ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નાટક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center>'''<big>વિવેચન</big>'''</center>
<center>'''<big>નાટક</big>'''</center>


{{Poem2Open}}
{{Poem2Open}}
પંડિતયુગમાં અવલોકનાત્મક, પૃથક્કરણાત્મક, ભાવ્યાત્મક તેમજ નિજની મુદ્રાવાળી સમન્વયદર્શી વિવેચનપદ્ધતિઓ આપણે ત્યાં ફૂલીફાલી છે; અને એ સર્વ પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાની પદ્ધતિઓનો પુટ બેઠેલો છે. ગયો દાયકો આનંદશંકર, ઠાકોર, કેશવલાલ, રામનારાયણ, મુનશી, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ, નવલરામ ત્રિવેદી, ડોલરરાય, મેઘાણી, અનંતરાય, મનસુખલાલ, ઉમાશંકર જેવા વિવેચકોના વિવેચનસંગ્રહોથી સમૃદ્ધ હતો. એમાં નીડર, વિશદ, પૃથક્કરણશીલ, સૌન્દર્યલક્ષી, મૂલગામી એમ વિવિધ પ્રકારનાં વિવેચનોથી સત્ત્વશીલ બનેલું વિવેચનસાહિત્ય આ૫ણને પ્રાપ્ત થયું હતું. આ દાયકામાં પણ આનંદશંકર, ઠાકોર, રામનારાયણ, વિજયરાય, સંજાના, ઉમાશંકર, મનસુખલાલ, રામપ્રસાદ બક્ષી, કે. કા. શાસ્ત્રી, મંજુલાલ મજમુદાર, રતિલાલ જાની, સુરેશ જોશી જેવા વિવેચકોના વિવેચનસંગ્રહો સાંપડ્યા છે, તો કૃષ્ણલાલ ઝવેરી અને રામલાલ મોદીના અભ્યાસયુક્ત લેખસંગ્રહો પણ પ્રકટ થયેલા છે. ન્હાનાલાલ, મેઘાણી, મણિલાલ, બાલાશંકર અને ગોવર્ધનરામના સ્મારકરસ્મૃતિ તેમ શતાબ્દી ગ્રંથો પણ દાયકાએ ઉપલબ્ધ કરી આપ્યા છે. એમાંના કેટલાક લેખો તે તે સર્જકના અભ્યાસ માટે ઉપકારક થાય એવા સ્વાધ્યાય-લેખો છે. ગોવર્ધન શતાબ્દી ગ્રંથ તો આપણા શ્રેષ્ઠ સર્જક ગોવર્ધનરામ વિશે લખાયેલા વિવેચન-લેખોને એક જ ગ્રંથમાં સુપ્રાપ્ય કરી આપે છે. ગુજરાત સાહિત્યસભાની કેટલેક અંશે અનિયમિત બનેલી છતાં અત્યારસુધીમાં પ્રગટ થયેલી છ જેટલી વાર્ષિક સમાલોચનાઓ, ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રયોજાતાં અને ગ્રંથસ્થ થતાં 'વાર્ષિક વ્યાખ્યાનો’ તેમ જ 'વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા', ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થતા તેનાં સંમેલનોના અહેવાલ-નિબંધસંગ્રહ-આ સઘળું આ દાયકાને પણ જમે પક્ષે છે. આમાના કેટલાક અધ્યયનલેખો આપણી વૈચારિક જાગૃતિ અને વિદ્વત્તાના પ્રતિનિધિરૂપ બની રહે એવા છે.
આ દાયકામાં શુમારે સો નાટ્યપુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં એકાંકી, ત્રિઅંકી, ચતુરંકી, પાંચઅંકી નાટક, રેડિયો રૂપકો યા રેડિયો નાટિકાઓ યા રેડિયો ધ્વનિકાઓને સમાવેશ થાય છે. નાટ્યસાહિત્યનો વિકાસ હવે આપણે ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં થતો જાય છે. ધંધાદારી રંગભૂમિ અને અવેતન રંગભૂમિના કલાકારો હવે એકબીજાની વધુ નિકટ આવ્યા છે અને ક્યારેક તો સહિયારા પ્રયોગો પણ રજૂ થાય છે. નાટ્યક્ષેત્રે પ્રતિભાશાળી લેખકો, દૃષ્ટિસંપન્ન દિગ્દર્શકો, કુશળ કલાકારો અને નાટ્યપ્રેમી જનતા વચ્ચે સારી એવી ‘એકતા' અનુભવાય એવાં નાટકો વધુ ને વધુ લખાતાં, ભજવાતાં જાય છે. સિનેમાના અમોઘ આકર્ષણ વચ્ચે પણ રંગભૂમિ ટકી રહી છે; એટલું જ નહિ, નાટક પ્રત્યે પ્રેક્ષકોની અભિરુચિ ખૂબ ખૂબ જાગ્રત થઈ છે. એક ચિંતાજનક હકીકત સર્વને વિચાર કરતાં મૂકી દે એવી છે. આજકાલ પ્રહસનોની માંગ એટલી બધી વધી પડી છે કે ગંભીર અને શિષ્ટ કૃતિઓની રજૂઆત કરવાનું સાહસ બહુ ઓછા કરે છે. ફારસ, પ્રહસન ઘડી ગમ્મત કે આનંદ આપે છે એ સાચું, પણ એથી ક્યારેક સુરુચિનાં ધોરણો નીચાં ઊતરતાં જણાય છે. આ ભયસ્થાન નાનુંસૂનું નથી જ.
દશકાના વિવેચન-સાહિત્યને કંઈક આ રીતે અવલોકી શકાય:
આ દાયકાના ધ્યાનપાત્ર નાટ્યલેખકોને યાદ કરતાં સૌ પ્રથમ શ્રી ચંદ્રવદનને જ મૂકવા પડે. એમની આ ક્ષેત્રની વિશિષ્ટ સેવાઓનું અહીં પુનરાવર્તન ન કરીએ. આ દાયકા દરમ્યાન એમણે ‘રંગભંડાર' જેવો રેડિયો નાટિકાઓનો સમૃદ્ધ સંગ્રહ, ‘કિશોર નાટકો'ના બે ભાગ, ‘હોહોલિકા', 'પરમમાહેશ્વર', 'માઝમ રાત’ અને ‘સોના-વાટકડી' તેમ જ 'સતી' જેવાં નાટકો આપ્યાં છે. આ સર્વમાં ‘હોહિલિકા' તથા ‘રંગભંડાર’માંનાં રેડિયો રૂપકો, ‘પ્રભાત ચાવડા', 'અત્ર લુપ્તા સરસ્વતી', ‘મુઝફ્ફરશાહ', 'એચ. એમ. આઈ. એસ. બંગાલ' ખૂબ સફળ રહ્યાં છે.
