અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 85: Line 85:
નવીન કવિતાએ કાવ્યના પ્રકારોમાં ઘણી વિવિધતા સાધી છે. આ ગાળામાં પ્રેમાનંદની દેશીઓ, લોકગીતો, ગરબા, રાસ તથા ભજનોની આપણી પ્રાચીન દૃશ્ય પ્રણાલીમાં અનેક રચનાઓ થઈ છે; સૉનેટો ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યોનો અર્વાચીન ઊર્મિકાવ્યની શૈલીનો પ્રકાર ગયા સ્તબક કરતાં વિશેષ પ્રમાણમાં ખેડાયો છે; અંગ્રેજી ‘ઓડ’ પ્રકારનાં લાંબાં અર્થગંભીર કાવ્યો વધારે રચાતાં થયાં છે. બાલશિક્ષણમાં આવેલી નવી જાગૃતિને લીધે તથા બાળકો તરફ આપણી બદલાયેલી મનોવૃત્તિને લીધે બાળકાવ્યો પણ વધારે લખાતાં થયાં છે; સંસ્કૃત પ્રકારનાં મુક્તકો પણ વિશેષ રચાયાં છે. છેલ્લે છેલ્લે મુસ્લિમ લેખકોને હાથે ઉર્દૂ શૈલીની ગઝલો પણ રચાવા લાગી છે; જોકે આ બધા પ્રકારો એકસરખા કાવ્યગુણવાળા બન્યા નથી એ સ્વીકારવું જોઈશે. વળી ખંડકાવ્ય જેવો પ્રકાર ક્રમે ક્રમે લુપ્ત પણ થતો ગયો છે, તો ઠાકોરનાં ‘બુદ્ધ’ અને ‘રાજ્યાભિષેકની રાત્રિ’ તેમજ ઉમાશંકરનાં ‘પ્રાચીના’માંનાં કાવ્યો જેવાં કથાત્મક કાવ્યો, કે સુન્દરમ્‌નાં ‘દ્રૌપદી’ અને ‘કર્ણ’ જેવાં ચારિત્ર્યરેખાંકનો, કે સ્નેહરશ્મિનું ‘એકોઽહં બહુ સ્યામ્‌’ અને ઇન્દુલાલની ‘ખંડિત મૂર્તિઓ, રમણલાલ વ. દેસાઈનું ‘જલિયાનવાલા બાગ’ અને સુન્દરમ્‌નાં ‘પુલના થાંભલા’ કે ‘સળંગ સળિયા પરે’, ઉમાશંકરનું ‘વિરાટ પ્રણય’ અને બેટાઈનું ‘ઇન્દ્રધનુ’, મનસુખલાલનું ‘પાર્વતી’ અને સ્વપ્નસ્થનું ‘માયા’, પ્રબોધ પારાશર્યનું ‘પૂજારી’ અને પ્રહ્‌લાદ પારેખનું ‘બારી બહાર’ જેવી કોઈ ખાસ વર્ગીકરણમાં ન આવે તેવી પોતપોતાના અનોખા વ્યક્તિત્વવાળી રચનાઓ પણ ઘણી થયેલી છે.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
૫ – જીવનસત્ત્વનું નવું સ્પન્દન
'''૫ – જીવનસત્ત્વનું નવું સ્પન્દન'''
{{Poem2Open}}
નવીન કવિતાનો છેલ્લો અને સૌથી મહત્ત્વનો ઉન્મેષ છે તેના આંતરિક સ્વરૂપનો. એનો જન્મ પણ આ યુગના વિશિષ્ટ પ્રકારના માનસમાંથી જ થયેલો જોઈ શકાય છે. આ આખો યુગ એક નવી અને વિશાળ ઉદાર આદર્શપરાયણતાનો અને સાથે સાથે એટલી જ વ્યાપકતા અને તલસ્પર્શી વાસ્તવિકતાનો રહેલો છે. આ પહેલાંના જમાનાઓમાં ઘણાં મૂલ્યોને આ જમાનામાં નવું સંસ્કરણ મળ્યું છે અને ઘણાં નવાં મૂલ્યો ઉત્પન્ન થયાં છે. અને એ સર્વની પાછળ જીવન વિશે એક નવી જ ગંભીરતા, ધીરતા, પ્રયોગશીલતા, સાહસિકતા આવી છે. વળી જીવનનાં સનાતન ઋત અને શિવ, સૌન્દર્ય અને પ્રણયની ઉપાસના પણ આ વખતે ઘટી નથી. પણ આ પહેલાંનો જમાનો, જે રીતે અલ્પથી સંતુષ્ટ થઈ જતો અને બાહ્ય આચારપ્રધાન નીતિરીતિના વિધિનિષેધોમાં જ જે બધી રીતની સિદ્ધિ જોતો તે સસ્તા અને છીછરા ઉકેલોથી નવા યુગનું માનસ તૃપ્ત થાય તેમ ન હતું. નવીન યુગને પણ પ્રેમ, સૌન્દર્ય, શાંતિ, સર્વજનહિત વગેરે જોઈતાં હતાં, પણ તેની માગણીઓ વધારે ગંભીર, વાસ્તવિકતા ઉપર અને સાથે સાથે નિરામય વિશુદ્ધ સત્ય ઉપર પ્રતિષ્ઠિત હતી. અને તેથી તેણે જીવનના વિસંવાદોનો, સંઘર્ષોનો સમન્વય સાધવાને પોતાની જ રીતે નવા પ્રયત્નો શરૂ કર્યા. વાસ્તવિકતાની પૂરેપૂરી પિછાન સાથે તેણે વિરાટ આદર્શ તરફ ગતિ શરૂ કરી. જૂના જમાના સાથેના આ દૃષ્ટિભેદમાંથી તેની કવિતામાં પણ નવો દૃષ્ટિભેદ આવ્યો, નવીન કવિ પણ પ્રકૃતિનું અને માનવનું નિરૂપણ કરવા લાગ્યો, માનવથી ઇતર સત્ત્વોને પણ સમજવા તે મથવા લાગ્યો, પણ એ સર્વે તેના દૃષ્ટિપટમાં નવો જ ઘાટ લઈને આવવા લાગ્યાં. આ સમન્વયની ખોજ, સત્યની અતલ ક્ષુધા, પુરુષાર્થનું નિઃસીમ ગાંભીર્ય, જીવનનાં સર્વ તત્ત્વોને, સ્થૂલસૂક્ષ્મ આવિર્ભાવોને સમજવા મથતી વ્યાપક પરામર્શક બુદ્ધિ, વાસ્તવિકતા અને રંગદર્શિતા એ બંનેની સરખી અનુભૂતિ અને આરાધના એવાં એવાં તત્ત્વોમાંથી નવીન કવિતાનું પ્રાણતત્ત્વ ઘડાયું. એ ખોજે કાવ્યમાં આજ લગી જે અભિવ્યક્તિ સાધી છે તે હજી ઉત્તમોત્તમ કક્ષાની નહિ હોય, તથાપિ એ પાછળ પ્રાણનો જે ઉચ્છ્‌વાસ છે તે આ પૂર્વેની કવિતા કરતાં નિઃસંશય વિશાળ અને ગહન સ્પન્દનવાળો છે.

