2,662
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૬૯માં જ્યોતિષ જાનીની પ્રથમ નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ પ્રસિદ્ધ થઈ હતી. ત્યારે | ૧૯૬૯માં જ્યોતિષ જાનીની પ્રથમ નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ પ્રસિદ્ધ થઈ હતી. ત્યારે એના ઠઠ્ઠાચિત્ર જેવા મધ્યવર્ગીય નાયક હસમુખલાલ પાત્રનિરૂપણ અને ભાષાની સર્જનાત્મક અભિવ્યક્તિને લીધે ધ્યાનપાત્ર બની હતી. | ||
ઓગણપચાસ વર્ષનો બૅન્ક એકાઉન્ટન્ટ તરીકે કામનો બોજ ઉઠાવતો હસમુખલાલ – પરિવારમાં પણ માતા ચંચળબા, પત્ની શારદા, ત્રણ પુત્રીઓ નીતા, સરિતા, સ્વાતિની જવાબદારીનું વહન કરે છે. શહેરમાં રહે છે. સ્વપ્ન છે જમીન લઈ મકાન બનાવવાનું, આ માટે રૂપિયાની વેતરણ ફંડમાંથી કરતાં રહેવાનું. નવલકથાકારે એનું વિગતખચિત નિરૂપણ કર્યું છે, એ રસપ્રદ છે. તો શરીરથી પણ ક્યાં સુખી છે? દેહાદિની વ્યાધિ, કબજિયાત, હરસમસા... વગેરેથી પીડાય છે —એનું હાસ્યના પુટમાં કરેલું નિરૂપણ કરુણને નીપજાવે છે. એથી એને અભ્યાસીઓએ ‘ટ્રેજિ-કોમિક’ એમ કહ્યું છે. હસમુખલાલની સામે —એક બીજું પાત્ર અજય શાહનું મૂકાયું છે, એ એના પિતાથી દુઃખી ને નારાજ છે. એ હસમુખલાલને પચીસ હજાર રૂપિયા સામેથી આપવા તૈયાર થાય છે. આ રૂપિયા સ્વીકારવા કે નહીં એ હસમુખલાલ માટે પ્રાણપ્રશ્ન બની રહે છે. કોઈને આ વાત કરવી કે નહીં ? એ પણ એ નક્કી કરી શકતા નથી. છેવટે મોટી પુત્રી નીતાને એ વાત કરે છે એ પછીની મનોસ્થિતિનું વર્ણન ભાષાકૌશલના ઉદાહરણરૂપ છે : ‘હુમ જગ જીત્યા’ કહેતાં હસમુખલાલે જમીન પરથી એક કાંકરો લઈ હવામાં ઉછાળ્યો ને બે હાથની હોડી બનાવી ઝીલી લીધો. ને એ પળે છેક માથાના તાળવા ઉપર બ્રહ્મરંધ્રથી માંડી છેક પગની પાની સુધી આનંદની એક સેર પ્રસરી ગઈ.... (પ્રકરણ પાંચ) | ઓગણપચાસ વર્ષનો બૅન્ક એકાઉન્ટન્ટ તરીકે કામનો બોજ ઉઠાવતો હસમુખલાલ – પરિવારમાં પણ માતા ચંચળબા, પત્ની શારદા, ત્રણ પુત્રીઓ નીતા, સરિતા, સ્વાતિની જવાબદારીનું વહન કરે છે. શહેરમાં રહે છે. સ્વપ્ન છે જમીન લઈ મકાન બનાવવાનું, આ માટે રૂપિયાની વેતરણ ફંડમાંથી કરતાં રહેવાનું. નવલકથાકારે એનું વિગતખચિત નિરૂપણ કર્યું છે, એ રસપ્રદ છે. તો શરીરથી પણ ક્યાં સુખી છે? દેહાદિની વ્યાધિ, કબજિયાત, હરસમસા... વગેરેથી પીડાય છે —એનું હાસ્યના પુટમાં કરેલું નિરૂપણ કરુણને નીપજાવે છે. એથી એને અભ્યાસીઓએ ‘ટ્રેજિ-કોમિક’ એમ કહ્યું છે. હસમુખલાલની સામે —એક બીજું પાત્ર અજય શાહનું મૂકાયું છે, એ એના પિતાથી દુઃખી ને નારાજ છે. એ હસમુખલાલને પચીસ હજાર રૂપિયા સામેથી આપવા તૈયાર થાય છે. આ રૂપિયા સ્વીકારવા કે નહીં એ હસમુખલાલ માટે પ્રાણપ્રશ્ન બની રહે છે. કોઈને આ વાત કરવી કે નહીં ? એ પણ એ નક્કી કરી શકતા નથી. છેવટે મોટી પુત્રી નીતાને એ વાત કરે છે એ પછીની મનોસ્થિતિનું વર્ણન ભાષાકૌશલના ઉદાહરણરૂપ છે : ‘હુમ જગ જીત્યા’ કહેતાં હસમુખલાલે જમીન પરથી એક કાંકરો લઈ હવામાં ઉછાળ્યો ને બે હાથની હોડી બનાવી ઝીલી લીધો. ને એ પળે છેક માથાના તાળવા ઉપર બ્રહ્મરંધ્રથી માંડી છેક પગની પાની સુધી આનંદની એક સેર પ્રસરી ગઈ.... (પ્રકરણ પાંચ) | ||
છેવટે દૂધેશ્વર સ્મશાનગૃહે બીડીથી પોતાના દેહને ચાંપતા હસમુખલાલને વાચકો જોઈ રહે છે — આ ખુલ્લો અંત નવલકથાને ઉપકારક છે. ભાષાની તાજગી અને સામાન્યને અસામાન્ય | છેવટે દૂધેશ્વર સ્મશાનગૃહે બીડીથી પોતાના દેહને ચાંપતા હસમુખલાલને વાચકો જોઈ રહે છે — આ ખુલ્લો અંત નવલકથાને ઉપકારક છે. ભાષાની તાજગી અને સામાન્યને અસામાન્ય વિષય બનાવતી — આ અલગ શૈલીની નવલકથા આજે પણ આકર્ષક છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||