(૧) આપણા ગઈ પેઢીના પીઢ અને વર્તમાન પેઢીના વિદ્વાન વિવેચકો તરફથી પ્રાપ્ત થયેલા વિવેચનસંગ્રહોમાં આનંદશંકરનો 'વિચારમાધુરી' ભાગ-૨, બળવંતરાયનાં ‘વિવિધ વ્યાખ્યાનો' ગુચ્છ-૩ અને 'પ્રવેશકો’ ગુચ્છ-૧ તે તે વિવેચકની સંપન્નતાનો પૂરતો ૫રિચય આપી રહે છે. આનંદશંકરનો લેખસંગ્રહ મુખ્યત્વે કેળવણી વિષયક, ગ્રંથપરિચયો અને વ્યક્તિ પ્રસંગોને લગતી 'વસંત’-નોંધો છે, જ્યારે બળવંતરાયે ૧૯૧૨થી ૧૯૪૯ના ૩૭ વર્ષના ગાળા દરમિયાન ‘ગુજરાતનાં પ્રશસ્તિકાવ્યો', 'સાહિત્ય અને શીલ', 'આપણા ઈતિહાસના યુગો', 'એક લિપિ-એક ભાષા’ જેવાં જુદે જુદે સ્થળે આપલાં વ્યાખ્યાનો વિચારક અને વિવેચક ઠાકોરનું દર્શન કરાવે છે. એમના 'પ્રવેશકો', 'પારિજાત', 'આપણી કવિતાસમૃદ્ધિ', ‘દિવ્યચક્ષુ' વગેરે કવિતા, નવલકથા, નવલિકા આદિ પુસ્તકોના એમણે લખેલા ૧૭ અભ્યાસનિષ્ઠ પ્રવેશકો છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી અને બંગાલી પુસ્તકોના અનુવાદો માટે લખેલા આ 'પ્રવેશકો ’માં ઠાકોરની, અને રામનારાયણના 'સાહિત્યાલોક'ના 'કાવ્ય અને સત્ય’, ‘ક્ષેમેન્દ્રની ઔચિત્યવિચારચર્ચા' જેવા મૂલગામી સૈદ્ધાંતિક ચર્ચાના લેખો તેમજ ‘સરસ્વતીચન્દ્ર', ગાંધીજી, કાલેલકર અને આનંદશંકરવિષયક એમના અધ્યયનલેખોમાં પાઠકસાહેબની-સાહિત્યપદારથ વિશેની સૂક્ષ્મ સમજનો પરિચય થાય છે. ડોલરરાયની ‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો'વાળી નાનકડી પુસ્તિકા એમની સંસ્કૃત સાહિત્યમીમાંસાની ઊંડી પર્યેશષણા અને મૌલિક સાહિત્યદૃષ્ટિનો પરિચય આપી રહે છે; રામપ્રસાદ બક્ષીનું 'નાટ્યરસ' પણ એ વિદ્વાન વિવેચકની સંસ્કૃત રસશાસ્ત્રમાંની ઊંડી ગતિનો ખ્યાલ આપવા સાથે કવિતા-નાટકમાં થતી રસનિષ્પત્તિની પ્રક્રિયા વિશદતાથી સ્પષ્ટ કરી આપે છે. રતિલાલ જાનીનું ‘કાવ્યાલોચન' પણ લેખકના ભારતીય સાહિત્યમીમાંસાના અભ્યાસને સુલભ કરે છે.
શ્રી. કનૈયાલાલ મુનશીએ 'વાહ રે મેં વાહ' નામનું એક વિલક્ષણ નાટક આપ્યું છે. આમ તો એ fantacy છે. ચારઅંકી આ નાટકમાં મુનશીએ પાત્રમિલન યોજ્યું છે- પોતાની જ કૃતિઓનાં પાત્રોનું અને જીવનગત સ્નેહીસંબંધીઓનું. એમાં ઠઠ્ઠાખોરી છે મોટા માણસોની, પૂજ્ય પાત્રોની અને સૌથી વધુ મુનશીની પોતાની. બધાને એમણે 'અંજલિ' અર્પી છે તે વાંચતાં સાચે જ રસ પડે છે. મશ્કરા મુનશી જીવનની એક ગંભીર, કરુણતમ કર્તવ્ય પળે પણ કેવા ખીલી શકે છે તેનું સ-રસ નિરૂપણ એટલે 'વાહ રે મેં વાહ'.
બીજી બાજુ, શ્રી . . સંજાનાનો 'અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો' વ્યુત્પન્ન વિદ્વાનના લેખોનો સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યના એમના અનુશીલનનું અંગ્રેજી પુસ્તક 'સ્ટડીઝ ઇન ગુજરાતી લિટરેચર' પણ, ક્યાંક દૃષ્ટિભેદ રહે છતાં, એમનાં સ્વકીય મૂલ્યાંકનોની મૂલ્યવત્તાવાળું છે. એમના કેટલીકવાર એકતરફી લાગતા અભિપ્રાયો સાચે જ આપણને વિચાર કરતા કરી મૂકે એવા છે. શ્રી વિજયરાયનું 'ગત શતકનું સાહિત્ય' કેટલાક શિક્ષણાચાર્યો, સાંસ્કારિક બળો તેમ જ જૂના-નવા પત્રસાહિત્યનો અચ્છો પરિચય કરાવે છે. રમણલાલ દેસાઈની સાહિત્યવિષયક વિચારણા તેમ જ ધર્મવિષયક ચિંતન રજૂ કરતું 'સાહિત્ય અને ચિંતન' પણ અહીં સ્મરી લઈએ. અનંતરાય રાવળનાં 'સાહિત્યવિવેક' અને 'સાહિત્યનિકર્ષ'-માંનાં કૃતિનિષ્ઠ અને કર્તાનિષ્ઠ તેમજ પ્રવાહદર્શન કરાવનારાં સહૃદયી વિવેચનો એક આજન્મ અધ્યાપકની અભ્યાસપરાયણતાનાં દ્યોતક છે. મનસુખલાલ ઝવેરીનું ‘પર્યેષણા' વિવેચકની નીડરતા અને વિશદ તેમ જ ક્રમિક રજૂઆતથી આકર્ષી રહે છે. અંબાલાલ પુરાણનું ‘સાહિત્યની પાંખે’ મનનીય સાહિત્યલેખોનો સંગ્રહ છે. એમાં કાવ્યકલા, નર્મદ-મણિલાલ જેવા સાહિત્યકારો તેમ જ 'સમૂળી ક્રાંતિ' જેવાં પુસ્તકો વિશે ઊંડી વિચારણા છે. કનૈયાલાલ મુનશીનું 'પરિષદના પ્રમુખસ્થાનેથી' એમણે પરિષદનાં ત્રણ અધિવેશનો પ્રસંગે તેમજ અન્યત્ર આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે. ધનસુખલાલ મહેતાના 'સર્જનને આરે'માં કાવ્યતર સર્જનોની સમીક્ષા અને સ્વસ્થ ગ્રંથાવલોકનો સંગ્રહાયાં છે. ભાઈલાલ કોઠારીનો ‘વિવેચનસંચય’ સહૃદય અધ્યાપકના અભ્યાસલેખોનો, તો મગનભાઈ દેસાઈનો ‘વિવેકાંજલિ' ૧૩૫ જેટલાં વિવિધ કૃતિઓનાં અવલોકનોનો સંગ્રહ છે. આ સિવાય ‘ત્રિવેણી' [અનામી], ‘આસ્વાદ' [જિતેન્દ્ર દવે] અને 'સાહિત્યસુધા' [જનાર્દન પંડ્યા]માં પણ કેટલાક સાહિત્યવિષયક લેખો નોંધપાત્ર છે. ધનસુખલાલનાં 'રંગોત્સવ', ‘નાટ્યવિવેક' તેમ જ એમનાં અને શ્રી ચન્દ્રવદન મહેતા, ચુનીલાલ મડિયાનાં નાટકની ભજવણી અંગેનાં લખાણો અને હીરાલાલ કાજીની 'ગુજરાતી રંગભૂમિ' પરની પુસ્તકા માહિતીપ્રદ છે. આ સર્વમાં પોતાના મનોહર તેજથી દેદીપ્યમાન શ્રી ઉમાશંકર જોષીના 'અભિરુચિ’, ‘શૈલી અને સ્વરૂપ' તેમ જ ‘નિરીક્ષા' એ ત્રણ વિવેચનસંગ્રહો આપણા વિવેચનસાહિત્યના અલંકારરૂપ બની રહે છે. એમાં વિષય ‘મહાભારતમાં માનવતા’ હોય કે ‘પૂર્વ પશ્ચિમની સાહિત્યક્ષેત્રમાં પારસ્પરિક અસર’નો, લેખ કાલિદાસ, રવીન્દ્રનાથ કે ન્હાનાલાલ વિશે હોય, અવલોકન ‘અભિસાર', 'છંદોલય', ‘ભગવાનની લીલા' કે 'ગાતાં ઝરણાં'નું હોય, પરિચય આન્દ્રે જીદ, એલિયટ કે રોબર્ટ ફ્રોસ્ટનો હોય-લેખકની મૌલિક અને વેધક સાહિત્યદૃષ્ટિ અને એમની તાજગીભરી પ્રસન્નચારુ ગદ્યશૈલી વિવેચનલેખોને સર્જનની સમકક્ષ લાવી મૂકે છે. સાહિત્યનાં નિબંધ, એકાંકી, ટૂંકી વાર્તા, સૉનેટ આદિ સાહિત્યસ્વરૂપો, બળવંતરાય, શ્રીધરાણી, હરિશ્ચન્દ્ર ભટ્ટ જેવા કવિઓની કવિતા, ગોવર્ધનરામનું મનોરાજ્ય, પચ્ચીસીની કવિતા, સરસ્વતીચન્દ્ર, માનવીની ભવાઈ કે ભાવીણ જેવી નવલકથાઓ આ સર્વ વિશેના એમના રમણીય નિબંધો એમની ઝીણી મર્મગામી સાહિત્યદૃષ્ટિનો પરિચય આપી વર્તમાન યુગના અગ્રિમ વિવેચક તરીકે એમને પ્રતિષ્ઠિત કરે છે. શ્રી સુરેશ જોશીનો દાયકાના અંતભાગમાં પ્રગટ થયેલ 'કિંચિત્' બૌદ્ધિક જાગૃતિની વાટને સંકોરવાનું શક્ય બનાવે એવા અભ્યાસનિષ્ઠ સાહિત્યલેખોનો સંગ્રહ છે. ‘કાવ્યનો આસ્વાદ' કે 'પ્રતીકરચના’ જેવા એમાંના લેખો આપણી નવ-વિવેચનાને ગૌરવ અપાવે એવા છે. પૂર્વ-પશ્ચિમના સાહિત્ય-'મુનિ’ઓના ચરણે બેસતાં પ્રાપ્ત થયેલી સાહિત્યપદારથની સૂઝ એમને નવતર પેઢીના અગ્રણી વિવેચકરૂપે સ્થાપે એવી છે.
શ્રી જયંતી દલાલે આ દાયકામાં ‘જવનિકા' પછી અનુક્રમે ‘બીજો પ્રવેશ', 'ત્રીજો પ્રવેશ', 'ચોથો પ્રવેશ' આપીને એકાંકી નાટકો તેમ જ રેડિયો ધ્વનિકાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર અર્પણ કર્યું છે. શ્રી જયંતી દલાલ, શ્રી ચંદ્રવદન મહેતાની જેમ નાટ્યક્ષેત્રના કસબી છે અને અવનવા પ્રયોગો કુશળતાથી કરે જ જાય છે. આ સંગ્રહોમાં એમની કટાક્ષકલા, કથનકલા અને રેડિયો-ફીચર-રજૂઆત-કલાનો સ્પષ્ટ વિકાસ જોઈ શકાય છે.
(૨) આ દાયકામાં કેટલાક સાહિત્યસર્જકો વિશેના સમગ્રદર્શી અધ્યયનના ગ્રંથો પણ પ્રગટ થયા છે. વિજયરાયનો 'નાનાલાલ કવિની જીવનદૃષ્ટિ'ને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન સમગ્રદર્શી અધ્યયનગ્રન્થ નથી, તેમ છતાં એક જ સર્જકને અવલંબીને આ સ્વતંત્ર પુસ્તિકા પ્રગટ થઈ છે, અને એમાં લેખકે આપણા એ કવિવર પર ટેનિસન, માર્ટિનો આદિ કવિઓ-સંતોની અસરને, એમના જીવનના મહત્ત્વના પ્રસંગોના વર્ણન સાથે, અત્યંત લાઘવથી દર્શાવી છે. રતિલાલ મો. ત્રિવેદીએ પણ ‘મીરાં' વિશે પોતાના વ્યાખ્યાનને એક પુસ્તિકામાં ઉપલબ્ધ કરી આપ્યું છે.
