17,544
edits
No edit summary |
(→) |
||
Line 661: | Line 661: | ||
{{right|(૨૦૦૫)}} | {{right|(૨૦૦૫)}} | ||
==સ્મૃતિલોક== | |||
{{color|BlueViolet|'''<big>સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે </big>'''}} | |||
{{color|OliveDrab|'''~ રીના મહેતા'''}} | |||
એ જ મોટીમસ બારી, એ જ ઝગારા મારતો તડકો; એ જ ખુરશી, એ જ ઘણાં દૃશ્ય બદલાતાં રહ્યાં છે, પણ આ એક દૃશ્ય કાયમી રહ્યું છે. એની આસપાસ પતંગિયાની જેમ ઊડાઊડ કરતી હું, એ (પિતા ભગવતીકુમાર શર્મા) લખતા હોય અને બાએ આપેલ ચા કે દૂધનો કપ જરાય ખલેલ ન પહોંચે એમ દબાતે પગલે મૂકી આવતી હું, એમની પેનમાં શાહી ભરી આપતી હું... | |||
બાળપણની અણસમજથી માંડીને અત્યાર સુધી મેં એમને નિરંતર લખતા જ જોયા છે. નબળી આંખ ને સ્વાસ્થ્યને નેવે મૂકીને એમણે લખ્યું છે. વળતરની ચિંતા કરી નથી. પત્રકારત્વ જેવા ક્ષેત્રમાં છેક દિલ્હી સુધી પોંખાયેલો માણસ આટલા પગારમાં સંતોષ માની શકે, એ આજના જીવનમાં દુર્લભ ગણાય. | |||
મારા વાડામાં ઝાડ પર એક પક્ષીએ માળો બાંધ્યો છે. તેમાં કેટલાય દિવસથી માદા અને નર સતત ઈંડાને સેવતાં દેખાય છે. કલાકો સ્થિર, ધ્યાનસ્થ... બસ, એજ રીતે એમણે આખી જિંદગી શબ્દને સેવ્યો છે, પીછાં આપ્યાં છે, પાંખ આપી છે અને આકાશે ઉડાવ્યો છે. | |||
અને એ જૂના વિશાળ ઘરમાં બે જણ એકલાં રહે છે. ઘરડાં, અશક્ત થતાં જતાં પગે એકલાં ચાલે છે. ખડિયામાંથી ભરાતી કાળી શાહી જેવો સમય છલકી જાય છે. મોટા અક્ષરો પણ હવે એ માંડ વાંચે છે. મને પણ કદાચ અવાજ થકી જ વધારે ઓળખે છે. જે અક્ષરોએ આખી જિંદગી એમને પાંખ આપી હતી, એ કાગળની સફેદ સપાટીમાં વિલીન થઈ રહ્યા લાગે છે. ગમે ત્યારે સંપૂર્ણ અંધારું થઈ જશે એવા અબોલ ફફડાટ નીચે, આજે તોંતેરમે વર્ષે બ્લડપ્રેશરના વ્યાધિ વચ્ચે પણ એ જ ઉત્સાહથી કાગળ પર મોટાં વાંકાચૂંકા અક્ષરે આશરે આશરે લખવાનું એ છોડી શકતા નથી. એ અક્ષરો જ એમને જીવવાનું બળ આપે છે. | |||
સાંજના પ્રેસમાંથી પાછાં ફરતાં એમનાં ઘસડાતાં પગલાંનો અવાજ દાદરે આવે છે. હંમેશની જેમ એ ખીંટીએ થેલો લટકાવે છે, ધોતિયું-પહેરણ પહેરે છે, ટુવાલ વડે જેમતેમ પરસેવો લૂછે છે, ઢગલો થઈ ખાટલે ઢળી પડે છે. બા કે હું ગ્લુકોઝવાળું લીંબુંનું પાણી આપીએ છીએ, ને ફરી એક વાર બબડીએ છીએ કે બંધ કરો આ બધું... | |||
અમારો બબડાટ રેડિયોના ન્યુઝમાં ભળી જાય છે. | |||
{{right|(‘થેંક યૂ પપ્પા’ પુસ્તકઃ૨૦૦૬)}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{color|BlueViolet|'''<big>હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ</big>'''}} | |||
{{color|OliveDrab|'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''}} | |||
વિશ્વવિદ્યાલયમાં વિધિપૂર્વક અભ્યાસ કરવાની તક નહોતી મળી તે છતાં આ સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યની આગળ વધીને યુરોપીય સાહિત્યનો એમણે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા મેળવેલો પરિચય એક વિરલ ઘટના છે. | |||
પિતા જે પેઢીમાં કામ કરતા હતા તે પેઢીમાં વર્ષો સુધી કામ કર્યા પછી પૉલિશ કૉન્સ્યુલેટમાં એમણે મેળવેલી કામગીરી એમના પોલૅન્ડ પરત્વેના વિશેષ પ્રેમને અને યુરોપિય ચેતના પરત્વેના એમના આકર્ષણને પોષણ આપે છે. હોલ્ડરલિન, કોન્સ્ટાસ, પાલામાસ, રિલ્કે, બૉદલેર, વાલેરી, પ્રૂસ્ત, ઊનામુનો જેવા યુરોપીય લેખકોએ એમની ભાવનાસૃષ્ટિને ઘડેલી. | |||
તત્કાલીન વૈશ્વિક પ્રવાહો અને આર્થિક સામાજિક તેમજ રાજકીય પશ્ચાદભૂથી તેઓ ખાસ્સા વાકેફ હતા. પુસ્તકપ્રકાશન એમનાં સાંસ્કૃતિક સ્વપ્નોમાંનું એક સ્વપ્ન સ્થાપવા ઉપરાંત એમણે પરમાનંદ કાપડિયાના તંત્રીપદે પ્રસિદ્ધ થતા ‘યુગધર્મ’માં પણ કામગીરી બજાવેલી. એચ. ઈન્દ્રર ઍન્ડ કંપનીને નામે એમણે પરદેશથી પુસ્તકો મંગાવવાની પ્રવૃત્તિ પણ કરેલી; આમ છતાં અત્યંત સંવેદનશીલ હોવાથી ઘણાં વર્ષો એમનાં અનુતાપ અને રૂંધામણમાં વીત્યાં અને અંતે એમણે આપઘાતનો માર્ગ લીધો. | |||
