8,009
edits
(+1) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૫.
શૈશવથી ચીતરેલી શેરી -- અનિલ જોશી|}} | {{Heading|૧૫.
શૈશવથી ચીતરેલી શેરી -- અનિલ જોશી|}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5d/KAURESH_SHAISHAV.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • શૈશવથી ચીતરેલી શેરી – અનિલ જોશી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મુંબઈમાં ચોમાસું બેસતાંની સાથે જ આપણી અનુકંપાને પડકારે એવાં દૃશ્યો ઠેર ઠેર જોવા મળે છે. એક થેલી કે ગૂંજામાં સમાઈ જાય એટલી ઘરવખરી લઈને છાપરું શોધતાં કુટુંબો રેલવે પ્લેટફોર્મ પર કંતાન ઓઢીને સૂતેલાં મેલાં ઘેલાં બાળકો, માથા ઉપર પ્લાસ્ટિકનું આકાશ રચીને, હવાઈ ગયેલી બાકસથી ચૂલો સંધૂકવા મથતી ફૂટપાથની ગૃહિણીઓ, માટુંગાથી વાંદરા જતી રેલવેલાઈનની સમાંતર વસેલી ઝૂંપડપટ્ટીનાં ઊડી જતાં છાપરાં, નાહ્યા પછી જેને ટુવાલનો ક્યારેય અનુભવ નથી એવા, ગટરના પાણીમાં નાહીને તડકે શરીર સૂકવતાં નાગાંપૂગાં બાળકો, બે પાણા ઉપર થોડાંક કરગઠિયાના તાપે, ટીનની ઘોબાવાળી તપેલીમાં ચાનું ઊકળતું પાણી, અને ચા તૈયાર થવાની રાહ જોતું કુટુંબ. ફૂટપાથ પર ઝૂંપડું બાંધીને રહેતા કુટુંબને ચોમાસાના દિવસોમાં જો ક્યાંયથી ઉષ્મા મળતી હોય તો તે ટીનની તપેલીમાં ઊકળતી ચામાંથી મળે છે. | મુંબઈમાં ચોમાસું બેસતાંની સાથે જ આપણી અનુકંપાને પડકારે એવાં દૃશ્યો ઠેર ઠેર જોવા મળે છે. એક થેલી કે ગૂંજામાં સમાઈ જાય એટલી ઘરવખરી લઈને છાપરું શોધતાં કુટુંબો રેલવે પ્લેટફોર્મ પર કંતાન ઓઢીને સૂતેલાં મેલાં ઘેલાં બાળકો, માથા ઉપર પ્લાસ્ટિકનું આકાશ રચીને, હવાઈ ગયેલી બાકસથી ચૂલો સંધૂકવા મથતી ફૂટપાથની ગૃહિણીઓ, માટુંગાથી વાંદરા જતી રેલવેલાઈનની સમાંતર વસેલી ઝૂંપડપટ્ટીનાં ઊડી જતાં છાપરાં, નાહ્યા પછી જેને ટુવાલનો ક્યારેય અનુભવ નથી એવા, ગટરના પાણીમાં નાહીને તડકે શરીર સૂકવતાં નાગાંપૂગાં બાળકો, બે પાણા ઉપર થોડાંક કરગઠિયાના તાપે, ટીનની ઘોબાવાળી તપેલીમાં ચાનું ઊકળતું પાણી, અને ચા તૈયાર થવાની રાહ જોતું કુટુંબ. ફૂટપાથ પર ઝૂંપડું બાંધીને રહેતા કુટુંબને ચોમાસાના દિવસોમાં જો ક્યાંયથી ઉષ્મા મળતી હોય તો તે ટીનની તપેલીમાં ઊકળતી ચામાંથી મળે છે. |