શ્રી ચુનીલાલ મડિયાએ ૧૯૫૧માં ‘રંગદા’ નામનો એકાંકી નાટ્યસંગ્રહ પ્રગટ કર્યો અને એને નર્મદચંદ્રક પ્રાપ્ત થયો. સફળ નવલિકાકાર મડિયા એટલા જ સફળ નાટ્યકાર પણ છે. આ દાયકામાં એમણે ‘રંગદા’, ‘વિષવિમોચન', 'હું ને મારી વહુ’, ‘શૂન્ય શેષ', 'નાટ્યમંજરી' આદિ નાટ્યસંગ્રહો આપીને એકાંકીક્ષેત્રે સુંદર અર્પણ કર્યું છે.  ‘શ્રેષ્ઠ નાટિકાઓ'નું એમણે કરેલ સંપાદન પણ નોંધપાત્ર છે. એમાં સ્વ. યશવંત પંડ્યાના ‘ઝાંઝવાં’ નાટકથી માંડી શ્રી રાજેન્દ્ર શાહના 'ગતિ-મુક્તિ' સુધીનાં, ૧૯૨૫થી ૧૯૫૦ લગીનાં, વિવિધ લેખકોનાં ૧૩ એકાંકીનો સમાવેશ કર્યો છે. એમાં ભજવી શકાય એવી, તખતાલાયક, કલાત્મક એકાંકી નાટિકાઓ છે.
યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી અંગે રજૂ થયેલા મહાનિબંધો. આ દાયકામાં પ્રકાશિત થયા છે, એથી આપણા કેટલાક સાહિત્યસેવીઓ અને આપણાં કેટલાંક સાહિત્યસ્વરૂપોનાં સાંગોપાંગ અધ્યયન અભ્યાસીઓ માટે સુકર બન્યાં છે. ક્યાંક ક્યાંક અધ્યયનગ્રંન્થો અપેક્ષા કરતાં ઓછા ઊતરતા હોય એવી છાપ પણ પડે છે, તેમ છતાં આવાં સમગ્રદર્શી અધ્યયનો વિશેષ પ્રમાણમાં સુલભ થાય એ ઇષ્ટ છે. ધીરુભાઈ ઠાકરનો મણિલાલ નભુભાઈ પરનો સમતોલ સ્વાધ્યાય, અધ્યયનનો સારો આદર્શ રજૂ કરે છે. બિપિનભાઈ ઝવેરીનો રમણભાઈ નીલકંઠ પરનો, સુસ્મિતાબહેન મેઢનો નરસિંહરાવ દિવેટિયા પરનો અને શાંતિલાલ દેસાઈનો ગાંધીજી પરનો મહાનિબંધ – દિશાના આવકાર્ય પ્રયત્નો છે. શ્રી કે. કા. શાસ્ત્રીનાં પ્રેમાનંદ અને ભાલણ પરના અધ્યયનો પરંપરાનાં ધેારણેથી બંને કવિઓનો વિસ્તારથી પરિચય કરાવે છે. એમાં લેખકે અત્યંત શ્રમ લઈને એકત્રિત કરેલી માહિતી સુસંકલિત કરી આપી છે; પરંતુ આપણા આ બંને સમર્થ ખમતીધર કવિઓ વિશે મૌલિક મૂલ્યાંકનની અપેક્ષા હજી વણસંતોષાયેલી જ રહે છે. શ્રી બાલચન્દ્ર પરીખે ‘રસદૃષ્ટા કવિવર’માં ન્હાનાલાલે ખેડેલા વિવિધ સાહિત્યપ્રકારોની ચર્ચા કરીને દ્વારા કવિની કાવ્યકલાનો સહૃદયતાભર્યો અભ્યાસ કરવાનો સંનિષ્ટ યત્ન કર્યો છે. તેમ છતાં ન્હાનાલાલ વિશે હજી. સ્વસ્થ સમતોલ વિવેચનગ્રંન્થને પૂરતો અવકાશ છે. હસિત બૂચનું ‘દલપતરામ એક અધ્યયન' દલપતરામના સમગ્રદશી અભ્યાસનું, પદવી-અપેક્ષા વિના એક અધ્યાપકના સ્વતંત્ર અધ્યયનનું પ્રાપ્ત થયેલું ફળ છે.
શ્રી શિવકુમાર જોશી આ દાયકાને સાંપડેલા એક નવા નાટ્યકાર છે. ‘પાંખ વિનાનાં પારેવાં’, ‘અનંત સાધના’ અને ‘સોનાની હાંસડી, રૂપાની હાંસડી' જેવા એકાંકીસંગ્રહો અને 'સુમંગલા', 'સાંધ્યદીપિકા' 'દુર્વાંકુર', 'અંગારભસ્મ', 'એકને ટકોરે' અને 'ઘટા ધીરી ધીરી આઈ' જેવાં ત્રિઅંકી, પંચઅંકી, ચતુરંકી નાટકો શિવકુમારને સફળ નાટ્યકાર તરીકે સ્થાપે છે. એમની કૃતિઓમાં ચબરાક સંવાદો, સૌષ્ઠવવંતું ગદ્ય, જીવનને જોવાની મર્મગામી દૃષ્ટિ, કરુણ અને હાસ્ય ઉપર એકસરખું પ્રભુત્વ જોવા મળે છે. રેડિયો નાટિકાના વિકાસમાં એમની 'અનંત સાધના' કૃતિ સ્મરણીય અર્પણ છે. અહીં એક હકીકત ખાસ નોંધવી જોઈએ. નાટ્યસ્પર્ધાએ શિવકુમારને ઉત્તેજ્યા જણાય છે. સરકારી પારિતોષિક એમની કૃતિઓને મળતાં જ રહ્યાં છે, એ ઘટના એમની સર્જકપ્રતિભાને જેબ આપનાર ગણવી જોઈએ.