સ્વેદશી ચળવળ વચ્ચે અને બ્રિટિશ શાસન દરમિયાન માત્ર અંગ્રેજી સાહિત્યથી છવાઈ ગયેલા વાતાવરણમાં અંગ્રેજી સિવાયના યુરોપીય સાહિત્યની આબોહવાનો લાભ લેનાર આ કવિ ગાંધીયુગની એક વિશિષ્ટ અને વિરલ પ્રતિભા છે. કેટલેક અંશે એમના યુગથી એમની ચેતના આગળ હોવાનો અણસાર એમની ભાવનાસૃષ્ટિ અને કવિતાસૃષ્ટિમાંથી મળી રહે છે. ‘સફરનું સખ્ય' (મુરલી ઠાકુર સાથે, ૧૯૪૦) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે અને ‘કેસૂડો અને સોનેરું’ તથા ‘કોઢાગ્નિ’ (૧૯૪૧) એમનો બીજો કાવ્યસંગ્રહ છે; જ્યારે ‘સ્વપ્નપ્રયાણ’ (૧૯૫૯) એમની સઘળી રચનાઓને સમાવતો ઉમાશંકર જોશી સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે. | |||
વિવિધ સાહિત્યોના વ્યાપક સંદર્ભો અને ઉલ્લેખોથી ઇન્દ્રિયસંવેદ્ય પંક્તિઓ દ્વારા કાવ્યશિલ્પ દર્શાવતા આ કવિની બહુશ્રુતતા સાથે ભળેલી સ્વકીય અનુભૂતિ આસ્વાદ્ય છે. પશ્ચિમના સાહિત્યમાં મનુષ્યનું પતન અને મનુષ્યોનો અપરાધભાવ ઘૂંટાતાં ઊઠેલા એવા પ્રતિધ્વનિ તો અહીં છે જ, વિશેષમાં ભારતીય સંસ્કૃતિના વેદથી માંડી પૌરાણિક અને બૌદ્ધ ઇતિહાસના સંકેતો પણ એમાં ભળેલા છે. આ કવિમાં એકબાજુ પ્રેરણાનો વેગ છે, તો બીજા બાજુ કવિકર્મનો પરિશ્રમ પણ છે અને એટલે એમનો લયકેફ એમની પ્રણયઝંખનાની કે ધર્મઝંખનાની અભિવ્યક્તિમાં ઊતર્યા વગર રહ્યો નથી. બહેન પરની ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ રચનામાં કે ‘રાઈનર મારિયા રિલ્કેને’ જેવી રચનામાં કવિની પાસાદાર સૌંદર્યમંડિત આવિષ્કૃતિ જોઈ શકાય છે. | |||
{{Block center|<poem><center>'''સીમાડા'''</center> | |||
હૈયાના બારણાની ભોગળો ભેદવી,
| |||
ઉંબર સીમાડો ઓળંગવો જી. | |||
અજવાળી રાતડીએ શેરીઓ છોડીને | |||
ચોક ને ચૌટામાં ભમવું જી. | |||
વહેલે પરોઢિયે કૂકડો બોલાવે
| |||
ગામના સીમાડા એ છોડવા જી. | |||
કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં
| |||
ઊંડાં તે વનમાં ચાલવું જી. | |||
વનના સીમાડા એ છોડવા છે મારે
| |||
રણની વાટડીએ દાઝવું જી. | |||
રણની તે રેતીમાં ભૂલા પડીને
| |||
સાગરને સીમાડે પહોંચવું જી. | |||
સાતે સાગરને ખૂંદી વળીને
| |||
ધ્રુવનું નિશાન મારે ધરવું જી. | |||
ધરણી સીમાડા એ છોડવા છે મારે
| |||
ઊંચા ગગનમાં જાવું જી. | |||
પહેલો સીમાડો આ હૈયાનો છોડવે
| |||
એને આપું ભવોભવની પ્રીતડી જી. | |||
{{gap}}'''હરિશ્ચંદ્ર ભટ્ટ'''</poem>}} | |||
==વિવેચન== | |||
{{color|BlueViolet|'''<big>સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ </big>'''}} | |||
{{color|OliveDrab|'''ઝવેરચંદ મેઘાણી'''}} | |||
આપણે ઢગોઢગ વાંચનારા, આપણને જાણ નથી કે આપણું ઘણુંખરું જ્ઞાન ભાડૂતી છે, જાલિમ વ્યાજે ઊછીના લીધેલા પરધન જેવું છે, કાગળના પોપટમાં ભરેલ લાકડાના ઢૂંસા જેવું છે. આપણી કવિતા સ્વાનુભવના રસમાંથી ઉદ્ભવેલી કેટલી? આપણી વાર્તાઓમાં નિજપારખ્યા ભાવોનું સિંચન કેટલું? આપણી ભાષા પણ ક્યાં આપણી છે! | |||
આપણે છીએ મધ્યમ વર્ગના માણસો, મધ્યમ જનસમૂહ આપણી આસપાસ ખદબદે છે. એની જીવનદશાને કોઈ વાર્તાકારે સાચેસાચ પૃથક્કરણપૂર્વક અને વાર્તારસને વહાવતી શૈલીએ સાહિત્યમાં ઉતારી છે? મધ્યમ વર્ગનું જે ઉપલબ્ધ છે તે વાર્તાસાહિત્ય પૈકીનું ઘણુંખરું પોકળ, બાહ્ય રંગોએ રંગેલું, તેમજ દૃષ્ટિવિહીન છે એવું કહેવામાં ઝાઝી હિંમતની જરૂર નથી. (ભાગ: ૧, નવસંસ્કરણ, ૨૦૦૯, પૃ.૭) | |||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
