17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 15: | Line 15: | ||
હજીયે ટકી રહ્યા છે, એ ન ભુલાય.</poem>'''}} | હજીયે ટકી રહ્યા છે, એ ન ભુલાય.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઠંડીની થપાટ એવી કે ત્રણ ક્રિયાપદ સાગમટે વાપરવા પડ્યાં: | ઠંડીની થપાટ એવી કે ત્રણ ક્રિયાપદ સાગમટે વાપરવા પડ્યાં: ‘ઠૂંઠવાવું', ‘મરવું', ‘પડવું.' ચિત્તા, વાઘસિંહ, ગરુડબાજ ઠંડીના શિકાર ક્યાંથી થાય? એ તો પોતે જ શિકારી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ઠંડીના કાળા લોખંડની સાથે | {{Block center|'''<poem>ઠંડીના કાળા લોખંડની સાથે | ||
Line 23: | Line 23: | ||
કે તણખ ઊઠે તાતી, રાતી-સફેદ.</poem>'''}} | કે તણખ ઊઠે તાતી, રાતી-સફેદ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તાપણું પેટાવવું કેમ? ઠંડીના લોખંડ સાથે પથરો અથડાવીને. પથરો લાવવો ક્યાંથી? છાતીની બખોલમાંથી. ‘ગટ્સ'ના બે અર્થ—આંતરડું અને હિંમત ડૂ યૂ હૅવ ધ ગટ્સ? હિંમત દુકાનમાંથી નહીં, ડૂંટીમાંથી લાવવી પડે. આપત્તિ સાથે સાહસની ટક્કર થાય ત્યારે તણખ ઝરે. | તાપણું પેટાવવું કેમ? ઠંડીના લોખંડ સાથે પથરો અથડાવીને. પથરો લાવવો ક્યાંથી? છાતીની બખોલમાંથી. ‘ગટ્સ'ના બે અર્થ—આંતરડું અને હિંમત ડૂ યૂ હૅવ ધ ગટ્સ? હિંમત દુકાનમાંથી નહીં, ડૂંટીમાંથી લાવવી પડે. આપત્તિ સાથે સાહસની ટક્કર થાય ત્યારે તણખ ઝરે. ‘તણખ' યાને વેદનાનો સણકો. કવિ ‘તણખ' શબ્દથી ‘સણકો' અને ‘તણખો' એમ બે અર્થ પ્રકટાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>વિચારવાનો વખત નથી આ, પેટાવો, | {{Block center|'''<poem>વિચારવાનો વખત નથી આ, પેટાવો, | ||
Line 39: | Line 39: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
….એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી. | ….એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી. | ||
આતતાયી રાત અદૃશ્ય ઠંડા ચીપિયાઓથી આપણાં રૂંવાડાં ઝાલીને ઊભાં કરે છે. | આતતાયી રાત અદૃશ્ય ઠંડા ચીપિયાઓથી આપણાં રૂંવાડાં ઝાલીને ઊભાં કરે છે. ‘આપણાં’ કહેતાંવેંત આ લડતમાં તમારી અને મારી સીધી સંડોવણી થાય છે. રાત જીતે પણ આપણે ના હારીએ, એવું કેમ બને? ઝાકિરહુસેનની વાર્તા છે, ‘અબ્બૂખાં કી બકરી.' અબ્બૂખાં પાસે દૂધ જેવી ધોળી અને હરણ જેવાં શિંગડાંવાળી એક બકરી હતી, નામ એનું ચાંદની. અબ્બૂખાં એને બેટીની જેમ પ્યાર કરતા, પણ ચાંદનીની એક જ રઢ : મને આઝાદ કરો, મને વગડામાં જવા દો. અબ્બૂખાં સમજાવે, અરે પાગલ, વગડામાં ન જવાય, ત્યાં વરુ હોય. એક દી ચાંદની વાડામાંથી નાઠી. અબ્બૂખાંએ લાખ શોધી, પણ ન મળી. દિવસ આખો ચાંદનીએ હરિયાળી સ્વતંત્રતા ચાખી. રાતે આવ્યું વરુ. ચાંદની શિંગડાંભેર ઝઝૂમી, રાત આખી. પરોઢિયે લોહીથી લથબથ સ્વરે બોલી, ‘યા અલ્લાહ! અપાય તેટલી લડત મેં આપી…’ વૃક્ષ પર ચકલીઓનું વૃંદ બેઠું હતું. સૌએ કહ્યું, ‘વરુ જીત્યું' પણ એક વૃદ્ધ ચકલી બોલી, ‘ના, ચાંદની જીતી.’ | ||
ધસી આવતી આ પોષની રાત કેવી દેખાય છે? | ધસી આવતી આ પોષની રાત કેવી દેખાય છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 49: | Line 49: | ||
ગંધારું જાણે ચીડિયું ઊંટ</poem>'''}} | ગંધારું જાણે ચીડિયું ઊંટ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિને રાત પ્રત્યે સહાનુભૂતિ નથી, (ક્યાંથી હોય?) એટલે થૂંક ઉરાડતા ઊંટ સાથે તેની તુલના કરે છે. સરવા કાનનો ભાવક | કવિને રાત પ્રત્યે સહાનુભૂતિ નથી, (ક્યાંથી હોય?) એટલે થૂંક ઉરાડતા ઊંટ સાથે તેની તુલના કરે છે. સરવા કાનનો ભાવક ‘ગંધારું' સાથે ‘અંધારું' પણ સાંભળી શકશે. | ||
ગાંગરતા બચકાં ભરતા ઊંટનું કરવું શું? | ગાંગરતા બચકાં ભરતા ઊંટનું કરવું શું? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 69: | Line 69: | ||
દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે ફાગણની હોળીના હૂંફાળા ભડકા, મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે ઊના ઊના ભોજનની | દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે ફાગણની હોળીના હૂંફાળા ભડકા, મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે ઊના ઊના ભોજનની | ||
છાતીભરીને સોડમ | છાતીભરીને સોડમ | ||
કવિ ઇંદ્રિયોનું ‘પંચનામું’ કરે છે. ‘દેખાશે’ (દૃષ્ટિ), ‘ઘોડાના | કવિ ઇંદ્રિયોનું ‘પંચનામું’ કરે છે. ‘દેખાશે’ (દૃષ્ટિ), ‘ઘોડાના ડાબલા’ (શ્રુતિ), ‘મહેકશે' (ઘ્રાણ), ‘હૂંફાળા' (સ્પર્શ), ‘ઊના ભોજન' (સ્વાદ). પરંતુ સૂરજનારાયણ ન આવ્યા અને તાપણામાં લાકડાનું છેલ્લું છોડિયુંયે ન રહ્યું, તો? તો ઊગજો… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ઊગજો ખંભાની ઉપર સહજપણે સળગી શકતો | {{Block center|'''<poem>ઊગજો ખંભાની ઉપર સહજપણે સળગી શકતો | ||
માથા કરતાંય મથોડું ઊંચો ઊઠતો નાચતા નરસૈંયાનો અણનમ હાથ.</poem>'''}} | માથા કરતાંય મથોડું ઊંચો ઊઠતો નાચતા નરસૈંયાનો અણનમ હાથ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સૂરજનારાયણમાં ‘નારાયણ' શબ્દ સમાયેલો છે અને નરસિંહમાં | સૂરજનારાયણમાં ‘નારાયણ' શબ્દ સમાયેલો છે અને નરસિંહમાં ‘નર'. જે નારાયણ ન કરી શકે તે નર કરશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} |
edits