રહરમાં બહારવટીઆઓ આવે
| |
| તો ગામની પ્રહરી એ નદીનું પાણી પીને સૂઈ જાય.
| |
| સવારે ચાલ્યા જાય, કશુંયે લૂંટયા વિના.
| |
| આ નદીના પાણીની મીઠાશ તો આ પટને કારણે છે.
| |
| આ પટની રેતી, જેના પર ઊગે છે.
| |
| પાકાં પાકાં ટમેટાં.
| |
| સૂપ કે સોસ કશું જ બનાવવાની જરૂર નહીં.
| |
| બસ, બાળકો એ તોડી લે અને નદીમાં ધોઈને ખાઈ લે.
| |
|
| |
| લાલ ગેરુઆ માટીનો સેંથો પૂરતી પરિણીત સ્ત્રીઓ,
| |
| સાંજે મંદિરથી વળતાં,
| |
| ઘઉંના મીઠા મીઠા ઘૂઘરાની પ્રસાદી વહેંચે.
| |
| પીળાં રાઈનાં ફૂલોથી શોભતું આ ગામ
| |
| જાણીતું છે દૂર દૂરના પંથકોમાં સુખ માટે
| |
| પણ ત્યાં રહી તો એ જ શકે
| |
| જેના પૂર્વજો એ ગામના હોય.
| |
| બીજા લોકો તો આવીને ચાલ્યા જાય
| |
| પેલા બહારવટીયાઓની જેમ જ.
| |
| રહે તો માત્ર કણબીઓ જ.
| |
| ઉપજાઉ એ જમીનમાં ઊડે સુધી ખૂંપી ગયેલા
| |
| કણબીઓ.
| |
| ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા
| |
| કણબીઓ.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સ્પાઈડરમૅન==
| |
| <poem>
| |
| મને એક પાંદડું મળ્યું.
| |
| લીલું, તાજું, કૂમળું.
| |
| અંદર એક સીધી લીટી
| |
| અને એમાંથી બંને તરફની પ્રસરતી શિરાઓ.
| |
| જાણે સુંદર, લાંબા રસ્તાઓ હોય
| |
| અને દરેક રસ્તો કોઈ જુદા જ સ્થળે
| |
| ખુલતો હોય.
| |
| મેં એ પાંદડું જાળવીને
| |
| એક પુસ્તકની વચ્ચે મૂકી દીધું.
| |
| આજે કેટલાય વખત પછી
| |
| ફરીથી મેં એને જોયું.
| |
| રંગ હવે દરિયાઈ પ્રાણી જેવો
| |
| આકરો લીલો થઈ ગયો છે.
| |
| અંદરની શિરાઓ
| |
| સૂકી, બટકણી થઈ ગઈ છે.
| |
| એ પાંદડાની સાથે એક લીલી ઈયળ પણ હતી.
| |
| એ કયાં ચાલી ગઈ?
| |
| આજે પણ, એ પાંદડું છે હજી,
| |
| મારી પાસે.
| |
| અસલ તાંબાના ગ્લાસ જેવું.
| |
| જેની ઉપર કોતરાયેલી હોય
| |
| સ્પાઈડરમેન જેવી
| |
| સ્પષ્ટ, ચોક્કસ, સ્થિર, સુરેખ,
| |
| શિરાઓ.
| |
| એકબીજાની ખૂબ નજીક નજીક.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ડોશીના વાળ==
| |
| <poem>
| |
| ડોશીના વાળ.
| |
| આમળાં-અરીઠાંથી અસંખ્યવાર ધોવાઈ ગયેલા,
| |
| સુકા વાળ. માથાની જીર્ણ ચામડીમાં બચેલા
| |
| થોડા જર્જરિત વાળ.
| |
| લીખીયાના દાંતામાં ભરાઈને તૂટી જાય છે.
| |
| એ વાળનું ગૂંચળું બનાવીને પગના અંગૂઠામાં બાંધી દે છે.
| |
| અને અંગૂઠા આગળ લોહીનું ભ્રમણ થતું અટકી જાય છે.
| |
| એને યાદ આવે છે,
| |
| પોતે નાની હતી ત્યારે હવામાં ઊડતા ડોશીના વાળને
| |
| ફૂંકો મારી ઊંચે ને ઊંચે ઉડાવતી હતી તે.
| |
| પછી એના પોતાના વાળ ઉતારવાની વિધિ થઈ હતી તે.
| |
| અને એનો જન્મ સમયનો એક પ્રિય ફોટો,
| |
| તેલ માલિશથી ચમકતા વાળ અને શરીરનો.
| |
| અચાનક રસોડામાંથી વહુનો કર્કશ અવાજ સંભળાય છે,
| |
| એનો સફેદ વાળ કદાચ ઊડીને
| |
| રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==એક કિશોરી==
| |
| <poem>
| |
| ભૂમધ્ય સમુદ્રના ઊંડા પાણીમાં તરી રહી છે
| |
| એક કિશોરી.
| |
| પાણીનો વેગ આકાર આપે છે
| |
| એના અવિકસિત શરીરને.
| |
| એના હાથ નાનકડા પણ મજબૂત.
| |
| એના પગની પાની સતત વીંઝતી રહે છે પાણીને.
| |
| અને ઉપસી આવે છે અતિ સફેદ શરીરમાં
| |
| લીલી લીલી નસો બિહામણી.
| |
| એનો ચહેરો?
| |
| કાચ પર ઢોળાયેલા પાણી જેવો જ.
| |
| ગતિશીલ, પારદર્શક.
| |
| એની વાણી?
| |
| એ બોલતી જ નથી.
| |
| નહીં, એ મૂંગી નથી, પણ એ બોલતી નથી.
| |
| સમુદ્રના તળિયે ખૂંપેલા કાચના ટુકડા
| |
| ક્યારેક એને ઇજા પહોંચાડે છે,
| |
| પણ એના શરીરમાં લોહી જ ક્યાં છે?
| |
| હસવું આવી જાય એવી રબરની ઢીંગલી છે એ.
| |
| જેના માથા પરના વાળ મશીનથી સીવેલા છે.
| |
| હાથપગની આંગળીઓ જોડાયેલી છે.
| |
| અને અત્યંત ઉત્તેજિત કરતો ઉરપ્રદેશ છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==રોગિષ્ઠ કૂતરી==
| |
| <poem>
| |
| આ હડકાયો કૂતરો,
| |
| શેરીમાં ચાલતાં લોકોને ચોર સમજે છે.
| |
| અને પછી બિચારા લોકો પણ મનમાં ઊંડે ઊંડે ગભરાય છે.
| |
| કૂતરાની પીઠ પર એવી લાઠીઓ મારે છે
| |
| કે ચામડી પર સોળ ઊઠી આવે છે.
| |
| અને એ કૂતરાને મનોમન ચાહતી
| |
| પેલી રોગિષ્ઠ કૂતરીયે દુઃખી થઈ જાય છે.
| |
| ચંદ્ર એની સોળ કળાએ ખીલી ઊઠે છે
| |
| અને કૂતરો વધારે ને વધારે જોરથી ભસતો રહે છે.
| |
| મને થાય છે,
| |
| રોટલાના વાસી ટુકડા જેવો આ ચંદ્ર,
| |
| ઉપર લટકી રહ્યો છે તે કેમ પડી નથી જતો
| |
| આ નીચે ભસતા કૂતરાના મોઢામાં.
| |
| એના શિકારી દાંત વડે કૂતરો ચંદ્રને ચાવી જાય.
| |
| અને એનું ગાંડપણ દૂર થઈ જાય.
| |
| થોડા વધેલા ચંદ્રમાંથી એક બટકું
| |
| પેલી કૂતરીને પણ આપી દઉં,
| |
| અને એ સુંદર થઈ જાય.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==હાથ==
| |
| <poem>
| |
| દેવી લક્ષ્મી,
| |
| તારા હાથમાંથી વરસતી સોનામહોર ન જોઈએ મને.
| |
| ન જોઈએ તારું ત્રિશૂળ કે શંખ કે તારી માળા.
| |
| હે હજાર હાથવાળી!
| |
| મને તારો કમળવાળો હાથ જોઈએ.
| |
| એ સુકુમાર કમળ જોયું છે ત્યારથી
| |
| મને કોઈ રાજકુમાર પણ નથી ગમતો.
| |
| પુખ્ત સુંદર દેહયષ્ટિ, એનું લાલિત્ય,
| |
| એની છટા, સૌરભ,
| |
| ખીલેલું એ કમળ જોઈએ મને.
| |
| અને તારો હાથ!
| |
| જે સદા યુવાન રાખે છે એને.
| |
| પાણીથી અલગ એ કમળ
| |
| અને તારા અંગથી અલગ એ હાથ ને
| |
| રેશમી કપડામાં વીંટાળી
| |
| સાચવીને મૂકી દઈશ.
| |
| દેવી લક્ષ્મી,
| |
| તારા હજાર હાથમાંથી એક હાથ આપ મને!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મણિ==
| |
| <poem>
| |
| લઈ લેવો જોઈએ મણિ
| |
| આ નાગના માથેથી.
| |
| કેવો ઘૂસી જાય છે
| |
| મણિના અજવાળે, અજવાળે
| |
| થડની અંદર,
| |
| ને ખાઈ જાય છે, લબકારા મારતો
| |
| કવિઓના કેટલાય અણમોલ ને અપ્રાપ્ય શબ્દો.
| |
| ગળી જાય છે, બખોલોમાં રહેતાં
| |
| પક્ષીઓનાં બચ્ચાં પણ.