કવિઓએ, સાહિત્યિકોએ, કોઈપણ કલાસર્જકે, એટલું તો સ્વીકારીને જ જીવન શરૂ કરવું રહે છે, કે જનતા જ જો સર્વ સંસ્કારોથી સંપન્ન બની ગઈ હોત તો તેઓને સાહિત્યકારોની જરીકે જરૂર ન રહેત. આજે પુસ્તકો ખરીદનારાઓ પોતાની રુચિથી ઊંચી કે નીચી ભૂમિકા મુજબનો રસ અનુભવી પુસ્તકો ખરીદે છે. એમની રુચિને એક અથવા બીજા સાહિત્યપ્રકાર તરફ વાળવા ભગીરથ પ્રયત્નો (મૂંગા અને બોલતા) કરવા જ પડે છે. એ પ્રયત્નો આજ સુધી સતત થતા રહ્યા છે. આ કાંઈ સાહિત્યકારોની સરમુખત્યારીનો યુગ નથી કે પ્રત્યેક પ્રજાજનને માથે અમુક પુસ્તક ખરીદી તો ફરજિયાત કરી શકીએ. એ તો પ્રજારુચિનો પ્રશ્ન છે. વળી રુચિને ને પૈસાને સારો બનાવ નથી. રુચિવાળા માગીભીખીને પુસ્તકો વાંચે છે. ન-રુચિવાળા શોભા પૂરતાં પણ થોડાં સંઘરે છે; એટલો તેમનો પાડ માનો. ઉપરાંત ગુજરાતની પ્રજામાં નવી રુચિ, નવી દૃષ્ટિ, નવો સંસ્કાર, એ તો દાયકે દાયકે ઘડાઈ રહ્યાં છે. લોકોને મારીને મુસલમાન - એટલે કે લાનતો દઈને સાહિત્યપ્રેમી - થોડા બનાવી શકશું? (એજ, પૃ.૧૭) | |||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
ભાષાનો પ્રચાર પ્રાણવંતા વિચારબળને અધીન છે. અને ભાષા કેવળ શબ્દ-વાક્યોની બનેલી નથી. હરએક ભાષા પોતપોતાના પ્રદેશનો લોક-સંસ્કાર એવી રીતે ધારણ કરે છે. જેવી રીતે ચહેરા પરના સૌંદર્યને મૂળે તો માનવીનું હૃદય ધારણ કરે છે. પથ્થર પર પડતુ ટાંકણું એના શિલ્પીના પ્રાણમાંથી જ પ્રત્યેક રેખાને ખેંચે છે. | |||
એટલે જ જ્યારે અન્ય ભાષાનું સાહિત્ય ગુજરાતીમાં ઉતારવાની ઉતાવળ અને રકાઝક મચે છે ત્યારે દહેશત લાગે છે. અનુવાદ કરનારા આ મૂળ કૃતિની વાનીમાં અગોચર પડેલા એ સંસ્કારની ખેવના કરતા નથી. સંસ્કૃત માતાની દીકરીઓ સમી હિંદની ઘણીખરી પ્રાંતભાષાઓ શબ્દો-વાક્યોનું સામ્ય ધરાવતી હોવાથી શબ્દને બદલે શબ્દ મૂકવાનું કામ અનુવાદકને સરળ પડે છે. એથી જ એ છેતરાય છે. | |||
અનુવાદકોએ ભાષાજ્ઞાન મેળવ્યું હોય, ત્યાંના લોકજીવનનો પરિચય નથી મેળવ્યો હોતો. એ વાતને ઉવેખનારા અનુવાદકો એ સર્જકોને અન્યાય કરે છે. | |||
અમુક અમુક પ્રદેશોમાં અનુવાદ કરવો એ સ્વતંત્ર કૃતિ લખવા કરતાં વધુ કપરું કામ છે. (એજ, પૃ.૧૪૫) | |||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
તમે લેખકો છો; પણ જે યાતનામાંથી, અગ્નિકુંડોમાંથી લેખકે નીકળવું પડે છે તેમાંથી નીકળ્યા છો? કેટલાક લેખકો શરૂઆતથી ઝળકી ઊઠ્યા, એમની કૃતિમાં નગદ વસ્તુ હતી માટે. એમણે પરસેવા પાડ્યા હશે. પાથેય ભેગું કર્યું હશે. પૈસાની વાત કરતાં એટલું યાદ કરવાનું ન ભૂલશો કે તમારામાં સત્વશીલતા કેટલી છે, તમારું ભાતું શું છે, કેટલું ભણ્યા છો, ‘ક્લાસિક’ કેટલાં વાંચ્યાં. આ પ્રશ્નો જાતને પૂછતા રહેજો. | |||
ભાતા વિના પ્રવાસ કરવો છે? લેખકના વ્યવસાયને સ્પ્રિંગબોર્ડ માનો છો? વીસ, પચીસ ચોક્કસ વર્ષ આ ક્ષેત્રને આપવાં છે એમ નક્કી કરો. આજે લખ્યું તે કાલે પ્રકાશક પાસે ન લઈ જવાય. આમાં સિનિયરોનો પણ વાંક છે. તમારાં લખાણ મારી, ઉમાશંકર - ધૂમકેતુ વગેરેની પાસે લઈને આવો છો ત્યારે અમારી ફરજ તમને મોઢામોઢા સાચું કહી દેવાની, ખામી બતાવવાની છે. પહેલી ફરજ મોટેરાઓની છે; સત્વના ધોરણને નીચું ન પડવા દઈએ. (એજ, પૃ. પ૮૨) | |||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
દાકતરી દુનિયાનાં અનિષ્ટોને ઉઘાડા પાડતી ‘ધ સિટાડલ’ નામની નવલકથા હમણાં પ્રકટ થઈ. જેની ૩૧ હજાર પ્રતો ચાર જ દિવસમાં ઊપડી ગઈ. તે પછી એની બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આવૃત્તિની દરેકની (દસ-વીસ હજાર) પ્રતો પ્રસિદ્ધ થયા ભેગી જ ખપી ગઈ. હવે એની નવી આવૃત્તિ પ્રેસમાં છે. | |||
અંગ્રેજી જાણનાર આલમની વસ્તી-સંખ્યા કાઢો. ત્યાંની સાહિત્ય રસિકતાનો પણ આંક નક્કી કરો. અને ગુજરાતનું એની સરખામણીમાં બધી વાતનો િહસાબ લઈ પ્રમાણ કાઢો, તે પછી તમારું કલેજું થીજી જશે. ગુજરાત પાસે પુસ્તકો વાંચવાનાં દોઢિયાં નથી એમ કોઈ કહે તો માનતા નહીં. અભાવ દોઢિયાંનો નથી પણ નાણાં ખરચીને વાચન મેળવવાની વૃત્તિ પ્રજામાં જાગૃત કરનાર અખબારી વિવેચનાનો ગુજરાતમાં અભાવ છે. (ભાગ - ર, નવસંસ્કરણ, ૨૦૦૯, પૃ. ૧૩૦) | |||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