વિવિધ પરંપરાઓનું અનુસંધાન
વિવિધ પરંપરાઓનું અનુસંધાન
આ રીતે નવીન કવિતાનો ઊગમ થયો છે, તેનું સ્વરૂપ બંધાયું છે અને તેના ઉન્મેષો વિકસ્યા છે. ભૂતકાળની દૂરસુદૂર વેદકાલીન આર્ષ બાનીવાળી કવિતાથી માંડી, શિષ્ટ સંસ્કૃત રીતિની તથા આપણા પ્રાચીન અને અર્વાચીન કવિઓ સુધીની આપણી પોતાની એતદ્દેશીય કવિતાના તથા યુરોપની અને અમેરિકાની અદ્યતન કાળ સુધીની કવિતાના સંસ્કારોને આત્મસાત્‌ કરીને તથા આજ લગી જીવનમાં વિકસેલાં અને વિકસી રહેલાં વિચાર, ભાવના અને આદર્શોનાં તત્ત્વોને ઝીલીને તથા યથાશક્તિ પચાવીને તેણે જીવનને કાવ્યનો વિષય કરવા માંડ્યું છે. આજની કવિતામાં વેદનું ‘પૃથિવીસૂક્ત’ અનુવાદ રૂપે પણ ગુજરાતી ભાષામાં એ આર્ષતાની છટા લઈ આવ્યું છે, ‘અન્નબ્રહ્મ’ જેવી કૃતિઓ ઉપનિષદની વાણીને પાછી જગાડવા લાગી છે, ‘ચંદ્રદૂત’ કાલિદાસના યુગની છટાને ઝીલવા મથ્યું છે, ‘લોકલીલા’ અને ‘કડવી વાણી’ તથા ‘સિન્ધુડો’નાં ગીતો આપણા પ્રાચીન કવિઓ અને લોકસાહિત્યના સ્વરોને પાછા જાગ્રત કરવા મથ્યાં છે, પતીલ અને શયદાની ગઝલો ફારસીશાહી રંગને, અને સ્નેહરશ્મિ અને ઉપવાસીનાં ગીતો બંગાળી લઢણને પકડી લાવ્યાં છે.

આપણી અર્વાચીન કવિતાની લઢણો આ કરતાં યે વિશેષ મૂર્ત રૂપે નવીન કવિતામાં સંક્રમણ પામી છે. એક વખત અકવિત્વભરી ગણાયેલી દલપતશૈલીમાં પણ જે અમુક કલાક્ષમતાનું તત્ત્વ હતું તે નવીનોએ ઝીલ્યું છે. ચંદ્રવદન મહેતાનાં ‘ઇલા’ કાવ્યોમાં એ શૈલીનો વધારે કલ્પનારસિત પુનર્જન્મ થયો છે. રમણલાલ સોનીનાં બાળકાવ્યોમાં અને સુન્દરમ્‌નાં કટાક્ષપ્રધાન હળવાં કાવ્યોમાં એ શૈલી જીવિત બની રહી છે. બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’ની છટાઓ સુન્દરમ્‌ના ‘માયાવિની’માં તથા રસિકલાલ પરીખ – ‘મૂસીકાર’ના હજી જોકે અપ્રસિદ્ધ રહેલા શતકમાં પ્રગટી છે. નવીન કવિતાના ઉપર આમ તો કશી ખાસ ઘટનાત્મક અસર ન નિપજાવનાર નરસિંહરાવ અને ખબરદારની રીતિ પણ તેમના શિષ્યો અને પ્રશંસકો રહેલા કવિઓમાં ઊતરી આવી છે, ગજેન્દ્ર, બેટાઈ, બાદરાયણ, કાણકિયા, રમણ વકીલ વગેરેની અમુક અમુક રચનાઓમાં નરસિંહરાવની સૌમ્ય મધુર શૈલી અનુસંધાન પામી છે. ‘કોલક’ જેવાનાં કાવ્યોમાં ખબરદારની મુક્તધારા તથા ગીતોની શૈલી ફરી પ્રગટી છે. ન્હાનાલાલની છંદો અને ગીતોમાં પ્રગટેલી ઉત્કૃષ્ટ સમલંકૃત ધીરગંભીર વાણીને ઉમાશંકરે પોતાની રીતે પુનઃ પ્રયોજી છે. ઇન્દુલાલ ગાંધીએ ન્હાનાલાલની શૈલીના કેટલાક રંગોને વધારે ઘેરા બનાવ્યા છે. ઠાકોરની અરૂઢ રીતિને તેના રુક્ષ અને ક્લિષ્ટ અંશોનો પરિહાર કરીને વધુ પ્રાસાદિક રૂપે ચંદ્રવદને ‘રતન’માં વિસ્તારી છે.

નવીનતર કવિઓ
{{Poem2Close}}
'''નવીનતર કવિઓ'''
{{Poem2Open}}
આ નવીનોની રસળતી અને અરૂઢ, પ્રાસાદિક અને અર્થઘન, અનલંકૃત અને સાલંકૃત, વાસ્તવિક અને રંગદર્શી, સ્વસ્થ અને મત્ત એવી કાવ્યરીતિના સંસ્કારો ઝીલીને નવીનોના નૂતન વિકાસ જેવી નવીનતર કવિતા પણ રચાવા લાગી છે અને પોતાનું વ્યક્તિત્વ પ્રકટ કરવા લાગી છે. છેલ્લાં આઠદસ વરસમાં જ જેમની કવિતા ખીલી છે એવા લેખકોમાં હરિશ્ચંદ્ર ભટ્ટ, મુરલી ઠાકુર, નાથાલાલ દવે જેવા કેટલાક તો નવીનોના સમવયસ્કો જેવા છે, અને એ નવીન જ શૈલીના પ્રવાહને પુષ્ટ અને સમૃદ્ધ કરનારા છે; તો પ્રહ્‌લાદ પારેખ, અરાલવાળા, સ્વપ્નસ્થ, તનસુખ ભટ્ટ, મુકુન્દ પારાશર્ય, પ્રબોધ ભટ્ટ, પ્રજારામ રાવળ, સ્વ. ગોવિંદ સ્વામી, અશોક હર્ષ, મહેન્દ્રકુમાર જેવા લેખકો વયમાં અનુજો જેવા છે અને એ પોતપોતાની રચનાઓમાં વિશિષ્ટ તાજગી અને કુમાશભરેલું વ્યક્તિત્વ લઈ આવ્યા છે. આ નવીનોમાં પુષ્પા ર. વકીલ અને ઊર્મિલા દવે જેવી સ્ત્રી-લેખિકાઓ પણ જોવા મળે છે કે જેમણે નવીન શૈલીને પ્રશસ્ય રીતે ઝીલી છે અને કેટલીક મનોહારી રચનાઓ આપી છે.