| |
| જીવતો ન રહેવા દેવાય આ નાગને હવે.
| |
| પણ એમ કેમ એના પર લાઠી ઝીંકી દેવાય?
| |
| એના પેટમાં બચ્ચાંઓ હવે
| |
| પેલા શબ્દોને બોલતાં શીખી રહ્યાં છે.
| |
| એ પોતે જ ગાંડો થઈ જશે.
| |
| નહીં કાંઈ ઓકી શકે
| |
| કે નહીં ચાલી શકે
| |
| પોતાની સ્થૂળ કાયા લઈને.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મેરુ==
| |
| <poem>
| |
| આંધળા પાણીમાં, નાગની છાંયમાં.
| |
| પગચંપી કરાવતા વિષ્ણુ
| |
| અને આસપાસ પાણીમાં તરતી
| |
| હીરાજડીત કલાત્મક પેટીઓમાં
| |
| નવજાત શિશુઓ.
| |
| હું જઈને બેસી રહીશ નદીના કોઈ શાંત કિનારે.
| |
| રાહ જોઈશ, મારાં શિશુના આવવાની,
| |
| માછલીનાં ઈડાંઓ તો જન્મતાંની સાથે જ
| |
| વિખેરાઈ જાય, અગાધ સ્નિગ્ધ પાણીમાં.
| |
| પ્રસરી જાય એમના શ્વાસ પરપોટા બનીને.
| |
| પણ હું કેવી રીતે ઓળખીશ મારા શિશુને?
| |
| આ બધાં વર્ષો,
| |
| મેં કેટલીયે મીટ માંડી આકાશે,
| |
| સમુદ્રોમાં ડોકિયાં કર્યા,
| |
| ક્ષીર નીકળતાં ફળ-ફૂલો વચ્ચે હું ફરતી રહી.
| |
| ધમણની જેમ ચાલતો રહ્યો મારો શ્વાસ.
| |
| અને હવે આ બાળક આવીને મને
| |
| વાત કહેશે પાતાળની.
| |
| પાણીમાં ધીમે ધીમે ઓગળી રહેલા
| |
| અડગ મેરુની
| |
| લાલ ફેણવાળા, ઝેર ઓકતા,
| |
| જાતજાતના સર્પોનાં હાડપિંજરોની.
| |
| અને હું ઓળખી લઈશ
| |
| મારા ગર્ભને.
| |
| એના જન્મની વેદનાને.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==રંગ==
| |
| <poem>
| |
| લીલાછમ ઘાસના મેદાનમાં રહેતા
| |
| આ તીડનો રંગ પણ લીલો છે.
| |
| એના દુશ્મનો ક્યારેય એને
| |
| આ ઘાસની વચ્ચે શોધી નથી શકતા.
| |
| આખો દિવસ એ મેદાન પર લહેરાતા
| |
| પવન સાથે ઊડતું રહે છે અને પછી રાત્રે
| |
| લીલા અંધકારમાં, ભીના અડાબીડ ઘાસમાં
| |
| ઘેરી રંગ સાતત્યતા નિકટ સૂઈ જાય છે.
| |
| વહેલી સવારે ઝાકળનાં ટીપાં એના શરીર પર
| |
| અને ઘાસ પર બાઝેલાં હોય છે.
| |
| અને સૂરજનાં હરિયાળાં કિરણો
| |
| એના પર ચમકતાં હોય છે.
| |
| પણ એક દિવસ, આ સૂરજ ગાંડો થઈ ગયો.
| |
| ગુસ્સામાં એવી તો અગનજ્વાળાઓ વરસાવી
| |
| કે બધું જ ઘાસ સૂકાઈને પીળું થઈ ગયું.
| |
| બિચારું તીડ હવે એક અજાણ્યાની જેમ
| |
| ગરમ રેતીની ડમરીઓમાં અટવાયેલું, રઘવાયા કરે છે.
| |
| એના નાજુક, પાતળા પગ
| |
| આ બળબળતી જમીન પર કયાંય રોકાતા નથી.
| |
| એ શોધી રહ્યું છે પોતાના લીલા રંગને.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મશરૂમ==
| |
| <poem>
| |
| આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં કરે છે.
| |
| સક્ષસી વીજળી ઝબકારા મારે છે.
| |
| તારાઓ તો ક્યાંય અદશ્ય થઈ ગયા છે.
| |
| ચીસો પાડીને બોલાયેલા બધા જ નિઃસહાય શબ્દો
| |
| ફરી એક વખત આકાશી ગર્જનામાં દબાઈ ગયા!
| |
| વરસાદ હવે થંભી ગયો છે. ખુશનુમા ઠંડક છે.
| |
| આ પર્વત આખો લીલોતરીથી શોભી ઊઠશે.
| |
| લોકો ખુશ છે કે શહેરનું તળાવ છલકાઈ ગયું છે.
| |
| એ સિવાય પણ કેટલું બધું બની ગયું!
| |
| મારી અગાશીમાં મેં વાવી હતી એ કોથમીર તૂટી ગઈ.
| |
| જેને અડતાં પણ ડર લાગે એવા
| |
| તાજા જન્મેલા બાળક જેવાં, સુંવાળાં મશરૂમ
| |
| રસ્તા પર વહેતાં આ પાણીમાં ડૂબી ગયાં.
| |
| મારા ઘરના છાપરા પર, રૂમાં વીંટાળીને મેં ફેંકયો હતો,
| |
| એ દૂધિયા દાંતને પણ આ પાણી
| |
| શહેર બહાર, સમુદ્રમાં લઈ ગયાં.
| |
| નિર્દોષ મારો એ દાંત હવે, સમુદ્રના પેટાળે પડેલા
| |
| અસંખ્ય ધોળાં છીપલાંઓમાં ભળી જવાનો.
| |
| આકાશમાં મેઘધનુષ્ય દેખાયું છે.
| |
| પણ મને તો હવે એક જ સ્વપ્ન આવે છે,
| |
| સમુદ્રના તળિયાનું !
| |
| અને હવે દરેક માછલીને હું શંકાથી જોઉં છું.
| |
| મારો દાંત એના પેટમાં છે,
| |
| કે કોઈ રાણીના આભૂષણમાં જડાયેલો છે.
| |
| કે પછી શંખના પાઉડરમાં પીસાઈ ગયો છે?
| |
|
| |
| બહાર રસ્તા પર રાત્રે રઘવાઈ થઈને ફરતી હતી
| |
| એ ગાય પર વીજળી ત્રાટકી,
| |
| અને એ પણ હવે નથી રહી.
| |
| દૂધિયા દાંત જેવી એ ગાય ક્યાં ગઈ?
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==એક હાથ સમુદ્રનો==
| |
| <poem>
| |
| મેં મારા હાથથી સમુદ્રની એક લહેરને અટકાવી દીધી.
| |
| અને એ પછી તો હું આખી જ બદલાઈ ગઈ.
| |
| મારો હાથ ઓક્ટોપસ બની ગયો.
| |
| મારી આંગળીઓ માછલી બની ગઈ.
| |
| મારા નખ સમુદ્રના પડ ઉકેલાય તેમ
| |
| ચામડીથી છૂટા થવા માંડ્યા.
| |
| મારા હાથની રેખાઓ પવનચક્કીનાં
| |
| ફરતાં પાંખિયાંઓ જેમ ધુમરાવા માંડી.
| |
| મારી મુઠ્ઠીમાં મીઠાના અગર બંધાયા.
| |
| મારી હથેળીમાં મોતી પાક્યું.
| |
| મારા હાથમાં સમુદ્રનો ભંગાર પણ આવ્યો.
| |
| મારા હાથમાંથી થોડુંક પાણી સરી પણ ગયું.
| |
| મારા હાથને તરસ પણ લાગી.
| |
| મારો હાથ જાણેકે મારો જ ન રહ્યો.
| |
| અને પછી તો સમુદ્રનાં મોજાં આવ્યાં,
| |
| જે મારા હાથને જ ખેંચી ગયા સમુદ્રમાં.
| |
| હવે તો ક્યારેક જ દેખાય છે મારો હાથ,
| |
| સમુદ્રનાં મોજાંઓ ભેગો ધસમસતો આવતો હોય છે.
| |
| અથડાઈ પડે છે ખડક સાથે અને
| |
| વેરાઈ જાય છે દરિયાઈ ફીણ જેવો.
| |
| પાછો ચાલ્યો જાય છે શાંતિથી, મોજાંઓ ભેગો.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| =તેઓ (એ અને તે)=
| |
|
| |
| ==કલગી==
| |
| <poem>
| |
| મોરની ડોક સુંદર, લાંબી.
| |
| ઢેલ જાડી ભમ.
| |
| વરસાદને વધાવે મોર એકલો જ.
| |
| ઢેલ તો બસ કાંગારુની કાંખમાં
| |
| બચ્ચું જોઈને શરમાય.
| |
| મોર તરડાયેલા પંજાઓથી જીવડાં પકડે
| |
| ને કલગી રગદોળાઈ જાય
| |
| ભીની ધૂળમાં, અળશિયાંઓ વચ્ચે.
| |
| મોટાં રંગીન પીંછાંઓવાળું
| |
| ઢેલનું ભારેખમ શરીર ઊંઘી જાય.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==નિયતિ==
| |
| <poem>
| |
| ધરતીના પોલાણમાં ઊંડે સુધી ખૂંપતા જવું
| |
| કે અંતરીક્ષમાં તર્યા કરવું —
| |
| ધરતીના પેટાળમાં મળનાર કોઈ ધગધગતું પ્રવાહી
| |
| કે અવકાશમાં મળનાર કોઈ ઝેરી વાયુ —
| |
| {{space}}{{space}}બંને એક જ અનુભવ છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==અતિપ્રિય અતિથિ==
| |
| <poem>
| |
| સાઈબીરીયાથી દર વર્ષે અહીં આવતાં
| |
| આ ફલેમિંગો હજી આવ્યાં કેમ નહીં?