માત્ર સાહિત્યકારો જ નહિ, પણ સાહિત્યસ્વરૂપોને કેન્દ્રમાં રાખીને પણ આ દાયકામાં કેટલાંક સ્વતંત્ર પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં ચન્દ્રકાન્ત મહેતાનું 'મધ્યકાળના સાહિત્યપ્રકારો' સૌથી વિશેષ ધ્યાન ખેંચે છે, અને આ પ્રકારનાં અધ્યયનો માટે નમૂનારૂપ બની રહે એમ છે. મંજુલાલ મજમુદારે પણ ગુજરાતી સાહિત્યનાં પદ્યસ્વરૂપો પર સુદીર્ઘ પુસ્તક પ્રકાશિત કર્યું છે, પણ એમાં વિસ્તાર ઝાઝો છે અને કેટલેક સ્થળે શાસ્ત્રીયતાનો પણ ભોગ અપાયો છે. છતાં ખંડી ખંડીને ભરેલી માહિતી, અભ્યાસીઓને, એમાં એક જ સ્થળે ઉપલબ્ધ થાય છે મોટો લાભ છે. નંદકુમાર પાઠકનું ‘એકાંકી-સ્વરૂપ અને સાહિત્ય' આ વિષયનું સુરેખ અને સમૃદ્ધ પુસ્તક છે. એમાં સંસ્કૃત સાહિત્યમાં એકાંકીની ઉત્પત્તિ અને એના પ્રકારો તેમ જ પાશ્ચાત્ય દેશોમાં પણ એની ઉત્પત્તિ અને વિકાસ દર્શાવી આ સ્વરૂપની ઝીણવટભરી ચર્ચા કરી છે. એક જ સ્વરૂપની ચર્ચાનું સળંગ પુસ્તક આપણા વિવેચનસાહિત્યમાં અત્યંત આવકારપાત્ર છે. જશવંત ઠાકરનું ‘નાટ્યશિક્ષણનાં મૂળ તત્ત્વો' પણ એ વિષેનું ઉપયોગી પ્રકાશન છે. ‘ગુજરાતી નાટ્ય શતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ'માંના કેટલાક લેખોમાં નાટ્યસ્વરૂપ અંગેની સુંદર વિચારણા છે. ‘નાટયશાસ્ત્ર અને આચાર્ય અભિનવગુપ્તાચાર્ય'માંનાં વ્યાખ્યાનોમાં કે. કા. શાસ્ત્રીએ નાટ્યશાસ્ત્રનો રચનાકાળ, અભિનવગુપ્ત અને કાવ્યશાસ્ત્ર અંગે સારી છણાવટ કરી છે.
શ્રી રંભાબહેન ગાંધીએ પણ આ દાયકા દરમ્યાન ઉલ્લેખપાત્ર એકાંકીઓ આપ્યાં છે. નારીજીવન, ગૃહજીવનની અનેક સમસ્યાનું રંભાબહેન હૃદ્ય નિરૂપણ એમની કૃતિઓમાં કરે છે.   ‘કોઈને કહેશો નહિ પછી 'રોજની રામાયણ' અને 'ચકમક' એ સંગ્રહોમાં એમણે નવ નવ એકાંકીઓ આપ્યાં છે. ‘દેવ તેવી પૂજા'માં અગિયાર એકાંકી છે.  ‘પરણું તો એને જ'માં સાત એકાંકી છે. રેડિયો ઉપર એમની કૃતિઓ ઠીક ઠીક વૈવિધ્ય પૂરું પાડે છે. નારીની અનેક મૂંઝવણોનું સહૃદયી નિરૂપણ કરનાર રંભાબહેન પાસે વધુ કલાત્મક અભિવ્યક્તિની અપેક્ષા રાખીએ.
(૩) યુનિવર્સિટી શિક્ષણમાં સ્નાતકકક્ષાએ ગુજરાતી વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી હોવાને કારણે એમને ઉપકારક થવાના આશયથી પણ કેટલાંક પુસ્તકો ગાળામાં પ્રકાશિત થયાં છે. એમાંનાં કેટલાંકમાં વિદ્યાર્થી ભોગ્યતા પ્રતિ વિશેષ ઝોક અપાયો છે, તે ક્યાંક ક્યાંક શુદ્ધ વિવેચનનું ધોરણ પણ દૃષ્ટિગોચર થાય છે. કુંજવિહારી મહેતાનાં ‘સાહિત્યરંગ' અને ‘સાહિત્યસ્વરૂપો', જિતેન્દ્ર દવેનું ‘સાહિત્યઘડતર', રણજિત પટેલ અને રામચન્દ્ર પંડ્યાનું 'અર્વાચીન ગુજરાતી સાહિત્ય-સ્વરૂપોનો વિકાસ' આ રીતે નોંધપાત્ર છે. તો ભારતીય સાહિત્યમીમાંસામાં વિદ્યાર્થીઓને શ્રદ્ધેય માર્ગદર્શન આપવાના ઉદ્દેશથી ઈશ્વરલાલ ૨. દવેએ મમ્મટના 'કાવ્યપ્રકાશ'ના ત્રણ ઉલ્લાસોને સંપાદિત કર્યા છે અને વાસુદેવ શાસ્ત્રીએ પણ પછીના કેટલાક ઉલ્લાસો ગુજરાતીમાં સંપાદિત કર્યા છે. જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાએ ભારતીય કાવ્યમીમાંસાનો વિશદ અને અભ્યાસપૂર્ણ પરિચય એમના પુસ્તકમાં પ્રથમવાર જ કરાવ્યો છે. ગુજરાતી, ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનતાં, સંસ્કૃતના કેટલાક અલંકારગ્રંથોની પણ ગુજરાતી-આવૃત્તિઓ પ્રગટ થઈ છે.
‘સાપના ભારા' પછી વર્ષો બાદ શ્રી ઉમાશંકર જોશીએ 'શહીદ’ નામે સફળ એકાંકીસંગ્રહ આપ્યો છે. શ્રી ગુલાબદાસ બ્રોકરનો પ્રથમ એકાંકીસંગ્રહ 'જવલંત અગ્નિ’; શ્રી ધનસુખલાલ મહેતાનો 'રંગોત્સવ' અને 'ફુરસદના ફટાકા'; શ્રી યશોધર મહેતાકૃત 'ઘેલો બબલ’ અને ‘ઘાઘરાઘેલો’ તેમ જ ઐતિહાસિક નાટક 'સમર્પણ' સ્વ. બચુભાઈ શુકલકૃત 'હરિરથ ચાલે': શ્રી બાબુભાઈ વૈદ્યકૃત 'એ-આવજો' અને 'પ્રેરણા'; શ્રી પ્રાગજી ડોસાકૃત 'છોરુ કછોરુ' અને 'મંગલમંદિર'; શ્રી ગુણવંતરાય આચાર્યકૃત 'અખોવન' અને 'મા'રરાજ', શ્રી જયભિખ્ખુકૃત ‘રસિયો વાલમ અને બીજાં નાટકો'; શ્રી દુર્ગેશ શુકલકૃત 'ઉલ્લાસિકા', 'રૂપ પ્રથમમ્' અને ‘પલ્લવી પરણી ગઈ'; શ્રી સુરેશ ગાંધીકૃત 'વૌઠાનો મેળો’; શ્રી મધુકર રાંદેરિયાકૃત 'અંતે તો તમારી જ'; શ્રી ચંદરવાકરકૃત 'યજ્ઞ' અને 'મહીના એવારે'; શ્રી વજુભાઈ ટાંકકૃત વૈભવનાં વિષ, સ્વ. રમણલાલ દેસાઈ કૃત 'બૈજુ બ્હાવરો' અને 'વિદેહી'; શ્રી રમણ પટેલકૃત 'પેલે પાર'; શ્રી નંદકુમાર પાઠક કૃત 'વૈશાખી વાદળ', શ્રી મૂળજીભાઈ પી. શાહકૃત 'તાજમહાલ'; શ્રી દામુભાઈ શુકલકૃત 'રૂપા અને બીજાં ત્રણ'; શ્રી ભૂખણવાળાકૃત રૂપાંતરો 'જમાઉધાર' અને 'વારસદાર' શ્રી હકુમત દેસાઈકૃત 'મનના મેલ' અને ‘ધરતીનાં ધણી'; શ્રી ચુ. વ. શાહકૃત 'દેવનર્તકી; શ્રી કરુણશંકર સાતાકૃત 'વિશ્વવિજેતા'; સ્વ. કવિચિત્રકાર ફૂલચંદભાઈ શાહકૃત ‘મહાશ્વેતા કાદંબરી', 'માલતીમાધવ' અને 'મુદ્રાપ્રતાપ'; શ્રી જયમલ પરમારકૃત 'ભૂદાન'; શ્રી નાથાલાલ દવેકૃત 'ભૂદાનયજ્ઞ'; શ્રી રમેશ જાનીકૃત 'હુતાશની'- આ કૃતિઓ નાટ્યસાહિત્યના પ્રવાહને આગળ ધપાવવામાં પોતપોતાની રીતે ફાળો આપે છે.