નવીનતરોનો નવો ઉન્મેષ
નવીનતરોનો નવો ઉન્મેષ
આ નવીનતર કવિતાનો પણ એક નવો ઉન્મેષ છે. કાવ્યરૂપમાં વિવિધ રીતે પ્રયોગ અને મન્થનો કરતી રહેલી નવીન કવિતાના શ્રમનો પાક હવે જાણે બેસવા લાગ્યો છે. કાવ્યનાં અંગઉપાંગો, શૈલીઓની વિવિધતાઓ, તત્ત્વદૃષ્ટિનાં ઘમસાણો આદિ વિવિધ પ્રકારોમાં નવીન કવિતાને હાથે જે પ્રયોગ રૂપે કેટલુંક અપક્વ, અકલાયુક્ત, રુક્ષ કામ અનિવાર્ય રીતે થયેલું, તે કરવાની કઠોર આવશ્યકતામાંથી આ નવીનતર કવિતા બચી ગઈ છે અને વિશેષ સંવાદ અને માધુર્યના વાતાવરણમાં તે પોતાનું કાવ્ય રચવા લાગી છે. ‘સ્વપ્નસ્થ’ અને ‘ઉપવાસી’ જેવાઓ નવીનોની પ્રયોગાત્મકતાનો તંતુ આગળ પણ લંબાવી રહ્યા છે. કાવ્યબાનીમાં બળકટતા, નવતા અને  અર્થવાહકતાનાં તત્ત્વો તેઓ નવી રીતે સાધવા મથી રહ્યા છે, વળી તેમની રક્તરંગી સોવિયેત રશિયાની જીવનદૃષ્ટિને પણ તેમણે અનન્ય ભાવે અને જરા વિશેષ મુગ્ધતાથી કવિતામાં સાકાર કરવા માંડી છે. પ્રહ્‌લાદ પારેખ, તનસુખ, પારાશર્ય અને પ્રબોધ જેવાઓમાં જીવનનું શાંત ઊર્મિવાળું અભિસરણ વધારે માધુર્ય અને લાલિત્યથી પ્રગટવા માંડ્યું છે.

આમ નવીન અને નવીનતર બનેલી કવિતા થોડા કાળે નવીનતમ પણ બનશે. જગતના આદિથી સ્ફુરતો રહેલો માનવવાણીનો સ્પન્દ વળી નવા ઉન્મેષો લાવશે અને આ નવીનોના નવા ઉન્મેષો કંઈ સ્થિર રૂપ લઈ ‘નવીન’ કરતાં કોઈ વધારે તત્ત્વાનુસારી અભિધાન પામશે. એ અભિધાન કયું હશે, તેઓ રાષ્ટ્રીય જાગૃતિના કવિઓ કહેવાશે કે સાંસ્કૃતિક જાગૃતિના કવિઓ કહેવાશે એનો અત્યારે ક્યાસ બાંધવાની ઉતાવળ કરવાની જરૂર નથી. અત્યારે તો હવે વર્તમાનની આ ક્ષણ ઉપર જ સ્થિર થઈ જઈને એ કવિતાની થોડીક મર્યાદાઓ અને ભાવી શક્યતાઓનો વિચાર કરી લઈએ અને આ  જરા પક્ષપાતપૂર્વક લંબાયેલી લાગે એવી વિચારસરણીનું પૂર્ણવિરામ લાવીએ.

નવીન કવિતાની મર્યાદાઓ : ૧ – અસફલ પ્રયોગો
{{Poem2Close}}
'''નવીન કવિતાની મર્યાદાઓ : ૧ – અસફલ પ્રયોગો'''
{{Poem2Open}}
હા, નવીન કવિતાને પણ મર્યાદાઓ રહેલી છે, પણ તે આપણા કેટલાક અર્ધદગ્ધ અને અનભિજ્ઞ વિવેચકો દ્વારા જે રૂપમાં અને જે પ્રમાણમાં બતાવાય છે તેવી અને તેટલી નથી. નવીન કવિતાનો વિચાર કરતાં સૌથી પહેલાં એ વાત લક્ષ્યમાં રાખવાની છે કે ગુજરાતી કવિતા આ સમયે આ પૂર્વે કદી ન હતી એવી પ્રયોગાત્મક વિકાસદશામાંથી પસાર થઈ રહી છે. કાવ્યને  વધારેમાં વધારે કલાક્ષમ કરવા માટે તે કાવ્યના છંદ, બાની વિષય વગેરે પ્રત્યેક અંગઉપાંગમાં નવાં સંયાજનો, નવી ઝાંયો, નવી છટાઓ અજમાવે છે. નવીન કવિતાની જે કેટલીક ઊણપો છે તે આ પ્રકારના અસફલ રહેલા પ્રયોગોની છે. દા. ત. નવીન કવિતામાં અર્થઘનતા કે અર્થક્લિષ્ટતા કે અર્થસંદિગ્ધતા છે, પણ નવીન કવિતાનાં બધાં કાવ્યોમાં તેવી રચનાઓનું પ્રમાણ કેટલું છે? શેષ, મેઘાણી, શ્રીધરાણી, સ્નેહરશ્મિ, બેટાઈ, મનસુખલાલ, સુન્દરમ્‌, ઉમાશંકર, કે નવીનતરોમાં પ્રહ્‌લાદ, પ્રબોધ કે પારાશર્યની બધી કૃતિઓ જોઈ જતાં તેમની એકંદરે છાપ કેવળ અર્થઘન કે ક્લિષ્ટ, સંદિગ્ધ કે વિરસ તરીકે ખરેખર પડે છે? ઊલટું, આ અને બીજા ઘણાએ લેખકોને હાથે પ્રસાદમધુર, સંગીતક્ષમ, તરલ લાલિત્યવાળી કેટલી યે કૃતિઓ રચાઈ છે. નવીન કવિતાએ અજમાવેલા છંદોના અખતરા, અરૂઢ ભાષાપ્રયોગો, કાવ્ય માટે અસ્પૃશ્ય મનાયેલા વિષયો અંગેની રચનાઓ એ પ્રત્યેકમાં છંદનો સંવાદ, શબ્દનું કલાત્મક નિયોજન કે રસનું ઔચિત્ય એકસરખું સર્વત્ર પ્રકટ થયું નથી, પરંતુ પ્રયોગનાં આ બધાં અનિવાર્ય જોખમો છે અને તે ખેડ્યા સિવાય બીજો ઇલાજ નથી.

૨ – કાવ્યના સર્જનાત્મક સ્વરૂપની પરખમાં કંઈક મંદતા
{{Poem2Close}}
'''૨ – કાવ્યના સર્જનાત્મક સ્વરૂપની પરખમાં કંઈક મંદતા'''
{{Poem2Open}}
નવીનોની જે ખરી મુશ્કેલી છે અને જે લગભગ દરેક નાનામોટા કવિની પણ રહેલી છે તે આ છે. ઉત્તમ કાવ્યસર્જનની જે વિશિષ્ટ પ્રક્રિયા છે, છંદ શબ્દ અને અર્થ તથા ધ્વનિનું જે સર્જનાત્મક રૂપે નિબંધન છે તેની તલગામી પરખ અને તેનો સત્યનિષ્ઠાપૂર્વક સદા જાગ્રત રહીને થવો જોઈતો નિયોગ, એ બંને તત્ત્વો અવારનવાર અને કોક વાર વધારે પ્રમાણમાં નવીન કવિમાંથી લુપ્ત થતાં દેખાય છે. કાવ્યને કાવ્ય બનાવનારનું તત્ત્વ છે તેનાં અંગઉપાંગોની વિવિધ સામગ્રીને સાધન યા આલંબન બનાવીને પ્રકટ થતો જીવનના કશાક સંવેદનનો, તત્ત્વનો, ઊર્મિનો, વિચારનો કે ભાવનો કશીક લોકોત્તરતા, અપ્રાકૃતતા અને અનનુભૂતની તાત્ત્વિક ચમત્કૃતિવાળો વ્યક્તિત્વસંપન્ન સર્જનાત્મક આવિર્ભાવ. જીવનના આ સર્જનાત્મક નૂતન આવિર્ભાવ વિના કાવ્યત્વનું નિર્માણ નથી બનતું. એ નૂતન આવિર્ભાવની જે મૂલ સૂક્ષ્મ ચમત્કૃતિ છે તેમાંથી કાવ્યના છંદ, શબ્દ, અર્થ, ધ્વનિ વગેરેની રસવત્તા નિર્માય છે. મંદપ્રતિભાવાળા કવિને હાથે યા તો પ્રતિભાવાળો કવિ હોય તોપણ તેની અહંપ્રધાન કે બીજાં વિવિધ કારણોસર તિમિરાવૃત્ત બનતી ક્ષણોમાં તેને હાથે પણ આ તત્ત્વની ઉપેક્ષા થાય છે. અને તેનું જે એક સર્વસામાન્ય પરિણામ આવતું રહેલું જોવામાં આવ્યું છે તે એ છે કે છંદ શબ્દ અર્થ કે વિષય કે ધ્વનિને જ કાવ્યત્વનાં સર્જક તત્ત્વો ગણી લેવાય છે.

