2,669
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
કવિ રાજેન્દ્ર પટેલ... સંવેદનશીલ, શાંત પ્રકૃતિના આ કવિ મૃદુભાષી. સુરેશ જોષી એમના મુખ્ય પ્રેરણાસ્રોત. પ્રશિષ્ટ અને પશ્ચિમના સાહિત્યનું વાચન. વિવેચક પણ ખરા તેથી સર્ગશક્તિ કેળવાયેલી. સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે ‘કવિતા’ (પદ્ય)થી પ્રારંભ કર્યો. નિબંધકાર અને વાર્તાકાર પણ ખરા. અનુવાદક તરીકે પણ સતત સર્જકતા સાથે ઘરોબો રહ્યો. કવિની સર્જનયાત્રા જોતાં જણાય છે કે તેઓ સતત સર્જનાત્મકતા સાથે પરોવાતા રહ્યા છે. રાજેન્દ્ર પટેલે ગુર્જરગિરાને દસ કાવ્યસંગ્રહો ભેટ ધર્યા છે. એમનો મૂળ રસનો વિષય વિજ્ઞાન છતાં સંવેદનશીલતા અને સર્જનાત્મકતા એમને કલા તરફ ખેંચી ગઈ. | કવિ રાજેન્દ્ર પટેલ... સંવેદનશીલ, શાંત પ્રકૃતિના આ કવિ મૃદુભાષી. સુરેશ જોષી એમના મુખ્ય પ્રેરણાસ્રોત. પ્રશિષ્ટ અને પશ્ચિમના સાહિત્યનું વાચન. વિવેચક પણ ખરા તેથી સર્ગશક્તિ કેળવાયેલી. સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે ‘કવિતા’ (પદ્ય)થી પ્રારંભ કર્યો. નિબંધકાર અને વાર્તાકાર પણ ખરા. અનુવાદક તરીકે પણ સતત સર્જકતા સાથે ઘરોબો રહ્યો. કવિની સર્જનયાત્રા જોતાં જણાય છે કે તેઓ સતત સર્જનાત્મકતા સાથે પરોવાતા રહ્યા છે. રાજેન્દ્ર પટેલે ગુર્જરગિરાને દસ કાવ્યસંગ્રહો ભેટ ધર્યા છે. એમનો મૂળ રસનો વિષય વિજ્ઞાન છતાં સંવેદનશીલતા અને સર્જનાત્મકતા એમને કલા તરફ ખેંચી ગઈ. | ||
ગુજરાતીમાં અનુઆધુનિક ગુજરાતી કવિતાક્ષેત્રે શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર, શ્રી કમલ વોરા, શ્રી યજ્ઞેશ દવે, શ્રી હરીશ મીનાશ્રુ, | ગુજરાતીમાં અનુઆધુનિક ગુજરાતી કવિતાક્ષેત્રે શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર, શ્રી કમલ વોરા, શ્રી યજ્ઞેશ દવે, શ્રી હરીશ મીનાશ્રુ, બાબુ સુથાર, શ્રી મણિલાલ હ. પટેલ, શ્રી ભરત નાયક, શ્રી નીતિન મહેતા, મનીષા જોશી, શ્રી જયદેવ શુક્લ, શ્રી રાજેશ પંડ્યા, શ્રી કાનજી પટેલ, શ્રી રમણીક સોમેશ્વર, શ્રી રમણીક અગ્રાવત જેવાં નામો સાથે શ્રી રાજેન્દ્ર પટેલનું નામ મૂકવું પડે. આ સર્જકોએ તદ્દન તાજા વિષયોની મુખ્યત્વે અછાંદસ ને ક્યારેક છંદમાં ભાષાના નાવીન્યપૂર્ણ પ્રયોગો દ્વારા અભિવ્યક્તિ કરી ગુજરાતી કવિતાને ધબકતી રાખી છે. | ||
