નારીસંપદાઃ નાટક/પ્રણયના રંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 114: Line 114:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


<big>'''અંક પહેલો'''</big>
{{center|<big>'''અંક પહેલો'''</big>}}
<poem>
<poem>
::[પડદો ઊપડે છે. ડૉ. દિનેશના ઘરનું દીવાનખાનું દેખાય છે. તે સાદું પણ કલામય રીતે શણગારેલું છે. ડૉ. દિનેશ ને મંજરી પ્રેમલગ્નથી જોડાયેલ યુગલ છે. સમય સાંજના સાતેક વાગ્યાનો છે. ૫ડદો ઊપડે છે, ત્યારે તખ્તા પર કોઈ નથી. ઘંટડીનો અવાજ સંભળાય છે ને નોકર છગન દોડતો દોડતો ઘરની અંદરથી આવીને બારણું ઉઘાડે છે. રમેશ પ્રવેશ કરે છે. રમેશ આશરે ૩૦ વર્ષનો યુવાન સૉલિસિટર છે, ને તે ડૉક્ટરની પત્ની મંજરીનો ભાઈ થાય છે. તેણે ભપકાબંધ કપડાં પહેર્યાં છે. કોઈને દીવાનખાનામાં ન જોતાં તે નોકર છગન તરફ આશ્ચર્યભરી રીતે જુએ છે.]  
::[પડદો ઊપડે છે. ડૉ. દિનેશના ઘરનું દીવાનખાનું દેખાય છે. તે સાદું પણ કલામય રીતે શણગારેલું છે. ડૉ. દિનેશ ને મંજરી પ્રેમલગ્નથી જોડાયેલ યુગલ છે. સમય સાંજના સાતેક વાગ્યાનો છે. ૫ડદો ઊપડે છે, ત્યારે તખ્તા પર કોઈ નથી. ઘંટડીનો અવાજ સંભળાય છે ને નોકર છગન દોડતો દોડતો ઘરની અંદરથી આવીને બારણું ઉઘાડે છે. રમેશ પ્રવેશ કરે છે. રમેશ આશરે ૩૦ વર્ષનો યુવાન સૉલિસિટર છે, ને તે ડૉક્ટરની પત્ની મંજરીનો ભાઈ થાય છે. તેણે ભપકાબંધ કપડાં પહેર્યાં છે. કોઈને દીવાનખાનામાં ન જોતાં તે નોકર છગન તરફ આશ્ચર્યભરી રીતે જુએ છે.]  
રમેશ : છગન! મંજરી અહીં નથી?  
'''રમેશ :''' છગન! મંજરી અહીં નથી?  
છગન : જી, ના, સાબ!
'''છગન :''' જી, ના, સાબ!
રમેશ : હં…વારુ…જા, એને અંદર જઈને ખબર આ૫, કે હું આવ્યો છું.
'''રમેશ :''' હં…વારુ…જા, એને અંદર જઈને ખબર આ૫, કે હું આવ્યો છું.
છગન : પણ શા.....બ! બાઈ તો ઘરમાં જ નથી, કોને ખબર આપું?
'''છગન :''' પણ શા.....બ! બાઈ તો ઘરમાં જ નથી, કોને ખબર આપું?
રમેશ : મંજરી ઘરમાં નથી? નવાઈની વાત, પણ તો પછી.....
'''રમેશ :''' મંજરી ઘરમાં નથી? નવાઈની વાત, પણ તો પછી.....
છગન : શા....…બ………બાઈ કહી ગયાં છે, કે ભાઈ આવે ત્યારે બેસાડજે ને એમને આ ‘મુંબઈ સમાચાર'  વાંચવા આપજે.
'''છગન :''' શા....…બ………બાઈ કહી ગયાં છે, કે ભાઈ આવે ત્યારે બેસાડજે ને એમને આ ‘મુંબઈ સમાચાર'  વાંચવા આપજે.
રમેશ : તો શું તારી બાઈ એમ માને છે, કે સાંજ સુધી મેં સવારનું છાપું પણ નહિ વાંચ્યું હોય?
'''રમેશ :''' તો શું તારી બાઈ એમ માને છે, કે સાંજ સુધી મેં સવારનું છાપું પણ નહિ વાંચ્યું હોય?
છગન : શા.....બ! પીવાનું શું લાવું, ચા કે દૂધ?
'''છગન :''' શા.....બ! પીવાનું શું લાવું, ચા કે દૂધ?
રમેશ : તને શું હજી હું દૂધ પીતો દેખાઉં છું?  
'''રમેશ :''' તને શું હજી હું દૂધ પીતો દેખાઉં છું?  
છગન : ને-શા.....બ! એ તો કોણ જાણે, પણ…  
'''છગન :''' ને-શા.....બ! એ તો કોણ જાણે, પણ…  
રમેશ : વારુ, વારુ, ચા લાવજે. પણ મંજરી ક્યારે આવવાનું કહી ગઈ છે?
'''રમેશ :''' વારુ, વારુ, ચા લાવજે. પણ મંજરી ક્યારે આવવાનું કહી ગઈ છે?
છગન : બાઈએ મને તો કંઈ જ કીધું નથી, શા.....બ!
'''છગન :''' બાઈએ મને તો કંઈ જ કીધું નથી, શા.....બ!
રમેશ : પણ એણે મને તો તાર કરીને બોલાવ્યો ને એ જ પોતે ઘેર નહિ!! કેવું વિચિત્ર!  
'''રમેશ :''' પણ એણે મને તો તાર કરીને બોલાવ્યો ને એ જ પોતે ઘેર નહિ!! કેવું વિચિત્ર!  
છગન : હા, શા…બ, તાર કરવા તો હું જાતે જ ગયેલોને!
'''છગન :''' હા, શા…બ, તાર કરવા તો હું જાતે જ ગયેલોને!
રમેશ : તો શા માટે તાર કર્યો હતો, તે પણ તું જાણતો હોઈશ?
'''રમેશ :''' તો શા માટે તાર કર્યો હતો, તે પણ તું જાણતો હોઈશ?
છગન : નહિ શાબ. ઈ અંગ્રેજી લખેલું હું શી રીતે સમજું?
'''છગન :''' નહિ શાબ. ઈ અંગ્રેજી લખેલું હું શી રીતે સમજું?
રમેશ: હં......... નવાઈ લાગે છે, કે મંજરી અત્યારે બહાર ગઈ છે. વારુ, હવે આવ્યો છું, તો બેસવું તો પડશેજને........ (ઘડિયાળ તરફ જોઈને) પણ મારે બીજી એપોઈન્ટમેન્ટ છે, એટલે વધારે તો નહિ બેસી શકું. વારુ,  છગન! 'સમાચાર' આપ તો.
'''રમેશ :''' હં......... નવાઈ લાગે છે, કે મંજરી અત્યારે બહાર ગઈ છે. વારુ, હવે આવ્યો છું, તો બેસવું તો પડશેજને........ (ઘડિયાળ તરફ જોઈને) પણ મારે બીજી એપોઈન્ટમેન્ટ છે, એટલે વધારે તો નહિ બેસી શકું. વારુ,  છગન! 'સમાચાર' આપ તો.
[એ બેસે છે. છગન છાપું આપે છે. તે વાંચે છે. ત્યાં પાછી ઘંટડી વાગે છે ને ગંગાબેન પ્રવેશ કરે છે. ગંગાબેનની ઉમ્મર લગભગ ૪૦થી ૪૨ની છે, ને તે રમેશનાં તથા મંજરીનાં કાકી થાય છે.]
[એ બેસે છે. છગન છાપું આપે છે. તે વાંચે છે. ત્યાં પાછી ઘંટડી વાગે છે ને ગંગાબેન પ્રવેશ કરે છે. ગંગાબેનની ઉમ્મર લગભગ ૪૦થી ૪૨ની છે, ને તે રમેશનાં તથા મંજરીનાં કાકી થાય છે.]


રમેશ : ઓહ કાકી તમે? અત્યારે અહીં?
'''રમેશ :''' ઓહ કાકી તમે? અત્યારે અહીં?
ગંગા : હું તો કામે આવી છું, પણ તું અહીં ક્યાંથી? મંજરી ક્યાં છે?
'''ગંગા :''' હું તો કામે આવી છું, પણ તું અહીં ક્યાંથી? મંજરી ક્યાં છે?
રમેશ : બેનબા તો બહાર પધાર્યાં છે.
'''રમેશ :''' બેનબા તો બહાર પધાર્યાં છે.
ગંગા : બહાર ગઈ છે? છગન, મંજરી ક્યાં ગઈ છે?
'''ગંગા :''' બહાર ગઈ છે? છગન, મંજરી ક્યાં ગઈ છે?
છગન : ખબર નથી, કાકી! પણ કહેતાં ગયાં છે કે કાકી આવે ત્યારે બેસાડજે ને આ “મોજમજાહ”નો અંક વાંચવા આપજે.
'''છગન :''' ખબર નથી, કાકી! પણ કહેતાં ગયાં છે કે કાકી આવે ત્યારે બેસાડજે ને આ “મોજમજાહ”નો અંક વાંચવા આપજે.
ગંગા : આ ઉમ્મરે હું હવે “મોજમજાહ” જ વાંચીશને! કંઈક રામાયણ ભાગવત આપવાનું ના સૂઝ્યું ને આવું છાપું આપવાનું સૂઝ્યું?  ગજબની છોકરી છે, હે ભગવાન!
'''ગંગા :''' આ ઉમ્મરે હું હવે “મોજમજાહ” જ વાંચીશને! કંઈક રામાયણ ભાગવત આપવાનું ના સૂઝ્યું ને આવું છાપું આપવાનું સૂઝ્યું?  ગજબની છોકરી છે, હે ભગવાન!
રમેશ : જીવનમાં એની પણ જરૂર છે ને, કાકી!
'''રમેશ :''' જીવનમાં એની પણ જરૂર છે ને, કાકી!
ગંગા : શેની?
'''ગંગા :''' શેની?
રમેશ : મોજમજાહની (હસે છે)
'''રમેશ :''' મોજમજાહની (હસે છે)
છગન : કાકી, તમારા માટે શું લાવું? ચા, કૉફી કે છાશ?
'''છગન :''' કાકી, તમારા માટે શું લાવું? ચા, કૉફી કે છાશ?
રમેશ : અમે ચા જ પીશું. જા, બનાવી લાવ.
'''રમેશ :''' અમે ચા જ પીશું. જા, બનાવી લાવ.
(છગન જાય છે.)
(છગન જાય છે.)
ગંગા : મંજરીની મારા પર ચિઠ્ઠી આવી હતી, લખ્યું હતું કે જલદી સાત વાગ્યે આવી પહોંચો. બહુ જ અગત્યનું કામ છે. હું તો દોડતી આવી.  
'''ગંગા :''' મંજરીની મારા પર ચિઠ્ઠી આવી હતી, લખ્યું હતું કે જલદી સાત વાગ્યે આવી પહોંચો. બહુ જ અગત્યનું કામ છે. હું તો દોડતી આવી.  
રમેશ : અરે, મારે તો તાર આવ્યો હતો. હું પુનાથી દોડતો આવ્યો છું.
'''રમેશ :''' અરે, મારે તો તાર આવ્યો હતો. હું પુનાથી દોડતો આવ્યો છું.
ગંગા : એમ.....તો તો જરૂર કંઈક અગત્યનું જ કામ હશે.
'''ગંગા :''' એમ.....તો તો જરૂર કંઈક અગત્યનું જ કામ હશે.
[આ વખતે પાછી ઘંટડી થાય છે, ને છગન બારણું ખોલે છે. ગૌરીપ્રસાદ પ્રવેશ કરે છે. ગૌરીપ્રસાદ ગંગાબેનના પતિ છે, ને ગણિતના પ્રોફેસર છે.]
[આ વખતે પાછી ઘંટડી થાય છે, ને છગન બારણું ખોલે છે. ગૌરીપ્રસાદ પ્રવેશ કરે છે. ગૌરીપ્રસાદ ગંગાબેનના પતિ છે, ને ગણિતના પ્રોફેસર છે.]
ગૌરીપ્રસાદ : ઓહ રમેશ તું અહીંયાં? (પોતાનાં પત્ની તરફ જોઈને) અને તમે ઘરનો કારભાર મૂકીને આ સમયે અહીંયાં?
'''ગૌરીપ્રસાદ :''' ઓહ રમેશ તું અહીંયાં? (પોતાનાં પત્ની તરફ જોઈને) અને તમે ઘરનો કારભાર મૂકીને આ સમયે અહીંયાં?
[આ વખતે છગન ચા લાવે છે.]
[આ વખતે છગન ચા લાવે છે.]
રમેશ : છગન, એક કપ વધારે લઈ આવ. કાકા! મંજરીએ તમને પણ બોલાવ્યા છે કે શું?
'''રમેશ :''' છગન, એક કપ વધારે લઈ આવ. કાકા! મંજરીએ તમને પણ બોલાવ્યા છે કે શું?
[છગન જાય છે, ને પાછો આવીને કપ મૂકી જાય છે.]
[છગન જાય છે, ને પાછો આવીને કપ મૂકી જાય છે.]
ગંગા : બોલાવ્યા જ હશે, નહિ તો લોનાવાલાથી તો ચાર દિવસ પછી આવવાના હતા.
'''ગંગા :''' બોલાવ્યા જ હશે, નહિ તો લોનાવાલાથી તો ચાર દિવસ પછી આવવાના હતા.
ગૌરીપ્રસાદ : મને મંજરીનો તાર મળ્યો એટલે હું તાબડતોબ આવ્યો. થયું કે જરૂર કંઈક અગત્યનું કામ હશે, નહિ તો મંજરી આમ બોલાવે તેવી નથી.
'''ગૌરીપ્રસાદ :''' મને મંજરીનો તાર મળ્યો એટલે હું તાબડતોબ આવ્યો. થયું કે જરૂર કંઈક અગત્યનું કામ હશે, નહિ તો મંજરી આમ બોલાવે તેવી નથી.
ગંગા : પણ તમે આવીને શું કરી દેવાના હતા?
'''ગંગા :''' પણ તમે આવીને શું કરી દેવાના હતા?
ગૌરીપ્રસાદ : તને મારામાં વિશ્વાસ નથી, ૫ણ મંજરીને તો મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે, હાં.
'''ગૌરીપ્રસાદ :''' તને મારામાં વિશ્વાસ નથી, ૫ણ મંજરીને તો મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે, હાં.
રમેશ : સૌને બેલાવે છે,  ને પોતે જ ઘરમાં નથી તે કેવું?
'''રમેશ :''' સૌને બેલાવે છે,  ને પોતે જ ઘરમાં નથી તે કેવું?
ગંગા : કોણ જાણે શું યે હશે! મને તો ગભરામણ થાય છે.
'''ગંગા :''' કોણ જાણે શું યે હશે! મને તો ગભરામણ થાય છે.
ગૌરીપ્રસાદ : તાર પરથી તો હું કંઈ જ અનુમાન કરી શક્યો નથી, પણ તાર જોઈને તો હું દોડતી મોટરે આવી પહોંચ્યો છું. રમેશ ! તું કંઈ અનુમાન કરી શકે છે?
'''ગૌરીપ્રસાદ :''' તાર પરથી તો હું કંઈ જ અનુમાન કરી શક્યો નથી, પણ તાર જોઈને તો હું દોડતી મોટરે આવી પહોંચ્યો છું. રમેશ ! તું કંઈ અનુમાન કરી શકે છે?
રમેશ : ખાસ તો નહિ,  પણ મને લાગે છે કે ઘરમાં કંઈ મતભેદ યા મનભેદ થયો હોવો જોઈએ, અગર એના કોઈ મિત્રોમાં કાનૂની કામ પડ્યું હોવું જોઈએ. અને એવી બાબતમાં મારા કરતાં બીજો કયો હોંશિયાર સૉલિસિટર એને મળે? માટે એણે મને ખાસ બોલાવ્યો હશે.
'''રમેશ :''' ખાસ તો નહિ,  પણ મને લાગે છે કે ઘરમાં કંઈ મતભેદ યા મનભેદ થયો હોવો જોઈએ, અગર એના કોઈ મિત્રોમાં કાનૂની કામ પડ્યું હોવું જોઈએ. અને એવી બાબતમાં મારા કરતાં બીજો કયો હોંશિયાર સૉલિસિટર એને મળે? માટે એણે મને ખાસ બોલાવ્યો હશે.
ગૌરીપ્રસાદ : તો આટલું બધું શું એણે તમને તારમાં લખ્યું હતું? મારી દીકરી જરૂર એના વરનું દિવાળું જ કઢાવશે.
'''ગૌરીપ્રસાદ :''' તો આટલું બધું શું એણે તમને તારમાં લખ્યું હતું? મારી દીકરી જરૂર એના વરનું દિવાળું જ કઢાવશે.
રમેશ : નહિ, એટલું બધું તો નહોતું લખ્યું, પણ હું અનુમાન તો કરી શકુંને?
'''રમેશ :''' નહિ, એટલું બધું તો નહોતું લખ્યું, પણ હું અનુમાન તો કરી શકુંને?
ગૌરીપ્રસાદ : તો તારમાં શું લખ્યું છે તે જ જરા વાંચી નાખને?
'''ગૌરીપ્રસાદ :''' તો તારમાં શું લખ્યું છે તે જ જરા વાંચી નાખને?
રમેશ : તારમાં તો આટલું જ છે- (તાર કાઢીને વાંચે છે.) ૫૦૦ રૂપિયા .... મંજરી.
'''રમેશ :''' તારમાં તો આટલું જ છે- (તાર કાઢીને વાંચે છે.) ૫૦૦ રૂપિયા .... મંજરી.
ગૌરીપસાદ : બ.....સ. તો શું આ એક શબ્દમાંથી તેં એટલી વાત ઉપજાવી કાઢી?
ગૌરીપસાદ : બ.....સ. તો શું આ એક શબ્દમાંથી તેં એટલી વાત ઉપજાવી કાઢી?
રમેશ : કેમ નહિ? મંજરી જાણે છે કે મને ઈશારો બસ છે. હું સમજી ગયો કે એ વાત ફીની છે.
'''રમેશ :''' કેમ નહિ? મંજરી જાણે છે કે મને ઈશારો બસ છે. હું સમજી ગયો કે એ વાત ફીની છે.
ગંગા : મારી ચિઠ્ઠીમાં તો એવું કંઈ જ નથી લખ્યું. તમારા તારમાં શું લખ્યું છે?
'''ગંગા :''' મારી ચિઠ્ઠીમાં તો એવું કંઈ જ નથી લખ્યું. તમારા તારમાં શું લખ્યું છે?
ગૌરીપ્રસાદ : ૨૪૩૪૫........ મંજરી.
'''ગૌરીપ્રસાદ :''' ૨૪૩૪૫........ મંજરી.
ગંગા : એનો શો અર્થ?
'''ગંગા :''' એનો શો અર્થ?
ગૌરીપ્રસાદ : એ જ સમજાતું નથી ને! પણ મને એમ તો થયું જ, કે હશે કંઈ જરૂરનું કામ. નહિ તો એ તાર કરે નહિ.
'''ગૌરીપ્રસાદ :''' એ જ સમજાતું નથી ને! પણ મને એમ તો થયું જ, કે હશે કંઈ જરૂરનું કામ. નહિ તો એ તાર કરે નહિ.
[આ વખતે ઘરની અંદરના ભાગનું બારણું ખૂલે છે ને મંજરી પ્રવેશે છે. તે સૌને જુએ છે, પણ પેલા ત્રણેમાંથી કોઈનું ધ્યાન તેના તરફ નથી. થોડીવારે ગૌરીપ્રસાદ એને જુએ છે. મંજરી ઘરના પોશાકમાં છે.]
[આ વખતે ઘરની અંદરના ભાગનું બારણું ખૂલે છે ને મંજરી પ્રવેશે છે. તે સૌને જુએ છે, પણ પેલા ત્રણેમાંથી કોઈનું ધ્યાન તેના તરફ નથી. થોડીવારે ગૌરીપ્રસાદ એને જુએ છે. મંજરી ઘરના પોશાકમાં છે.]
ગૌરીપ્રસાદ : મંજરી!
'''ગૌરીપ્રસાદ :''' મંજરી!
બધા : મંજરી!
'''બધા :''' મંજરી!
મંજરી : (આગળ આવીને) આવી પહોંચ્યાને કાકા! (ભેટીને) ઓહ, કાકી! Good evening, રમેશભાઈ! કેમ ચાપાણી તો પીધાં ને?
'''મંજરી :''' (આગળ આવીને) આવી પહોંચ્યાને કાકા! (ભેટીને) ઓહ, કાકી! Good evening, રમેશભાઈ! કેમ ચાપાણી તો પીધાં ને?
રમેશ : મંજરી, આનો અર્થ શો? તું અત્યાર સુધી ક્યાં હતી?  
'''રમેશ :''' મંજરી, આનો અર્થ શો? તું અત્યાર સુધી ક્યાં હતી?  
મંજરી : શેનો અર્થ રમેશભાઈ?
'''મંજરી :''' શેનો અર્થ રમેશભાઈ?
ગંગા : મંજરી! તું આ તારનું અને આ ચિઠ્ઠીનું કારણ સમજાવીશ?
'''ગંગા :''' મંજરી! તું આ તારનું અને આ ચિઠ્ઠીનું કારણ સમજાવીશ?
ગૌરીપ્રસાદ : ને અત્યાર સુધી તું હતી ક્યાં? બહારથી આવી હો તેવું તો લાગતું નથી.
'''ગૌરીપ્રસાદ :''' ને અત્યાર સુધી તું હતી ક્યાં? બહારથી આવી હો તેવું તો લાગતું નથી.
મંજરી : ખરી વાત છે. હું પાસેના રૂમમાં જ બેઠી હતી.
'''મંજરી :''' ખરી વાત છે. હું પાસેના રૂમમાં જ બેઠી હતી.
બધા : શું?
'''બધા :''' શું?
મંજરી : હા. મેં તમને સૌને ત્યાંથી આવતાં જોયાં ને-
'''મંજરી :''' હા. મેં તમને સૌને ત્યાંથી આવતાં જોયાં ને-
ગંગા : તો યે તું બહાર ન આવી?.........નવાઈની વાત,  આવું તો-
'''ગંગા :''' તો યે તું બહાર ન આવી?.........નવાઈની વાત,  આવું તો-
મંજરી : એમાં નવાઈ જેવું કશું જ નથી. મને થયું કે બધાં જુદાંજુદાં આવે ને બધાંયને એક જ વાત ફરીફરી મારે કહેવી પડે તે કરતાં બધાં જ આવી જાય, પછી જ વાત શરૂ કરવી શી ખોટી? કેમ રમેશભાઈ! બરાબર છે ને? ને ઉપરાંત આ વાત પણ સાદીસીધી નથી, તે જરા અભિનય સાથે કહેવી પડે તેમ છે ને ઘડી ઘડી અભિનય કરવાથી મજા મરી જાય. તેથી ધાર્યું કે એક જ વાર અભિનય કરવો પડે તો થાય પણ ઠીક, ને જોનારને અસર પણ બરાબર થાય.
'''મંજરી :''' એમાં નવાઈ જેવું કશું જ નથી. મને થયું કે બધાં જુદાંજુદાં આવે ને બધાંયને એક જ વાત ફરીફરી મારે કહેવી પડે તે કરતાં બધાં જ આવી જાય, પછી જ વાત શરૂ કરવી શી ખોટી? કેમ રમેશભાઈ! બરાબર છે ને? ને ઉપરાંત આ વાત પણ સાદીસીધી નથી, તે જરા અભિનય સાથે કહેવી પડે તેમ છે ને ઘડી ઘડી અભિનય કરવાથી મજા મરી જાય. તેથી ધાર્યું કે એક જ વાર અભિનય કરવો પડે તો થાય પણ ઠીક, ને જોનારને અસર પણ બરાબર થાય.
ગૌરીપ્રસાદ : તો શું તું અત્યારે અભિનય કરવાની છે?
'''ગૌરીપ્રસાદ :''' તો શું તું અત્યારે અભિનય કરવાની છે?
મંજરી : હા. જરૂર કરવાની છું, અને તે રૌદ્ર રસથી ભરપૂર. હું હોહા કરવાની છું, તોડફોડ કરવાની છું,  બૂમબરાડા પાડવાની છું,  ટૂંકમાં કંઈક કરવાની છું જરૂર.
'''મંજરી :''' હા. જરૂર કરવાની છું, અને તે રૌદ્ર રસથી ભરપૂર. હું હોહા કરવાની છું, તોડફોડ કરવાની છું,  બૂમબરાડા પાડવાની છું,  ટૂંકમાં કંઈક કરવાની છું જરૂર.
રમેશ : તારે જે કરવું હોય તે ખુશીથી કરજે, પણ પહેલાં આ તારનો અર્થ સમજાવ.
'''રમેશ :''' તારે જે કરવું હોય તે ખુશીથી કરજે, પણ પહેલાં આ તારનો અર્થ સમજાવ.
મંજરી : એમાં સમજાવવા જેવું કંઈ જ નથી. મને થયું કે તમને સૉલિસિટરને રૂપિયાની વાત લખીશ એટલે કંઈક મહત્ત્વનું સમજીને દોડ્યા આવશો, બીજું કંઈ નહિ.
'''મંજરી :''' એમાં સમજાવવા જેવું કંઈ જ નથી. મને થયું કે તમને સૉલિસિટરને રૂપિયાની વાત લખીશ એટલે કંઈક મહત્ત્વનું સમજીને દોડ્યા આવશો, બીજું કંઈ નહિ.
રમેશ : તો કેઈસ કોઈ નથી એમ ને?
'''રમેશ :''' તો કેઈસ કોઈ નથી એમ ને?
મંજરી : નથી પણ, અને છે પણ!
'''મંજરી :''' નથી પણ, અને છે પણ!
રમેશ : એટલે?
'''રમેશ :''' એટલે?
મંજરી : થોડીવારમાં જ સમજશો.
'''મંજરી :''' થોડીવારમાં જ સમજશો.
ગૌરીપ્રસાદ : પણ મારા તારનો અર્થ? આ નંબર.
'''ગૌરીપ્રસાદ :''' પણ મારા તારનો અર્થ? આ નંબર.
મંજરી : (હસીને) અરે કાકા, એ તો તમારા ટેલિફોનનો જ નંબર છે !
'''મંજરી :''' (હસીને) અરે કાકા, એ તો તમારા ટેલિફોનનો જ નંબર છે !
ગૌરીપ્રસાદ : ઓ તારીની.....સાલું લાગતું તો હતું કે છે જાણે નંબર જાણીતો.
'''ગૌરીપ્રસાદ :''' ઓ તારીની.....સાલું લાગતું તો હતું કે છે જાણે નંબર જાણીતો.
ગંગા : જોઈને તમારી યાદશક્તિ?
'''ગંગા :''' જોઈને તમારી યાદશક્તિ?
ગૌરીપ્રસાદ : તારી સાથે રહેનારની યાદશક્તિ સારી રહે ખરી? પણ મંજરી! આ નંબરનો અર્થ શો?
'''ગૌરીપ્રસાદ :''' તારી સાથે રહેનારની યાદશક્તિ સારી રહે ખરી? પણ મંજરી! આ નંબરનો અર્થ શો?
મંજરી : કંઈ જ નહિ. મને થયું કે ગણિતના પ્રોફેસર આંકડા ભાળીને દોડ્યા આવશે ને મારું અનુમાન સાચું પણ પડ્યું જ ને?
'''મંજરી :''' કંઈ જ નહિ. મને થયું કે ગણિતના પ્રોફેસર આંકડા ભાળીને દોડ્યા આવશે ને મારું અનુમાન સાચું પણ પડ્યું જ ને?
ગંગા : એ બધું તો ઠીક, પણ અમને બોલાવવાનું કંઈક કારણ તો હશે ને?
'''ગંગા :''' એ બધું તો ઠીક, પણ અમને બોલાવવાનું કંઈક કારણ તો હશે ને?
મંજરી : છે જ. જરૂર છે ને ખૂબ સદ્ધર કારણ છે. કાકી,  હું દિનેશ સાથે છુટ્ટાછેડા લેવા માગું છું.
'''મંજરી :''' છે જ. જરૂર છે ને ખૂબ સદ્ધર કારણ છે. કાકી,  હું દિનેશ સાથે છુટ્ટાછેડા લેવા માગું છું.
ગંગા : શું કહ્યું?
'''ગંગા :''' શું કહ્યું?
ગૌરીપ્રસાદ : મંજરી, ભાનમાં તો છે ને?
'''ગૌરીપ્રસાદ :''' મંજરી, ભાનમાં તો છે ને?
રમેશ : મંજરી, તને થયું છે શું?
'''રમેશ :''' મંજરી, તને થયું છે શું?
મંજરી : કશું જ નથી થયું. હવેથી એમની સાથે હું એક અક્ષર પણ બોલવાની નથી. પણ…હા…એકવાર. એમની સાથે પૂ........રે .....પૂ.....રી લડી તો લેવાની જ છું.
'''મંજરી :''' કશું જ નથી થયું. હવેથી એમની સાથે હું એક અક્ષર પણ બોલવાની નથી. પણ…હા…એકવાર. એમની સાથે પૂ........રે .....પૂ.....રી લડી તો લેવાની જ છું.
ગૌરીપ્રસાદ : દિનેશ હજી નથી આવ્યો?
'''ગૌરીપ્રસાદ :''' દિનેશ હજી નથી આવ્યો?
મંજરી : આવવાનો વખત થયો છે. આવતા જ હોવા જોઈએ. આવીને પાછું એમનું એ જ જુઠ્ઠાણું ચલાવશે! ઓહ કાકી! (રડવા જેવી થઈ જાય છે) હું કેટલી દુઃખી છું તે તમે કોઈ સમજી જ નથી શકતાં!
'''મંજરી :''' આવવાનો વખત થયો છે. આવતા જ હોવા જોઈએ. આવીને પાછું એમનું એ જ જુઠ્ઠાણું ચલાવશે! ઓહ કાકી! (રડવા જેવી થઈ જાય છે) હું કેટલી દુઃખી છું તે તમે કોઈ સમજી જ નથી શકતાં!
રમેશ : પણ વાત એટલી હદે ગઈ છે, મંજરી?
'''રમેશ :''' પણ વાત એટલી હદે ગઈ છે, મંજરી?
મંજરી : હું શું કરું તો તમે સમજી શકો? એટલે તો મેં તમને સૌને બોલાવ્યાં છે. રમેશભાઈ! તમે સૉલિસિટર છો, તમે મને કાયદેસર રીતે સમજાવો કે મારે શું કરવું!
'''મંજરી :''' હું શું કરું તો તમે સમજી શકો? એટલે તો મેં તમને સૌને બોલાવ્યાં છે. રમેશભાઈ! તમે સૉલિસિટર છો, તમે મને કાયદેસર રીતે સમજાવો કે મારે શું કરવું!
ગૌરીપ્રસાદ : મંજરી, તું અમને પહેલેથી માંડીને વાત કરે, તો કંઈક સમજ પડે ને!
'''ગૌરીપ્રસાદ :''' મંજરી, તું અમને પહેલેથી માંડીને વાત કરે, તો કંઈક સમજ પડે ને!
રમેશ : કાકા, આવી આંટીઘૂંટીમાં પડવાનું તમારા જેવા પ્રોફેસરનું કામ જ નહિ.
'''રમેશ :''' કાકા, આવી આંટીઘૂંટીમાં પડવાનું તમારા જેવા પ્રોફેસરનું કામ જ નહિ.
ગંગા : પણ માને ત્યારે ને? મંજરી! એમને એક કાગળ ને એક પેન્સિલનો ટુકડો આપ એટલે એ એમનું ગણિત કર્યા કરે. (રમેશ આપે છે.)
'''ગંગા :''' પણ માને ત્યારે ને? મંજરી! એમને એક કાગળ ને એક પેન્સિલનો ટુકડો આપ એટલે એ એમનું ગણિત કર્યા કરે. (રમેશ આપે છે.)
ગૌરીપ્રસાદ : વારુ એમ કરો. તમે જ ગૂંચ ઉકેલો……….(એ કાગળ પર કંઈક આંકડો લખે છે.)
'''ગૌરીપ્રસાદ :''' વારુ એમ કરો. તમે જ ગૂંચ ઉકેલો……….(એ કાગળ પર કંઈક આંકડો લખે છે.)
ગંગા : મંજરી,  હવે રમેશને બધું સમજાવ.
'''ગંગા :''' મંજરી,  હવે રમેશને બધું સમજાવ.
મંજરી : રમેશભાઈ હું દિનેશને અનહદ ચાહું છું.
'''મંજરી :''' રમેશભાઈ હું દિનેશને અનહદ ચાહું છું.
રમેશ : ચાર વર્ષના લગ્નજીવન પછી તારા મોઢામાંથી નીકળતા આ શબ્દો ઘણા જ સંતોષજનક કહેવાય.
'''રમેશ :''' ચાર વર્ષના લગ્નજીવન પછી તારા મોઢામાંથી નીકળતા આ શબ્દો ઘણા જ સંતોષજનક કહેવાય.
મંજરી : ચાર વર્ષ નહિ, પૂ…રાં પાંચ વર્ષ! છ મહિના, સાત દિવસ, ને આઠ કલાક! ને હરઘડી ને હરપળ હું દિનેશને વધારે ને વધારે જ ચાહતી જાઉં છું.
'''મંજરી :''' ચાર વર્ષ નહિ, પૂ…રાં પાંચ વર્ષ! છ મહિના, સાત દિવસ, ને આઠ કલાક! ને હરઘડી ને હરપળ હું દિનેશને વધારે ને વધારે જ ચાહતી જાઉં છું.
ગૌરીપ્રસાદ : જો એટલી બધી ચાહે છે, તો પછી આ છૂટાછેડાની વાત કેમ આવી? કેમ કંઈ ઝગડો થયો છે કે શું?  
'''ગૌરીપ્રસાદ :''' જો એટલી બધી ચાહે છે, તો પછી આ છૂટાછેડાની વાત કેમ આવી? કેમ કંઈ ઝગડો થયો છે કે શું?  
મંજરી : ના, અમે કોઈ દિવસ લડતાં જ નથી.
'''મંજરી :''' ના, અમે કોઈ દિવસ લડતાં જ નથી.
ગોરીપ્રસાદ  : તે જ ખોટું. જીવનમાં લડવું તો જોઈએ જ. કલહ એ પણ પ્રેમવૃદ્ધિનો એક પ્રકાર છે. લડ્યા વિના પ્યારની મજા શી? સાકરના પાણીમાં લીંબુની ખટાશ ભળે તો જ મીઠું સરબત બને ને! (ગંગાબેનને) કેમ તું શું કહે છે!
ગોરીપ્રસાદ  : તે જ ખોટું. જીવનમાં લડવું તો જોઈએ જ. કલહ એ પણ પ્રેમવૃદ્ધિનો એક પ્રકાર છે. લડ્યા વિના પ્યારની મજા શી? સાકરના પાણીમાં લીંબુની ખટાશ ભળે તો જ મીઠું સરબત બને ને! (ગંગાબેનને) કેમ તું શું કહે છે!
ગંગા : વચ્ચે ડબ ડબ કરતા બેસો ને! આ તો સંસારની ગૂંચો છે, ગણિતની નથી!
'''ગંગા :''' વચ્ચે ડબ ડબ કરતા બેસો ને! આ તો સંસારની ગૂંચો છે, ગણિતની નથી!
રમેશ : મંજરી! તું દિનેશને ચાહે છે, તમે લડ્યાં નથી, તમારામાં પ્રેમ છે, તો પછી છૂટાછેડાની વાત કેમ ઊભી થઈ? મને તો કંઈ સમજાતું નથી!
'''રમેશ :''' મંજરી! તું દિનેશને ચાહે છે, તમે લડ્યાં નથી, તમારામાં પ્રેમ છે, તો પછી છૂટાછેડાની વાત કેમ ઊભી થઈ? મને તો કંઈ સમજાતું નથી!
મંજરી :  રમેશભાઈ! છેલ્લા છ મહિનાથી એ ફરી ગયા છે. મારી સાથે એમણે છેતરપીંડી શરૂ કરી છે. મને જૂઠું કહેતાં અચકાતા નથી. રોજ મોડા આવે છે અને પૂછું છું કે આટલું મોડું ક્યાં કર્યું, તો કહે છે કે દરદીને તપાસવામાં.
'''મંજરી :''' રમેશભાઈ! છેલ્લા છ મહિનાથી એ ફરી ગયા છે. મારી સાથે એમણે છેતરપીંડી શરૂ કરી છે. મને જૂઠું કહેતાં અચકાતા નથી. રોજ મોડા આવે છે અને પૂછું છું કે આટલું મોડું ક્યાં કર્યું, તો કહે છે કે દરદીને તપાસવામાં.
ગૌરીપ્રસાદ : પણ ડૉક્ટર દરદીના ત્યાં જાય તેમાં તારે ચિડાવાની શી જરૂર? એ તો એનો ધંધો છે.
'''ગૌરીપ્રસાદ :''' પણ ડૉક્ટર દરદીના ત્યાં જાય તેમાં તારે ચિડાવાની શી જરૂર? એ તો એનો ધંધો છે.
મંજરી : પણ એ દરદી કોણ છે તે મેં મહિના પહેલાં જ જાણ્યું, ને ત્યારથી મારું લોહી બળી જાય છે. ઓહ!
'''મંજરી :''' પણ એ દરદી કોણ છે તે મેં મહિના પહેલાં જ જાણ્યું, ને ત્યારથી મારું લોહી બળી જાય છે. ઓહ!
રમેશ : કોણ છે એ દરદી?
'''રમેશ :''' કોણ છે એ દરદી?
મંજરી : પેલી વિ.....લા.....સ.
'''મંજરી :''' પેલી વિ.....લા.....સ.
ગૌરીપ્રસાદ : કોઈ સ્ત્રી દરદી હોય તેમાં તારે ઊકળી જવા જેવુ શું છે? શું માત્ર પુરુષોએ જ માંદા પડવું, એમ તારું કહેવું છે? એમાં મને તો એવું કંઈ નથી લાગતું.
'''ગૌરીપ્રસાદ :''' કોઈ સ્ત્રી દરદી હોય તેમાં તારે ઊકળી જવા જેવુ શું છે? શું માત્ર પુરુષોએ જ માંદા પડવું, એમ તારું કહેવું છે? એમાં મને તો એવું કંઈ નથી લાગતું.
ગંગા : તમે સમજો નહિ ને વચમાં બોલ્યા કરો છો!
'''ગંગા :''' તમે સમજો નહિ ને વચમાં બોલ્યા કરો છો!
ગૌરીપ્રસાદ : વારુ, નહિ બોલું. બ.....સ.....!
'''ગૌરીપ્રસાદ :''' વારુ, નહિ બોલું. બ.....સ.....!
રમેશ : એ વિલાસ કોણ છે? મંજરી!
'''રમેશ :''' એ વિલાસ કોણ છે? મંજરી!
મંજરી : એ મારી જ મિત્ર હતી. એ રોજ મારા ઘેર આવતી ને ડૉક્ટરને રોજ મળતી, ત્યારે મને શી ખબર કે દોસ્તીના સ્વાંગ નીચે એ લૂંટારણ મારું સર્વસ્વ લૂંટી રહી છે. છેલ્લાં ચાર અઠવાડિયાંથી તો એ રોજ ચારથી તે આઠ સુધી એને ત્યાં જ પડ્યા રહે છે.
'''મંજરી :''' એ મારી જ મિત્ર હતી. એ રોજ મારા ઘેર આવતી ને ડૉક્ટરને રોજ મળતી, ત્યારે મને શી ખબર કે દોસ્તીના સ્વાંગ નીચે એ લૂંટારણ મારું સર્વસ્વ લૂંટી રહી છે. છેલ્લાં ચાર અઠવાડિયાંથી તો એ રોજ ચારથી તે આઠ સુધી એને ત્યાં જ પડ્યા રહે છે.
ગંગા : મંજરી! તું ભણી ખરી પણ ગણી નહિ. આ જમાનામાં કોઈ ઉપર વિશ્વાસ જ ન કરવો. સો વાતની એક વાત.
'''ગંગા :''' મંજરી! તું ભણી ખરી પણ ગણી નહિ. આ જમાનામાં કોઈ ઉપર વિશ્વાસ જ ન કરવો. સો વાતની એક વાત.
મંજરી : હવે તો વિલાસ સાથે એ કલાકોના કલાકો ગાળે છે.
'''મંજરી :''' હવે તો વિલાસ સાથે એ કલાકોના કલાકો ગાળે છે.
રમેશ : તને એમ શા પરથી લાગ્યું કે એની સાથે જ વખત કાઢે છે? શું તું દિનેશને પૂછે છે કે એ ક્યાં હતો, શું કરતો’તો વગેરે વગેરે.
'''રમેશ :''' તને એમ શા પરથી લાગ્યું કે એની સાથે જ વખત કાઢે છે? શું તું દિનેશને પૂછે છે કે એ ક્યાં હતો, શું કરતો’તો વગેરે વગેરે.
મંજરી : એ તો પૂછયા વિના જ ખબર પડી જાય. ગુનેગારનાં પગલાં અછાનાં રહે જ નહિ.
'''મંજરી :''' એ તો પૂછયા વિના જ ખબર પડી જાય. ગુનેગારનાં પગલાં અછાનાં રહે જ નહિ.
ગૌરીપ્રસાદ : સ્ત્રીઓને છૂપી પોલીસમાં રાખવી જોઈએ. ગુનેગારને ઈશારેથી ઓળખી કાઢે ખરાં.
'''ગૌરીપ્રસાદ :''' સ્ત્રીઓને છૂપી પોલીસમાં રાખવી જોઈએ. ગુનેગારને ઈશારેથી ઓળખી કાઢે ખરાં.
રમેશ : પણ પહેલાં ગુનેગારને ગુનો કરવાની તક આપે, સગવડ આપે, છટકવાની બારી આપે, છટકવા દે ને પછી તેની શોધ કરવા નીકળે, એવી પાછળમતિયા બુદ્ધિનો ઉપયોગ શો?
'''રમેશ :''' પણ પહેલાં ગુનેગારને ગુનો કરવાની તક આપે, સગવડ આપે, છટકવાની બારી આપે, છટકવા દે ને પછી તેની શોધ કરવા નીકળે, એવી પાછળમતિયા બુદ્ધિનો ઉપયોગ શો?
ગંગા : રમેશ! સાચું પૂછ તો મને ડૉક્ટર માત્રનો ભરોસો જ નહિ. હું તો પહેલેથી જ મંજરીને કહેતી હતી, કે ડૉક્ટરને પરણવું જ સારું નહિ.
'''ગંગા :''' રમેશ! સાચું પૂછ તો મને ડૉક્ટર માત્રનો ભરોસો જ નહિ. હું તો પહેલેથી જ મંજરીને કહેતી હતી, કે ડૉક્ટરને પરણવું જ સારું નહિ.
ગૌરીપ્રસાદ : અને તને પરણવા ખાતર તો મેં ડૉક્ટર થવાનું માંડી વાળ્યું હતું.
'''ગૌરીપ્રસાદ :''' અને તને પરણવા ખાતર તો મેં ડૉક્ટર થવાનું માંડી વાળ્યું હતું.
ગંગા : તમે તો ડૉક્ટર ન થયા તે જ સારું થયું, નહિં તો કેટલાયના જીવ જોખમમાં આવી પડત.
'''ગંગા :''' તમે તો ડૉક્ટર ન થયા તે જ સારું થયું, નહિં તો કેટલાયના જીવ જોખમમાં આવી પડત.
રમેશ : તો કાકી! તમારા હિસાબે કોને પરણવું સારું?
'''રમેશ :''' તો કાકી! તમારા હિસાબે કોને પરણવું સારું?
ગૌરીપ્રસાદ : એમનો મુબારક મત એવો છે, કે કોઈ પણ પુરુષને જ ન પરણવું એટલે કંઈ પંચાત જ નહિં (હસે છે.)
'''ગૌરીપ્રસાદ :''' એમનો મુબારક મત એવો છે, કે કોઈ પણ પુરુષને જ ન પરણવું એટલે કંઈ પંચાત જ નહિં (હસે છે.)
રમેશ : મંદિરના પૂજારીનો તો વાંધો નહિ હોય, કાકીને! એ બિચારા તો આડું અવળું ક્યાંય જુએ જ નહિં ને!
'''રમેશ :''' મંદિરના પૂજારીનો તો વાંધો નહિ હોય, કાકીને! એ બિચારા તો આડું અવળું ક્યાંય જુએ જ નહિં ને!
ગંગા : અરે! આજકાલ તો એ પણ મુઆ, ભગવાન કરતાં ભક્તાણીઓને જ નીરખી નીરખીને જુએ છે.
'''ગંગા :''' અરે! આજકાલ તો એ પણ મુઆ, ભગવાન કરતાં ભક્તાણીઓને જ નીરખી નીરખીને જુએ છે.
(રમેશ અને મંજરી હસે છે ને)
(રમેશ અને મંજરી હસે છે ને)
રમેશ : (કાકા લખે છે તે કાગળમાં જોઈને,) અરે કાકા! તમે આ આ શું કરો છો! ૨ ને ૨= પાંચ?  ૨ ને ૨= પાંચ? આ તે કઈ જાતનો સરવાળો?
'''રમેશ :''' (કાકા લખે છે તે કાગળમાં જોઈને,) અરે કાકા! તમે આ આ શું કરો છો! ૨ ને ૨= પાંચ?  ૨ ને ૨= પાંચ? આ તે કઈ જાતનો સરવાળો?
મંજરી : કાકા! ૨ ને ૨ પાંચ નથી થતા, તે તમે શું નથી જાણતા?
'''મંજરી :''' કાકા! ૨ ને ૨ પાંચ નથી થતા, તે તમે શું નથી જાણતા?
ગૌરીપ્રસાદ : કેમ નહિ? મને ખાત્રી જ છે કે ૨+૨= ૪ થાય.  
'''ગૌરીપ્રસાદ :''' કેમ નહિ? મને ખાત્રી જ છે કે ૨+૨= ૪ થાય.  
મંજરી : તો પછી આમ કરવાનું કારણ?
'''મંજરી :''' તો પછી આમ કરવાનું કારણ?
ગૌરીપ્રસાદ : આપણે ૫૦૧ સાબુ કેમ ખરીદીએ છે, તે ખબર છે!
'''ગૌરીપ્રસાદ :''' આપણે ૫૦૧ સાબુ કેમ ખરીદીએ છે, તે ખબર છે!
ગંગા : ક્યાં આ વાત ને ક્યાં સાબુની વાત. મને લાગે છે કે તમારું ભેજું કંઈક ચસક્યું લાગે છે.
'''ગંગા :''' ક્યાં આ વાત ને ક્યાં સાબુની વાત. મને લાગે છે કે તમારું ભેજું કંઈક ચસક્યું લાગે છે.
ગૌરીપ્રસાદ : જરા પણ નહિ. આપણે ૫૦૧ સાબુ એટલા માટે ખરીદીએ છીએ કે તેના માટે આપણને જાહેર ખબર દ્વારા હજાર વાર તેના ગુણો વિષે કહેવામાં આવે છે અને વધારે વાર કહેવાથી આપણે પણ માની બેસીએ છીએ કે એ સાબુમાં કહે છે, તેવા ગુણ હશે જ.
'''ગૌરીપ્રસાદ :''' જરા પણ નહિ. આપણે ૫૦૧ સાબુ એટલા માટે ખરીદીએ છીએ કે તેના માટે આપણને જાહેર ખબર દ્વારા હજાર વાર તેના ગુણો વિષે કહેવામાં આવે છે અને વધારે વાર કહેવાથી આપણે પણ માની બેસીએ છીએ કે એ સાબુમાં કહે છે, તેવા ગુણ હશે જ.
ગંગા : આમાં કંઈ મોટી મુદ્દાની વાત કરી, તે કહેશો
'''ગંગા :''' આમાં કંઈ મોટી મુદ્દાની વાત કરી, તે કહેશો
ગૌરીપ્રસાદ : મુદ્દો એજ કે એમની એક વાત તમારે ફરી ફરી કહેતા જ રહેવી; તો દુનિયા માનવા લાગશે; ને જ્યારે દુનિયા માનવા લાગે પછી તે ખરેખર સાચું છે કે ખોટું તેની સાબિતી કરવી મુશ્કેલ થઈ પડે છે.
'''ગૌરીપ્રસાદ :''' મુદ્દો એજ કે એમની એક વાત તમારે ફરી ફરી કહેતા જ રહેવી; તો દુનિયા માનવા લાગશે; ને જ્યારે દુનિયા માનવા લાગે પછી તે ખરેખર સાચું છે કે ખોટું તેની સાબિતી કરવી મુશ્કેલ થઈ પડે છે.
રમેશ : દાખલા તરીકે -
'''રમેશ :''' દાખલા તરીકે -
ગૌરીપ્રસાદ : જો ને કૃષ્ણ રાસ રમ્યા, ગોપી સાથે લીલા કરી, માખણ ચોર્યું – તે એટલીવાર કહેવાયું છે કે હવે હું જૂનાં પુસ્તકો ઉથલાવીને, સાબિત કરી આપું કે કૃષ્ણે આવું કશું જ કર્યું નથી, તો પણ કોઈ માનશે? બલ્કે મને ગાંડો ગણશે. સો વાર એકની એક વાત હિંમતથી બોલો એટલે એ વાત સાચી બની જાય. બોલાવાની હિંમત જોઈએ.
'''ગૌરીપ્રસાદ :''' જો ને કૃષ્ણ રાસ રમ્યા, ગોપી સાથે લીલા કરી, માખણ ચોર્યું – તે એટલીવાર કહેવાયું છે કે હવે હું જૂનાં પુસ્તકો ઉથલાવીને, સાબિત કરી આપું કે કૃષ્ણે આવું કશું જ કર્યું નથી, તો પણ કોઈ માનશે? બલ્કે મને ગાંડો ગણશે. સો વાર એકની એક વાત હિંમતથી બોલો એટલે એ વાત સાચી બની જાય. બોલાવાની હિંમત જોઈએ.
મંજરી : પણ એને અને આ ૨+૨=૫ ને શું સંબંધ છે  
'''મંજરી :''' પણ એને અને આ ૨+૨=૫ ને શું સંબંધ છે  
ગૌરીપ્રસાદ : મને થયું કે હું ૨+૨=૫ લખું તો પછી તે પાંચ થાય તેમ માનવા લાગીશ.
'''ગૌરીપ્રસાદ :''' મને થયું કે હું ૨+૨=૫ લખું તો પછી તે પાંચ થાય તેમ માનવા લાગીશ.
મંજરી : તમે હજાર વાર લખો તો ય એમ મનાવવાનું નથી જ.
'''મંજરી :''' તમે હજાર વાર લખો તો ય એમ મનાવવાનું નથી જ.
ગૌરીપ્રસાદ : છતાંયે મનાઈ જ રહ્યું છે ને
'''ગૌરીપ્રસાદ :''' છતાંયે મનાઈ જ રહ્યું છે ને
મંજરી : હું ન સમજી.
'''મંજરી :''' હું ન સમજી.
ગૌરીપ્રસાદ : આખું જીવન પણ શું છે ૧+૧=નો સરવાળો ને છતાં યે બે મળીને એક થાય – તે સાચો જવાબ! પણ અત્યારે તો કંઈક જુદું જ ગણિત રચાઈ રહ્યું છે.
'''ગૌરીપ્રસાદ :''' આખું જીવન પણ શું છે ૧+૧=નો સરવાળો ને છતાં યે બે મળીને એક થાય – તે સાચો જવાબ! પણ અત્યારે તો કંઈક જુદું જ ગણિત રચાઈ રહ્યું છે.
મંજરી : કાકા! હું તમને કહી દઉં છું, કે હું ઘડી પણ આ જીવન ચલાવવાની નથી. તમે સરવાળો કરો કે બાદબાકી! તમે કદાચ એમ પણ કહો કે હું નાનો હતો ત્યારે આથી પણ ખરાબ હતો, તો પણ.
'''મંજરી :''' કાકા! હું તમને કહી દઉં છું, કે હું ઘડી પણ આ જીવન ચલાવવાની નથી. તમે સરવાળો કરો કે બાદબાકી! તમે કદાચ એમ પણ કહો કે હું નાનો હતો ત્યારે આથી પણ ખરાબ હતો, તો પણ.
ગૌરીપ્રસાદ : જરા પણ નહીં- હું એવી કશી જ કબૂલાત કરવા માંગતો નથી.
'''ગૌરીપ્રસાદ :''' જરા પણ નહીં- હું એવી કશી જ કબૂલાત કરવા માંગતો નથી.
મંજરી : (ક્રોધમાં) તમે મારી વાતનો શો નિર્ણય કરો છો? અહીંયા મેં તમને, તમારો મત આપવા બોલાવ્યા છે. અને તમે આડીઅવળી વાતો કરો છો. રમેશભાઈ તમારો મત પણ પણ કાકા જેવો જ છે કે શું?
'''મંજરી :''' (ક્રોધમાં) તમે મારી વાતનો શો નિર્ણય કરો છો? અહીંયા મેં તમને, તમારો મત આપવા બોલાવ્યા છે. અને તમે આડીઅવળી વાતો કરો છો. રમેશભાઈ તમારો મત પણ પણ કાકા જેવો જ છે કે શું?
રમેશ : ખાસ એવો તો નહિ પણ મંજરી કાકાની વાત ખરી છે, તે તો મારે પણ કબૂલ કરવું પડશે. જેમ તું દિનેશ સાથે વર્તે છે. તેમ જો તારી ભાભી મારી સાથે વર્તતી હોત, તો આપણે તો કાં તો ઘર મૂકીને બાવા થઈ ગયા હોત, અગર તો કોઈ લતે ચડી ગયા હોત.
'''રમેશ :''' ખાસ એવો તો નહિ પણ મંજરી કાકાની વાત ખરી છે, તે તો મારે પણ કબૂલ કરવું પડશે. જેમ તું દિનેશ સાથે વર્તે છે. તેમ જો તારી ભાભી મારી સાથે વર્તતી હોત, તો આપણે તો કાં તો ઘર મૂકીને બાવા થઈ ગયા હોત, અગર તો કોઈ લતે ચડી ગયા હોત.
મંજરી : પણ મેં એવું શું કર્યું? હું તો એમને દેવની જેમ પૂજું છું. અરે, જે ધરતી પર એ ચાલે છે તે ધરતીને પણ પૂજું છું. એની ચરણરજ માથે ચઢાવું છું. હું એમને એટલા ચાહું છું કે કદાચ કોઈ પણ પત્ની એના પતિને એટલો નહિ ચાહતી હોય.
'''મંજરી :''' પણ મેં એવું શું કર્યું? હું તો એમને દેવની જેમ પૂજું છું. અરે, જે ધરતી પર એ ચાલે છે તે ધરતીને પણ પૂજું છું. એની ચરણરજ માથે ચઢાવું છું. હું એમને એટલા ચાહું છું કે કદાચ કોઈ પણ પત્ની એના પતિને એટલો નહિ ચાહતી હોય.
રમેશ : એ જ દુઃખ છે ને! વારું તો તેં પાકો જ નિર્ણય કરી લીધો છે ને?
'''રમેશ :''' એ જ દુઃખ છે ને! વારું તો તેં પાકો જ નિર્ણય કરી લીધો છે ને?
મંજરી : હા, પાકો જ. અને એ નિર્ણય જણાવવા માટે જ તમને સહુને અહીં બોલાવ્યા છે, હવે હું કોઈ પણ રીતે, એક ઘડી પણ દિનેશની સાથે ગાળી શકું તેમ નથી, તે વાત ચોક્કસ છે.
'''મંજરી :''' હા, પાકો જ. અને એ નિર્ણય જણાવવા માટે જ તમને સહુને અહીં બોલાવ્યા છે, હવે હું કોઈ પણ રીતે, એક ઘડી પણ દિનેશની સાથે ગાળી શકું તેમ નથી, તે વાત ચોક્કસ છે.
રમેશ : આ વાત તું દિનેશના મોં પર જ કહેવાની છે ને
'''રમેશ :''' આ વાત તું દિનેશના મોં પર જ કહેવાની છે ને
[છગન આવે છે.]
[છગન આવે છે.]
છગન : બેન, શાબનો ફોન આવ્યો છે.
'''છગન :''' બેન, શાબનો ફોન આવ્યો છે.
મંજરી : પેલીનાં ત્યાંથી કરતા હશે. (ઊઠે છે.)
'''મંજરી :''' પેલીનાં ત્યાંથી કરતા હશે. (ઊઠે છે.)
છગન : પણ બેન, ફોન તો મૂકી દીધો. મને કહી દીધું કે તું જ કહી દેજે કે જરા મોડો આવીશ.
'''છગન :''' પણ બેન, ફોન તો મૂકી દીધો. મને કહી દીધું કે તું જ કહી દેજે કે જરા મોડો આવીશ.
મંજરી : વા.....રુ! તું જા. (જાય છે) જોયું ને. ફોનમાં મારી સાથે વાત પણ નથી કરવા માંગતા, પાછી હું કંઈ પૂછું ને! જોયું ને રમેશભાઈ! આજે તો એમના મોં પર જ કહી દઈશ કે એકવાર હું તમને ખૂબ જ ચાહતી હતી, હા..... ખૂબ જ પરન્તુ આ જ અત્યારે હું તમને ધિ.....ક્કારું છું, મને તમારી ધૃણા થાય છે.  
'''મંજરી :''' વા.....રુ! તું જા. (જાય છે) જોયું ને. ફોનમાં મારી સાથે વાત પણ નથી કરવા માંગતા, પાછી હું કંઈ પૂછું ને! જોયું ને રમેશભાઈ! આજે તો એમના મોં પર જ કહી દઈશ કે એકવાર હું તમને ખૂબ જ ચાહતી હતી, હા..... ખૂબ જ પરન્તુ આ જ અત્યારે હું તમને ધિ.....ક્કારું છું, મને તમારી ધૃણા થાય છે.  
ગંગા : પણ થોડી વાર પહેલાં તો તું કહેતી હતી કે હજી પણ તું એને ચાહે છે.
'''ગંગા :''' પણ થોડી વાર પહેલાં તો તું કહેતી હતી કે હજી પણ તું એને ચાહે છે.
ગૌરીપ્રસાદ : એ ચાહે છે પણ ખરી ને નથી પણ ચાહતી. દ્વૈત ને અદ્વૈત બન્ને એકના એકમાં છે.
'''ગૌરીપ્રસાદ :''' એ ચાહે છે પણ ખરી ને નથી પણ ચાહતી. દ્વૈત ને અદ્વૈત બન્ને એકના એકમાં છે.
મંજરી : (પગ પછાડીને) હું નથી.....જ ચાહતી! આ લગ્નની વીંટી ને આ મંગળસૂત્ર, એમની સાથેના લગ્નબંધનની નિશાનીઓ એમના મોં ઉપર જ ફેંકવાની છું, ને પછી આ ઘર છોડીને ચાલી જવાની છું.  
'''મંજરી :''' (પગ પછાડીને) હું નથી.....જ ચાહતી! આ લગ્નની વીંટી ને આ મંગળસૂત્ર, એમની સાથેના લગ્નબંધનની નિશાનીઓ એમના મોં ઉપર જ ફેંકવાની છું, ને પછી આ ઘર છોડીને ચાલી જવાની છું.  
રમેશ : (નિસાસો નાખીને) તારો નિશ્ચય પાકો જ છે, પછી શું થાય?
'''રમેશ :''' (નિસાસો નાખીને) તારો નિશ્ચય પાકો જ છે, પછી શું થાય?
મંજરી : તદ્દન પાકો આ.........તો........ આ.... તો હું એને ધિક્કારું છું, તે એને મોઢામોઢ જ ચોડવું છે, એટલે વળી એટલું પણ બોલીશ, નહિ તો એક અક્ષર પણ એની સાથે બોલવાની નહોતી.
'''મંજરી :''' તદ્દન પાકો આ.........તો........ આ.... તો હું એને ધિક્કારું છું, તે એને મોઢામોઢ જ ચોડવું છે, એટલે વળી એટલું પણ બોલીશ, નહિ તો એક અક્ષર પણ એની સાથે બોલવાની નહોતી.
રમેશ : તો તારે કૉર્ટથી જ છૂટ્ટાછેડા લેવા છે ને?
'''રમેશ :''' તો તારે કૉર્ટથી જ છૂટ્ટાછેડા લેવા છે ને?
મંજરી : હા, રીતસર. હું પણ એનો ભવાડો કરીશ.
'''મંજરી :''' હા, રીતસર. હું પણ એનો ભવાડો કરીશ.
ગૌરીપ્રસાદ : કંઈક ભવાડો તો કરવો જ પડશે ને. કૉર્ટને છૂટ્ટાછેડા માટે પણ સબળ કારણ તો આપવું જ પડશે ને?
'''ગૌરીપ્રસાદ :''' કંઈક ભવાડો તો કરવો જ પડશે ને. કૉર્ટને છૂટ્ટાછેડા માટે પણ સબળ કારણ તો આપવું જ પડશે ને?
મંજરી : તે આપીશ.
'''મંજરી :''' તે આપીશ.
રમેશ : મંજરી! એ તું ધારે છે કે તેટલું સહેલું નથી. હં..... વારુ, પણ એણે તારા પ્રત્યે કોઈ દિવસ ક્રૂર વર્તન દેખાડ્યું છે?
'''રમેશ :''' મંજરી! એ તું ધારે છે કે તેટલું સહેલું નથી. હં..... વારુ, પણ એણે તારા પ્રત્યે કોઈ દિવસ ક્રૂર વર્તન દેખાડ્યું છે?
મંજરી : ના. એ જ મોટું દુઃખ છે ને?
'''મંજરી :''' ના. એ જ મોટું દુઃખ છે ને?
ગંગા : એ દુ:ખ કે સુખ?
'''ગંગા :''' એ દુ:ખ કે સુખ?
મંજરી : દુ:ખ જ. ઉપલકિયો પ્યાર દેખાડે એના જેવું બીજું ક્યું દુ:ખ કહેવાય?
'''મંજરી :''' દુ:ખ જ. ઉપલકિયો પ્યાર દેખાડે એના જેવું બીજું ક્યું દુ:ખ કહેવાય?
ગોરીપ્રસાદ : એટલો ય દેખાડે તો છે ને? કોઈ કોઈના નસીબમાં એટલુંયે નથી હોતું.
ગોરીપ્રસાદ : એટલો ય દેખાડે તો છે ને? કોઈ કોઈના નસીબમાં એટલુંયે નથી હોતું.
મંજરી : મારે એવો ઢોંગી પ્રેમ નથી જોઈ તો.... કાકી! માર મારે તો એક જ વાત કે મારે છે. ક્રૂર છે, પણ આ બધી ખોટી માયાથી ને ઢોંગથી મને એવી તો મારી નાંખે છે કે હવે એ જુઠાણું ને એ ઢોંગ મારાથી સહન થતાં નથી, તદ્દન Humbug and Hypocrite.
'''મંજરી :''' મારે એવો ઢોંગી પ્રેમ નથી જોઈ તો.... કાકી! માર મારે તો એક જ વાત કે મારે છે. ક્રૂર છે, પણ આ બધી ખોટી માયાથી ને ઢોંગથી મને એવી તો મારી નાંખે છે કે હવે એ જુઠાણું ને એ ઢોંગ મારાથી સહન થતાં નથી, તદ્દન Humbug and Hypocrite.
ગૌરીપ્રસાદ : જે ગાળ ગુજરાતીમાં દેતાં વિચાર કરવો પડે તે અંગ્રેજીમાં સહેલાઈથી દઈ શકાય છે. ખરુંને મંજરી?
'''ગૌરીપ્રસાદ :''' જે ગાળ ગુજરાતીમાં દેતાં વિચાર કરવો પડે તે અંગ્રેજીમાં સહેલાઈથી દઈ શકાય છે. ખરુંને મંજરી?
રમેશ : મંજરી! દુઃખ ન લગાડતી પણ આ સ્થિતિને માટે અમુક અંશે તું પણ જવાબદાર તો છે જ.
'''રમેશ :''' મંજરી! દુઃખ ન લગાડતી પણ આ સ્થિતિને માટે અમુક અંશે તું પણ જવાબદાર તો છે જ.
મંજરી : હું જવાબદાર છું'?
'''મંજરી :''' હું જવાબદાર છું'?
રમેશ : હા.
'''રમેશ :''' હા.
મંજરી : શી રીતે? તમે તો જાણો છો કે કોઈ પણ સ્ત્રી એના પતિને ચાહી શકે તે કરતાં હું એમને વધારે ચાહું છું I simply adore him.
'''મંજરી :''' શી રીતે? તમે તો જાણો છો કે કોઈ પણ સ્ત્રી એના પતિને ચાહી શકે તે કરતાં હું એમને વધારે ચાહું છું I simply adore him.
રમેશ : એ જ તારો વાંક
'''રમેશ :''' એ જ તારો વાંક
મંજરી : હું ન સમજી. તમે શું કહેવા માંગો છો?
'''મંજરી :''' હું ન સમજી. તમે શું કહેવા માંગો છો?
રમેશ : મંજરી! મિષ્ટાન્ન જેવી સુંદર ચીજ પણ એકસાથે વધારેપડતી ખવાઈ જાય તો શું થાય, ખબર છે?
'''રમેશ :''' મંજરી! મિષ્ટાન્ન જેવી સુંદર ચીજ પણ એકસાથે વધારેપડતી ખવાઈ જાય તો શું થાય, ખબર છે?
મંજરી : અજીરણ.
'''મંજરી :''' અજીરણ.
રમેશ : બરાબર. તેવી જ રીતે વધારેપડતો પ્રેમ પણ પ્રેમનું અજીરણ જ કરે છે, સમજી?
'''રમેશ :''' બરાબર. તેવી જ રીતે વધારેપડતો પ્રેમ પણ પ્રેમનું અજીરણ જ કરે છે, સમજી?
મંજરી : એટલે?
'''મંજરી :''' એટલે?
રમેશ : તેં દિનેશને દિવસ-રાત, હરઘડી ને હરપળ તારા પ્રેમના ધોધમાં જ નવરાવ્યા કર્યો ખરુંને?
'''રમેશ :''' તેં દિનેશને દિવસ-રાત, હરઘડી ને હરપળ તારા પ્રેમના ધોધમાં જ નવરાવ્યા કર્યો ખરુંને?
મંજરી : હા. પણ એમાં મેં ખોટું શું કર્યું?
'''મંજરી :''' હા. પણ એમાં મેં ખોટું શું કર્યું?
ગૌરીપ્રસાદ : તેં એને પ્રેમનું સળેખમ કરાવી નાખ્યું.
'''ગૌરીપ્રસાદ :''' તેં એને પ્રેમનું સળેખમ કરાવી નાખ્યું.
રમેશ : તેં એને ચાહે જ રાખ્યો. હરતાં ચાહ્યો, ફરતાં ચાહ્યો. ઊઠતાં ચાહ્યો, બેસતાં ચાહ્યો. ખાતાં ચાહ્યો, પીતાં ચાહ્યો. જાગતાં ચાહ્યો, ઊંઘતાં ચાહ્યો, બસ ચાહ્યા જ કર્યો. હરઘડી ને હરપળ ચાહ્યા જ કર્યો. પરિણામે તારા પ્રેમથી એને ગૂંગળામણ થવા માંડી.
'''રમેશ :''' તેં એને ચાહે જ રાખ્યો. હરતાં ચાહ્યો, ફરતાં ચાહ્યો. ઊઠતાં ચાહ્યો, બેસતાં ચાહ્યો. ખાતાં ચાહ્યો, પીતાં ચાહ્યો. જાગતાં ચાહ્યો, ઊંઘતાં ચાહ્યો, બસ ચાહ્યા જ કર્યો. હરઘડી ને હરપળ ચાહ્યા જ કર્યો. પરિણામે તારા પ્રેમથી એને ગૂંગળામણ થવા માંડી.
મંજરી : કોઈ પ્રેમથી વળી ગૂંગળાતું હશે ખરું?
'''મંજરી :''' કોઈ પ્રેમથી વળી ગૂંગળાતું હશે ખરું?
રમેશ : મંજરી, આપણને તરસ લાગી હોય તો, પી શકીએ તેટલું કોઈ પાણી આપે તો સંતોષ થાય. પણ તેના બદલામાં કોઈ ભરી નદીમાં જ માથું નાંખી દે. ને કહે, કે લે લે હવે પીવાય તેટલું પાણી પી લે, તો શું થાય?
'''રમેશ :''' મંજરી, આપણને તરસ લાગી હોય તો, પી શકીએ તેટલું કોઈ પાણી આપે તો સંતોષ થાય. પણ તેના બદલામાં કોઈ ભરી નદીમાં જ માથું નાંખી દે. ને કહે, કે લે લે હવે પીવાય તેટલું પાણી પી લે, તો શું થાય?
ગંગા : બિચારો ગૂંગળાઈને મરી જ જાય ને?
'''ગંગા :''' બિચારો ગૂંગળાઈને મરી જ જાય ને?
મંજરી : પણ હું એમને બહુ જ ચાહું છું.
'''મંજરી :''' પણ હું એમને બહુ જ ચાહું છું.
ગૌરીપ્રસાદ : ચાહતી હતી, ભૂતકાળ વાપર, દીકરી - ભૂતકાળ.....
'''ગૌરીપ્રસાદ :''' ચાહતી હતી, ભૂતકાળ વાપર, દીકરી - ભૂતકાળ.....
મંજરી : હા, રમેશભાઈ! હું નિરુપાય હતી. હું ચાહ્યા સિવાય રહી શકતી જ નહોતી.
'''મંજરી :''' હા, રમેશભાઈ! હું નિરુપાય હતી. હું ચાહ્યા સિવાય રહી શકતી જ નહોતી.
રમેશ : માન્યું - પણ તારો પ્યાર તારે એટલો બધો વ્યક્ત કરી દેવાની શી જરૂર હતી?
'''રમેશ :''' માન્યું - પણ તારો પ્યાર તારે એટલો બધો વ્યક્ત કરી દેવાની શી જરૂર હતી?
મંજરી : તો આ જ કારણે શું એ.....
'''મંજરી :''' તો આ જ કારણે શું એ.....
રમેશ : ફક્ત આ જ કારણ નહિ - પણ થોડે અંશે આ કારણ તો ખરું જ. એ તારા અતિશય પ્રેમમાં મૂંઝાઈ ગયો, ને તેમાંથી છુટકારો મેળવવા માટે તેણે વિલાસ સાથે દોસ્તી કરી.
'''રમેશ :''' ફક્ત આ જ કારણ નહિ - પણ થોડે અંશે આ કારણ તો ખરું જ. એ તારા અતિશય પ્રેમમાં મૂંઝાઈ ગયો, ને તેમાંથી છુટકારો મેળવવા માટે તેણે વિલાસ સાથે દોસ્તી કરી.
ગંગા : શું પુરુષની જાત છે. ચાહો તોયે દુઃખ અને ન ચાહો તોયે દુઃખ! (ગૌરીપ્રસાદ તરફ જોઈને) જો હું તમને ચાહવા માંડું તો તમે પણ આમ જ કરોને?
'''ગંગા :''' શું પુરુષની જાત છે. ચાહો તોયે દુઃખ અને ન ચાહો તોયે દુઃખ! (ગૌરીપ્રસાદ તરફ જોઈને) જો હું તમને ચાહવા માંડું તો તમે પણ આમ જ કરોને?
ગૌરીપ્રસાદ: સારું છે કે તું મને એમાંનો સોમો ભાગ પણ નથી ચાહતી.  
ગૌરીપ્રસાદ: સારું છે કે તું મને એમાંનો સોમો ભાગ પણ નથી ચાહતી.  
રમેશ : (હસીને) એટલે કે કાકી તમને ચાહતાં જ નથી એમ ને કાકા!
'''રમેશ :''' (હસીને) એટલે કે કાકી તમને ચાહતાં જ નથી એમ ને કાકા!
ગોરીપ્રસાદ : પૂછ એને! બોલ જોઈ તું ચાહે છે મને? અને ચાહે છે તો કેટલું ચાહે છે, રમેશને જવાબ આપ જોઈ?
ગોરીપ્રસાદ : પૂછ એને! બોલ જોઈ તું ચાહે છે મને? અને ચાહે છે તો કેટલું ચાહે છે, રમેશને જવાબ આપ જોઈ?
ગંગા : આવું પૂછતાંયે શરમ નથી આવતી? ( સૌ હસે છે )
'''ગંગા :''' આવું પૂછતાંયે શરમ નથી આવતી? ( સૌ હસે છે )
રમેશ : મંજરી! તું મારી વાત સમજી તો શકે છે ને!
'''રમેશ :''' મંજરી! તું મારી વાત સમજી તો શકે છે ને!
મંજરી : કોઈ પ્રેમથી કંટાળે એવું તો મેં આજે જ જાણ્યું, રમેશભાઈ.
'''મંજરી :''' કોઈ પ્રેમથી કંટાળે એવું તો મેં આજે જ જાણ્યું, રમેશભાઈ.
રમેશ : મંજરી! તને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે ખરું ને?  
'''રમેશ :''' મંજરી! તને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે ખરું ને?  
મંજરી : ભાવે જ છે તો, પણ તેનું અહીં શું છે?
'''મંજરી :''' ભાવે જ છે તો, પણ તેનું અહીં શું છે?
રમેશ : જો તને કોઈ નાસ્તા વખતે, ચા વખતે, બપોરના જમતી વખતે, રાતના જમતી વખતે, સૂતી વખતે : એમ દરેક જમવાના, ચાના કે નાસ્તાના સમયે આઈસ્ક્રીમ જ આપ્યા કરે તો કંટાળી જાય કે નહિ?
'''રમેશ :''' જો તને કોઈ નાસ્તા વખતે, ચા વખતે, બપોરના જમતી વખતે, રાતના જમતી વખતે, સૂતી વખતે : એમ દરેક જમવાના, ચાના કે નાસ્તાના સમયે આઈસ્ક્રીમ જ આપ્યા કરે તો કંટાળી જાય કે નહિ?
મંજરી : કંટાળી તો શું, એવી રીતે કોઈ આપ્યા કરે તો તો ઊલટી જ થાય.
'''મંજરી :''' કંટાળી તો શું, એવી રીતે કોઈ આપ્યા કરે તો તો ઊલટી જ થાય.
રમેશ : દિનેશને તેં ૨૪ કલાક તારા પ્રેમરૂપી આઈસક્રીમ પર જ રાખ્યો છે : પછી તેને ઊલટી કરવાનું મન થાય, તેમાં કાંઈ નવાઈ છે? કેમ સમજાય છે હવે કંઈ? જીવ કોઈ વાર આઈસક્રીમથી કંટાળીને ભજિયાં પુડલાની ઇચ્છાયે કરી નાંખે.
'''રમેશ :''' દિનેશને તેં ૨૪ કલાક તારા પ્રેમરૂપી આઈસક્રીમ પર જ રાખ્યો છે : પછી તેને ઊલટી કરવાનું મન થાય, તેમાં કાંઈ નવાઈ છે? કેમ સમજાય છે હવે કંઈ? જીવ કોઈ વાર આઈસક્રીમથી કંટાળીને ભજિયાં પુડલાની ઇચ્છાયે કરી નાંખે.
મંજરી : ઓહ! પણ.....
'''મંજરી :''' ઓહ! પણ.....
ગંગા : આવી વાતમાં આપણે તો કંઈ સમજીએ નહિ.
'''ગંગા :''' આવી વાતમાં આપણે તો કંઈ સમજીએ નહિ.
રમેશ : આપણે એટલે? તમે અને કાકા બન્ને?
'''રમેશ :''' આપણે એટલે? તમે અને કાકા બન્ને?
ગૌરીપ્રસાદ : ના. તારી કાકી પોતાની જાત માટે માનાર્થે જ બોલે છે, એટલે એમનું આપણે.....એટલે..... એમના એકલા માટે જ વપરાયેલું સર્વનામ સમજી લેવાનું.
'''ગૌરીપ્રસાદ :''' ના. તારી કાકી પોતાની જાત માટે માનાર્થે જ બોલે છે, એટલે એમનું આપણે.....એટલે..... એમના એકલા માટે જ વપરાયેલું સર્વનામ સમજી લેવાનું.
રમેશ : મંજરી! દિનેશ બહાર જાય ત્યારે તું એને રોજ પૂછે છે ને કે સાંજે ક્યારે આવશો?
'''રમેશ :''' મંજરી! દિનેશ બહાર જાય ત્યારે તું એને રોજ પૂછે છે ને કે સાંજે ક્યારે આવશો?
મંજરી : હાસ્તો વળી.
'''મંજરી :''' હાસ્તો વળી.
રમેશ : ને એમ પણ કહેતી હઈશ કે જોજો બહુ મોડા ન આવતા. હં.
'''રમેશ :''' ને એમ પણ કહેતી હઈશ કે જોજો બહુ મોડા ન આવતા. હં.
મંજરી : હાસ્તો વળી. ને એ મોડા આવે તો મને ગમતું પણ નથી, હું એમના વિના.................
'''મંજરી :''' હાસ્તો વળી. ને એ મોડા આવે તો મને ગમતું પણ નથી, હું એમના વિના.................
રમેશ : ઘડીભર પણ રહી શકતી નથી એમ જ ને?
'''રમેશ :''' ઘડીભર પણ રહી શકતી નથી એમ જ ને?
ગૌરીપ્રસાદ : આ તારી કાકી તો મને કોઈ દિવસ નથી પૂછતી, કે ક્યારે આવશો? મને તો રોજ થાય છે કે કોઈ એવું પૂછે તો કેવું સારું?
'''ગૌરીપ્રસાદ :''' આ તારી કાકી તો મને કોઈ દિવસ નથી પૂછતી, કે ક્યારે આવશો? મને તો રોજ થાય છે કે કોઈ એવું પૂછે તો કેવું સારું?