૩ – કાવ્યનાં સ્થૂલ અંગોની ઐકાન્તિક ઉપાસના
{{Poem2Close}}
'''૩ – કાવ્યનાં સ્થૂલ અંગોની ઐકાન્તિક ઉપાસના'''
{{Poem2Open}}
નવીન કવિતાને હાથે પણ આ પ્રમાણેની ક્ષતિઓ થઈ છે. તેને છંદોની પ્રવાહિતાનું તત્ત્વ મળ્યું, તો એટલા માત્રથી જ કવિતાનું બધું તત્ત્વ હાથ આવી ગયું એમ માની કેટલીક પ્રવૃત્તિ થવા લાગી. છંદમાં પ્રવાહિતા હોવા છતાં તેવી રચના અકાવ્ય હોઈ શકે છે. ગુજરાતી ભાષામાં મહાકાવ્ય નથી તેનું એક કારણ એમ પણ કેટલાકને લાગતું રહ્યું છે કે અંગ્રેજી મહાકાવ્યના જેવો ‘બ્લૅન્ક વર્સ’ છંદ આપણે ત્યાં નથી. પરંતુ એ બ્લૅન્ક વર્સવાળી અંગ્રેજી ભાષામાં પણ મિલ્ટન પછી કેટલાં મહાકાવ્યો રચાયાં તેનો વિચાર આપણે કર્યો નથી. આપણાં સંસ્કૃત મહાકાવ્યો તો ઉપજાતિ અને અનુષ્ટુપ એ બે જ છંદોમાં રચાયાં છે. અને એ છંદો તો પરાપૂર્વથી આપણે ત્યાં છે છતાં વ્યાસ કે વાલ્મીકિ કે કાલિદાસ પછી કેટલાં મહાકાવ્યો રચાયાં છે? અર્થાત્‌, છંદ એ મહાકાવ્યનું યા હરકોઈ પ્રકારના કાવ્યનું સર્જક તત્ત્વ નથી. પદ્ય, પછી તે ગમે તે રૂપનું હો, તે પ્રવાહી હો વા શ્લોકબદ્ધ, તે સંગીતક્ષમ હો વા પઠનક્ષમ, પણ તેટલા માત્રથી તે કાવ્યનું નિર્માતા નથી થઈ શકતું. છંદની પ્રવાહિતાની આવી એકાંગી ઉપાસના, અને તેની ગુણવત્તાના આવા ભ્રામક અને ભ્રમપૂર્ણ બની જતા એવા પ્રયોગ તરફ એ પ્રવાહિતાના નિર્માતા બળવંતરાય ઠાકોરે જ નવીન કવિઓને ચેતવ્યા છે એ એમની છંદમાં પ્રવાહિતા લાવવા જેટલી જ કીમતી સેવા છે.

આવી જ સ્થિતિ છંદોના બીજા પ્રકારો, કાવ્યની પદાવલિ, શૈલી, સાલંકૃતતા કે વિષયો પરત્વે બની છે. અમુક વૃત્તોમાં કે અમુક ઢાળોમાં લખવું; અમુક રસળતી કે ગંભીર, અરૂઢ કે ખરબચડી ભાષા વાપરવી; અલંકારપ્રધાન કે તદ્દન અલંકાર વિનાની, ઓજસવાળી કે નર્યા લાલિત્યવાળી શૈલી વાપરવી; અમુક જ ઉક્તિલઢણો, પછી તે લોકબોલીની હોય, લોકકાવ્યની હોય, શિષ્ટ ભાષાની કે શિષ્ટ સાહિત્યની હોય, બાલગમ્ય હોય કે પ્રૌઢગમ્ય હોય, તેને જ ઘૂંટ્યા કરવી; અમુક જ વિષયોને લેવા, કોકિલા ચંદ્ર કે આકાશ, વિરાટ ભવ્ય કે સનાતનનું જ કાવ્ય કરવું, યા તો રુક્ષ, ગ્રામીણ, સ્થૂલ, અસંસ્કારી, દરિદ્ર દીન જીવનને જ કાવ્યમાં લેવું; આ અને આવાં બીજાં એકાંગી, સ્થૂલપ્રધાન વલણો ગયા સ્તબકમાં હતાં અને આ ત્રીજા સ્તબકમાં પણ છે. ન્હાનાલાલ અને ખબરદાર જેવા, મહાકાવ્યો લખવાનો મહા ઉત્સાહ ધરાવનારા આપણા કવિઓ પોતાનાં લખેલાં યા લખાતાં કાવ્યોનું મહાકાવ્યત્વ જણાવવા તે તે કાવ્યની કેટલા હજાર પંક્તિઓ લખાઈ છે તેના આંકડા આપણને જણાવે છે. કવિએ કેટલાં કાવ્યો લખ્યાં, કેટલી પંક્તિઓ લખી, કેવી ભાષા વાપરી, કેવા વિષયો લીધા, તેનાં કેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં અને કેટલી આવૃત્તિઓ થઈ એ ઉપરથી કવિની કવિતાને મૂલવવાના પ્રયત્ન હજી પણ આપણે ત્યાંથી નામશેષ થયા છે એમ નહિ કહેવાય. આવી એકાંગી દૃષ્ટિ, સ્થૂલપ્રધાન વલણો, કાવ્યના એકાંશનું અને તે ય વિશેષે કોઈ સ્થૂલ અંશનું જ ઐકાન્તિક અનુસરણ નવીનોમાં પણ છે. હજી પણ છંદને ખાતર છંદ, પ્રાસને ખાતર પ્રાસ, અલંકારને ખાતર અલંકાર, શૈલીને ખાતર શૈલી કે વિષયને ખાતર વિષય પ્રયોજાય છે; કાવ્યના એકાદ અંગનો નિતાન્ત અતિરેકભર્યો પ્રયોગ થાય છે. નવીનોમાં પ્રાયઃ દરેકની કોઈ ને કોઈ કૃતિમાં આવી કોઈ ને કોઈ ક્ષતિ આવેલી છે. અને તેટલે અંશે હજી આપણી કવિતાની દૃષ્ટિ તલગામી અને સમજભરેલી નથી થઈ એમ કહેવું પડશે.

