પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
અનુ-આધુનિક કવિતાએ પોતાની પૂર્વ કાવ્યપરંપરાઓને પ્રીછી અને પ્રમાણી છે. નજીકની અને દૂરસૂદૂરની પણ, પરંપરાઓમાંથી ખોબો પાણી પીધું છે. પુરાણકથાઓ, લોક/દંતકથાઓને સાંપ્રત સાથે સંયોજીને, વર્તમાન જીવનની – પોતાના યુગની – વેદના-સંવેદનાને; આ કવિતા બરાબર વર્ણવે છે. આમાંથી પણ કેટલાંક નૂતન પરિમાણો પ્રગટી આવ્યાં છે. છંદોલય, પરંપરિત, લોકલય, મુક્તલય, લયમુક્તિ તથા અછાંદસને પ્રયોજીને પોતાની યુગચેતનાજન્ય સંવેદનાની બળકટ અને બહુપરિમાણી અભિવ્યક્તિ સાધી છે... જરૂર પડી ત્યાં નવી ભાષા ઘડી છે. નૂતન શબ્દવિન્યાસો રચતી વખતે પ્રત્યાયન-ક્ષમતાનો ખ્યાલ પણ રાખ્યો છે. તત્સમ અને તળ-નો શબ્દ પણ લેખે લગાડ્યો છે. એ જ રીતે મધ્યકાલીન પદ્યસ્વરૂપોનો નવી રીતે-ભાતે નોખો વિ-નિયોગ પણ રચ્યો છે. પદ-ભજન-પદ્યવાર્તા-આખ્યાનની પ્રકૃતિ પ્રમાણી એને વર્તમાન વર્ણવવા નવી કરીને પોતાની સંવેદનાને વધુ સ્પર્શ્ય તથા વ્યાપક બનાવી છે.

આધુનિકતાની ઉપલબ્ધિઓની સાથે એની કૃતકતાને પણ ઓળખી. ઉપલબ્ધિઓનો આદર કર્યો તથા પોતાની સાથે જોડી, આગળ વધારી, પરંપરા રચવામાં કદમ મિલાવ્યા. ભાષાકર્મ-શબ્દકર્મ તથા કાવ્યપિંડ-રચનાપુદ્‌ગલની વાત તો પાઠફેરે રા વિ પાઠક, ઉમાશંકર, સુંદરમ્‌ની કાવ્યવિવેચનામાંય આવી હતી. અનુ-આધુનિક કવિતાએ પણ શબ્દ અને રૂપની જિકર ચાલુ રાખી છે, આધુનિકોએ હાંસિયામાં ધકેલી દીધેલી સમાજકેન્દ્રી અને વર્ગવર્ણજન્ય સંવેદનાઓને અનુ-આધુુનિક કવિતા મુખ્યધારાની લગોલગ લાવી મૂકે છે. કવિતાની સામગ્રી ઘણેઅંશે બદલાઈ છે. વિષય, સંવેદના તથા વિચારની ભોંય પણ બદલાયેલી પમાય છેઃ

o ગામડાં હવે શહેર પહેરીને મ્હાલે છે. અસલ અસ્તાચળે છે.
ગામડાં હવે શહેર પહેરીને મ્હાલે છે. અસલ અસ્તાચળે છે.
o શહેરોમાં યંત્રો સાથે માણસ પણ યંત્રવત્‌ અને લાગણીશૂન્ય થઈને વર્તે છે.
શહેરોમાં યંત્રો સાથે માણસ પણ યંત્રવત્‌ અને લાગણીશૂન્ય થઈને વર્તે છે.
o શિક્ષિત સ્ત્રીઓનેઆર્થિક સ્વાતંત્ર્યતા મળતાં કુટુમ્બજીવનના તથા સમાનતાના ખ્યાલો બદલાયા છે.
શિક્ષિત સ્ત્રીઓનેઆર્થિક સ્વાતંત્ર્યતા મળતાં કુટુમ્બજીવનના તથા સમાનતાના ખ્યાલો બદલાયા છે.
o શિક્ષણથી સભાન થયેલો દલિતવર્ગ સંઘર્ષ સાથે હવે વિદ્રોહ કરે છે. નોકરી તથા પદોન્નતિ સાથે એમની સમસ્યાઓ બદલાઈ છે. નિરાંતનો પડાવ હજી દૂર છે.
શિક્ષણથી સભાન થયેલો દલિતવર્ગ સંઘર્ષ સાથે હવે વિદ્રોહ કરે છે. નોકરી તથા પદોન્નતિ સાથે એમની સમસ્યાઓ બદલાઈ છે. નિરાંતનો પડાવ હજી દૂર છે.
o મૂલ્યહ્રાસ અને ‘નિયોરીચક્લાસ’ સાથે મળતાં જીવનનાં દરેક ક્ષેત્રોમાં સભ્યતા/ સંસ્કાર/ નીતિનિષ્ઠાની મૂળગામી પરંપરા છિન્નભિન્ન થતાં બર્બરતા તથા અરાજકતા વધી છે. મૂલ્યહીન રાજકારણે સ્થિતિઓ વકરાવી છે.
મૂલ્યહ્રાસ અને ‘નિયોરીચક્લાસ’ સાથે મળતાં જીવનનાં દરેક ક્ષેત્રોમાં સભ્યતા/ સંસ્કાર/ નીતિનિષ્ઠાની મૂળગામી પરંપરા છિન્નભિન્ન થતાં બર્બરતા તથા અરાજકતા વધી છે. મૂલ્યહીન રાજકારણે સ્થિતિઓ વકરાવી છે.
o ખેતી, પ્રકૃતિ તથા પર્યાવરણ પર યંત્રોના આક્રમણોએ પૃથ્વીનો ચહેરો વિ-રૂપ કરી દીધો છે.
ખેતી, પ્રકૃતિ તથા પર્યાવરણ પર યંત્રોના આક્રમણોએ પૃથ્વીનો ચહેરો વિ-રૂપ કરી દીધો છે.
o વિદેશમાં કે દેશમાં વસતો માણસ પોતાનાં મૂળકૂળની ઓળખ શોધવા-સાચવવા માટે ફાંફાં મારે છે. વર્તમાને ઝૂંટવી લીધેલી અસલ ઓળખ પાછી મળે તો જીવવું કૈંક સહ્ય બને, એમાં કળાઓ મદદ કરી શકશે એવી આશા વધુ તીવ્ર બની છે.
વિદેશમાં કે દેશમાં વસતો માણસ પોતાનાં મૂળકૂળની ઓળખ શોધવા-સાચવવા માટે ફાંફાં મારે છે. વર્તમાને ઝૂંટવી લીધેલી અસલ ઓળખ પાછી મળે તો જીવવું કૈંક સહ્ય બને, એમાં કળાઓ મદદ કરી શકશે એવી આશા વધુ તીવ્ર બની છે.
o તત્ત્વ-સત્ત્વ તથા ફિલસૂફી અને દર્શન સાથે સંકળાયેલું આપણું પરંપરાપ્રાપ્ત અધ્યાત્મ અને આધ્યાત્મિક જીવન વંઠેલા વર્તમાનના સકંજામાં છે. આપણો કવિ પેલા તત્ત્વવિચારને પુનઃ પુનઃ પ્રયોજી જુવે છે –ને એમ વર્તમાનને વિશદ ચિત્ર બતાવવા કાવ્યદર્પણ  ધરે છે.
તત્ત્વ-સત્ત્વ તથા ફિલસૂફી અને દર્શન સાથે સંકળાયેલું આપણું પરંપરાપ્રાપ્ત અધ્યાત્મ અને આધ્યાત્મિક જીવન વંઠેલા વર્તમાનના સકંજામાં છે. આપણો કવિ પેલા તત્ત્વવિચારને પુનઃ પુનઃ પ્રયોજી જુવે છે –ને એમ વર્તમાનને વિશદ ચિત્ર બતાવવા કાવ્યદર્પણ  ધરે છે.
o મનોરંજન અને માધ્યમોનાં નકરાં બજારકેન્દ્રી વલણોએ સ્ત્રી-પુરુષ સમ્બન્ધો તથા લગ્નસંસ્થા (કુટુમ્બ-સમાજ)ને આઘાતજનક મોડ પર લાવી મૂક્યાં છે.
મનોરંજન અને માધ્યમોનાં નકરાં બજારકેન્દ્રી વલણોએ સ્ત્રી-પુરુષ સમ્બન્ધો તથા લગ્નસંસ્થા (કુટુમ્બ-સમાજ)ને આઘાતજનક મોડ પર લાવી મૂક્યાં છે.
o સત્તા/ સરકારોએ જમીન-જળ અને જંગલો પર આક્રમણ/ અતિક્રમણ કર્યું છે. વિકાસને નામે સમાજ તથા પ્રકૃતિ સંતુલનને વણસાડી દીધું છે. આથી વનવાસીઓની વિષમ સમસ્યાઓ બોલવા માંડી છે.
સત્તા/ સરકારોએ જમીન-જળ અને જંગલો પર આક્રમણ/ અતિક્રમણ કર્યું છે. વિકાસને નામે સમાજ તથા પ્રકૃતિ સંતુલનને વણસાડી દીધું છે. આથી વનવાસીઓની વિષમ સમસ્યાઓ બોલવા માંડી છે.
અનુ-આધુનિક કવિ આવા વિષયો અને તદ્‌જન્ય વેદના સંવેદનાની કવિતા પોતાની નોખી રીતે-ભાતે કરતો રહ્યો છે. એવું કહેવાની આજે તો જરા પણ જરૂર નથી કે આજની આપણી અનુ-આધુનિક કવિતા આધુનિકતાનો પડાવ છોડીને પોતાની જુદી જુદી કેડીઓ રચતી આગળ વધતી ને વધતી જાય છે.

કવિતામાં જ્યારે વિષય-સંવેદના બદલાય ત્યારે, એને કહેવાની રીતિ પણ બદલાય છે. રજૂઆત બદલવા માટે ભાષા અને રૂપ પણ બદલાતાં આવે છે. જેમકે મધ્યકાલીન પદ્યવાર્તા – આખ્યાન તથા પદ – ભજનનાં સ્વરૂપોનો, આ ગાળાની કવિતાએ પોતાની સંવેદનાને પ્રભાવક રીતે રજૂ કરવા સારુ, નોખી ભાતે વિનિયોગ કર્યો છે. પદનો-ભજનનો, ગીતને નોખું પાડવા તથા અધ્યાત્મવિચારને નવી ભૂમિકાએ સંક્રમિત કરવા, અનુઆધુનિક કવિઓએ જાુદી ભાતે વિનિયોગ કર્યો છે. પુરોગામીઓની રચનાઓના સન્દર્ભો લઈને પોતાની સંવેદનાને વ્યાપક રીતે રજૂ કરવાનાં વલણો પણ પ્રગટ્યાં છે. હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર તથા સંજુ વાળામાં આનાં દૃષ્ટાંતો મળે છે. પુરાકથાઓ લઈને દીર્ઘરચનાઓ દ્વારા વર્તમાનની વિભિષિકાઓને ઓળખાવવાના સબળ પ્રયાસો પણ થયા છે. તળ બોલી, તળના લોકલય, છંદ, કાકૂ, મુક્તછંદ તથા અછાંદસ રીતિ અને તત્સમ પદાવલિ પ્રયોજીને સંવેદનાને પ્રભાવક અભિવ્યક્તિ આપવામાં અનુ-આધુનિકો વધુ સફળ થયા છે. ટેકનિક બોજ કે કૃતક બની ન જાય એનું ધ્યાન રાખીને, પ્રતીક-કલ્પનોનો મર્યાદિત પ્રયોગ કરીને, આ કવિઓએ કવિતાને પ્રત્યાયનક્ષમ બનાવી છે. સમકાલીન જીવનની અંતરંગ ચેતના – (જેમાં નગર, ગામ, નારી, દલિત, અરણ્યવાસીની ચેતના પણ આવે તેમ) – ને ઝીલતી, અનુ-આધુનિક કવિતાનાં આ બધાં વલણો-લક્ષણો, સદૃષ્ટાંત સમજાવી શકાય એવી વિવિધતા-વિલક્ષણતા અને વિષય સમૃદ્ધિ તથા કાવ્યસિદ્ધિ આ કવિઓમાં છે.

Navigation menu