ગંગા : પૂછીને શું કામ હતું? ને સાચું પૂછો તો તમે બહાર ગયા હો છો એટલી વાર જ ઘરમાં નિરાંત રહે છે.
'''ગંગા :''' પૂછીને શું કામ હતું? ને સાચું પૂછો તો તમે બહાર ગયા હો છો એટલી વાર જ ઘરમાં નિરાંત રહે છે.
[સૌ હસે છે]
[સૌ હસે છે]
રમેશ : મંજરી! દિનેશને દવાખાનેથી આવે કે તરત તું એને મળવાને ભેટવા દોડી જાય છે! એનો કોટ તારા હાથમાં લઈ લે છે? એના બૂટની દોરી કાઢવા બેસી જાય છે! અને એની આસપાસ વીંટળાઈ વળે છે! ખરું કે નહિ!
'''રમેશ :''' મંજરી! દિનેશને દવાખાનેથી આવે કે તરત તું એને મળવાને ભેટવા દોડી જાય છે! એનો કોટ તારા હાથમાં લઈ લે છે? એના બૂટની દોરી કાઢવા બેસી જાય છે! અને એની આસપાસ વીંટળાઈ વળે છે! ખરું કે નહિ!
મંજરી : હાસ્તો વળી, હું તો આવવાનો વખત થાય, એટલે રાહ જોઈને જ બેઠી હોઉં છું ને! બસ એક જ ધ્યાને ને એક જ નજરે, ને આવે કે તરત જ સામે દોડી જાઉં ને પછી તો............
'''મંજરી :''' હાસ્તો વળી, હું તો આવવાનો વખત થાય, એટલે રાહ જોઈને જ બેઠી હોઉં છું ને! બસ એક જ ધ્યાને ને એક જ નજરે, ને આવે કે તરત જ સામે દોડી જાઉં ને પછી તો............
રમેશ : મેં કહ્યું તે બધું જ કરવા લાગી જાય છે એમ જ ને?
'''રમેશ :''' મેં કહ્યું તે બધું જ કરવા લાગી જાય છે એમ જ ને?
મંજરી : એના કરતાંયે વધારે.
'''મંજરી :''' એના કરતાંયે વધારે.
ગૌરીપ્રસાદ : સાંભળે છે? તું કરે છે કોઈ દિવસ આવું? અરે રે, મારા પણ કંઈ નસીબ છે. હું તો ઘરમાં આવીને કેટલી બૂમો મારું, ત્યારે માંડ પાડોશીના ઘરમાંથી બબડતી બહાર નીકળે છે.
'''ગૌરીપ્રસાદ :''' સાંભળે છે? તું કરે છે કોઈ દિવસ આવું? અરે રે, મારા પણ કંઈ નસીબ છે. હું તો ઘરમાં આવીને કેટલી બૂમો મારું, ત્યારે માંડ પાડોશીના ઘરમાંથી બબડતી બહાર નીકળે છે.
ગંગા : એમ કરનારને ય શું મળ્યું? સાચું પૂછો તો એવા ટાયલાવેડાથી જ મરદના સ્વભાવ ફાટીને ધુમાડે જાય છે.
'''ગંગા :''' એમ કરનારને ય શું મળ્યું? સાચું પૂછો તો એવા ટાયલાવેડાથી જ મરદના સ્વભાવ ફાટીને ધુમાડે જાય છે.
ગૌરીપ્રસાદ : તેં મને બગડવા ન દીધો તે માટે તારો આભાર!
'''ગૌરીપ્રસાદ :''' તેં મને બગડવા ન દીધો તે માટે તારો આભાર!
રમેશ : કોઈને પણ – જોઈએ તે કરતાં ય વધારે અને તે પણ માંગ્યા વિના મળે ત્યારે એની કિંમત જ રહેતી નથી. મંજરી! હા, અને દિનેશ જ્યારે છાપું વાંચે છે ત્યારે એ બેઠો હોય તે જ ખુરશીના હાથા ઉપર બેસીને તું ધીમે .... ધી…મે એના વાળના ગૂંચળામાં આંગળીઓ ફેરવે છે?
'''રમેશ :''' કોઈને પણ – જોઈએ તે કરતાં ય વધારે અને તે પણ માંગ્યા વિના મળે ત્યારે એની કિંમત જ રહેતી નથી. મંજરી! હા, અને દિનેશ જ્યારે છાપું વાંચે છે ત્યારે એ બેઠો હોય તે જ ખુરશીના હાથા ઉપર બેસીને તું ધીમે .... ધી…મે એના વાળના ગૂંચળામાં આંગળીઓ ફેરવે છે?
ગૌરીપ્રસાદ : જોયુંને આમ પ્યાર થાય. તું તો મને માથામાં તો શું, મનમાં પણ ગલગલિયાં થાય તેવું એક દી પણ નથી કરતી.
'''ગૌરીપ્રસાદ :''' જોયુંને આમ પ્યાર થાય. તું તો મને માથામાં તો શું, મનમાં પણ ગલગલિયાં થાય તેવું એક દી પણ નથી કરતી.
ગંગા : તમારા માથામાં વળી વાળના ગૂંચળા હતા કે’દાડે કે અંદર આંગળા ફેરવે! આ ટાલમાં તે વળી કોને હાથ ફેરવવો ગમે!
'''ગંગા :''' તમારા માથામાં વળી વાળના ગૂંચળા હતા કે’દાડે કે અંદર આંગળા ફેરવે! આ ટાલમાં તે વળી કોને હાથ ફેરવવો ગમે!
ગૌરીપ્રસાદ : એ ટાલ તો તારે પ્રતાપે જ પડી છે ને!
'''ગૌરીપ્રસાદ :''' એ ટાલ તો તારે પ્રતાપે જ પડી છે ને!
ગંગા : બધું મારે પ્રતાપે જ થયું છે એમ કહો ને!  
'''ગંગા :''' બધું મારે પ્રતાપે જ થયું છે એમ કહો ને!  
ગૌરીપ્રસાદ : ના, એમ ખોટું કેમ કહેવાય? મારામાં આટલી બુદ્ધિ હજી રહી છે, ને મારી સાન ઠેકાણે રહી છે તેમાં જરાયે તારો પ્રતાપ નથી.
'''ગૌરીપ્રસાદ :''' ના, એમ ખોટું કેમ કહેવાય? મારામાં આટલી બુદ્ધિ હજી રહી છે, ને મારી સાન ઠેકાણે રહી છે તેમાં જરાયે તારો પ્રતાપ નથી.
રમેશ : કાકા! પ્લીઝ.............
'''રમેશ :''' કાકા! પ્લીઝ.............
ગૌરીપ્રસાદ : માફ કર, રમેશ.
'''ગૌરીપ્રસાદ :''' માફ કર, રમેશ.
રમેશ : હં તો મંજરી? મારા સવાલનો શો જવાબ છે? તું એવું બધું કરે છે ને?
'''રમેશ :''' હં તો મંજરી? મારા સવાલનો શો જવાબ છે? તું એવું બધું કરે છે ને?
મંજરી : પણ હું એવું બધું કરું છું, તેની ખબર તમને શી રીતે ખબર પડી?
'''મંજરી :''' પણ હું એવું બધું કરું છું, તેની ખબર તમને શી રીતે ખબર પડી?
ગંગા : ન પડે? આજકાલની છોકરીઓ આવું બધું ક્યાં કોઈ બંધ ઓરડામાં બેસીને કરે છે? છડેચોક તો કરે છે, પછી ખબર પડે જ ને?
'''ગંગા :''' ન પડે? આજકાલની છોકરીઓ આવું બધું ક્યાં કોઈ બંધ ઓરડામાં બેસીને કરે છે? છડેચોક તો કરે છે, પછી ખબર પડે જ ને?
રમેશ : મંજરી! આ હું અનુભવથી કહું છું, કે વધારે પડતા પ્યારનાં આવાં જ ચિહ્નો હોય.
'''રમેશ :''' મંજરી! આ હું અનુભવથી કહું છું, કે વધારે પડતા પ્યારનાં આવાં જ ચિહ્નો હોય.
મંજરી : એનો અર્થ એ જ કે તમારે હિસાબે બધો જ મારો વાંક છે?
'''મંજરી :''' એનો અર્થ એ જ કે તમારે હિસાબે બધો જ મારો વાંક છે?
રમેશ : બેન, એમાં વાંકનો સવાલ નથી. આ તો એટલું જ સમજવાનું કે પ્રેમની માત્રા પણ હદ વટાવે તો શું થાય? વારુ હવે આપણે એ વિચાર કરી જોઈએ, કે દિનેશનો પ્યાર તું પાછો મેળવી શકે તેમ છે કે નહિ?
'''રમેશ :''' બેન, એમાં વાંકનો સવાલ નથી. આ તો એટલું જ સમજવાનું કે પ્રેમની માત્રા પણ હદ વટાવે તો શું થાય? વારુ હવે આપણે એ વિચાર કરી જોઈએ, કે દિનેશનો પ્યાર તું પાછો મેળવી શકે તેમ છે કે નહિ?
મંજરી : મારે હવે એ પાછો મેળવવો જ નથી. એમનું આવું વર્તન જોઈને જાણે એમના ઉપર ઝાળ લાગી જાય છે. ને પેલી ઉપર તો એવું થાય છે કે જાણે એના ઉપર કડકડતું તેલ નાખી દઉં !
'''મંજરી :''' મારે હવે એ પાછો મેળવવો જ નથી. એમનું આવું વર્તન જોઈને જાણે એમના ઉપર ઝાળ લાગી જાય છે. ને પેલી ઉપર તો એવું થાય છે કે જાણે એના ઉપર કડકડતું તેલ નાખી દઉં !
રમેશ : તારી વાતો પરસ્પર વિરોધી જેવી લાગે છે!
'''રમેશ :''' તારી વાતો પરસ્પર વિરોધી જેવી લાગે છે!
ગૌરીપ્રસાદ : તદ્દન. પણ સ્ત્રીઓ એ સમજી શકે જ નહિ ને!
'''ગૌરીપ્રસાદ :''' તદ્દન. પણ સ્ત્રીઓ એ સમજી શકે જ નહિ ને!
મંજરી : કઈ રીતે પરસ્પર વિરોધી?
'''મંજરી :''' કઈ રીતે પરસ્પર વિરોધી?
રમેશ : તારે દિનેશનો પ્યાર પાછો મેળવવો તો નથી જ, તો પછી એ ભલે ને વિલાસને ચાહે! તને એમાં શો વાંધો હોઈ શકે?
'''રમેશ :''' તારે દિનેશનો પ્યાર પાછો મેળવવો તો નથી જ, તો પછી એ ભલે ને વિલાસને ચાહે! તને એમાં શો વાંધો હોઈ શકે?
ગૌરીપ્રસાદઃ ખરી વાત છે. કાં તું એને ચાહવા લાગ, ને કાં વિલાસને એને ચાહવા દે. ચોખ્ખી ચટ વાત છે બે ને બે ચાર જેવી.
ગૌરીપ્રસાદઃ ખરી વાત છે. કાં તું એને ચાહવા લાગ, ને કાં વિલાસને એને ચાહવા દે. ચોખ્ખી ચટ વાત છે બે ને બે ચાર જેવી.
મંજરી : રમેશભાઈ! તમને લાગે છે કે હું એમનો પ્યાર પાછો મેળવી શકીશ?
'''મંજરી :''' રમેશભાઈ! તમને લાગે છે કે હું એમનો પ્યાર પાછો મેળવી શકીશ?
રમેશ : કદાચ.
'''રમેશ :''' કદાચ.
મંજરી : મેળવી શકું તો કેવું સારું? મને મારો દિનેશ પાછો અપાવશો, રમેશભાઈ?
'''મંજરી :''' મેળવી શકું તો કેવું સારું? મને મારો દિનેશ પાછો અપાવશો, રમેશભાઈ?
ગૌરીપ્રસાદ : બસ છૂટાછેડાનો નિરધાર ડગી ગયો? સ્ત્રીઓની કોઈ વાત પર ભરોસો જ ન મૂકવો. અબી બોલ્યા ને અબી ફોક.
'''ગૌરીપ્રસાદ :''' બસ છૂટાછેડાનો નિરધાર ડગી ગયો? સ્ત્રીઓની કોઈ વાત પર ભરોસો જ ન મૂકવો. અબી બોલ્યા ને અબી ફોક.
રમેશ : કાકા પ્લીઝ.
'''રમેશ :''' કાકા પ્લીઝ.
ગૌરીપ્રસાદ : સૉરી, રમેશ.
'''ગૌરીપ્રસાદ :''' સૉરી, રમેશ.
રમેશ : મંજરી! તું પ્રયત્ન કરે તો આ કામ ખાસ અઘરું નથી, પણ એમાં ખૂબ બાહોશી, હિંમત ને ચાતુર્ય દેખાડવાં પડશે ને સાથે જ (self-control) જાત પર કાબૂ પણ રાખવો જ પડશે.
'''રમેશ :''' મંજરી! તું પ્રયત્ન કરે તો આ કામ ખાસ અઘરું નથી, પણ એમાં ખૂબ બાહોશી, હિંમત ને ચાતુર્ય દેખાડવાં પડશે ને સાથે જ (self-control) જાત પર કાબૂ પણ રાખવો જ પડશે.
ગૌરીપ્રસાદ: જોયું ને? ધણીને પાછો મેળવતાં નેવનાં પાણી મોભે ચડે છે. તને મહેનત વિના જ હું મળી ગયો છું, એટલે તને મારી કીમત જ નથી.
ગૌરીપ્રસાદ: જોયું ને? ધણીને પાછો મેળવતાં નેવનાં પાણી મોભે ચડે છે. તને મહેનત વિના જ હું મળી ગયો છું, એટલે તને મારી કીમત જ નથી.
ગંગા : ને ન મળ્યા હોત તો આ મંજરી જેમ હું કંઈ મરવા ન પડત. તમારા વિના ખાસ્સાં વર્ષોનાં વર્ષો કાઢી નાંખું તેમ છું હો. પછી તો આપમેળે નીતરીને જ આવો, જાઓ ક્યાં?
'''ગંગા :''' ને ન મળ્યા હોત તો આ મંજરી જેમ હું કંઈ મરવા ન પડત. તમારા વિના ખાસ્સાં વર્ષોનાં વર્ષો કાઢી નાંખું તેમ છું હો. પછી તો આપમેળે નીતરીને જ આવો, જાઓ ક્યાં?
મંજરી : રમેશભાઈ, મારે શું કરવું પડશે?
'''મંજરી :''' રમેશભાઈ, મારે શું કરવું પડશે?
રમેશ : પહેલાં તો તારે તારી જાત પર, તારા બોલવા પર, તારા હાસ્ય પર, તારી આંખો પર, તારા પ્રેમ પર, તારી લાગણી પર બધા જ પર તારે કાબૂ રાખતાં શીખવું પડશે. હા, પેલી વિલાસ દેખાવમાં કેવીક છે!
'''રમેશ :''' પહેલાં તો તારે તારી જાત પર, તારા બોલવા પર, તારા હાસ્ય પર, તારી આંખો પર, તારા પ્રેમ પર, તારી લાગણી પર બધા જ પર તારે કાબૂ રાખતાં શીખવું પડશે. હા, પેલી વિલાસ દેખાવમાં કેવીક છે!
ગૌરીપ્રસાદ : કેમ એલા એ પૂછવું પડ્યું? શું વિચાર છે તારો, હં.
'''ગૌરીપ્રસાદ :''' કેમ એલા એ પૂછવું પડ્યું? શું વિચાર છે તારો, હં.
ગંગા : બધા જ કંઈ તમારા જેવા ન હોય
'''ગંગા :''' બધા જ કંઈ તમારા જેવા ન હોય
મંજરી : એનામાં કંઈ જ સૌંદર્ય નથી. છે નરી કદરૂપી !
'''મંજરી :''' એનામાં કંઈ જ સૌંદર્ય નથી. છે નરી કદરૂપી !
રમેશ : કદરૂપી છે? તો તો મુશ્કેલી વધી ગઈ.
'''રમેશ :''' કદરૂપી છે? તો તો મુશ્કેલી વધી ગઈ.
મંજરી : મુશ્કેલી વધી કે ઓછી થઈ?
'''મંજરી :''' મુશ્કેલી વધી કે ઓછી થઈ?
રમેશ : વધી, કારણ કે જો માણસ સુંદર છોકરીના પ્યારમાં પડી ગયો હોય તો માની લેવું કે ક્ષણિક આવેશમાં આવી જઈને, સૌંદર્યમાં મુગ્ધ બની જઈને ખેંચાઈ ગયો છે. પણ જો તે કદરૂપી છોકરીના પ્રેમમાં પડ્યો હોય, તો પછી માની લેવું કે તે પૂરેપૂરો વિચાર કરીને જ પ્રેમમાં પડ્યો છે, તો પછી બનતાં સુધી જિંદગી સુધી તેમાંથી નીકળવાની આશા જ નહિ!
'''રમેશ :''' વધી, કારણ કે જો માણસ સુંદર છોકરીના પ્યારમાં પડી ગયો હોય તો માની લેવું કે ક્ષણિક આવેશમાં આવી જઈને, સૌંદર્યમાં મુગ્ધ બની જઈને ખેંચાઈ ગયો છે. પણ જો તે કદરૂપી છોકરીના પ્રેમમાં પડ્યો હોય, તો પછી માની લેવું કે તે પૂરેપૂરો વિચાર કરીને જ પ્રેમમાં પડ્યો છે, તો પછી બનતાં સુધી જિંદગી સુધી તેમાંથી નીકળવાની આશા જ નહિ!
મંજરી : હા..... શ. મારો અર્ધો બોજો તો હળવો થયો. રમેશભાઈ! વિલાસ ઘણી જ દેખાવડી છે, ને આકર્ષક પણ તેવી જ છે.
'''મંજરી :''' હા..... શ. મારો અર્ધો બોજો તો હળવો થયો. રમેશભાઈ! વિલાસ ઘણી જ દેખાવડી છે, ને આકર્ષક પણ તેવી જ છે.
રમેશ : (Very good)! બહુ સરસ! મંજરી! તું જરૂર દિનેશને પાછો મેળવી શકીશ, કોશિશ કરીશ તો-
'''રમેશ :''' (Very good)! બહુ સરસ! મંજરી! તું જરૂર દિનેશને પાછો મેળવી શકીશ, કોશિશ કરીશ તો-
મંજરી : તો મને બતાવો કે મારે શું શું કરવાનું છે?
'''મંજરી :''' તો મને બતાવો કે મારે શું શું કરવાનું છે?
રમેશ : પહેલું એ કે દિનેશ સાંજે ઘેર આવે ત્યારે, હમણાં જેમ મોં ચડાવીને બેસી જાય છે તેમ નહિ કરવાનું. હસતું મોં રાખવું.
'''રમેશ :''' પહેલું એ કે દિનેશ સાંજે ઘેર આવે ત્યારે, હમણાં જેમ મોં ચડાવીને બેસી જાય છે તેમ નહિ કરવાનું. હસતું મોં રાખવું.
મંજરી : પણ મોડા આવે તોયે?
'''મંજરી :''' પણ મોડા આવે તોયે?
રમેશ : હા, તો યે-
'''રમેશ :''' હા, તો યે-
ગૌરીપ્રસાદ : સાંભળે છે? તું પણ જરા શીખી લેજે. હું જરાક મોડો આવું છું, ત્યાં તો તું કેટલુંય સંભળાવે છે.
'''ગૌરીપ્રસાદ :''' સાંભળે છે? તું પણ જરા શીખી લેજે. હું જરાક મોડો આવું છું, ત્યાં તો તું કેટલુંય સંભળાવે છે.
ગંગા : એ તો જેવા દેવ, એવી પૂજા.
'''ગંગા :''' એ તો જેવા દેવ, એવી પૂજા.
રમેશ : શું સમજી, મંજરી?
'''રમેશ :''' શું સમજી, મંજરી?
મંજરી : પણ પેલીના ત્યાંથી જ મોડા આવ્યા છે તે ખબર પડે તોયે હસતું મોં રાખવાનું.
'''મંજરી :''' પણ પેલીના ત્યાંથી જ મોડા આવ્યા છે તે ખબર પડે તોયે હસતું મોં રાખવાનું.
રમેશ : હા, તો પણ તારે તો હસતું જ મોં રાખવાનું.
'''રમેશ :''' હા, તો પણ તારે તો હસતું જ મોં રાખવાનું.
ગૌરીપ્રસાદ : આનું નામ જ ભારતની સતી નારી! ભલે ને પતિ ગમે ત્યાં ફરી આવે, પણ ઘેર આવે ત્યાં સુંદર સ્વાગત થાય જ.
'''ગૌરીપ્રસાદ :''' આનું નામ જ ભારતની સતી નારી! ભલે ને પતિ ગમે ત્યાં ફરી આવે, પણ ઘેર આવે ત્યાં સુંદર સ્વાગત થાય જ.
ગંગા : એક તરફ કાળજાં બળતાં હોય ને સ્વાગત તો શી રીતે થતાં હશે?
'''ગંગા :''' એક તરફ કાળજાં બળતાં હોય ને સ્વાગત તો શી રીતે થતાં હશે?
મંજરી : હું પણ એ જ કહું છું.
'''મંજરી :''' હું પણ એ જ કહું છું.
રમેશ : તારે દિનેશને પાછો મેળવવો છે કે નહિ?
'''રમેશ :''' તારે દિનેશને પાછો મેળવવો છે કે નહિ?
મંજરી : હા.
'''મંજરી :''' હા.
રમેશ : તો એમ કરવું જ પડશે. બીજું, કોઈ દિવસ એમ નહિ, પૂછવાનું કે તમે ક્યાં હતાં? ક્યાં ગયા હતા? કેમ મોડા આવ્યા? વગેરે.
'''રમેશ :''' તો એમ કરવું જ પડશે. બીજું, કોઈ દિવસ એમ નહિ, પૂછવાનું કે તમે ક્યાં હતાં? ક્યાં ગયા હતા? કેમ મોડા આવ્યા? વગેરે.
ગૌરીપ્રસાદ : એ વાત તો રમેશની તદ્દન ખરી છે. પુરુષો ગમે ત્યાં જાય એમાં સ્ત્રીઓએ પૂછવું જ ન જોઈએ. જો સ્ત્રીઓ આટલું સમજી જાય તો કેટલું સુખ થઈ જાય? પણ સમજે જ નહિ ને. માળી બૈરાંની જાત કીધી એટલે થઈ જ રહ્યું.
'''ગૌરીપ્રસાદ :''' એ વાત તો રમેશની તદ્દન ખરી છે. પુરુષો ગમે ત્યાં જાય એમાં સ્ત્રીઓએ પૂછવું જ ન જોઈએ. જો સ્ત્રીઓ આટલું સમજી જાય તો કેટલું સુખ થઈ જાય? પણ સમજે જ નહિ ને. માળી બૈરાંની જાત કીધી એટલે થઈ જ રહ્યું.
રમેશ : કાકા, પ્લીઝ.
'''રમેશ :''' કાકા, પ્લીઝ.
ગૌરીપ્રસાદ : માફ કર, રમેશ!
'''ગૌરીપ્રસાદ :''' માફ કર, રમેશ!
ગંગા : એ તો ગમે તેમ કર તોય વચ્ચે બોલવાના જ. કૂતરાની પૂંછડી જેવો જ એમનો ઘાટ છે. હજાર વાર 'માફ કર માફ કર' કહેતા જશે, ને વળી બોલતાયે જશે.
'''ગંગા :''' એ તો ગમે તેમ કર તોય વચ્ચે બોલવાના જ. કૂતરાની પૂંછડી જેવો જ એમનો ઘાટ છે. હજાર વાર 'માફ કર માફ કર' કહેતા જશે, ને વળી બોલતાયે જશે.
ગૌરીપ્રસાદ : હું તો કૂતરાની પૂંછડીનો એ ગુણ જોઉં છું, કે એને દાટો, એના પર ગમે તેટલો અત્યાચાર કરો પરંતુ એ એની મૂળ સ્થિતિ બદલે જ નહિ, કેટલી અડગતા કહેવાય? કેમ તું શું ધારે છે? હં.
'''ગૌરીપ્રસાદ :''' હું તો કૂતરાની પૂંછડીનો એ ગુણ જોઉં છું, કે એને દાટો, એના પર ગમે તેટલો અત્યાચાર કરો પરંતુ એ એની મૂળ સ્થિતિ બદલે જ નહિ, કેટલી અડગતા કહેવાય? કેમ તું શું ધારે છે? હં.
રમેશ : (જોરથી) કાકા, પ્લીઝ!
'''રમેશ :''' (જોરથી) કાકા, પ્લીઝ!
ગૌરીપ્રસાદ : સૉરી!
'''ગૌરીપ્રસાદ :''' સૉરી!
રમેશ : ત્રીજું : જ્યારે દિનેશ બહાર જાય, ત્યારે પણ કોઈ દિવસ પૂછવું નહિ કે ક્યાં જાઓ છો? ને એમ તો નહિ જ પૂછવાનું કે ક્યારે આવશો? તારા મનમાં એને વિષે શંકા છે તેવો સહેજ પણ ખ્યાલ તેને આવવા દેવાનો નહિ.
'''રમેશ :''' ત્રીજું : જ્યારે દિનેશ બહાર જાય, ત્યારે પણ કોઈ દિવસ પૂછવું નહિ કે ક્યાં જાઓ છો? ને એમ તો નહિ જ પૂછવાનું કે ક્યારે આવશો? તારા મનમાં એને વિષે શંકા છે તેવો સહેજ પણ ખ્યાલ તેને આવવા દેવાનો નહિ.
મંજરી : બહુ અઘરું છે, રમેશભાઈ!
'''મંજરી :''' બહુ અઘરું છે, રમેશભાઈ!
રમેશ : એના કરતાંયે હવે કહું છું તે વધારે અઘરું છે, અને તે એ કે વિલાસના સમાગમમાં એ વધારે ને વધારે રહી શકે એવી એને તક આપ્યા જ કરવાની.
'''રમેશ :''' એના કરતાંયે હવે કહું છું તે વધારે અઘરું છે, અને તે એ કે વિલાસના સમાગમમાં એ વધારે ને વધારે રહી શકે એવી એને તક આપ્યા જ કરવાની.
મંજરી : (ક્રોધમાં) એવું મારાથી કદાપિ નહિ બની શકે!
'''મંજરી :''' (ક્રોધમાં) એવું મારાથી કદાપિ નહિ બની શકે!
ગંગા : મંજરી! એવું તો ભૂલેચૂકે પણ કરીશ નહિ. હાથે કરીને પગ પર કુહાડી મારવા જેવી વાત છે. પુરુષની જાત તો તું જાણે તો છે ને! આંગળી આપતાં સીધો પહોંચો જ ગળવાની વાત કરશે.
'''ગંગા :''' મંજરી! એવું તો ભૂલેચૂકે પણ કરીશ નહિ. હાથે કરીને પગ પર કુહાડી મારવા જેવી વાત છે. પુરુષની જાત તો તું જાણે તો છે ને! આંગળી આપતાં સીધો પહોંચો જ ગળવાની વાત કરશે.
રમેશ : મંજરી! જરા શાંત થા ને વિચાર કર! કાકી! એ પહોંચો નહિ ગળે. મારું માનવું છે કે જ્યારે મંજરી તરફથી વિલાસને મળવાની કશી જ અડચણ ઊભી કરવામાં નહિ આવે, ત્યારે દિનેશની અર્ધી મજા તો એમ ને એમ જ ઊડી જવાની.
'''રમેશ :''' મંજરી! જરા શાંત થા ને વિચાર કર! કાકી! એ પહોંચો નહિ ગળે. મારું માનવું છે કે જ્યારે મંજરી તરફથી વિલાસને મળવાની કશી જ અડચણ ઊભી કરવામાં નહિ આવે, ત્યારે દિનેશની અર્ધી મજા તો એમ ને એમ જ ઊડી જવાની.
મંજરી : હું એમ નથી માનતી.
'''મંજરી :''' હું એમ નથી માનતી.
ગંગા : અરે! એ તો છૂટ મૂકી તો બમણો જશે.
'''ગંગા :''' અરે! એ તો છૂટ મૂકી તો બમણો જશે.
રમેશ : ના, નહિ જાય. જે કામ કરતાં કોઈ રોકતું હોય તે જ કરવાનું વધારે મન થાય તેવો માણસનો સ્વભાવ છે, આવી વાતમાં ગુપ્તતા ને રોકટોક - આકર્ષણ વધારે છે, માટે જ એને વિલાસના સાંનિધ્યમાં જ પડ્યો રહેવા દે. અંતે એને અતિ સહવાસ જ કંટાળો ઉપજાવશે. તે જ્યાં સહેજ કંટાળો આવ્યો, સહેજ પ્રેમની તીવ્રતા ઘટી કે તરત જ પેલી પૂછવાની : ‘તમે મને હવે પહેલાં જેટલું નથી ચાહતા ને?' બસ આ વાક્ય પૂછવાની શરૂઆત થઈ એટલે સમજી લેવાનું કે પ્રેમની કબર ખોદાઈ ચૂકી.
'''રમેશ :''' ના, નહિ જાય. જે કામ કરતાં કોઈ રોકતું હોય તે જ કરવાનું વધારે મન થાય તેવો માણસનો સ્વભાવ છે, આવી વાતમાં ગુપ્તતા ને રોકટોક - આકર્ષણ વધારે છે, માટે જ એને વિલાસના સાંનિધ્યમાં જ પડ્યો રહેવા દે. અંતે એને અતિ સહવાસ જ કંટાળો ઉપજાવશે. તે જ્યાં સહેજ કંટાળો આવ્યો, સહેજ પ્રેમની તીવ્રતા ઘટી કે તરત જ પેલી પૂછવાની : ‘તમે મને હવે પહેલાં જેટલું નથી ચાહતા ને?' બસ આ વાક્ય પૂછવાની શરૂઆત થઈ એટલે સમજી લેવાનું કે પ્રેમની કબર ખોદાઈ ચૂકી.
ગૌરીપ્રસાદ : રમેશ! તું તો ભાઈ આવી વાતોમાં પાવરધો લાગે છે!
'''ગૌરીપ્રસાદ :''' રમેશ! તું તો ભાઈ આવી વાતોમાં પાવરધો લાગે છે!
રમેશ : કેમ સમજાયુંને મંજરી?
'''રમેશ :''' કેમ સમજાયુંને મંજરી?
મંજરી : ધારો કે દિનેશ કદાચ વિલાસને ચાહતા અટકી જાય, તો પણ એનો અર્થ એવો થોડો જ છે કે એ ફરીને મને જ ચાહવા લાગશે?
'''મંજરી :''' ધારો કે દિનેશ કદાચ વિલાસને ચાહતા અટકી જાય, તો પણ એનો અર્થ એવો થોડો જ છે કે એ ફરીને મને જ ચાહવા લાગશે?
રમેશ : ના, એમ તો કેમ કહેવાય? પણ તને જ ચાહે તે માટે પણ તારે પ્રયત્ન તો કરવો જ રહ્યો, ને તેમાંય જરા હોશિયારી, સાવધાનતા, બાહોશી ને ગણતરીબાજ બનવાની જરૂર છે.
'''રમેશ :''' ના, એમ તો કેમ કહેવાય? પણ તને જ ચાહે તે માટે પણ તારે પ્રયત્ન તો કરવો જ રહ્યો, ને તેમાંય જરા હોશિયારી, સાવધાનતા, બાહોશી ને ગણતરીબાજ બનવાની જરૂર છે.
[આ વખતે બહાર મોટરનું હોર્ન સંભળાય છે.]
[આ વખતે બહાર મોટરનું હોર્ન સંભળાય છે.]
મંજરી : હોર્ન વાગ્યું. એ આવ્યા લાગે છે.
'''મંજરી :''' હોર્ન વાગ્યું. એ આવ્યા લાગે છે.
ગંગા : હવે તું શું કરીશ, મંજરી?
'''ગંગા :''' હવે તું શું કરીશ, મંજરી?
રમેશ : મંજરી! મોં હસતું રાખવું, પરંતુ દોડીને જવાની કશી જ જરૂર નથી. ને હાં સહેજ નફટાઈ પણ બતાવવાની, જાણે કે તારે એની બહુ પરવા જ નથી! એવી રીતે, કેમ સમજી ગઈ ને?
'''રમેશ :''' મંજરી! મોં હસતું રાખવું, પરંતુ દોડીને જવાની કશી જ જરૂર નથી. ને હાં સહેજ નફટાઈ પણ બતાવવાની, જાણે કે તારે એની બહુ પરવા જ નથી! એવી રીતે, કેમ સમજી ગઈ ને?
[મોંની વીસલ સંભળાય છે ને ગાયનનો ગણગણાટ અંદરથી આવે છે.]
[મોંની વીસલ સંભળાય છે ને ગાયનનો ગણગણાટ અંદરથી આવે છે.]
મંજરી : કેવા વીસલ વગાડતા ને ગાયન ગાતા આવે છે!
'''મંજરી :''' કેવા વીસલ વગાડતા ને ગાયન ગાતા આવે છે!
(ક્રોધમાં ફરે છે.) રમેશભાઈ! જરૂર, પેલી પાસેથી મજા કરીને જ આવ્યા છે. હં.... ઓ-હ.
(ક્રોધમાં ફરે છે.) રમેશભાઈ! જરૂર, પેલી પાસેથી મજા કરીને જ આવ્યા છે. હં.... ઓ-હ.
રમેશ : મંજરી! તારી જાતને સંભાળી લે, જો તારે સુખી થવું હોય તો.
'''રમેશ :''' મંજરી! તારી જાતને સંભાળી લે, જો તારે સુખી થવું હોય તો.
[ડૉક્ટર આવે છે. સુંદર દેખાવડો યુવાન છે ને જરા મોજીલો પણ દેખાય છે.]
[ડૉક્ટર આવે છે. સુંદર દેખાવડો યુવાન છે ને જરા મોજીલો પણ દેખાય છે.]
દિનેશ : હલ્લો રમેશ! ઓહ કાકા કાકી! આજે કંઈ અચાનક? અરે મંજરી! આજે આમ કેમ?
'''દિનેશ :''' હલ્લો રમેશ! ઓહ કાકા કાકી! આજે કંઈ અચાનક? અરે મંજરી! આજે આમ કેમ?
મંજરી : આમ કેમ એટલે!
'''મંજરી :''' આમ કેમ એટલે!
દિનેશ : વાહ, મને જોઈને તું સામેથી દોડતી કેમ ન આવી? આમ શાન્ત બેસી રહે તે કંઈ ચાલે? હં.
'''દિનેશ :''' વાહ, મને જોઈને તું સામેથી દોડતી કેમ ન આવી? આમ શાન્ત બેસી રહે તે કંઈ ચાલે? હં.
મંજરી : આ બધાં બેઠાં હતાં ને? આ ઉપરાંત હમણાં હું ક્યાં વળી દોડતી આવું છું?
'''મંજરી :''' આ બધાં બેઠાં હતાં ને? આ ઉપરાંત હમણાં હું ક્યાં વળી દોડતી આવું છું?
દિનેશ : હાં ઠીક યાદ આવ્યું. હમણાંની તું દોડતી આવતી જ નથી, પણ મોં ચડાવીને બેસે છે ખરુંને? વા.....રુ તો આજે એમ પણ કેમ ન કર્યું?
'''દિનેશ :''' હાં ઠીક યાદ આવ્યું. હમણાંની તું દોડતી આવતી જ નથી, પણ મોં ચડાવીને બેસે છે ખરુંને? વા.....રુ તો આજે એમ પણ કેમ ન કર્યું?
ગંગા : મોં શું કામ ચડાવે? અમારી મંજરી એવું એવું કરે તેવી છે જ નહિ.
'''ગંગા :''' મોં શું કામ ચડાવે? અમારી મંજરી એવું એવું કરે તેવી છે જ નહિ.
દિનેશ : મંજરી! મારા જેવા પ્રેમાળ પતિ તરફ બેદરકારી બતાવે તે કંઈ સારું કહેવાય? (હસીને) કેમ, તું શું કહે છે, રમેશ?
'''દિનેશ :''' મંજરી! મારા જેવા પ્રેમાળ પતિ તરફ બેદરકારી બતાવે તે કંઈ સારું કહેવાય? (હસીને) કેમ, તું શું કહે છે, રમેશ?
રમેશ : આવી વાતનો તો જેને અનુભવ હોય તે જાણે!
'''રમેશ :''' આવી વાતનો તો જેને અનુભવ હોય તે જાણે!
દિનેશ : કાકા! તમે શું કહો છો?
'''દિનેશ :''' કાકા! તમે શું કહો છો?
ગૌરીપ્રસાદ : મને તો ભાઈ બોલાવશો જ મા!
'''ગૌરીપ્રસાદ :''' મને તો ભાઈ બોલાવશો જ મા!
દિનેશ : કાકી, તમે તમારી ફરજ બરાબર બજાવતાં લાગતાં નથી. હં (હસે છે) મંજરી! આ સૌને ચાપાણી પાયાં કે નહિ?
'''દિનેશ :''' કાકી, તમે તમારી ફરજ બરાબર બજાવતાં લાગતાં નથી. હં (હસે છે) મંજરી! આ સૌને ચાપાણી પાયાં કે નહિ?
રમેશ : પીને જ બેઠાં છીએ, તને મળવા માટે જ બેઠાં હતાં.
'''રમેશ :''' પીને જ બેઠાં છીએ, તને મળવા માટે જ બેઠાં હતાં.
દિનેશ : સારું કર્યું. પણ રમેશ! આજે મંજરીમાં આટલો બધો ફેરફાર કેમ થઈ ગયો છે? કેમ આમ એકદમ શાન્ત બેઠી છે? મંજરી! તબિયત તો બરાબર છે ને!
'''દિનેશ :''' સારું કર્યું. પણ રમેશ! આજે મંજરીમાં આટલો બધો ફેરફાર કેમ થઈ ગયો છે? કેમ આમ એકદમ શાન્ત બેઠી છે? મંજરી! તબિયત તો બરાબર છે ને!
ગંગા : ભાઈ, ત..... મા.....રા પુણ્યપ્રતાપે બધું જ બરાબર છે.
'''ગંગા :''' ભાઈ, ત..... મા.....રા પુણ્યપ્રતાપે બધું જ બરાબર છે.
દિનેશ : થેંક્સ કાકી.
'''દિનેશ :''' થેંક્સ કાકી.
રમેશ : ને મંજરી રોજ જેવી નથી તેમ શા ઉપરથી લાગ્યું, દિનેશ?
'''રમેશ :''' ને મંજરી રોજ જેવી નથી તેમ શા ઉપરથી લાગ્યું, દિનેશ?
દિનેશ : કારણ કે મને ઘરમાં આવ્યા ત્રણ (ઘડિયાળમાં જોઈને) મિનિટ થઈ ગઈ તોય હજી એણે મને પૂછ્યું નથી કે હું મોડો કેમ આવ્યો? હું અત્યાર સુધી ક્યાં હતો? કોની સાથે હતો? કોને કોને મળ્યો હતો? દરદી સ્ત્રી હતી કે પુરુષ? કોની સાથે શી શી વાતો કરી હતી વગેરે-વગેરે અનેક પ્રશ્નોની ઝડી હજી સુધી ન વરસી તેથી જરા નવાઈ લાગે છે!