કવિ રાજેન્દ્ર પટેલની સર્જનયાત્રા-કાવ્યયાત્રા જોતાં જણાય છે કે વિવિધ વિષયો કે અભિવ્યક્તિની તરાહો પરત્વે તેઓ સતત shifting કરતા રહ્યા છે. અછાંદસ કે છાંદસ, દીર્ઘરચના કે લઘુકાવ્યોના ગુચ્છમાં વિહરતી એમની કલમ પુનરાવર્તન દોષથી પર છે. સાદી-સહજ સરળ ભાષા, બોલચાલની રોજિંદા વ્યવહારોમાં વિનિયોગ પામતી ભાષામાં કોમળ-ઋજુ ભાવો કે જીવનના તત્ત્વચિંતનના વિચારો એમની કવિતામાં વ્યક્ત થયા છે. વળી સરળતામાં સંકુલતા અને સંકુલતામાં સરળતાનો અનુભવ કરાવતી એમની આ રચનાઓ વિષયવસ્તુને લઈને પણ ખાસ્સી fresh છે. અત્યંત હાથવગા પદાર્થો-વસ્તુઓ ઉપરાંત સમય-કાળ, પ્રકૃતિ, સંબંધો, સ્વજનો, પુરાણ, રાજકારણ, ભ્રષ્ટાચાર, સાંપ્રત પ્રશ્નો, અંગત સંવેદનો, લોકો, ભાષા-વાણી, ઘર, કલમ-સર્જન-કવિતા વગેરે વિષયક એમની રચનાઓ રસપ્રદ છે. રોજેરોજના અનુભવ ને ખાસ તો ઘરવપરાશની વસ્તુઓ કે જીવન જરૂરી પદાર્થો જે આમ તો ઉપેક્ષિત હોઈ સૌ માટે, એના વિષે પોતાની કલમકલાથી તાજગીના ફુવારા ઉડાડી ભાવકને રસતરબોળ કરે છે. તેઓ સતત લખતા રહ્યા છે તેથી ‘શબ્દ’ ખાસ્સો પક્વ બનીને એમની રચનાઓમાં પ્રગટે છે જે એક ઠહેરાવનો, શાંતિનો અનુભવ કરાવે છે. | કવિ રાજેન્દ્ર પટેલની સર્જનયાત્રા-કાવ્યયાત્રા જોતાં જણાય છે કે વિવિધ વિષયો કે અભિવ્યક્તિની તરાહો પરત્વે તેઓ સતત shifting કરતા રહ્યા છે. અછાંદસ કે છાંદસ, દીર્ઘરચના કે લઘુકાવ્યોના ગુચ્છમાં વિહરતી એમની કલમ પુનરાવર્તન દોષથી પર છે. સાદી-સહજ સરળ ભાષા, બોલચાલની રોજિંદા વ્યવહારોમાં વિનિયોગ પામતી ભાષામાં કોમળ-ઋજુ ભાવો કે જીવનના તત્ત્વચિંતનના વિચારો એમની કવિતામાં વ્યક્ત થયા છે. વળી સરળતામાં સંકુલતા અને સંકુલતામાં સરળતાનો અનુભવ કરાવતી એમની આ રચનાઓ વિષયવસ્તુને લઈને પણ ખાસ્સી fresh છે. અત્યંત હાથવગા પદાર્થો-વસ્તુઓ ઉપરાંત સમય-કાળ, પ્રકૃતિ, સંબંધો, સ્વજનો, પુરાણ, રાજકારણ, ભ્રષ્ટાચાર, સાંપ્રત પ્રશ્નો, અંગત સંવેદનો, લોકો, ભાષા-વાણી, ઘર, કલમ-સર્જન-કવિતા વગેરે વિષયક એમની રચનાઓ રસપ્રદ છે. રોજેરોજના અનુભવ ને ખાસ તો ઘરવપરાશની વસ્તુઓ કે જીવન જરૂરી પદાર્થો જે આમ તો ઉપેક્ષિત હોઈ સૌ માટે, એના વિષે પોતાની કલમકલાથી તાજગીના ફુવારા ઉડાડી ભાવકને રસતરબોળ કરે છે. તેઓ સતત લખતા રહ્યા છે તેથી ‘શબ્દ’ ખાસ્સો પક્વ બનીને એમની રચનાઓમાં પ્રગટે છે જે એક ઠહેરાવનો, શાંતિનો અનુભવ કરાવે છે. | ||