નૃત્યને, ચિત્રને કે કાવ્યને, શિલ્પને કે સ્થાપત્યને, ફરીથી પ્રજામાં પ્રતિષ્ઠિત કરવાનાં છે. એ કર્યા વગર પ્રજાના ઊર્મિતંત્રમાં જે અનેક અનેક સંચા ખોટકાયા છે, તેને ઠેકાણે લાવવાનો બીજો માર્ગ નથી. ક્ષુધાની લાગણીની જોડાજોડ બીજી લાગણીઓ પણ સંતોષવા માગતી ઊભેલી જ છે. પ્રજાવ્યાપી વિરાટ માનવદેહમાં કંઈ કંઈ મનોકામનાઓ, મહેચ્છાઓ, આવેગો ને આવેશો રમણ કરે છે. સ્ફૂર્તિ અને મુક્તિ શોધે છે. એની સામે વિલાસ! વિલાસ! નામનાં પાટિયાં લગાવી પ્રવેશદ્વાર રૂંધવાથી શું વળશે? (એજ, પૃ.૨૭૬) | |||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
આપણાં જૂનાં ગીતો કૃષ્ણ-ગોપીનાં: દયારામ, નિષ્કૃલાનંદે કે મીરાંએ ગાયેલાં પ્રેમલક્ષણા ભક્તિનાં રમ્ય પદો ને છેલ્લે છેલ્લે રવીન્દ્રનાથનાં ગીતાંજલિ-ગીતો: આ તમામને એની ઉપર વીંટવામાં આવેલા આધ્યાત્મિકતાનાં ગાભામાંથી મોકળાં કરી એની શુધ્ધ સંસારી ભાવોને હિસાબે મૂલવીએ, તો તે વધુ પ્રામાણિક વાત નથી શું? | |||
અંતરના ઊંડેરા અપરિતૃપ્ત પાર્થિવ પ્રેમની જ વેદના આ કવિ હૃદયોમાં જાગી હોય, ને તેઓએ કોઈ એક કલ્પના-પ્રીતમને શુદ્ધ સંસારી ભાવે જ આ ગીતો સંબોધી હજારો - લાખો અતૃપ્ત હૈયાંની પ્રણય વાણી ઉચ્ચારી હોય, તો તેમાં શો વાંધો છે? | |||
માનવ-પ્રેમને હીણી દૃષ્ટિએ જોવા લાગીએ છીએ ત્યારે આપણે જગતના કેટલાય નિર્દોષ સુંદર સાહિત્યનો વધ કરી બેસીએ છીએ. મહાભારત-રામાયણ, પુરાણો અને વેદ વગેરે સાહિત્યને જો આપણે શાસ્ત્રદૃષ્ટિનાં સાણસામાં ન સપડાવ્યું હોત, જેવું છે તેવું માનવજીવનનું જ પ્રતિબિમ્બક સાહિત્ય લેખે જ મૂલવ્યું હોત, તો એ તમામ સાહિત્યે સાહિત્ય તરીકે જગત પર ઘણો ઉપકાર કર્યો હોત કેમકે તેણે ઢોંગને, વેશને, આત્મભ્રાંતિને પોષવાને બદલે યથાર્થ જીવનરસને જ પોષ્યો હોત. (એજ, પૃ. ર૧૪) | |||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
પુરાતત્વવિદ્યા તો અમુક ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓનો જ રસનો વિષય છે, એવું મંતવ્ય પણ વિભ્રમકારી છે. આપણે નવી ઊભી કરેલી ‘કમ્પાર્ટમેન્ટલ સિસ્ટમ’ જ આપણા જીવનના રસોને આમ ટાંકાનાં પાણીની સ્થિતિમાં ધકેલી રહેલ છે. પુરાતત્વ એ કાંઈ હાડકામાંથી ખાંડ બનાવવાની વિદ્યા કે ચીંથરામાંથી કાગળ બનાવવાની વિદ્યા નથી. પુરાતત્વ તો ચેતનાયુક્ત સંજીવની-રસથી ભરપૂર વિષય છે. એ તો છે ઇતિહાસની ‘રોમાન્સ’. એના જેવી અદ્ભુતરંગી મહાકથા કઈ છે બીજી? મારા પ્રાંતનાં ખંડેરે ખંડેરે પ્રેમી યુગલો, બહાદુરો, યોગીઓ અને ચાંચિયાઓ જે જીવન જીવી ગયાં હશે તેને કલ્પનામાં સાકાર કરી કરી પુરાતત્વનાં પ્રજ્ઞાચક્ષુઓ વડે પ્રાણધબકતાં પ્રત્યક્ષ જોવાં, અને તેમના વિલય પામેલા યુગયુગોમાં હસતાં, પડતાં, પ્રત્યેક ઊર્મિનો અનુભવ કરતાં કરતાં પરિભ્રમણ કરવું એ કોના રસનો વિષય નથી? એ કોના અંતરમાં પ્રેરણા અને સ્ફૂરણાનાં રોમાંચ નથી જગાડતું? એ કોઈ એકદેશીય એકમાર્ગી માનવીનો માથાફોડિયો પ્રદેશ નથી. પુરાતત્વને ખોળે તો ઇતિહાસ, સાહિત્ય અને સ્થાપત્ય રમી રહેલ છે. પુરાતત્વના કલેજામાં કથાકાર માટે વાર્તાઓ પડી છે. શિલ્પી માટે રૂપ ને રેખાના ખજાના ભર્યા છે. ગણિતનો જટિલ દાખલો ગણવા જેવી એ વાત નથી. પુરાતત્વની વિદ્યા સકલ જીવન વિદ્યાઓની સંજીવની છે. (એજ, પૃ. ૪રર) | |||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
==કલાજગત== | |||
{{color|BlueViolet|'''<big>મારી નજરે</big>'''}} | |||
{{color|OliveDrab|'''~ રવિશંકર રાવળ'''}} | |||