| |
| ત્યાં જ ઠંડીથી ઠૂંઠવાતાં મરી તો નહીં ગયાં હોય?
| |
| કે પછી રસ્તામાં એમની કાંપતી પાંખો
| |
| એવાં જ સફેદ વાદળો સાથે ભૂલથી અથડાઈને
| |
| ચિરાઈ ગઈ હોય?
| |
| નળ-દમયંતીની વાર્તા કહેતો પેલો નાવિક
| |
| રાજા નળની જળસમાધિ બતાવી રહ્યો હતો.
| |
| હું જોઈ રહી, એની નાવ પર દોરેલાં લાકડાનાં ફ્લેમિંગો
| |
| ને પછી એ નાવિકની વહુએ ઘરમાં લીંપેલાં
| |
| માટીનાં ફલેમિંગો.
| |
| સરોવરમાં ઊગેલાં કુમળાં ઘાસનાં બીજ ફ્લેમિંગો.
| |
| વાંસનાં હલેસાં ફલેમિંગો.
| |
| કેટલાં બધાં! પણ બધાં જ સ્વર્ગસ્થ.
| |
| મારે તો જોવા હતાં હુંફાળા તડકામાં પાંખો શેકતાં,
| |
| સુંવાળાં સંવનન કરતાં,
| |
| માટીમાં ખાડા કરી ઈડાંઓ સેવતાં ફલેમિંગો.
| |
| જોકે, સરોવરનાં છીછરાં પાણીમાં રમતી
| |
| જળકૂકડી જોવાની મજા આવે છે,
| |
| પણ ફલેમિંગો કેમ ભૂલાય?
| |
| શાંત સ્વરૂપ અતિથિ.
| |
| જોજનો દૂરથી, ઠંડીથી બચવા, અહીં આવીને રહેતાં
| |
| અતિપ્રિય અતિથિ.
| |
| જોઈએ તો મારા શરીરની ઉષ્મા પણ હું તમને આપું.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==જન્મ==
| |
| <poem>
| |
| ઉજ્જડ દુકાળિયા ગામની સીમના
| |
| તળાવની પાળે ચિત્કારે છે ટિટોડી.
| |
| સરોવરનાં સુંવાળાં પાણીને
| |
| પલકવારમાં માપી લઈને
| |
| એક પગે ઊભો રહ્યો છે
| |
| બગલો. કંટાળેલો.
| |
| આ પાણીયે હવે નથી રહ્યાં
| |
| પહેલાં જેવાં ગુપ્ત, અગાધ.
| |
| અને આ બધાંથી અજાણ
| |
| દૂર દૂરથી હોડીઓમાં બેસીને
| |
| આવી રહેલાં ફ્લેમિંગોને
| |
| કેવી રીતે રોકવાં?
| |
| વચ્ચે કેટલાક ટાપુઓ આવે છે.
| |
| કોરી, મોટી શિલાઓનાં બનેલા.
| |
| પણ શું એવા ટાપુઓમાં એમને ઉતારવાં,
| |
| જ્યાં મરેલા કાચબાના તેલની સુંગધ હોય,
| |
| શંખોની ભષ્મ હોય,
| |
| જેના ઉપયોગની કંઈ જ ખબર ન હોય
| |
| એવી કિંમતી દરિયાઈ ઔષધિઓ હોય,
| |
| વમળોમાં ઊગી આવેલાં
| |
| અને સીગલોએ ચાંચમાં લઈને
| |
| ટાપુઓ પર ફેંકી દીધેલાં
| |
| જળકમળો હોય,
| |
| બંધ શ્યામગુલાબી રંગનાં!
| |
| અને પછી જો ફલેમિંગો
| |
| ત્યાં જ રહી જાય તો?
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==પુનઃજન્મો==
| |
| <poem>
| |
| ફ્લેમિંગોના અકાળ અવસાન પછી હવે શું?
| |
| ફીનિક્સની રાખ પડી છે.
| |
| સો વર્ષ પછી એ ફરીથી આ જ રાખમાંથી જન્મ લેશે.
| |
| હજી સો વર્ષ પૂરાં નથી થયાં.
| |
| અને એની આ રાખના ઢગલા પર
| |
| ગલૂડિયું બેઠક જમાવી રહ્યું છે.
| |
| ફીનિફ્સની પાંખોનો ફફડાટ દેખાય છે
| |
| ગલૂડિયાના લટકતા, ધ્રૂજતા કાનમાં.
| |
| એની નાનકડી પટપટતી પૂંછડી
| |
| એટલે ફીનિક્સનો આત્મા.
| |
| હાડકું ચાવતા દાંત એટલે
| |
| ફીનિક્સનું આખુંયે જીવન.
| |
| ચામડાની ગંધથી ફૂલી જતાં એના નાકનાં ફોયણાં
| |
| એટલે ફીનિક્સની દરિયા પરની
| |
| ઊંચી ઊંચી ઉડાનોની બધી અગમચેતી.
| |
| એ ફીનિક્સની આ રાખ પર હવે
| |
| ગલૂડિયું સૂતું છે.
| |
| એ રાખની અંદરની શારીરિકતા ૫૨
| |
| એનાં સ્વપ્નો રચાયાં છે.
| |
| એ હવે જાગે તેમ નથી.
| |
| એનું ચિંતન એટલે રાખમાં રહી ગયેલું
| |
| ફીનિફ્સનું વીર્ય
| |
| જેમાંથી કોઈ ફીનિક્સ જન્મવાનું નથી.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==‘નોબલ મીટ હોમ’==
| |
| <poem>
| |
| મને કોઈ જ રસ નથી, વી.ટી.થી થાણા
| |
| અને થાણાથી વી.ટી. આવ-જા કરતી
| |
| આ ટ્રેનમાં કે કરડા ચહેરા અને કર્કશ અવાજવાળી
| |
| ફૂલ-ગજરા વેચતી આ મરાઠી બાઈમાં.
| |
| કુર્લા સ્ટેશને ગાડી ઊભે છે.
| |
| મુસ્લિમ સ્ત્રીઓ લેડીઝ કંપાર્ટમેન્ટમાં આવીને
| |
| બુરખો કાઢી નાખે છે અને હું એમને
| |
| સજાતીય નજરે તાકી રહું છું.
| |
| આખુંયે કુર્લા દેખાય છે મને એ ચહેરામાં.
| |
| ત્યાંનું, ‘નોબલ મીટ હોમ',
| |
| ઓફ-વ્હાઈટ કલરની મરઘીઓ,
| |
| હાફ-ફ્રાઈડ ઓમલેટ,
| |
| લીલા રંગના ડીસ્ટેમ્પરવાળી મસ્જિદ,
| |
| ચાદર ચડાવવા આવેલી
| |
| મહેંદી કરેલા કેસરી વાળવાળી એક પ્રૌઢ સ્રી,
| |
| નિકાહ કુબૂલ કરાવતા હાજીઓ,
| |
| સૂફી ઓલિયાઓ,
| |
| ધગધગતા દેવતા પર દોડી જતાં બાળકો,
| |
| પોતાના શરીર પર કોરડા ઝીલતો
| |
| એક વ્યભિચારી, તથા
| |
| ઈમામ-હુસેનની તરસ છીપાવતાં
| |
| શરબતનાં છલકતાં પીપ.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મીં જા મામા==
| |
| <poem>
| |
| કાઢી લીધા આંખોના ડોળા ને ઘસ્યા પથ્થર પર.
| |
| પછી ચોંટાડી દીધા, બગાઈની જેમ, ગાયની પીઠ પર.
| |
| ગોળ ફેરવી પુચ્છ ને પછાડી ગાયે પીઠ પર.
| |
| ને જોયા તારાઓનાં ઝુંડને પડતાં નીચે.
| |
| ભૂંરાટી થઈ ગાય તો! દોડી આખા ગામમાં.
| |
| ચાટવા મથી આંખોના ડોળા અડરની જેમ.
| |
| બધું વહી ગયું થૂંકની શ્રાવણી નદીમાં.
| |
| નદી, જેમાં રહે હંસ, માછલી, ઓક્ટોપસ, વ્હેલ
| |
| ને હવે વરસાદમાં નીકળ્યા છે, લાલ લાલ મખમલના
| |
| મામાઓ
| |
| સુંવાળાં જીવડાં, પોચાં પોચાં, શરીર માત્ર.
| |
| આંખો ક્યાં છે એ તો ખબરે ન પડે.
| |
| સહેજ જો ચાલતાં શરીર ઉથલી પડે તો,
| |
| સીધાંયે માંડ થાય, એ આ મીં જા મામાઓ
| |
| જઈ રહ્યા છે ગમાણ તરફ.
| |
| ગાંડી સ્રી જેવી એ ગાય પાસે?
| |
| જેને ફેંકવા ભૂંરાટી થઈ'તી એના માટે જ હવે
| |
| શોક કરતી, શાંત થઈ ગયેલી એ ગાય પાસે?
| |
| હા, એના ગળામાં મખમલના આ મામાઓ
| |
| પરોવાશે હાર થઈને.