કવિ રાજેન્દ્ર પટેલની રચનાઓ વાંચતાં મુખ્ય ત્રણ બાબતો તરી આવે છે. એક તે પૂર્વજો પ્રત્યેની સંવેદનશીલતા – સ્નેહ. પૂર્વજો-સ્વજનો-મા-બાપ પ્રત્યેની, પરંપરા પ્રત્યેની કૃતજ્ઞતા નિસબતપૂર્વક પ્રગટે છે એમની કલમમાંથી – જે એમના વિનમ્ર સ્વભાવનો પરિચય આપે છે. મૂળ સાથે જોડાયેલા રહીને તેઓ સાંપ્રતને જુએ-પામે છે. બીજું કે તેઓ વિજ્ઞાનના વિદ્યાર્થી હોઈ એક બૌદ્ધિક એલીમેન્ટ એમની રચનાઓમાં સતત વર્તાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુ પ્રત્યેનો એમનો એપ્રોચ analytical હોય એ સ્વાભાવિક ઘટના બને છે. આ એપ્રોચ શુષ્ક ન રહેતાં કલામાં/કવિતામાં કેવો રસાઈને આવ્યો છે એ જોવું રસપ્રદ બન્યું છે (દા.ત. ‘ડુંગળી’ રચના). ત્રીજું કે બહુ ભીતર-ઊંડે ઊતરતાં જણાય છે કે કવિનો ઝોક અધ્યાત્મ તરફ ઢળતો જઈ બધું જ શાંતિમય બને, શાંતિમાં પરિણમે એ તરફનો છે. ઉપેક્ષિત પદાર્થો, માનવમૂલ્યો, સાંપ્રત સમય, પૂર્વજ કે પ્રકૃતિ – આમ તેઓ સતત નિસબતપૂર્વક કલમને પળોટે છે. સ્વથી સમગ્ર સુધી – ખાસ કરીને બા-બાપુજીના સંદર્ભોવાળી રચનાઓ માત્ર કવિનાં જ નહીં, સૌનાં બા-બાપુજીની વાત બનીને વિસ્તાર પામે છે. અહીં અંગત લાગણીનું સાધારણીકરણ થતું હોઈ ભાવકને પણ પોતાની જાત જોડતાં અને પ્રત્યાયનમાં મુશ્કેલી વર્તાતી નથી. | કવિ રાજેન્દ્ર પટેલની રચનાઓ વાંચતાં મુખ્ય ત્રણ બાબતો તરી આવે છે. એક તે પૂર્વજો પ્રત્યેની સંવેદનશીલતા – સ્નેહ. પૂર્વજો-સ્વજનો-મા-બાપ પ્રત્યેની, પરંપરા પ્રત્યેની કૃતજ્ઞતા નિસબતપૂર્વક પ્રગટે છે એમની કલમમાંથી – જે એમના વિનમ્ર સ્વભાવનો પરિચય આપે છે. મૂળ સાથે જોડાયેલા રહીને તેઓ સાંપ્રતને જુએ-પામે છે. બીજું કે તેઓ વિજ્ઞાનના વિદ્યાર્થી હોઈ એક બૌદ્ધિક એલીમેન્ટ એમની રચનાઓમાં સતત વર્તાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુ પ્રત્યેનો એમનો એપ્રોચ analytical હોય એ સ્વાભાવિક ઘટના બને છે. આ એપ્રોચ શુષ્ક ન રહેતાં કલામાં/કવિતામાં કેવો રસાઈને આવ્યો છે એ જોવું રસપ્રદ બન્યું છે (દા.ત. ‘ડુંગળી’ રચના). ત્રીજું કે બહુ ભીતર-ઊંડે ઊતરતાં જણાય છે કે કવિનો ઝોક અધ્યાત્મ તરફ ઢળતો જઈ બધું જ શાંતિમય બને, શાંતિમાં પરિણમે એ તરફનો છે. ઉપેક્ષિત પદાર્થો, માનવમૂલ્યો, સાંપ્રત સમય, પૂર્વજ કે પ્રકૃતિ – આમ તેઓ સતત નિસબતપૂર્વક કલમને પળોટે છે. સ્વથી સમગ્ર સુધી – ખાસ કરીને બા-બાપુજીના સંદર્ભોવાળી રચનાઓ માત્ર કવિનાં જ નહીં, સૌનાં બા-બાપુજીની વાત બનીને વિસ્તાર પામે છે. અહીં અંગત લાગણીનું સાધારણીકરણ થતું હોઈ ભાવકને પણ પોતાની જાત જોડતાં અને પ્રત્યાયનમાં મુશ્કેલી વર્તાતી નથી. | ||
