17,546
edits
(→) |
No edit summary |
||
Line 787: | Line 787: | ||
શ્રી અવનીબાબુ મારે મન કળાના એક અગ્રગામી ઋષિ હતા. તેમને ૭૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અભિનંદન રૂપે ગુજરાત તરફથી કંઈક ભાવ પ્રદર્શિત કરવો જોઈએ એવું કર્તવ્યભાન થયું એટલે એક પુષ્પહાર લઈ અમે આઠેકફૂટ પહોળી દ્વારકાનાથ લેઈનમાં પેઠા. જૂની ઢબનું કલકત્તા હજી અહીં જીવંત છે. અંદર જરા દૂર ગયા પછી મોટો ચોક આવે છે. તેની ચારે તરફ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના વખતની ઢબની થાંભલાવાળી મોટી હવેલીઓ છે. જમણે હાથે પહેલું જ મકાન શ્રી અવનીબાબુનું છે ને સામેનું મકાન ગુરુદેવ રવીન્દ્રનાથનું છે. | શ્રી અવનીબાબુ મારે મન કળાના એક અગ્રગામી ઋષિ હતા. તેમને ૭૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અભિનંદન રૂપે ગુજરાત તરફથી કંઈક ભાવ પ્રદર્શિત કરવો જોઈએ એવું કર્તવ્યભાન થયું એટલે એક પુષ્પહાર લઈ અમે આઠેકફૂટ પહોળી દ્વારકાનાથ લેઈનમાં પેઠા. જૂની ઢબનું કલકત્તા હજી અહીં જીવંત છે. અંદર જરા દૂર ગયા પછી મોટો ચોક આવે છે. તેની ચારે તરફ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના વખતની ઢબની થાંભલાવાળી મોટી હવેલીઓ છે. જમણે હાથે પહેલું જ મકાન શ્રી અવનીબાબુનું છે ને સામેનું મકાન ગુરુદેવ રવીન્દ્રનાથનું છે. | ||
પહેલાં | '''પહેલાં''' | ||
૧૯૨૦માં હું પૂર્વના પ્રવાસે ગયો ત્યારે આ ગલીમાં આવેલો. એ વખતે શ્રી અવનીન્દ્રનાથ કલકત્તા કલાશાળાના અધ્યાપકપદેથી તાજા નિવૃત્ત થયા હતા, પણ તેમણે સ્થાપેલી ઓરિએન્ટલ આર્ટ સોસાયટી આબાદીની ટોચ પર હતી. સમવાય મૅન્શનના એક વિશાળ માળ પર તેના અભ્યાસખંડો, બેઠકો ને ગ્રંથાલય જોઈ હું છક્ક થઈ ગયો હતો. તેમના ઘરનો પણ આગળનો વૈભવ અને ભભકાની છટા ઔર હતાં. દેશદેશાવરના કલાકારો અને કલારવિંદો તેમને ઘેર મહેમાન થતા યા મુલાકાતો લેતા, અને હિંદ તેમજ બહારનાં પત્રોમાં તેમના નિવાસનું તેમજ તેમની કલામય વિનોદી પ્રકૃતિનું અને તેમના બંધુ શ્રી ગગનબાબુનું રંગદર્શી વર્ણન પ્રસિદ્ધ થતું. ઘરમાં પ્રવેશ કરતાં, દાદરના કઠેડાથી શરૂ કરી દીવાલો, ગોખ ને બારસાખો ઉપર તથા ખંડેખંડમાં તેમણે પૌરસ્ત્ય કળાની પ્રતિમાઓ, ચિત્રો અને રચનાઓથી ઘરમાં કંઈક મુઘલાઈ, કંઈક રાજપૂત, કંઈક તિબેટન ને પ્રાચીન સંસ્કૃતિઓનું સંગીત ઊભું કર્યું હતું. પાછળની વિશાળ પરસાળમાં એ બંને કલાકારભાઈઓની નિરંતર બેઠક રહેતી અને થોડેથોડે અંતરે આરામ ખુરશીઓ પર બેઠા નવાબી હુક્કાની લાંબી નળીઓ મોંમાં રાખી પોતાનાં ચિત્ર સર્જનો કર્યે જતા. અંદરના એક મોટા ખંડમાં વચ્ચોવચ જમીન પર નીચી બેસણીની પાટ પર મોટા ગાદીતકિયાની બેઠકો હતી, અને બારીઓ તથા દીવાલો ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સમયનાં ઊંચા અને મોટાં માપના હતાં છતાં તેનું એ રૂપ ઢાંકવા અહીંતહીં મુઘલ વેલપત્તીઓ કે બારીઓમાં ગુપ્તકાળની છાંટવાળી લાકડાંની રચનાઓ કરી હતી. ભીંત ઉપર અને ખૂણાઓમાં શ્રી અવનીબાબુએ તેમજ તેમના જાપાની કલાકાર અતિથિએ દોરેલાં નાનાંમોટાં ચિત્રો ઔચિત્યપૂર્વક ગોઠવ્યાં હતાં. એકએક ખંડ નવી દૃષ્ટિ, અભ્યાસ અને સંશોધનના પરિપાકની સર્વાગ પૌરસ્ત્ય સ્વરૂપ અને સુગંધ અર્પતો હતો. ઘણાનું અનુમાન હતું કે તેમણે એકઠી કરેલી એ કળાસમૃદ્ધિ બેથી અઢી લાખ ઉપર પહોંચી હતી! આખા ઘરમાં દરેક ખંડ તરુણો, બાળકો ને યુવતીઓથી ભર્યોભર્યો લાગતો હતો. શ્રી અવનીબાબુની સુદૃઢ ઊંચી કાયા અને તબિયતભર્યા સ્મિતવાળી આંખની ચમક ને હોકાની લહેર તેમને એક અનેરૂં વ્યક્તિત્વ આપે છે. અનેક વિદ્વાનો, કલાકારો અને વિદ્યાર્થીઓ સાથેના એમના વાર્તાલાપો કલ્પનાતરંગ અને મૌલિકતાથી નોંધપાત્ર બન્યા છે. હિંદનાં સાહિત્ય, સંગીત અને કલાને મોરચે રહેનાર આ ભવ્ય પુરુષને સર્વશ્રેષ્ઠ કલાનાયકની પદવી આપવામાં યુનિવર્સિટી ને સરકારે એકમતે સહકાર આપ્યો હતો. | ૧૯૨૦માં હું પૂર્વના પ્રવાસે ગયો ત્યારે આ ગલીમાં આવેલો. એ વખતે શ્રી અવનીન્દ્રનાથ કલકત્તા કલાશાળાના અધ્યાપકપદેથી તાજા નિવૃત્ત થયા હતા, પણ તેમણે સ્થાપેલી ઓરિએન્ટલ આર્ટ સોસાયટી આબાદીની ટોચ પર હતી. સમવાય મૅન્શનના એક વિશાળ માળ પર તેના અભ્યાસખંડો, બેઠકો ને ગ્રંથાલય જોઈ હું છક્ક થઈ ગયો હતો. તેમના ઘરનો પણ આગળનો વૈભવ અને ભભકાની છટા ઔર હતાં. દેશદેશાવરના કલાકારો અને કલારવિંદો તેમને ઘેર મહેમાન થતા યા મુલાકાતો લેતા, અને હિંદ તેમજ બહારનાં પત્રોમાં તેમના નિવાસનું તેમજ તેમની કલામય વિનોદી પ્રકૃતિનું અને તેમના બંધુ શ્રી ગગનબાબુનું રંગદર્શી વર્ણન પ્રસિદ્ધ થતું. ઘરમાં પ્રવેશ કરતાં, દાદરના કઠેડાથી શરૂ કરી દીવાલો, ગોખ ને બારસાખો ઉપર તથા ખંડેખંડમાં તેમણે પૌરસ્ત્ય કળાની પ્રતિમાઓ, ચિત્રો અને રચનાઓથી ઘરમાં કંઈક મુઘલાઈ, કંઈક રાજપૂત, કંઈક તિબેટન ને પ્રાચીન સંસ્કૃતિઓનું સંગીત ઊભું કર્યું હતું. પાછળની વિશાળ પરસાળમાં એ બંને કલાકારભાઈઓની નિરંતર બેઠક રહેતી અને થોડેથોડે અંતરે આરામ ખુરશીઓ પર બેઠા નવાબી હુક્કાની લાંબી નળીઓ મોંમાં રાખી પોતાનાં ચિત્ર સર્જનો કર્યે જતા. અંદરના એક મોટા ખંડમાં વચ્ચોવચ જમીન પર નીચી બેસણીની પાટ પર મોટા ગાદીતકિયાની બેઠકો હતી, અને બારીઓ તથા દીવાલો ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સમયનાં ઊંચા અને મોટાં માપના હતાં છતાં તેનું એ રૂપ ઢાંકવા અહીંતહીં મુઘલ વેલપત્તીઓ કે બારીઓમાં ગુપ્તકાળની છાંટવાળી લાકડાંની રચનાઓ કરી હતી. ભીંત ઉપર અને ખૂણાઓમાં શ્રી અવનીબાબુએ તેમજ તેમના જાપાની કલાકાર અતિથિએ દોરેલાં નાનાંમોટાં ચિત્રો ઔચિત્યપૂર્વક ગોઠવ્યાં હતાં. એકએક ખંડ નવી દૃષ્ટિ, અભ્યાસ અને સંશોધનના પરિપાકની સર્વાગ પૌરસ્ત્ય સ્વરૂપ અને સુગંધ અર્પતો હતો. ઘણાનું અનુમાન હતું કે તેમણે એકઠી કરેલી એ કળાસમૃદ્ધિ બેથી અઢી લાખ ઉપર પહોંચી હતી! આખા ઘરમાં દરેક ખંડ તરુણો, બાળકો ને યુવતીઓથી ભર્યોભર્યો લાગતો હતો. શ્રી અવનીબાબુની સુદૃઢ ઊંચી કાયા અને તબિયતભર્યા સ્મિતવાળી આંખની ચમક ને હોકાની લહેર તેમને એક અનેરૂં વ્યક્તિત્વ આપે છે. અનેક વિદ્વાનો, કલાકારો અને વિદ્યાર્થીઓ સાથેના એમના વાર્તાલાપો કલ્પનાતરંગ અને મૌલિકતાથી નોંધપાત્ર બન્યા છે. હિંદનાં સાહિત્ય, સંગીત અને કલાને મોરચે રહેનાર આ ભવ્ય પુરુષને સર્વશ્રેષ્ઠ કલાનાયકની પદવી આપવામાં યુનિવર્સિટી ને સરકારે એકમતે સહકાર આપ્યો હતો. | ||