| |
| આંખમાંથી કાઢી લીધેલી કીકીઓ જેવા ચમકીલા તારાઓ
| |
| બધું જ જોતાં અને કંઈ જ ન સમજતાં
| |
| આ તારાઓનો હાર થઈને
| |
| પરોવાશે ગાયના ગળામાં.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==આરબ અને ઊંટ==
| |
| <poem>
| |
| એક જુવાન ઊંટ
| |
| પોતાની અંદર
| |
| ખૂબ બધું પાણી ભરી લઈને
| |
| ચાલી નીકળ્યું છે
| |
| એકલું
| |
| રેતીમાં.
| |
| રેતીને ચાટે છે, સૂગાળવાં જડબાંથી.
| |
| ને સામે મળે કોઈ આરબ તો
| |
| નથી આપતો પાણી સહેજે ય.
| |
| ને જો કોઈ બાંધી દે
| |
| એની પીઠ પર બાળક તો
| |
| દોડે છે એ, દોડે છે એ,
| |
| ત્યાં સુધી
| |
| જ્યાં સુધી
| |
| એ બાળકમાં જીવ હોય.
| |
| ને પછી બેસી પડે છે એ
| |
| રેતીમાં
| |
| ને વમળાય છે
| |
| ફગાવી દેવા એ બાળકને.
| |
| પણ પછી ત્યાં કોઈ ફરકતું નથી.
| |
| ને પીધા કરે છે એ
| |
| પોતાનું પાણી
| |
| ટીપાંઓમાં તારવીને.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
|
| |
| ==પવન==
| |
| <poem>
| |
| પાણીના લીસા પાતાળે
| |
| બે ચકમક પથ્થરો ઘસી જોયા.
| |
| પણ, એક તો ઘેનભરેલાં પોપચાં
| |
| અને તેમાં માણસોને
| |
| ઊંઘમાં નાંખી દેતો આ પવન!
| |
| આ વડની વડવાઈઓ પણ
| |
| ડાળે ડાળથી જમીન તરફ ખૂંપતી જાય છે.
| |
| થોડીકેય અધ્ધર નથી રહી જમીનથી
| |
| અને ટેટાનો સ્વાદ ચાખવા ગયેલાં પક્ષીઓ
| |
| લાખ ચાંચો ભરાવ્યા છતાંયે
| |
| વૃક્ષમાંથી બહાર જ નથી નીકળી શકતાં.
| |
| લંગોટિયાં બાળકો રમવા જઈ રહ્યાં છે,
| |
| પાતાળકૂવા તરફ.
| |
| ચારેબાજુની આ બૂમરાડમાં
| |
| જરી ભરેલા ઘોડાઓયે હવે
| |
| ચાલી નીકળ્યા છે,
| |
| અસવારની રાહ જોયા વિના.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ખાંભી==
| |
| <poem>
| |
| ઘટાટોપ વનમાં
| |
| ભરચક વૃક્ષોની વચ્ચે રહેતાં આ પાણી.
| |
| સૂરજના સાત અશ્ચોમાંથી કોઈ ત્યાં
| |
| ક્યારેય પાણી પીવા નથી આવતા.
| |
| કે ન તો ક્યારેય ચંદ્ર,
| |
| ક્રોધિત થઈને ધ્રૂજે છે એ પાણી પર.
| |
| ન કોઈ બગલો આવે છે માછલીઓને ખાવા.
| |
| એકમાત્ર બાજુની ખાંભી, લળી લળીને
| |
| ડોકિયાં કરે છે કે કદાચને,
| |
| એની અંદરની સતીનો ચહેરો
| |
| દેખાઈ જાય એ પાણીમાં!
| |
| એ સિવાય, નર્યા બિલોરી એ નીરમાં,
| |
| રહે છે એક નાગ.
| |
| જેની ફેણ પર છે, ચમેલીનાં ફૂલોનો ઢગલો.
| |
| અને, અને, એ પાણીનાં પોલાણોમાં રહેતો
| |
| બોખો કાચબો.
| |
| રાત પડ્યે એની શિથિલ ઢાલમાં
| |
| મોં છૂપાવી સુઈ જાય છે.
| |
| એને ખબર નથી
| |
| કે ક્યાંથી આવ્યા છે આ પાણી?
| |
| અને શા માટે અટકી ગયાં છે
| |
| અહીં, આ અરણ્યમાં?
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==પૂર્વજ==
| |
| <poem>
| |
| થોડા દિવસ પહેલાં એક મિત્રને ત્યાં
| |
| એના કોઈ પૂર્વજનો ફોટો જોયો.
| |
| અને ત્યારથી મને એવું જ લાગ્યા કરે છે કે એ
| |
| મારા પણ પૂર્વજ હોઈ શકે.
| |
| પૂર્વજો તો બધા સરખા.
| |
| પૂર્વ દિશામાં મોં ફેરવીને ઊભેલા લોકો.
| |
| આમ તો ક્યારેય પાછું વળીને જુએ નહીં,
| |
| પણ છતાં જોવું હોય તો જોઈ પણ શકે.
| |
| મેં મારા ઘરનું વાસ્તુ નથી કરાવ્યું,
| |
| એટલે ઘણી વખત ઘરની દીવાલોમાંથી
| |
| રુદન સંભળાય છે.
| |
| એ ઘરમાં કે એ જમીન પર મારા અગાઉ રહી ચૂકેલા
| |
| બીજા કોઈકના પૂર્વજોનું
| |
| ક્યારેક છાનું છપનું હાસ્ય પણ.
| |
| અને મને એ બધું જ મારી આવનારી પેઢીના
| |
| પૂર્વજો જેવું લાગે છે.
| |
| એટલે કે હું જ,
| |
| આ મારા ઘરની હમણાં જ ધોળાયેલી દીવાલોમાં
| |
| ચણાયેલી, કેદ,
| |
| પૂર્વ દિશામાં જોઉં છું તો પીઠ ફેરવીને ઊભેલા
| |
| અસંખ્ય પૂર્વજો દેખાય છે.
| |
| બધા જ મારા ઘર તરફ આવવા માગતા.
| |
| બધા જ પરિચિત ચહેરાઓમાં, મારા પૂર્વજ.
| |
| આવનારા જન્મનાં રંગીન સપનાં દેખાડતા.
| |
| મારા ઘરની ભીંતોમાં રહેતી હું
| |
| રાહ જોઈ રહી છું,
| |
| ધરતીકંપના એક હળવા આંચકાની.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==કબૂતરની ભીઠ==
| |
| <poem>
| |
| એક જૂનું રજવાડી મકાન છે.
| |
| નહીં, આ રાજમહેલ કે યુદ્ધ કે
| |
| ભોંયરાંઓની વાત નથી.
| |
| ઓરડાની અંદર છતને ટકાવતા
| |
| મોટા, ભરાવદાર થાંભલાઓ છે.
| |
| છત ખૂબ ઊંચી છે અને ઘુમ્મટમાં
| |
| પ્રસન્ન રાજનર્તકીનું નર્તન છે.
| |
| એનો ઘેરદાર ઘાઘરો કોઈ કલ્પનાતીત યુગની
| |
| ઊંડી ગર્તામાં સરી ગયેલો લાગે.
| |
| રાત્રે નજીકના દરિયાનો,
| |
| જરાય ગમે નહીં એવો રઘવાટ સંભળાય.
| |
| અને સાથે સાથે ખલાસીઓને
| |
| જાહોજલાલીભર્યાં બંદરો દેખાડતી
| |
| દીવાદાંડીનો પ્રકાશ પણ ખુલ્લા ઝરુખાઓમાંથી
| |
| એ ઓરડામાં આવે, જાય, આવે,
| |
| તમે પાગલ થઈ જાવ. વિચાર આવે કરચલાઓનો.
| |
| જે આવી કોલાહલભરી રાતે,
| |
| દરિયાની ઠંડી રેતીમાં બહાર નીકળી,
| |
| કાંઠા સુધી આવે.
| |
| ડૉકનાં ચાર-પાંચ ખડકાળ પગથિયાં પણ ચડી આવે.
| |
| અને પછી પાછા ઊતરી જાય, સવાર થતાં સુધીમાં.
| |
| આવું તો ઘણી વખત થાય.
| |
| પણ દિવસે અહીં ખૂબ શાંતિ હોય છે.
| |
| ગોખલામાં કબૂતરો આવીને બેસે.
| |
| કોઈક આંધળાં, કોઈ દેખતાં હોય.
| |
|
| |
| અને આ ઘરમાં કાયમ રહે છે
| |
| કબૂતરોની ભીઠની તાજી તાજી સુગંધ.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==તાપ વિનાનો ઉજાશ==
| |
| <poem>
| |
| ઓરડા બધા અગાશી
| |
| અને રાત બધી બપોર.
| |
| ઓરડામાં ખરતા તારાઓ
| |
| અને અગાશીમાં છે પડદા.
| |
| રાત્રે દેખતાં ચામાચીડિયાં
| |
| ને બપોરે બોલતાં તમરા.
| |
| નથી બદલાઈ મારી
| |
| સવાર અને સાંજ.
| |
| સવાર એવી જ -
| |
| ‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન’
| |
| સાંજ પણ એવી જ -
| |
| કુદરતી '''દ્રશ્ય''' જેવી.
| |
| બે પર્વત, વચ્ચે આથમતો સૂરજ,
| |
| એક મંદિર, એક નદી, એક હોડી.
| |
| તો પછી શું થયું રાતને?
| |
| કેમ ઓસરી ગયાં અંધારાં?
| |
| શું થયું બપોરને?
| |
| કેમ કરમાઈ ગયાં સૂરજમુખી?
