8,009
edits
(+1) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૫
| {{Heading|૨૫
પાંચેય ઇન્દ્રિયથી મેં પીપળો પૂજ્યો છે – યજ્ઞેશ દવે|}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c8/PARTH_PIPDO.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • પાંચેય ઇન્દ્રિયથી મેં પીપળો પૂજ્યો છે – યજ્ઞેશ દવે • ઑડિયો પઠન: પાર્થ મારુ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વૃક્ષાણામ્ અશ્વત્થોહમ્’ એવું ગીતાકાર કૃષ્ણે ગીતામાં કહી પીપળા પર પોતાનો પક્ષપાત બતાવ્યો છે તે ખબર પડી, તેનાથી પણ પહેલાં મને પીપળો ગમવા લાગેલો. સદર બજારની વૈદ્ય શેરીનો અમારા ઘર સામેનો પીપળો અમે રહેવા ગયા ત્યારે પહેલે દિવસથી જ ગમી ગયેલો. એ પીપળા સાથે પછીથી પંદરેક વરસ જીવંત સંબંધ થયો. સંબંધ શબ્દ એટલે વાપર્યો કે તેનું સ્થાન એક વ્યક્તિ જેવું થતું ગયેલું અને દરેક વૃક્ષને એક વ્યક્તિત્વ હોય છે. તે વ્યક્તિત્વને આગવી મહોર મારતાં નામ આપણે ન આપીએ તેથી શું? એકસરખી લાગતી ગાયોને રંભા, કપિલા, ગવરી નામો મળે, તો છોકરાઓની ટોળીની સાથે ફરતો કૂતરો નામ પામે લાલિયો, મોતિયો, કાળિયો, રાજુ, ડાઘિયો કે રાભો. પણ આગવાં વ્યક્તિત્વ ધરાવતાં વૃક્ષોને કોઈ નામ નહીં. તેમને ડાળ, થડ, પાંદડાં, ફૂલો થકી જે અનન્ય રૂપ મળ્યાં છે તેનાથી જ ખુશ. આમ તેમને નામ તો મળ્યાં છે. પીપળો, પાઈન, બર્ચ, જમરૂખ, દાડમ કે વડ. પણ તે તો જાતિગત નામો. કોઈ વૃક્ષને પોતાનાં આગવાં વિશેષ નામ નહીં. સ્વર્ગમાંય ઈચ્છાપૂર્તિ કરતું કલ્પવૃક્ષ, કે જે વૃક્ષ નીચે બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે બોધિવૃક્ષ. આ નામો ખરાં પણ તેમાં ઝાડની વિશેષતા ડોકાય તેવું ક્યાં? કાદમ્બરીમાં બાણભટ્ટે વેલીઓથી વીંટળાયેલા આકાશને આંબતા અનેક કોતરોવાળા વિશાળ ઘટાવાળા શુકશાવકના, અનેક પક્ષીઓના, આશ્રય સમા શાલ્મલી વૃક્ષરાજનું ડીટેઈલ વર્ણન કર્યું પણ નામ ન પાડ્યું. બાણભટ્ટ સામે જ ફરિયાદ શા માટે? આ હું જેની વાત કરું છું તે પીપળાના ઝાડનું નામ પણ મેં ક્યાં પાડ્યું છે. વૃક્ષો એ તો રૂપની સૃષ્ટિ, વિપિન વન કાંતારમાં એકએક વૃક્ષ એટલે એક એક શિલ્પ અને એ પણ સ્થિર છતાં ચલિત ડોલતાં — વિશ્વવિખ્યાત શિલ્પી કેડલરના Mobile શિલ્પ જેવાં. પળેપળ એની આસપાસના અવકાશને અવનવી ભાતોથી ભરતાં. રૂપની આ સૃષ્ટિમાં નામને ક્યાં જોડવું? સ્થવિર આ વૃક્ષોએ નામને લોપાતાંલોપાતાં જોયું છે તેથી તેમને તેના અનામી હોવાનો કોઈ રંજ નથી. | ‘વૃક્ષાણામ્ અશ્વત્થોહમ્’ એવું ગીતાકાર કૃષ્ણે ગીતામાં કહી પીપળા પર પોતાનો પક્ષપાત બતાવ્યો છે તે ખબર પડી, તેનાથી પણ પહેલાં મને પીપળો ગમવા લાગેલો. સદર બજારની વૈદ્ય શેરીનો અમારા ઘર સામેનો પીપળો અમે રહેવા ગયા ત્યારે પહેલે દિવસથી જ ગમી ગયેલો. એ પીપળા સાથે પછીથી પંદરેક વરસ જીવંત સંબંધ થયો. સંબંધ શબ્દ એટલે વાપર્યો કે તેનું સ્થાન એક વ્યક્તિ જેવું થતું ગયેલું અને દરેક વૃક્ષને એક વ્યક્તિત્વ હોય છે. તે વ્યક્તિત્વને આગવી મહોર મારતાં નામ આપણે ન આપીએ તેથી શું? એકસરખી લાગતી ગાયોને રંભા, કપિલા, ગવરી નામો મળે, તો છોકરાઓની ટોળીની સાથે ફરતો કૂતરો નામ પામે લાલિયો, મોતિયો, કાળિયો, રાજુ, ડાઘિયો કે રાભો. પણ આગવાં વ્યક્તિત્વ ધરાવતાં વૃક્ષોને કોઈ નામ નહીં. તેમને ડાળ, થડ, પાંદડાં, ફૂલો થકી જે અનન્ય રૂપ મળ્યાં છે તેનાથી જ ખુશ. આમ તેમને નામ તો મળ્યાં છે. પીપળો, પાઈન, બર્ચ, જમરૂખ, દાડમ કે વડ. પણ તે તો જાતિગત નામો. કોઈ વૃક્ષને પોતાનાં આગવાં વિશેષ નામ નહીં. સ્વર્ગમાંય ઈચ્છાપૂર્તિ કરતું કલ્પવૃક્ષ, કે જે વૃક્ષ નીચે બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે બોધિવૃક્ષ. આ નામો ખરાં પણ તેમાં ઝાડની વિશેષતા ડોકાય તેવું ક્યાં? કાદમ્બરીમાં બાણભટ્ટે વેલીઓથી વીંટળાયેલા આકાશને આંબતા અનેક કોતરોવાળા વિશાળ ઘટાવાળા શુકશાવકના, અનેક પક્ષીઓના, આશ્રય સમા શાલ્મલી વૃક્ષરાજનું ડીટેઈલ વર્ણન કર્યું પણ નામ ન પાડ્યું. બાણભટ્ટ સામે જ ફરિયાદ શા માટે? આ હું જેની વાત કરું છું તે પીપળાના ઝાડનું નામ પણ મેં ક્યાં પાડ્યું છે. વૃક્ષો એ તો રૂપની સૃષ્ટિ, વિપિન વન કાંતારમાં એકએક વૃક્ષ એટલે એક એક શિલ્પ અને એ પણ સ્થિર છતાં ચલિત ડોલતાં — વિશ્વવિખ્યાત શિલ્પી કેડલરના Mobile શિલ્પ જેવાં. પળેપળ એની આસપાસના અવકાશને અવનવી ભાતોથી ભરતાં. રૂપની આ સૃષ્ટિમાં નામને ક્યાં જોડવું? સ્થવિર આ વૃક્ષોએ નામને લોપાતાંલોપાતાં જોયું છે તેથી તેમને તેના અનામી હોવાનો કોઈ રંજ નથી. |