દેશપરેદશમાં હિંદી કલાનો ધ્વજ ચડાવનાર અવનીબાબુ એક વખતે પાકા યુરોપી ઢબની અદાથી ચિત્રો કરતા, પણ ૪૫ વર્ષની અવધે તેમણે એ અંચળો ફગાવી દઈ માતૃભૂમિના જીર્ણ કલામંદિરનો ઉદ્ધાર કર્યો અને આજે શિષ્યપરંપરાએ કંઈ નહિ તો ૨૦૦૦થી વધુ પૂજારીઓને એ મંદિરની દીક્ષા મળી ચૂકી હશે. મેં પણ જૂના મોર્ડન રિવ્યુમાંથી એમની કલાકૃતિઓને આદર્શ પાઠો માની હતી. | દેશપરેદશમાં હિંદી કલાનો ધ્વજ ચડાવનાર અવનીબાબુ એક વખતે પાકા યુરોપી ઢબની અદાથી ચિત્રો કરતા, પણ ૪૫ વર્ષની અવધે તેમણે એ અંચળો ફગાવી દઈ માતૃભૂમિના જીર્ણ કલામંદિરનો ઉદ્ધાર કર્યો અને આજે શિષ્યપરંપરાએ કંઈ નહિ તો ૨૦૦૦થી વધુ પૂજારીઓને એ મંદિરની દીક્ષા મળી ચૂકી હશે. મેં પણ જૂના મોર્ડન રિવ્યુમાંથી એમની કલાકૃતિઓને આદર્શ પાઠો માની હતી. | ||
આજ (૨૩-૯-૪૧) | |||
'''આજ (૨૩-૯-૪૧)''' | |||
એમની ઉત્તરાવસ્થાએ એમના સફળ જીવનને અભિનંદન આપવાનો ધન્ય અવસર મને પ્રાપ્ત થયો છે એ વિચારથી હું મનમાં ભાવ ને પ્રસન્નતા ધારણ કરી એમના ઘરમાં પ્રવેશ્યો. જે બારણા આગળ એકબે ચમકતી મોટરો હતી, પાંચસાત દરવાનો હતા એ ઘરમાં આજે સૂનકાર શાંતિ હતી. નવ વાગ્યા હતા છતાં અમે વહેલાં પહોંચ્યા કે શું એવી શંકા થઈ. અંદરના પેલા જાણીતા દાદર પર ચડી ઉપલે માળે બારણા આગળ જરા અવાજ કર્યો એટલે એક નોકર આવ્યો. તેને નામની ચિઠ્ઠી આપી. દરમિયાન ચોમેર નજર કરી તો મારું પૂર્વનું ચિત્ર બધું અલોપ થએલું લાગ્યું. | એમની ઉત્તરાવસ્થાએ એમના સફળ જીવનને અભિનંદન આપવાનો ધન્ય અવસર મને પ્રાપ્ત થયો છે એ વિચારથી હું મનમાં ભાવ ને પ્રસન્નતા ધારણ કરી એમના ઘરમાં પ્રવેશ્યો. જે બારણા આગળ એકબે ચમકતી મોટરો હતી, પાંચસાત દરવાનો હતા એ ઘરમાં આજે સૂનકાર શાંતિ હતી. નવ વાગ્યા હતા છતાં અમે વહેલાં પહોંચ્યા કે શું એવી શંકા થઈ. અંદરના પેલા જાણીતા દાદર પર ચડી ઉપલે માળે બારણા આગળ જરા અવાજ કર્યો એટલે એક નોકર આવ્યો. તેને નામની ચિઠ્ઠી આપી. દરમિયાન ચોમેર નજર કરી તો મારું પૂર્વનું ચિત્ર બધું અલોપ થએલું લાગ્યું. | ||
દાદર, કઠેરો, ભીંત અને ખંડો, જાણે ઘર ખાલી કરી રહેનારાં ચાલ્યા ગયાં હોય એવાં અડવાં બની ગયાં હતાં. ચિત્ર, મૂર્તિ, ફર્નિચર કે કોઈ ચીજ ક્યાંયે દેખાઈ નહિ. મને ખબર મળ્યા હતા કે તેમણે પોતાનો સર્વ કલાસંગ્રહ વેચી નાખ્યો છે અને કોઈ કૌટુંબિક આપત્તિને કારણે આ ઘરનો પણ ત્યાગ કરવાના છે. પણ આ રીતે ધર્મશાળા જેવું ખાલીખમ અને નિઃસ્તબ્ધ વાતાવરણ જોઈ મને બહુ ભીતિ લાગી કે તેમની તબિયતના શા હાલ હશે. નોકર થોડી વારે પાછો આવ્યો અને પાછો નીચે પાછળની મોટી પરસાળમાં લઈ ગયો. ત્યાં બીજે છેડે માત્ર બગીચામાં હોય એવા એક પાટ ઉપર એમની પલાંઠી મારેલી મૂર્તિ દૃષ્ટિએ પડી અને મારી કલ્પનામાંયે નહોતી એવી પરિચિત તેમની અસલ લહેરથી મને પાસે બોલાવ્યોઃ ‘આવો આવો; પાસે બેસો. મારો એક પૌત્ર બીમાર હતો તેની સારવાર માટે રાત્રે ઉજાગરો થએલો, એટલે હમણાં જ ઊઠ્યો છું. હવે નિરાંતે વાત કરો. મેં પ્રથમ તો તેમને હાર પહેરાવી વંદન કર્યું. એથી તેમની પ્રસન્નતા વધી. કોઈ ઓલિયા ફકીરની બેપરવાઈથી બાદશાહી ઢબે તેમણે તો વાત ઉપાડી, થોડી વારે નોકર તેમના માટે ચા અને ટોસ્ટ લઈ આવ્યો. અમને પૂછ્યુંઃ તમે કંઈ લેશો?’ પણ અમે બધું પતાવી આવેલા તે વાત કરી એટલે આગ્રહ લંબાવ્યો નહિ. મોટા પરિવાર ને સંપત્તિવાળા આ વૃદ્ધને શાંતિથી એક પ્યાલો ચા અને બ્રેડ પતાવી ધીરેથી એક મોટું પાન ગાલમાં ચડાવી દેતા જોયા ત્યારે લાગ્યું કે એમને બહારના ભરતીઓટની જરા યે પરવા નથી. તે તો પોતાની કલ્પના અને કલાવૃત્તિની લહેરમાં સદા મસ્ત છે અને રહેવાના. | દાદર, કઠેરો, ભીંત અને ખંડો, જાણે ઘર ખાલી કરી રહેનારાં ચાલ્યા ગયાં હોય એવાં અડવાં બની ગયાં હતાં. ચિત્ર, મૂર્તિ, ફર્નિચર કે કોઈ ચીજ ક્યાંયે દેખાઈ નહિ. મને ખબર મળ્યા હતા કે તેમણે પોતાનો સર્વ કલાસંગ્રહ વેચી નાખ્યો છે અને કોઈ કૌટુંબિક આપત્તિને કારણે આ ઘરનો પણ ત્યાગ કરવાના છે. પણ આ રીતે ધર્મશાળા જેવું ખાલીખમ અને નિઃસ્તબ્ધ વાતાવરણ જોઈ મને બહુ ભીતિ લાગી કે તેમની તબિયતના શા હાલ હશે. નોકર થોડી વારે પાછો આવ્યો અને પાછો નીચે પાછળની મોટી પરસાળમાં લઈ ગયો. ત્યાં બીજે છેડે માત્ર બગીચામાં હોય એવા એક પાટ ઉપર એમની પલાંઠી મારેલી મૂર્તિ દૃષ્ટિએ પડી અને મારી કલ્પનામાંયે નહોતી એવી પરિચિત તેમની અસલ લહેરથી મને પાસે બોલાવ્યોઃ ‘આવો આવો; પાસે બેસો. મારો એક પૌત્ર બીમાર હતો તેની સારવાર માટે રાત્રે ઉજાગરો થએલો, એટલે હમણાં જ ઊઠ્યો છું. હવે નિરાંતે વાત કરો. મેં પ્રથમ તો તેમને હાર પહેરાવી વંદન કર્યું. એથી તેમની પ્રસન્નતા વધી. કોઈ ઓલિયા ફકીરની બેપરવાઈથી બાદશાહી ઢબે તેમણે તો વાત ઉપાડી, થોડી વારે નોકર તેમના માટે ચા અને ટોસ્ટ લઈ આવ્યો. અમને પૂછ્યુંઃ તમે કંઈ લેશો?’ પણ અમે બધું પતાવી આવેલા તે વાત કરી એટલે આગ્રહ લંબાવ્યો નહિ. મોટા પરિવાર ને સંપત્તિવાળા આ વૃદ્ધને શાંતિથી એક પ્યાલો ચા અને બ્રેડ પતાવી ધીરેથી એક મોટું પાન ગાલમાં ચડાવી દેતા જોયા ત્યારે લાગ્યું કે એમને બહારના ભરતીઓટની જરા યે પરવા નથી. તે તો પોતાની કલ્પના અને કલાવૃત્તિની લહેરમાં સદા મસ્ત છે અને રહેવાના. | ||
શ્રી અવનીન્દ્રનાથે લાકડાના ટુકડા ને વાંસની ગાંઠો જેવી મામૂલી વસ્તુઓમાંથી બનાવેલાં બાળકોનાં નવતર રમકડાં મેં પહેલાં તો ગુજરાત કલાસંઘના ચિત્રોની છાપો બતાવી. શાતિનિકેતનની વાત કરી. ગુજરાતના જૂના ચિત્રો બતાવ્યાં. બધું જોઈને કહેઃ ‘આખું હિંદુસ્તાન એક જ છે. હિંદની પશ્ચિમની બાજુએ ગુજરાતમાં રંગ અને રેખાનું જેવું સર્જન છે તેવું જ અમારી બંગાળની ગ્રામ કળામાં છે. પણ હવે તમારા વિદ્યાર્થીઓને કહો કે આલેખનની શક્તિ વધારે. અરે, હું તો ચિત્રો જોતાં જ મત્ત થઈ જાઉં છું અને બાવડાંમાં સ્ફુરણા થાય છે. I feel like an old war-horse hearing cannons. I wish I were young agind. (તોપોનું ગર્જન સાંભળી ગર્દન ઉઠાવતા યુદ્ધના વૃદ્ધ અશ્વ જેવું મને થાય છે. હું ફરીવાર તરુણ બની જાઉં તો કેવું સારું?) તમે જે કામ કરો તે ભાવિ પ્રજાને પણ કામ લાગે એવું કરજો. દરેક વિષયનું જ્ઞાન અને વિગતો ચિત્રમાં ઉતારજોઃ યાન, આસન, વસન, ભૂપણ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, (યાન એટલે બધાં વાહનો, પાત્રો વગેરે; આસન = શરીરની બધી ચેષ્ટાઓ; વસન = બધાં વસ્ત્રો, આભૂષણ બધી જાતના અલંકારો અને સાધનો; સ્વર્ગ = આકાશના રંગો અને વાતાવરણ; પૃથ્વી = દૃશ્યો, વનસ્પતિ વગેરે. પાતાળ = જમીનમાંથી નીકળતા પદાર્થો અને પ્રાણીઓ.) | શ્રી અવનીન્દ્રનાથે લાકડાના ટુકડા ને વાંસની ગાંઠો જેવી મામૂલી વસ્તુઓમાંથી બનાવેલાં બાળકોનાં નવતર રમકડાં મેં પહેલાં તો ગુજરાત કલાસંઘના ચિત્રોની છાપો બતાવી. શાતિનિકેતનની વાત કરી. ગુજરાતના જૂના ચિત્રો બતાવ્યાં. બધું જોઈને કહેઃ ‘આખું હિંદુસ્તાન એક જ છે. હિંદની પશ્ચિમની બાજુએ ગુજરાતમાં રંગ અને રેખાનું જેવું સર્જન