ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પહેલો વરસાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પહેલો વરસાદ | કાકાસાહેબ કાલેલકર}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/87/SHREYA_PEHLO_VARSAAD.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • પહેલો વરસાદ - કાકાસાહેબ કાલેલકર • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
કાલે સાંજે વરસાદનું વાતાવરણ ખરેખરું જામ્યું હતું. જ્વાળામુખીના શિખરના દ્રોણમાં ધાતુઓનો રસ સીઝતો હોય તેમ આકાશમાંનાં વાદળાં ખદખદતાં હતાં. પ્રથમ બહુ ધીરે ધીરે ને પાછળથી ઝપાટાથી. વાદળાંને રંગ અસાધારણ સુંદર આવ્યો હતો પણ તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. કાળી સ્લેટમાં કોક કોક વખત લીલો રંગ મળેલો દેખાય છે તેની ઉપમા કદાચ આપી શકાય. ગોરા બાળકના શરીર ઉપર લીલા અને ભૂરા રંગનું મિશ્રિત એવું લાખું હોય છે તેનું સ્મરણ પણ આ વાદળાં જોતાં થાય. પણ ખરેખર તે રંગનું વર્ણન કરવા ભાષામાં પૂરતા શબ્દો જ નથી. અંગ્રેજીમાં ચટણીરંગ કરીને એક જાણીતો રંગ છે. ઇમારતોના પથ્થર માટે તથા ચોપડીનાં પૂંઠાં માટે તે રંગ પસંદ કરવામાં આવે છે, પણ સજલ મેઘોના તેજસ્વી શ્યામ વર્ણમાં લીલા રંગની જે સૂક્ષ્મ છટા કોક વાર દાખલ થાય છે તેની નરમાશ, કોમળતા અને મોહકતા બીજે ક્યાંય જોવા મળે નહીં. માત્ર યૌવનની કાન્તિ કે લાવણ્ય આ મેઘકાન્તિની કંઈક બરાબરી કરી શકે.

Navigation menu