કવિ ગુલામમોહમ્મદ શેખની અનોખી કાવ્યસૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
Line 6: Line 6:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઓગણીસસો પંચાવનના જુલાઈની ઊની બપોર છે. સુરેન્દ્રનગરથી એક યુવાન રંગ, રેખા ને કવિતાના પ્રાથમિક સંસ્કાર લઈ મ.સ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે વડોદરા આવે છે. વડોદરા આવ્યા પછીના બીજા કે ત્રીજા દિવસે તે સુરેશ જોષીનું ઘર ખોળતો ખોળતો એમને ત્યાં પહોંચે છે. ધીમે ધીમે સંવાદ રચાતો જાય છે. સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું ને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું હૂંફાળું છત્ર મળતાં તેના ચિત્તમાં અનેક સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. સેન્ટ જ્હોન પર્સ, ફ્રાન્સિસ પોંઝ, માલાર્મે, રિલ્કે, લોર્કા, બોદલેર, યેમિનેઝ, ઓક્તોવિયો પાઝ આદિ કવિઓની નોખા કોણ ને નોખા સ્વાદવાળી દુનિયામાં આ યુવકનો પ્રવેશ ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકો (’સત્તાવન-અઠ્ઠાવનથી ’એકસઠ)માં થાય છે. વિશ્વકવિતાની સમાંતરે વિશ્વકળાની અવનવી ને આશ્ચર્યકારક, રોમાંચક ને બીકાળવી કેડીઓ પર ચાલતાં ચાલતાં આ યુવક પોતાની આરંભની ગીતરચનાઓને પરમ્પરિત રચનાઓ ‘ખોરડું’, ‘તમરાં બોલે છે’, ‘આજ’ આદિને પાછળ મૂકી ગુજરાતી અછાન્દસ કવિતાનો પ્રથમ તામ્રરણકાર સિદ્ધ કરે છે. આ યુવક તે આજના વિશ્વવિખ્યાત ચિત્રકાર ને કળા-ઇતિહાસવિદ્, ગુજરાતી કવિ ને ગદ્યકાર ગુલામોહમ્મદ શેખ!
ઓગણીસસો પંચાવનના જુલાઈની ઊની બપોર છે. સુરેન્દ્રનગરથી એક યુવાન રંગ, રેખા ને કવિતાના પ્રાથમિક સંસ્કાર લઈ મ.સ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે વડોદરા આવે છે. વડોદરા આવ્યા પછીના બીજા કે ત્રીજા દિવસે તે સુરેશ જોષીનું ઘર ખોળતો ખોળતો એમને ત્યાં પહોંચે છે. ધીમે ધીમે સંવાદ રચાતો જાય છે. સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું ને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું હૂંફાળું છત્ર મળતાં તેના ચિત્તમાં અનેક સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. સેન્ટ જ્હોન પર્સ, ફ્રાન્સિસ પોંઝ, માલાર્મે, રિલ્કે, લોર્કા, બોદલેર, યેમિનેઝ, ઓક્તોવિયો પાઝ આદિ કવિઓની નોખા કોણ ને નોખા સ્વાદવાળી દુનિયામાં આ યુવકનો પ્રવેશ ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકો (’સત્તાવન-અઠ્ઠાવનથી ’એકસઠ)માં થાય છે. વિશ્વકવિતાની સમાંતરે વિશ્વકળાની અવનવી ને આશ્ચર્યકારક, રોમાંચક ને બીકાળવી કેડીઓ પર ચાલતાં ચાલતાં આ યુવક પોતાની આરંભની ગીતરચનાઓને પરમ્પરિત રચનાઓ ‘ખોરડું’, ‘તમરાં બોલે છે’, ‘આજ’ આદિને પાછળ મૂકી ગુજરાતી અછાન્દસ કવિતાનો પ્રથમ તામ્રરણકાર સિદ્ધ કરે છે. આ યુવક તે આજના વિશ્વ વિખ્યાત ચિત્રકાર ને કળા-ઇતિહાસવિદ્, ગુજરાતી કવિ ને ગદ્યકાર ગુલામોહમ્મદ શેખ!
