17,640
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
ફળિયા વચ્ચોવચ ઊભેલા ઘેઘૂર જાંબુડાને જોઈને ઘણાં પૂછેઃ ‘આ જાંબુડો તમે જાતે વાવેલો કે એની જાતે ઊગેલો? હું હસતાંહસતાં કહું, ‘આ જાબુંડો ને પેલા ખૂણા પરની લીમડી એ બંને અમને વારસામાં મળેલાં!’ આ જવાબ એક રીતે સાચો હોવા છતાં પૂરતો નથી. ધારો કે જાંબુડો કોઈએ વાવ્યો હોય ને લીમડી કોઈએ ઈરાદાપૂર્વક ન વાવી હોય, પણ વૃક્ષ ઊગે તો એની જાતે જ ને? આપણે બહુબહુ તો એને ખાતર-પાણી દઈએ, સમયેસમયે ગોડ કરીએ, ક્યારેક એના થડ ઉપર કે ઝૂકેલી એકાદ ડાળી ઉપર હાથ ફેરવીએ, પણ ઊગવું-વિકસવું તો એને જ હાથ! [...] | ફળિયા વચ્ચોવચ ઊભેલા ઘેઘૂર જાંબુડાને જોઈને ઘણાં પૂછેઃ ‘આ જાંબુડો તમે જાતે વાવેલો કે એની જાતે ઊગેલો? હું હસતાંહસતાં કહું, ‘આ જાબુંડો ને પેલા ખૂણા પરની લીમડી એ બંને અમને વારસામાં મળેલાં!’ આ જવાબ એક રીતે સાચો હોવા છતાં પૂરતો નથી. ધારો કે જાંબુડો કોઈએ વાવ્યો હોય ને લીમડી કોઈએ ઈરાદાપૂર્વક ન વાવી હોય, પણ વૃક્ષ ઊગે તો એની જાતે જ ને? આપણે બહુબહુ તો એને ખાતર-પાણી દઈએ, સમયેસમયે ગોડ કરીએ, ક્યારેક એના થડ ઉપર કે ઝૂકેલી એકાદ ડાળી ઉપર હાથ ફેરવીએ, પણ ઊગવું-વિકસવું તો એને જ હાથ! [...] | ||
ભગવાન જાણે એને કોણે વાવ્યો હશે, પણ મારે માટે તો એ છે એટલું જ બસ છે. એક દિવસ વિચાર આવ્યો આને મારા સહિત સહુ જાંબુડો જ કેમ કહે છે? જાંબુડી શા માટે નહીં? વિચાર લંબાવતાં એમ સમજાય છે કે ઘણીવાર આપણે વૃક્ષના કદ અને આકારને ધ્યાનમાં રાખીને કદાચ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એવું નક્કી કરી લેતાં હોઈએ છીએ. એમ જોવા જઈએ તો જાંબુડાની બાજુમાં જ ઊભેલી લીમડી પણ ઊંચાઈમાં કંઈ જાય એવી તો નથી જ. જાંબુડા સાથે એ પણ બરાબરની જુગલબંધી કરે છે. બંને એકબીજાંની ડાળીઓ લંબાવીને ક્યારેક હસ્તધૂનન પણ કરી લે છે. કૂણીકૂણી ટશરોનો ચમકતો તામ્રવર્ણ એકબીજામાં ભળી જાય એવો લાગે, પણ પાનની કાકર એ બંનેનાં વ્યક્તિત્વને અડીખમ રહેવા દે. લીમડીનું થડ હજી જાડું થયું નથી. એની પાતળી કમર અને સહજ એવી બંકિમ મુદ્રાને કારણે કોઈ રમણીનો ખ્યાલ મનમાં ઊંડેઊંડે પડ્યો હોય, એને લીધે કદાચ એને ‘લીમડી’ કહેવા પ્રેરાયો હોઉં એવું બને. પણ, આ જાંબુડો તો જાંબુડો જ. ક્યારેક લહેરમાં આવીને હું એને જાંબુવાન પણ કહું. ઘણી વાર રાત્રિના અંધકારમાં એમ લાગે કે એ રામસેનામાંથી છૂટો પડીને સીધો જ અહીં આવી ગયો છે. [...] | ભગવાન જાણે એને કોણે વાવ્યો હશે, પણ મારે માટે તો એ છે એટલું જ બસ છે. એક દિવસ વિચાર આવ્યો આને મારા સહિત સહુ જાંબુડો જ કેમ કહે છે? જાંબુડી શા માટે નહીં? વિચાર લંબાવતાં એમ સમજાય છે કે ઘણીવાર આપણે વૃક્ષના કદ અને આકારને ધ્યાનમાં રાખીને કદાચ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એવું નક્કી કરી લેતાં હોઈએ છીએ. એમ જોવા