શાંતિનિકેતનમાં મારા જાણવામાં આવ્યું હતું કે શ્રી અવનીબાબુની તબિયત હમણાં બહુ શિથિલ રહે છે અને ભાગ્યે કોઈને મળે છે અથવા બહારની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે. તેમને ૭૧મું વર્ષ બેઠું તેની અભિનંદનસભા ત્યાં થઈ તેમાં પણ જાતે જઈ શક્યા નહોતા. માત્ર તેમના પ્રધાન શિષ્યવર્ગને ઘર આગળ થોડી મધુર વાતચીતની તક મળી હતી. તે મંડળમાં શ્રી નંદબાબુ પણ હતા. એક મિત્રે એ પ્રસંગની બહુ નોંધપાત્ર વાત કહી. | |||
વર્ષો પહેલાં થોડી મજાકમાં શ્રી અવનીબાબુએ શ્રી નંદબાબુને કહ્યું, ‘નંદ, તું મારી ગુરુદક્ષિણા તો આપ; હજુ તેં મને કંઈ નથી આપ્યું. જો તું કંઈ આપવા માગતો હોય તો કાલીઘાટ પર સવારથી જઈને ત્યાં બેસી, ચિત્ર કરી, જનતાને વેચી, એક દિવસમાં જે મળે તે મને આપ.’ નંદબાબુ તો શ્રદ્ધાન્વિતભક્ત શિષ્ય હતા; એટલે બીજે જ દિવસે એ વાતનો અમલ કર્યો. આખો દિવસ ઘાટ પર બેસી ચિત્રો કરી વેચ્યાં તેમાંથી પાંચસાત રૂપિયાની રકમ ઉપજી તે લઈને આવ્યા અને ગુરુચરણે ધરી. એ રકમનું પડીકુંવાળી અવનીબાબુએ કોઈએક ઠેકાણે સાચવી મૂકેલું, તે ઉપરના અવસરે ઊઠીને શોધી લાવ્યા અને નંદબાબુને યાદી આપી કહ્યું, ‘લે ભાઈ, તારી ગુરુદક્ષિણાનો સદુપયોગ કરવાનો આજે અવસર મળ્યો છે. આજે તારા વિદ્યાર્થીઓને આ રકમમાંથી મીઠાઈ ખવડાવજે!’ | |||
શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતઃ- | |||
શ્રી અવનીબાબુના વિનોદ અને મૌલિકતાનું એક ઉદાહરણ છે. દરેક પ્રસંગે વ્યક્તિ કે કૃતિ પર તેમના મગજમાંથી કંઈ ને કંઈ નાવિન્ય પ્રગટે છે એવો તેમના પરિચયમાં આવેલા સર્વને અનુભવ થયો છે. પણ મને ઘણાઓએ કહ્યું કે હમણાંહમણાં તેમની તબિયતના કારણે ઘણીવાર મામૂલી વાત પર પણ ખફા થઈ જાય છે, માટે મળવા જવા સારું યોગ્ય સમય માગજો જ. મેં તો અગાઉથી જ પત્ર લખેલો. તેમના સ્વહસ્તે તેનો ટૂંકો પણ ભાવભર્યો પ્રત્ત્યુતર મળ્યો, એટલે બીજા દિવસે સવારે નવ વાગે અમે દ્વારકાનાથ લેઈન જવાની ટ્રામ પકડી. | |||
શ્રી અવનીબાબુ મારે મન કળાના એક અગ્રગામી ઋષિ હતા. તેમને ૭૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અભિનંદન રૂપે ગુજરાત તરફથી કંઈક ભાવ પ્રદર્શિત કરવો જોઈએ એવું કર્તવ્યભાન થયું એટલે એક પુષ્પહાર લઈ અમે આઠેકફૂટ પહોળી દ્વારકાનાથ લેઈનમાં પેઠા. જૂની ઢબનું કલકત્તા હજી અહીં જીવંત છે. અંદર જરા દૂર ગયા પછી મોટો ચોક આવે છે. તેની ચારે તરફ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના વખતની ઢબની થાંભલાવાળી મોટી હવેલીઓ છે. જમણે હાથે પહેલું જ મકાન શ્રી અવનીબાબુનું છે ને સામેનું મકાન ગુરુદેવ રવીન્દ્રનાથનું છે. | |||
પહેલાં | |||
૧૯૨૦માં હું પૂર્વના પ્રવાસે ગયો ત્યારે આ ગલીમાં આવેલો. એ વખતે શ્રી અવનીન્દ્રનાથ કલકત્તા કલાશાળાના અધ્યાપકપદેથી તાજા નિવૃત્ત થયા હતા, પણ તેમણે સ્થાપેલી ઓરિએન્ટલ આર્ટ સોસાયટી આબાદીની ટોચ પર હતી. સમવાય મૅન્શનના એક વિશાળ માળ પર તેના અભ્યાસખંડો, બેઠકો ને ગ્રંથાલય જોઈ હું છક્ક થઈ ગયો હતો. તેમના ઘરનો પણ આગળનો વૈભવ અને ભભકાની છટા ઔર હતાં. દેશદેશાવરના કલાકારો અને કલારવિંદો તેમને ઘેર મહેમાન થતા યા મુલાકાતો લેતા, અને હિંદ તેમજ બહારનાં પત્રોમાં તેમના નિવાસનું તેમજ તેમની કલામય વિનોદી પ્રકૃતિનું અને તેમના બંધુ શ્રી ગગનબાબુનું રંગદર્શી વર્ણન પ્રસિદ્ધ થતું. ઘરમાં પ્રવેશ કરતાં, દાદરના કઠેડાથી શરૂ કરી દીવાલો, ગોખ ને બારસાખો ઉપર તથા ખંડેખંડમાં તેમણે પૌરસ્ત્ય કળાની પ્રતિમાઓ, ચિત્રો અને રચનાઓથી ઘરમાં કંઈક મુઘલાઈ, કંઈક રાજપૂત, કંઈક તિબેટન ને પ્રાચીન સંસ્કૃતિઓનું સંગીત ઊભું કર્યું હતું. પાછળની વિશાળ પરસાળમાં એ બંને કલાકારભાઈઓની નિરંતર બેઠક રહેતી અને થોડેથોડે અંતરે આરામ ખુરશીઓ પર બેઠા નવાબી હુક્કાની લાંબી નળીઓ મોંમાં રાખી પોતાનાં ચિત્ર સર્જનો કર્યે જતા. અંદરના એક મોટા ખંડમાં વચ્ચોવચ જમીન પર નીચી બેસણીની પાટ પર મોટા ગાદીતકિયાની બેઠકો હતી, અને બારીઓ તથા દીવાલો ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સમયનાં ઊંચા અને મોટાં માપના હતાં છતાં તેનું એ રૂપ ઢાંકવા અહીંતહીં