છે તેવું જ અમારી બંગાળની ગ્રામ કળામાં છે. પણ હવે તમારા વિદ્યાર્થીઓને કહો કે આલેખનની શક્તિ વધારે. અરે, હું તો ચિત્રો જોતાં જ મત્ત થઈ જાઉં છું અને બાવડાંમાં સ્ફુરણા થાય છે. I feel like an old war-horse hearing cannons. I wish I were young agind. (તોપોનું ગર્જન સાંભળી ગર્દન ઉઠાવતા યુદ્ધના વૃદ્ધ અશ્વ જેવું મને થાય છે. હું ફરીવાર તરુણ બની જાઉં તો કેવું સારું?) તમે જે કામ કરો તે ભાવિ પ્રજાને પણ કામ લાગે એવું કરજો. દરેક વિષયનું જ્ઞાન અને વિગતો ચિત્રમાં ઉતારજોઃ યાન, આસન, વસન, ભૂપણ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, (યાન એટલે બધાં વાહનો, પાત્રો વગેરે; આસન = શરીરની બધી ચેષ્ટાઓ; વસન = બધાં વસ્ત્રો, આભૂષણ બધી જાતના અલંકારો અને સાધનો; સ્વર્ગ = આકાશના રંગો અને વાતાવરણ; પૃથ્વી = દૃશ્યો, વનસ્પતિ વગેરે. પાતાળ = જમીનમાંથી નીકળતા પદાર્થો અને પ્રાણીઓ.) | ||
વૃદ્ધ બાળક | |||
'''વૃદ્ધ બાળક''' | |||
આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને િશક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો. | આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને િશક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો. | ||
લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે. | લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે. | ||
શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્ત | |||
'''શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્ત''' | |||
કલકત્તા કલાશાળાના કલાકાર મિત્રોનાં ચાપાનનાં નોતરાં પણ મારે મન તો તે વ્યક્તિનો પરિચય અને તેમની કળાનો વિસ્તાર સમજવાને બહુ ઉપકારક બન્યાં હતાં. તેમાંના એક શ્રી મણિબાબુ તો અમદાવાદ બે વર્ષ શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ચિત્રાચાર્ય તરીકે રહી ગયા હતા ત્યારનું અમારે ઓળખાણ હતું. એ ભાઈશ્રીએ હિદુસ્તાનના ચારે ખૂણાના અનુભવ લીધા છે. પહેલાં એ શાંતિનિકેતન કળાશાળામાં દીક્ષા પામ્યા. વચ્ચે સીલોનની ચિત્રશાળામાં પણ જઈ આવ્યા અને છેવટે શાંતિનિકેતનમાં જઈ વિશ્રાન્તિ લીધી. ત્યારબાદ કલકત્તા કળાશાળાના સ્ટાફમાં જોડાઈ હવે કાયમની માટે બેસી ગયા છે. તેમના પ્રવાસો, પરિભ્રમણો અને ઉદ્યોગની પ્રતીતિરૂપે તેમની પાસેનાં સેંકડો ચિત્રો, સ્કેચ અને ઈચિંગ વગેરે જોઈ હું દંગ થયો. બધાં કામમાં તેમની ઉદ્યોગશીલતા અને લગનીની એકસરખી છાપ હતી. દરેક ચિત્રના વૃત્તાંત અનુસાર તેનાં સંશોધન, ગોઠવણ અને વિચારનિરૂપણમાં તેમણે કંઈ ખામી રાખી નહોતી, છતાં પણ કંઈક એવું તત્ત્વ આડે આવતું કે ચિત્રમાં પ્રસાદ રહી જતો. | કલકત્તા કલાશાળાના કલાકાર મિત્રોનાં ચાપાનનાં નોતરાં પણ મારે મન તો તે વ્યક્તિનો પરિચય અને તેમની કળાનો વિસ્તાર સમજવાને બહુ ઉપકારક બન્યાં હતાં. તેમાંના એક શ્રી મણિબાબુ તો અમદાવાદ બે વર્ષ શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ચિત્રાચાર્ય તરીકે રહી ગયા હતા ત્યારનું અમારે ઓળખાણ હતું. એ ભાઈશ્રીએ હિદુસ્તાનના ચારે ખૂણાના અનુભવ લીધા છે. પહેલાં એ શાંતિનિકેતન કળાશાળામાં દીક્ષા પામ્યા. વચ્ચે સીલોનની ચિત્રશાળામાં પણ જઈ આવ્યા અને છેવટે શાંતિનિકેતનમાં જઈ વિશ્રાન્તિ લીધી. ત્યારબાદ કલકત્તા કળાશાળાના સ્ટાફમાં જોડાઈ હવે કાયમની માટે બેસી ગયા છે. તેમના પ્રવાસો, પરિભ્રમણો અને ઉદ્યોગની પ્રતીતિરૂપે તેમની પાસેનાં સેંકડો ચિત્રો, સ્કેચ અને ઈચિંગ વગેરે જોઈ હું દંગ થયો. બધાં કામમાં તેમની ઉદ્યોગશીલતા અને લગનીની એકસરખી છાપ હતી. દરેક ચિત્રના વૃત્તાંત અનુસાર તેનાં સંશોધન, ગોઠવણ અને વિચારનિરૂપણમાં તેમણે કંઈ ખામી રાખી નહોતી, છતાં પણ કંઈક એવું તત્ત્વ આડે આવતું કે ચિત્રમાં પ્રસાદ રહી જતો. | ||
મને તેમનાં રંગકામો કરતાં લીનોકટ અને ઇચિંગ ગમ્યાં. સારા અધ્યાપક તરીકે તેમણે બેશક પૂર્ણ તૈયારી કરી હતી. તેમણે મને એટલાં બધાં ચિત્રો બતાવ્યાં કે તેમની એકલાની જ કૃતિઓનું એક સારું પ્રદર્શન થાય. પણ આજે તો કલાકારો લોકજીવનમાં ઊતરી શક્યા નથી તેમજ લોકો કલાકારોનો ઉપયોગ કરી જાણતા નથી. | મને તેમનાં રંગકામો કરતાં લીનોકટ અને ઇચિંગ ગમ્યાં. સારા અધ્યાપક તરીકે તેમણે બેશક પૂર્ણ તૈયારી કરી હતી. તેમણે મને એટલાં બધાં ચિત્રો બતાવ્યાં કે તેમની એકલાની જ કૃતિઓનું એક સારું પ્રદર્શન થાય. પણ આજે તો કલાકારો લોકજીવનમાં ઊતરી શક્યા નથી તેમજ લોકો કલાકારોનો ઉપયોગ કરી જાણતા નથી. | ||
શ્રી રમેન્દ્રનાથ ચક્રવર્તી | |||
'''શ્રી રમેન્દ્રનાથ ચક્રવર્તી''' | |||
બીજે દિવસે રમેનબાબુનું ઘર શોધવા ભાઈ શિવકુમાર જોષીને લઈ બારેક માઈલ જેટલો ટ્રામનો પ્રવાસ કરવો પડ્યો. માટુંગા-માહીમ જેવો નવો વસેલો એ લત્તો કંઈક મુંબાઈનું સ્મરણ આપતો હતો. તેના એક નવા બંધાવેલા મકાનના દાદર પર પહેલે જ માળે રમેનબાબુનું પાટિયું વાંચી બારણું ખખડાવ્યું તો તેમણે જ આવીને ઉઘાડ્યું. ત્રણચાર ખંડવાળા એ ફ્લેટમાં તેમણે પોતાનો નિવાસ સમાવી દીધો હતો. સરળ, સંતોષપૂર્ણ હાસ્યભર્યું તેમનું તાલવાળું મુખ જોનારને એકદમ ગમી જાય છે. એ નાનકડા ખંડમાં યે બારી આગળ એક મોટી પાટ પર તેમની મુલાકાતની બેઠક હતી. બંગાળમાં લગભગ બધે આ શોખ જોવામાં આવ્યો. આથી ખુરશીઓની જરૂર ભાગ્યે જ પડે છે અને પાટલૂન તેમજ ધોતીવાળા બધા સગવડથી તેનો ઉપયોગ કરી શકે છે. વાંચન, રમત, ચિત્રકામ, સંગીત બધું જ તેના ઉપર થઈ શકે ને કોઈને આડે પડખે લેટવું હોય તો પણ ફાવે. | બીજે દિવસે રમેનબાબુનું ઘર શોધવા ભાઈ શિવકુમાર જોષીને લઈ બારેક માઈલ જેટલો ટ્રામનો પ્રવાસ કરવો પડ્યો. માટુંગા-માહીમ જેવો નવો વસેલો એ લત્તો કંઈક મુંબાઈનું સ્મરણ આપતો હતો. તેના એક નવા બંધાવેલા મકાનના દાદર પર પહેલે જ માળે રમેનબાબુનું પાટિયું વાંચી બારણું ખખડાવ્યું તો તેમણે જ આવીને ઉઘાડ્યું. ત્રણચાર ખંડવાળા એ ફ્લેટમાં તેમણે પોતાનો નિવાસ સમાવી દીધો હતો. સરળ, સંતોષપૂર્ણ હાસ્યભર્યું તેમનું તાલવાળું મુખ જોનારને એકદમ ગમી જાય છે. એ નાનકડા ખંડમાં યે બારી આગળ એક મોટી પાટ પર તેમની મુલાકાતની બેઠક હતી. બંગાળમાં લગભગ બધે આ શોખ જોવામાં આવ્યો. આથી ખુરશીઓની જરૂર ભાગ્યે જ પડે છે અને પાટલૂન તેમજ ધોતીવાળા બધા સગવડથી તેનો ઉપયોગ કરી શકે છે. વાંચન, રમત, ચિત્રકામ, સંગીત બધું જ તેના ઉપર થઈ શકે ને કોઈને આડે પડખે લેટવું હોય તો પણ ફાવે. | ||