૪ – મૂલ્યોમાં સંદિગ્ધતા અને વિકૃતિઓ
{{Poem2Close}}
'''૪ – મૂલ્યોમાં સંદિગ્ધતા અને વિકૃતિઓ'''
{{Poem2Open}}
કાવ્યના સ્થૂલ બહિરંગમાં જ આમ અટવાઈ રહેવું એ કાવ્યત્વની સમજનો સહેજ સાવધાનીથી અને થોડીક સાચદિલીથી સરળતાથી નિવારી શકાય એવો દોષ છે, પરંતુ એથી યે વિશેષ દુર્વાર એક બીજું તત્ત્વ છે જે નવીન કવિતામાં જણાય છે. એ આપણા આજના માનસનું જે પ્રતિબિંબ છે. અને આપણા ઘડતર સાથે તે એટલું સંકળાયેલું છે કે તેનું નિવારણ એટલું સરળ લાગતું નથી. આપણે જોયું કે આ યુગ ક્રાન્તિનો અને બદલાયેલાં અને બદલાઈ રહેલાં મૂલ્યોનો છે. એ સંક્રાન્તિકાળની દશામાં જૂનાં મૂલ્યો તરફ વિમુખતા, ઉપેક્ષા અને સંશય જન્મે છે; નવાં મૂલ્યોનો વધારે પડતા ઉત્સાહથી અને ઓછી સમજબુદ્ધિથી સ્વીકાર થાય છે; પોતપાતાની માન્યતાઓ અને ભાવનાઓ પ્રત્યે આસક્તિ અને મમતા જાગે છે, સત્યનું શોધન કરવા જતાં અસત્ય પણ હાથ આવે છે; અસત્યનો પરિહાર કરવા જતાં ઘણુંએક સત્ય છોડી દેવાય છે; જૂનામાં નવું સંસ્કરણ કરવા જતાં તેમાં વિકરણ અને વિકૃતિ પ્રગટે છે. જીવનનાં તેમજ કાવ્યકળાનાં મૂલ્યાંકનોમાં પણ આમ સંદિગ્ધતા અને વિકૃતિઓ અને અજ્ઞાનભરેલા ખ્યાલો અને અતિઆગ્રહો આ ગાળામાં રહ્યા છે. કાવ્યની વિચારપ્રધાનતા કે સર્વજનભોગ્યતા, પુણ્યની પાળો અને શિષ્ટતાની સીમાઓ, ઉચ્છિષ્ટનો સમાહાર અને તિરસ્કૃતનો આત્મભાવ, એવાં એવાં તત્ત્વો આ ગાળાની કવિતાના આંતરસત્ત્વમાં જોવામાં આવે છે. વિકાસને માર્ગે સહૃદયતાપૂર્વક આગળ વધતાં જે જે અવસ્થાઓમાંથી અનિવાર્યપણે પસાર થવું પડે તેવી અવસ્થાઓમાંથી આવાં જે જે વલણો જન્મ્યાં છે તે સમજી શકાય તેવાં છે, અને તે સહાનુભૂતિનાં પાત્ર પણ છે. નવીન કવિતા હજી વિકસતા માનસની કવિતા છે. એની પાસેથી સર્વસમન્વિત પૂર્ણ સંવાદમય સર્વગ્રાહી જીવનદર્શનની કે કવનની અપેક્ષા હજી અકાળે છે. આપણા કેટલાક વિચારકો અને કવિઓ કરતા આવ્યા છે તેમ જીવનમાંથી પોતે સમજબેસમજમાં તારવેલાં ગણ્યાંગાંઠ્યાં, ઉપરછલ્લાં અને પૂર્ણતાના આભાસવાળાં તત્ત્વોની નાનીમોટી રકમોનો સાચોખોટો સરવાળો કરીને આપી દેવો એ કંઈ જીવનનું દર્શન ન ગણાય. પૂર્ણ સમન્વયયુક્ત અને તલગામી દર્શન આપણી પ્રાચીન કે અર્વાચીન કવિતાને કદી મળ્યું છે કે કેમ એ પણ પ્રશ્ન છે.

ભવિષ્યનું કાર્ય : મૂલ્યોનું સંસ્કરણ
{{Poem2Close}}
'''ભવિષ્યનું કાર્ય : મૂલ્યોનું સંસ્કરણ'''
{{Poem2Open}}
નવીન કવિતાનું ભવિષ્ય ભવિષ્ય જેટલું જ અનંત છે, નિરવધિ છે, અને આકાર વિનાનું પણ છે. આપણું જીવનતત્ત્વ કઈ રીતે વિકસશે એના ઉપર કવિતાના વિકાસનો આધાર છે. અત્યારે બહુબહુ તો આપણી કવિતા પાસે જે પ્રશ્નો અને કાર્યો પડેલાં છે તેમાં તેણે જે જે કંઈ મેળવ્યું છે અને હજી મેળવવાનું છે તે પ્રત્યે માત્ર આંગળી ચીંધી શકાય. સૌથી પ્રથમ તો આપણાં મૂલ્યાંકનો, ભાવનાઓ અને આદર્શો ફરીથી તપાસણી માગી લે છે. તાજેતરમાં પૂરા થયેલા વિશ્વયુદ્ધે આપણી ભાવનાઓ અને આદર્શોની ઘણીઘણી કસોટી કરી છે અને તેમાં જે જે કાર્યક્ષમતા અને તત્ત્વની અંતિમાંતિમતા આપણને પહેલાં દેખાતી હતી તેવી હવે દેખાતી નથી. જીવનને પ્રેરનારું અને ઘડનારું કોક વધારે કર્મબળવાળું અને સૂક્ષ્મત્તર તત્ત્વ માનવજાતિએ હજી જાણવાનું છે અને મેળવવાનું છે. ગુજરાતનો મહાકવિ જે વસન્તનાં ગાન ગાયા કરે છે તે હજી આવવાની છે. ગુજરાતી કવિતાએ ‘વસન્તોત્સવ’ ઊજવી લીધો હોવા છતાં જગત હજી ધીખતી ધરાની દશામાં રહ્યું છે. સર્વસમન્વય અને વિશ્વશાંતિનાં દર્શનની ઝંખના છતાં સંઘર્ષ અને સંહાર એ માનવજીવનના વિકાસનાં આલંબન રહ્યાં છે. આ બધી દિગ્મૂઢતાઓમાંથી નીકળીને સ્થિર ધ્રુવ તત્ત્વપ્રકાશની અને જીવનવિધાયક શક્તિની પ્રાપ્તિ કરાવે તેવું જીવનદર્શન આપણે પ્રાપ્ત કરવાનું છે. આપણો નવીન કવિ હવે કેવળ ‘ગુજરાતી’ રહ્યો નથી. આપણા મહાકવિઓ કૃષ્ણ અને રામ જેવી વિરાટ વ્યક્તિત્વવાળી વિભૂતિઓને આજ લગી ‘શુદ્ધ ગુજરાતી’ બનાવતા રહ્યા છે એ સ્થિતિમાંથી નીકળી જઈ, નવીન કવિએ પોતાનું દૃષ્ટિવર્તુલ કેવલ હિંદવ્યાપી જ નહિ પણ જગદ્‌વ્યાપી વિચારશીલતાની ભૂમિકા લગી વ્યાપક કરવાનું છે; માનવસંસ્કૃતિના વેદકાળથી શરૂ થતા પ્રાચીનતમ આવિર્ભાવોથી માંડી આજ સુધીના નવીનત આવિર્ભાવોને સમજવાના છે; હિંદે વિકસાવેલી સૂક્ષ્મ જીવનસાધનાઓ, માનસવિદ્યાઓ, તંત્રરચનાઓ, શક્તિપ્રયોગોનાં રહસ્યોથી માંડી પશ્ચિમે સાધેલા જડતત્ત્વના પ્રચંડ શક્તિસ્ફોટને તથા સ્થૂલ જીવનના વિરાટ સામુદાયિક સંયોજનને સમજવાનાં છે. જો તે જોઈ શકે તો તેણે માનવના ભાવિ વિકાસની પણ કંઈક સત્યપ્રતિષ્ઠિત એવી ઝાંખી કરવાની છે અને એ સર્વમાંથી પોતાનું કાવ્યનું નિર્માણ કરવાનું છે.