ગુલામમોહમ્મદ શેખે પોતાના કાવ્યસંસ્કાર વિશે નોંધ્યું છેઃ
ગુલામમોહમ્મદ શેખે પોતાના કાવ્યસંસ્કાર વિશે નોંધ્યું છેઃ શનિવારનું બંધાણ સૌને થયું. રોજબરોજની ઘટમાળમાં ગળવાની એ વિટામિનની ગોળી હતી. અહીં (ભોગીલાલ ગાંધીને ત્યાં) આવતાં આજુબાજુનું વિશ્વ વીસરાતું. તડકો ઢળતો જાય, અંધારું ને દીવા થાય (સુભદ્રાબેન સાચવે) પણ કવિતા ઓલવાય નહીં એવો સૌનો નિર્ધાર. કવિતા કાનેથી શરૂ થઈ આંખે, જીભે ને આખા ખોળિયે રમે. પછી તો ચોમેર કવિતાનો જ કારભાર. જ્યાં જોઉં ત્યાં કવિતા. કવિતા ચામાં અને નાસ્તામાંય, સાહિત્યનો રોટલો ને સાહિત્યનું શાક. બે-ત્રણ કલાકે બેઠક ઊઠતાં હોસ્ટેલ પાછો ફરું ત્યારે સાંભળેલી કવિતા સાઇકલના પૈડે ફરતી હોય. (‘સોનગઢનો કળાધર સુરેશ જોષી’, સં. ગીતા નાયક પૃ. ૧૩૭)
શનિવારનું બંધાણ સૌને થયું. રોજબરોજની ઘટમાળમાં ગળવાની એ વિટામિનની ગોળી હતી. અહીં (ભોગીલાલ ગાંધીને ત્યાં) આવતાં આજુબાજુનું વિશ્વ વીસરાતું. તડકો ઢળતો જાય, અંધારું ને દીવા થાય (સુભદ્રાબેન સાચવે) પણ કવિતા ઓલવાય નહીં એવો સૌનો નિર્ધાર. કવિતા કાનેથી શરૂ થઈ આંખે, જીભે ને આખા ખોળિયે રમે. પછી તો ચોમેર કવિતાનો જ કારભાર. જ્યાં જોઉં ત્યાં કવિતા. કવિતા ચામાં અને નાસ્તામાંય, સાહિત્યનો રોટલો ને સાહિત્યનું શાક. બે-ત્રણ કલાકે બેઠક ઊઠતાં હોસ્ટેલ પાછો ફરું ત્યારે સાંભળેલી કવિતા સાઇકલના પૈડે ફરતી હોય. (‘સોનગઢનો કળાધર સુરેશ જોષી’, સં. ગીતા નાયક પૃ. ૧૩૭)
{{Center|}}
જે સમયે ગુજરાતી સર્જકો-ભાવકો રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગતની સર્જકતાના કૅફમાં હતા ત્યારે - ૧૯૪૮ની આસપાસ મુંબઈમાં પ્રોગ્રેસિવ ગ્રૂપના ચિત્રકારો સુઝા, રઝા, હુસેન, બાકરે, વગેરેએ પરમ્પરાપ્રાપ્ત ચિત્રસર્જન છોડી નિજી ચિત્રભાષા માટેની મથામણ આરંભી.
જે સમયે ગુજરાતી સર્જકો-ભાવકો રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગતની સર્જકતાના કૅફમાં હતા ત્યારે - ૧૯૪૮ની આસપાસ મુંબઈમાં પ્રોગ્રેસિવ ગ્રૂપના ચિત્રકારો સુઝા, રઝા, હુસેન, બાકરે, વગેરેએ પરમ્પરાપ્રાપ્ત ચિત્રસર્જન છોડી નિજી ચિત્રભાષા માટેની મથામણ આરંભી.
ઓગણીસસો પંચાવનમાં સત્યજિત રાયે ‘પથેર પાંચાલી’ ગુરુદત્તે સત્તાવનમાં ‘પ્યાસા’, ઓગણસાઠમાં ‘કાગઝ કે ફૂલ’ અને મહેબૂબખાને ’સત્તાવનમાં ‘મધર ઇન્ડિયા’નું નિર્માણ કરી ફિલ્મક્ષેત્રે નવાં માનદણ્ડો સર્જ્યાં. ’ઓગણસાઠમાં દિલ્હીમાં સ્થપાયેલા રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલય (એનએસડી)માં ઇબ્રાહીમ અલ્કાઝીએ નાટકોના અભિનવ મંચન વડે દેશના રંગકર્મીઓને તથા નવ-નાટ્યલેખકોને કંઈક નવું કરવા આકર્ષ્યા. ’એકાવનમાં વિખ્યાત ફ્રેન્ચ સ્થપતિ લ કર્બૂઝિયે ચંડીગઢના નિર્માણ માટે ભારત આવ્યા. એ ગાળામાં ભારતમાં સ્થાપત્યની નૂતન ધારા આકાર લઈ રહી હતી; જેમાં બાલકૃષ્ણ દોશી અને અન્યોએ મહત્ત્વનું પ્રદાન કર્યું. ચોથા-પાંચમા દાયકામાં પંડિત રવિશંકરના મોટાભાઈ ઉદયશંકર પરમ્પરાગત નૃત્યની સાથે પ્રકાશસંગીતના મેળવાળી જરા ઊફરી સંરચનાઓ રજૂ કરતા હતા તેને સ્મરી લઈએ.