રમેનબાબુ શાંતિનિકેતનમાં મુખી શ્રેણીના વિદ્યાર્થી હતા તે વખતે કનુભાઈ પણ ત્યાં હતાં. એટલે તેમણે તેનું સ્મરણ આપ્યું. અમારા ઉભયના મિત્રશ્રી વનવિહારી ઘોષ અમદાવાદમાં છે તેનું પણ એમણે સ્મરણ કર્યું અને તરત પરિચયનો પુલ સંધાઈ ગયો. રમેનબાબુુની નિખાલસતા અને સરળતા બહુ લાક્ષણિક છે. શાંતિનિકેતનમાં પણ તેમણે માન કાઢ્યું હતું. ‘કુમાર’ના ૯૧માં અંકમાં તેમના હાથનું કમળ, તળાવડીમાં હોડી હંકારતાં બાળકોનું એક રંગચિત્ર પ્રકટ થઈ ગયું છે. ‘મોર્ડન રિવ્યુ’માં પણ તેમનાં ઘણાં ચિત્રો બહાર આવેલાં. કલકત્તા આર્ટ સ્કૂલના હેડમાસ્તરની જગ્યા ખાલી પડતાં તેની કમિટી તરફથી માગવામાં આવેલી ઉમેદવારોની પચાસેક અરજીઓમાંથી રમેનબાબુની પસંદગી થઈ એ જ તેમના સંસ્કાર અને શક્તિનું માપ બતાવે છે. કંઈક વિશાળ અનુભવ અને શિક્ષણ માટે બેચાર વર્ષ પહેલાં તે ઈંગ્લેંડ અને ફ્રાન્સની શાળાઓનો પરિચય પામવા તેમજ યુરોપની કળાસંપત્તિ નીરખવા ગએલા. તે વખતે ત્યાં તેમણે પોતાનાં વુડકટ, લીનોકટ, ઇચિંગ, એકવાટિન્ટ, લીથોગ્રાફ અને હિંદી શૈલીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભરેલાં અને તેની એકએક દેશમાં ભારોભાર પ્રશંસા થએલી. | રમેનબાબુ શાંતિનિકેતનમાં મુખી શ્રેણીના વિદ્યાર્થી હતા તે વખતે કનુભાઈ પણ ત્યાં હતાં. એટલે તેમણે તેનું સ્મરણ આપ્યું. અમારા ઉભયના મિત્રશ્રી વનવિહારી ઘોષ અમદાવાદમાં છે તેનું પણ એમણે સ્મરણ કર્યું અને તરત પરિચયનો પુલ સંધાઈ ગયો. રમેનબાબુુની નિખાલસતા અને સરળતા બહુ લાક્ષણિક છે. શાંતિનિકેતનમાં પણ તેમણે માન કાઢ્યું હતું. ‘કુમાર’ના ૯૧માં અંકમાં તેમના હાથનું કમળ, તળાવડીમાં હોડી હંકારતાં બાળકોનું એક રંગચિત્ર પ્રકટ થઈ ગયું છે. ‘મોર્ડન રિવ્યુ’માં પણ તેમનાં ઘણાં ચિત્રો બહાર આવેલાં. કલકત્તા આર્ટ સ્કૂલના હેડમાસ્તરની જગ્યા ખાલી પડતાં તેની કમિટી તરફથી માગવામાં આવેલી ઉમેદવારોની પચાસેક અરજીઓમાંથી રમેનબાબુની પસંદગી થઈ એ જ તેમના સંસ્કાર અને શક્તિનું માપ બતાવે છે. કંઈક વિશાળ અનુભવ અને શિક્ષણ માટે બેચાર વર્ષ પહેલાં તે ઈંગ્લેંડ અને ફ્રાન્સની શાળાઓનો પરિચય પામવા તેમજ યુરોપની કળાસંપત્તિ નીરખવા ગએલા. તે વખતે ત્યાં તેમણે પોતાનાં વુડકટ, લીનોકટ, ઇચિંગ, એકવાટિન્ટ, લીથોગ્રાફ અને હિંદી શૈલીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભરેલાં અને તેની એકએક દેશમાં ભારોભાર પ્રશંસા થએલી. | ||
તેમનાં ચિત્રો માત્ર પ્રાચીન વિષયોમાં જ બંધાઈ નથી ગયાં. પણ સામાન્ય રોજિંદા પ્રસંગો અને ચિત્રોમાં પણ તે લાગણીની તીવ્રતા દર્શાવી શકે છે. એક થોકબંધ ચિત્રમાળા માત્ર પેન્સિલથી જ કરેલી તેમણે મને બતાવી ત્યારે પ્રામાણિક ને વિશુદ્ધ દૃશ્યાલેખનમાં તેમની જોડીમાં મુકાય એવો કોઈ કલાકાર મુંબાઈ કે ગુજરાતમાં નહિ હોય એમ લાગ્યું. આપણા પ્રાંતમાં ઇચિંગ, લીથોગ્રાફ કે ઍક્વાટિન્ટ હજુ રડ્યાખડ્યા નમૂના કે વાતો જ છે, ત્યારે આ તરૂણ કલાકારે તેમાં યુરોપી નિષ્ણાતોની ભારે પ્રસંશા મેળવી છે. ઑક્સફર્ડના પ્રમાણભૂત કલાકાર સર મૂરહેડ બોન જેવાને તો કહેવું પડ્યું કે અંગ્રેજ કલાકારો પૈકી થોડાક જ તેમના જેટલી સૌંદર્યભાવના પકડી શક્યા છે. ઇંગ્લેંડ રૉયલ ઍકૅડમીના પ્રમુખ સર વિલયમ લેવેલીને તેમને માનાર્ધ્ય આપ્યો કે તેમણે પોતાની કૃતિઓમાં આધુનિકજીવનની આલોચના કરી છે છતાં તે લાક્ષણિકતામાં તો હિંદી જ છે. | તેમનાં ચિત્રો માત્ર પ્રાચીન વિષયોમાં જ બંધાઈ નથી ગયાં. પણ સામાન્ય રોજિંદા પ્રસંગો અને ચિત્રોમાં પણ તે લાગણીની તીવ્રતા દર્શાવી