સર્જનવ્યાપાર
{{Poem2Close}}
'''સર્જનવ્યાપાર'''
{{Poem2Open}}
આવા વિશાળ કાર્ય માટે કવિએ પોતાની પ્રતિભાને કળાશક્તિની વિવિધ સામગ્રીથી સજ્જ કરવાની છે. અને એથી યે વિશેષ કાવ્યની બહિરંગી અને સ્થૂલપ્રધાન દૃષ્ટિમાંથી, તે રીતની એકાંગી અને મુગ્ધ ઉપાસનામાંથી નીકળી જઈ કાવ્યની સ્થૂલસૂક્ષ્મ સામગ્રીનું જેને લીધે રસત્વ સધાય છે તે સર્જકતાની અંદર સ્થિત થવાનું છે. આ સર્જકતા-સર્જનવ્યાપાર-કવિચિત્તની અતીન્દ્રિય સંવેદન-અવસ્થા, કે જેના સ્ફુરણને બળે જે કાવ્યનું કાવ્યત્વ બંધાય છે, જેનું સ્ફુરણ એ વિશ્વમાં પ્રવર્તતી સર્જકશક્તિની કોટિનું, કહો કે તેના જ એક અંગરૂપ છે, અને જેના પ્રત્યેક સ્ફુરણ સાથે સૌન્દર્ય અને રસનું અમૂર્ત એવું તત્ત્વ કોક વિશિષ્ટતાવાળા ઘાટમાં સાકાર બને છે; જેનું સ્ફુરણ જગતની સ્થૂલસૂક્ષ્મ સામગ્રીને ઉપાદાન રૂપે લઈ કે કદી નવી જ સામગ્રીનો આશ્રય લઈ, તેમાં પોતાને અનુસ્યૂત કરી દઈ પોતાના નવીન પ્રાદુર્ભાવની સૌન્દર્યમુદ્રા એ આખી રચનાના આંતરબાહ્ય એક એક અંશ ઉપર મૂકી આપે છે; એ સર્જકતાની અગમ્ય રહેતી છતાં કવિના અનુભવમાં કોક વાર તો અવશ્ય આવી જતી અવસ્થા સાથે કવિએ અનુસંધાન સાધવાનું છે, તેના પ્રત્યે ઉન્મુખ થઈ તેમાં યથાશક્ય સ્થિતિ પ્રાપ્ત કરવાની છે.

એ અવસ્થામાં દૃઢ થતાં કાવ્યનાં અંગઉપાંગોનું નવવિધાન, તેના નવાનવા આવિર્ભાવો, તેમની નવીન શક્યતાઓ આપોઆપ પ્રકટ થવા લાગશે. કાવ્યનો છંદ તેનામાં સ્ફુરેલા સર્જકતાના સ્પન્દમાંથી આપોઆપ સ્પન્દિત થશે; જેમ વાલ્મીકિનો શોક એનું શ્લોકત્વ સાથે લઈને જ જન્મ્યો હતો તેમ કવિનો આંતરભાવ, તેનો ચિત્તક્ષોભ, તેની પ્રેરણા, તેની ચેતનાનું સ્ફુરણ આપોઆપ છાંદસ સ્વરૂપ પામશે, વીસરાઈ ગયેલા, ઉપેક્ષિત બનેલા કે ક્ષમતા વિનાના જણાયેલા છંદોમાં નવી કાર્યક્ષમતા જણાઈ આવશે.  છંદની માફક કાવ્યનો શબ્દ પણ એવી રીતે પોતાની અર્થવ્યંજકતા લઈને આવશે. માનવવાણીનાં બધાં શબ્દરૂપો એ સર્જકતાના સ્પર્શથી એકસરખી સૌન્દર્યમયતા ધારણ કરશે. પછી શિષ્ટ અને ઉચ્છિષ્ટના, ગ્રામીણ અને નાગરિકના, અજ્ઞાન કે અહંકાર પર ઊભા થયેલ સ્થૂલ ભેદ નહિ રહે; ઊલટું, સર્જકતાની સરાણ ઉપર ઘસાતી રહેતી ભાષા શબ્દશક્તિના કંઈક અવનવા સ્ફુલિંગો ઝબકાવશે.

Line 112: Line 127:
નવીન કવિતા પાસેના પ્રશ્નો : છંદ, પદ અને બાની

નવીન કવિતા આ બધું કંઈક સ્પષ્ટ અને કંઈક અસ્પષ્ટ રૂપે સમજી રહી છે અને કરી રહી છે. તેના છંદોમાં, શબ્દોમાં, બાનીમાં, કાવ્યપ્રકારોમાં અને જીવનની સમજમાં સૌન્દર્ય અને સંવાદનાં તત્ત્વો વધવા લાગ્યાં છે, અને હજી વધશે. ગણબદ્ધ વૃત્તો ઉપરાંત માત્રામેળ અને લયમેળ વૃત્તોની શક્યતાઓ વધારે જણાવા લાગી છે. છંદના ગાણિતિક સ્વરૂપ કરતાં તેની પાછળ સૂક્ષ્મ લયતત્ત્વ ઉપર કવિઓની નજર વધુ ચોટવા લાગી છે. પ્રત્યેક વૃત્તના આ કેન્દ્રગત લયને પકડી લીધા પછી તેનાં અનેકવિધ સંયોજનો, પંક્તિઓ અને કડીઓનાં યથેચ્છ અને યથાવશ્યક કદ અને લંબાણ રચી શકાય છે. કાવ્યની ભાષામાં પણ પ્રત્યેક શબ્દની અર્થવ્યંજકતા, તેનું વિશિષ્ટ વાતાવરણ, તેની ઓજસ કે માધુર્ય કે પ્રસાદને વ્યક્ત કરવાની સંકેતશક્તિ તથા વર્ણઘટના એ હજી વધારે ઝીણવટભરેલો, ભાષાજ્ઞાન અને રસદૃષ્ટિ એ બંને ઉપર સારી રીતે પ્રતિષ્ઠિત બનેલો એવો અભ્યાસ માગી લે છે. અને એથી યે વધારે, કાવ્યમાં એનો પ્રયોગ કરવામાં પૂરતી સાવધાનતા અને સાથેસાથે હિમ્મતની જરૂર છે. કાવ્યની બાની એ બધા કરતાં ય વધારે ઝીણો અને નિયમોમાં ન બાંધી શકાય તેવો વિષય છે. કવિનું વ્યક્તિત્વ, તેની જ્ઞાનસંપત્તિ, તેની મનોવૃત્તિ તથા કાવ્યનો વિષય, કાવ્યનું લક્ષ્ય, તેમાંનો રસ તથા તે વખતના દેશ અને કાળ એ બધાંમાંથી પ્રત્યેક કાવ્યની બાની નિર્માણ પામે છે. દરેક યુગની કાવ્યબાની જુદી હોય છે. વળી એ યુગના દરેક કવિમાં એ બાની પાછી જુદી જુદી છટા લેતી હોય છે, અને કવિની કૃતિએ કૃતિએ પણ બાની જુદી જુદી બને છે. એમાં કોઈ સર્વસામાન્ય નિયમ જો આપવો હોય તો તે ઔચિત્યનો આપી શકાય. જે લક્ષ્યપૂર્વક, જે રસ માટે, જે વર્ગને ઉદ્દેશીને રચના થઈ હોય તો તેનો પૂર્ણ ઔચિત્યપૂર્વક નિર્વાહ કરી શકે, અને પોતાનું કશુંક વ્યક્તિત્વ, ચારુત્વ અને નવત્વ નિપજાવતી રહે : આથી વધારે બાની માટે કહેવું મુશ્કેલ છે.