'''દિનેશ :''' કારણ કે મને ઘરમાં આવ્યા ત્રણ (ઘડિયાળમાં જોઈને) મિનિટ થઈ ગઈ તોય હજી એણે મને પૂછ્યું નથી કે હું મોડો કેમ આવ્યો? હું અત્યાર સુધી ક્યાં હતો? કોની સાથે હતો? કોને કોને મળ્યો હતો? દરદી સ્ત્રી હતી કે પુરુષ? કોની સાથે શી શી વાતો કરી હતી વગેરે-વગેરે અનેક પ્રશ્નોની ઝડી હજી સુધી ન વરસી તેથી જરા નવાઈ લાગે છે!
મંજરી : રોજ શું પૂછવું'તું?
'''મંજરી :''' રોજ શું પૂછવું'તું?
દિનેશ : વાહ એમ તે હોય? એમ તો તને મારી દરેક મુવમેન્ટમાં અનહદ રસ છે, ખરું ને ડાર્લિંગ!
'''દિનેશ :''' વાહ એમ તે હોય? એમ તો તને મારી દરેક મુવમેન્ટમાં અનહદ રસ છે, ખરું ને ડાર્લિંગ!
ગંગા : ભાઈશાબ! અમારાં જીવતર શા સારુ બગાડો છો? અમે બેઠાં છીએ ત્યાં સુધી તો આ તમારું ડાર્લિંગ-બાર્લિંગ છોડો!
'''ગંગા :''' ભાઈશાબ! અમારાં જીવતર શા સારુ બગાડો છો? અમે બેઠાં છીએ ત્યાં સુધી તો આ તમારું ડાર્લિંગ-બાર્લિંગ છોડો!
દિનેશ : સૉરી કાકી! ટેવ પડી ગઈ છે એટલે બોલી જવાય છે. મંજરી! કહે જોઈએ, આજે આ બધું કેમ ન પૂછ્યું? આ બધાં બેઠાં હતાં માટે?
'''દિનેશ :''' સૉરી કાકી! ટેવ પડી ગઈ છે એટલે બોલી જવાય છે. મંજરી! કહે જોઈએ, આજે આ બધું કેમ ન પૂછ્યું? આ બધાં બેઠાં હતાં માટે?
ગૌરીપ્રસાદ: અમારી શરમ રાખવાની કશી જરૂર નથી. અમે પણ હવે તમારી ટેવોથી ટેવાવા લાગી ગયા છીએ.
ગૌરીપ્રસાદ: અમારી શરમ રાખવાની કશી જરૂર નથી. અમે પણ હવે તમારી ટેવોથી ટેવાવા લાગી ગયા છીએ.
દિનેશ : You are a sport, કાકા! મંજરી, ચાલ પૂછવા લાગી જા, એટલે હું જવાબ આપી દઉં એટલે આપણો રોજનો એ કાર્યક્રમ પૂરો થઈ જાય. (થોડીવાર કોઈ નથી બોલતું) કેમ કંઈ પૂછતી નથી?
'''દિનેશ :''' You are a sport, કાકા! મંજરી, ચાલ પૂછવા લાગી જા, એટલે હું જવાબ આપી દઉં એટલે આપણો રોજનો એ કાર્યક્રમ પૂરો થઈ જાય. (થોડીવાર કોઈ નથી બોલતું) કેમ કંઈ પૂછતી નથી?
મંજરી : રોજ શું પૂછવાનું હોય ?
'''મંજરી :''' રોજ શું પૂછવાનું હોય ?
દિનેશ : વાહ એમ તે હોય હું તારા માટે આટલું બધું કરું ને તને મારામાં પ્રશ્ન પૂછવા જેટલોય રસ ન હોય તે તો કેવું કહેવાય? એમ કેમ ચાલે? નહિ, તારે પૂછવું જ પડશે.
'''દિનેશ :''' વાહ એમ તે હોય હું તારા માટે આટલું બધું કરું ને તને મારામાં પ્રશ્ન પૂછવા જેટલોય રસ ન હોય તે તો કેવું કહેવાય? એમ કેમ ચાલે? નહિ, તારે પૂછવું જ પડશે.
મંજરી : (રમેશ સામે ચાલાકીથી જોઈને) વા.... રું તમારી જો એમ જ ઇચ્છા હોય તો પૂછું છું કે આજે બપોરે શું કરતા હતા?
'''મંજરી :''' (રમેશ સામે ચાલાકીથી જોઈને) વા.... રું તમારી જો એમ જ ઇચ્છા હોય તો પૂછું છું કે આજે બપોરે શું કરતા હતા?
દિનેશ : That’s it હવે ઠીક. આજે આખો દિવસ ખૂબ દરદીઓ આવ્યા, ખૂબ.... જ પણ તેમાં એક દરદીનો કેઈસ જરા ગંભીર છે. તેની સાથે બે ત્રણ કલાક ગાળવા પડ્યા.
'''દિનેશ :''' That’s it હવે ઠીક. આજે આખો દિવસ ખૂબ દરદીઓ આવ્યા, ખૂબ.... જ પણ તેમાં એક દરદીનો કેઈસ જરા ગંભીર છે. તેની સાથે બે ત્રણ કલાક ગાળવા પડ્યા.
મંજરી : બે.... ત્ર.... ણ.... ક..... લા.... ક?
'''મંજરી :''' બે.... ત્ર.... ણ.... ક..... લા.... ક?
રમેશ : મંજરી એમાં તને નવાઈ લાગે છે એ તો જેવી દરદી ને જેવો રોગ. તે પ્રમાણે વખત પણ આપવો જ પડે ને?
'''રમેશ :''' મંજરી એમાં તને નવાઈ લાગે છે એ તો જેવી દરદી ને જેવો રોગ. તે પ્રમાણે વખત પણ આપવો જ પડે ને?
દિનેશ : અને તે ઉપરાંત કન્સલ્ટીંગ હતું.
'''દિનેશ :''' અને તે ઉપરાંત કન્સલ્ટીંગ હતું.
મંજરી : પણ હજી તો ગઈ કાલે  જ કન્સલ્ટીંગ થઈ ગયું હતું, ને પાછું આજ?’
'''મંજરી :''' પણ હજી તો ગઈ કાલે  જ કન્સલ્ટીંગ થઈ ગયું હતું, ને પાછું આજ?’
ગૌરીપ્રસાદ : કોઈ કોઈ દરદી રોજ પણ કન્સલ્ટીંગ માગે, ત્યાં શું થાય?
'''ગૌરીપ્રસાદ :''' કોઈ કોઈ દરદી રોજ પણ કન્સલ્ટીંગ માગે, ત્યાં શું થાય?
દિનેશ : એવું જ છે, ને આ દરદી છે પણ જરા fussy. એટલે રોજ બોલાવે છે.
'''દિનેશ :''' એવું જ છે, ને આ દરદી છે પણ જરા fussy. એટલે રોજ બોલાવે છે.
ગંગા : પણ ભાઈ! એ દરદી ભાઈ છે કે બાઈ?
'''ગંગા :''' પણ ભાઈ! એ દરદી ભાઈ છે કે બાઈ?
ગૌરીપ્રસાદ : વાત પરથી બાઈ લાગે છે.
'''ગૌરીપ્રસાદ :''' વાત પરથી બાઈ લાગે છે.
દિનેશ : You are right, કાકા !  
'''દિનેશ :''' You are right, કાકા !  
રમેશ : દિનેશ! રોજ બે ત્રણ કલાકનું કન્સલ્ટીંગ દરદી સાથે ડૉક્ટર ચલાવે ત્યારે સહેજ નવાઈ તો લાગે જ.
'''રમેશ :''' દિનેશ! રોજ બે ત્રણ કલાકનું કન્સલ્ટીંગ દરદી સાથે ડૉક્ટર ચલાવે ત્યારે સહેજ નવાઈ તો લાગે જ.
દિનેશ : એમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. એ દરદીને-
'''દિનેશ :''' એમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. એ દરદીને-
ગૌરીપ્રસાદ : એટલે કે પેલી બાઈ દરદીને-
'''ગૌરીપ્રસાદ :''' એટલે કે પેલી બાઈ દરદીને-
દિનેશ : કાકા, બાઈ હોય કે ભાઈ હોય, તેમાં બહુ ફેર નથી પડતો.
'''દિનેશ :''' કાકા, બાઈ હોય કે ભાઈ હોય, તેમાં બહુ ફેર નથી પડતો.
ગંગા : કેમ નહિ? ભાઈ તે ભાઈ ને બાઈ તે વળી બાઈ જ!
'''ગંગા :''' કેમ નહિ? ભાઈ તે ભાઈ ને બાઈ તે વળી બાઈ જ!
દિનેશ : વારુ. તો એ બાઈ દરદીને હજી મારામાં સંપૂર્ણ વિશ્વાસ નથી બેઠો, ત્યાં સુધી લાંબું કન્સલ્ટીંગ ચાલે છે. એક વાર વિશ્વાસ બેસી જશે પછી તો કંઈ વાંધો નહિ આવે.
'''દિનેશ :''' વારુ. તો એ બાઈ દરદીને હજી મારામાં સંપૂર્ણ વિશ્વાસ નથી બેઠો, ત્યાં સુધી લાંબું કન્સલ્ટીંગ ચાલે છે. એક વાર વિશ્વાસ બેસી જશે પછી તો કંઈ વાંધો નહિ આવે.
રમેશ : એટલે કે તારામાં એને વિશ્વાસ નથી બેઠો તે - ડૉક્ટર તરીકે કે - I mean you understand me મારો કહેવાનો અર્થ સમજી ગયોને? (હસે છે)
'''રમેશ :''' એટલે કે તારામાં એને વિશ્વાસ નથી બેઠો તે - ડૉક્ટર તરીકે કે - I mean you understand me મારો કહેવાનો અર્થ સમજી ગયોને? (હસે છે)
દિનેશ : રમેશ, Don't be too Clever. ન હોય તેવો વાતનો અર્થ કર મા. વા.....રુ ચાલો ત્યારે, હું જરા હાથમોં ધોઈ આવું.
'''દિનેશ :''' રમેશ, Don't be too Clever. ન હોય તેવો વાતનો અર્થ કર મા. વા.....રુ ચાલો ત્યારે, હું જરા હાથમોં ધોઈ આવું.
[અંદર જાય છે]
[અંદર જાય છે]
મંજરી : (ઊભી થઈને ક્રોધમાં) જોયું ને રમેશભાઈ! કેવી રીતે વાત કરે છે? કેટલી નફટાઈ બતાવે છે? એ દરદીને કન્સલ્ટીંગ એટલે પેલી સાથે ત્રણ કલાક ગાળ્યા એમ જ, સમજાણું ને તમને!
'''મંજરી :''' (ઊભી થઈને ક્રોધમાં) જોયું ને રમેશભાઈ! કેવી રીતે વાત કરે છે? કેટલી નફટાઈ બતાવે છે? એ દરદીને કન્સલ્ટીંગ એટલે પેલી સાથે ત્રણ કલાક ગાળ્યા એમ જ, સમજાણું ને તમને!
રમેશ : સમજાયું.
'''રમેશ :''' સમજાયું.
ગંગા : રમેશ! આ સુધરે એમ લાગે છે?
'''ગંગા :''' રમેશ! આ સુધરે એમ લાગે છે?
મંજરી : મારું શું થશે, રમેશભાઈ! (રડી પડે છે )
'''મંજરી :''' મારું શું થશે, રમેશભાઈ! (રડી પડે છે )
રમેશ : મંજરી! હિંમત રાખ. જો એ હમણાં જ પાછો આવશે.
'''રમેશ :''' મંજરી! હિંમત રાખ. જો એ હમણાં જ પાછો આવશે.
ગંગા : મને તો એવી ખીજ ચડે છે કે મોં પર જ બે ચાર ચોડી દઉં. એક તો બહાર ભટકીને આવે છે: ને ઉપરથી મંજરીને દમદાટી દે છે કે તું પૂછતી કેમ નથી?પ્રશ્નની ઝડી કેમ વરસાવતી  નથી? નફ્ફટ!
'''ગંગા :''' મને તો એવી ખીજ ચડે છે કે મોં પર જ બે ચાર ચોડી દઉં. એક તો બહાર ભટકીને આવે છે: ને ઉપરથી મંજરીને દમદાટી દે છે કે તું પૂછતી કેમ નથી?પ્રશ્નની ઝડી કેમ વરસાવતી  નથી? નફ્ફટ!
રમેશ : કાકી ચૂપ દિનેશ આવે છે.
'''રમેશ :''' કાકી ચૂપ દિનેશ આવે છે.
(દિનેશ આવે છે.)
(દિનેશ આવે છે.)
દિનેશ : કેમ, બધા આમ ચુપચાપ કેમ બેઠા છો?
'''દિનેશ :''' કેમ, બધા આમ ચુપચાપ કેમ બેઠા છો?
રમેશ : એ જ બતાવે છે કે અમારી વાતો પૂરી થઈ ગઈ છે. હવે અમારે જવું જોઈએ.
'''રમેશ :''' એ જ બતાવે છે કે અમારી વાતો પૂરી થઈ ગઈ છે. હવે અમારે જવું જોઈએ.
ગૌરીપ્રસાદ : ચાલો ઊઠીએ. (સૌ ઉઠે છે.) હા, દિનેશ તારાં પેલાં આઈ મીન- તારી પેલી દરદીનું નામ શું છે?
'''ગૌરીપ્રસાદ :''' ચાલો ઊઠીએ. (સૌ ઉઠે છે.) હા, દિનેશ તારાં પેલાં આઈ મીન- તારી પેલી દરદીનું નામ શું છે?
દિનેશ : (ગભરાઈને) ના.... મ?  દરદીનું નામ.... અં.... ના મ.... તો.....  
'''દિનેશ :''' (ગભરાઈને) ના.... મ?  દરદીનું નામ.... અં.... ના મ.... તો.....  
મંજરી : જે દરદીના કન્સલ્ટીંગ માટે તમે જાઓ છો ને જ્યાંથી ઢગલાબંધ રૂપિયા મળવાના છે, તે દરદીનું નામ કાકા પૂછે છે!
'''મંજરી :''' જે દરદીના કન્સલ્ટીંગ માટે તમે જાઓ છો ને જ્યાંથી ઢગલાબંધ રૂપિયા મળવાના છે, તે દરદીનું નામ કાકા પૂછે છે!
દિનેશ : ઓ.... હ.... હ.... હ........એનું ..... ના ..... મ?  હા.... એનું નામ છે મિસિસ મખ્ખનલાલ
'''દિનેશ :''' ઓ.... હ.... હ.... હ........એનું ..... ના ..... મ?  હા.... એનું નામ છે મિસિસ મખ્ખનલાલ
ગૌરીપ્રસાદ : મિસિસ મખ્ખનલાલ! આવું નામ મારા જાણવામાં તો નથી.
'''ગૌરીપ્રસાદ :''' મિસિસ મખ્ખનલાલ! આવું નામ મારા જાણવામાં તો નથી.
રમેશ : દિનેશ કલ્પવૃક્ષ સમા દરદીને શોધી કાઢવા માટે તને મુબારકબાદી.
'''રમેશ :''' દિનેશ કલ્પવૃક્ષ સમા દરદીને શોધી કાઢવા માટે તને મુબારકબાદી.
ગંગા : જોયું ને ? આનું નામ જ ધંધાબાજ! રમેશ! તને હજી સુધી કોઈ એવો અસીલ મળ્યો છે?
'''ગંગા :''' જોયું ને ? આનું નામ જ ધંધાબાજ! રમેશ! તને હજી સુધી કોઈ એવો અસીલ મળ્યો છે?
રમેશ : એવી જાતના અસીલ મળે તો મારા માથે ટાલ જ પડી જાયને? (હસે છે સૌ) દિનેશ! તેં આને શોધી ક્યાંથી કાઢી - હં!
'''રમેશ :''' એવી જાતના અસીલ મળે તો મારા માથે ટાલ જ પડી જાયને? (હસે છે સૌ) દિનેશ! તેં આને શોધી ક્યાંથી કાઢી - હં!
મંજરી : આને એટલે કોને? રમેશભાઈ! બાઈને કે એના નામને !
'''મંજરી :''' આને એટલે કોને? રમેશભાઈ! બાઈને કે એના નામને !
દિનેશ : શું કહ્યું મંજરી?
'''દિનેશ :''' શું કહ્યું મંજરી?
મંજરી : કંઈ નહિ.
'''મંજરી :''' કંઈ નહિ.
દિનેશ : કોઈ પાસે મારું નામ ને મારી ખ્યાતિ સાંભળી તેણી મારી પાસે આવી! બિચારી બહુ ભલી છે.
'''દિનેશ :''' કોઈ પાસે મારું નામ ને મારી ખ્યાતિ સાંભળી તેણી મારી પાસે આવી! બિચારી બહુ ભલી છે.
[આ વખતે ઘરની ઘંટડી થાય છે]
[આ વખતે ઘરની ઘંટડી થાય છે]
દિનેશ : છગન! બારણું ખોલ. કોણ આવ્યું? જા જોઈ.
'''દિનેશ :''' છગન! બારણું ખોલ. કોણ આવ્યું? જા જોઈ.
[છગન બારણું ખોલે છે.]
[છગન બારણું ખોલે છે.]
દિનેશ : કોણ છે, છગન!
'''દિનેશ :''' કોણ છે, છગન!
[છગન અંદર આવે છે.]
[છગન અંદર આવે છે.]
છગન : શા.....બ વિલાસબેન આવ્યાં છે.
'''છગન :''' શા.....બ વિલાસબેન આવ્યાં છે.
ગંગા : કોણ મંજરી ! પે.... લી.... રાં.....
'''ગંગા :''' કોણ મંજરી ! પે.... લી.... રાં.....
રમેશ : કાકી! વિલાસબેન મંજરીનાં મિત્ર છે.
'''રમેશ :''' કાકી! વિલાસબેન મંજરીનાં મિત્ર છે.
[વિલાસ આવે છે. ખૂબ ફેન્સી છે.]
[વિલાસ આવે છે. ખૂબ ફેન્સી છે.]
વિલાસ : માફ કરજો, ક-વખતે આવી પડી છું.
વિલાસ : માફ કરજો, ક-વખતે આવી પડી છું.
મંજરી : વાહ, તું તો ઘરની કહેવાય. ઘરનાં માટે વળી વખત ક-વખત શું! સારું થયું આવી તે આ મારા રમેશભાઈ..... આ મારા કાકા ને આ મારાં કાકી. (ઓળખાણ કરાવે છે.)
'''મંજરી :''' વાહ, તું તો ઘરની કહેવાય. ઘરનાં માટે વળી વખત ક-વખત શું! સારું થયું આવી તે આ મારા રમેશભાઈ..... આ મારા કાકા ને આ મારાં કાકી. (ઓળખાણ કરાવે છે.)
[કાકી ચીડમાં નમસ્તે કરે છે.]
[કાકી ચીડમાં નમસ્તે કરે છે.]
વિલાસ : ડૉક્ટર સાહેબ! કેમ કંઈ બોલતા નથી? મને ભૂલી તો ગયા નથી ને?
વિલાસ : ડૉક્ટર સાહેબ! કેમ કંઈ બોલતા નથી? મને ભૂલી તો ગયા નથી ને?
દિનેશ : (ગભરાયેલો) .....ના....ના....તમને ભૂલી તો કેમ જવાય?
'''દિનેશ :''' (ગભરાયેલો) .....ના....ના....તમને ભૂલી તો કેમ જવાય?
વિલાસ : આપણને મળ્યા બહુ વખત થઈ ગયો ખરું ને?
વિલાસ : આપણને મળ્યા બહુ વખત થઈ ગયો ખરું ને?
દિનેશ : હા, હા, ઘણો જ લાંબો.
'''દિનેશ :''' હા, હા, ઘણો જ લાંબો.
વિલાસ : એક દિવસ મેં તમને થોડે દૂરથી રસ્તા પર જોયા, પણ તમે તો મને જોઈ ન જોઈ કરીને જ ચાલ્યા ગયા.  
વિલાસ : એક દિવસ મેં તમને થોડે દૂરથી રસ્તા પર જોયા, પણ તમે તો મને જોઈ ન જોઈ કરીને જ ચાલ્યા ગયા.  
ગૌરીસસાદ : દિનેશ! આમ કેમ કર્યું? હું તો આવી સુંદર તક હાથમાંથી જવા જ ન દઉં.
ગૌરીસસાદ : દિનેશ! આમ કેમ કર્યું? હું તો આવી સુંદર તક હાથમાંથી જવા જ ન દઉં.
રમેશ : ખરી વાત છે Very unchivalrous on his part.
'''રમેશ :''' ખરી વાત છે Very unchivalrous on his part.
દિનેશ : માફ કરજે, વિલાસ! પણ હું લાંબી નજરે જોઈ જ નથી શકતો.
'''દિનેશ :''' માફ કરજે, વિલાસ! પણ હું લાંબી નજરે જોઈ જ નથી શકતો.
મંજરી : દિનેશ! એવું જૂઠું શા માટે બોલો છો? તમે તો ખૂબ લાંબી નજરે જોઈ શકો છો.
'''મંજરી :''' દિનેશ! એવું જૂઠું શા માટે બોલો છો? તમે તો ખૂબ લાંબી નજરે જોઈ શકો છો.
રમેશ : ને તેમાં ય (વિલાસ તરફ જોઈને) તમારા જેવી સુંદર સ્ત્રી દેખાય તો તો દિનેશ ક્ષિતિજને પેલી પાર પણ જોઈ શકે તેમ છે. કેમ ખરું ને દિનેશ?  
'''રમેશ :''' ને તેમાં ય (વિલાસ તરફ જોઈને) તમારા જેવી સુંદર સ્ત્રી દેખાય તો તો દિનેશ ક્ષિતિજને પેલી પાર પણ જોઈ શકે તેમ છે. કેમ ખરું ને દિનેશ?  
(હસે છે)
(હસે છે)
વિલાસ : થેંક્યુ ફૉર ધ કૉમ્પલીમેન્ટ!
વિલાસ : થેંક્યુ ફૉર ધ કૉમ્પલીમેન્ટ!
મંજરી : વિલાસ! મારે તો તારો આભાર માનવાનો છે.
'''મંજરી :''' વિલાસ! મારે તો તારો આભાર માનવાનો છે.
વિલાસ : મારો આભાર? શાને માટે?
વિલાસ : મારો આભાર? શાને માટે?
મંજરી: દિનેશને સરસ paying દરદી શોધી આપવા માટે.
મંજરી: દિનેશને સરસ paying દરદી શોધી આપવા માટે.
વિલાસ : દરદી? અને તે મેં દિનેશને શોધી આપ્યો?
વિલાસ : દરદી? અને તે મેં દિનેશને શોધી આપ્યો?
મંજરી : શોંધી આપ્યો નહિ શોધી આ.....પી.
'''મંજરી :''' શોંધી આપ્યો નહિ શોધી આ.....પી.
વિલાસ : પણ.....પણ.....મ.....ને........ તો-(દિનેશ તરફ જુએ છે)
વિલાસ : પણ.....પણ.....મ.....ને........ તો-(દિનેશ તરફ જુએ છે)
ગંગા : આમ.....મ.....મ, ત....ત.....ત કેમ થઈ જાય છે ભા!
'''ગંગા :''' આમ.....મ.....મ, ત....ત.....ત કેમ થઈ જાય છે ભા!
દિનેશ : વિલાસ! હમણાં જ મેં આમને સૌને આપણી પેલી દરદીની વાત કરી.
'''દિનેશ :''' વિલાસ! હમણાં જ મેં આમને સૌને આપણી પેલી દરદીની વાત કરી.
વિલાસ : ક્યા દરદીની?
વિલાસ : ક્યા દરદીની?
ગૌરીપ્રસાદ : કેમ વળી તેં જેની એળખાણ કરાવી આપી તેની જ તો.
'''ગૌરીપ્રસાદ :''' કેમ વળી તેં જેની એળખાણ કરાવી આપી તેની જ તો.
વિલાસ : પણ મેં તો.....મેં........તો કોઈની-(પાછી દિનેશ સામું જુએ છે)  
વિલાસ : પણ મેં તો.....મેં........તો કોઈની-(પાછી દિનેશ સામું જુએ છે)  
ગૌરીપ્રસાદ : દિનેશ! બાઈને કંઈક થતું લાગે છે, તપાસી જો તો!  
'''ગૌરીપ્રસાદ :''' દિનેશ! બાઈને કંઈક થતું લાગે છે, તપાસી જો તો!  
ગંગા : પેટમાં ચૂંક આવે છે?  આમ કેમ ત.....ત, મ.....મ જ કર્યા કરે છે?
'''ગંગા :''' પેટમાં ચૂંક આવે છે?  આમ કેમ ત.....ત, મ.....મ જ કર્યા કરે છે?
રમેશ : દિનેશ! Old boy, come to her rescue!
'''રમેશ :''' દિનેશ! Old boy, come to her rescue!
મંજરી : વિલાસ! હજી નથી યાદ આવતું?
'''મંજરી :''' વિલાસ! હજી નથી યાદ આવતું?
દિનેશ : વિલાસ! તું એટલીવારમાં ભૂલી ગઈ?  (આંખ મીંચકારો કરે છે.) આજે બપોરે જ જે દરદીને હું જોવા ગયો હતો ને જ્યાં મારે ત્રણ કલાક ગાળવા પડ્યા તેની વાત કરે છે.
'''દિનેશ :''' વિલાસ! તું એટલીવારમાં ભૂલી ગઈ?  (આંખ મીંચકારો કરે છે.) આજે બપોરે જ જે દરદીને હું જોવા ગયો હતો ને જ્યાં મારે ત્રણ કલાક ગાળવા પડ્યા તેની વાત કરે છે.
વિલાસ : (લુચ્ચાઈથી) ઓ.....હ સમજી..... સમજી! તેની વાત છે એમ ને!
વિલાસ : (લુચ્ચાઈથી) ઓ.....હ સમજી..... સમજી! તેની વાત છે એમ ને!
મંજરી : ને તેની માંદગી પણ ગંભીર લાગે છે એટલે રોજ કન્સલ્ટીંગ ચાલે છે.
'''મંજરી :''' ને તેની માંદગી પણ ગંભીર લાગે છે એટલે રોજ કન્સલ્ટીંગ ચાલે છે.
વિલાસ : છે જ અને તે માટે ડૉક્ટરની વિઝિટની જરૂર પડે તેમ જ છે.
વિલાસ : છે જ અને તે માટે ડૉક્ટરની વિઝિટની જરૂર પડે તેમ જ છે.
રમેશ : એવી જાતની ગંભીર માંદગીમાં વિઝિટ આપે નહિ તો કેમ ચાલે!
'''રમેશ :''' એવી જાતની ગંભીર માંદગીમાં વિઝિટ આપે નહિ તો કેમ ચાલે!
દિનેશ : એવી જાતની એટલે તું શું કહેવા માગે છે?
'''દિનેશ :''' એવી જાતની એટલે તું શું કહેવા માગે છે?
રમેશ : હું કંઈ જ કહેવા માગતો નથી. પણ તું આમ ગભરાઈ શા માટે જાય છે? શું કંઈ Guilty Conscience જેવું છે કે શું? (ધીરેથી દિનેશના કાનમાં છેલ્લું વાક્ય કહે છે) હા-પણ દિનેશ! તારી આ દરદી દેખાવમાં કેવીક છે હં.
'''રમેશ :''' હું કંઈ જ કહેવા માગતો નથી. પણ તું આમ ગભરાઈ શા માટે જાય છે? શું કંઈ Guilty Conscience જેવું છે કે શું? (ધીરેથી દિનેશના કાનમાં છેલ્લું વાક્ય કહે છે) હા-પણ દિનેશ! તારી આ દરદી દેખાવમાં કેવીક છે હં.
ગંગા : ડૉક્ટરને દરદીની માંદગી સાથે કામ કે એના દેખાવ સાથે કામ?
'''ગંગા :''' ડૉક્ટરને દરદીની માંદગી સાથે કામ કે એના દેખાવ સાથે કામ?
ગૌરીપ્રસાદ : તું એ ન સમજ, દરદી દેખાવમાં જરા ફૂટડી હોય તો દવા કરવા, નાડી તપાસવા ને લોહીનું દબાણ જોવા, પાસે બેસવું પણ ગમે. કેમ દિનેશ? ખરું છે ને?
'''ગૌરીપ્રસાદ :''' તું એ ન સમજ, દરદી દેખાવમાં જરા ફૂટડી હોય તો દવા કરવા, નાડી તપાસવા ને લોહીનું દબાણ જોવા, પાસે બેસવું પણ ગમે. કેમ દિનેશ? ખરું છે ને?
મંજરી : એ હિસાબે દરદી દેખાવડી તો હોવી જ જોઈએ, નહિ તો દિનેશ આટલી વિઝિટ કરે નહિ, અને કદાચ કરે તો ય એટલા કલાક સુધી કન્સલ્ટેશન તો ન જ કરે, કેમ ખરું ને?
'''મંજરી :''' એ હિસાબે દરદી દેખાવડી તો હોવી જ જોઈએ, નહિ તો દિનેશ આટલી વિઝિટ કરે નહિ, અને કદાચ કરે તો ય એટલા કલાક સુધી કન્સલ્ટેશન તો ન જ કરે, કેમ ખરું ને?
દિનેશ : you are right, મંજરી! દરદી દેખાવમાં-(વિલાસ સામું જોઈને) છે તો સુંદર, કેમ ખરુંને વિલાસ?
'''દિનેશ :''' you are right, મંજરી! દરદી દેખાવમાં-(વિલાસ સામું જોઈને) છે તો સુંદર, કેમ ખરુંને વિલાસ?
વિલાસ : (શરમાઈને) તમારી આંખે દેખાય તે ખરું.
વિલાસ : (શરમાઈને) તમારી આંખે દેખાય તે ખરું.
ગંગા : પણ દરદીની વાત કરતાં તું શેની આમ શરમના શેરડા પડતા હોય તેમ બોલે છે?  જાણે કેમ કોઈ તારી જ વાત કરતું હોય.
'''ગંગા :''' પણ દરદીની વાત કરતાં તું શેની આમ શરમના શેરડા પડતા હોય તેમ બોલે છે?  જાણે કેમ કોઈ તારી જ વાત કરતું હોય.
ગૌરીપ્રસાદ : કયે સમયે, કયે કાળે, કોણ કોની વાત કરે છે તે કોણ જાણી શક્યું છે, ખરુંને દિનેશ! (કાકીને) તારે હવે ઊઠવું છે કે નહિ?
'''ગૌરીપ્રસાદ :''' કયે સમયે, કયે કાળે, કોણ કોની વાત કરે છે તે કોણ જાણી શક્યું છે, ખરુંને દિનેશ! (કાકીને) તારે હવે ઊઠવું છે કે નહિ?
રમેશ : ચાલો હું પણ આવું છું. વિલાસબેન! આવો છો? ચાલો તમને ઉતારતાં જઈએ.
'''રમેશ :''' ચાલો હું પણ આવું છું. વિલાસબેન! આવો છો? ચાલો તમને ઉતારતાં જઈએ.
વિલાસ : ના. હું તો બેસવાની છું.
વિલાસ : ના. હું તો બેસવાની છું.
ગંગા : લાગેલી લપ એમ ખસે જ શાની ? (કાકા કાકી ઊઠે છે.) મંજરી! અમે તો હવે જઈએ.
'''ગંગા :''' લાગેલી લપ એમ ખસે જ શાની ? (કાકા કાકી ઊઠે છે.) મંજરી! અમે તો હવે જઈએ.
મંજરી : પાછાં ક્યારે આવશો?
'''મંજરી :''' પાછાં ક્યારે આવશો?
રમેશ : તું બોલાવે કે આપણે તૈયાર, પછી છે કંઈ?  વારુ ત્યારે bye-bye દિનેશ.
'''રમેશ :''' તું બોલાવે કે આપણે તૈયાર, પછી છે કંઈ?  વારુ ત્યારે bye-bye દિનેશ.
[સૌ જાય છે. મંજરી તેમને મૂકવા જાય છે. સ્ટેઈજ પર વિલાસ ને દિનેશ બે જ રહ્યાં છે.]
[સૌ જાય છે. મંજરી તેમને મૂકવા જાય છે. સ્ટેઈજ પર વિલાસ ને દિનેશ બે જ રહ્યાં છે.]
વિલાસ : (છેડાઈને) આ બધું શું તૂત છે?
વિલાસ : (છેડાઈને) આ બધું શું તૂત છે?
દિનેશ : એ વાતનો જવાબ પછી, પણ અત્યારે તારે અહીં આવવાની શી જરૂર પડી તે કહીશ?
'''દિનેશ :''' એ વાતનો જવાબ પછી, પણ અત્યારે તારે અહીં આવવાની શી જરૂર પડી તે કહીશ?
વિલાસ : કેમ ન આવું?  મળ્યા ચાર કલાક થઈ ગયા હતા અને આ તરફ નીકળી હતી, તેથી થયું કે જરા મળતી જાઉં.
વિલાસ : કેમ ન આવું?  મળ્યા ચાર કલાક થઈ ગયા હતા અને આ તરફ નીકળી હતી, તેથી થયું કે જરા મળતી જાઉં.
દિનેશ : પણ તું જાણે તો છે જ કે તારું અહીં આવવું હવે ઉચિત નથી, ને કંઈ કામ હોય તો ફોન કરી શકે છે.
'''દિનેશ :''' પણ તું જાણે તો છે જ કે તારું અહીં આવવું હવે ઉચિત નથી, ને કંઈ કામ હોય તો ફોન કરી શકે છે.
વિલાસ : મને ફોનમાં આવી વાતો કરવી ગમે જ નહિ. ફોન પર વિશ્વાસ નહિ, કોણ જાણે શું થાય?
વિલાસ : મને ફોનમાં આવી વાતો કરવી ગમે જ નહિ. ફોન પર વિશ્વાસ નહિ, કોણ જાણે શું થાય?
દિનેશ : તને શું આવી જાતનો બહોળો અનુભવ છે?
'''દિનેશ :''' તને શું આવી જાતનો બહોળો અનુભવ છે?
વિલાસ : દિ…ને…શ?
વિલાસ : દિ…ને…શ?
દિનેશ : સૉરી! અતિ સ્નેહ વહેમ પણ જગાડે છે. (તેને પ્યાર કરે છે.)
'''દિનેશ :''' સૉરી! અતિ સ્નેહ વહેમ પણ જગાડે છે. (તેને પ્યાર કરે છે.)
વિલાસ : પણ તેં આ દરદીની વાત શી ઉપજાવી કાઢી છે?
વિલાસ : પણ તેં આ દરદીની વાત શી ઉપજાવી કાઢી છે?
દિનેશ : (હસે છે) મિસિસ મખ્ખનલાલની ને!
'''દિનેશ :''' (હસે છે) મિસિસ મખ્ખનલાલની ને!
વિલાસ : એ વળી કોણ છે?
વિલાસ : એ વળી કોણ છે?
દિનેશ : દરદીનું નામ છે.
'''દિનેશ :''' દરદીનું નામ છે.
વિલાસ : હું કંઈ સમજી શકતી નથી.
વિલાસ : હું કંઈ સમજી શકતી નથી.
દિનેશ : રોજ બે ત્રણ કલાક ક્યાં કાઢું છું તેનો કંઈ જવાબ તો આપવો પડે ને?
'''દિનેશ :''' રોજ બે ત્રણ કલાક ક્યાં કાઢું છું તેનો કંઈ જવાબ તો આપવો પડે ને?
વિલાસ : Oh, I see! એટલે આ દરદી - હાં શું નામ કહ્યું?
વિલાસ : Oh, I see! એટલે આ દરદી - હાં શું નામ કહ્યું?
દિનેશ : મિસિસ મખ્ખનલાલ.
'''દિનેશ :''' મિસિસ મખ્ખનલાલ.
વિલાસ : આવું નામ ક્યાંથી શોધી કાઢ્યું?
વિલાસ : આવું નામ ક્યાંથી શોધી કાઢ્યું?
દિનેશ : જે જલદી ભેજામાં આવ્યું તે કહી દીધું. હવે તું પણ આ નામ યાદ રાખી લેજે, નહિ તો બીજી વાર બીજું અપાઈ જશે તે કમબખ્તી થશે.
'''દિનેશ :''' જે જલદી ભેજામાં આવ્યું તે કહી દીધું. હવે તું પણ આ નામ યાદ રાખી લેજે, નહિ તો બીજી વાર બીજું અપાઈ જશે તે કમબખ્તી થશે.
વિલાસ : આ હિસાબે તારે ઘડીએ ઘડીનો હિસાબ મંજરીને આપવો પડતો લાગે છે.
વિલાસ : આ હિસાબે તારે ઘડીએ ઘડીનો હિસાબ મંજરીને આપવો પડતો લાગે છે.
દિનેશ : (ખભા ચડાવીને હાથનો ચાળો કરીને) શું થાય?
'''દિનેશ :''' (ખભા ચડાવીને હાથનો ચાળો કરીને) શું થાય?
વિલાસ : તું ક્યાં જાય છે, ક્યાં ફરે છે. કોની સાથે ફરે છે, શી વાતો કરે છે વગેરે બધો જ રિપોર્ટ માગે છે કે શું?
વિલાસ : તું ક્યાં જાય છે, ક્યાં ફરે છે. કોની સાથે ફરે છે, શી વાતો કરે છે વગેરે બધો જ રિપોર્ટ માગે છે કે શું?
દિનેશ : માગે જ ને! આખરે મારી પત્ની છે કે નહિ?
'''દિનેશ :''' માગે જ ને! આખરે મારી પત્ની છે કે નહિ?
વિલાસ : ને તું બધો જ રિપોર્ટ આપે છે?
વિલાસ : ને તું બધો જ રિપોર્ટ આપે છે?
દિનેશ : જો ને, આ દરદીનો આપ્યો તેવો (બન્ને ખડખડાટ હસે છે)
'''દિનેશ :''' જો ને, આ દરદીનો આપ્યો તેવો (બન્ને ખડખડાટ હસે છે)
વિલાસ : મંજરી તદ્દન મૂર્ખ છે, તદ્દન. ખેર, એ વાત જવા દે.
વિલાસ : મંજરી તદ્દન મૂર્ખ છે, તદ્દન. ખેર, એ વાત જવા દે.
દિનેશ! આજે શું પ્રોગ્રામ છે?
દિનેશ! આજે શું પ્રોગ્રામ છે?
દિનશ : આજે તો મંજરી સાથે નાટક જોવા જવાનું છે.
દિનશ : આજે તો મંજરી સાથે નાટક જોવા જવાનું છે.
વિલાસ : મંજરી સાથે? અને હું?
વિલાસ : મંજરી સાથે? અને હું?
દિનેશ : I had to વિલાસ! મન નથી પણ કોઈ વાર જવું પડે, તું ક્યાં નથી સમજતી?
'''દિનેશ :''' I had to વિલાસ! મન નથી પણ કોઈ વાર જવું પડે, તું ક્યાં નથી સમજતી?