| |
| તાપ વિનાના ઉજાશમાં મને સપનાં આવે છે.
| |
| રાતનાં સપનાં બપોરે
| |
| અને બપોરનાં સપનાં રાત્રે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સ્વપ્નાવસ્થા==
| |
| <poem>
| |
| મને ગમે છે મારી તંદ્રા કે નિદ્રા.
| |
| પણ ત્યાંયે પેલી સ્વપ્નાવસ્થા.
| |
| ક્યારેય શીખી જ નથી એવી રંગોળીઓ.
| |
| તપ્ત કરી જતી અગ્નિશિખાઓની લાલાશ.
| |
| હાથીના કાનમાં ધાક આવી ગઈ છે.
| |
| એને તો બંદૂકનો અવાજ પણ નથી સંભળાતો.
| |
| માત્ર દદડતું લોહી દેખાય છે.
| |
| દૂરથી મુસીબતમાં સપડાયેલા ફેન્ટમે બૂમ પાડી.
| |
| જંગલીઓએ નગારાં વગાડી
| |
| સંદેશો આગળ પહોંચતો કર્યો.
| |
| મદદ માટે દોડતાં આવી પહોંચ્યા
| |
| રસ્તો સૂંઘતા જંગલી ફૂતરાંઓ.
| |
| એક કૂતરી પડી ગઈ.
| |
| બેભાન થઈ ગઈ.
| |
| સપનાને કોઈ અંત નથી.
| |
| છતાં જાગી જવાય છે.
| |
| યાદ આવે છે, થોડીવાર પહેલાં
| |
| થોથવાતા હોઠ કંઈક બોલ્યા હતા.
| |
| સીધા ઊભા ન રહી શક્તા પગ
| |
| થોડુંક ચાલ્યા હતા.
| |
| પથારીમાં હવે થાક લાગે છે.
| |
| રૂમમાં નાઈટલેમ્પનો ઝાંખો પ્રકાશ છે.
| |
| ફીનાઈલની ગંધ છે.
| |
| અને ઊંદરો, આમતેમ બ્રેડ ખાતા,
| |
| ટુકડાઓથી રમતા દોડાદોડી કરી રહ્યા છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મૂર્છા==
| |
| <poem>
| |
| દરિયા પર એક વસાહત છે.
| |
| માછણો પોતાનાં કપડાં સૂકવી રહી છે.
| |
| અને ખારવાના છોકરાઓ જોઈ રહ્યા છે,
| |
| ખારી રેતીમાં આળોટતી
| |
| સુંદર મત્સ્યકન્યાઓને.
| |
| એમને કિનારા સુધી ખેંચી લાવનારાં
| |
| મોજાંઓ તો પાછાં વળી ગયાં છે ક્યારનાં.
| |
| મૂર્છિત આ કન્યાઓની આંખો ઉઘડતી નથી
| |
| તડકામાં શરીર પરથી ખરી રહ્યા છે
| |
| ચમકતા કાંટાઓ, અને સોનેરી વાળમાં
| |
| ગૂંચ વળી રહી છે, અસ્પષ્ટ
| |
| આંખોનાં પાણી શોષાઈ ગયાં છે,
| |
| પેલા ખારવાના છોકરાની નજરમાં.
| |
| જેના અધખુલ્લા હોઠો પાછળ ફૂટી રહ્યા છે
| |
| આડાઅવળા, નવાસવા દૂધિયા દાંત.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સાગર કાંઠે==
| |
| <poem>
| |
| સાગરના સંતની વાણીને
| |
| એકીશ્વાસે સાંભળી રહેલાં
| |
| છીપલાંને થયું,
| |
| મારી અંદર આ મોતી?
| |
| કરચલો કલ્પને ચડ્યો,
| |
| ક્યારેક તો એવો પવન પણ
| |
| આવી જતો હશે કે જ્યારે
| |
| શંખ બધા આપોઆપ જ ફૂંકાવા માંડે!
| |
| માછલી એની ટચૂકડી પુચ્છ ઉછાળી
| |
| ખડકછોડ સામે દાંતિયાં કરે,
| |
| અને નાનકડી સફેદ કાંકરીઓ
| |
| સઢના પડછાયે સપનાં જુએ.
| |
| પછી, વહાણોની વિદાય વસમી લાગે.
| |
| એવે વખતે,
| |
| હોડીના તળિયે પડેલું બાકોરું જોઈને
| |
| માછીમારને થયું,
| |
| આ દરિયો,
| |
| આખેઆખા આકાશને,
| |
| કઈ રીતે સમાવી લે છે?
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મેખલા==
| |
| <poem>
| |
| મારી પાસે પણ એક કોડિયું છે.
| |
| જેની રોશનીમાં મને દેખાય છે, આખું યે બગદાદ.
| |
| ચારે તરફ બ્લેક-આઉટ અને
| |
| અને ઉપર ફરતાં અમેરીકી વિમાનો.
| |
| જાદુઈ સાદડીના ચીરા, સંતાઈ ગયેલો જીન,
| |
| અલીબાબાનાં ગધેડાં,
| |
| ગુફાઓ આડેથી હટતા મોટા મોટા પથ્થરો,
| |
| ખણખણતી અશરફીઓ, મરજીનાની આંખોની ચમક
| |
| અને પેલા તણખા ઝરતા બૉમ્બ.
| |
| અખાતમાં તેલના કૂવાઓ હજી સળગ્યા કરે છે.
| |
| અને જીવતી રહે છે પંચતંત્રની વાર્તાઓ.
| |
| રાજકુમારીના રૂપથી દિગ્મૂઢ થઈ ગયેલો
| |
| એક બરછટ, ગાંડો રાક્ષસ —
| |
| {{space}}માણસ ગંધાય - માણસ ખાઉં
| |
| {{space}}માણસ ગંધાય - માણસ ખાઉં
| |
| પણ રાજકુમાર તો પહોંચી ગયો છે,
| |
| આકાશથીયે ઊંચા એ ઝાડ પર, રાક્ષસના જીવ સુધી.
| |
| નીચે એ ઝાડ કાપી નાખવા મથે છે રાક્ષસ.
| |
| કૂવામાં પડી જાય છે સિંહ.
| |
| ચંદ્ર પર ઉતરાણ કરે છે નચિકેતા.
| |
| લાકડાના ઘોડાથી રમે છે લવ-કુશ.
| |
| કામધેનુ બંધાયેલી છે ઋષિના આશ્રમમાં.
| |
| પાર્વતીને ડંખે છે એના શરીર પરની મેખલા.
| |
| ઝૂંપડામાં રહે છે રાજાની એક અણમાનીતી રાણી.
| |
| ભયભીત થઈ જાય છે યશોદા
| |
|
| |
| કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ જોઈને.
| |
| મકાન બાંધતા જમીનમાંથી નીકળે છે ચરુ.
| |
| તલનો લાડુ ખાતાં જીભ કચરાઈ જાય છે
| |
| ગુપ્તદાનના એક પૈસાથી
| |
| બરાબર એમ જ, જેમ કોઈ સ્વયંવરમાં
| |
| કોઈ રાજાનું અપમાન થયું હોય !
| |
| ફરી મારે કોડિયામાં થોડુંક તેલ રેડવાનું છે...
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| =અમે (હું અને એ)=
| |
|
| |
| ==માછલીના દાંત==
| |
| <poem>
| |
| હું અને મારો પ્રેમી
| |
| લીલી શેવાળના રસ્તે
| |
| માછલીના દાંત બનીને
| |
| રોજ મળીએ છીએ.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==મુખવાસ==
| |
| <poem>
| |
| હું આંધળો છું, પણ વર્ષોથી પરિચિત
| |
| મારી સ્ત્રીના શરીરમાં તો એવી રીતે ફરી વળું
| |
| જાણે વનરાજીમાં કોઈ સાપ સરકતો હોય.
| |
| એના ચહેરા પરનો સંતોષ તો હું જોઈ શકતો નથી
| |
| પણ, પીડાના આનંદથી, એ સહેજ ઊંહકાર કરે
| |
| અને મને લાગે કે એ મારી જ છે.
| |
| એને આખીયે ભોગવી લીધા પછી હું થાકી જઉં
| |
| ને સૂઈ જઉં, એના જ શરીર ઉપર.
| |
| એ મારો ભાર ખમી લે. એટલું જ નહીં,
| |
| મારા વાળમાં એની બોલતી આંગળીઓ પણ ફેરવે.
| |
| દિવસે પણ હું આમતેમ હાથ ફેરવતો હોઉં
| |
| મુખવાસના ડબ્બા માટે, ત્યાં એ આવીને
| |
| મારા મોંમાં મૂકી દે, લીલી તાજી વરિયાળી.
| |
| હું એ વરિયાળી ચાવતો બેસું,
| |
| એ મારા બાળકને નવડાવે.
| |
| બાથરૂમમાંથી એનું મુક્ત, રણક્તું હાસ્ય
| |
| આખા ઘરમાં સંભળાય.
| |
| મને બીક લાગે બહેરો થઈ જવાની.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==કપાસનાં ફૂલ==
| |
| <poem>
| |
| મોટાંમસ પાન અને
| |
| સૂજેલાં કમળો નીચે
| |
| પાતળી દાંડીઓ જેમ પડી રહે
| |
| એવી નિર્બળ થઈ ગઈ છે મારી રાત!