મુઘલ વેલપત્તીઓ કે બારીઓમાં ગુપ્તકાળની છાંટવાળી લાકડાંની રચનાઓ કરી હતી. ભીંત ઉપર અને ખૂણાઓમાં શ્રી અવનીબાબુએ તેમજ તેમના જાપાની કલાકાર અતિથિએ દોરેલાં નાનાંમોટાં ચિત્રો ઔચિત્યપૂર્વક ગોઠવ્યાં હતાં. એકએક ખંડ નવી દૃષ્ટિ, અભ્યાસ અને સંશોધનના પરિપાકની સર્વાગ પૌરસ્ત્ય સ્વરૂપ અને સુગંધ અર્પતો હતો. ઘણાનું અનુમાન હતું કે તેમણે એકઠી કરેલી એ કળાસમૃદ્ધિ બેથી અઢી લાખ ઉપર પહોંચી હતી! આખા ઘરમાં દરેક ખંડ તરુણો, બાળકો ને યુવતીઓથી ભર્યોભર્યો લાગતો હતો. શ્રી અવનીબાબુની સુદૃઢ ઊંચી કાયા અને તબિયતભર્યા સ્મિતવાળી આંખની ચમક ને હોકાની લહેર તેમને એક અનેરૂં વ્યક્તિત્વ આપે છે. અનેક વિદ્વાનો, કલાકારો અને વિદ્યાર્થીઓ સાથેના એમના વાર્તાલાપો કલ્પનાતરંગ અને મૌલિકતાથી નોંધપાત્ર બન્યા છે. હિંદનાં સાહિત્ય, સંગીત અને કલાને મોરચે રહેનાર આ ભવ્ય પુરુષને સર્વશ્રેષ્ઠ કલાનાયકની પદવી આપવામાં યુનિવર્સિટી ને સરકારે એકમતે સહકાર આપ્યો હતો. | |||
દેશપરેદશમાં હિંદી કલાનો ધ્વજ ચડાવનાર અવનીબાબુ એક વખતે પાકા યુરોપી ઢબની અદાથી ચિત્રો કરતા, પણ ૪૫ વર્ષની અવધે તેમણે એ અંચળો ફગાવી દઈ માતૃભૂમિના જીર્ણ કલામંદિરનો ઉદ્ધાર કર્યો અને આજે શિષ્યપરંપરાએ કંઈ નહિ તો ૨૦૦૦થી વધુ પૂજારીઓને એ મંદિરની દીક્ષા મળી ચૂકી હશે. મેં પણ જૂના મોર્ડન રિવ્યુમાંથી એમની કલાકૃતિઓને આદર્શ પાઠો માની હતી. | |||
આજ (૨૩-૯-૪૧) | |||
એમની ઉત્તરાવસ્થાએ એમના સફળ જીવનને અભિનંદન આપવાનો ધન્ય અવસર મને પ્રાપ્ત થયો છે એ વિચારથી હું મનમાં ભાવ ને પ્રસન્નતા ધારણ કરી એમના ઘરમાં પ્રવેશ્યો. જે બારણા આગળ એકબે ચમકતી મોટરો હતી, પાંચસાત દરવાનો હતા એ ઘરમાં આજે સૂનકાર શાંતિ હતી. નવ વાગ્યા હતા છતાં અમે વહેલાં પહોંચ્યા કે શું એવી શંકા થઈ. અંદરના પેલા જાણીતા દાદર પર ચડી ઉપલે માળે બારણા આગળ જરા અવાજ કર્યો એટલે એક નોકર આવ્યો. તેને નામની ચિઠ્ઠી આપી. દરમિયાન ચોમેર નજર કરી તો મારું પૂર્વનું ચિત્ર બધું અલોપ થએલું લાગ્યું. | |||
દાદર, કઠેરો, ભીંત અને ખંડો, જાણે ઘર ખાલી કરી રહેનારાં ચાલ્યા ગયાં હોય એવાં અડવાં બની ગયાં હતાં. ચિત્ર, મૂર્તિ, ફર્નિચર કે કોઈ ચીજ ક્યાંયે દેખાઈ નહિ. મને ખબર મળ્યા હતા કે તેમણે પોતાનો સર્વ કલાસંગ્રહ વેચી નાખ્યો છે અને કોઈ કૌટુંબિક આપત્તિને કારણે આ ઘરનો પણ ત્યાગ કરવાના છે. પણ આ રીતે ધર્મશાળા જેવું ખાલીખમ અને નિઃસ્તબ્ધ વાતાવરણ જોઈ મને બહુ ભીતિ લાગી કે તેમની તબિયતના શા હાલ હશે. નોકર થોડી વારે પાછો આવ્યો અને પાછો નીચે પાછળની મોટી પરસાળમાં લઈ ગયો. ત્યાં બીજે છેડે માત્ર બગીચામાં હોય એવા એક પાટ ઉપર એમની પલાંઠી મારેલી મૂર્તિ દૃષ્ટિએ પડી અને મારી કલ્પનામાંયે નહોતી એવી પરિચિત તેમની અસલ લહેરથી મને પાસે બોલાવ્યોઃ ‘આવો આવો; પાસે બેસો. મારો એક પૌત્ર બીમાર હતો તેની સારવાર માટે રાત્રે ઉજાગરો થએલો, એટલે હમણાં જ ઊઠ્યો છું. હવે નિરાંતે વાત કરો. મેં પ્રથમ તો તેમને હાર પહેરાવી વંદન કર્યું. એથી તેમની પ્રસન્નતા વધી. કોઈ ઓલિયા ફકીરની બેપરવાઈથી બાદશાહી ઢબે તેમણે તો વાત ઉપાડી, થોડી વારે નોકર તેમના માટે ચા અને ટોસ્ટ લઈ આવ્યો. અમને પૂછ્યુંઃ તમે કંઈ લેશો?’ પણ અમે બધું પતાવી આવેલા તે વાત કરી એટલે આગ્રહ લંબાવ્યો નહિ. મોટા પરિવાર ને સંપત્તિવાળા આ વૃદ્ધને શાંતિથી એક પ્યાલો ચા અને બ્રેડ પતાવી ધીરેથી એક મોટું પાન ગાલમાં ચડાવી દેતા જોયા ત્યારે લાગ્યું કે એમને બહારના ભરતીઓટની જરા યે પરવા નથી. તે તો પોતાની કલ્પના અને કલાવૃત્તિની લહેરમાં સદા મસ્ત છે અને રહેવાના. | |||