[મંજરી આવે છે. પેલા બેને તદ્દન નજીક જોઈને સહેજ અચકાય છે, પણ પાછી જાતને સંભાળી લે છે. દિનેશ ને વિલાસ પણ સહેજ ગભરાઈ જાય છે]
[મંજરી આવે છે. પેલા બેને તદ્દન નજીક જોઈને સહેજ અચકાય છે, પણ પાછી જાતને સંભાળી લે છે. દિનેશ ને વિલાસ પણ સહેજ ગભરાઈ જાય છે]
મંજરી : માફ કરજે વિલાસ! હું એ લોકો સાથે જરા વાત કરવામાં રહી ગઈ.
'''મંજરી :''' માફ કરજે વિલાસ! હું એ લોકો સાથે જરા વાત કરવામાં રહી ગઈ.
વિલાસ : કંઈ વાંધો નહિ. અહીં ડૉક્ટર સાહેબ હતા ને?
વિલાસ : કંઈ વાંધો નહિ. અહીં ડૉક્ટર સાહેબ હતા ને?
[મંજરી બેસે છે. માથું દબાવે છે]
[મંજરી બેસે છે. માથું દબાવે છે]
વિલાસ : કેમ મંજરી, માથું દુખે છે?
વિલાસ : કેમ મંજરી, માથું દુખે છે?
મંજરી : હા, આજ ક્યારનુંય માથું ચડ્યું છે. વિલાસ, આજે રાતના તારે કંઈ ખાસ કામ છે?
'''મંજરી :''' હા, આજ ક્યારનુંય માથું ચડ્યું છે. વિલાસ, આજે રાતના તારે કંઈ ખાસ કામ છે?
વિલાસ : ના રે ના. (દિનેશ તરફ જોઈને) આજે રાતના મારે કંપની નથી. શું થાય? પડ્યાં પડ્યાં વાંચીશ. મને તો વાંચવાને બહુ જ શોખ, વાંચવાનું મળે તો બીજું કંઈ જ ન જોઈએ.
વિલાસ : ના રે ના. (દિનેશ તરફ જોઈને) આજે રાતના મારે કંપની નથી. શું થાય? પડ્યાં પડ્યાં વાંચીશ. મને તો વાંચવાને બહુ જ શોખ, વાંચવાનું મળે તો બીજું કંઈ જ ન જોઈએ.
મંજરી : પણ પહેલાં તો તને ફરવાનો શોખ વધારે હતો.
'''મંજરી :''' પણ પહેલાં તો તને ફરવાનો શોખ વધારે હતો.
વિલાસ : હતો, અને હજી પણ છે તો ખરો જ, પણ કોઈ વાર સંજોગો એવા હોય ત્યારે વાંચવાનો શોખ પણ લાગી જાય.
વિલાસ : હતો, અને હજી પણ છે તો ખરો જ, પણ કોઈ વાર સંજોગો એવા હોય ત્યારે વાંચવાનો શોખ પણ લાગી જાય.
મંજરી : વિલાસ! મારા પર ઉપકાર કરીશ?
'''મંજરી :''' વિલાસ! મારા પર ઉપકાર કરીશ?
વિલાસ : વાહ, એમ શું બોલે છે! તારું તો ગમે તે કામ કરું. તું તો મારી Old friend. તારે તે વળી આમ પૂછવાનું હોય?
વિલાસ : વાહ, એમ શું બોલે છે! તારું તો ગમે તે કામ કરું. તું તો મારી Old friend. તારે તે વળી આમ પૂછવાનું હોય?
મંજરી : વાત એમ છે કે આજે મારું માથું બહુ જ દુ:ખે છે, શરીર તૂટે છે ને તાવ આવે એવું લાગે છે.
'''મંજરી :''' વાત એમ છે કે આજે મારું માથું બહુ જ દુ:ખે છે, શરીર તૂટે છે ને તાવ આવે એવું લાગે છે.
દિનેશ : That's it. હું ઘરમાં આવ્યો ત્યારથી જ મને લાગ્યું હતું કે જરૂર કાંઈક છે ખરું.
'''દિનેશ :''' That's it. હું ઘરમાં આવ્યો ત્યારથી જ મને લાગ્યું હતું કે જરૂર કાંઈક છે ખરું.
મંજરી : તમે આવ્યા ત્યારે કંઈ જ નહોતું. છેલ્લી દસ મિનિટમાં જ થયું છે. હાં તો વિલાસ! આજે અમે નાટકની ટિકિટ લીધી છે, ને હું તો જઈ શકું તેમ નથી લાગતું. એટલે જો મારે બદલે તું દિનેશને કંપની આપે તો?
'''મંજરી :''' તમે આવ્યા ત્યારે કંઈ જ નહોતું. છેલ્લી દસ મિનિટમાં જ થયું છે. હાં તો વિલાસ! આજે અમે નાટકની ટિકિટ લીધી છે, ને હું તો જઈ શકું તેમ નથી લાગતું. એટલે જો મારે બદલે તું દિનેશને કંપની આપે તો?
[પેલાં બન્ને એકબીજાની સામે જોઈને ખુશ થાય છે]
[પેલાં બન્ને એકબીજાની સામે જોઈને ખુશ થાય છે]
મંજરી : કેમ જઈશ તું?
'''મંજરી :''' કેમ જઈશ તું?
વિલાસ : હું જાઉં એમ તું કહે છે? હું તારી જગ્યા લઉં? I mean.....
વિલાસ : હું જાઉં એમ તું કહે છે? હું તારી જગ્યા લઉં? I mean.....
મંજરી : હું સમજી ગઈ. આખરે તું મારી મિત્ર છે, ને મારી મિત્ર જ જો મારી જગ્યા નહિ લે, તો બીજું કોણ લેશે? ખરું ને દિનેશ?
'''મંજરી :''' હું સમજી ગઈ. આખરે તું મારી મિત્ર છે, ને મારી મિત્ર જ જો મારી જગ્યા નહિ લે, તો બીજું કોણ લેશે? ખરું ને દિનેશ?
વિલાસ : પ.... ણ........
વિલાસ : પ.... ણ........
મંજરી : હું મારી જાતે જ એ જગ્યા તને આપું છું, પછી તને હરકત શી હોય? કેમ દિનેશ! તમને તો એમાં વાંધો નથી ને?
'''મંજરી :''' હું મારી જાતે જ એ જગ્યા તને આપું છું, પછી તને હરકત શી હોય? કેમ દિનેશ! તમને તો એમાં વાંધો નથી ને?
દિનેશ : તું ખરેખર જ નહિ આવી શકે?
'''દિનેશ :''' તું ખરેખર જ નહિ આવી શકે?
મંજરી : નહિ જ. ને વિલાસ! દિનેશને તારી કંપનીમાં મજા પણ વધારે પડશે. He wants some change - કેમ ખરું ને, દિનેશ?
'''મંજરી :''' નહિ જ. ને વિલાસ! દિનેશને તારી કંપનીમાં મજા પણ વધારે પડશે. He wants some change - કેમ ખરું ને, દિનેશ?
દિનેશ : પણ તું એકલી ઘરમાં રહીશ?
'''દિનેશ :''' પણ તું એકલી ઘરમાં રહીશ?
મંજરી : એમાં શું વાંધો છે? ને હું કંઈ એવી માંદી થોડી જ છું?
'''મંજરી :''' એમાં શું વાંધો છે? ને હું કંઈ એવી માંદી થોડી જ છું?
દિનેશ : હું પણ ન જાઉં ને ટિકિટો-
'''દિનેશ :''' હું પણ ન જાઉં ને ટિકિટો-
મંજરી : ના. ના. એવું હોય. તમે થાકેલા પાકેલા છો. બહાર જશો તો જરા આનંદ મળશે. વિલાસ! આજે બપોરે ત્રણ કલાક કન્સલ્ટીંગ માટે ગયા હતા પછી થાક તો લાગે જ ને ?
'''મંજરી :''' ના. ના. એવું હોય. તમે થાકેલા પાકેલા છો. બહાર જશો તો જરા આનંદ મળશે. વિલાસ! આજે બપોરે ત્રણ કલાક કન્સલ્ટીંગ માટે ગયા હતા પછી થાક તો લાગે જ ને ?
વિલાસ : કામમાં કેવો રસ છે, તેના પર થાકનો આધાર છેઃ ખરું ને ડૉક્ટર! (લુચ્ચું હાસ્ય લાવીને) પણ મંજરીની જગ્યાએ હું આવીશ તે તમને ગમશે ખરું?
વિલાસ : કામમાં કેવો રસ છે, તેના પર થાકનો આધાર છેઃ ખરું ને ડૉક્ટર! (લુચ્ચું હાસ્ય લાવીને) પણ મંજરીની જગ્યાએ હું આવીશ તે તમને ગમશે ખરું?
દિનેશ : ચલાવી લઈશું.
'''દિનેશ :''' ચલાવી લઈશું.
મંજરી : લો, આ બન્ને ટિકિટો.( ટિકિટો આપે છે) તો હવે જલદી કરો. વખત તો થવા આવ્યો છે.
'''મંજરી :''' લો, આ બન્ને ટિકિટો.( ટિકિટો આપે છે) તો હવે જલદી કરો. વખત તો થવા આવ્યો છે.
વિલાસ : (ઊભી થાય છે) મંજરી! હું દિનેશ સાથે જાઉં તેમાં તને પછી ખરાબ તો નહિ લાગે ને?
વિલાસ : (ઊભી થાય છે) મંજરી! હું દિનેશ સાથે જાઉં તેમાં તને પછી ખરાબ તો નહિ લાગે ને?
દિનેશ : વિલાસ, ઊભી રહે. હું મંજરી માટે દવાનો એક ડોઝ તૈયાર કરી આપું
'''દિનેશ :''' વિલાસ, ઊભી રહે. હું મંજરી માટે દવાનો એક ડોઝ તૈયાર કરી આપું
મંજરી : (દુખી થઈને) ના-ના. મારે દવા-બવાની કશી જ જરૂર નથી. મને તો દવા વિના જ સારું થઈ જશે.
'''મંજરી :''' (દુખી થઈને) ના-ના. મારે દવા-બવાની કશી જ જરૂર નથી. મને તો દવા વિના જ સારું થઈ જશે.
દિનેશ : Nonsense - દવા તો પીવી જ પડશે, નક્કામો તાવ-બાવ આવી પડે ત્યારે? (દવા લેવા જાય છે)
'''દિનેશ :''' Nonsense - દવા તો પીવી જ પડશે, નક્કામો તાવ-બાવ આવી પડે ત્યારે? (દવા લેવા જાય છે)
વિલાસ : તારે તો ઘરમાં જ ડૉક્ટર એટલે કેટલી સગવડતા ને કેટલું સુખ?
વિલાસ : તારે તો ઘરમાં જ ડૉક્ટર એટલે કેટલી સગવડતા ને કેટલું સુખ?
મંજરી : સુખ ને સગવડ તે નજરે જ દેખાય છે ને!
'''મંજરી :''' સુખ ને સગવડ તે નજરે જ દેખાય છે ને!
વિલાસ : મને તો તમારા સુખની ઈર્ષા આવે છે.
વિલાસ : મને તો તમારા સુખની ઈર્ષા આવે છે.
મંજરી : હજી પણ ઈર્ષા આવે એવું કંઈ બાકી છે? મારું સુખ તને આપ્યું. હવે તો તને સંતોષ છે ને?
'''મંજરી :''' હજી પણ ઈર્ષા આવે એવું કંઈ બાકી છે? મારું સુખ તને આપ્યું. હવે તો તને સંતોષ છે ને?
વિલાસ : માફ કર મંજરી! મારા મનમાં કંઈ નથી હં-
વિલાસ : માફ કર મંજરી! મારા મનમાં કંઈ નથી હં-
મંજરી : ના રે ના. હોય શું?
'''મંજરી :''' ના રે ના. હોય શું?
[દિનેશ દવા લઈને આવે છે.]
[દિનેશ દવા લઈને આવે છે.]
દિનેશ : લે આ દવા પી જા.
'''દિનેશ :''' લે આ દવા પી જા.
મંજરી : દવાની કશી જ જરૂર નથી.
'''મંજરી :''' દવાની કશી જ જરૂર નથી.
દિનેશ : એમ મૂર્ખાઈ ન કર. આ દવાના ડોઝથી તને તદ્દન આરામ આવી જશે.
'''દિનેશ :''' એમ મૂર્ખાઈ ન કર. આ દવાના ડોઝથી તને તદ્દન આરામ આવી જશે.
વિલાસ : ને તું સૂઈ જ રહેજે.
વિલાસ : ને તું સૂઈ જ રહેજે.
મંજરી : બહુ સૂતી. હવે તો સૂવા કરતાં જાગવું જ ઠીક છે. (છેડાઈને) હું જાગું તો તને કંઈ વાંધો છે?
'''મંજરી :''' બહુ સૂતી. હવે તો સૂવા કરતાં જાગવું જ ઠીક છે. (છેડાઈને) હું જાગું તો તને કંઈ વાંધો છે?
વિલાસ : એમ છેડાઈ ન પડ, કેવી ડાહી છે મારી બહેન ! સૂઈ જા તો !
વિલાસ : એમ છેડાઈ ન પડ, કેવી ડાહી છે મારી બહેન ! સૂઈ જા તો !
મંજરી : બહુ સૂતી. હવે નથી સૂવું.
'''મંજરી :''' બહુ સૂતી. હવે નથી સૂવું.
દિનેશ : ક્યારે સૂતી હતી?
'''દિનેશ :''' ક્યારે સૂતી હતી?
મંજરી: અત્યાર સુધી ઊંઘતી જ હતી ને?
મંજરી: અત્યાર સુધી ઊંઘતી જ હતી ને?
દિનેશ : જો આમ છેડાઈ ન પડ! (અડકીને સુવાડે છે) સૂઈ જા જોઈ. આમ જો, તારું કપાળ કેવું ગરમ છે? સૂઈ જા જોઈ.  
'''દિનેશ :''' જો આમ છેડાઈ ન પડ! (અડકીને સુવાડે છે) સૂઈ જા જોઈ. આમ જો, તારું કપાળ કેવું ગરમ છે? સૂઈ જા જોઈ.  
મંજરી : વારુ, વારુ, સૂઈ જાઉં છું. પછી કંઈ?  
'''મંજરી :''' વારુ, વારુ, સૂઈ જાઉં છું. પછી કંઈ?  
[મંજરી સોફા પર લાંબી થાય છે.]  
[મંજરી સોફા પર લાંબી થાય છે.]  
દિનેશ : ઊભી રહે જરા તક્રિયા સરખા ગોઠવી દઉં. વિલાસ! સામેનો તકિયો આપ તો !
'''દિનેશ :''' ઊભી રહે જરા તક્રિયા સરખા ગોઠવી દઉં. વિલાસ! સામેનો તકિયો આપ તો !
[વિલાસ તકિેયો આપે છે. સોફામાં એક બે ગોઠવે છે. માથા નીચે તકિયા વગેરે મૂકે છે]
[વિલાસ તકિેયો આપે છે. સોફામાં એક બે ગોઠવે છે. માથા નીચે તકિયા વગેરે મૂકે છે]
વિલાસ : દિનેશ! અંદરથી શાલ લાવીને ઓઢાડને..... (દિનેશ લેવા જાય છે) કેમ ફાવ્યું ને મંજરી! (દિનેશ શાલ લાવે છે)
વિલાસ : દિનેશ! અંદરથી શાલ લાવીને ઓઢાડને..... (દિનેશ લેવા જાય છે) કેમ ફાવ્યું ને મંજરી! (દિનેશ શાલ લાવે છે)
દિનેશ : (ઓઢાડીને) Oh, my little darling!  હવે ફાવ્યું ને! જો. હવે આ દવા પી લે, જો!
'''દિનેશ :''' (ઓઢાડીને) Oh, my little darling!  હવે ફાવ્યું ને! જો. હવે આ દવા પી લે, જો!
મંજરી : હમણાં નહિ.
'''મંજરી :''' હમણાં નહિ.
  દિનેશ : હમણાં જ પી લે.
  '''દિનેશ :''' હમણાં જ પી લે.
મંજરી : હું વચન આપું છું કે તમારા ગયા પછી પી લઈશ. (રડવા જેવી થઈ જાય છે) ભઈસાબ! ભલાં થઈને તમે જાઓ તો સારું.
'''મંજરી :''' હું વચન આપું છું કે તમારા ગયા પછી પી લઈશ. (રડવા જેવી થઈ જાય છે) ભઈસાબ! ભલાં થઈને તમે જાઓ તો સારું.
દિનેશ : આમ કેમ કરે છે, મંજરી? બહુ માથું દુખે છે! જો આ દવા પી જા. એ પીતાં જ તને ફાયદો દેખાશે.
'''દિનેશ :''' આમ કેમ કરે છે, મંજરી? બહુ માથું દુખે છે! જો આ દવા પી જા. એ પીતાં જ તને ફાયદો દેખાશે.
મંજરી : મારે ફાયદો નથી જોઈતો. બસ, (રડી પડે છે) હવે તમે જશો?
'''મંજરી :''' મારે ફાયદો નથી જોઈતો. બસ, (રડી પડે છે) હવે તમે જશો?
વિલાસ : ખેર જવા દો, ડૉક્ટર! પછી પી લેશે.
વિલાસ : ખેર જવા દો, ડૉક્ટર! પછી પી લેશે.
દિનેશ : ઓલ રાઈટ.... (દવા ટેબલ પર મૂકે છે) વારુ ત્યારે, અમે જઈએ છીએ.
'''દિનેશ :''' ઓલ રાઈટ.... (દવા ટેબલ પર મૂકે છે) વારુ ત્યારે, અમે જઈએ છીએ.
વિલાસ : (જતાં જતાં) જાઉં છું મંજરી.
વિલાસ : (જતાં જતાં) જાઉં છું મંજરી.
[બન્ને જાય છે. ને તરત જ મંજરી સોફા પરથી ઊભી થાય છે ને તકિયા બકિયા આડાઅવળા ફેંકે છે. દવા ફેંકી દે છે. શાલ નાંખી દે છે]
[બન્ને જાય છે. ને તરત જ મંજરી સોફા પરથી ઊભી થાય છે ને તકિયા બકિયા આડાઅવળા ફેંકે છે. દવા ફેંકી દે છે. શાલ નાંખી દે છે]
મંજરી :  ઓહ ભગવાન. આ હવે નથી સહેવાતું, નથી રહેવાતું.
'''મંજરી :''' ઓહ ભગવાન. આ હવે નથી સહેવાતું, નથી રહેવાતું.
[કહીને છાતીફાટ રડે છે ને પડદો પડે છે]
[કહીને છાતીફાટ રડે છે ને પડદો પડે છે]


Line 659: Line 659:
[પડદો ઊપડે છે. ડૉ. દિનેશના ઘરનું જ દીવાનખાનું દેખાય છે, ડૉ. દિનેશ વાંચે છે. બહારથી ઘંટડી થાય છે. નોકર છગન ખોલવા જાય છે.]
[પડદો ઊપડે છે. ડૉ. દિનેશના ઘરનું જ દીવાનખાનું દેખાય છે, ડૉ. દિનેશ વાંચે છે. બહારથી ઘંટડી થાય છે. નોકર છગન ખોલવા જાય છે.]


છગન : શા.....બ! કોઈ બાઈ માણસ મળવા આવ્યાં છે.
'''છગન :''' શા.....બ! કોઈ બાઈ માણસ મળવા આવ્યાં છે.
દિનેશ : બાઈ માણસ? કોણ છે?
'''દિનેશ :''' બાઈ માણસ? કોણ છે?
છગન : મોટી ઉમરનાં છે.
'''છગન :''' મોટી ઉમરનાં છે.
દિનેશ : દરદી જેવાં છે?
'''દિનેશ :''' દરદી જેવાં છે?
છગન : ના, તેવાં તો નથી લાગતાં.
'''છગન :''' ના, તેવાં તો નથી લાગતાં.
દિનેશ : મને મળવા માંગે છે કે બાઈને?
'''દિનેશ :''' મને મળવા માંગે છે કે બાઈને?
છગન : તમારું જ નામ લીધું.
'''છગન :''' તમારું જ નામ લીધું.
દિનેશ : વારુ બેલાવી લાવ!
'''દિનેશ :''' વારુ બેલાવી લાવ!
[એક બાઈ આવે છે. શરીર મજાનું છે…]
[એક બાઈ આવે છે. શરીર મજાનું છે…]
દિનેશ : ઓહ તમે?  કેમ ઘેર આવવું પડ્યું?
'''દિનેશ :''' ઓહ તમે?  કેમ ઘેર આવવું પડ્યું?
બાઈદર્દી : ડૉક્ટર શાબ! શું કરું? કાલે તો રાત આખી ચેન ન પડ્યું. (બેસે છે.) પેટમાં ગોળો ચડ્યો.
બાઈદર્દી : ડૉક્ટર શાબ! શું કરું? કાલે તો રાત આખી ચેન ન પડ્યું. (બેસે છે.) પેટમાં ગોળો ચડ્યો.
દિનેશ : તમે ખાવાનું ઓછું કર્યું કે નહિ? ખોરાક ઘટાડશો નહિ ત્યાં સુધી તમને આ મટવાનું પણ નથી.
'''દિનેશ :''' તમે ખાવાનું ઓછું કર્યું કે નહિ? ખોરાક ઘટાડશો નહિ ત્યાં સુધી તમને આ મટવાનું પણ નથી.
દરદી : પણ હવે ક્યાં એટલું ખાઉં છું? તમે કહ્યું તે દાડાનો ખોરાક ખૂ…બ ઘટાડી દીધો છે -
દરદી : પણ હવે ક્યાં એટલું ખાઉં છું? તમે કહ્યું તે દાડાનો ખોરાક ખૂ…બ ઘટાડી દીધો છે -
દિનેશ : હમણાં તમારો શો ખોરાક છે તે જરા કહેશો?
'''દિનેશ :''' હમણાં તમારો શો ખોરાક છે તે જરા કહેશો?
દર્દી : આ જુઓને!! સવારમાં ઊઠીને બે પ્યાલા ચા, અને ચા એકલી પીવી સારી નહિ એટલે એની સાથે એક બાજરાનો રોટલો, થોડા ખાખરા ને મોઢું મોળું થઈ જાય છે એટલે થોડા સેવ ગાંઠિયા.  
દર્દી : આ જુઓને!! સવારમાં ઊઠીને બે પ્યાલા ચા, અને ચા એકલી પીવી સારી નહિ એટલે એની સાથે એક બાજરાનો રોટલો, થોડા ખાખરા ને મોઢું મોળું થઈ જાય છે એટલે થોડા સેવ ગાંઠિયા.  
દિનેશ : હં પછી?
'''દિનેશ :''' હં પછી?
દરદી : પછી જમવા વખતે માંડ છ સાત રોટલી લેવાતી હશે, પણ ભાત થોડા વધુ ખાઉં ખરી, ને સાથે જરાક ફરસાણ લઉં. બસ!
દરદી : પછી જમવા વખતે માંડ છ સાત રોટલી લેવાતી હશે, પણ ભાત થોડા વધુ ખાઉં ખરી, ને સાથે જરાક ફરસાણ લઉં. બસ!
દિનેશ : સમજ્યો, પછી બપોરે?
'''દિનેશ :''' સમજ્યો, પછી બપોરે?
દર્દી : બપોરે તે મને ખાવાની ટેવ જ નહિ. પણ ઘરમાં સૌ કહે એટલે ચા સાથે થોડાં બિસ્કિટ ને અટરપટર લઉં. પણ હાં રાતે નિરાંતે બેસીને જમું ખરી. ને ભઈશાબ! આજકાલના ખોરાકમાં કસ પણ શું બળ્યો છે, એટલે સૂતી વખતે ઓવલ્ટીન નાંખીને એક ગ્લાસ દૂધ પી લઉં, કે નિરાંતે ઊંઘ આવી જાય. કહો જોઈ ડૉક્ટર સાબ! ખોરાક ઓછો કરી જ નાખ્યો છે ને?
દર્દી : બપોરે તે મને ખાવાની ટેવ જ નહિ. પણ ઘરમાં સૌ કહે એટલે ચા સાથે થોડાં બિસ્કિટ ને અટરપટર લઉં. પણ હાં રાતે નિરાંતે બેસીને જમું ખરી. ને ભઈશાબ! આજકાલના ખોરાકમાં કસ પણ શું બળ્યો છે, એટલે સૂતી વખતે ઓવલ્ટીન નાંખીને એક ગ્લાસ દૂધ પી લઉં, કે નિરાંતે ઊંઘ આવી જાય. કહો જોઈ ડૉક્ટર સાબ! ખોરાક ઓછો કરી જ નાખ્યો છે ને?
દિનેશ : ઘણો જ, ઘણો જ, હવે મને લાગે છે કે તમારે દવાની કશી જ જરૂર નથી.
'''દિનેશ :''' ઘણો જ, ઘણો જ, હવે મને લાગે છે કે તમારે દવાની કશી જ જરૂર નથી.
દરદી : એમ હોય ડૉક્ટર શાબ! જુઓને શરીર કેવું પીળું પડતું જાય છે! ને રાત આખી ખાટા ઓડકાર આવે છે. કંઈક પચે એવી ને ભૂખ લાગે એવી દવા આપો તો સારું.
દરદી : એમ હોય ડૉક્ટર શાબ! જુઓને શરીર કેવું પીળું પડતું જાય છે! ને રાત આખી ખાટા ઓડકાર આવે છે. કંઈક પચે એવી ને ભૂખ લાગે એવી દવા આપો તો સારું.
દિનેશ : સાચું પૂછો તો તમારે દવાની જરૂર જ નથી, ઉપવાસની જ જરૂર છે.
'''દિનેશ :''' સાચું પૂછો તો તમારે દવાની જરૂર જ નથી, ઉપવાસની જ જરૂર છે.
દરદી : ઉપવાસ તો માંડ માંડ હું એક અગિયારસનો કરું છું.
દરદી : ઉપવાસ તો માંડ માંડ હું એક અગિયારસનો કરું છું.
દિનેશ : ઉપવાસમાં તો કંઈ જ નહિ લેતા હો, ખરું ને?
'''દિનેશ :''' ઉપવાસમાં તો કંઈ જ નહિ લેતા હો, ખરું ને?
દરદી : ખાસ તો કંઈ નહિ. પણ થોડા બટેટાં ને શકરિયાં, રાજગરાની પુરી, બે ચાર કેળાં કે દૂધીનો હલવો - એવું થોડું લઈ લઉં: નહિ તો બીજે દિવસે ઊભું જ ન થવાય ને. ડૉક્ટર શાબ! મને કોઈની દવાથી ફેર કેમ નથી પડતો?
દરદી : ખાસ તો કંઈ નહિ. પણ થોડા બટેટાં ને શકરિયાં, રાજગરાની પુરી, બે ચાર કેળાં કે દૂધીનો હલવો - એવું થોડું લઈ લઉં: નહિ તો બીજે દિવસે ઊભું જ ન થવાય ને. ડૉક્ટર શાબ! મને કોઈની દવાથી ફેર કેમ નથી પડતો?
દિનેશ : કઈ રીતે પડે? મને લાગે છે, કે હું પણ તમારી દવા નહિ જ કરી શકું, અને સાચું પૂછો તો તમને કશો રોગ પણ નથી જ.
'''દિનેશ :''' કઈ રીતે પડે? મને લાગે છે, કે હું પણ તમારી દવા નહિ જ કરી શકું, અને સાચું પૂછો તો તમને કશો રોગ પણ નથી જ.
દરદી : રોગ નથી? તમામ ડૉક્ટર તો કહે છે મારે ઈંજેકશનની જરૂર છે, શરીરમાં લોહી જ નથી ને ?
દરદી : રોગ નથી? તમામ ડૉક્ટર તો કહે છે મારે ઈંજેકશનની જરૂર છે, શરીરમાં લોહી જ નથી ને ?
દિનેશ : ડૉક્ટરો તમારા જેવા દરદીઓ પર જ નભે છે. માંદા તો સાજા થાય ને ચાલ્યા જાય, પણ આવા માંદા સાજા થાય જ નહિ ને ડૉક્ટરની ફી જાય જ નહિ! હું પણ તમને દવા દીધે જ રાખત તેમાં શંકા નથી - પરંતુ તમે રહ્યાં મારા મૃત ડૉક્ટર મિત્રનાં પત્ની એટલે મારે ફી તો લેવી નથી માટે જ સાચું કહેતાં અચકાતો નથી, કે તમને કંઈ પણ રોગ નથી. તમને રોગ છે એક જ અને, તે વધારે પડતું ખાવાનો, બેસી રહેવાનો અને મનથી માંદગી માની બેસવાનો! તમારે દવાની કશી જ જરૂર નથી માટે જઈ શકો છો.
'''દિનેશ :''' ડૉક્ટરો તમારા જેવા દરદીઓ પર જ નભે છે. માંદા તો સાજા થાય ને ચાલ્યા જાય, પણ આવા માંદા સાજા થાય જ નહિ ને ડૉક્ટરની ફી જાય જ નહિ! હું પણ તમને દવા દીધે જ રાખત તેમાં શંકા નથી - પરંતુ તમે રહ્યાં મારા મૃત ડૉક્ટર મિત્રનાં પત્ની એટલે મારે ફી તો લેવી નથી માટે જ સાચું કહેતાં અચકાતો નથી, કે તમને કંઈ પણ રોગ નથી. તમને રોગ છે એક જ અને, તે વધારે પડતું ખાવાનો, બેસી રહેવાનો અને મનથી માંદગી માની બેસવાનો! તમારે દવાની કશી જ જરૂર નથી માટે જઈ શકો છો.
દરદી : ખાધું પચે એવાં પડીકાં તો આપો.
દરદી : ખાધું પચે એવાં પડીકાં તો આપો.
દિનેશ : દવાથી પચાવવાની કશી જ જરૂર નથી. ખાવાનું જ ઓછું કરો એટલે ચાલશે. બસ, તો તમે જઈ શકો છો ને સારા થવું હોય તો હમણા ફક્ત સુક્કા ખાખરા પર રહી જાઓ!
'''દિનેશ :''' દવાથી પચાવવાની કશી જ જરૂર નથી. ખાવાનું જ ઓછું કરો એટલે ચાલશે. બસ, તો તમે જઈ શકો છો ને સારા થવું હોય તો હમણા ફક્ત સુક્કા ખાખરા પર રહી જાઓ!
[દરદી જાય છે. દિનેશ કામે લાગે છે. ત્યાં પછી ઘંટી થાય છે ને તે બાઈ આવે છે]
[દરદી જાય છે. દિનેશ કામે લાગે છે. ત્યાં પછી ઘંટી થાય છે ને તે બાઈ આવે છે]
દિનેશ : કેમ પાછું આવવું પડ્યું?
'''દિનેશ :''' કેમ પાછું આવવું પડ્યું?
દરદી : તે ખાખરા ઉપર ઘી લગાડું કે નહિ?
દરદી : તે ખાખરા ઉપર ઘી લગાડું કે નહિ?
દિનેશ : ભાવે તો લગાડજો ને ભાવે તો કોરા ખાજો. એમાં કશો જ ફેર પડવાનો નથી (બાઈ જાય છે.) શું બુદ્ધિ બાઈની! માથું પકવી નાખે છે.
'''દિનેશ :''' ભાવે તો લગાડજો ને ભાવે તો કોરા ખાજો. એમાં કશો જ ફેર પડવાનો નથી (બાઈ જાય છે.) શું બુદ્ધિ બાઈની! માથું પકવી નાખે છે.
[પાછી ઘંટડી થાય છે]
[પાછી ઘંટડી થાય છે]
દિનેશ : પાછું કોણ આવ્યું?
'''દિનેશ :''' પાછું કોણ આવ્યું?
[દરદી બાઈ આવે છે]
[દરદી બાઈ આવે છે]
દિનેશ : પાછાં તમે કેમ?
'''દિનેશ :''' પાછાં તમે કેમ?
દરદી : હું એમ પૂછવા આવી કે ખાખરા એકલા ખાઈને પછી ચા પીઉં કે ચા સાથે જ ખાઉં?
દરદી : હું એમ પૂછવા આવી કે ખાખરા એકલા ખાઈને પછી ચા પીઉં કે ચા સાથે જ ખાઉં?
દિનેશ : ચામાં બોળીને ખાઓ કે ખાખરાનો લોટ ફાકીને ચા ઢીંચી જાઓ તેમાં કંઈ જ ફેર નથી પડવાનો, સમજ્યાં? હવે તમે જઈ શકો છો (દરદી જાય છે) ઓહ ભગવાન!
'''દિનેશ :''' ચામાં બોળીને ખાઓ કે ખાખરાનો લોટ ફાકીને ચા ઢીંચી જાઓ તેમાં કંઈ જ ફેર નથી પડવાનો, સમજ્યાં? હવે તમે જઈ શકો છો (દરદી જાય છે) ઓહ ભગવાન!
[પાછી ઘંટડી થાય છે]
[પાછી ઘંટડી થાય છે]
દિનેશ : પાછી કંઈક પૂછવા આવી! છગન, બારણું ખોલ અને જો એ બાઈ હોય તો જોતાં જ બંધ કરી દેજે. ઈડિયટ જેવી.
'''દિનેશ :''' પાછી કંઈક પૂછવા આવી! છગન, બારણું ખોલ અને જો એ બાઈ હોય તો જોતાં જ બંધ કરી દેજે. ઈડિયટ જેવી.
[છગન બારણું ખોલે છે ને રમેશ આવે છે.]
[છગન બારણું ખોલે છે ને રમેશ આવે છે.]
રમેશ : હલ્લો ડૉક્ટર!
'''રમેશ :''' હલ્લો ડૉક્ટર!
દિનેશ : ઓહ તું? હું તો સમજ્યો કે-
'''દિનેશ :''' ઓહ તું? હું તો સમજ્યો કે-
રમેશ : સ્ત્રી દરદી આવી એમ ને?
'''રમેશ :''' સ્ત્રી દરદી આવી એમ ને?
દિનેશ : હા, પણ આ તો જુદી જ જાતની હતી. હાં રમેશ! મંજરી તે ક્યારની તારી રાહ જુએ છે; મંજરી! (બૂમ મારે છે) મંજરી! રમેશ આવ્યો છે.
'''દિનેશ :''' હા, પણ આ તો જુદી જ જાતની હતી. હાં રમેશ! મંજરી તે ક્યારની તારી રાહ જુએ છે; મંજરી! (બૂમ મારે છે) મંજરી! રમેશ આવ્યો છે.
મંજરી : (અંદરથી) આ....................વી.
'''મંજરી :''' (અંદરથી) આ....................વી.
દિનેશ : યૂ આર લકી! રમેશ! હમણાં તો મંજરી મારા માટે જેટલી આતુરતાથી રાહ નથી જોતી તેટલી તારા માટે જુએ છે.
'''દિનેશ :''' યૂ આર લકી! રમેશ! હમણાં તો મંજરી મારા માટે જેટલી આતુરતાથી રાહ નથી જોતી તેટલી તારા માટે જુએ છે.
[મંજરી સુંદર કપડામાં સજ્જ થઈને આવે છે]
[મંજરી સુંદર કપડામાં સજ્જ થઈને આવે છે]
રમેશ : મંજરી! આજે તો કંઈ સુંદર સાડી પહેરી છે ને શું! કેમ ક્યાંય બહાર જવાની છે?
'''રમેશ :''' મંજરી! આજે તો કંઈ સુંદર સાડી પહેરી છે ને શું! કેમ ક્યાંય બહાર જવાની છે?
મંજરી : સાડી પહેરી એટલે બહાર જવાનું જ હોય એવું કંઈ થોડું જ હોય છે? દિનેશ, તમને આ સાડી ગમી!
'''મંજરી :''' સાડી પહેરી એટલે બહાર જવાનું જ હોય એવું કંઈ થોડું જ હોય છે? દિનેશ, તમને આ સાડી ગમી!
દિનેશ : આ પાછી નવી ખરીદ થઈ લાગે છે!
'''દિનેશ :''' આ પાછી નવી ખરીદ થઈ લાગે છે!
મંજરી : તદ્દન નવી. હજી બે દહાડા પહેલાં જ લીધીને! કેમ ગમીને! સુંદર છે, નહિ?
'''મંજરી :''' તદ્દન નવી. હજી બે દહાડા પહેલાં જ લીધીને! કેમ ગમીને! સુંદર છે, નહિ?
રમેશ : મંજરી! તને તો કપડાંનો આવો શોખ તો કોઈ દિવસ નહોતો?
'''રમેશ :''' મંજરી! તને તો કપડાંનો આવો શોખ તો કોઈ દિવસ નહોતો?
મંજરી : આખી જિંદગી શોખ શું એક જાતનો થોડો જ રહે છે! એ તો શોખ પણ નવા નવા થયા જ કરે. કેમ દિનેશ! તમને કેમ લાગે છે? આજે જે ગમે તે કાલે ન ગમે! આજે એક ગમે ને કાલે બીજી જ - આઈ મીન - બીજું જ ગમે. એ તો સમય સાથે શોખ પણ બદલાય જ ખરુંને!
'''મંજરી :''' આખી જિંદગી શોખ શું એક જાતનો થોડો જ રહે છે! એ તો શોખ પણ નવા નવા થયા જ કરે. કેમ દિનેશ! તમને કેમ લાગે છે? આજે જે ગમે તે કાલે ન ગમે! આજે એક ગમે ને કાલે બીજી જ - આઈ મીન - બીજું જ ગમે. એ તો સમય સાથે શોખ પણ બદલાય જ ખરુંને!
દિનેશ : પણ ખિસ્સું સહન કરે નહિ, તો પણ શોખ કરવા એ ક્યાંની રીત?
'''દિનેશ :''' પણ ખિસ્સું સહન કરે નહિ, તો પણ શોખ કરવા એ ક્યાંની રીત?
મંજરી : વાહ, હવે તમારે શું વાંધો છે આવી દરદી છે પછી? ને તમારા જેવા પ્રખ્યાત ડૉક્ટરની વહુ થઈ એટલે મારે તે પ્રમાણે તે રહેવું જ જોઈએને – કેમ ખરુંને રમેશભાઈ!
'''મંજરી :''' વાહ, હવે તમારે શું વાંધો છે આવી દરદી છે પછી? ને તમારા જેવા પ્રખ્યાત ડૉક્ટરની વહુ થઈ એટલે મારે તે પ્રમાણે તે રહેવું જ જોઈએને – કેમ ખરુંને રમેશભાઈ!
રમેશ : હું તો શું જાણું? પણ હા, હમણાં દિનેશને ખાસ વાંધો નથી, ને તેમાંયે પેલી પૈસાદાર સ્ત્રીદરદી જીવ્યે જાય છે ત્યાં સુધી તો જરા પણ નહિ.
'''રમેશ :''' હું તો શું જાણું? પણ હા, હમણાં દિનેશને ખાસ વાંધો નથી, ને તેમાંયે પેલી પૈસાદાર સ્ત્રીદરદી જીવ્યે જાય છે ત્યાં સુધી તો જરા પણ નહિ.