સહેજ આડા ફંટાઈને અનુવાદના ક્ષેત્રમાં ડોકિયું કરી લઈએ તો વર્સફોલ્ડ અને એબરક્રૉમ્બીની સાહિત્યવિચારણાની બે પ્રસિદ્ધ પુસ્તિકાઓનો શ્રદ્ધેય અનુવાદ નગીનદાસ પારેખે અનુક્રમે ‘સાહિત્યમાં વિવેક’ અને ‘સાહિત્યવિવેચનના સિદ્ધાંતો' એ નામે સુલભ કરી આપ્યો છે. એમણે કરેલ અતુલચંદ્ર ગુપ્તનો ‘કાવ્યજિજ્ઞાસા'નો અને સુરેશ જોશીએ આપેલ વિષ્ણુપદ ભટ્ટાચાર્યની 'સાહિત્યમીમાંસા'નો અનુવાદ પણ આપણા વિવેચનસાહિત્યમાં આવકારપાત્ર ઉમેરણો છે. કે. કા શાસ્ત્રીએ 'સંક્ષિપ્ત ભરત નાટ્યશાસ્ત્ર'માં ભરતના નાટયશાસ્ત્રના સિદ્ધાન્તોનો-તદ્વિષયક અધ્યાયોનો સમશ્લોકી અનુવાદ સુલભ કરી આપ્યો છે.
સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીરચિત 'નૃસિંહાવતાર' નામે ત્રિઅંકી નાટમનું શ્રી ધીરુભાઈ ઠાકરે કરેલું સંપાદન પણ નોંધપાત્ર છે.  ‘કાન્તા'ના લેખકની આ બીજી કૃતિનું વસ્તુ પૌરાણિક છે, ખાસ રંગભૂમિ માટે તૈયાર થયેલ મંગલાન્ત નાટક છે. (શ્રી ધીરુભાઈ આ દાયકામાં એક સુંદર કાર્ય કર્યું છે. એમણે ‘અભિનેય નાટકો’ની ઉપયોગી સૂચિ તૈયાર કરી છે. ભજવનારાઓને સુગમ પડે એ દૃષ્ટિએ એમાં પ્રત્યેક કૃતિનો આછો રેખાત્મક પરિચય અપાયો છે.) શ્રી અનંત આચાર્યની પારિતોષિક પામેલી કૃતિઓ 'કરિયાવર' અને 'અબીલ ગુલાલ' નોંધપાત્ર છે. શ્રી હંસાબહેન મહેતાએ કરેલ અનુવાદ 'મેલિયેરનાં બે નાટકો' અકાદમીનું પ્રકાશન છે. શ્રી ફિરોઝ આંટિયાએ સ્વરચિત કૃતિઓનો સંગ્રહ 'છ નાટક' અને બીજો ‘૧૫ નાટકો અને ૧૧ ટચૂકડીઓ' નામે પ્રકટ કરેલ છે. લેખક કુશળ નટ, નિર્માતા અને દિગ્દર્શક છે એટલે તખ્તાની દૃષ્ટિએ એમની તમામ કૃતિઓ સફળતાને વરી છે. શ્રી ચીનુભાઈ પટવાકૃત 'શકુન્તલાનું ભૂત', શ્રી અજિત પટેલકૃત 'જીવન નાટક અને બીજાં એકાંકી' પણ સફળ નાટિકાઓ છે.
<center><nowiki>*</nowiki></center>
શ્રી રસિકલાલ પરીખની આ દાયકાની મહત્ત્વની નાટ્યકૃતિ 'શર્વિલક'ને સાહિત્ય અકાદમીનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું છે. ‘દરિદ્ર ચારુદત્ત' તેમ 'મૃચ્છકટિક' એ બે નાટકોમાંથી પ્રેરણા મેળવીને ‘શર્વિલક’ લખાયું છે. વિવિધ સંસ્કૃતિમાં માનતાં પાત્રો દ્વારા લેખકે એ કાળનો સંસ્કૃતિસંઘર્ષ કુશળતાથી રજૂ કર્યો છે. ‘મૃચ્છકટિક' માં ગૌણ પાત્ર તરીકે દેખાતો શર્વિલક નાટકમાં નાયક છે, એની પ્રિયા મદનિકા નાયિકા છે. રાજપરિવર્ત આ નાટકનું મુખ્ય વસ્તુ છે. ‘શર્વિલક' સંસ્કૃત નાટકની હરોળમાં બેસે એવી સમર્થ કૃતિ છે. પાત્ર, પ્રસંગ, રસ-સર્વ દૃષ્ટિએ નાટ્યકૃતિ સફળ રહી છે. બીજા એવા જ પ્રૌઢ નાટ્યલેખક સ્વ. રામનારાયણ વિ. પાઠકકૃત 'કુલાંગાર અને બીજી કૃતિઓ' પણ દાયકાનો નોંધપાત્ર નાટ્યસંગ્રહ છે. એમાં પાઠકસાહેબ જેવા સમર્થ સર્જકની દસ રચનાઓ છે. 'કુલાંભાર', 'દેવી કે રાક્ષસી' અને 'ભુલકણો પ્રોફેસર' ત્રણ મૌલિક રચનાઓ છે; અને ‘ઉરુભંગ’, 'ભગ વદજ્જુકીયમ્' આદિ પાંચ મૂળ સંસ્કૃતમાંથી અનુવાદિત નાટકો છે અને બાકીની બે શેક્સપિયરની બે નાટ્યકૃતિઓના પ્રવેશો છે – ‘બાગમાં મિલન, અને ‘શેર માંસનો મુકદ્દમો’. આમાંની મોટા ભાગની કૃતિઓ રેડિઓ યા તખ્તા ઉપર સફળતાથી ભજવાઈ ચૂકી છે.
