ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વાર્તાકાર પેટલીકર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
આ સમયમાં વાર્તાલેખન પેટલીકર માટે અનેક શક્યતાઓથી ભરેલું હતું, પણ પેટલીકરે, નવલકથામાં રાખ્યો હતો એ જ રીતે, વાર્તામાં પણ સમાજવર્ણન કરવાનો દૃષ્ટિકોણ રાખ્યો. સમાજવર્ણનની ભૂમિકાથી પેટલીકર સુધારો અને આદર્શ તરફ ખસતા ગયા. તે છેક ૧૯૬૨ સુધી એમની વાર્તાલેખનપ્રવૃત્તિ ચાલી ત્યાં સુધી પેટલીકરે વાર્તામાં ગ્રામીણ/શહેરી સમાજ, એના પ્રશ્નો, આર્થિક સમસ્યાઓ, સુધારો કે નારીશિક્ષણની ગતિવિધિઓ, બદલાતા સમય-સંદર્ભમાં આવતાં પરિવર્તનો, કુટુંબ, ગામ ને સમાજના, જ્ઞાતિના નવા નવા પ્રશ્નો વગેરેનું નિરૂપણ-વર્ણન કર્યા કર્યું હતું. પન્નાલાલમાં પ્રારંભે વર્તાયેલો થોડોક રોમૅન્ટિક અભિગમ પેટલીકરમાં નથી મળતો. પેટલીકરે તો વાસ્તવવાદી દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. એ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને વાર્તા લખતા હોય ત્યારે પણ, મોટેભાગે, એ સમાજને જ જોતા-દર્શાવતા લાગશે. પેટલીકરની વાર્તાઓ વ્યક્તિથી સમાજ તરફ ગતિ કરે છે. વ્યક્તિગત સંવેદના કે દુઃખદર્દ પેટલીકર વર્ણવે છે ખરા, પણ એમના મનમાં ત્યારેય એનું જનરાઇલેશન કરવાનું વલણ હોય છે, એના ઉદાહરણમાં ‘દુઃખનાં પોટલાં’ જેવી વાર્તા જોઈ શકાય. સમાજવર્ણનની નેમ અને સુધારાનું ધ્યેય પેટલીકરની વાર્તાઓને બીબાંઢાળ અને ખાસ પ્રકારના નવોન્મેષ વિનાની કરી મૂકે છે. એ વાર્તાઓ સંકેતો, વ્યંજના, પ્રસંગોની સુનિયોજિત ગોઠવણ, સંવેદનોનું સઘન નિરૂપણ, સંઘર્ષની-કટોકટીની તનાવપૂર્ણ પળ — ક્ષણ ઇત્યાદિ લક્ષણો ભાગ્યે જ ધરાવે છે. એમની થોડીક સફળ નવલિકાઓને બાદ કરતાં પેટલીકરની ઘણીખરી વાર્તાઓ માત્ર કથાવર્ણન કે પ્રસંગ કક્ષાએ ગાથા બનીને અટકી જાય છે. એમાં પણ એમનો સમાજલક્ષી અભિગમ જ જવાબદાર રહ્યો છે. નવલકથા અને નવલિકા બંનેમાં પેટલીકર એમના નજીના પુરોગામી અને યુગમૂર્તિ વાર્તાકાર ર. વ. દેસાઈના વારસદાર લાગે છે, અને એટલે ૧૯૫૫ પછી નવી વાર્તાનાં વલણો પણ એમને પ્રભાવિત કરતાં નથી. એ તો સમાજને, સમાજની ઘટનાઓને વાસ્તવની ભોંય પરથી વર્ણવે છે. માનવકલ્યાણ/સમાજકલ્યાણ એમના દૃષ્ટિકોણમાં કાયમ રહે છે. ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને લખવામાં વાર્તાકાળને હાનિ થાય છે કે નહીં એની એમણે હમેશની જેમ પરવા નથી કરી. એ રીતે એમણે જે પોતાની દૃષ્ટિમાં નથી ને કદાચ ગજા બહારનું છે એને વળગી રહેવાનો દંભ પણ કર્યો નથી. થોડીક વાર્તાઓની મદદથી એમના, આવાં લક્ષણો ધરાવતા, વાર્તાજગતને આપણે તપાસી જોઈશું.