દિનેશ : એક દર્દીમાં શું વળે? ને હમણાં મોંઘવારી કેટલી છે? હમણાં તો સાલી ઋતુ પણ સારી રહે છે એટલે કોઈ માંદું પણ પડતું નથી.
'''દિનેશ :''' એક દર્દીમાં શું વળે? ને હમણાં મોંઘવારી કેટલી છે? હમણાં તો સાલી ઋતુ પણ સારી રહે છે એટલે કોઈ માંદું પણ પડતું નથી.
રમેશ : તો શું તારે બધાને માંદા જ પાડવા છે કે?
'''રમેશ :''' તો શું તારે બધાને માંદા જ પાડવા છે કે?
દિનેશ : બધા તો નહિ જ-પણ હું easily મેનેજ કરી શકું-સંભાળી શકું - એટલા માંદા પડે તોય ઘણું!  
'''દિનેશ :''' બધા તો નહિ જ-પણ હું easily મેનેજ કરી શકું-સંભાળી શકું - એટલા માંદા પડે તોય ઘણું!  
રમેશ : વિચારો ઉત્તમ છે, એમાં ના નહિ!
'''રમેશ :''' વિચારો ઉત્તમ છે, એમાં ના નહિ!
મંજરી : એમના દરેક વિચારો સ્વાર્થથી પર જ હોય છે હો, રમેશભાઈ!
'''મંજરી :''' એમના દરેક વિચારો સ્વાર્થથી પર જ હોય છે હો, રમેશભાઈ!
દિનેશ : આ સાલી શહેર સુધરાઈ ૫ણ હમણાં લાગી છે ને! જ્યાં ને ત્યાં ડી. ડી. ટી. છાંટે છે, રસી મુકાવે છે, વિટામીનની ગોળીઓ શાળાનાં છોકરાંને આપે છે, ઈંજેકશન મૂકે છે, ને વળી પાણી ચોખ્ખું આપે છે! અમારી સામે જ એણે મોરચા માંડ્યા છે. આનું નામ જ અમારા પેટ પર પાટુ. તોયે હજી સારું છે કે શહેર મોટું છે ને સાધનો એાછાં છે એટલે વળી જ્યાં ત્યાં મચ્છરના અડ્ડા ને ગંદવાડ રહી ગયા છે, એટલે વળી અમે જરાક બચી ગયા છીએ.
'''દિનેશ :''' આ સાલી શહેર સુધરાઈ ૫ણ હમણાં લાગી છે ને! જ્યાં ને ત્યાં ડી. ડી. ટી. છાંટે છે, રસી મુકાવે છે, વિટામીનની ગોળીઓ શાળાનાં છોકરાંને આપે છે, ઈંજેકશન મૂકે છે, ને વળી પાણી ચોખ્ખું આપે છે! અમારી સામે જ એણે મોરચા માંડ્યા છે. આનું નામ જ અમારા પેટ પર પાટુ. તોયે હજી સારું છે કે શહેર મોટું છે ને સાધનો એાછાં છે એટલે વળી જ્યાં ત્યાં મચ્છરના અડ્ડા ને ગંદવાડ રહી ગયા છે, એટલે વળી અમે જરાક બચી ગયા છીએ.
રમેશ : તમે બધા ડૉક્ટરો ભેગા થઈને, મિટિંગ ભરીને, કોરપોરેશન પર ઠરાવ મોકલી આપો ને, કે જો તેઓ આવું કરશે, તો તમે બીજા રોગો ઉત્પન્ન કરશો. (હસે છે)
'''રમેશ :''' તમે બધા ડૉક્ટરો ભેગા થઈને, મિટિંગ ભરીને, કોરપોરેશન પર ઠરાવ મોકલી આપો ને, કે જો તેઓ આવું કરશે, તો તમે બીજા રોગો ઉત્પન્ન કરશો. (હસે છે)
દિનેશ : ખરી વાત છે. અમે પણ શહેરના નાગરિક છીએ, એટલે અમને પણ જીવવાનો એટલો જ અધિકાર છે. પાકાં ચીભડાં ખાઈને, કે સડેલાં ફળ ખાઈને કોઈને ઝાડાઊલટી થાય કે ટાઈફોઈડ થાય તેમાં વચમાં સુધરાઈએ પડવાની શી જરૂર! બોલ જોઈ! શા માટે એ બધું ફેંકાવી દે? શા માટે લોકોને ખાતાં રોકે?
'''દિનેશ :''' ખરી વાત છે. અમે પણ શહેરના નાગરિક છીએ, એટલે અમને પણ જીવવાનો એટલો જ અધિકાર છે. પાકાં ચીભડાં ખાઈને, કે સડેલાં ફળ ખાઈને કોઈને ઝાડાઊલટી થાય કે ટાઈફોઈડ થાય તેમાં વચમાં સુધરાઈએ પડવાની શી જરૂર! બોલ જોઈ! શા માટે એ બધું ફેંકાવી દે? શા માટે લોકોને ખાતાં રોકે?
રમેશ : વાત તો તારી ખરી છે. (હસે છે.)
'''રમેશ :''' વાત તો તારી ખરી છે. (હસે છે.)
દિનેશ : વેચનારની રોજી કપાય, પીનારની મજા જાય, ખાનારની લહેજત જાય ને પછી ડૉક્ટરનો રોટલો જાય! આટલું બધું કરવાની મ્યુનિસીપાલીટીને શી જરૂર? આનું નામ જ સ્વાતંત્ર્ય પર કાપ! કેમ શું લાગે છે, રમેશ ?
'''દિનેશ :''' વેચનારની રોજી કપાય, પીનારની મજા જાય, ખાનારની લહેજત જાય ને પછી ડૉક્ટરનો રોટલો જાય! આટલું બધું કરવાની મ્યુનિસીપાલીટીને શી જરૂર? આનું નામ જ સ્વાતંત્ર્ય પર કાપ! કેમ શું લાગે છે, રમેશ ?
રમેશ : I am at my wit's end. તારી દલીલો જોઈને હેરાન છું. શું જવાબ આપું?
'''રમેશ :''' I am at my wit's end. તારી દલીલો જોઈને હેરાન છું. શું જવાબ આપું?
દિનેશ : પણ તું જ કહે જોઉં! કોઈ માંદા જ ન પડે તો અમારું  શું થાય? અમારાં આવાં મિસિસ ને તેમની સાડીઓનું શું થાય? ને છોકરાંઓનું શું થાય?
'''દિનેશ :''' પણ તું જ કહે જોઉં! કોઈ માંદા જ ન પડે તો અમારું  શું થાય? અમારાં આવાં મિસિસ ને તેમની સાડીઓનું શું થાય? ને છોકરાંઓનું શું થાય?
મંજરી : આ૫ણને તો એક પૈસાદાર દરદીથી પણ સંતોષ છે, એટલે સાડીઓમાં તો, તે છે ત્યાં સુધી કશી જ હરકત આવવાની નથી.
'''મંજરી :''' આ૫ણને તો એક પૈસાદાર દરદીથી પણ સંતોષ છે, એટલે સાડીઓમાં તો, તે છે ત્યાં સુધી કશી જ હરકત આવવાની નથી.
રમેશ : (હસીને) ને છોકરાંનો તો હજી પ્રશ્ન છે જ નહિ!
'''રમેશ :''' (હસીને) ને છોકરાંનો તો હજી પ્રશ્ન છે જ નહિ!
દિનેશ : મંજરી! તો શું હજી પણ તું નવી સાડીઓ ખરીદવાની છે કે?
'''દિનેશ :''' મંજરી! તો શું હજી પણ તું નવી સાડીઓ ખરીદવાની છે કે?
રમેશ : એમ ગભરાય છે શાનો? હમણાં તારા સારા નસીબે કોઈ કેળાંની છાલ પરથી પછાડ ખાઈને આવશે કે કોઈ મોટર સાથે અથડાઈને! અકસ્માતની શક્યતા શહેરમાં વધતી જ જાય છે, ત્યાં સુધી તારે ડર શેનો છે!
'''રમેશ :''' એમ ગભરાય છે શાનો? હમણાં તારા સારા નસીબે કોઈ કેળાંની છાલ પરથી પછાડ ખાઈને આવશે કે કોઈ મોટર સાથે અથડાઈને! અકસ્માતની શક્યતા શહેરમાં વધતી જ જાય છે, ત્યાં સુધી તારે ડર શેનો છે!
દિનેશ : કેળાંની છાલ પરથી સદ્ભાગ્યે—પડે છે તો ઘણા જ—
'''દિનેશ :''' કેળાંની છાલ પરથી સદ્ભાગ્યે—પડે છે તો ઘણા જ—
મંજરી : સદ્ભાગ્યે?
'''મંજરી :''' સદ્ભાગ્યે?
દિનેશ : હા. દરેક ચીજને બે બાજુ હોય છે. એમની બાજુથી જોઈએ તો દુર્ભાગ્યે ને મારી બાજુથી જુઓ તો સદ્ભાગ્યે.  હાં. સદ્ભાગ્યે પડે છે તો ઘણાયે પણ સાળા અજ્ઞાન બધા જ હાડવૈદને ત્યાં દોડી જાય છે! મોટર, ટ્રેઈન કે ટ્રામમાં જે અથડાય છે, તે તો કોઈક વાર જ અધકચરા આવે છે, મોટેભાગે તો ત્યાં જ એમના રામ રમી જાય છે.
'''દિનેશ :''' હા. દરેક ચીજને બે બાજુ હોય છે. એમની બાજુથી જોઈએ તો દુર્ભાગ્યે ને મારી બાજુથી જુઓ તો સદ્ભાગ્યે.  હાં. સદ્ભાગ્યે પડે છે તો ઘણાયે પણ સાળા અજ્ઞાન બધા જ હાડવૈદને ત્યાં દોડી જાય છે! મોટર, ટ્રેઈન કે ટ્રામમાં જે અથડાય છે, તે તો કોઈક વાર જ અધકચરા આવે છે, મોટેભાગે તો ત્યાં જ એમના રામ રમી જાય છે.
રમેશ : હં. હં..... માણસો ૫ણ કેવા હોય છે! એમ સીધા ન મરતાં તારે હાથે જ મરતાં હોય તો કેવું સારું! તને યશ, અરે યશ નહિ તો ધન તો આપતા જાય. પણ માણસની જાત જ એવી છે કે જતાં જતાં યે કોઈનું ભલું ન કરી જાય!
'''રમેશ :''' હં. હં..... માણસો ૫ણ કેવા હોય છે! એમ સીધા ન મરતાં તારે હાથે જ મરતાં હોય તો કેવું સારું! તને યશ, અરે યશ નહિ તો ધન તો આપતા જાય. પણ માણસની જાત જ એવી છે કે જતાં જતાં યે કોઈનું ભલું ન કરી જાય!
દિનેશ : તે જ દુઃખ છે ને....(ઘડિયાળ જોઈને) ઓ હો, આટલો બધો વખત થઈ ગયો છે? રમેશ! હું એક બે વિઝિટ પતાવી આવું. તમે બે વાતો કરો. હું હમણાં જ આવ્યો. You don't mind, Please.
'''દિનેશ :''' તે જ દુઃખ છે ને....(ઘડિયાળ જોઈને) ઓ હો, આટલો બધો વખત થઈ ગયો છે? રમેશ! હું એક બે વિઝિટ પતાવી આવું. તમે બે વાતો કરો. હું હમણાં જ આવ્યો. You don't mind, Please.
રમેશ : પણ વહેલો આવજે.
'''રમેશ :''' પણ વહેલો આવજે.
દિનેશ : હમણાં જ આવ્યો સમજ. તું ચાલ્યો ન જતો. મંજરી! ડ્રાઈવર આવ્યો છે ને.
'''દિનેશ :''' હમણાં જ આવ્યો સમજ. તું ચાલ્યો ન જતો. મંજરી! ડ્રાઈવર આવ્યો છે ને.
મંજરી : હા, ગાડી લાવ્યો છે.
'''મંજરી :''' હા, ગાડી લાવ્યો છે.
દિનેશ : વારુ. ત્યારે જાઉં.
'''દિનેશ :''' વારુ. ત્યારે જાઉં.
[દિનેશ જાય છે, ને મંજરી સોફા ઉપર ફસડાઈને હાશ કરીને બેસી પડે છે.]
[દિનેશ જાય છે, ને મંજરી સોફા ઉપર ફસડાઈને હાશ કરીને બેસી પડે છે.]
રમેશ : મંજરી! પાછો મને કેમ બોલાવ્યો?
'''રમેશ :''' મંજરી! પાછો મને કેમ બોલાવ્યો?
મંજરી : કાકા-કાકીને પણ ચિઠ્ઠી તો લખી છે, રમેશભાઈ! હવે મારાથી સહન થતું નથી. હવે તો મારી ધીરજનો ૫ણ અંત આવ્યો છે.
'''મંજરી :''' કાકા-કાકીને પણ ચિઠ્ઠી તો લખી છે, રમેશભાઈ! હવે મારાથી સહન થતું નથી. હવે તો મારી ધીરજનો ૫ણ અંત આવ્યો છે.
રમેશ : દિનેશે હજી પણ ત્યાં જવાનું ચાલુ જ રાખ્યું છે?
'''રમેશ :''' દિનેશે હજી પણ ત્યાં જવાનું ચાલુ જ રાખ્યું છે?
મંજરી : હા, એટલું જ – કદાચ વધારે........ (હાથમાં દોરી છે તેના બે ટુકડા કરી નાખે છે.) એનામાં એવું તે શું બળ્યું છે, તે જ મને સમજાતું નથી! એનામાં એવું શું છે કે જે મારામાં નથી? તમે કહી શકો છો, રમેશભાઈ?
'''મંજરી :''' હા, એટલું જ – કદાચ વધારે........ (હાથમાં દોરી છે તેના બે ટુકડા કરી નાખે છે.) એનામાં એવું તે શું બળ્યું છે, તે જ મને સમજાતું નથી! એનામાં એવું શું છે કે જે મારામાં નથી? તમે કહી શકો છો, રમેશભાઈ?
રમેશ : પુરુષ બીજી સ્ત્રી પાસે જાય છે, ત્યારે પોતાની પત્ની સારી નથી માટે, કે પેલી વધારે સારી છે માટે થોડો જ જાય છે!
'''રમેશ :''' પુરુષ બીજી સ્ત્રી પાસે જાય છે, ત્યારે પોતાની પત્ની સારી નથી માટે, કે પેલી વધારે સારી છે માટે થોડો જ જાય છે!
મંજરી : હું દિનેશને પાછો મેળવી શકું તેમ મને જરાયે દેખાતું નથી.  
'''મંજરી :''' હું દિનેશને પાછો મેળવી શકું તેમ મને જરાયે દેખાતું નથી.  
રમેશ : એક રસ્તો છે. હું તને રોજ કહું છું, પણ એ વાત તારે ગળે જ ઊતરતી નથી!
'''રમેશ :''' એક રસ્તો છે. હું તને રોજ કહું છું, પણ એ વાત તારે ગળે જ ઊતરતી નથી!
મંજરી : કદાપિ નહિ, એવું તો હું કદાપિ નહિ કરું. મારે એ રસ્તો કોઈ કાળે ૫ણ લેવો નથી.
'''મંજરી :''' કદાપિ નહિ, એવું તો હું કદાપિ નહિ કરું. મારે એ રસ્તો કોઈ કાળે ૫ણ લેવો નથી.
રમેશ : ખે.....ર! તો શું થાય?
'''રમેશ :''' ખે.....ર! તો શું થાય?
મંજરી : રમેશભાઈ! હું બીજા પુરુષને ચાહું અને એમનામાં ઈર્ષા પ્રગટ કરું - કદાચ ધારો કે એ ઈર્ષા પ્રગટ થાય પણ ખરી; પરંતુ એ રીત જ મારા માટે કેટલી હીન છે? હું બીજાને ચાહું છું ને બીજો મને ચાહે છે, એવું એ મારા માટે એક ક્ષણભર પણ વિચારે, તો મારું તો જીવન જ ધૂળ મળી જાય. એવા હલકટ વિચારમાત્રથી હું કંપી ઊઠું છું, ધ્રૂજી ઊઠું છું, એવું હલકટ કામ મારાથી કદાપિ નહિ બની શકે - કદાપિ નહિ!
'''મંજરી :''' રમેશભાઈ! હું બીજા પુરુષને ચાહું અને એમનામાં ઈર્ષા પ્રગટ કરું - કદાચ ધારો કે એ ઈર્ષા પ્રગટ થાય પણ ખરી; પરંતુ એ રીત જ મારા માટે કેટલી હીન છે? હું બીજાને ચાહું છું ને બીજો મને ચાહે છે, એવું એ મારા માટે એક ક્ષણભર પણ વિચારે, તો મારું તો જીવન જ ધૂળ મળી જાય. એવા હલકટ વિચારમાત્રથી હું કંપી ઊઠું છું, ધ્રૂજી ઊઠું છું, એવું હલકટ કામ મારાથી કદાપિ નહિ બની શકે - કદાપિ નહિ!
રમેશ : પણ તારે ક્યાં સાચેસાચ એવું કરવું છે? આ તો નાટક જ ભજવી બતાવવું છે ને?
'''રમેશ :''' પણ તારે ક્યાં સાચેસાચ એવું કરવું છે? આ તો નાટક જ ભજવી બતાવવું છે ને?
મંજરી : તે હું જાણું છું, પણ એ કલ્પના પણ મારે માટે તો અસહ્ય છે, ને એ તો ખરું જ માની બેસે! અને પછી હું શું મોં લઈને એમની સામે જઈ શકું, રમેશભાઈ?
'''મંજરી :''' તે હું જાણું છું, પણ એ કલ્પના પણ મારે માટે તો અસહ્ય છે, ને એ તો ખરું જ માની બેસે! અને પછી હું શું મોં લઈને એમની સામે જઈ શકું, રમેશભાઈ?
રમેશ : ઝેરનો ઉતાર પણ ઝેર જ હોય, તે તો તું જાણે છે ને?  
'''રમેશ :''' ઝેરનો ઉતાર પણ ઝેર જ હોય, તે તો તું જાણે છે ને?  
મંજરીઃ હશે, પણ વિશ્વાસઘાતનો ઉપાય વિશ્વાસઘાત જ નથી, રમેશભાઈ!
મંજરીઃ હશે, પણ વિશ્વાસઘાતનો ઉપાય વિશ્વાસઘાત જ નથી, રમેશભાઈ!
રમેશ : પથ્થર નીચે હાથ આવી ગયો છે, તો સરકાવીને કાઢવો જ રહ્યો - અને તે બળથી નથી જ નીકળવાનો..... તેમાં તો કળની જ જરૂર છે.
'''રમેશ :''' પથ્થર નીચે હાથ આવી ગયો છે, તો સરકાવીને કાઢવો જ રહ્યો - અને તે બળથી નથી જ નીકળવાનો..... તેમાં તો કળની જ જરૂર છે.
મંજરી : બળ કે કળ, હવે તો બન્ને નિષ્ફળ જતાં હોય તેમ લાગે છે.
'''મંજરી :''' બળ કે કળ, હવે તો બન્ને નિષ્ફળ જતાં હોય તેમ લાગે છે.
રમેશ : ધીરજ રાખ. ફળ મળશે.
'''રમેશ :''' ધીરજ રાખ. ફળ મળશે.
મંજરી : શિખામણ આપવી સહેલી છે, પણ આ યાતનામાંથી પસાર થવું ઘણું અધરું છે. કાળજામાં કાણાં પાડીને પણ મેં ઉપરથી હસતું મોં રાખ્યું છે, રમેશભાઈ!
'''મંજરી :''' શિખામણ આપવી સહેલી છે, પણ આ યાતનામાંથી પસાર થવું ઘણું અધરું છે. કાળજામાં કાણાં પાડીને પણ મેં ઉપરથી હસતું મોં રાખ્યું છે, રમેશભાઈ!
રમેશ : એ હું ક્યાં નથી જાણતો?
'''રમેશ :''' એ હું ક્યાં નથી જાણતો?
મંજરી : જાણો છો તો યે હજી વધારે ધીરજ રાખવાનું કહો છો? હું જાણતી હોઉં કે એ રોજ એને જ મળવા જાય છે, એની સાથે કલાકો સુધી પ્રેમલીલા ખેલે છે, મને છેતરે છે : છતાંયે મેં એ દુઃખ મોં પર દેખાવા નથી દીધું! એના પ્રેમપાશમાં બંધાઈને ઘેર આવતા તેમને જોઈ હૃદયમાં ઊનાં તેલ રેડાય, છતાંયે તે દુ:ખ શમાવીને હસતે મોંએ આવકાર દીધા છે! પેલીને મળવા જવા માટે શણગાર સજતા હોય તે જાણું ત્યારે થથરી ઊઠતી, છતાંયે હસતે મોંએ કોટને બ્રશ કરીને આપ્યા છે. આ બધું કરતાં દિલમાં હજારો વીંછીના ડંખ જેટલી વેદના થતી, એ ૫ણ જણાવા નથી દીધી! પણ તેનું પરિણામ શું આવ્યું, રમેશભાઈ?
'''મંજરી :''' જાણો છો તો યે હજી વધારે ધીરજ રાખવાનું કહો છો? હું જાણતી હોઉં કે એ રોજ એને જ મળવા જાય છે, એની સાથે કલાકો સુધી પ્રેમલીલા ખેલે છે, મને છેતરે છે : છતાંયે મેં એ દુઃખ મોં પર દેખાવા નથી દીધું! એના પ્રેમપાશમાં બંધાઈને ઘેર આવતા તેમને જોઈ હૃદયમાં ઊનાં તેલ રેડાય, છતાંયે તે દુ:ખ શમાવીને હસતે મોંએ આવકાર દીધા છે! પેલીને મળવા જવા માટે શણગાર સજતા હોય તે જાણું ત્યારે થથરી ઊઠતી, છતાંયે હસતે મોંએ કોટને બ્રશ કરીને આપ્યા છે. આ બધું કરતાં દિલમાં હજારો વીંછીના ડંખ જેટલી વેદના થતી, એ ૫ણ જણાવા નથી દીધી! પણ તેનું પરિણામ શું આવ્યું, રમેશભાઈ?
રમેશ : મંજરી! તારી વેદના હું સમજું છું, પણ શું થાય? બગડેલી બાજી સુધારવી અઘરી તો છે જ.
'''રમેશ :''' મંજરી! તારી વેદના હું સમજું છું, પણ શું થાય? બગડેલી બાજી સુધારવી અઘરી તો છે જ.
મંજરી : હવે સુધરી શકે તેમ લાગતું જ નથી. તમે કહ્યું કે એ બેને એકબીજાનાં સાંનિધ્યમાં વધારે મૂકું, તે પણ કરી જોયું. પેલીને ઘણીવાર મારે ઘેર જ ચા પીવા બોલાવતી, ત્યારે એ શું ખુશ થતાં, ને ચા પીતાં બન્ને જણાં જે આનંદ કરતાં, એ જોઈને મને શું થતું હશે તે કલ્પી શકો છો?
'''મંજરી :''' હવે સુધરી શકે તેમ લાગતું જ નથી. તમે કહ્યું કે એ બેને એકબીજાનાં સાંનિધ્યમાં વધારે મૂકું, તે પણ કરી જોયું. પેલીને ઘણીવાર મારે ઘેર જ ચા પીવા બોલાવતી, ત્યારે એ શું ખુશ થતાં, ને ચા પીતાં બન્ને જણાં જે આનંદ કરતાં, એ જોઈને મને શું થતું હશે તે કલ્પી શકો છો?
રમેશ : કલ્પી શકું છું.
'''રમેશ :''' કલ્પી શકું છું.
મંજરી : જુઠ્ઠી વાત! કલ્પી શકો જ નહિ. આ દુઃખને, આ વેદનાને પુરુષ કદાપિ કલ્પી શકે જ નહિ! સ્ત્રીનું દુ:ખ સ્ત્રી જ સમજે.
'''મંજરી :''' જુઠ્ઠી વાત! કલ્પી શકો જ નહિ. આ દુઃખને, આ વેદનાને પુરુષ કદાપિ કલ્પી શકે જ નહિ! સ્ત્રીનું દુ:ખ સ્ત્રી જ સમજે.
રમેશ : કદાચ એમ હશે, પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીના દુઃખનું કારણ પણ સ્ત્રી જ બને છે ને?
'''રમેશ :''' કદાચ એમ હશે, પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીના દુઃખનું કારણ પણ સ્ત્રી જ બને છે ને?
મંજરી : એક સ્ત્રીનું સુખ છીનવીને, એના હૈયામાં હોળી સળગાવીને, બીજી સ્ત્રી શા માટે પોતાનું સુખ સર્જતી હશે? બીજાની કબર ઉપર તેના સુખના કિલ્લા બાંધવાની તેને શું મજા આવતી હશે? કોણ જાણે?
'''મંજરી :''' એક સ્ત્રીનું સુખ છીનવીને, એના હૈયામાં હોળી સળગાવીને, બીજી સ્ત્રી શા માટે પોતાનું સુખ સર્જતી હશે? બીજાની કબર ઉપર તેના સુખના કિલ્લા બાંધવાની તેને શું મજા આવતી હશે? કોણ જાણે?
  રમેશ : ઘણાને આવા Morbid pleasureમાં જ આનંદ આવે છે.
  '''રમેશ :''' ઘણાને આવા Morbid pleasureમાં જ આનંદ આવે છે.
મંજરી : આવતો હશે, પણ હવે મારે શું કરવું? કહેશો? તમે કહ્યું તેટલું કર્યું પણ તમે કહ્યું તેમ થતું નથી. એ તો જેમ જેમ રોજ મળતાં જાય છે, તેમ તેમ એકબીજાથી થાકવાને બદલે - કંટાળવાના બદલે - એકબીજાની નજદિક વધારે જ આવતાં જાય છે, ને એ જોઈને તો મારું લોહી બળી જાય છે.
'''મંજરી :''' આવતો હશે, પણ હવે મારે શું કરવું? કહેશો? તમે કહ્યું તેટલું કર્યું પણ તમે કહ્યું તેમ થતું નથી. એ તો જેમ જેમ રોજ મળતાં જાય છે, તેમ તેમ એકબીજાથી થાકવાને બદલે - કંટાળવાના બદલે - એકબીજાની નજદિક વધારે જ આવતાં જાય છે, ને એ જોઈને તો મારું લોહી બળી જાય છે.
રમેશ : મંજરી! તેં બહુ સહન કર્યું,  તેથી હવે ધીરજ ગુમાવી બેઠી છે ખરું ને?
'''રમેશ :''' મંજરી! તેં બહુ સહન કર્યું,  તેથી હવે ધીરજ ગુમાવી બેઠી છે ખરું ને?
મંજરી : હજી પણ તમે એમ કહો છો? ધીરજને પણ હદ હોય છે ને? હવે તો એ કશીયે રોકટોક વિના મારા જ ઘરમાં - મારી જ મદદ લઈને, એમની પ્રેમલીલા ખેલે છે. એ જોઈને મારા હૈયામાં હોળી જાગે છે હોળી! આ બધું હવે નથી જોવાતું, રમેશભાઈ! (રડે છે) હવે જો થોડા દિવસ હું આમ રહીશ તો ગાંડી જ બની જઈશ. (જોરથી રડી પડે છે.)
'''મંજરી :''' હજી પણ તમે એમ કહો છો? ધીરજને પણ હદ હોય છે ને? હવે તો એ કશીયે રોકટોક વિના મારા જ ઘરમાં - મારી જ મદદ લઈને, એમની પ્રેમલીલા ખેલે છે. એ જોઈને મારા હૈયામાં હોળી જાગે છે હોળી! આ બધું હવે નથી જોવાતું, રમેશભાઈ! (રડે છે) હવે જો થોડા દિવસ હું આમ રહીશ તો ગાંડી જ બની જઈશ. (જોરથી રડી પડે છે.)
રમેશ : (તેને પંપાળે છે) શાંત થા, મંજરી! આમ રડવાથી શું વળે? (થોડીવાર મૌન પછી) મને નવાઈ એ લાગે છે કે દિનેશને આટલો વખત ક્યાંથી મળે છે?
'''રમેશ :''' (તેને પંપાળે છે) શાંત થા, મંજરી! આમ રડવાથી શું વળે? (થોડીવાર મૌન પછી) મને નવાઈ એ લાગે છે કે દિનેશને આટલો વખત ક્યાંથી મળે છે?
મંજરી : વખત ક્યાંથી શું? પોતાની પ્રેકિટસ ને ધંધા પ્રતિ તદ્દન બેદરકાર બની ગયા છે. કમ્પાઉન્ડર પર જ દરદીને છોડી દે છે, ને એ તો પડ્યા રહે છે પેલીના ત્યાં.
'''મંજરી :''' વખત ક્યાંથી શું? પોતાની પ્રેકિટસ ને ધંધા પ્રતિ તદ્દન બેદરકાર બની ગયા છે. કમ્પાઉન્ડર પર જ દરદીને છોડી દે છે, ને એ તો પડ્યા રહે છે પેલીના ત્યાં.
રમેશ : હં, બહાનું શું કાઢે છે?
'''રમેશ :''' હં, બહાનું શું કાઢે છે?
મંજરી : એ જ કે આજે મિસિસ મખ્ખનલાલનું ઑપરેશન હતું, કાલે બીજું હતું, ને પરમ દિવસ Consultation હતું.
'''મંજરી :''' એ જ કે આજે મિસિસ મખ્ખનલાલનું ઑપરેશન હતું, કાલે બીજું હતું, ને પરમ દિવસ Consultation હતું.
[આ વખતે ઘંટડી થાય છે. નોકર ખોલવા જાય છે. કાકા કાકી પ્રવેશ કરે છે.]
[આ વખતે ઘંટડી થાય છે. નોકર ખોલવા જાય છે. કાકા કાકી પ્રવેશ કરે છે.]
રમેશ : કેમ કાકા, આટલું બધું મોડું કર્યું?
'''રમેશ :''' કેમ કાકા, આટલું બધું મોડું કર્યું?
ગૌરીપ્રસાદ : આ તારી કાકીને પૂછ! આ ઉમ્મરે હજી શણગાર સજતાં કેટલી વાર લગાડે છે?.
'''ગૌરીપ્રસાદ :''' આ તારી કાકીને પૂછ! આ ઉમ્મરે હજી શણગાર સજતાં કેટલી વાર લગાડે છે?.
ગંગા : જાવ, જાવ, હવે! મંજરી! તારી આંખો રડેલી લાગે છે! હજી ગાડું ચીલા પર ચડ્યું લાગતું નથી?
'''ગંગા :''' જાવ, જાવ, હવે! મંજરી! તારી આંખો રડેલી લાગે છે! હજી ગાડું ચીલા પર ચડ્યું લાગતું નથી?
રમેશ : એટલા માટે જ તો મંજરીએ આપણને બોલાવ્યાં છે.
'''રમેશ :''' એટલા માટે જ તો મંજરીએ આપણને બોલાવ્યાં છે.
ગંગા : મને તો એ જ બીક હતી. રોજ એ બેને ભેગાં થવાં દેવાં એ જ ખોટું. એમને તો ‘જોઈતું હતું ને વૈદે બતાવ્યું' એ પ્રમાણે થયું.
'''ગંગા :''' મને તો એ જ બીક હતી. રોજ એ બેને ભેગાં થવાં દેવાં એ જ ખોટું. એમને તો ‘જોઈતું હતું ને વૈદે બતાવ્યું' એ પ્રમાણે થયું.
મંજરી : એવું જ થયું છે.
'''મંજરી :''' એવું જ થયું છે.
રમેશ : મંજરી! તું પેલા ઑપરેશનની વાત કરતી હતી, તે તો પૂરી કર.
'''રમેશ :''' મંજરી! તું પેલા ઑપરેશનની વાત કરતી હતી, તે તો પૂરી કર.
ગંગા : ઓ૫રેશન કોને કરવાનું છે વળી?
'''ગંગા :''' ઓ૫રેશન કોને કરવાનું છે વળી?
રમેશ : મિસિસ મખ્ખનલાલને ઑપરેશન કરવાનું બહાનું કાઢીને દિનેશ રોજ પેલીની સાથે કલાકો ગાળે છે, તેની વાત છે.
'''રમેશ :''' મિસિસ મખ્ખનલાલને ઑપરેશન કરવાનું બહાનું કાઢીને દિનેશ રોજ પેલીની સાથે કલાકો ગાળે છે, તેની વાત છે.
ગંગા : મૂ ઈ–રાં-ડ કાળમુખી! મને તો એવી ખીજ ચડે છે.
'''ગંગા :''' મૂ ઈ–રાં-ડ કાળમુખી! મને તો એવી ખીજ ચડે છે.
મંજરી : નવાઈની વાત એ છે કે દરેક ઑપરેશન કે કનસલ્ટેશન રેઈસના દિવસે જ હોય છે!
'''મંજરી :''' નવાઈની વાત એ છે કે દરેક ઑપરેશન કે કનસલ્ટેશન રેઈસના દિવસે જ હોય છે!
ગૌરીપ્રસાદ : બન્ને રેઈસમાં ઊપડતાં હોવાં જોઈએ.
'''ગૌરીપ્રસાદ :''' બન્ને રેઈસમાં ઊપડતાં હોવાં જોઈએ.
મંજરી : વિલાસ રેઈસની ગજબ શેખીન છે. એ દિનેશના પૈસે જ રમતી હશે. હારે તો દિનેશના જાય ને જીતે તો ખિસ્સામાં નાખતી હશે.
'''મંજરી :''' વિલાસ રેઈસની ગજબ શેખીન છે. એ દિનેશના પૈસે જ રમતી હશે. હારે તો દિનેશના જાય ને જીતે તો ખિસ્સામાં નાખતી હશે.
ગૌરીપ્રસાદ : બધાં જ બૈરાં એવાં હોય છે.
'''ગૌરીપ્રસાદ :''' બધાં જ બૈરાં એવાં હોય છે.
ગંગા : નક્કામા બધાં બૈરાંને નિંદો મા. આવા કોઈક અંગારા પાકે, ને બૈરાંની જાતને બટ્ટો લગાડી મૂકે છે.
'''ગંગા :''' નક્કામા બધાં બૈરાંને નિંદો મા. આવા કોઈક અંગારા પાકે, ને બૈરાંની જાતને બટ્ટો લગાડી મૂકે છે.
મંજરી : હમણાં હમણાં તો દિનેશને બેવડો ત્રેવડો ખર્ચ થાય છે.  
'''મંજરી :''' હમણાં હમણાં તો દિનેશને બેવડો ત્રેવડો ખર્ચ થાય છે.  
રમેશ : હું ન સમજ્યો.
'''રમેશ :''' હું ન સમજ્યો.
મંજરી : જ્યારે જ્યારે એ આવી રીતે રેઈસમાં જાય છે, ત્યારે ત્યારે હું પણ બજારમાં જાઉં છું.
'''મંજરી :''' જ્યારે જ્યારે એ આવી રીતે રેઈસમાં જાય છે, ત્યારે ત્યારે હું પણ બજારમાં જાઉં છું.
રમેશ : તું બજારમાં જાય છે? શા માટે?
'''રમેશ :''' તું બજારમાં જાય છે? શા માટે?
ગંગા : બજારમાં શા માટે જાય?  કંઈક ખરીદવા જ જતી હશેને?
'''ગંગા :''' બજારમાં શા માટે જાય?  કંઈક ખરીદવા જ જતી હશેને?
મંજરી : હાસ્તો વળી. એકલા એકલા મારું મન એટલું તો દુ:ખી થઈ જાય છે, કે શું કરવું તે સૂઝે જ નહિ, એટલે જાઉં છું Marketing કરવા, ને ભાતભાતની સાડીઓ વગેરે લઈ આવું છું. ને એ રીતે મનને ખુશ રાખવા પ્રયત્ન કરું છું!
'''મંજરી :''' હાસ્તો વળી. એકલા એકલા મારું મન એટલું તો દુ:ખી થઈ જાય છે, કે શું કરવું તે સૂઝે જ નહિ, એટલે જાઉં છું Marketing કરવા, ને ભાતભાતની સાડીઓ વગેરે લઈ આવું છું. ને એ રીતે મનને ખુશ રાખવા પ્રયત્ન કરું છું!
ગંગા :  એ મને ગમ્યું. પેલી માટે પાણીને મૂલ્યે પૈસો વેરે ને ઘરની બૈરી કંઈ વા ફાકતી રહે?
'''ગંગા :''' એ મને ગમ્યું. પેલી માટે પાણીને મૂલ્યે પૈસો વેરે ને ઘરની બૈરી કંઈ વા ફાકતી રહે?
રમેશ : મંજરી! આ તેં બરાબર ન કર્યું. મેં આવું કરવાની સલાહ આપી હોય તેવું મને તો યાદ નથી.
'''રમેશ :''' મંજરી! આ તેં બરાબર ન કર્યું. મેં આવું કરવાની સલાહ આપી હોય તેવું મને તો યાદ નથી.
મંજરી : આ સલાહ મેં મારી જાતે જ તમારા લિસ્ટમાં ઉમેરી દીધી છે.
'''મંજરી :''' આ સલાહ મેં મારી જાતે જ તમારા લિસ્ટમાં ઉમેરી દીધી છે.
રમેશ : હં. વારુ, હવે તું શું કરવા માંગે છે તે કહે.
'''રમેશ :''' હં. વારુ, હવે તું શું કરવા માંગે છે તે કહે.
મંજરી : એ જ કે હવે મારી ધીરજનો અંત આવી ગયો છે, ને હવે આ સ્થિતિ મારાથી સહન પણ થતી નથી. વધારામાં હજી બાકી હોય તેમ આજે જ સવારે દિનેશે મને ખબર આપ્યા છે, કે મિસિસ મખ્ખનલાલને હવે જરા ઠીક છે, ને તેમને હવાફેરની જરૂર છે. તેમને પંચગીની ખસેડવાનાં છે, ને ડૉક્ટર તરીકે એ પણ સાથે જ જવાના છે.
'''મંજરી :''' એ જ કે હવે મારી ધીરજનો અંત આવી ગયો છે, ને હવે આ સ્થિતિ મારાથી સહન પણ થતી નથી. વધારામાં હજી બાકી હોય તેમ આજે જ સવારે દિનેશે મને ખબર આપ્યા છે, કે મિસિસ મખ્ખનલાલને હવે જરા ઠીક છે, ને તેમને હવાફેરની જરૂર છે. તેમને પંચગીની ખસેડવાનાં છે, ને ડૉક્ટર તરીકે એ પણ સાથે જ જવાના છે.
રમેશ : એટલે શું એ બહાને એ-
'''રમેશ :''' એટલે શું એ બહાને એ-
મંજરી : હા, એ બહાને એ બન્ને જણાં આઠ દહાડા પંચગીની ફરવા જવાનાં, બીજું શું?
'''મંજરી :''' હા, એ બહાને એ બન્ને જણાં આઠ દહાડા પંચગીની ફરવા જવાનાં, બીજું શું?
ગૌરીપ્રસાદ : મારો બેટો ખરી મોજ કરે છે, હં.
'''ગૌરીપ્રસાદ :''' મારો બેટો ખરી મોજ કરે છે, હં.