વિવેચનલેખોનો સંગ્રહ બીજી આવૃત્તિ પામે એ ઘટના પણ આપણે ત્યાં નોંધપાત્ર ગણાવી જોઈએ. મનસુખલાલ ઝવેરીનો ‘થોડા વિવેચનલેખો' સંગ્રહ એની નવી આવૃત્તિમાં ચારેક નવા લેખોના ઉમેરણ સાથે પ્રગટ થયો છે, અને વિવેચક મનસુખલાલનું એમાં ઊજળું દર્શન થાય છે.
દાયકામાં એકાંકી નાટિકાઓના સંગ્રહોનાં સંપાદનો પણ થયાં છે. શ્રી મડિયાસંપાદિત 'શ્રેષ્ઠ નાટિકાઓ' ઉપરાંત શ્રી ગુલાબદાસ બ્રોકરનું સંપાદાન 'ગુજરાતનાં એકાંકી'; શ્રી પુષ્કર ચંદરવાકરસંપાદિત નટીશૂન્ય નાટિકાઓને સંગ્રહ 'રંગલીલા': શ્રી મડિયા સંપાદિત 'નટીશૂન્ય નાટકો'. ‘મારાં પ્રિય એકાંકી'ના સંપાદકો છે સર્વ શ્રી જશભાઈ પટેલ, ભાનુ ચોકસી અને મધુરમ્, સિવાય શ્રી વજુભાઈ ટાંક સંપાદિત 'નાટયવિહાર' નોંધપાત્ર છે.
આ દાયકામાં જેમણે પોતાના વિવેચન કે લેખસંગ્રહો પ્રગટ કર્યા નથી પણ જેમની અવિરત સાહિત્યસાધનાનાં ફળ સામયિકામાં કે અન્યત્ર અધ્યયનલેખરૂપે મળતાં રહ્યાં છે એવા અનેક--આગળ નહિ ઉલ્લેખાયેલા--સંનિષ્ઠ સાહિત્યસેવીઓનું અહીં સ્મરણ કરી શકાય. સર્વ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રસિકલાલ છો. પરીખ, 'દર્શક', નગીનદાસ પારેખ, ગૌરીપ્રસાદ ઝાલા, વ્રજરાય દેસાઈ કાંતિલાલ વ્યાસ, ડૉ. સાડેસરા અને ડૉ. ભાયાણી, યશવંત શુકલ અને રામપ્રસાદ શુકલ, ગુલાબદાસ બ્રોકર, ભૃગુરાય અંજારિયા, નિરંજન ભગત અને બીજા કેટલાક લેખકોના પ્રગટ થયેલા લેખો આપણી વિવેચનામાં માનભર્યું સ્થાન પામે એવા છે. નવતર પેઢીમાંથી જેમણે બેચાર લેખો દ્વારા પણ પોતાનું હીર બતાવ્યું હોય એવા યુવાન સાહિત્યસેવીઓ પણ આપણે ત્યાં ઠીક ઠીક સંખ્યામાં છે, પરંતુ એ સર્વનો ઉલ્લેખ કરવો અહીં ઉચિત ગણ્યો નથી. આ દાયકે એમની સિદ્ધિઓનો વિશેષ જોવો એ કદાચ વધુ પડતી ઉતાવળ ગણાય.
નવલકથામાંથી નાટ્યરૂપાંતરો થયાં હોય એવી બે કૃતિઓ છે. રમણલાલ દેસાઈની ‘પૂર્ણિમા’નું નાટ્યરૂપાંતર કર્યું છે શ્રી વિષ્ણુકુમાર વ્યાસે અને શરદબાબુના 'દેવદાસ'નું રૂપાંતર કર્યું છે શ્રી શિવકુમાર જોશીએ. બંને રૂપાંતરો સુંદર બન્યાં છે.
આપણાં શિષ્ટ સામયિકો અત્યાર સુધી આપણી વિવેચનાના પ્રકટન માટેનાં વાહન રહ્યાં છે. સાહિત્યપરિષદનો નિબંધ વિભાગ કે લેખકમિલનની ચર્ચાઓ, વિવિધ સ્થળોની વિદ્યાસંસ્થાઓ દ્વારા યોજતાં વ્યાખ્યાનો કે વ્યાખ્યાનમાળાઓ, રેડિયો પરના વિષયો સૂચવીને યોજાતા વાર્તાલાપો, યુનિવર્સિટીના ગુજરાતી વિષયના અભ્યાસક્રમના અધ્યયન-અધ્યાપન અંગે થતા સ્વાધ્યાયો—આ અને આવાં બળોએ દાયકાની વિવેચનાને સમૃદ્ધ કરવામાં ઠીકઠીક ફાળો આપ્યો છે. સામયિકોનો સમીક્ષાવિભાગ કે દૈનિક પત્રોના અઠવાડિક સાહિત્યવિભાગો આપણા ગ્રંથાવલોકન વિભાગને સત્ત્વવંત કરવામાં હજી પૂરેપૂરા સફળ થયા નથી, તેમ છતાં એમનો ફાળો ઉલ્લેખપાત્ર તો છે જ.