| |
| પાણીમાં ઉતરી રહેલા હિપોપોટેમસની જેમ
| |
| ચાલી ગઈ છે, વિચારશીલ,
| |
| પડી હશે ક્યાંક નોંધારી અથવા તો
| |
| એક પગ જડબામાં પકડી લઈ
| |
| ખેંચી ગયો હશે મગર એને અંદર,
| |
| દૂર, દૂર આરસના ઠંડાગાર મહેલમાં.
| |
| વિશાળ ફર્શ પર અગણિત મોતી પથરાયાં હોય,
| |
| મોકલી જો હંસોને.
| |
| ચરશે એ ચારો ત્યાં ફર્શ પર?
| |
| ખોદી નાખશે આરસને, ચાંચો ભરાવી ભરાવીને.
| |
| લોહીલુહાણ થયાં છે મારાંયે પેઢાં
| |
| મોરચંગ વગાડતાં.
| |
| તેં તો વાવી દીધાં કપાસનાં ફૂલો મારી રાતમાં.
| |
| ડરું છું આ પહોળાં થતાં જતાં ફૂલોથી.
| |
| પાછી આપ મને એક રાત ફરીથી.
| |
| અંગિમાઓના લાસ્યવાળી.
| |
| કેનાનાં કેસરી ફૂલ જેવી, ઊંડી.
| |
| નરમ, અંતર્નિહિત, સુગંધવાળી.
| |
| કોઈ જ વિક્ષેપ વગરની.
| |
| અસ્ખલિત.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==કાગ==
| |
| <poem>
| |
| કા-કા કૌઆ, ઠા-ગા ઠૈયા
| |
| કાગશ્રી નાચે
| |
| ને મંદિરમાં મંજીરાં વાગે.
| |
| દાળ-શીરાનો એઠવાડ ને ભેગી
| |
| અલક-મલકની વાતો.
| |
| શનો ભગત કહી રહ્યો છે :
| |
| ઓલા પ્રીતમ શેઠની વઉ પંદર દહાડાથી
| |
| રોજ આવે છે, એક ખોળાનો ખૂંદનાર માંગવા.
| |
| મહંતજી, હવે તો દયા કરો,
| |
| મહંતજી!
| |
| કા..... કા..... કૌ..... આ.....
| |
| ઠા..... ગા.... ઠૈ..... યા.....
| |
| કાગશ્રી નાચે ને મંદિરમાં મંજીરાં વાગે.
| |
| હે દેવોના દેવ!
| |
| આ પ્રસવપીડાનો અંત ક્યારે?
| |
| આ કષ્ટથી તણાયેલું મુખ
| |
| ને ખાટલા નીચે દેવતાનો શેક,
| |
| હે મહારાજ!
| |
| મુજ સુવાવડી પર કૃપા કરો.
| |
| મારા લાલનું નામ ‘ભીખો'
| |
| ને દીકરીય ‘દેવદાસી’, પ્રભુ!
| |
| કાકાકૌઆ ઠાગાઠૈયા
| |
| કાગશ્રી નાચે ને મંદિરમાં મંજીરાં વાગે.
| |
| મને ભલે શરીરે ચાંદી થાય,
| |
| ને મહંત જીવતે સમાધિ લે,
| |
| પણ, મારાં શ્રાદ્ધ ને આમ પાછાં ન ઠેલો, કાગ !
| |
| નહીં કરું, ગામ આખાના દેખતાં મને આમ
| |
| વડવાઓ પાસે લજિજત ન કરો.
| |
| કાગ!
| |
| મને શરણે લો.
| |
| દીનાનાથ!
| |
| કાકા
| |
| ::કૌઆ
| |
| ::::ઠાગા
| |
| :::::ઠૈયા
| |
| કાગશ્રી નાચે ને મંદિરમાં
| |
| વાગે મંજીરાં.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==બાળસ્વરૂપ==
| |
| <poem>
| |
| આ કેલેન્ડરમાં પણ એ જ છે,
| |
| સીતામૈયા જમાડી રહી છે અને
| |
| બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બાળસ્વરૂપે
| |
| મારાં મૃત બાળકો જેવાં,
| |
| જેમને મેં દફનાવી દીધાં છે, મારા પતિના શરીરમાં,
| |
| એ બાળકો ભૂત થઈને જાગે છે,
| |
| રોજ નવું નવું ખાવાનું માગે છે,
| |
| ઘરમાંનું બધું અનાજ ખૂટી જાય ત્યાં સુધી ખાયા કરે છે,
| |
| કોઈ આશીર્વાદ નથી આપતા પણ
| |
| મારી જ યોનિમાંથી ફરી ફરીને જન્મ લેવા માગે છે.
| |
| જન્મે છે, જમે છે અને મરી જાય છે.
| |
| મારું રસોડું રોજ એમને બત્રીસ પકવાન પીરસતું રહે છે,
| |
| મારો બેડરૂમ સ્મશાનઘાટ જેવો થઈ ગયો છે.
| |
| ક્યારેક ભડકે બળતી ચિતાઓ
| |
| ક્યારેક શાંત દફન.
| |
| મારો પતિ રોજ અસ્થિફૂલ તારવતો રહે છે,
| |
| ક્બર પર ચડાવવા ફૂલો વીણતો રહે છે.
| |
| મારાં બાળકો ભટકતો આત્મા છે.
| |
| રોજ મારા પતિના શરીરમાં વીર્ય બનીને આવે છે
| |
| અને મારાં સ્તનોમાં દૂધ બનીને.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સજાતીય સંબંધ==
| |
| <poem>
| |
| એક ગાંડો અને એક જંગલ.
| |
| બંનેની વૃત્તિઓ બે-લગામ.
| |
| જંગલનું આમ અણધાર્યું, અચાનક ઊગવું
| |
| અને એ માણસનું આમ ગાંડા થવું —
| |
| બંને સહજ છે.
| |
| એ ગાંડાની ઉંમર વધી રહી છે.
| |
| અને જંગલ વિસ્તરી રહ્યું છે.
| |
| ક્યારેક મને લાગે છે કે આ ગાંડાને
| |
| અને જંગલને સજાતીય સંબંધો છે.
| |
| કારણકે આ ગાંડો ઘણી વખત કુહાડી લઈને
| |
| જંગલના ઊંચા, ઘેઘૂર વૃક્ષને કાપીને ફેંકી દેવા
| |
| પરસેવે રેબઝેબ થતો હોય છે.
| |
| ખૂબ પરિશ્રમને અંતે એ સૂઈ જાય છે.
| |
| અને પછી ઊંઘમાં હસતો હોય છે.
| |
| એની વિચારશ્રુંખલા આમ તો
| |
| જંગલના રસ્તાઓ જેવી જ દુર્ગમ છે.
| |
| પણ, એ બંને વચ્ચે હવે કોઈ ભેદ રહ્યો નથી
| |
| પણ, આ ગાંડો કંઈ જંગલ જેટલું થોડું જીવશે?
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ગોઝારી વાવ==
| |
| <poem>
| |
| હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
| |
| પણ મરી ગયો છે એ મારા માટે.
| |
| અને એટલે જ હું રોજ એના નવા નવા
| |
| મૃત્યુની કલ્પના કરું છું.
| |
| રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
| |
| અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
| |
| તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
| |
| અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
| |
| મુસાફરી કરતી હોઉં છું.
| |
| ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
| |
| અને એના ગળામાં ફાંસો હોય છે.
| |
| હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
| |
| અને એનું આખું શરીર સળગતું હોય છે.
| |
| ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે.
| |
| અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉ છું.
| |
| રોજ રાત્રે યમરાજ આવે છે.
| |
| પેલા કાળમુખા પાડા પર બેસીને.
| |
| કરગરે છે, એને લઈ જવા માટે.
| |
| પણ હું એને રજા નથી આપતી.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==શૂન્યાવકાશ==
| |
| <poem>
| |
| એક ચુડેલ અને એક ખવીસ પ્રેમમાં હતાં.
| |
| ચુડેલ રોજ રાત્રે માથા પર સગડી લઈને આવી જતી.
| |
| બંને ખુશ હતાં.
| |
| શરીરની પોતાની એક ભાષા છે.
| |
| બંને સંતુષ્ટ હતાં.
| |
| પણ એક દિવસ, ચુડેલને મન થયું કે એનો પ્રેમી
| |
| એને એક દીર્ઘ ચુંબન આપે.
| |
| એણે ખવીસને ખૂબ આજીજી કરી.
| |
| પણ ખવીસને માથું જ ક્યાં હતું?
| |
| હોઠ, દાંત, જીભ, આંખ, કાન -
| |
| કંઈ જ નહીં!
| |
| એ રડવા લાગ્યો.
| |
| ચુડેલ એના ધડની ઉપરના શૂન્યાવકાશને તાકી રહી.
| |
| અને પછી ગુસ્સે થઈને ચાલી ગઈ.
| |
| ખવીસ એની પાછળ એને મનાવવા દોડ્યો.
| |
| પણ એ ક્યારેય એને શોધી ન શકયો.
| |
| ચુડેલનાં પગલાં હંમેશા ઊંધાં પડે છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==શિલાલેખ==
| |
| <poem>
| |
| પાટીમાં ઉપસી આવેલી વાદળી ધાબાંઓની વિઘા
| |
| આજે અદશ્ય થઈ ગઈ છે.
| |
| હું અબોધ થઈ ગઈ છું.
| |
| મારા વાદ-વિવાદ, મારું ચાતુર્ય, મારી તીક્ષ્ણ વાણી,
| |
| ચર્ચા હતી એની દેશદેશાવરમાં.
| |
| પણ આજે મેં મારા ગુરુને લાત મારી.