પેટલીકરના અગિયાર વાર્તાસંગ્રહો અને પાંચ વાર્તાસંકલનો પ્રગટ થયાં છે. ‘તાણાવાણા’ (૧૯૪૬), ‘પટલાઈના પેચ’ (૧૯૪૬), ‘માનતા’ (૧૯૪૭), ‘પારસમણિ’ (૧૯૪૯), ‘કાશીનું કરવત’ (૧૯૪૯), ‘ચિનગારી’ (૧૯૫૦), ‘લોહીની સગાઈ’ (૧૯૫૨), ‘અભિસારિકા’ (૧૯૫૪), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘મીનપિયાસી’ (૧૯૬૦), ‘કઠપૂતળી’ (૧૯૬૨) ઉપરાંત એમનાં સંકલનોમાં પેટલીકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ કે ‘વાર્તાવૈભવ’ ધ્યાનપાત્ર છે. દોઢસો જેટલી વાર્તાઓનું સર્જન-લેખન એ કંઈ નાની-અમથી ઘટના ન ગણાય. પણ આમાં ધ્યાનપાત્ર, આસ્વાદ્ય વાર્તાઓ કેટલી? એવો પ્રશ્ન પણ થાય. વાર્તાકાળની એકાદી વિશેષતા પણ ન ધરાવતી વાર્તાગંધી રચનાઓ જ અધઝાઝેરો ભાગ રોકે છે ત્યારે સુપાઠ્ય વાર્તાઓ ઓછી મળવા સંભવ છે ને ઉત્તમ નવલિકાના માનદંડે પાસ થતી વાર્તાઓ તો એકાદ આંગળીના વેઢે ગણાય એટલી જ મળવાનો સંભવ છે. પન ગુણવત્તા ગણિતથી ઉપર છે. સફળ કૃતિઓનું મૂલ્ય એના સર્જકને સર્જક ઠેરવવા પૂરતું ગણાવું ઘટે.