‘ગુજરાતનાં નાટકો' (ગીતોની સારીગમ)નું સંપાદન શ્રી જયશંકર 'સુંદરી'એ કર્યું છે. એમાં જૂની રંગભૂમિનાં નાટકોનાં ગીતો એકઠાં કરીને સંગીત શોખીનો માટે એક જ સંગ્રહમાં સુલભ કર્યાં છે. ‘નાટક ભજવતાં પહેલાં' એ શ્રી ધનસુખલાલ મહેતાની અનુભવપૂત પુસ્તિકા છે. ‘નાટક ભજવતાં' એ શ્રી ચંદ્રવદન મહેતાએ તૈયાર કરેલ પુસ્તિકા છે. નાટ્યેતર ગણાય એવી કૃતિઓ એટલા માટે નોંધી છે કે તે નાટકની કલાને સમજવામાં ઉપયોગી નીવડી છે. નાટકની તખ્તાલાયકી અને આપણું અભિનયક્ષમતાની સમજણમાં એથી જરૂર વધારો થાય છે. માત્ર નાટકનાં બે વિશિષ્ટ સામયિકો થોડો કાળ ચમકી ગયાં તેમને અહીં નોંધવાં જ જોઈએ. ગુલાબદાસ બ્રોકર અને સુશીલ ઝવેરીસંપાદિત 'એકાંકી’ અને પ્રાગજી ડોસા આદિ સંપાદિત ‘ગુજરાતી નાટ્ય’ થોડી પણ અમૂલ્ય સેવા નાટ્યક્ષેત્રે કરી ગયાં છે. સમગ્ર લેતાં દાયકાનો નાટ્યફાલ સંખ્યા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ નોંધપાત્ર બન્યો છે. શાળા-કૉલેજોના સમારંભો–ઉત્સવો નાટ્યલેખનપ્રવૃતિને વેગ આપે છે; એટલું જ નહિ, પણ સાહિત્યધેારણે નબળી ગણાતી કૃતિઓ કેટલીક વાર તો તખ્તા ઉપર, રંગભૂમિ ઉપર વધુ સબળ પુરવાર થઈ છે. રેડિયોનું માધ્યમ રૂપકોના સર્જન માટે મહદંશે નિમિત્ત બન્યુ છે. આ દાયકાના નવીનોમાં બે કલમો વધુ તેજસ્વી ગણાવી શકાય. એક શિવકુમાર જોશી અને બીજા ચુનીલાલ મડિયા. જૂનામાં શ્રી ચંદ્રવદન મહેતા અને જયંતી દલાલ સમય સાથે તાલ મિલાવી શક્યા છે. આ અને અન્ય જૂના-નવા નાટ્યકારો પાસેથી આપણે ગૌરવ કે ગર્વ પ્રેરે એવી સિદ્ધિ માટે રાહ જોઈએ.
કદાચને આપણી એ કમનસીબી છે કે આપણા કોઈ વિદ્વાન તરફથી ગુજરાતને હજી સાહિત્યમીમાંસાનો સળંગ ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. પૂર્વ અને પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોનું પરિશીલન કરીને ઉજ્જવળદૃષ્ટિ બનેલા વિવેચકોની પરંપરા આપણે ત્યાં આનંદશંકરથી ઉમાશંકર સુધી વિસ્તરેલી છે. તેમ છતાં આવો કોઈ શ્રદ્ધેય ગ્રંથ આ૫ણને મળ્યો નથી એ હકીકત છે. આપણા વિવેચનમાં સત્ત્વગર્ભ તાત્તિવક ચર્ચાના, રસલક્ષી-સૌન્દર્યલક્ષી વિવેચનાના પ્રમાણભૂત અને ઉત્તમ લેખો છે; એના એ ખંડદર્શનમાં નિર્મળ કાંચનની દ્યુતિ વિલસે છે, પરંતુ ‘સાહિત્યપદારથ'ની સાંગોપાંગ ચર્ચા-વિચારણાનો વધુ નહિ તો એકાદ ગ્રંથ પણ આવતે દાયકે વર્તમાન પેઢીના પીઢ કે નવતર વિદ્વાનો પૈકી કોઈક તો પૂરો પાડશે જ એવી આશા સેવીએ તો એ વધુ પડતી નહિ જ ગણાય. અત્યારે તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને જીવનલાલ પરીખના નર્મદથી આરંભી કેટલાક વિદ્યમાન વિવેચકોના સાહિત્યવિચારણના બાર લેખોના સંપાદન - 'સાહિત્ય મીમાંસા'(પ્રથમ ખંડ)થી જ સંતોષ માનવો રહ્યો. અલબત્ત, આવા સંપાદનની મૂલ્યવત્તા કાંઈ ઓછી નથી; એનો પ્રવેશક એની ગુણવત્તાને દ્વિગુણિત કરે છે.
હજી આપણે ત્યાં શિષ્ટ સાહિત્યકૃતિઓ નાટકરૂપે પ્રમાણમાં ઘણી ઓછી રજૂ થાય છે. બંગાળી અને મરાઠી રંગભૂમિ ઉપર તો સંખ્યાબંધ નાટકો સમર્થ કૃતિ ઉપરથી, સમર્થ રીતે રજૂ થાય છે. ગુજરાતી રંગભૂમિમાં ધંધાદારી, અવેતન, અર્ધ-વેતન સંસ્થાઓ અને કલાકારો પોતપોતાની રીતરસમ પ્રમાણે પ્રયોગો કરે જાય છે; પણ એમાં પરિવર્તન આણવાનો સમય પાકી ગયો છે. રંગભૂમિ નવજીવન પામે તે માટે સૌ નાટકપ્રેમીઓએ સહિયારો પુરુષાર્થ પ્રમાણિકપણે કરવાની જરૂર છે. નાટકના ઉત્સાહી દિગ્દર્શકો ઘણી વાર નાટ્યસર્જકો તરફ આશાભરી મીટ માંડી કહે છે: અમને હોંસભેર ભજવવાનું મન થાય એવાં નાટકો આપો.
<center>અનુવાદો</center>
સંસ્કૃતમાંથી કાલિદાસ, ભવભૂતિ જેવાની નાટ્યકૃતિઓ સાહિત્યકારોને હંમેશા આહ્વાન આપતી રહી છે. ‘શાકુન્તલ' અને ‘ઉત્તરરામચરિત'ના અનેક અનુવાદ આજસુધીમાં આપણે ત્યાં થયા છે. આ દાયકા દરમ્યાન શ્રી ઉમાશંકર જોશીએ આ બંને નાટકોના સુંદર અનુવાદ આપ્યા છે. કવિત્વની છાંટભર્યાં ટીકા-ટિપ્પણ અને હૃદયંગમ પ્રસ્તાવના અનુવાદોની ઝલક ઓર વધારે છે. શ્રી કે. કા શાસ્ત્રીએ કરેલ ‘ભાસ નાટ્યચક્ર’નો અનુવાદ પણ અહીં સંભારી લઈએ. શ્રી પદ્માવતી દેસાઈનો ‘ઉત્તરરામચરિત' અનુવાદ પણ સુવાચ્ય છે. ચુનંદી સંસ્કૃત કૃતિઓ યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસક્રમમાં અવારનવાર ભણવાની હોય છે એટલે તમામના ગુજરાતી અનુવાદો થાય છે ખરા, પણ તે બધા મોટે ભાગે વિદ્યાર્થીભોગ્ય હોય છે.
{{Poem2Close}}<br>
{{Poem2Close}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu