2,669
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મીરાનું ઘર|રેણુકા એચ. | {{Heading|મીરાનું ઘર|રેણુકા એચ. પટેલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બસને એક આંચકો આવ્યો અને મીરાની આંખ ઊઘડી ગઈ. પોતાની કાંડાઘડિયાળમાં જોયું, હજી તો બે જ વાગ્યા છે. અમદાવાદ તો આવશે છેક સવારે સાત વાગે ! હવે જલદી બસને પાંખો આવી જાય અને પાંચ કલાકના બદલે પાંચ મિનિટમાં ઘર આવી જાય તો કેટલું સારું ! આજે ઘર છોડે બાવીસ દિવસ તો થઈ ગયા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો શાશ્વત સાથે વાત પણ નથી થઈ. રામ જાણે શું કર્યા કરે છે. ન ઘરનો ફોન લાગે છે ન એનો સેલફોન લાગે છે. નીકળતી વખતે જ નક્કી કર્યું હતું કે રોજ એક વાર ફોન પર વાત કરીશું જ પણ આ શાશ્વત ! મીરાને જરા ચિંતા થઈ. માંદો તો નહીં પડ્યો હોય? પણ માંદો પડ્યો હોય એમાં ફોન કેમ ન લાગે? તદ્દન ઇડિયટ જેવો છે, ગમાર ! મીરાને સહેજ ગુસ્સો આવી ગયો, તેણે બસમાં નજર કરી. આછી રોશનીમાં બસમાં બધાં જ ઘસઘસાટ ઊંઘતા હતા. કોઈકોઈનાં નસકોરાંનો અવાજ બસની ઘરઘરાટીમાં ભળી જઈને રાતની નીરવ શાંતિમાં વિક્ષેપ પાડી રહ્યો હતો. તેણે બારી બહાર નજર કરી. વિશ્વ જાણે ગાઢ અંધકારમાં ડૂબી ગયું હતું. આવો જ ગાઢ અંધકાર તેના જીવનમાં પણ વ્યાપી ગયો હતો જ્યારે તેની માનું મરણ થયું હતું. ઉષાબહેન પણ ત્યારે જ તો તેને મળ્યાં હતાં ! ઉષાબહેન ત્યારે શાશ્વતના જન્મ માટે રાણકપુર આવેલાં. ઉષાબહેનનું પિયર અને મીરાના મામાનું ઘર એક જ ફળિયામાં હતું. મીરાની માના મૃત્યુ બાદ મામા તેને પોતાના ઘેર લઈ આવેલા. મીરાની ઉંમર તે વખતે માંડ ૧૪-૧૫ વર્ષની. ઉષાબહેન તેને બહુ ગમતાં. ક્યારેક ઉષાબહેન પાસે આવીને બેસતી અને રડી પડતી. માના મૃત્યુને છ-સાત મહિના જ થયેલા, મામા-મામી સાથે બહુ ફાવતું નહીં અને બીજું કોઈ ખાસ સગું હતું નહીં. બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગતું હતું ત્યારે શાશ્વતની સાથે મીરાને પણ લઈ આવેલાં. | બસને એક આંચકો આવ્યો અને મીરાની આંખ ઊઘડી ગઈ. પોતાની કાંડાઘડિયાળમાં જોયું, હજી તો બે જ વાગ્યા છે. અમદાવાદ તો આવશે છેક સવારે સાત વાગે ! હવે જલદી બસને પાંખો આવી જાય અને પાંચ કલાકના બદલે પાંચ મિનિટમાં ઘર આવી જાય તો કેટલું સારું ! આજે ઘર છોડે બાવીસ દિવસ તો થઈ ગયા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો શાશ્વત સાથે વાત પણ નથી થઈ. રામ જાણે શું કર્યા કરે છે. ન ઘરનો ફોન લાગે છે ન એનો સેલફોન લાગે છે. નીકળતી વખતે જ નક્કી કર્યું હતું કે રોજ એક વાર ફોન પર વાત કરીશું જ પણ આ શાશ્વત ! મીરાને જરા ચિંતા થઈ. માંદો તો નહીં પડ્યો હોય? પણ માંદો પડ્યો હોય એમાં ફોન કેમ ન લાગે? તદ્દન ઇડિયટ જેવો છે, ગમાર ! મીરાને સહેજ ગુસ્સો આવી ગયો, તેણે બસમાં નજર કરી. આછી રોશનીમાં બસમાં બધાં જ ઘસઘસાટ ઊંઘતા હતા. કોઈકોઈનાં નસકોરાંનો અવાજ બસની ઘરઘરાટીમાં ભળી જઈને રાતની નીરવ શાંતિમાં વિક્ષેપ પાડી રહ્યો હતો. તેણે બારી બહાર નજર કરી. વિશ્વ જાણે ગાઢ અંધકારમાં ડૂબી ગયું હતું. આવો જ ગાઢ અંધકાર તેના જીવનમાં પણ વ્યાપી ગયો હતો જ્યારે તેની માનું મરણ થયું હતું. ઉષાબહેન પણ ત્યારે જ તો તેને મળ્યાં હતાં ! ઉષાબહેન ત્યારે શાશ્વતના જન્મ માટે રાણકપુર આવેલાં. ઉષાબહેનનું પિયર અને મીરાના મામાનું ઘર એક જ ફળિયામાં હતું. મીરાની માના મૃત્યુ બાદ મામા તેને પોતાના ઘેર લઈ આવેલા. મીરાની ઉંમર તે વખતે માંડ ૧૪-૧૫ વર્ષની. ઉષાબહેન તેને બહુ ગમતાં. ક્યારેક ઉષાબહેન પાસે આવીને બેસતી અને રડી પડતી. માના મૃત્યુને છ-સાત મહિના જ થયેલા, મામા-મામી સાથે બહુ ફાવતું નહીં અને બીજું કોઈ ખાસ સગું હતું નહીં. બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગતું હતું ત્યારે શાશ્વતની સાથે મીરાને પણ લઈ આવેલાં. |