શ્રી અવનીન્દ્રનાથે લાકડાના ટુકડા ને વાંસની ગાંઠો જેવી મામૂલી વસ્તુઓમાંથી બનાવેલાં બાળકોનાં નવતર રમકડાં મેં પહેલાં તો ગુજરાત કલાસંઘના ચિત્રોની છાપો બતાવી. શાતિનિકેતનની વાત કરી. ગુજરાતના જૂના ચિત્રો બતાવ્યાં. બધું જોઈને કહેઃ ‘આખું હિંદુસ્તાન એક જ છે. હિંદની પશ્ચિમની બાજુએ ગુજરાતમાં રંગ અને રેખાનું જેવું સર્જન છે તેવું જ અમારી બંગાળની ગ્રામ કળામાં છે. પણ હવે તમારા વિદ્યાર્થીઓને કહો કે આલેખનની શક્તિ વધારે. અરે, હું તો ચિત્રો જોતાં જ મત્ત થઈ જાઉં છું અને બાવડાંમાં સ્ફુરણા થાય છે. I feel like an old war-horse hearing cannons. I wish I were young agind. (તોપોનું ગર્જન સાંભળી ગર્દન ઉઠાવતા યુદ્ધના વૃદ્ધ અશ્વ જેવું મને થાય છે. હું ફરીવાર તરુણ બની જાઉં તો કેવું સારું?) તમે જે કામ કરો તે ભાવિ પ્રજાને પણ કામ લાગે એવું કરજો. દરેક વિષયનું જ્ઞાન અને વિગતો ચિત્રમાં ઉતારજોઃ યાન, આસન, વસન, ભૂપણ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, (યાન એટલે બધાં વાહનો, પાત્રો વગેરે; આસન = શરીરની બધી ચેષ્ટાઓ; વસન = બધાં વસ્ત્રો, આભૂષણ બધી જાતના અલંકારો અને સાધનો; સ્વર્ગ = આકાશના રંગો અને વાતાવરણ; પૃથ્વી = દૃશ્યો, વનસ્પતિ વગેરે. પાતાળ = જમીનમાંથી નીકળતા પદાર્થો અને પ્રાણીઓ.) | |||
વૃદ્ધ બાળક | |||
આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને િશક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો. | |||
લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે. | |||
શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્ત | |||
કલકત્તા કલાશાળાના કલાકાર મિત્રોનાં ચાપાનનાં નોતરાં પણ મારે મન તો તે વ્યક્તિનો પરિચય અને તેમની કળાનો વિસ્તાર સમજવાને બહુ ઉપકારક બન્યાં હતાં. તેમાંના એક શ્રી મણિબાબુ તો અમદાવાદ બે વર્ષ શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ચિત્રાચાર્ય તરીકે રહી ગયા હતા ત્યારનું અમારે ઓળખાણ હતું. એ ભાઈશ્રીએ હિદુસ્તાનના ચારે ખૂણાના અનુભવ લીધા છે. પહેલાં એ શાંતિનિકેતન કળાશાળામાં દીક્ષા પામ્યા. વચ્ચે સીલોનની ચિત્રશાળામાં પણ જઈ આવ્યા અને છેવટે શાંતિનિકેતનમાં જઈ વિશ્રાન્તિ લીધી. ત્યારબાદ કલકત્તા કળાશાળાના સ્ટાફમાં જોડાઈ હવે કાયમની માટે બેસી ગયા છે. તેમના પ્રવાસો, પરિભ્રમણો અને ઉદ્યોગની પ્રતીતિરૂપે તેમની પાસેનાં સેંકડો ચિત્રો, સ્કેચ અને ઈચિંગ વગેરે જોઈ હું દંગ થયો. બધાં કામમાં તેમની ઉદ્યોગશીલતા અને લગનીની એકસરખી છાપ હતી. દરેક ચિત્રના વૃત્તાંત અનુસાર તેનાં સંશોધન, ગોઠવણ અને વિચારનિરૂપણમાં તેમણે કંઈ ખામી રાખી નહોતી, છતાં પણ કંઈક એવું તત્ત્વ આડે આવતું કે ચિત્રમાં પ્રસાદ રહી જતો. | |||
મને તેમનાં રંગકામો કરતાં લીનોકટ અને ઇચિંગ ગમ્યાં. સારા અધ્યાપક તરીકે તેમણે બેશક પૂર્ણ તૈયારી કરી હતી. તેમણે મને એટલાં બધાં ચિત્રો બતાવ્યાં કે તેમની એકલાની જ કૃતિઓનું એક સારું પ્રદર્શન થાય. પણ આજે તો કલાકારો લોકજીવનમાં ઊતરી શક્યા નથી તેમજ લોકો કલાકારોનો ઉપયોગ કરી જાણતા નથી. | |||
શ્રી રમેન્દ્રનાથ ચક્રવર્તી | |||
બીજે દિવસે રમેનબાબુનું ઘર શોધવા ભાઈ શિવકુમાર જોષીને લઈ બારેક માઈલ જેટલો ટ્રામનો પ્રવાસ કરવો પડ્યો. માટુંગા-માહીમ જેવો નવો વસેલો એ લત્તો કંઈક મુંબાઈનું સ્મરણ આપતો હતો. તેના એક નવા બંધાવેલા મકાનના દાદર પર પહેલે જ માળે રમેનબાબુનું પાટિયું વાંચી બારણું ખખડાવ્યું તો તેમણે જ આવીને ઉઘાડ્યું. ત્રણચાર ખંડવાળા એ ફ્લેટમાં તેમણે પોતાનો નિવાસ સમાવી દીધો હતો. સરળ, સંતોષપૂર્ણ હાસ્યભર્યું તેમનું તાલવાળું મુખ જોનારને એકદમ ગમી જાય છે. એ નાનકડા ખંડમાં યે બારી આગળ એક મોટી પાટ પર તેમની મુલાકાતની બેઠક હતી. બંગાળમાં લગભગ બધે આ શોખ જોવામાં આવ્યો. આથી ખુરશીઓની જરૂર ભાગ્યે જ પડે છે અને પાટલૂન તેમજ ધોતીવાળા બધા સગવડથી તેનો ઉપયોગ કરી શકે છે. વાંચન, રમત, ચિત્રકામ, સંગીત બધું જ તેના ઉપર થઈ શકે ને કોઈને આડે પડખે લેટવું હોય તો પણ ફાવે. | |||
રમેનબાબુ શાંતિનિકેતનમાં મુખી શ્રેણીના વિદ્યાર્થી હતા તે વખતે કનુભાઈ પણ ત્યાં હતાં. એટલે તેમણે તેનું સ્મરણ આપ્યું. અમારા ઉભયના મિત્રશ્રી વનવિહારી ઘોષ અમદાવાદમાં છે તેનું પણ એમણે સ્મરણ કર્યું અને તરત પરિચયનો પુલ સંધાઈ ગયો. રમેનબાબુુની નિખાલસતા અને સરળતા બહુ લાક્ષણિક છે. શાંતિનિકેતનમાં પણ તેમણે માન કાઢ્યું હતું. ‘કુમાર’ના ૯૧માં અંકમાં તેમના હાથનું કમળ, તળાવડીમાં હોડી હંકારતાં બાળકોનું એક રંગચિત્ર પ્રકટ થઈ ગયું છે. ‘મોર્ડન રિવ્યુ’માં પણ તેમનાં ઘણાં ચિત્રો બહાર આવેલાં. કલકત્તા આર્ટ સ્કૂલના હેડમાસ્તરની જગ્યા ખાલી પડતાં તેની કમિટી તરફથી માગવામાં આવેલી ઉમેદવારોની પચાસેક અરજીઓમાંથી રમેનબાબુની પસંદગી થઈ એ જ તેમના સંસ્કાર અને શક્તિનું માપ બતાવે છે. કંઈક વિશાળ અનુભવ અને શિક્ષણ માટે બેચાર વર્ષ પહેલાં તે ઈંગ્લેંડ અને ફ્રાન્સની શાળાઓનો પરિચય પામવા તેમજ યુરોપની કળાસંપત્તિ નીરખવા ગએલા. તે વખતે ત્યાં તેમણે પોતાનાં વુડકટ, લીનોકટ, ઇચિંગ, એકવાટિન્ટ, લીથોગ્રાફ અને હિંદી શૈલીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભરેલાં અને તેની એકએક દેશમાં ભારોભાર પ્રશંસા થએલી. | |||
તેમનાં ચિત્રો માત્ર પ્રાચીન વિષયોમાં જ બંધાઈ નથી ગયાં. પણ સામાન્ય રોજિંદા પ્રસંગો અને ચિત્રોમાં પણ તે લાગણીની તીવ્રતા દર્શાવી શકે છે. એક થોકબંધ ચિત્રમાળા માત્ર પેન્સિલથી જ કરેલી તેમણે મને બતાવી ત્યારે પ્રામાણિક ને વિશુદ્ધ દૃશ્યાલેખનમાં તેમની જોડીમાં મુકાય એવો કોઈ કલાકાર મુંબાઈ કે ગુજરાતમાં નહિ હોય એમ લાગ્યું. આપણા પ્રાંતમાં ઇચિંગ, લીથોગ્રાફ કે ઍક્વાટિન્ટ હજુ રડ્યાખડ્યા નમૂના કે વાતો જ છે, ત્યારે આ તરૂણ કલાકારે તેમાં યુરોપી નિષ્ણાતોની ભારે પ્રસંશા મેળવી છે. ઑક્સફર્ડના પ્રમાણભૂત કલાકાર સર મૂરહેડ બોન જેવાને તો કહેવું પડ્યું કે અંગ્રેજ કલાકારો પૈકી થોડાક જ તેમના જેટલી સૌંદર્યભાવના પકડી શક્યા છે. ઇંગ્લેંડ રૉયલ ઍકૅડમીના પ્રમુખ સર વિલયમ લેવેલીને તેમને માનાર્ધ્ય આપ્યો કે તેમણે પોતાની કૃતિઓમાં આધુનિકજીવનની આલોચના કરી છે છતાં તે લાક્ષણિકતામાં તો હિંદી જ છે. | |||
પણ આ તો બહારની તારીફો છે. ખુદ કલકત્તાની ચિત્રશાળાના સ્ટાફમાં તે એક સવિશેષ કલગીરૂપ છે. શોક તો એ જ થાય છે કે આવા શક્તિવંત કલાકારો હિંદમાં હોવા છતાં હિંદના રાજા મહારાજાઓનાં કામો પરદેશોને જ સમૃદ્ધ બનાવે છે. રમેનબાબુએ હિંદી આલેખના જેવી જ સિદ્ધિ યુરોપીય ઇચિંગ અને લીથોગ્રાફમાં બતાવી છે. આવા કલાકારોનાં પ્રવાસી પ્રદર્શનો ગામે-ગામ ગોઠવ્યાં હોય તો પ્રજાના સંસ્કાર અને આત્મવિશ્વાસને બહુ જ ઉત્તેજના આપી શકે. | |||
એમના સમાગમમાં ત્રણ કલાક તો ચપટી વાગે એમ પૂરા થઈ ગયા. છેવટે એમણે મારો એક સ્કેચ ખેંચ્યો, અને મને પણ એ તક યાદ કરવા જેવી લાગી એટલે મારી સ્કેચબુકમાં પણ રમેનબાબુની મુદ્રા ઉતારી લીધી અને સુંદર યાદગીરી સાથે અમે રજા લીધી. | |||
<poem> | |||
<big>{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :
}}</big> | |||
શ્રેયા સંઘવી શાહ | |||
<big>{{color|DarkOrchid|ઑડિયો પઠન:
}}</big> | |||
અનિતા પાદરિયા | |||
અલ્પા જોશી | |||
કૌરેશ વચ્છરાજાની | |||
ક્રિષ્ના વ્યાસ | |||
ચિરંતના ભટ્ટ | |||
દર્શના જોશી | |||
દિપ્તી વચ્છરાજાની | |||
ધૈવત જોશીપુરા | |||
બિજલ વ્યાસ | |||
બ્રિજેશ પંચાલ | |||
ભાનુપ્રસાદ ઉપાધ્યાય | |||
ભાવિક મિસ્ત્રી | |||
મનાલી જોશી | |||
શ્રેયા સંઘવી શાહ | |||
<big>{{color|DarkOrchid|કર્તા-પરિચયો:
}}</big> | |||
અનિતા પાદરિયા | |||
<big>{{color|DarkOrchid|પરામર્શક:
}}</big> | |||
તનય શાહ | |||
<big>{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ:
}}</big> | |||
પ્રણવ મહંત | |||
પાર્થ મારુ | |||
કૌશલ રોહિત | |||
</poem> | |||
<center>'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા સાંભળવા અહીં ક્લીક કરો]'''</center> |
edits