| |
| અને બિચારા વૃદ્ધ, દૂબળા-પાતળા ગુરુએ આપઘાત કર્યો.
| |
| હવે મેં એવું સાંભળ્યું છે કે આ બધા લોકો
| |
| ભેગા થઈને મને એક મૂર્ખની સાથે પરણાવવાના છે.
| |
| ખબર નહીં કેમ પણ મને મારા
| |
| અજ્ઞાની પતિ પર ખૂબ વ્હાલ આવે છે.
| |
| હું આતુર છું અમારા બાળકને જન્મ આપવા.
| |
| એની અજ્ઞાનતાના એક દિવસ
| |
| શિલાલેખ કોતરવામાં આવશે.
| |
| એ ત્યાંથી પસાર થશે અને એ લિપિને
| |
| ઉકેલ્યા વગર જ ચાલ્યો જશે.
| |
| એ કાયમ બંધ મુઠ્ઠીઓ વાળીને દોડતો રહેશે.
| |
| કોઈ એને પકડી નહીં શકે.
| |
| મને ખબર છે કે એની બંધ મુઠ્ઠીમાં શું હશે!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==વિસ્મય==
| |
| <poem>
| |
| આજે મેં એક બહુરૂપી જોયો.
| |
| શહેરના વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર ચાલતો જતો. હતો.
| |
| હનુમાનના વેશમાં.
| |
| મોઢું ફુલાવેલું, હાથમાં ગદા, સળગતી પૂંછડી,
| |
| અને પવનવેગી ચાલ.
| |
| એ તો પસાર થઈ ગયો.
| |
| પણ મને યાદ રહી ગઈ, એની જાંબલી રંગની જાંઘો.
| |
| અને એના પરનો મોટો કાળો મસો.
| |
| એની પત્ની પણ રોજ વિસ્ફારિત નેત્રે આમજ તાકી રહેતી હશે
| |
| ક્યારેક શિવાજી મહારાજ તો ક્યારેક
| |
| શંકરનો પોઠિયો બનતા એના પતિને.
| |
| બહુરૂપી મોરપીંછ લગાવી મોરની ચાલે ચાલતો રહે
| |
| વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર,
| |
| ટહુકા કરતો.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ઇજન==
| |
| <poem>
| |
| એક મહાકાય અજગરે મને એના બાહુપાશમાં લઈ લીધી છે.
| |
| મેં જાતે જ આપેલું આ ઇજન છે.
| |
| વેલ જેમ કોઈ વટવૃક્ષને વળગી રહે એમ હું એને અધીન છું.
| |
| એના ઝેરી ઉચ્છવાસ સિવાય હવે કશું જ
| |
| મને જીવાડી શકે એમ નથી.
| |
| હું પણ હવે એની જેમ ચામડી ઉતારવા લાગી છું.
| |
| ક્યારેક એ મને સર્પોની યોનિમાં લઈ જાય છે.
| |
| ગૂંચળું વળીને પડેલા અસંખ્ય સાપ
| |
| મહામૂલા મણિના પ્રકાશમાં સૂતા હોય છે.
| |
| એમની બંધ આંખોની પાછળ રમતી વિષકન્યા હું છું.
| |
| કુમારિકા - આ અજગરની પત્ની - એક છોકરી -
| |
| આ બધા જ સર્પોની માતા અને સ્વખ્નસુંદરી -
| |
| અહીંની રાણી - નીલિમા.
| |
| સર્પોના ઝેરી વીર્યની વચ્ચે રહેતી હું - શ્યામા.
| |
| રાત્રે બધા સાપ ઝેરની કોથળી ખાલી કરીને
| |
| મારી પાસે પાછા ફરે છે.
| |
| ઝેર વગરના સાપ!
| |
| ફરીથી હું અજગરને, વેલ જેમ કોઈ વટવૃક્ષને
| |
| વળગી રહે એમ વીંટળાઈ વળું છું.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==રોમાન્સ==
| |
| <poem>
| |
| મારા ઘરમાં એક ઈનડોર પ્લાન્ટ છે.
| |
| ઘરનો એક મોટો, ખાલી ખૂણો
| |
| એના કારણે ભરાઈ જાય છે.
| |
| મને એની સાથે ખૂબ સરસ અન્ડરસ્ટેન્ડીંગ છે.
| |
| મારું હાસ્ય એના માટે સૂરજ છે.
| |
| મારાં આંસુ એના માટે પાણી છે.
| |
| હું તાળું ખોલી ઘરમાં પ્રવેશું છું.
| |
| અને લાગે છે જાણે, મારી ઘરની રોજિંદી ક્રિયાઓ ઉપરાંત,
| |
| ઘણું બધું એ મારા વિશે જાણે છે.
| |
| ક્યારેક મને એનાથી ખૂબ સંકોચ થાય છે.
| |
| અને હું એની ધરાર ઉપેક્ષા પણ કરું છું.
| |
| છતાં મારા પલંગ પાસે જ રાખેલો એ છોડ
| |
| મારા સપનામાંયે આવે છે.
| |
| ક્યારેક એ મને ઊંઘમાંથી જગાડે પણ છે.
| |
| અને પછી રંગબેરંગી ફૂલો ઉગાડીને બતાવે છે.
| |
| અડધી રાતે, બંધ બારણે થતા
| |
| અમારા આ રોમાન્સની
| |
| ઘરે આવનારા કોઈ મહેમાનોને ખબર નથી પડતી.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==ખેલ==
| |
| <poem>
| |
| સાપની કાંચળી પહેરી લઈ સાપણની આંખોમાં ઝબકું છું.
| |
| સાપણ મને સાપ માની લઈને ભાવવિભોર થઈ જાય છે.
| |
| ધીરેથી સરકતી મારી પાસે આવે છે.
| |
| હું એને દૂધ પીવડાવું છું.
| |
| એ એની લબકારા મારતી જીભ મારા મોંમાં મૂકે છે.
| |
| હું એની જીભ ખાઈ જઉં છું.
| |
| હજી પણ એ મને ઓળખતી નથી.
| |
| હું એને એક કરંડિયામાં નાખી દઉં છું.
| |
| એ ઢગલો થઈને બેસી જાય છે અંદર.
| |
| એક દિવસ ખૂબ મેદનીની વચ્ચે
| |
| હું એને બહાર કાઢું છું.
| |
| પણ, એ તો ઇચ્છાધારી નાગણની જેમ
| |
| વેશ બદલીને, ટોળામાંનાં લોકોની વચ્ચે જ,
| |
| ઊભી રહી ગઈ મારો ખેલ જોવા!
| |
| હું ડમરું વગાડું છું.
| |
| ચણીયા-ચોળી પહેરેલી વાંદરી નાચે છે.
| |
| અને એ ખુશ થઈને તાળીઓ પાડે છે.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| =આપણે (હું અને તું)=
| |
|
| |
| ==અંધારું==
| |
| <poem>
| |
| મારી આંખોના અંધારાથી
| |
| સળગી ઊઠે છે ઘાસના પૂળાઓ.
| |
| એ આગની લપેટમાં
| |
| મારું આખું શરીર પણ નષ્ટ થઈ જાય છે.
| |
| અસ્થિફૂલો યે પાણીમાં વહી જાય છે,
| |
| છતાં અકબંધ રહે છે
| |
| મારી આંખોનું અંધારું!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સાપેક્ષતા==
| |
| <poem>
| |
| રાત્રિનું ઊંધરેટુ વૃક્ષ,
| |
| એની ભૂખરી ડાળીઓ,
| |
| લીલાં પાંદડાઓ,
| |
| વૃક્ષની એમ તદ્દન નજીક હું ઊભી રહું છું,
| |
| સાવ નિરપેક્ષ બનીને.
| |
| મને ખબર પડી જાય છે,
| |
| વહાણોની આંખે દેખાતી ક્ષિતિજોની
| |
| છતાંયે હું ચાલ્યા કરું છું.
| |
| દરિયાની કોરે કોરે
| |
| જાણે સંભળાતો જ ન હોય
| |
| ભરતીનો અવાજ!
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==કરોડરજ્જુ==
| |
| <poem>
| |
| મને યાદ આવે છે એ ઘરની.
| |
| જ્યાં હું ખૂબ જીવી હતી ક્યારેક.
| |
| મારા પતિ હવે હયાત નથી.
| |
| પણ એમણે ગૂંથેલાં સુંદર જાળાંઓમાં રહેતા
| |
| કરોળિયાઓ હજી જીવે છે ત્યાં.
| |
| ધૂળથી લથબથ, એ ઘરને સાફ કરવું છે.
| |
| ભીનું પોતું લઈને એ ફર્શને ચમકતી કરવી છે.
| |
| મારો ચહેરો જોવો છે એમાં.
| |
| અને એ ચહેરાની બાજુમાં સૂતેલી
| |
| એમની મજબૂત ભરાવદાર પીઠ જોવી છે.
| |
| મને શ્રદ્ધા છે,
| |
| આવતા જન્મમાં એ મારા પતિ હશે.
| |
| અને હું એમની પત્ની.
| |
| પણ હું ઓળખીશ એમને?
| |
| કે એ ઓળખશે મને?
| |
| કેવી રીતે?
| |
| નહીં, હું તો અત્યારે જ એમના હાડપિંજરમાં
| |
| માંસ-પેશીઓ-લોહી ભરીને એમને જીવતા કરીશ.
| |
| મારા પ્રિયતમ!
| |
| ‘જીવ'ના બધા જ અવતારોમાં હું તમને કલ્પી રહી છું.