Line 11: | Line 11: | ||
‘કોષમાં સૂર્યોદય’ સંગ્રહની રચના ‘પોપડો’. પોપડો રચનાના અંતે એક પ્રતીક બનીને ઊપસે છે. આપણી આસપાસ બધી જ વસ્તુ હોવા છતાં વાસ્તવમાં એ નથી, પોપડાનું પણ એવું છે. શ્વાસ-કાળ-ક્ષણ સર્વત્ર વ્યાપી વળેલો ‘પોપડો’ કવિને ભીતરમાં કોરી ખાય છે. ‘પોપડો’ પોતે પણ ઊખડી ગયો છે! | ‘કોષમાં સૂર્યોદય’ સંગ્રહની રચના ‘પોપડો’. પોપડો રચનાના અંતે એક પ્રતીક બનીને ઊપસે છે. આપણી આસપાસ બધી જ વસ્તુ હોવા છતાં વાસ્તવમાં એ નથી, પોપડાનું પણ એવું છે. શ્વાસ-કાળ-ક્ષણ સર્વત્ર વ્યાપી વળેલો ‘પોપડો’ કવિને ભીતરમાં કોરી ખાય છે. ‘પોપડો’ પોતે પણ ઊખડી ગયો છે! | ||
‘શર્ટ’. શર્ટ એમની કવિતાનો વિષય બને છે! જે નાવીન્યપૂર્ણ લાગે છે. અનુઆધુનિક કવિતાની આ ખૂબી છે. રચનાનો ઉઘાડ વિશિષ્ટ છે. માણસ નહીં પણ ‘શર્ટ માણસને પહેરે’ એ કલ્પના જ કેવી રોમાંચક છે. ‘શર્ટનાં ગાજ અને બટન/ ખૂલ બંધ થતાં/ કશુંક ઉકેલવા મથે’ પંક્તિ દ્વારા કવિ માનવમનની આંટીઘૂંટી-મૂંઝવણો-સમસ્યાઓને ઉકેલવાની સંઘર્ષમય મથામણને અભિવ્યક્ત કરે છે. | ‘શર્ટ’. શર્ટ એમની કવિતાનો વિષય બને છે! જે નાવીન્યપૂર્ણ લાગે છે. અનુઆધુનિક કવિતાની આ ખૂબી છે. રચનાનો ઉઘાડ વિશિષ્ટ છે. માણસ નહીં પણ ‘શર્ટ માણસને પહેરે’ એ કલ્પના જ કેવી રોમાંચક છે. ‘શર્ટનાં ગાજ અને બટન/ ખૂલ બંધ થતાં/ કશુંક ઉકેલવા મથે’ પંક્તિ દ્વારા કવિ માનવમનની આંટીઘૂંટી-મૂંઝવણો-સમસ્યાઓને ઉકેલવાની સંઘર્ષમય મથામણને અભિવ્યક્ત કરે છે. | ||
સંત કબીરનું સ્મરણ કરાવે એવી રચના છે ‘ચાદર’. જીવમાત્ર ‘નિરાંત’ શોધે છે. મન તો ચંચળ છે. નગરજીવનની વરવી વાસ્તવિકતાઓ/ કાવાદાવા/ થાક/ કંટાળો/ દોડધામ અને યાંત્રિકતા વચ્ચે પોતાના ‘મૂળ’ને શોધતો, તીવ્રતાથી એને ઝંખતો માનવી અહીં સર્વ સાધારણ રૂપ લઈને ચિત્રિત થયો છે. આ સૌની વાત છે. ‘અસલ’ જાતને ખોઈ બેઠેલા આપણે આપણાપણાને સ્થાપવા ઇચ્છીએ છીએ પણ એ લગભગ અશક્ય છે જેની ટીસ રચનામાં અનુભવાય છે, સંભળાય છે. | સંત કબીરનું સ્મરણ કરાવે એવી રચના છે ‘ચાદર’. જીવમાત્ર ‘નિરાંત’ શોધે છે. મન તો ચંચળ છે. નગરજીવનની વરવી વાસ્તવિકતાઓ/ કાવાદાવા/ થાક/ કંટાળો/ દોડધામ અને યાંત્રિકતા વચ્ચે પોતાના ‘મૂળ’ને શોધતો, તીવ્રતાથી એને ઝંખતો માનવી અહીં સર્વ સાધારણ રૂપ લઈને ચિત્રિત થયો છે. આ સૌની વાત છે. ‘અસલ’ જાતને ખોઈ બેઠેલા આપણે આપણાપણાને સ્થાપવા ઇચ્છીએ છીએ પણ એ લગભગ અશક્ય છે જેની ટીસ રચનામાં અનુભવાય છે, સંભળાય છે. ‘ખોવાઈ જવાની’ વેદના સાથે નિયતિની ક્રૂર મજાકને સ્વીકાર્યા સિવાય કોઈ જ આરો-ઓવારો નહીં હોવાથી કવિ કહે છે, ‘જેવી મળી તેવી ચાદરની અંદર/ સૂઈ જાઉં.’ અહીં માનવ તરીકે નિયતિદત્ત જે કંઈ છે એ વિષે કવિની આત્મસંતોષની ભાવના પ્રગટ થાય એવું અનુભવાય પણ વાસ્તવમાં કવિ માણસ તરીકેની નિઃસહાયતા ને લાચારી વ્યક્ત કરતા જણાય છે. | ||
‘ડુંગળી’ રચના. ઑર્ગેનિક કેમેસ્ટ્રી ભણેલા આ કવિ ડુંગળીનો ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવ – જે પોતે પામ્યા છે એ ભાવકને પણ કરાવે છે. ડુંગળીના પડ, રંગ, ગંધ, સ્વાદ વગેરેનું આહ્લાદક વર્ણન છે. ‘ડુંગળી’ રચના અનુઆધુનિક કવિ ભરત નાયકે પણ રચી છે. બંને રચનાઓનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે. એમ ‘સફરજન’ રચના વાંચતાં કવિ સિતાંશુ યશશ્ચંદ્રની એ જ વિષયક રચનાનું સ્મરણ થઈ આવે. કવિ રાજેન્દ્ર પટેલ સફરજનને ‘મગરની લાલઘૂમ આંખ જેવું’ કહે છે. પ્રશિષ્ટ ન લાગે એવી ઉપમા અનુઆધુનિક કવિતાની વિશેષતા પણ બની રહે છે. કવિને કોઈ છોછ કે રુગ્ણતા નથી. વરવી વાસ્તવિકતાને સહજતાથી રજૂ કરે છે. | ‘ડુંગળી’ રચના. ઑર્ગેનિક કેમેસ્ટ્રી ભણેલા આ કવિ ડુંગળીનો ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવ – જે પોતે પામ્યા છે એ ભાવકને પણ કરાવે છે. ડુંગળીના પડ, રંગ, ગંધ, સ્વાદ વગેરેનું આહ્લાદક વર્ણન છે. ‘ડુંગળી’ રચના અનુઆધુનિક કવિ ભરત નાયકે પણ રચી છે. બંને રચનાઓનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે. એમ ‘સફરજન’ રચના વાંચતાં કવિ સિતાંશુ યશશ્ચંદ્રની એ જ વિષયક રચનાનું સ્મરણ થઈ આવે. કવિ રાજેન્દ્ર પટેલ સફરજનને ‘મગરની લાલઘૂમ આંખ જેવું’ કહે છે. પ્રશિષ્ટ ન લાગે એવી ઉપમા અનુઆધુનિક કવિતાની વિશેષતા પણ બની રહે છે. કવિને કોઈ છોછ કે રુગ્ણતા નથી. વરવી વાસ્તવિકતાને સહજતાથી રજૂ કરે છે. | ||
‘ખુરશી’ રચના. ‘ખુરશી બની મૂળ વૃક્ષમાંથી/ એને બનવું’તું ખુરશી?’ ના. આ જ લાચારી કવિ અનુભવે છે. કવિ ‘સાચી’ ખુરશી ખોળવા પાયા સુધી પહોંચે છે. પરંતુ પાયા તો સુકાઈ ગયેલા છે, પોતાનાં સુકાઈ કે ઊખડી ગયેલાં ‘મૂળ’ની જેમ. છતાં આશા જીવંત છે તેથી કવિ કહે છે, ‘ખુરશી મને વૃક્ષ બનવા લલચાવે.’ ખુરશી જેવા જડ પદાર્થમાં સળવળતું, જીવતું વૃક્ષ કવિને દેખાય છે એ એમની આગવી દૃષ્ટિની દ્યોતક છે. | ‘ખુરશી’ રચના. ‘ખુરશી બની મૂળ વૃક્ષમાંથી/ એને બનવું’તું ખુરશી?’ ના. આ જ લાચારી કવિ અનુભવે છે. કવિ ‘સાચી’ ખુરશી ખોળવા પાયા સુધી પહોંચે છે. પરંતુ પાયા તો સુકાઈ ગયેલા છે, પોતાનાં સુકાઈ કે ઊખડી ગયેલાં ‘મૂળ’ની જેમ. છતાં આશા જીવંત છે તેથી કવિ કહે છે, ‘ખુરશી મને વૃક્ષ બનવા લલચાવે.’ ખુરશી જેવા જડ પદાર્થમાં સળવળતું, જીવતું વૃક્ષ કવિને દેખાય છે એ એમની આગવી દૃષ્ટિની દ્યોતક છે. | ||
Line 24: | Line 24: | ||
‘શ્રી પુરાંત જણસે’ સંગ્રહની દીર્ઘરચના. ‘વસ્તુઓનું તૂટવું’ નોંધપાત્ર છે. આરંભે કવિ કહે છે, ‘વસ્તુઓ તૂટતી હોય છે/ તૂટ્યા વગર.’ આ આપણાથી તૂટતી વસ્તુઓનો આગળ જતાં રચનામાં સંકુલ અર્થવિસ્તાર પમાય છે. વસ્તુઓ સાથે કવિ માનવસંબંધોને પણ તાકે છે. સંબંધો પણ વસ્તુની જેમ તૂટે એ વાત પીડાપૂર્વક કવિ અભિવ્યક્ત કરે છે. ‘વૃદ્ધ’ ‘મા’ના ‘મોં’ની જે કરચલીઓ છે એમાં વડીલોની ઉપેક્ષાનો ભાવ પણ પ્રગટ્યો છે. ‘વસ્તુઓ આમ સમજતાં સમજતાં/ તૂટી જતી હોય છે/ કશું જ કર્યા વગર.’ અહીં સંકુલ માનવ સંબંધોની બરડતા અભિવ્યક્તિ પામી છે . વસ્તુઓ તૂટે છે, તરડાય છે, નાશ પામે છે છતાં વસ્તુઓ કવિને ‘અવાજ’માં અકબંધ રહેતી જણાય છે! | ‘શ્રી પુરાંત જણસે’ સંગ્રહની દીર્ઘરચના. ‘વસ્તુઓનું તૂટવું’ નોંધપાત્ર છે. આરંભે કવિ કહે છે, ‘વસ્તુઓ તૂટતી હોય છે/ તૂટ્યા વગર.’ આ આપણાથી તૂટતી વસ્તુઓનો આગળ જતાં રચનામાં સંકુલ અર્થવિસ્તાર પમાય છે. વસ્તુઓ સાથે કવિ માનવસંબંધોને પણ તાકે છે. સંબંધો પણ વસ્તુની જેમ તૂટે એ વાત પીડાપૂર્વક કવિ અભિવ્યક્ત કરે છે. ‘વૃદ્ધ’ ‘મા’ના ‘મોં’ની જે કરચલીઓ છે એમાં વડીલોની ઉપેક્ષાનો ભાવ પણ પ્રગટ્યો છે. ‘વસ્તુઓ આમ સમજતાં સમજતાં/ તૂટી જતી હોય છે/ કશું જ કર્યા વગર.’ અહીં સંકુલ માનવ સંબંધોની બરડતા અભિવ્યક્તિ પામી છે . વસ્તુઓ તૂટે છે, તરડાય છે, નાશ પામે છે છતાં વસ્તુઓ કવિને ‘અવાજ’માં અકબંધ રહેતી જણાય છે! | ||
વસ્તુઓ અને એના દ્વારા સધાતા અર્થસંકેતો વિશિષ્ટ પરિમાણો રચે છે. વસ્તુઓ વિસ્તરે છે પ્રતીક બનીને અને સંકુલ અર્થ પરિમાણોમાં રૂપાંતર પામે છે. | વસ્તુઓ અને એના દ્વારા સધાતા અર્થસંકેતો વિશિષ્ટ પરિમાણો રચે છે. વસ્તુઓ વિસ્તરે છે પ્રતીક બનીને અને સંકુલ અર્થ પરિમાણોમાં રૂપાંતર પામે છે. | ||