ઓગણીસસો પંચાવનમાં સત્યજિત રાયે ‘પથેર પાંચાલી’, ગુરુદત્તે સત્તાવનમાં ‘પ્યાસા’, ઓગણસાઠમાં ‘કાગઝ કે ફૂલ’ અને મહેબૂબખાને ’સત્તાવનમાં ‘મધર ઇન્ડિયા’નું નિર્માણ કરી ફિલ્મક્ષેત્રે નવાં માનદણ્ડો સર્જ્યાં. ’ઓગણસાઠમાં દિલ્હીમાં સ્થપાયેલા રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલય (એનએસડી)માં ઇબ્રાહીમ અલ્કાઝીએ નાટકોના અભિનવ મંચન વડે દેશના રંગકર્મીઓને તથા નવ-નાટ્યલેખકોને કંઈક નવું કરવા આકર્ષ્યા. ’એકાવનમાં વિખ્યાત ફ્રેન્ચ સ્થપતિ લ કર્બૂઝિયે ચંડીગઢના નિર્માણ માટે ભારત આવ્યા. એ ગાળામાં ભારતમાં સ્થાપત્યની નૂતન ધારા આકાર લઈ રહી હતી; જેમાં બાલકૃષ્ણ દોશી અને અન્યોએ મહત્ત્વનું પ્રદાન કર્યું. ચોથા-પાંચમા દાયકામાં પંડિત રવિશંકરના મોટાભાઈ ઉદયશંકર પરમ્પરાગત નૃત્યની સાથે પ્રકાશસંગીતના મેળવાળી જરા ઊફરી સંરચનાઓ રજૂ કરતા હતા તેને સ્મરી લઈએ.
આ જ ગાળામાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની સ્થાપના થાય છે. કે.જી. સુબ્રમણ્યન્, શંખો ચૌધરી, નારાયણ શ્રીધર બેન્દ્રે આદિ કળાકારો-અધ્યાપકો વિદ્યાર્થીઓની સર્જકતા વિકસે એવું મોકળાશભર્યું વાતાવરણ રચે છે. આ સમય જ એવો હતો જેમાં જુદી જુદી કળાના સર્જકોમાં પરમ્પરાથી ઊફરા જઈ નૂતન અભિવ્યક્તિ સિદ્ધ કરવાનો વલવલાટ જોઈ, અનુભવી શકાતો હતો. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વલણોનો સૌ પ્રથમ આરમ્ભ વડોદરામાં થાય છે. સુરેશ જોષી, ભોગીલાલ ગાંધી, પ્રબોધ ચોક્સી, ગુલામમોહમ્મદ શેખ આદિની વાચનમંડળીમાં વંચાતા ને ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’માં અનૂદિત વિશ્વસાહિત્યનો પ્રભાવ પણ મહત્ત્વનો બને છે. આ રીતે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા માટેનો હણહણાટ આરંભાય છે.  
આ જ ગાળામાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની સ્થાપના થાય છે. કે.જી. સુબ્રમણ્યન્, શંખો ચૌધરી, નારાયણ શ્રીધર બેન્દ્રે આદિ કળાકારો-અધ્યાપકો વિદ્યાર્થીઓની સર્જકતા વિકસે એવું મોકળાશભર્યું વાતાવરણ રચે છે. આ સમય જ એવો હતો જેમાં જુદી જુદી કળાના સર્જકોમાં પરમ્પરાથી ઊફરા જઈ નૂતન અભિવ્યક્તિ સિદ્ધ કરવાનો વલવલાટ જોઈ, અનુભવી શકાતો હતો. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વલણોનો સૌ પ્રથમ આરમ્ભ વડોદરામાં થાય છે. સુરેશ જોષી, ભોગીલાલ ગાંધી, પ્રબોધ ચોક્સી, ગુલામમોહમ્મદ શેખ આદિની વાચનમંડળીમાં વંચાતા ને ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’માં અનૂદિત વિશ્વસાહિત્યનો પ્રભાવ પણ મહત્ત્વનો બને છે. આ રીતે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા માટેનો હણહણાટ આરંભાય છે.  
{{Center|•}}
{{Center|•}}