ગંગા : તમનેય એવી મોજ કરવાનું મન થતું લાગે છે, પણ હું એ મંજરી નહિ, હં.
'''ગંગા :''' તમનેય એવી મોજ કરવાનું મન થતું લાગે છે, પણ હું એ મંજરી નહિ, હં.
ગૌરીપ્રસાદ : એ જ મોટું દુઃખ છે ને.
'''ગૌરીપ્રસાદ :''' એ જ મોટું દુઃખ છે ને.
રમેશ : હવે તું શું કરવા માંગે છે, મંજરી!
'''રમેશ :''' હવે તું શું કરવા માંગે છે, મંજરી!
મંજરી : તડ ને ફડ કરી દેવા માગું છું. ચોખ્ખું સંભળાવી દેવા માગું છું, કે હવે બેમાંથી એક જ પસંદ કરી લે;  કાં હું ને કાં વિલાસ, બીજો કશો જ ઉપાય નથી.
'''મંજરી :''' તડ ને ફડ કરી દેવા માગું છું. ચોખ્ખું સંભળાવી દેવા માગું છું, કે હવે બેમાંથી એક જ પસંદ કરી લે;  કાં હું ને કાં વિલાસ, બીજો કશો જ ઉપાય નથી.
ગૌરીપ્રસાદ તથા રમેશ : હં.............(નિસાસો નાખે છે)
ગૌરીપ્રસાદ તથા '''રમેશ :''' હં.............(નિસાસો નાખે છે)
મંજરી : ફક્ત....હં…એટલું જ ન કહો. કહો કે આ જ રસ્તો બરાબર છે.
'''મંજરી :''' ફક્ત....હં…એટલું જ ન કહો. કહો કે આ જ રસ્તો બરાબર છે.
ગંગા : એ શું કહેતો હતો? મને જ પૂછને? હું તો કહું છું કે એજ રસ્તો બરાબર છે, ત.... ડ ને ફ.....ડ! એક ઘા ને બે કટકા.
'''ગંગા :''' એ શું કહેતો હતો? મને જ પૂછને? હું તો કહું છું કે એજ રસ્તો બરાબર છે, ત.... ડ ને ફ.....ડ! એક ઘા ને બે કટકા.
ગૌરીપ્રસાદ : એમ કરવાથી ફાયદો શો? બાજી તદ્દન હાથથી જશે.
'''ગૌરીપ્રસાદ :''' એમ કરવાથી ફાયદો શો? બાજી તદ્દન હાથથી જશે.
રમેશ : મંજરી! કાકાની વાત ખરી છે, તારો રસ્તો બરાબર નથી.
'''રમેશ :''' મંજરી! કાકાની વાત ખરી છે, તારો રસ્તો બરાબર નથી.
મંજરી : તો બીજો ક્યો રસ્તો છે?
'''મંજરી :''' તો બીજો ક્યો રસ્તો છે?
રમેશ : હં (વિચાર કરીને) આ વિલાસને કોઈ બીજો પ્રેમી મળી જાય તો એ દિનેશને છોડે. આવી જાતની સ્ત્રીઓ નવાનવાની જ શોધમાં હોય છે. એકને જ વળગી રહેવું તે તેમના સ્વભાવમાં જ હોતું નથી. પણ આવું કોણ મળે? (ગૌરીપ્રસાદ તરફ જોઈને) કાકા, તમે મદદ કરી શકો. હું.....(લુચ્ચાઈથી)
'''રમેશ :''' હં (વિચાર કરીને) આ વિલાસને કોઈ બીજો પ્રેમી મળી જાય તો એ દિનેશને છોડે. આવી જાતની સ્ત્રીઓ નવાનવાની જ શોધમાં હોય છે. એકને જ વળગી રહેવું તે તેમના સ્વભાવમાં જ હોતું નથી. પણ આવું કોણ મળે? (ગૌરીપ્રસાદ તરફ જોઈને) કાકા, તમે મદદ કરી શકો. હું.....(લુચ્ચાઈથી)
ગૌરીપ્રસાદ : શી રીતે? બોલી નાખ જલદી.
'''ગૌરીપ્રસાદ :''' શી રીતે? બોલી નાખ જલદી.
રમેશ : એક તો તમારી પાસે પૈસા છે, હજી દેખાઓ છે ખાસ્સા જુવાન જેવા. ને એક વાર વિલાસ કહેતી હતી કે કાકા ભારે Sweet છે. (મશ્કરીમાં હસે છે)
'''રમેશ :''' એક તો તમારી પાસે પૈસા છે, હજી દેખાઓ છે ખાસ્સા જુવાન જેવા. ને એક વાર વિલાસ કહેતી હતી કે કાકા ભારે Sweet છે. (મશ્કરીમાં હસે છે)
ગંગા : તું કહેવા શું માગે છે? સીધું જ કહી દે ને? આમ ગોળ- ગોળ શું કામ બોલે છે?
'''ગંગા :''' તું કહેવા શું માગે છે? સીધું જ કહી દે ને? આમ ગોળ- ગોળ શું કામ બોલે છે?
રમેશ : કાકી! હું એમ કહેવા જતો હતો, કે દિનેશનો કેડો છોડાવવા – કાકા – થોડા દિવસ, થોડા દિવસ માટે જ હં....વિલાસને એમના તરફ ખેંચવા.....
'''રમેશ :''' કાકી! હું એમ કહેવા જતો હતો, કે દિનેશનો કેડો છોડાવવા – કાકા – થોડા દિવસ, થોડા દિવસ માટે જ હં....વિલાસને એમના તરફ ખેંચવા.....
ગંગા : બસ................. કર. મારે હવે વધારે નથી સાંભળવું.
'''ગંગા :''' બસ................. કર. મારે હવે વધારે નથી સાંભળવું.
ગૌરીપ્રસાદ : ચાલુ રાખ. મારે સાંભળવું છે, ને આપણે (છાતી ઠોકીને) મંજરીને મદદ કરવા તૈયાર છીએ.
'''ગૌરીપ્રસાદ :''' ચાલુ રાખ. મારે સાંભળવું છે, ને આપણે (છાતી ઠોકીને) મંજરીને મદદ કરવા તૈયાર છીએ.
ગંગા : બોલતાં તો જરા શરમાઓ.
'''ગંગા :''' બોલતાં તો જરા શરમાઓ.
ગૌરીપ્રસાદ : એમાં શરમનો સવાલ જ નથી. મંજરીના ભલાનો જ સવાલ છે, ને એમાં હું ક્યાં બગડી જવાનો છું.........
'''ગૌરીપ્રસાદ :''' એમાં શરમનો સવાલ જ નથી. મંજરીના ભલાનો જ સવાલ છે, ને એમાં હું ક્યાં બગડી જવાનો છું.........


ગંગા : સો વાતની એક વાત, કે આપણે એવું કરવું જ નથી.
'''ગંગા :''' સો વાતની એક વાત, કે આપણે એવું કરવું જ નથી.
રમેશ : (હસીને) કાકી! તમને કાકા ઉપર કંઈક ઓછો વિશ્વાસ લાગે છે.
'''રમેશ :''' (હસીને) કાકી! તમને કાકા ઉપર કંઈક ઓછો વિશ્વાસ લાગે છે.
ગંગા : બાંધી મૂઠી લાખની. આ ઉમ્મરે પણ જોને આવા કામમાં કેવા કૂદી પડે છે!
'''ગંગા :''' બાંધી મૂઠી લાખની. આ ઉમ્મરે પણ જોને આવા કામમાં કેવા કૂદી પડે છે!
મંજરી : રમેશભાઈ! આવી નકામી વાત કરવાથી શો ફાયદો! મુખ્ય વાત પર આવો કે હવે મારે શું કરવું? એમને પંચગીની પેલી સાથે જવા દેવા?
'''મંજરી :''' રમેશભાઈ! આવી નકામી વાત કરવાથી શો ફાયદો! મુખ્ય વાત પર આવો કે હવે મારે શું કરવું? એમને પંચગીની પેલી સાથે જવા દેવા?
રમેશ : તું શું ખરેખર એમ માને છે કે દિનેશને પંચગીની જવું ગમે જ છે?
'''રમેશ :''' તું શું ખરેખર એમ માને છે કે દિનેશને પંચગીની જવું ગમે જ છે?
ગંગા : ગમતું હશે, તો જ જવા તૈયાર થયો હશે ને?
'''ગંગા :''' ગમતું હશે, તો જ જવા તૈયાર થયો હશે ને?
ગૌરી પ્રસાદ : હું એમ નથી માનતો.
ગૌરી પ્રસાદ : હું એમ નથી માનતો.
ગંગા : શું નથી માનતા?
'''ગંગા :''' શું નથી માનતા?
ગૌરીપ્રસાદ : —કે એને જવું ગમતું હોય. ઘણી વાર અમુકના દબાણથી પણ એમ કરવું પડે.
'''ગૌરીપ્રસાદ :''' —કે એને જવું ગમતું હોય. ઘણી વાર અમુકના દબાણથી પણ એમ કરવું પડે.
રમેશ : કાકાની વાત ખરી છે. હું પણ એમ જ માનું છું, કે દિનેશ પેલીના દબાણથી જ જાય છે, ને એક વાર એણે દબાણથી કામ કરાવવાનું શરૂ કર્યું એટલે સમજી જ લેવાનું કે હવે એ પાગલ પ્રેમનો અંત નજીકમાં જ આવવાનો.
'''રમેશ :''' કાકાની વાત ખરી છે. હું પણ એમ જ માનું છું, કે દિનેશ પેલીના દબાણથી જ જાય છે, ને એક વાર એણે દબાણથી કામ કરાવવાનું શરૂ કર્યું એટલે સમજી જ લેવાનું કે હવે એ પાગલ પ્રેમનો અંત નજીકમાં જ આવવાનો.
મંજરી : એમ માનવાનું શું કારણ છે?
'''મંજરી :''' એમ માનવાનું શું કારણ છે?
ગૌરીપ્રસાદઃ મંજરી! હું એમ ધારું છું કે દિનેશ જેવા પુરુષો Romance માં પડે છે ખરા, પરંતુ એમના આવા Affairs, આવા Romance કોઈ જોઈ જાય તે તો તેમને ન જ ગમે. અને આવી જાતના માણસો Romance કરી નાખે ખરા પણ ઘરમાં ખાનગી ખૂણે.....છડે ચોક તો નહિ જ. આવા માણસને ખુલ્લી રીતે તેની સાથે બહારગામ જઈને રહેવું પસંદ પડે જ નહિ. ને દિનેશ જેવો Shrewd માણસ એ પસંદ કરતો હોય તેમ માનવું પણ અસંભવ છે.
ગૌરીપ્રસાદઃ મંજરી! હું એમ ધારું છું કે દિનેશ જેવા પુરુષો Romance માં પડે છે ખરા, પરંતુ એમના આવા Affairs, આવા Romance કોઈ જોઈ જાય તે તો તેમને ન જ ગમે. અને આવી જાતના માણસો Romance કરી નાખે ખરા પણ ઘરમાં ખાનગી ખૂણે.....છડે ચોક તો નહિ જ. આવા માણસને ખુલ્લી રીતે તેની સાથે બહારગામ જઈને રહેવું પસંદ પડે જ નહિ. ને દિનેશ જેવો Shrewd માણસ એ પસંદ કરતો હોય તેમ માનવું પણ અસંભવ છે.
ગંગા : મને નહિ ખબર કે તમારામાં આટલી વિચારશક્તિ છે.
'''ગંગા :''' મને નહિ ખબર કે તમારામાં આટલી વિચારશક્તિ છે.
ગૌરીપ્રસાદ : અરે, મારામાં તો ઘણું યે છે, પણ તારે જોવાની આંખ જ ક્યાં છે.
'''ગૌરીપ્રસાદ :''' અરે, મારામાં તો ઘણું યે છે, પણ તારે જોવાની આંખ જ ક્યાં છે.
[મંજરી માથે હાથ મૂકીને બેસે છે]
[મંજરી માથે હાથ મૂકીને બેસે છે]
રમેશ : કાકા! તમારી વાત તદ્દન ખરી છે. મારું પણ એમ જ માનવું છે.
'''રમેશ :''' કાકા! તમારી વાત તદ્દન ખરી છે. મારું પણ એમ જ માનવું છે.
મંજરી : મારી વિચારશક્તિ તો હવે ખલાસ થઈ ગઈ છે.
'''મંજરી :''' મારી વિચારશક્તિ તો હવે ખલાસ થઈ ગઈ છે.
રમેશ : મંજરી! આટલી ધીરજ રાખી તો થોડી વધારે.
'''રમેશ :''' મંજરી! આટલી ધીરજ રાખી તો થોડી વધારે.
મંજરી : (ગુસ્સામાં) હજી પણ વધારે હિંમત, વધારે ધીરજ, વધારે બાહોશી, વધારે મુસદ્દીપણું, વધારે ચાતુર્ય : બધું જ હજી વધારવાની જરૂર છે એમ જ ને?
'''મંજરી :''' (ગુસ્સામાં) હજી પણ વધારે હિંમત, વધારે ધીરજ, વધારે બાહોશી, વધારે મુસદ્દીપણું, વધારે ચાતુર્ય : બધું જ હજી વધારવાની જરૂર છે એમ જ ને?
ગંગા : મંજરી આમ ઊકળી ઊઠ્યે ચાલે? સૌ તારા ભલામાં જ રાજી છે ને?
'''ગંગા :''' મંજરી આમ ઊકળી ઊઠ્યે ચાલે? સૌ તારા ભલામાં જ રાજી છે ને?
[બહાર હોર્ન સંભળાય છે]
[બહાર હોર્ન સંભળાય છે]
રમેશ : મંજરી! દિનેશ આવતો લાગે છે. (ઘંટડી વાગે છે) હવે નિશ્ચય કરી લે.
'''રમેશ :''' મંજરી! દિનેશ આવતો લાગે છે. (ઘંટડી વાગે છે) હવે નિશ્ચય કરી લે.
મંજરી : જેમ તમે કહેશો તેમ કરીશ. હૃદય પર પથ્થર મૂકીને પણ હસતી જ રહીશ, પછી છે કંઈ?
'''મંજરી :''' જેમ તમે કહેશો તેમ કરીશ. હૃદય પર પથ્થર મૂકીને પણ હસતી જ રહીશ, પછી છે કંઈ?
રમેશ : મારી બહેન, જરૂર તું ફતેહમંદ થઈશ.
'''રમેશ :''' મારી બહેન, જરૂર તું ફતેહમંદ થઈશ.
[દિનેશ પ્રવેશ કરે છે]
[દિનેશ પ્રવેશ કરે છે]
દિનેશ : ઓહ કાકા-કાકી પણ આવ્યાં છે ને શું? માફ કરજે રમેશ! જરા મોડું થઈ ગયું.
'''દિનેશ :''' ઓહ કાકા-કાકી પણ આવ્યાં છે ને શું? માફ કરજે રમેશ! જરા મોડું થઈ ગયું.
રમેશ : કંઈ વાંધો નહિ. અરે દિનેશ! મંજરી કહે છે કે તું કંઈ પંચગીની જવાનો છે?
'''રમેશ :''' કંઈ વાંધો નહિ. અરે દિનેશ! મંજરી કહે છે કે તું કંઈ પંચગીની જવાનો છે?
દિનેશ : Yes, duty. શું થાય? ફરજ! ડૉક્ટર તરીકેની ફરજ. હા, તમે મંજરીનું જરા ધ્યાન રાખજો. હું આઠ દિવસમાં તો પાછો આવી જઈશ.
'''દિનેશ :''' Yes, duty. શું થાય? ફરજ! ડૉક્ટર તરીકેની ફરજ. હા, તમે મંજરીનું જરા ધ્યાન રાખજો. હું આઠ દિવસમાં તો પાછો આવી જઈશ.
ગંગા : મંજરીને તો તારા હાથમાં અમે સોંપી. હવે ખરું ધ્યાન તો તારે જ રાખવાનું ને?
'''ગંગા :''' મંજરીને તો તારા હાથમાં અમે સોંપી. હવે ખરું ધ્યાન તો તારે જ રાખવાનું ને?
દિનેશ : (હસીને) તે તો રાખું જ છું ને.
'''દિનેશ :''' (હસીને) તે તો રાખું જ છું ને.
ગૌરીપ્રસાદ : (હસીને) તે તો દેખાઈ પણ રહ્યું જ છે ને.
'''ગૌરીપ્રસાદ :''' (હસીને) તે તો દેખાઈ પણ રહ્યું જ છે ને.
મંજરી : રમેશભાઈ! તમે રોજ આવજો હં! જુઓને લગ્ન પછી હું આ રીતે પહેલી જ વાર એમનાથી છુટ્ટી પડીને રહેવાની છું. તમે આવશો તો જરા ગમ્મત પડશે, ને દિનેશને ભૂલી શકાશે.
'''મંજરી :''' રમેશભાઈ! તમે રોજ આવજો હં! જુઓને લગ્ન પછી હું આ રીતે પહેલી જ વાર એમનાથી છુટ્ટી પડીને રહેવાની છું. તમે આવશો તો જરા ગમ્મત પડશે, ને દિનેશને ભૂલી શકાશે.
દિનેશ : મને ભૂલવા માટે આટલી અધીરાઈ? મારી ગેરહાજરીથી તને દુઃખ તો થતું જ નથી લાગતું. વાહ, આમ હોય, મંજરી?
'''દિનેશ :''' મને ભૂલવા માટે આટલી અધીરાઈ? મારી ગેરહાજરીથી તને દુઃખ તો થતું જ નથી લાગતું. વાહ, આમ હોય, મંજરી?
ગંગા : કેટલું થાય છે તે તો ભોગવનાર જાણે છે, પણ જોનાર પાસે એ જોવા માટે આંખ જોઈએ ને?
'''ગંગા :''' કેટલું થાય છે તે તો ભોગવનાર જાણે છે, પણ જોનાર પાસે એ જોવા માટે આંખ જોઈએ ને?
દિનેશ : દુઃખ થતું હોય તેવું કંઈ દેખાતું તે નથી, કાકી! મંજરી તો મારું જવાનું તદ્દન lightly જ લઈ લેતી લાગે છે.
'''દિનેશ :''' દુઃખ થતું હોય તેવું કંઈ દેખાતું તે નથી, કાકી! મંજરી તો મારું જવાનું તદ્દન lightly જ લઈ લેતી લાગે છે.
ગૌરીપ્રસાદ : એવું શા ઉપરથી લાગ્યું?
'''ગૌરીપ્રસાદ :''' એવું શા ઉપરથી લાગ્યું?
મંજરી : મને ઉપરાઉપરી fit નથી આવતી તે ઉપરથી ને? પણ દિનેશ! એની પણ હવે તો તૈયારી થવા લાગી છે આથી વધારે હું શું કરી શકું તેમ છું?
'''મંજરી :''' મને ઉપરાઉપરી fit નથી આવતી તે ઉપરથી ને? પણ દિનેશ! એની પણ હવે તો તૈયારી થવા લાગી છે આથી વધારે હું શું કરી શકું તેમ છું?
રમેશ : સ્ત્રી માટે પહેલે પગથિયે વિનંતિ, બીજે પગથિયે આંસુ ને ત્રીજે પગથિયે fit! બસ લિમિટ આવી ગઈ! આથી વધારે તારે શું જોઈએ, દિનેશ?
'''રમેશ :''' સ્ત્રી માટે પહેલે પગથિયે વિનંતિ, બીજે પગથિયે આંસુ ને ત્રીજે પગથિયે fit! બસ લિમિટ આવી ગઈ! આથી વધારે તારે શું જોઈએ, દિનેશ?
દિનેશ : રમેશ! મશ્કરી નથી કરતો. I am really serious. હું તો ખરેખર ધારતો હતો કે મંજરી મને જતાં રોકશે, તેને મારા જવાથી દુઃખ થશે, પણ આમાંનું કશું જ હું જોતો નથી!  
'''દિનેશ :''' રમેશ! મશ્કરી નથી કરતો. I am really serious. હું તો ખરેખર ધારતો હતો કે મંજરી મને જતાં રોકશે, તેને મારા જવાથી દુઃખ થશે, પણ આમાંનું કશું જ હું જોતો નથી!  
મંજરી : પણ હું દુઃખ લગાડું જ શા માટે? હું ક્યાં નથી જાણતી. કે તમારે ગયા સિવાય ચાલે તેમજ નથી. કેમ ખરું ને? અને દરદીને સંભાળીને લઈ જવાની અને તેને શારીરિક સુખ ને માનસિક આરામ પહોંચાડવાની તમારી ફરજ છે, અને એવી તમારી પ.....વિ.....ત્ર ફરજમાંથી તમને ચૂકવું તેવી હું થોડી જ છું?
'''મંજરી :''' પણ હું દુઃખ લગાડું જ શા માટે? હું ક્યાં નથી જાણતી. કે તમારે ગયા સિવાય ચાલે તેમજ નથી. કેમ ખરું ને? અને દરદીને સંભાળીને લઈ જવાની અને તેને શારીરિક સુખ ને માનસિક આરામ પહોંચાડવાની તમારી ફરજ છે, અને એવી તમારી પ.....વિ.....ત્ર ફરજમાંથી તમને ચૂકવું તેવી હું થોડી જ છું?
ગૌરીપ્રસાદ : સાંભળે છે! (ગંગાબેનને) આનું ના..... મ તે સ્ત્રી! તું કરી શકે આવું? જો, હું આ.....મ જતો હોઉં તો!
'''ગૌરીપ્રસાદ :''' સાંભળે છે! (ગંગાબેનને) આનું ના..... મ તે સ્ત્રી! તું કરી શકે આવું? જો, હું આ.....મ જતો હોઉં તો!
ગંગા: તો તો હું સાથે જ ગાડીએ ચડી બેસું ને દરદીને બોચીથી પકડીને - બારીમાંથી સીધી જ ફેંકું કે જાય ઠેઠ સાતમે પાતાળે!
ગંગા: તો તો હું સાથે જ ગાડીએ ચડી બેસું ને દરદીને બોચીથી પકડીને - બારીમાંથી સીધી જ ફેંકું કે જાય ઠેઠ સાતમે પાતાળે!
રમેશ : કાકી, તમે એ ન ભૂલો કે દિનેશ ડૉક્ટર છે, ને ડૉક્ટરને માથે ઘણી વાર આવી કપરી ફરજો આવી પડે છે.
'''રમેશ :''' કાકી, તમે એ ન ભૂલો કે દિનેશ ડૉક્ટર છે, ને ડૉક્ટરને માથે ઘણી વાર આવી કપરી ફરજો આવી પડે છે.
ગંગા : આવતી હશે, પણ કહું છું હવે તમારે ઊઠવું છે કે નહિ?
'''ગંગા :''' આવતી હશે, પણ કહું છું હવે તમારે ઊઠવું છે કે નહિ?
ગૌરીપ્રસાદ : ઊઠવું જ પડશે ને? શ્રીમતીજીનો હુકમ થાય પછી છૂટકો છે! (ઊઠે છે)
'''ગૌરીપ્રસાદ :''' ઊઠવું જ પડશે ને? શ્રીમતીજીનો હુકમ થાય પછી છૂટકો છે! (ઊઠે છે)
દિનેશ : I pity you, કાકા!  
'''દિનેશ :''' I pity you, કાકા!  
ગૌરીપ્રસાદ : ખરું પૂછ તો ભાઈ, I pity you. ચાલો ત્યારે! રમેશ આવે છે?
'''ગૌરીપ્રસાદ :''' ખરું પૂછ તો ભાઈ, I pity you. ચાલો ત્યારે! રમેશ આવે છે?
રમેશ : તમે જાઓ. હું થોડીવાર બેસું છું ને મારે જવું છે પણ બીજી તરફ.
'''રમેશ :''' તમે જાઓ. હું થોડીવાર બેસું છું ને મારે જવું છે પણ બીજી તરફ.
મંજરી : કાકા, તમે પણ બેસોને થોડીવાર. મારે તમારું કામ છે.
'''મંજરી :''' કાકા, તમે પણ બેસોને થોડીવાર. મારે તમારું કામ છે.
ગંગા : અમારે મોટા કાકાને ઘેર જવું છે, મોડું થાય છે.  
'''ગંગા :''' અમારે મોટા કાકાને ઘેર જવું છે, મોડું થાય છે.  
મંજરી : તો એમ કરો. ત્યાં હમણાં જઈ આવો. પણ વળતાં આંહીં થઈને ઘેર જજો.
'''મંજરી :''' તો એમ કરો. ત્યાં હમણાં જઈ આવો. પણ વળતાં આંહીં થઈને ઘેર જજો.
ગંગા : ભલે એમ કરીશું.
'''ગંગા :''' ભલે એમ કરીશું.
[બન્ને જાય છે ને મંજરી તેમને મૂકવા જાય છે]
[બન્ને જાય છે ને મંજરી તેમને મૂકવા જાય છે]
રમેશ : રાતની ગાડીએ જવાનો છે, દિનેશ?
'''રમેશ :''' રાતની ગાડીએ જવાનો છે, દિનેશ?
દિનેશ : હા.
'''દિનેશ :''' હા.
[મંજરી આવે છે)
[મંજરી આવે છે)
રમેશ : રાતની ગાડી કેમ પસંદ કરી?
'''રમેશ :''' રાતની ગાડી કેમ પસંદ કરી?
દિનેશ : દિવસે બહુ ગિરદી હોય એટલે દરદીને લઈ જવામાં હરકત આવે.
'''દિનેશ :''' દિવસે બહુ ગિરદી હોય એટલે દરદીને લઈ જવામાં હરકત આવે.
રમેશ : પણ રાતના તો દરદીની ઊંઘ બગડે, એટલે તબિયત વધારે ન બગડે?
'''રમેશ :''' પણ રાતના તો દરદીની ઊંઘ બગડે, એટલે તબિયત વધારે ન બગડે?
દિનેશ : ટ્રેઈનમાં ઊંઘી શકે. એને શો વાંધો આવે?
'''દિનેશ :''' ટ્રેઈનમાં ઊંઘી શકે. એને શો વાંધો આવે?
રમેશ : દરદી સાથે હશે, એટલે તારાથી પણ ઊંઘાશે તો નહિ જ, એટલે તને બીજી રીતે ભારે મજા પડશે.
'''રમેશ :''' દરદી સાથે હશે, એટલે તારાથી પણ ઊંઘાશે તો નહિ જ, એટલે તને બીજી રીતે ભારે મજા પડશે.
દિનેશ : બીજી શેની મજા પડવાની હતી?
'''દિનેશ :''' બીજી શેની મજા પડવાની હતી?
રમેશ : કાં કેમ નહિ? ઘણાંયે ભાગેડુ પ્રેમીઓ રાતની ગાડી જ ૫સંદ કરે છે.
'''રમેશ :''' કાં કેમ નહિ? ઘણાંયે ભાગેડુ પ્રેમીઓ રાતની ગાડી જ ૫સંદ કરે છે.
દિનેશ : કરતા હશે. તેમાં મારે શું?
'''દિનેશ :''' કરતા હશે. તેમાં મારે શું?
રમેશ : તું તેમને જોઈ તો શકીશને? આવા પ્રેમીઓ દિવસના અજવાળામાં પ્રેમ કરતાં શરમાય છે, એટલે અંધારી રાત જ પસંદ કરે છે. કેમ મંજરી! તું શું કહે છે?  
'''રમેશ :''' તું તેમને જોઈ તો શકીશને? આવા પ્રેમીઓ દિવસના અજવાળામાં પ્રેમ કરતાં શરમાય છે, એટલે અંધારી રાત જ પસંદ કરે છે. કેમ મંજરી! તું શું કહે છે?  
મંજરી : આવી વાતનો આ૫ણને જરાયે અનુભવ નથી. દિનેશને થશે એટલે.....
'''મંજરી :''' આવી વાતનો આ૫ણને જરાયે અનુભવ નથી. દિનેશને થશે એટલે.....
દિનેશ : મ-ને શેનો અનુભવ થશે? તું કહેવા શું માંગે છે?
'''દિનેશ :''' મ-ને શેનો અનુભવ થશે? તું કહેવા શું માંગે છે?
મંજરી : વાહ, આમ ચિડાઈ શું જાઓ છો! આ રમેશભાઈ તમારા માટે શું ધારશે?
'''મંજરી :''' વાહ, આમ ચિડાઈ શું જાઓ છો! આ રમેશભાઈ તમારા માટે શું ધારશે?
દિનેશ : તું બોલે છે એવું, એટલે ચીડ આવે જ ને!
'''દિનેશ :''' તું બોલે છે એવું, એટલે ચીડ આવે જ ને!
મંજરી : હું તો એમ જ કહેતી હતી, કે તમે રાતના જશો એટલે અનેક જાતના પ્રણયના રંગો જોશો તો ખરા જ ને? અને પછી જે અનુભવ થાય તે અમને આવીને કહેજો, બીજું શું?
'''મંજરી :''' હું તો એમ જ કહેતી હતી, કે તમે રાતના જશો એટલે અનેક જાતના પ્રણયના રંગો જોશો તો ખરા જ ને? અને પછી જે અનુભવ થાય તે અમને આવીને કહેજો, બીજું શું?
દિનેશ : I can not understand you.
'''દિનેશ :''' I can not understand you.
રમેશ : મંજરી, હું જાઉં? મિયાં-બીબીની ટપાટપીમાં આપણું કામ નહિ. Bye-Bye દિનેશ. મંજરી! તને ગમે ત્યારે મળી જઈશ (જતાં જતાં) દિનેશ! Enjoy yourself.
'''રમેશ :''' મંજરી, હું જાઉં? મિયાં-બીબીની ટપાટપીમાં આપણું કામ નહિ. Bye-Bye દિનેશ. મંજરી! તને ગમે ત્યારે મળી જઈશ (જતાં જતાં) દિનેશ! Enjoy yourself.
દિનેશ : (ગુસ્સે થઈને) હું શું ત્યાં મજા કરવા જાઉં છું, કે ફરજ પર જાઉં છું?
'''દિનેશ :''' (ગુસ્સે થઈને) હું શું ત્યાં મજા કરવા જાઉં છું, કે ફરજ પર જાઉં છું?
રમેશ : એમ છેડાઈ શા માટે પડે છે? તું ફરજ માટે જાય છે તેની કોણ ના પાડે છે.  પણ આ તો duty plus pleasures plus enjoyment. કેમ ખરું કે નહિ? પંચગીનીની ગુલાબી ઠંડીમાં મજા પડશે. વારુ ત્યારે, Bye-Bye (જાય છે,)
'''રમેશ :''' એમ છેડાઈ શા માટે પડે છે? તું ફરજ માટે જાય છે તેની કોણ ના પાડે છે.  પણ આ તો duty plus pleasures plus enjoyment. કેમ ખરું કે નહિ? પંચગીનીની ગુલાબી ઠંડીમાં મજા પડશે. વારુ ત્યારે, Bye-Bye (જાય છે,)
[તેની પાછળ મંજરી પણ જવા લાગે છે. દિનેશ તેને બેલાવે છે.]
[તેની પાછળ મંજરી પણ જવા લાગે છે. દિનેશ તેને બેલાવે છે.]
દિનેશ : મંજરી!
'''દિનેશ :''' મંજરી!
મંજરી : (પાછી ફરીને) કેમ?
'''મંજરી :''' (પાછી ફરીને) કેમ?
દિનેશ : મારે તારી સાથે વાત કરવી છે.
'''દિનેશ :''' મારે તારી સાથે વાત કરવી છે.
મંજરી : કરી શકો છો.
'''મંજરી :''' કરી શકો છો.
દિનેશ : બેસ આહીં..... (મંજરી બેસે છે)
'''દિનેશ :''' બેસ આહીં..... (મંજરી બેસે છે)
મંજરી : આ બેઠી.....બોલો શું કહેવું છે.
'''મંજરી :''' આ બેઠી.....બોલો શું કહેવું છે.
દિનેશ : (ખિસ્સામાંથી બીલો કાઢીને) આ શું છે તે ખબર છે?
'''દિનેશ :''' (ખિસ્સામાંથી બીલો કાઢીને) આ શું છે તે ખબર છે?
મંજરી : કેમ નહિ? બીલ છે, એમાં શું કંઈ શક જેવું છે?
'''મંજરી :''' કેમ નહિ? બીલ છે, એમાં શું કંઈ શક જેવું છે?
દિનેશ : બીલ છે, તે તો હું પણ જોઈ શકું છું.
'''દિનેશ :''' બીલ છે, તે તો હું પણ જોઈ શકું છું.
મંજરી : (કટાક્ષમાં) એટલું પણ જોઈ શકો છો, જાણીને આનંદ…
'''મંજરી :''' (કટાક્ષમાં) એટલું પણ જોઈ શકો છો, જાણીને આનંદ…
દિનેશ : (ક્રોધમાં) હું પૂછું છું કે આટલાં બધાં બીલ શાનાં છે?  
'''દિનેશ :''' (ક્રોધમાં) હું પૂછું છું કે આટલાં બધાં બીલ શાનાં છે?  
મંજરી : તે તો બીલમાં જ લખ્યું હશેને? નથી દેખાતું? લાવો બતાવું?
'''મંજરી :''' તે તો બીલમાં જ લખ્યું હશેને? નથી દેખાતું? લાવો બતાવું?
[દિનેશ ટેબલ પર બીલ પછાડે છે. મંજરી એક પછી એક લઈને]
[દિનેશ ટેબલ પર બીલ પછાડે છે. મંજરી એક પછી એક લઈને]
મંજરી : જુઓ. આ બીલ છે, કાપડિયાનું! આ બીલ છે બનારસી શેલાવાળાનું, આ છે ઝવેરીનું, આ છે દરજીનું, આ છે-
'''મંજરી :''' જુઓ. આ બીલ છે, કાપડિયાનું! આ બીલ છે બનારસી શેલાવાળાનું, આ છે ઝવેરીનું, આ છે દરજીનું, આ છે-
દિનેશ : મારે એ બધું નથી સાંભળવું.
'''દિનેશ :''' મારે એ બધું નથી સાંભળવું.
મંજરી : પણ હમણાં જ તો તમે પૂછ્યું કે આ બીલ શાનાં છે? એનો હું જવાબ આપું છું ને!
'''મંજરી :''' પણ હમણાં જ તો તમે પૂછ્યું કે આ બીલ શાનાં છે? એનો હું જવાબ આપું છું ને!
દિનેશ : નક્કામી માથાફોડ મૂક, આ બીલનું શું કરવાનું છે, એ કહીશ?
'''દિનેશ :''' નક્કામી માથાફોડ મૂક, આ બીલનું શું કરવાનું છે, એ કહીશ?
મંજરી (હસીને) ઓ….હો........હો એ…મ! હવે સમજી.....ફાવે તે આપ કરી શકો છો. કચરાની ટોપલીમાં ફેંકી દઈ શકો છો,  ફાડી નાંખી શકો છો, બાળી દઈ શકો છો, ૫ણ તમને નથી લાગતું કે સૌથી સારો રસ્તો તો તે બીલ ભરી દેવાનો જ છે. પછી તો જેવી તમારી મરજી.
મંજરી (હસીને) ઓ….હો........હો એ…મ! હવે સમજી.....ફાવે તે આપ કરી શકો છો. કચરાની ટોપલીમાં ફેંકી દઈ શકો છો,  ફાડી નાંખી શકો છો, બાળી દઈ શકો છો, ૫ણ તમને નથી લાગતું કે સૌથી સારો રસ્તો તો તે બીલ ભરી દેવાનો જ છે. પછી તો જેવી તમારી મરજી.


દિનેશ : આ તો હવે હદ થાય છે, મંજરી!
'''દિનેશ :''' આ તો હવે હદ થાય છે, મંજરી!
મંજરી : વાહ, એમ કંઈ ગુસ્સે થઈ જવાય, darling! (પ્યાર કરવા જાય છે) મેં થોડી ચીજો લીધી એમાં એવું કરો તે મને કે.....વું લાગે? ને તમે જ નહોતા કહેતા કે મારે કપડાં સારાં જ પહેરવાં જોઈએ? એટલે તો મેં લીધાં.
'''મંજરી :''' વાહ, એમ કંઈ ગુસ્સે થઈ જવાય, darling! (પ્યાર કરવા જાય છે) મેં થોડી ચીજો લીધી એમાં એવું કરો તે મને કે.....વું લાગે? ને તમે જ નહોતા કહેતા કે મારે કપડાં સારાં જ પહેરવાં જોઈએ? એટલે તો મેં લીધાં.
દિનેશ : મારી પાસે તો પઈના તાકડા નથી, ને તું દર મહિને કોઈ ને કોઈ બીલ તૈયાર કરીને રાખી જ મૂકે છે.
'''દિનેશ :''' મારી પાસે તો પઈના તાકડા નથી, ને તું દર મહિને કોઈ ને કોઈ બીલ તૈયાર કરીને રાખી જ મૂકે છે.
મંજરી : આ કંઈ બહુ ખર્ચ કર્યો કહેવાય? ને તમારી પાસે તાકડા તો છે જ. ખોટું ન બોલો. (લાડમાં) પેલી પૈસાદાર દરદી હાથમાં છે ત્યાં સુધી.....એનું નામ શું..... હા.....હા.... મિસિસ મખ્ખનલાલ, (હસીને) હું તો એનું નામ ઘડીઘડી ભૂલી જાઉં છું.
'''મંજરી :''' આ કંઈ બહુ ખર્ચ કર્યો કહેવાય? ને તમારી પાસે તાકડા તો છે જ. ખોટું ન બોલો. (લાડમાં) પેલી પૈસાદાર દરદી હાથમાં છે ત્યાં સુધી.....એનું નામ શું..... હા.....હા.... મિસિસ મખ્ખનલાલ, (હસીને) હું તો એનું નામ ઘડીઘડી ભૂલી જાઉં છું.
દિનેશ : Hang Mrs. મખ્ખનલાલ.
'''દિનેશ :''' Hang Mrs. મખ્ખનલાલ.
મંજરી : (દિનેશને મોંએ હાથ દઈને) ના, ના, ના, એવું ન બોલતા. એ નહિ હોય તો પછી કોને દર અઠવાડિયે ઑપરેશન કરશો, ને પછી કોની સાથે પંચગીની પણ જશો?
'''મંજરી :''' (દિનેશને મોંએ હાથ દઈને) ના, ના, ના, એવું ન બોલતા. એ નહિ હોય તો પછી કોને દર અઠવાડિયે ઑપરેશન કરશો, ને પછી કોની સાથે પંચગીની પણ જશો?
દિનેશ : તું કહેવા શું માંગે છે?
'''દિનેશ :''' તું કહેવા શું માંગે છે?
મંજરી : કંઈ જ નહિ. વળી તમને શું આ બાબતમાં કંઈ કહેવા જેવું લાગે છે ખરું?
'''મંજરી :''' કંઈ જ નહિ. વળી તમને શું આ બાબતમાં કંઈ કહેવા જેવું લાગે છે ખરું?
દિનેશ : (બીલ જોઈને) આ બીલ તા. ૯ મીનું લાગે છે.
'''દિનેશ :''' (બીલ જોઈને) આ બીલ તા. ૯ મીનું લાગે છે.