‘દુઃખનાં પોટલાં’ઃ ગામડેથી શહેરમાં આવી વસેલા એક વણકર કુટુંબની આ વાર્તામાં વાલી કેન્દ્રસ્થ સ્રીપાત્ર છે. વાલીએ રંડાપો વેઠીને દીકરા મોટા કર્યાં. બબ્બે ઘર કર્યાં ને મોટા દીકરા ગણેશને પરણાવ્યો છે. બધાં મિલમાં નોકરી કરે છે, ને ખાધેપીધે સુખી છે. પણ વાલીની ઉપરવટ જઈને દીકરો અને વહુ દિયરના છોકરાની જાનમાં જાય છે, જે દિયરે વાલીને પજવવામાં ન એની મિલકત પડાવી લેવાના પેંતરા રચવામાં કશું બાકી નહોતું રાખ્યું. એટલે દીકરા-વહુનું  પગલું વાલીને હાડોહાડ લાગી આવે છે એ મિલથી આવી એવી પહેર્યે કપડે ઘર છોડી જાય છે. એ પછી વાલું મનોમંથન વર્ણવતાં વર્ણવતાં લેખકે એને પિયરમાં બહેનને ત્યાં જતી બતાવી છે. ‘દીકરો જાનેથી આવીને બાને મનાવી લેવા આવશે ને પોતે બે વાતો કહીને માનીય જશે’ — એમ મન સાથે ગોઠવતી વાલીને બોલાવવા દીકરો ચાર ચાર દિવસ લગી આવતો નથી. આખરે બહેનને ઘેરથી પાછાં જવાને બહાને નીકળેલી વાલી ‘કૂવોહવાડો’ કરવાને બદલે પીપળાની ટોચે ચડીને પડતું મૂકે છે. ત્યારે ગણેશ, એનો મામો ને લલ્લુ વાલીની શોધમાં ત્યાં પાસેથી નીકળતાં કોઈને પીપળેથી પડતું મૂકતાં જોઈને ત્યાં આવે છે! પણ ખેલ ખલાસ થઈ ગયો છે!
'''‘દુઃખનાં પોટલાં’''' : ગામડેથી શહેરમાં આવી વસેલા એક વણકર કુટુંબની આ વાર્તામાં વાલી કેન્દ્રસ્થ સ્રીપાત્ર છે. વાલીએ રંડાપો વેઠીને દીકરા મોટા કર્યાં. બબ્બે ઘર કર્યાં ને મોટા દીકરા ગણેશને પરણાવ્યો છે. બધાં મિલમાં નોકરી કરે છે, ને ખાધેપીધે સુખી છે. પણ વાલીની ઉપરવટ જઈને દીકરો અને વહુ દિયરના છોકરાની જાનમાં જાય છે, જે દિયરે વાલીને પજવવામાં ન એની મિલકત પડાવી લેવાના પેંતરા રચવામાં કશું બાકી નહોતું રાખ્યું. એટલે દીકરા-વહુનું  પગલું વાલીને હાડોહાડ લાગી આવે છે એ મિલથી આવી એવી પહેર્યે કપડે ઘર છોડી જાય છે. એ પછી વાલું મનોમંથન વર્ણવતાં વર્ણવતાં લેખકે એને પિયરમાં બહેનને ત્યાં જતી બતાવી છે. ‘દીકરો જાનેથી આવીને બાને મનાવી લેવા આવશે ને પોતે બે વાતો કહીને માનીય જશે’ — એમ મન સાથે ગોઠવતી વાલીને બોલાવવા દીકરો ચાર ચાર દિવસ લગી આવતો નથી. આખરે બહેનને ઘેરથી પાછાં જવાને બહાને નીકળેલી વાલી ‘કૂવોહવાડો’ કરવાને બદલે પીપળાની ટોચે ચડીને પડતું મૂકે છે. ત્યારે ગણેશ, એનો મામો ને લલ્લુ વાલીની શોધમાં ત્યાં પાસેથી નીકળતાં કોઈને પીપળેથી પડતું મૂકતાં જોઈને ત્યાં આવે છે! પણ ખેલ ખલાસ થઈ ગયો છે!
વાલી જેવી સમજણી બાઈ અહમ્‌ને કારણે અને જિદ્દી સ્વભાવને કારણે જાતનું મરણ નોતરે એ જરા ગળે ન ઊતરે એવી વાત છે. વાલીને દુઃખ નથી કશું. હજી તો દીકરો ને વહુ એનું કહ્યું ઘણુંય માને છે. ને વાલીની સમજણ નવા જમાનાને ઓળખીને એને વર્તવા પ્રેરે એવી છે. બીજાં ઘણાં ઉદાહરણોમાં વાલી જુએ છે કે પોતા કરતાં વધારે ખરાબ સ્થિતિ છે. પણ ઘર છોડતાં તો છોડી ગયેલી વાલીને વણબોલાવ્યે ઘેર પાછાં જવું માથાવાઢ લાગે છે. અહમ્‌ — સ્વમાન ને પોતે વેઠેલાં દુઃખોનું અભિમાન એને ઘેરી લે છે. ન-જેવી બાબતે વાલી આપઘાત કરે છે. બીજો અંત ન સૂઝતાંં પેટલીકરે જાણે વાલીને માથે આપઘાત ઠોકી માર્યો હોય એવું લાગે છે.

લેખકનો આશય સમાજવર્ણનનો છે એ અહીં સ્પષ્ટ બને છે. વાણીની વેદનાની સામે લેખકે બીજાં છસાત પાત્રોના જીવનની લહાય બતાવી છે. પડોશણ જમનાની વાત, સ્ટેશન પરનાં ગંગામાની વાત, પિયરમાં ઉકાકાકાની વાત, નવા શેઠ ને નર્મદા ગોરાણીનું દુઃખ, છેલ્લે બહેનને ઘેર ભાણી સોનીનું દુઃખ ને ભાણો દાનો તથા વહુનું દુઃખ લેખક વર્ણવે છે. બધાંને દીકરા-વહુના વર્તનનો જ ઝઘડો છે. સાસુ-વહુ-દીકરો-સસરો-ના પ્રશ્નો લેખકે ભારે કાળજીથી વર્ણવ્યા છે. એ રીતે વાર્તાનું શીર્ષક ‘ઘેર ઘેર માટીના ચૂલા’ વધારે બંધબેસતું હતું. ‘દુઃખનાં પોટલાં’ શીર્ષક માથે થાયેલું લાગે છે.

17,185

edits

Navigation menu