કાવ્ય-રૂપો
{{Poem2Close}}
'''કાવ્ય-રૂપો'''
{{Poem2Open}}
કાવ્યના પ્રકારોમાં ઘણાએક પ્રકારો આપણે ખેડ્યા છે એમાં સૌથી સફળ પ્રકાર અર્વાચીન રીતિના ઊર્મિકાવ્યનો છે. પણ હજી આપણે ત્યાં ગીત, આખ્યાન, કથાકાવ્ય-નાટક અને પ્રબંધાત્મક રચનાઓ વિકસવાની જરૂર છે. આપણા ગીતનું જે તળપદું અને વિશિષ્ટ ચારુત્વ છે, વિષયનિરૂપણની એની જે લાક્ષણિક રીતિ છે, અને એમાં જે માધુર્ય છે તે હજી અર્વાચીન કવિતાએ સિદ્ધ કરવાનું છે. ઊર્મિકાવ્ય સિવાયની બીજી વસ્તુપ્રધાન રચનાઓ આખ્યાન, ખંડકાવ્ય, કથાકાવ્ય, કાવ્ય-નાટક કે પ્રબંધ એવા વિવિધ અભિધાનવાળા પ્રકારોમાં વહેંચાય છે. અર્વાચીન કવિએ કેવળ ઊર્મિમાંથી નીકળી જીવનના વિશેષ પ્રકારના નિરૂપણ તરફ વળવાની પણ જરૂર છે. એમાં આ બધા પ્રકારોનો યથારુચિ યથાશક્તિ અને નિષ્ફળતા માટે તૈયાર રહીને, પ્રયોગને ખાતર પણ, પ્રયોગ કરવો જોઈએ. આપણા પ્રાચીન કવિઓનાં જેવાં આખ્યાનો, લોકગીતોના રાસડા, ‘બૅલડ’ કે પ્રશસ્તિઓ જેવાં કથાકાવ્ય, ખંડકાવ્યોની રીતે યા બીજી અનુકૂળ રીતે અર્વાચીન જીવનને સ્પર્શતા વસ્તુના પ્રબંધની શક્યતા અજમાવવા જેવી છે. ખંડકાવ્યોનો પ્રકાર આપણે ત્યાં શરૂ થઈને પછી એકાએક અટકી ગયો છે એ કેમ બન્યું તે તપાસવા જેવું છે. આપણા ગદ્યમાં વાર્તા, નવલકથા તથા નાટકના વિકાસને લીધે આ બધી વસ્તુપ્રધાન રચનાઓ ઓછી થઈ છે. એક રીતે એ સારું થયું છે. કવિતાને માથેથી કેટલોક ભાર વધારે સમર્થ વહનશક્તિવાળાં રૂપો ઉપર ચાલ્યો છે, છતાં આ કાવ્યપ્રકારોની ઉપયુક્તતા હજી નિર્મૂળ થઈ ગઈ છે કે કેમ તે પ્રયોગ કર્યા વિના સ્વીકારી ન લેવું જોઈએ. યુરોપ-અમેરિકામાં આ રીતના પ્રયોગો ચાલે છે. આ વસ્તુપ્રધાન વિષયોને કાવ્ય પોતાની રીતે નિરૂપતાં તેમાં કશુંક વિશિષ્ટ રસત્વ, ચારુત્વ અને સાર્થકતા લાવી શકે છે કે કેમ તે હજી આપણે નાણી જોવાનું છે.

કાવ્ય-નાટક
કાવ્ય-નાટક
કાવ્ય-નાટક એ યુરોપના સાહિત્યનું વિશિષ્ટ અંગ છે. આપણું સંસ્કૃત  નાટક પદ્ય અને ગદ્યનું લાક્ષણિક મિશ્રણ છે. એ રૂપ પણ અજમાવવા જેવું છે. ‘રાઈનો પર્વત’ ‘કાન્તા નાટક’ અને બીજી થોડી અજાણી કૃતિઓ પછી આ પ્રકાર આપણે ત્યાં ખેડાયો નથી. વળી કેવળ કાવ્ય કરતાં નાટ્યનું સંવિધાન એક નવી અને વિશિષ્ટ પ્રકારની શક્તિ માગી લે છે. આખું નાટક છંદમાં લખવું એ વળી એક બીજા પ્રકારના પ્રશ્નોની હારમાળા ઊભી કરે છે. પરંતુ પ્રત્યેક નાટકકારમાં કવિની શક્તિ હોવી જરૂરી છે, અને હોય છે; તે મુજબ પ્રત્યેક કવિમાં, ખાસ કરીને વિશેષ પ્રતિભાશીલ કવિમાં વસ્તુનિરૂપણની નાટ્યાત્મક રીતિ પર કાબૂ હોવો જરૂરી છે. કવિ નાટક લખે કે ન લખે એ જુદી વાત છે, પણ વસ્તુપ્રધાન કવિતાનું નિરૂપણ પણ, તે જ્યારે અસરકારક બને છે ત્યારે તેમાં નાટ્યાત્મકતાના તત્ત્વે જાણ્યેઅજાણ્યે મોટો ભાગ ભજવ્યો હોય છે જ. નાટકને માટે આપણી આગળ છંદની પણ શોધ બાકી છે. ડોલનશૈલી કે પૃથ્વીછંદ એ માટે યોગ્ય નથી જણાયાં. નાટકમાં આવતી અનેકવિધ પાત્રસૃષ્ટિની અનેકવિધ ભાવવૃત્તિઓને એકસરખી ઝીલી શકે એવો મુલાયમ અને લયવાહી છંદ આપણે જોઈએ છે. અને તે માટે વનવેલી જેવા અક્ષરમેળવૃત્ત કરતાં ઓછા તાલપ્રધાન અને વધારે લયપ્રધાન એવા હરિગીત સવૈયા કટાવ કે લાવણીના પ્રયોગો પણ કરવા જોઈએ. વળી એક જ વૃત્તની કલ્પનાને ન વળગી રહેતાં એક કરતાં વધારે વૃત્તોને પણ અજમાવી જોવાં જોઈએ. આ દિશામાં કેટલાક પ્રયોગો થયા છે, પણ હજી વધારે વસ્તુપ્રધાન બનીને એ પ્રયોગો થવાની જરૂર છે.