જઈએ તો જાંબુડાની બાજુમાં જ ઊભેલી લીમડી પણ ઊંચાઈમાં કંઈ જાય એવી તો નથી જ. જાંબુડા સાથે એ પણ બરાબરની જુગલબંધી કરે છે. બંને એકબીજાંની ડાળીઓ લંબાવીને ક્યારેક હસ્તધૂનન પણ કરી લે છે. કૂણીકૂણી ટશરોનો ચમકતો તામ્રવર્ણ એકબીજામાં ભળી જાય એવો લાગે, પણ પાનની કાકર એ બંનેનાં વ્યક્તિત્વને અડીખમ રહેવા દે. લીમડીનું થડ હજી જાડું થયું નથી. એની પાતળી કમર અને સહજ એવી બંકિમ મુદ્રાને કારણે કોઈ રમણીનો ખ્યાલ મનમાં ઊંડેઊંડે પડ્યો હોય, એને લીધે કદાચ એને ‘લીમડી’ કહેવા પ્રેરાયો હોઉં એવું બને. પણ, આ જાંબુડો તો જાંબુડો જ. ક્યારેક લહેરમાં આવીને હું એને જાંબુવાન પણ કહું. ઘણી વાર રાત્રિના અંધકારમાં એમ લાગે કે એ રામસેનામાંથી છૂટો પડીને સીધો જ અહીં આવી ગયો છે. [...] | ||
અમારા મકાનનું બાંધકામ ચાલતું હતું ત્યારે, કોઈ દાડિયાએ કે એના અલ્લડ છોકરાએ રમતરમતમાં જ એના થડમાં ચારેબાજુ અસંખ્ય ખીલીઓ ઠોકી દીધેલી! કેટલીક વળી ગયેલી, કેટલીક ત્રાંસી ને કેટલીક તો જાણે જાંબુડામાંથી જ ફૂટી નીકળી હોય એમ જડબેસલાક બેસી ગયેલી. રોજ એના ઉપર નજર જાય ને પીડા થાય. એકેય ખીલી હાથથી ખેંચી લેવાય એવી નથી એની ખાતરી હોવા છતાં વારેવારે હાથ એની ઉપર જાય, ખીલી ખેંચવાનો પ્રયત્ન થાય ને છેવટે હાથ ભોંઠો પડે ને એમ પીડા વધતી ચાલી. | |||
અનેક વાર ખાંખાખોળા કર્યા પણ ઘરમાં ક્યાંયથી પક્કડ જડતું નહોતું. એ વખતે આખી સોસાયટીમાં અમારા સિવાય કોઈ રહેવા નહોતું આવ્યું, એટલે માગવું પણ કોની પાસે? પછી તો એવું થયું કે જાંબુડાની પીડા જાણે અમારી થઈ ગઈ. રોજ એની સામું ભાળીએ ને મનમાં ધ્રાસકો પડે! બીજાં કામો આડે પક્કડ લાવવાનું ભુલાઈ જાય. રોજ સાંજ પડે ને સંકલ્પ કરીએ, કાલે તો ચોક્કસ... એક દિવસ દીકરાએ ક્યાંકથી શોધી કાઢ્યું ને એક પછી એક બધી જ ખીલીઓ ખેંચવા માંડ્યો. નહીં નહીં તોય ચારસો-પાંચસો ગ્રામ જેટલી ખીલીઓ નીકળી. મને લાગ્યું કે શરૂઆતમાં કદાચ દીકરાએે અમારા મનની શાંતિ માટે આ કામ શરૂ કર્યું હતું, પણ જેમજેમ ખીલીઓ ખેંચાતી ગઈ, એનો મનોભાવ બદલાતો રહ્યો. છેલ્લી ખીલી કાઢ્યા પછી એના ચહેરા ઉપર જે આનંદ હતો! એની મમ્મીને કહે, ‘આજે જાંબુડાને બહુ રાહત લાગતી હશે, નહીં?’ મમ્મી હોંકારો ભણીને ચૂપ થઈ ગઈ. થોડી વારે બોલી, ‘તું એને જ પૂછ ને!’ દીકરાએ ડોક ઊંચી કરીને નજર જાંબુડા ઉપર માંડી. કંઈ જવાબ મળ્યો નહીં એટલે એણે મારી સામે જોયું. મારી ભીની આંખો જોઈને એ પક્કડસોતો ઘરમાં અંદર ચાલ્યો ગયો. | અનેક વાર ખાંખાખોળા કર્યા પણ ઘરમાં ક્યાંયથી પક્કડ જડતું નહોતું. એ વખતે આખી સોસાયટીમાં અમારા સિવાય કોઈ રહેવા નહોતું આવ્યું, એટલે માગવું પણ કોની પાસે? પછી તો એવું થયું કે જાંબુડાની પીડા જાણે અમારી થઈ ગઈ. રોજ એની સામું ભાળીએ ને મનમાં ધ્રાસકો પડે! બીજાં કામો આડે પક્કડ લાવવાનું ભુલાઈ જાય. રોજ સાંજ પડે ને સંકલ્પ કરીએ, કાલે તો ચોક્કસ... એક દિવસ દીકરાએ ક્યાંકથી શોધી કાઢ્યું ને એક પછી એક બધી જ ખીલીઓ ખેંચવા માંડ્યો. નહીં નહીં તોય ચારસો-પાંચસો ગ્રામ જેટલી ખીલીઓ નીકળી. મને લાગ્યું કે શરૂઆતમાં કદાચ દીકરાએે અમારા મનની શાંતિ માટે આ કામ શરૂ કર્યું હતું, પણ જેમજેમ ખીલીઓ ખેંચાતી ગઈ, એનો મનોભાવ બદલાતો રહ્યો. છેલ્લી ખીલી કાઢ્યા પછી એના ચહેરા ઉપર જે આનંદ હતો! એની મમ્મીને કહે, ‘આજે જાંબુડાને બહુ રાહત લાગતી હશે, નહીં?’ મમ્મી હોંકારો ભણીને ચૂપ થઈ ગઈ. થોડી વારે બોલી, ‘તું એને જ પૂછ ને!’ દીકરાએ ડોક ઊંચી કરીને નજર જાંબુડા ઉપર માંડી. કંઈ જવાબ મળ્યો નહીં એટલે એણે મારી સામે જોયું. મારી ભીની આંખો જોઈને એ પક્કડસોતો ઘરમાં અંદર ચાલ્યો ગયો. | ||
કોઈએ કાંટો કાઢ્યો હોય એનોય ગુણ ન ભૂલવો એ આપણી પરંપરા. બીજે વર્ષે ચૈત્ર બેસતાં-બેસતાંમાં તો એ લગભગ મહોરી ઊઠ્યો. સુંગધનો પાર નહીં. ઝાંપામાં પ્રવેશીએ ત્યાં જ એ બાઝી પડે! ઘરમાં જવાનું મન ન થાય. ઊંચે નજર કરીએ તો ડાળીએડાળીએ મહોરનાં ઝૂમખાં! ક્યાંક મધમાખીઓ ય ઊડતી હોય. મહોરનો સફેદમિશ્રિત લીલો રંગ આભૂષણો જેવો લાગે. નીચે ખાટલો ઢાળીને આડા પડ્યા હોઈએ ને એનો વૈભવ જોઈએ તોય સભર થઈ જવાય. મહેમાનો આવ્યાં હોય તોય બહાર જ બેઠાં રહીએ. છેક અંધારું થાય ત્યારે નાછૂટકે જ ઘરમાં જઈએ. પછી તો એવી સ્થિતિ થઈ કે બધાં જ કામ જાંબુડા નીચે. કંઈ વીણવાનું હોય, રૂમાંથી દીવેટો બનાવવાની હોય, શાક સમારવાનું હોય કે કશુંક વાંચવું હોય. જાંબુડો સર્વ કાર્યનો સાક્ષી જ નહીં, પ્રેરણાત્મક બળ. મહોરના લીધે રૂપાળો ય બહુ લાગે. જાણે હાર-તોરા-કલગી સાથે આંગણે ઊભો કોઈ વરરાજો! | કોઈએ કાંટો કાઢ્યો હોય એનોય ગુણ ન ભૂલવો એ આપણી પરંપરા. બીજે વર્ષે ચૈત્ર બેસતાં-બેસતાંમાં તો એ લગભગ મહોરી ઊઠ્યો. સુંગધનો પાર નહીં. ઝાંપામાં પ્રવેશીએ ત્યાં જ એ બાઝી પડે! ઘરમાં જવાનું મન ન થાય. ઊંચે નજર કરીએ તો ડાળીએડાળીએ મહોરનાં ઝૂમખાં! ક્યાંક મધમાખીઓ ય ઊડતી હોય. મહોરનો સફેદમિશ્રિત લીલો રંગ આભૂષણો જેવો લાગે. નીચે ખાટલો ઢાળીને આડા પડ્યા હોઈએ ને એનો વૈભવ જોઈએ તોય સભર થઈ જવાય. મહેમાનો આવ્યાં હોય તોય બહાર જ બેઠાં રહીએ. છેક અંધારું થાય ત્યારે નાછૂટકે જ ઘરમાં જઈએ. પછી તો એવી સ્થિતિ થઈ કે બધાં જ કામ જાંબુડા નીચે. કંઈ વીણવાનું હોય, રૂમાંથી દીવેટો બનાવવાની હોય, શાક સમારવાનું હોય કે કશુંક વાંચવું હોય. જાંબુડો સર્વ કાર્યનો સાક્ષી જ નહીં, પ્રેરણાત્મક બળ. મહોરના લીધે રૂપાળો ય બહુ લાગે. જાણે હાર-તોરા-કલગી સાથે આંગણે ઊભો કોઈ વરરાજો! | ||
Line 21: | Line 21: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પ્રણયભીનો માંડુ દુર્ગ | |previous = પ્રણયભીનો માંડુ દુર્ગ | ||
|next = બગહરું : ચંદરવે ટાંક્યું મોતી | |next = બગહરું : ચંદરવે ટાંક્યું મોતી | ||
}} | }} |
edits