શકે છે. એક થોકબંધ ચિત્રમાળા માત્ર પેન્સિલથી જ કરેલી તેમણે મને બતાવી ત્યારે પ્રામાણિક ને વિશુદ્ધ દૃશ્યાલેખનમાં તેમની જોડીમાં મુકાય એવો કોઈ કલાકાર મુંબાઈ કે ગુજરાતમાં નહિ હોય એમ લાગ્યું. આપણા પ્રાંતમાં ઇચિંગ, લીથોગ્રાફ કે ઍક્વાટિન્ટ હજુ રડ્યાખડ્યા નમૂના કે વાતો જ છે, ત્યારે આ તરૂણ કલાકારે તેમાં યુરોપી નિષ્ણાતોની ભારે પ્રસંશા મેળવી છે. ઑક્સફર્ડના પ્રમાણભૂત કલાકાર સર મૂરહેડ બોન જેવાને તો કહેવું પડ્યું કે અંગ્રેજ કલાકારો પૈકી થોડાક જ તેમના જેટલી સૌંદર્યભાવના પકડી શક્યા છે. ઇંગ્લેંડ રૉયલ ઍકૅડમીના પ્રમુખ સર વિલયમ લેવેલીને તેમને માનાર્ધ્ય આપ્યો કે તેમણે પોતાની કૃતિઓમાં આધુનિકજીવનની આલોચના કરી છે છતાં તે લાક્ષણિકતામાં તો હિંદી જ છે. | ||
પણ આ તો બહારની તારીફો છે. ખુદ કલકત્તાની ચિત્રશાળાના સ્ટાફમાં તે એક સવિશેષ કલગીરૂપ છે. શોક તો એ જ થાય છે કે આવા શક્તિવંત કલાકારો હિંદમાં હોવા છતાં હિંદના રાજા મહારાજાઓનાં કામો પરદેશોને જ સમૃદ્ધ બનાવે છે. રમેનબાબુએ હિંદી આલેખના જેવી જ સિદ્ધિ યુરોપીય ઇચિંગ અને લીથોગ્રાફમાં બતાવી છે. આવા કલાકારોનાં પ્રવાસી પ્રદર્શનો ગામે-ગામ ગોઠવ્યાં હોય તો પ્રજાના સંસ્કાર અને આત્મવિશ્વાસને બહુ જ ઉત્તેજના આપી શકે. | પણ આ તો બહારની તારીફો છે. ખુદ કલકત્તાની ચિત્રશાળાના સ્ટાફમાં તે એક સવિશેષ કલગીરૂપ છે. શોક તો એ જ થાય છે કે આવા શક્તિવંત કલાકારો હિંદમાં હોવા છતાં હિંદના રાજા મહારાજાઓનાં કામો પરદેશોને જ સમૃદ્ધ બનાવે છે. રમેનબાબુએ હિંદી આલેખના જેવી જ સિદ્ધિ યુરોપીય ઇચિંગ અને લીથોગ્રાફમાં બતાવી છે. આવા કલાકારોનાં પ્રવાસી પ્રદર્શનો ગામે-ગામ ગોઠવ્યાં હોય તો પ્રજાના સંસ્કાર અને આત્મવિશ્વાસને બહુ જ ઉત્તેજના આપી શકે. | ||
એમના સમાગમમાં ત્રણ કલાક તો ચપટી વાગે એમ પૂરા થઈ ગયા. છેવટે એમણે મારો એક સ્કેચ ખેંચ્યો, અને મને પણ એ તક યાદ કરવા જેવી લાગી એટલે મારી સ્કેચબુકમાં પણ રમેનબાબુની મુદ્રા ઉતારી લીધી અને સુંદર યાદગીરી સાથે અમે રજા લીધી. | એમના સમાગમમાં ત્રણ કલાક તો ચપટી વાગે એમ પૂરા થઈ ગયા. છેવટે એમણે મારો એક સ્કેચ ખેંચ્યો, અને મને પણ એ તક યાદ કરવા જેવી લાગી એટલે મારી સ્કેચબુકમાં પણ રમેનબાબુની મુદ્રા ઉતારી લીધી અને સુંદર યાદગીરી સાથે અમે રજા લીધી. | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<center> | |||
{|style="background-color: #876F12; " | |||
|<span style="color:FloralWhite "><big><center>{{gap}}વધુ વાર્તાઓનું પઠન{{gap}} <br> | |||
તબક્કાવાર આવતું રહેશે</center></big></span> | |||
|} | |||
</center> | |||
<poem> | <poem> | ||
<big>{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :
}}</big> | <big>{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :
}}</big> | ||
Line 838: | Line 862: | ||
<center>'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા સાંભળવા અહીં ક્લીક કરો]'''</center> | <center>'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા સાંભળવા અહીં ક્લીક કરો]'''</center> | ||
<hr> | |||
{{HeaderNav | |||
|previous=[[સંચયન-૬૧]] | |||
|next = <!--[[સંચયન-૬૩]]--> | |||
}} |
edits