મહાકાવ્ય
{{Poem2Close}}
'''મહાકાવ્ય'''
{{Poem2Open}}
વસ્તુપ્રધાન રચનાઓના પ્રકાર વર્ણવતાં મેં ‘મહાકાવ્ય’ શબ્દને જાણી-જોઈને એમાં મૂક્યો નથી. કાવ્યના સ્થૂલ રૂપની રીતે જોઈએ તો આ પ્રબંધાત્મક રચનાઓ મહાકાવ્યની લગભગ નજીક જઈ બેસે છે. અને કાવ્યત્વની રીતે જોઈએ તો તેની રચના આયોજનનું અને દર્શનનું અસાધારણ સામર્થ્ય ધરાવતી પ્રતિભા ઉપર જ કેવળ અવલંબે છે. વળી જગતનાં જે જે કાવ્યો ‘મહાકાવ્ય’ તરીકે સ્વીકારાયાં છે તેના અંતસ્તમ તત્ત્વમાં જીવનનો વિરાટ કોટિનો ઉચ્છ્‌વાસ અને સૃષ્ટિના જેવું વૈશ્વિક સ્ફુરણ જોવામાં આવે છે. છતાં દેશ અને કાળ પરત્વે એનાં બાહ્ય સ્વરૂપ પલટાતાં રહ્યાં છે. રામાયણ અને મહાભારત તથા રઘુવંશ અને કિરાત એ બંને એકસરખી કોટિનાં કાવ્યો નથી. રામાયણ મહાભારત અને તેના જેવા જ વિસ્તાર અને વસ્તુવાળાં પુરાણો અને ભાગવત વચ્ચે પણ ફેર છે. યુરોપનાં ‘ઇલિયડ’ અને ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ વચ્ચે પણ ફેર છે. હવેનું મહાકાવ્ય પણ છેક જુદા ઘાટવાળું બને તો તે તદ્દન સંભવિત છે. પણ એ ઘાટ ગમે તે હોય, તેમાં ગમે તે રીતનો છંદપ્રયોગ હોય, ગમે તે રીતનું તેનું વસ્તુ હોય તો પણ તેની પાછળ આ મહાકાવ્યોનો જે ધબકાર છે, જે ધબકાર આજે આપણે મહાન નવલકથાઓમાં જોઈએ છીએ, તે તો હોવો જ જોઈએ, જીવનનાં ગહન તલોમાં એ કાવ્યે પહોંચવું જોઈએ, એ કાવ્યે પર્યાપ્ત રીતે વ્યાપક પણ થવું  જોઈએ, અને સૃષ્ટિનો કોક રહસ્યભર્યો પટ ઉકેલાતો હોય, દૃશ્યઅદૃશ્ય તત્ત્વોની લીલાઓ છતી થતી હોય, અને તેની પાછળ અવિરોધ્ય એવાં ઋત અને ચિત્તનું પ્રવર્તન પ્રત્યક્ષ થતું હોય એવું એવું, જે ઊર્મિકાવ્યને માટે શક્ય નથી, લાંબાં કે ટૂંકાં કથાકાવ્યો કે પ્રબંધોમાં જે શક્ય નથી તેવું કંઈક અસાધારણ લોકોત્તર વિરાટ નિર્માણ થવું જોઈએ.

કાવ્યનિર્મિતિ
{{Poem2Close}}
'''કાવ્યનિર્મિતિ'''
{{Poem2Open}}
થવું જોઈએ? નિયતિકૃતનિયમરહિતા એવી કવિતાએ અમુક કરવું જ, અમુક ન જ કરવું એમ ખરેખર કહી શકાય? અને એવા એવા કેવળ બુદ્ધિએ નિપજાવેલા આદેશો નીકળ્યા કરે તો પણ, વિશ્વમાં ચાલી રહેલી નિગૂઢ સર્જનક્રિયા જેવી આ કાવ્યસર્જનની નિગૂઢ સ્ફુરણાવાળી પ્રવૃત્તિ પણ આવા આદેશો પ્રમાણે જ વિકસશે એમ કેમ કહેવાય? આ બધા કાવ્યપ્રકારો ભવિષ્યની સર્જનવૃત્તિને જરૂરી લાગશે જ એમ કહેવું મુશ્કેલ છે. ‘મહાકાવ્ય’ની રચના પણ હવેના જીવનમાં શક્ય બનશે જ નહિ એમ નહિ કહી શકાય. બને તો તે વળી કેવું રૂપ લેશે એ પણ આજે કલ્પી ન શકાય. કાવ્યનું નિર્માણ જો બુદ્ધિથી નિયમિત નથી થતું, તેની અધિષ્ઠાત્રી શક્તિ અનન્યપરતંત્રા અને સર્વથા સ્વાયત્ત અને સ્વૈરગામિની છે, તો પછી એ સર્જનશક્તિના પોતાના લોકોત્તર સ્ફુરણ ઉપર જ એ વાત છોડવાની રહે છે, માત્ર વિવેચકે જ નહિ, પણ કવિએ પોતે પણ. જીવનના કોક અધિક આલોકિત, અધિક સમૃદ્ધ પ્રદેશમાંથી કાવ્યનું સ્ફુરણ કવિમાં થાય છે, અને પ્રધાનતઃ તે કાવ્ય પોતાનાં આંતરિક બળ અને તેજમાંથી પોતાનો ઘાટ ઘડે છે. સર્જનની ઉત્તમ ક્ષણોમાં કવિ નિઃસ્પન્દ બનેલા કરણ જેવો હોય છે. તેનાં અર્ધઆલોકિત નિમ્ન કરણોની દખલ જેટલી ઓછી તેટલું પેલી સર્જનની ઊર્ધ્વ સરવાણીનું વહન વધારે નિર્બંધ અને સૌન્દર્યસંપન્ન. કવિની જાગ્રત પર્યેષક બુદ્ધિ એ સૌન્દર્યને સમજે, અને એનામાં જે પ્રગટતું હોય તે જો સાચા અને વિશુદ્ધ મૂલમાંથી નહિ પણ બીજા કોઈ સ્થળેથી અપરૂપ વિરૂપ કે કુરૂપ બનીને આવતું હોય તો તેવા સર્જનનો ઇન્કાર કરે કે શક્ય હોય તેટલું તેનું સંસ્કરણ કરે. ગમે તે રીતે કાવ્યનું નિર્માણ થાય, તે ગમે તે ઘાટ લે, નાનો કે મોટો, કવિએ અને કાવ્યકળાના ભક્તે એટલું જ જોવાનું છે કે, કાવ્ય એ જીવનસત્ત્વનું સૌન્દર્ય અને આનંદના સ્વરૂપમાં થતું સ્ફુરણ છે, તો પછી એવા સ્ફુરણ માટે તેણે પોતાની રસવૃત્તિને અને સર્જનશક્તિને સજ્જ કરવાની છે, અને આ પ્રાકૃત લોકમાં સૌન્દર્ય અને આનંદની એ અપ્રાકૃત લોકોત્તર ચમત્કૃતિ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સધાય ત્યારે એની કૃતજ્ઞતાપૂર્વક અર્ચના કરવાની છે.

<br>{{HeaderNav2
{{Poem2Close}}
|previous =    નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ
<br>{{HeaderNav
|next =  દામોદર ખુશાલદાસ બોટાદકર
|previous =    [[અર્વાચીન કવિતા/ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો|ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો]]
|next =  [[અર્વાચીન કવિતા/ખંડક ૩.૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
}}
}}

Navigation menu