| |
| જમીન પર સૂતેલા શિવની પીઠ પર
| |
| પાર્વતી નૃત્ય કરી રહી છે.
| |
| મને પણ તમારી કરોડરજ્જુ પર ચાલવું છે.
| |
| તમે આવો.
| |
| આપણાં ઘરનાં બારી-બારણાં ખોલો.
| |
| આપણા પાળેલા કરોળિયાઓની લાળ ચાખો.
| |
| તમે આવો.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==સમય==
| |
| <poem>
| |
| મને રાહ જોવાનું નથી ગમતું.
| |
| જો કે તું સમય કરતાં વ્હેલો આવે તો પણ મને નહીં ગમે.
| |
| સમય એક પર્વત છે, જેની ટોચે હું ઊભી છું.
| |
| અને તું એનાં પગથિયાં ચડી રહ્યો છે.
| |
| તું વચ્ચે થાકીને વિસામો ખાવા બેસે છે ત્યારે.
| |
| મને મન થાય છે કે હું આવીને તારા પગ દબાવું.
| |
| પણ, જે પગથિયાં હું ચડી ગઈ એ પાછાં ઊતરવાનું?
| |
| સમય એક ખાઈ છે,
| |
| જેની ધાર પકડી લઈને હું લટકી રહી છું.
| |
| ગમે તે ક્ષણે મારો હાથ છૂટી જાય ને હું પડી જઉ,
| |
| મને ખબર છે કે તું આવી જ રહ્યો છે મને બચાવવા.
| |
| પણ તું રસ્તામાં કોઈની સાથે જરા વાત કરી લેવા રોકાયો છે.
| |
| સમય એક જ્વાળામુખી છે, ઠરી ગયેલો, સુષુપ્ત.
| |
| એ જમીન પર વસેલા ગામમાં જ
| |
| આપણે બંને એ ઘર બાંધવાનું નક્કી કર્યું.
| |
| રાત્રે બંને સૂતાં હોઈએ છીએ પથારીમાં, પાસે પાસે,
| |
| ત્યારે ઇચ્છીએ છીએ કે આ જ્વાળામુખી જીવતો થાય,
| |
| એનો લાવા વહેતો વહેતો આવે આપણા ઘર સુધી.
| |
| પણ એ સમય હજી આવતો નથી
| |
| અત્યારે તો હું મારા પેટમાંથી
| |
| આપણા બાળકના આવવાની રાહ જોઈ રહી છું.
| |
| ઠરી ગયેલ, સુષુપ્ત બાળક,
| |
| પછી આપણે રાહ જોઈશું,
| |
| એના જીવતા થવાની
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==પરકાયા પ્રવેશ==
| |
| <poem>
| |
| હું હવે આ પરીકથા જેવાં સ્વપ્નોથી
| |
| ખરેખર થાકી ગઈ છું, જો અત્યારે અડધી રાત્રે
| |
| બહાર બાલનીમાં એકલી બેઠી છું.
| |
| આમ તો આજે મારે પણ ખૂબ રડવું હતું,
| |
| પણ હવે આ વરસાદ જ અનરાધાર વરસી રહ્યો છે.
| |
| અને નીચે રસ્તા પર એક ગધેડો ભીંજાતો ઊભો છે.
| |
| ઉપર આકાશમાં તો કંઈ જ દેખાતું નથી.
| |
| કેટલાં બધાં રહસ્યો!
| |
| મારાં, તારાં અને આ આકાશનાં!
| |
| આકાશને તો હનુમાને છાતી ચીરી હતી એમ
| |
| બે હાથે ચીરી નાખવાનું મન થાય છે.
| |
| અને પછી બંને ટુકડાઓ પેલા જરાસંધના શરીર જેમ
| |
| અવળી જ દિશામાં ફેંકી દઉં,
| |
| કે ક્યારેય એક જ ન થાય.
| |
| પછી હું એક નવું આકાશ બનાવું.
| |
| જ્યાં માત્ર થોડાં જ પગથિયાંથી પહોંચી શકાય.
| |
| પણ, તારાં અને મારાં રહસ્યોનું શું?
| |
| ચાલ, આપણે પરકાયા પ્રવેશ કરીએ.
| |
| એકબીજાનાં તન-મનને ભોમિયાની જેમ ખૂંદી વળીએ.
| |
| તું મારા શરીરમાં રહે,
| |
| હું તારા શરીરમાં રહું.
| |
| બંનેના જીવ એકબીજાનાં હાથમાં સલામત !
| |
| મને તારાથી, તને મારાથી
| |
| અને આપણને આ આકાશથી
| |
| કોઈ જ ભય નહીં.
| |
|
| |
| કશું જ અજ્ઞાત નહીં.
| |
| કોઈ જ પરીકથા નહીં.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==વાળની ગૂંચ==
| |
| <poem>
| |
| સોનાની વેણીથી મારા વાળ સજાવતા
| |
| સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
| |
| વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
| |
| તું રક્તપીત્તિયો રોગી હોય તો પણ આવ.
| |
| એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
| |
| હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
| |
| ચંદનના લાકડા પર સૂવડાવીને
| |
| શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
| |
| તારા માટે વિલાપ કરીશ.
| |
| શ્વેત વસ્ત્રો પહેરીશ.
| |
| જમીન પર સૂઈશ.
| |
| પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
| |
| મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
| |
| કોઈ પુત્રને જન્મ નથી આપવો.
| |
| કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
| |
| જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
| |
| મારે મરી જવું છે.
| |
| ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
| |
| ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
| |
| આવ, આપણે બંને એકબીજાને મુક્ત કરીએ.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| ==પરિઘ==
| |
| <poem>
| |
| પરિઘની પરાકાષ્ઠાએ જ પેન્સિલની અણી તૂટી ગઈ.
| |
| અને ભૂમિતિનો એક અધ્યાય અધૂરો જ રહી ગયો.
| |
| એ પછી તો કેટલાંયે વર્ષો, અસંખ્ય વૃક્ષોનાં
| |
| મોટાં મોટાં થડને શાર્પનરમાં નાંખી જોયાં,
| |
| પણ એવી તીક્ષ્ણ અણી નીકળી જ નહીં,
| |
| પછી એને ઇરેઝરથી ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો.
| |
| પણ હંમેશા એવું બને છે કે જેને નષ્ટ કરવા ઈચ્છીએ
| |
| એ ચિરંજીવ, અવિનાશી બની રહે છે.
| |
| સ્કૂલમાં ટીચરે પૂછયું હતું,
| |
| ‘આ પરિઘ કેમ પૂરો નથી કર્યો?'
| |
| મેં જવાબ આપ્યો હતો, ‘સાયકોલોજીમાં એવું આવે છે
| |
| કે ત્રિકોણના ત્રણ ખૂણા જોડાયેલા ન હોય છતાં દ્રષ્ટિ —
| |
| સાતત્યના કારણે એ ત્રિકોણ જ લાગે છે. તો તમે
| |
| કેમ એવું ધારી નથી લેતા કે આ પરિઘ સંપૂર્ણ છે.’
| |
| ટીચરે કહ્યું હતું, ‘એમ કેમ ધારી લેવાય?’
| |
| વાત તો સાચી છે.
| |
| હું અને તું એકબીજાંને નથી મળ્યાં,
| |
| છતાં મળી લીધું, એમ કેમ ધારી લેવાય?
| |
| એ પરિઘ, જન્મ આપીને ભૂલાઈ ગયેલા
| |
| આપણા કોઈ વિકલાંગ બાળક જેવો,
| |
| હજી અધૂરો પડી રહ્યો છે, મારી નોટબુકમાં.
| |
| ❏
| |
| </poem>
| |
|
| |
| =અને બધાં જ — (અલગ અલગ)=
| |
|
| |
| ==જળાશયોને રસ્તે==
| |
| <poem>
| |
| અત્યારે મને ઊંઘ જેવું ખાસ નથી લાગતું
| |
| પણ પૃથ્વીની ધરીના બીજા પ્રદેશમાં
| |
| લોકો અત્યારે સૂતા હશે.
| |
| એ લોકોયે કંઈ સૂરજની રાહ જોતાં
| |
| ચિંતાતુર તો નહીં બની ગયા હોય,
| |
| પણ છતાં, સૂરજ ત્યાં પહોંચશે.
| |
| એટલે એ લોકો જાગશે.
| |
| લીલ ભરેલા તળાવ પર ખરી પડશે
| |
| શિશિરનાં ફૂલો ને પહાડો પર
| |
| ઉકળતી ચાની સુગંધ લેતાં પુરુષો બેઠા હશે
| |
| તાપણું સળગાવીને,
| |
| એમની સ્કાર્ફ બાંધેલી ભલી પત્નીઓ સાથે.
| |
| ગરમ, રાતા કોલસા, રાખના ઢગલામાં ઠરી જાય
| |
| તો બીજી કાઠીઓ લાવી, ફૂંકો મારી પેટાવે ફરી.
| |
| આકર્ષાઈ જઈ તાપણાથી
| |
| ટોળે વળી જશે મૂંગાઓ !
| |
| ને એમનાથી થોડેક જ દૂર,
| |
| પેલું મૃત શરીર રાતનું,
| |
| ઠંડીમાં થીજી ગયેલું,
| |
| પોયણીઓ વચ્ચેથી માર્ગ કરતું
| |
| વહી રહ્યું હશે,
| |
| એક પછી એક જળાશયોના રસ્તે.
| |
| ❏
| |
| </poem>
| |
| {{page break|label=}} | | {{page break|label=}} |
|
| |
|