‘ટેબલ અને હું’ રચનામાં જડનું ચેતન સાથે અનુસંધાન રચાય છે. ટેબલ સાથે સતત સહવાસ હોઈ ટેબલ કાવ્યનાયકના સુખદુઃખનું સાક્ષી છે તેથી આ ટેબલ સ્થૂળ વસ્તુ ન રહેતાં સ્વજન સમું ભાસે છે. ‘હા... આ ટેબલ છે મારી જેમ/ બસ, હું સાંભળી શકતો નથી.’ આ પંક્તિ દ્વારા કવિ કહે છે, ટેબલ જીવંત છે જાણે અને એની ચેતના અકબંધ છે, એ મનુષ્યનું સર્વ કંઈ જાણે છે; જે મનુષ્ય એનો ઉપયોગ | ‘ટેબલ અને હું’ રચનામાં જડનું ચેતન સાથે અનુસંધાન રચાય છે. ટેબલ સાથે સતત સહવાસ હોઈ ટેબલ કાવ્યનાયકના સુખદુઃખનું સાક્ષી છે તેથી આ ટેબલ સ્થૂળ વસ્તુ ન રહેતાં સ્વજન સમું ભાસે છે. ‘હા... આ ટેબલ છે મારી જેમ/ બસ, હું સાંભળી શકતો નથી.’ આ પંક્તિ દ્વારા કવિ કહે છે, ટેબલ જીવંત છે જાણે અને એની ચેતના અકબંધ છે, એ મનુષ્યનું સર્વ કંઈ જાણે છે; જે મનુષ્ય એનો ઉપયોગ કરે છે એનો સાથ આપે છે સતત મૌન સાક્ષી બનીને. પરંતુ માનવી ચેતન હોવા છતાં એની ચીસ-પીડા સાંભળી શકતો નથી. કવિ અહીં કેટલા ઋજુ-કોમળ ભાવો અભિવ્યક્ત કરે છે! મનુષ્યએ પ્રકૃતિનો સોથ વાળી દીધો છે પોતાના સ્વાર્થ ખાતર. પ્રકૃતિ-પર્યાવરણને સતત નુકસાન પહોંચાડતો રહ્યો છે માનવી. વળી એની મૌન વાણી સાંભળી શકવાની ક્ષમતા પણ ધરાવતો નથી માનવી. આ કેવી કરુણ અને આઘાતજનક બાબત છે! મનુષ્ય કેમ આટલો, સંવેદનહીન બની ગયો છે એની વેદના પણ કવિ અનુભવતા જણાય છે. | ||
‘બાપુજીનું પહેરણ’ રચનામાં અંગત સંવેદના વ્યક્ત કરે છે કવિ. એકદા જીવન મૂલ્યની બહુ મોંઘેરી સલાહ આપેલી બાપુજીએ તે આ પહેરણ પહેરતાં કવિને સ્મરણે ઊપસી આવે છે. બાપુજીએ કહ્યું હતું, ‘દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય, પણ ચોખ્ખું રાખજે.’ અહીં વડીલની આ સલાહ કોઈ પણ સંતાન માટે કેવી મોંઘેરી જણસ બની જાય છે. પહેરણ તો નિશાની છે બાપુજીની પણ તેઓ (બાપુજી) તો કવિની સાથે ને સાથે જ છે સતત. ‘હાડમાં હાજરાહજૂર’ છે બાપુજી. | ‘બાપુજીનું પહેરણ’ રચનામાં અંગત સંવેદના વ્યક્ત કરે છે કવિ. એકદા જીવન મૂલ્યની બહુ મોંઘેરી સલાહ આપેલી બાપુજીએ તે આ પહેરણ પહેરતાં કવિને સ્મરણે ઊપસી આવે છે. બાપુજીએ કહ્યું હતું, ‘દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય, પણ ચોખ્ખું રાખજે.’ અહીં વડીલની આ સલાહ કોઈ પણ સંતાન માટે કેવી મોંઘેરી જણસ બની જાય છે. પહેરણ તો નિશાની છે બાપુજીની પણ તેઓ (બાપુજી) તો કવિની સાથે ને સાથે જ છે સતત. ‘હાડમાં હાજરાહજૂર’ છે બાપુજી. | ||
‘શ્રી પુરાંત જણસે’ દીર્ઘ કાવ્ય છે, રચના અલગ લેખ માંગી લે એવી માતબર છે. | ‘શ્રી પુરાંત જણસે’ દીર્ઘ કાવ્ય છે, રચના અલગ લેખ માંગી લે એવી માતબર છે. |