મંજરી : હા. તા. ૯મી ને શનિવાર. તે દિવસે race હતી ખરું ને?
'''મંજરી :''' હા. તા. ૯મી ને શનિવાર. તે દિવસે race હતી ખરું ને?
દિનેશ : પણ હું તો.....ઑપરેશન-
'''દિનેશ :''' પણ હું તો.....ઑપરેશન-
મંજરી : હા, હા. તમે તો ઑપરેશનમાં જ ગયા હતા. કોણ કહે છે કે રેઈસમાં ગયા હતા? પણ મને તમારા વિના ઘરમાં એવું સૂનું લાગ્યું, એ.....વું સૂ.....નું લાગ્યું કે શું કહું? ક્યાંય ન ગમ્યું એટલે જરા બજારમાં ગઈ ને થોડું ઘણું ખરીદ કર્યું.
'''મંજરી :''' હા, હા. તમે તો ઑપરેશનમાં જ ગયા હતા. કોણ કહે છે કે રેઈસમાં ગયા હતા? પણ મને તમારા વિના ઘરમાં એવું સૂનું લાગ્યું, એ.....વું સૂ.....નું લાગ્યું કે શું કહું? ક્યાંય ન ગમ્યું એટલે જરા બજારમાં ગઈ ને થોડું ઘણું ખરીદ કર્યું.
દિનેશ : ન ગમે તે ફરવા ન જવાય? ખરીદ કરવા જ જવું પડે તેવું થેાડું છે?
'''દિનેશ :''' ન ગમે તે ફરવા ન જવાય? ખરીદ કરવા જ જવું પડે તેવું થેાડું છે?
મંજરી : ફરવામાં તો કોઈ સાથીની જરૂર પડે ને? એકલા કંઈ ગમે? અને તમે હતા ઑપરેશનના કામમાં, એટલે શું થાય? મારે પછી તો ગમે તેમ કરીને મારું મન બહેલાવવું જ રહ્યું ને! તમને શું લાગે છે, darling? મને થયું કે ખરીદી કરવાથી જ મારું મન જરા આનંદમાં રહેશે.
'''મંજરી :''' ફરવામાં તો કોઈ સાથીની જરૂર પડે ને? એકલા કંઈ ગમે? અને તમે હતા ઑપરેશનના કામમાં, એટલે શું થાય? મારે પછી તો ગમે તેમ કરીને મારું મન બહેલાવવું જ રહ્યું ને! તમને શું લાગે છે, darling? મને થયું કે ખરીદી કરવાથી જ મારું મન જરા આનંદમાં રહેશે.
દિનેશ : Ridiculous, કેવી મૂર્ખ જેવી વાત કરે છે. (બીજું બીલ જોઈને) ને આ બીલ છે પાછું તા. ૧૬ મીનું.
'''દિનેશ :''' Ridiculous, કેવી મૂર્ખ જેવી વાત કરે છે. (બીજું બીલ જોઈને) ને આ બીલ છે પાછું તા. ૧૬ મીનું.
મંજરી : હા, ૧૬મી ને પાછો શનિવાર. તે દિવસે પણ મિસિસ મખ્ખનલાલને તમે ઑપરેશન કર્યું હતું ને? એટલે તે દિવસે પણ હું એકલી પડી ગઈ, ને ત્યારે મન બહેલાવવા પાછું બજારમાં જવું પડ્યું, ને-
'''મંજરી :''' હા, ૧૬મી ને પાછો શનિવાર. તે દિવસે પણ મિસિસ મખ્ખનલાલને તમે ઑપરેશન કર્યું હતું ને? એટલે તે દિવસે પણ હું એકલી પડી ગઈ, ને ત્યારે મન બહેલાવવા પાછું બજારમાં જવું પડ્યું, ને-
દિનેશ : Don't be silly (ખૂબ ક્રોધમાં) મનને બહેલાવવા માટે આટલી મોંઘી વસ્તુઓની જરૂર પડે છે, તે તો મેં આજે જ જાણ્યું.
'''દિનેશ :''' Don't be silly (ખૂબ ક્રોધમાં) મનને બહેલાવવા માટે આટલી મોંઘી વસ્તુઓની જરૂર પડે છે, તે તો મેં આજે જ જાણ્યું.
મંજરી : સૌથી મોંઘી સાડીઓ તો તા. ૨૩મી ને શનિવારે લીધી. તે દિવસે તો ખૂબ મોટું ઑપરેશન હતું ને! અને ૩૦મી ને શનિવારે તો બંગડી જ લઈ આવી.
'''મંજરી :''' સૌથી મોંઘી સાડીઓ તો તા. ૨૩મી ને શનિવારે લીધી. તે દિવસે તો ખૂબ મોટું ઑપરેશન હતું ને! અને ૩૦મી ને શનિવારે તો બંગડી જ લઈ આવી.
દિનેશ : તને થયું છે શું, મંજરી?
'''દિનેશ :''' તને થયું છે શું, મંજરી?
મંજરી : મને તે કંઈ નથી થયું, પણ બિચારી મિસિસ મખ્ખનલાલને કેટલું ભોગવવું પડે છે. દર અઠવાડિયે (ખડખડાટ હસી પડે છે) ઑપરેશન!
'''મંજરી :''' મને તે કંઈ નથી થયું, પણ બિચારી મિસિસ મખ્ખનલાલને કેટલું ભોગવવું પડે છે. દર અઠવાડિયે (ખડખડાટ હસી પડે છે) ઑપરેશન!
દિનેશ : તને આમાં હસવા જેવું શું લાગે છે?
'''દિનેશ :''' તને આમાં હસવા જેવું શું લાગે છે?
મંજરી : કંઈ જ નહિ. રડી નથી શકાતું માટે હસું છું. દિનેશ! તમે ઑપરેશન માટે શનિવાર જ કેમ પસંદ કરતા? ચીકણો વાર તેથી?
'''મંજરી :''' કંઈ જ નહિ. રડી નથી શકાતું માટે હસું છું. દિનેશ! તમે ઑપરેશન માટે શનિવાર જ કેમ પસંદ કરતા? ચીકણો વાર તેથી?
દિનેશ : તને જરા નવાઈ લાગે છે ખરું?
'''દિનેશ :''' તને જરા નવાઈ લાગે છે ખરું?
મંજરી : ના તો કેમ કહેવાય?
'''મંજરી :''' ના તો કેમ કહેવાય?
દિનેશ : પણ એમાં જરાયે નવાઈ જેવું નથી.
'''દિનેશ :''' પણ એમાં જરાયે નવાઈ જેવું નથી.
મંજરી : ઓ........ હ!
'''મંજરી :''' ઓ........ હ!
દિનેશ : તું જાણે છે કે મને રેઈસનો જરા શોખ છે, ને તે શોખ ડૉક્ટર માટે ઠીક નહિ કહેવાય. તેથી જ હું આ દિવસ પસંદ કરતો, એટલે કામમાં હોઉં તેથી ધારું તોયે રેઈસમાં જઈ જ ન શકાય.
'''દિનેશ :''' તું જાણે છે કે મને રેઈસનો જરા શોખ છે, ને તે શોખ ડૉક્ટર માટે ઠીક નહિ કહેવાય. તેથી જ હું આ દિવસ પસંદ કરતો, એટલે કામમાં હોઉં તેથી ધારું તોયે રેઈસમાં જઈ જ ન શકાય.
મંજરી : Explanation જરા વિચિત્ર લાગે છે અને આવું ડહાપણ પણ જરા વધારે પડતું લાગે છે ખરું - તમે ઑપરેશન તે સવારે જ કરતા હશો ને? અને રેઈસ તો બપોરે શરૂ થાય!
'''મંજરી :''' Explanation જરા વિચિત્ર લાગે છે અને આવું ડહાપણ પણ જરા વધારે પડતું લાગે છે ખરું - તમે ઑપરેશન તે સવારે જ કરતા હશો ને? અને રેઈસ તો બપોરે શરૂ થાય!
દિનેશ : (ક્રોધમાં) સમજતી નથી ને માથાફોડ કરે છે. સવારે એ૫રેરેશન કર્યું હોય એટલે બપોરે થાક લાગે કે નહિ? અને તે ઉપરાંત બીજું પણ કામ હોય કે નહિ?
'''દિનેશ :''' (ક્રોધમાં) સમજતી નથી ને માથાફોડ કરે છે. સવારે એ૫રેરેશન કર્યું હોય એટલે બપોરે થાક લાગે કે નહિ? અને તે ઉપરાંત બીજું પણ કામ હોય કે નહિ?
મંજરી : હો.....ય, હો.....ય જરૂ૨ હોય, ડૉક્ટરને કામ ન હોય તેમ કોણ કહી શકે?
'''મંજરી :''' હો.....ય, હો.....ય જરૂ૨ હોય, ડૉક્ટરને કામ ન હોય તેમ કોણ કહી શકે?
દિનેશ : જવા દે એ વાત. જો આ વખતે તો હું બીલ ભરી દઉં છું, પણ-
'''દિનેશ :''' જવા દે એ વાત. જો આ વખતે તો હું બીલ ભરી દઉં છું, પણ-
મંજરી : મને ખાતરી હતી કે ભરી જ દેશો.
'''મંજરી :''' મને ખાતરી હતી કે ભરી જ દેશો.
દિનેશ : પણ ભવિષ્યમાં હવે બીજાં બીલ તૈયાર ન કરતી તે કહી રાખું છું.
'''દિનેશ :''' પણ ભવિષ્યમાં હવે બીજાં બીલ તૈયાર ન કરતી તે કહી રાખું છું.
મંજરી : વાહ એમ તે હોય? મિસિસ મખ્ખનલાલ જેવી પૈસાદાર દરદી મળી છે, પછી આમ ચીંગુસવેડા શું કરતા હશો, (લાડમાં બોલે છે) darling!
'''મંજરી :''' વાહ એમ તે હોય? મિસિસ મખ્ખનલાલ જેવી પૈસાદાર દરદી મળી છે, પછી આમ ચીંગુસવેડા શું કરતા હશો, (લાડમાં બોલે છે) darling!
દિનેશ :  હજી સુધી તો મેં એની પાસેથી એક પાઈ પણ લીધી નથી.
'''દિનેશ :''' હજી સુધી તો મેં એની પાસેથી એક પાઈ પણ લીધી નથી.
મંજરી : પણ હવે તો એ પંચગીની જવા જેવી થઈ છે ને? એટલે હવે તો મોટું મજાનું બીલ બનાવીને મોકલી દેજો.
'''મંજરી :''' પણ હવે તો એ પંચગીની જવા જેવી થઈ છે ને? એટલે હવે તો મોટું મજાનું બીલ બનાવીને મોકલી દેજો.
દિનેશ : એ કેમ બને? એવડો આંકડો જોઈને એને heart attack જ આવી જાય..... અને એની આવી નાજુક હાલતમાં as a doctor હું એમ કેમ કરી શકું?
'''દિનેશ :''' એ કેમ બને? એવડો આંકડો જોઈને એને heart attack જ આવી જાય..... અને એની આવી નાજુક હાલતમાં as a doctor હું એમ કેમ કરી શકું?
મંજરી : આવો case રિબાયા કરે છે તેના કરતાં heart attack આવીને જલદી જ પૂરો થઈ જાય, તોયે શું ખોટું?
'''મંજરી :''' આવો case રિબાયા કરે છે તેના કરતાં heart attack આવીને જલદી જ પૂરો થઈ જાય, તોયે શું ખોટું?
દિનેશ : તું તો તદ્દન હૃદયહીન છે. તું એ ભૂલી જાય છે કે મને એની સાથે મમતા બંધાઈ ગઈ છે. મને એ દરદી કરતાં વધારે મિત્ર જેવી જ લાગે છે.
'''દિનેશ :''' તું તો તદ્દન હૃદયહીન છે. તું એ ભૂલી જાય છે કે મને એની સાથે મમતા બંધાઈ ગઈ છે. મને એ દરદી કરતાં વધારે મિત્ર જેવી જ લાગે છે.
મંજરી : તો તો બહુ જ સારું. ત્યારે તો ડૉક્ટરની ફી ઉપરાંત મિત્ર તરીકે તેના વિલમાંથી પણ સારી રકમ મળવાનો chance ખરો. ત્યારે તો હું હીરાની વીંટી ને હીરાનું લોકેટ લઈ જ નાખું.
'''મંજરી :''' તો તો બહુ જ સારું. ત્યારે તો ડૉક્ટરની ફી ઉપરાંત મિત્ર તરીકે તેના વિલમાંથી પણ સારી રકમ મળવાનો chance ખરો. ત્યારે તો હું હીરાની વીંટી ને હીરાનું લોકેટ લઈ જ નાખું.
દિનેશ : Humbug. એ વીલમાં કંઈ આપે તો યે હું ન લઉં, સમજી? (ક્રોધમાં)  
'''દિનેશ :''' Humbug. એ વીલમાં કંઈ આપે તો યે હું ન લઉં, સમજી? (ક્રોધમાં)  
મંજરી : વાહ એવું શા માટે? તમારા નામે લેતાં સંકોચ થતો હોય તો તમે મારા નામે લઈ લેજો અને પાછા પંચગીની સાથે જવાના છો તેનો charge ત્રણ ચાર હજારનો તો કરશો જ ને?
'''મંજરી :''' વાહ એવું શા માટે? તમારા નામે લેતાં સંકોચ થતો હોય તો તમે મારા નામે લઈ લેજો અને પાછા પંચગીની સાથે જવાના છો તેનો charge ત્રણ ચાર હજારનો તો કરશો જ ને?
દિનેશ : મંજરી! તને થયું છે શું? (ખૂબ બૂમ મારીને બોલે છે.)
'''દિનેશ :''' મંજરી! તને થયું છે શું? (ખૂબ બૂમ મારીને બોલે છે.)
મંજરી : હાય મા! હું તે તમારી બૂમથી ગભરાઈ ગઈ ઊ…ઊ… (લાડમાં) તમે તો મને ડરાવી મૂકી.
'''મંજરી :''' હાય મા! હું તે તમારી બૂમથી ગભરાઈ ગઈ ઊ…ઊ… (લાડમાં) તમે તો મને ડરાવી મૂકી.
દિનેશ : હજી પણ તારો વિચાર કંઈ ખરીદવાનો તો નથીને?
'''દિનેશ :''' હજી પણ તારો વિચાર કંઈ ખરીદવાનો તો નથીને?
મંજરી : જુઓને! કાલે ઊઠીશ ને જોઈશ કે તમે ઘરમાં નથી, ત્યારે મને કેવું સૂનું લાગશે! ને ત્યાં તો તમે દરદીને હસાવતા હશો, એ વિચારે તો ઓ…....હ ભગવાન!
'''મંજરી :''' જુઓને! કાલે ઊઠીશ ને જોઈશ કે તમે ઘરમાં નથી, ત્યારે મને કેવું સૂનું લાગશે! ને ત્યાં તો તમે દરદીને હસાવતા હશો, એ વિચારે તો ઓ…....હ ભગવાન!
દિનેશ : તને ન ગમે તો તારી કાકીને અહીં બોલાવી લેજે.
'''દિનેશ :''' તને ન ગમે તો તારી કાકીને અહીં બોલાવી લેજે.
મંજરી : ના રે ના. એના કરતાં ખરીદવામાં મને ઠીક મજા પડે છે.
'''મંજરી :''' ના રે ના. એના કરતાં ખરીદવામાં મને ઠીક મજા પડે છે.
દિનેશ : આ રીતે એકલતા ભૂલવા માટે કેટલી બુટ્ટી, કેટલી બંગડીઓ ને કેટલાં શેલાંની જરૂર પડ્યા કરશે, તે પૂછી શકું છું?
'''દિનેશ :''' આ રીતે એકલતા ભૂલવા માટે કેટલી બુટ્ટી, કેટલી બંગડીઓ ને કેટલાં શેલાંની જરૂર પડ્યા કરશે, તે પૂછી શકું છું?
મંજરી : જેટલી વખત દુઃખ લાગે તેટલી વખત દુઃખને સમાવવું જ રહ્યું ને? તમે જ કહો છો ને કે દુઃખ ને ચિંતામાં રહીએ તો ફીટનો રોગ થઈ જાય. ને મને હિસ્ટીરિયા થઈ આવે એ તમને ગમશે, Darling?
'''મંજરી :''' જેટલી વખત દુઃખ લાગે તેટલી વખત દુઃખને સમાવવું જ રહ્યું ને? તમે જ કહો છો ને કે દુઃખ ને ચિંતામાં રહીએ તો ફીટનો રોગ થઈ જાય. ને મને હિસ્ટીરિયા થઈ આવે એ તમને ગમશે, Darling?
દિનેશ : તારા જેવી સ્ત્રી બીજી કોઈ હશે કે કેમ તે શંકા ભર્યું છે. તું આજ એક વાત કાન ખોલીને સાંભળી લે, કે મિસિસ મખ્ખનલાલ સાથે પંચગીની જવાનું હું કશું જ લેવાનો નથી.
'''દિનેશ :''' તારા જેવી સ્ત્રી બીજી કોઈ હશે કે કેમ તે શંકા ભર્યું છે. તું આજ એક વાત કાન ખોલીને સાંભળી લે, કે મિસિસ મખ્ખનલાલ સાથે પંચગીની જવાનું હું કશું જ લેવાનો નથી.
મંજરી : હં.....હં........હં.....એવું તે કંઈ હોય? તમારે મારો પણ વિચાર તો કરવો જોઈએને? ન કરે નારાયણ ને ધારો કે કાલે ઊઠીને તમને કંઈ થયું તો પછી મારું શું થાય, Darling?
'''મંજરી :''' હં.....હં........હં.....એવું તે કંઈ હોય? તમારે મારો પણ વિચાર તો કરવો જોઈએને? ન કરે નારાયણ ને ધારો કે કાલે ઊઠીને તમને કંઈ થયું તો પછી મારું શું થાય, Darling?
દિનેશ : તું મને મરેલો વાંચે છે એમને?
'''દિનેશ :''' તું મને મરેલો વાંચે છે એમને?
મંજરી : ના રે ના, પણ આ તો ન કરે નારાયણ ને તમને કંઈક થયું તો? એટલે, પૈસા તો પૂરે..... પૂરા જ લઈ લેવા સમજ્યાને.
'''મંજરી :''' ના રે ના, પણ આ તો ન કરે નારાયણ ને તમને કંઈક થયું તો? એટલે, પૈસા તો પૂરે..... પૂરા જ લઈ લેવા સમજ્યાને.
દિનેશ : (નાખુશ મને) હં! (નિસાસો નાખીને) મંજરી! તને હવે મારા પર લાગણી જ નથી રહી ખરું!
'''દિનેશ :''' (નાખુશ મને) હં! (નિસાસો નાખીને) મંજરી! તને હવે મારા પર લાગણી જ નથી રહી ખરું!
મંજરી : એવું વળી શા ઉપરથી લાગ્યું?
'''મંજરી :''' એવું વળી શા ઉપરથી લાગ્યું?
દિનેશ : લાગણી હોય તો મારી મરવાની વાત કદાપિ તારા મોંમાંથી નીકળે ખરી? હું કેટલા દિવસથી જોઉં છું કે તું તદ્દન બદલાઈ ગઈ છે.  
'''દિનેશ :''' લાગણી હોય તો મારી મરવાની વાત કદાપિ તારા મોંમાંથી નીકળે ખરી? હું કેટલા દિવસથી જોઉં છું કે તું તદ્દન બદલાઈ ગઈ છે.  
મંજરી : એવું કશું જ નથી.
'''મંજરી :''' એવું કશું જ નથી.
દિનેશ : નથી શું, છે જ. હવે તો હું ઑફિસે જાઉં છું, ત્યારે બારણાં સુધી તું આવતી નથી, હું ક્યારે પાછો આવીશ તેમ પણ પૂછતી નથી, હું છાપું વાંચતો હોઉં ત્યારે પહેલાંની જેમ ખુરશીના હાથા પર બેસીને તોફાન પણ કરતી નથી.
'''દિનેશ :''' નથી શું, છે જ. હવે તો હું ઑફિસે જાઉં છું, ત્યારે બારણાં સુધી તું આવતી નથી, હું ક્યારે પાછો આવીશ તેમ પણ પૂછતી નથી, હું છાપું વાંચતો હોઉં ત્યારે પહેલાંની જેમ ખુરશીના હાથા પર બેસીને તોફાન પણ કરતી નથી.
મંજરી : તમને ગમે નહિ પછી એવું કરીને શા માટે કંટાળો આપવો?
'''મંજરી :''' તમને ગમે નહિ પછી એવું કરીને શા માટે કંટાળો આપવો?
  દિનેશ : પરન્તુ તું એવું કરતી ત્યારે મને લાગતું હતું કે તું મને ચાહે છે, ને હવે એ નથી કરતી ત્યારે લુખ્ખું લુખ્ખું લાગ્યા કરે છે… (ઘંટડી થાય છે-નોકર ખોલવા જાય છે) અત્યારે કોણ આવ્યું?  
  '''દિનેશ :''' પરન્તુ તું એવું કરતી ત્યારે મને લાગતું હતું કે તું મને ચાહે છે, ને હવે એ નથી કરતી ત્યારે લુખ્ખું લુખ્ખું લાગ્યા કરે છે… (ઘંટડી થાય છે-નોકર ખોલવા જાય છે) અત્યારે કોણ આવ્યું?  
મંજરી : કોઈ દરદી હશે. (હસીને)
'''મંજરી :''' કોઈ દરદી હશે. (હસીને)
દિનેશ : અત્યારે તે હું જ દરદી છું. મારી કોઈ દવા કરો તો સારું!
'''દિનેશ :''' અત્યારે તે હું જ દરદી છું. મારી કોઈ દવા કરો તો સારું!
[વિલાસ પ્રવેશ કરે છે]
[વિલાસ પ્રવેશ કરે છે]
વિલાસ : આવુંને? બેની વચમાં વિઘ્ન તો નથી નાખ્યું ને! (હસીને)
વિલાસ : આવુંને? બેની વચમાં વિઘ્ન તો નથી નાખ્યું ને! (હસીને)
મંજરી : ના રે ના. તું આવે છે તે તો અમને બહુ જ ગમે છે. ખરું ને, દિનેશ! આવ બેસને! શું કંઈ ચા-પાણી લઈશ?
'''મંજરી :''' ના રે ના. તું આવે છે તે તો અમને બહુ જ ગમે છે. ખરું ને, દિનેશ! આવ બેસને! શું કંઈ ચા-પાણી લઈશ?
વિલાસ : નહિ, thanks! મંજરી! આજે તો હું ડૉક્ટરને consult કરવા જ ખાસ આવી છું. An official visit, you see?
વિલાસ : નહિ, thanks! મંજરી! આજે તો હું ડૉક્ટરને consult કરવા જ ખાસ આવી છું. An official visit, you see?
મંજરી : કેમ કંઈ તબિયત બરાબર નથી રહેતી?
'''મંજરી :''' કેમ કંઈ તબિયત બરાબર નથી રહેતી?
વિલાસ : સહેજ એવું જ ચાલ્યા કરે છે. થ.....યું કે ડૉક્ટરને બતાવી આવું. કેમ ડૉક્ટર સાહેબ! મારો case હાથમાં તો લેશોને?  
વિલાસ : સહેજ એવું જ ચાલ્યા કરે છે. થ.....યું કે ડૉક્ટરને બતાવી આવું. કેમ ડૉક્ટર સાહેબ! મારો case હાથમાં તો લેશોને?  
દિનેશ : તમારા માટે કહો તે કરવા તૈયાર છું.
'''દિનેશ :''' તમારા માટે કહો તે કરવા તૈયાર છું.
વિલાસ : પણ એમાં મિત્રતાનો લાભ લેવાનો નથી હો. I want to pay.
વિલાસ : પણ એમાં મિત્રતાનો લાભ લેવાનો નથી હો. I want to pay.
મંજરી : વાહ, તારી પાસેથી દિનેશ પૈસા લે, તે કંઈ બને? વારુ, તો હું બીજા રૂમમાં જાઉં? તબિયત બતાવવી છે ને!
'''મંજરી :''' વાહ, તારી પાસેથી દિનેશ પૈસા લે, તે કંઈ બને? વારુ, તો હું બીજા રૂમમાં જાઉં? તબિયત બતાવવી છે ને!
વિલાસ : If you please. તને વાંધો તો નથી ને! મને કોઈ દેખતાં તબિયત બતાવવી ન ગમે, માટે.
વિલાસ : If you please. તને વાંધો તો નથી ને! મને કોઈ દેખતાં તબિયત બતાવવી ન ગમે, માટે.
મંજરી : હા. હા. હું સમજી ગઈ. હું જાઉં છું. (જતાં જતાં) ૫ણ તું સંભાળજે, કારણ કે એમની દવામાં બહુ ભરોસો કરવા જેવું નથી. (જાય છે)
'''મંજરી :''' હા. હા. હું સમજી ગઈ. હું જાઉં છું. (જતાં જતાં) ૫ણ તું સંભાળજે, કારણ કે એમની દવામાં બહુ ભરોસો કરવા જેવું નથી. (જાય છે)
દિનેશ : (ચીડમાં) વિલાસ! પાછી અહીં કેમ આવી? શું ખરેખર તબિયત બગડી ગઈ છે?
'''દિનેશ :''' (ચીડમાં) વિલાસ! પાછી અહીં કેમ આવી? શું ખરેખર તબિયત બગડી ગઈ છે?
વિલાસ : જરાયે નહીં. તબિયત તો નંબર one છે.
વિલાસ : જરાયે નહીં. તબિયત તો નંબર one છે.
દિનેશ : તો પછી અહીં આવવાનું કારણ?
'''દિનેશ :''' તો પછી અહીં આવવાનું કારણ?
વિલાસ : તું ડૉક્ટર છે તેનો એ જ ફાયદો છે ને? તને જ્યારે એકાંતમાં મળવું હોય ત્યારે–તારી પત્નીની આંખ સામે પણ સહેલાઈથી મળી શકાય. કેમ ખરી વાત છે ને?
વિલાસ : તું ડૉક્ટર છે તેનો એ જ ફાયદો છે ને? તને જ્યારે એકાંતમાં મળવું હોય ત્યારે–તારી પત્નીની આંખ સામે પણ સહેલાઈથી મળી શકાય. કેમ ખરી વાત છે ને?
દિનેશ : (કંટાળીને) હં.
'''દિનેશ :''' (કંટાળીને) હં.
[આ વખતે વિલાસ બારણા પાસે જઈને જુએ છે, કાન માંડી સાંભળે છે.]
[આ વખતે વિલાસ બારણા પાસે જઈને જુએ છે, કાન માંડી સાંભળે છે.]
દિનેશ : તું, ત્યાં શું જુએ છે?
'''દિનેશ :''' તું, ત્યાં શું જુએ છે?
વિલાસ : ચોકસાઈ કરી જોઉં છું, કે મંજરી બારણા પાછળથી સાંભળતી તો નથીને?  
વિલાસ : ચોકસાઈ કરી જોઉં છું, કે મંજરી બારણા પાછળથી સાંભળતી તો નથીને?  
દિનેશ : (ચીડમાં) મંજરી કદાપિ એવું કરે નહિ.
'''દિનેશ :''' (ચીડમાં) મંજરી કદાપિ એવું કરે નહિ.
વિલાસ : એમાં ચિડાઈ શું જાય છે! ઘણાં બૈરાં એવું કરે.
વિલાસ : એમાં ચિડાઈ શું જાય છે! ઘણાં બૈરાં એવું કરે.
દિનેશ : એ....મ! તો હજી સુધી એવાંના સહવાસમાં આવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું નથી.
'''દિનેશ :''' એ....મ! તો હજી સુધી એવાંના સહવાસમાં આવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું નથી.
વિલાસ : તું તો ચિડાઈ ગયો! (લાડ કરે છે) હમણાં તો આમ ઘડી ઘડી ચિડાઈ જ જાય છે. હવે મને પહેલાં જેટલી ચાહતા જ નથી, નહિ તો આમ ન કરો.
વિલાસ : તું તો ચિડાઈ ગયો! (લાડ કરે છે) હમણાં તો આમ ઘડી ઘડી ચિડાઈ જ જાય છે. હવે મને પહેલાં જેટલી ચાહતા જ નથી, નહિ તો આમ ન કરો.
દિનેશ : એ બધી પ્રેમપિંજણ છોડ અને અત્યારે તું અહીં શા માટે આવી છે તે કહે. તું સ્ટેશને જ મળવાની હતી, બધું જ નક્કી કર્યું હતું, તારી ટિકિટ પણ તને આપી દીધી હતી : પછી અત્યારે આવવાની શી જરૂર પડી?
'''દિનેશ :''' એ બધી પ્રેમપિંજણ છોડ અને અત્યારે તું અહીં શા માટે આવી છે તે કહે. તું સ્ટેશને જ મળવાની હતી, બધું જ નક્કી કર્યું હતું, તારી ટિકિટ પણ તને આપી દીધી હતી : પછી અત્યારે આવવાની શી જરૂર પડી?
વિલાસ : મારે જરા મંજરીને મળવું હતું.
વિલાસ : મારે જરા મંજરીને મળવું હતું.
દિનેશ : મંજરીને મળવું હતું? તારે? શા માટે?
'''દિનેશ :''' મંજરીને મળવું હતું? તારે? શા માટે?
વિલાસ : મને એની મૂર્ખાઈ જોવી ગમે છે. એની આંખ સામે જ આપણે મોજ ઉડાવીએ છીએ, છતાંયે મૂર્ખીને કશો જ વહેમ આવતો નથી. આવી મૂર્ખી સ્ત્રી તો મેં આ પહેલી જ જોઈ.
વિલાસ : મને એની મૂર્ખાઈ જોવી ગમે છે. એની આંખ સામે જ આપણે મોજ ઉડાવીએ છીએ, છતાંયે મૂર્ખીને કશો જ વહેમ આવતો નથી. આવી મૂર્ખી સ્ત્રી તો મેં આ પહેલી જ જોઈ.
દિનેશ : વિલાસ! મંજરી વિષે આ રીતે વાત કરવામાં તને શું મળે છે?
'''દિનેશ :''' વિલાસ! મંજરી વિષે આ રીતે વાત કરવામાં તને શું મળે છે?
વિલાસ : છે તેવું કહેવામાં કંઈ હરકત છે?
વિલાસ : છે તેવું કહેવામાં કંઈ હરકત છે?
દિનેશ : મંજરીને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે, નહિ તો આપણને આમ એકબીજાના આટલા સમાગમમાં આવવા દે?
'''દિનેશ :''' મંજરીને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે, નહિ તો આપણને આમ એકબીજાના આટલા સમાગમમાં આવવા દે?
વિલાસ : મૂરખની સરદાર છે. (હસે છે)
વિલાસ : મૂરખની સરદાર છે. (હસે છે)
દિનેશ : વિલાસ! આમાં હસવા જેવું શું છે?
'''દિનેશ :''' વિલાસ! આમાં હસવા જેવું શું છે?
વિલાસ : તો શું રડવા જેવું છે?
વિલાસ : તો શું રડવા જેવું છે?
દિનેશ : હા, મને તો તેવું જ લાગે છે. મને કોઈ કોઈ વાર તો બહુ જ દુઃખ પણ થાય છે.
'''દિનેશ :''' હા, મને તો તેવું જ લાગે છે. મને કોઈ કોઈ વાર તો બહુ જ દુઃખ પણ થાય છે.
વિલાસ : દુઃખ શા માટે લાગે! એ એની મૂર્ખાઈથી સગવડતા કરી આપે છે, તેથી ઊલટાનો આનંદ થવો જોઈએ.
વિલાસ : દુઃખ શા માટે લાગે! એ એની મૂર્ખાઈથી સગવડતા કરી આપે છે, તેથી ઊલટાનો આનંદ થવો જોઈએ.
દિનેશ : આનંદ નથી થતો, પણ દુઃખ જ થાય છે. એ જો વહેમ લાવતી હોત, શકની નજરે જોતી હોત, તે માટે ઝઘડો કરતી હોત, મુશ્કેલી ઊભી કરતી હોત તો, મને કદાચ આમાં આનંદ લાગત. પણ એ મારા પર આટલો ભરોસો રાખે છે, તે વિચારથી જ હું દુઃખી થઈ જાઉં છું, ને ઘડીઘડી દિલમાં થયા કરે છે કે આટલી વિશ્વાસુ સ્ત્રીનો હું વિશ્વાસઘાત કરી રહ્યો છું.
'''દિનેશ :''' આનંદ નથી થતો, પણ દુઃખ જ થાય છે. એ જો વહેમ લાવતી હોત, શકની નજરે જોતી હોત, તે માટે ઝઘડો કરતી હોત, મુશ્કેલી ઊભી કરતી હોત તો, મને કદાચ આમાં આનંદ લાગત. પણ એ મારા પર આટલો ભરોસો રાખે છે, તે વિચારથી જ હું દુઃખી થઈ જાઉં છું, ને ઘડીઘડી દિલમાં થયા કરે છે કે આટલી વિશ્વાસુ સ્ત્રીનો હું વિશ્વાસઘાત કરી રહ્યો છું.
વિલાસ : એનો અર્થ એ જ કે તમે મને હવે પહેલાં જેટલી નથી જ ચાહતા.
વિલાસ : એનો અર્થ એ જ કે તમે મને હવે પહેલાં જેટલી નથી જ ચાહતા.
દિનેશ : તને ચાહું છું……. ચાહું છું..... ચાહું છું....., એનો એકરાર કેટલી વાર કરાવીશ?
'''દિનેશ :''' તને ચાહું છું……. ચાહું છું..... ચાહું છું....., એનો એકરાર કેટલી વાર કરાવીશ?
વિલાસ : જુઠ્ઠું,  તદ્દન જુઠ્ઠું. જો મને ખરેખર જ ચાહતા હોત તો મંજરી માટે દુ:ખ થાત જ નહિ. તમે મારા પ્રેમનું અપમાન કરો છો. (રડી પડે છે ) મને તરછોડો છો !
વિલાસ : જુઠ્ઠું,  તદ્દન જુઠ્ઠું. જો મને ખરેખર જ ચાહતા હોત તો મંજરી માટે દુ:ખ થાત જ નહિ. તમે મારા પ્રેમનું અપમાન કરો છો. (રડી પડે છે ) મને તરછોડો છો !
દિનેશ : (તેની પાસે જઈને) હું નથી તારા પ્રેમનું અપમાન કરતો કે નથી તને તરછોડતો, હું તો ફક્ત એટલું જ કહું છું કે મંજરી પ્રતિ આવી વર્તણૂક રાખવા માટે મને ઘણી વાર દુઃખ થાય છે, બસ એટલું જ.
'''દિનેશ :''' (તેની પાસે જઈને) હું નથી તારા પ્રેમનું અપમાન કરતો કે નથી તને તરછોડતો, હું તો ફક્ત એટલું જ કહું છું કે મંજરી પ્રતિ આવી વર્તણૂક રાખવા માટે મને ઘણી વાર દુઃખ થાય છે, બસ એટલું જ.
વિલાસ : હવે તો બસ, મંજરી, મંજરી ને મંજરી જ થઈ પડ્યું છે. જો એમ જ હતું તો પછી એને મૂકીને મારી પાસે આવ્યા'તા જ શું કામ?
વિલાસ : હવે તો બસ, મંજરી, મંજરી ને મંજરી જ થઈ પડ્યું છે. જો એમ જ હતું તો પછી એને મૂકીને મારી પાસે આવ્યા'તા જ શું કામ?
દિનેશ : એ સવાલનો જવાબ કોઈ આપી શકે તો કેવું સારું?  
'''દિનેશ :''' એ સવાલનો જવાબ કોઈ આપી શકે તો કેવું સારું?  
વિલાસ  : તમને મારા માટે લાગણી જ નથી. તમને મારી દરકાર જ નથી....
વિલાસ  : તમને મારા માટે લાગણી જ નથી. તમને મારી દરકાર જ નથી....
દિનેશ : આથી વધારે કઈ રીતે લાગણી રાખું તો તને સંતોષ થાય?
'''દિનેશ :''' આથી વધારે કઈ રીતે લાગણી રાખું તો તને સંતોષ થાય?
વિલાસ : (દિનેશના ગળામાં હાથ નાખીને) જો તમે મને ખરેખર જ ચાહતા હો, તો તમારા મનમાં હું એકલી જ હોઉં, બસ એકલી જ, બીજું કોઈ નહિ! પણ તમે મને ચાહતા જ નથી ને. (લાડમાં તરછોડીને)
વિલાસ : (દિનેશના ગળામાં હાથ નાખીને) જો તમે મને ખરેખર જ ચાહતા હો, તો તમારા મનમાં હું એકલી જ હોઉં, બસ એકલી જ, બીજું કોઈ નહિ! પણ તમે મને ચાહતા જ નથી ને. (લાડમાં તરછોડીને)
દિનેશ : ધાર કે નથી ચાહતો તો?
'''દિનેશ :''' ધાર કે નથી ચાહતો તો?
વિલાસ : હું જાણતી જ હતી. (રડે છે) આખરે મને દગો જ દેવાનાને? મને શી ખબર કે-
વિલાસ : હું જાણતી જ હતી. (રડે છે) આખરે મને દગો જ દેવાનાને? મને શી ખબર કે-
દિનેશ : મહેરબાની કરીને તું રડ નહિ
'''દિનેશ :''' મહેરબાની કરીને તું રડ નહિ
વિલાસ : હું રડીશ (રડતાં બોલે છે) રડીશ, તમે મને ચાહશો નહિ તો હું જરૂર રડીશ.
વિલાસ : હું રડીશ (રડતાં બોલે છે) રડીશ, તમે મને ચાહશો નહિ તો હું જરૂર રડીશ.
દિનેશ : જરા ધીમે બોલ નોકર ચાકર સાંભળશે. મહેરબાની કરીને જરા શાન્ત થા.
'''દિનેશ :''' જરા ધીમે બોલ નોકર ચાકર સાંભળશે. મહેરબાની કરીને જરા શાન્ત થા.
વિલાસ : તમે મને ચાહતા જ નથી, તેમ ચોખ્ખું જ કહી દ્યોને!
વિલાસ : તમે મને ચાહતા જ નથી, તેમ ચોખ્ખું જ કહી દ્યોને!
દિનેશ : વિલાસ! હું તને ચાહું છું, પણ........
'''દિનેશ :''' વિલાસ! હું તને ચાહું છું, પણ........
વિલાસ : પણ.....શું?
વિલાસ : પણ.....શું?
દિનેશ : આપણે પંચગીની જવાનું હમણાં બંધ રાખીએ તો?
'''દિનેશ :''' આપણે પંચગીની જવાનું હમણાં બંધ રાખીએ તો?
વિલાસ : ઓહ! (ગુસ્સામાં) હવે સમજી, કેમ મંજરી ના પાડે છે?
વિલાસ : ઓહ! (ગુસ્સામાં) હવે સમજી, કેમ મંજરી ના પાડે છે?
દિનેશ : એને આ વાત સાથે કશો જ સંબંધ નથી.
'''દિનેશ :''' એને આ વાત સાથે કશો જ સંબંધ નથી.
વિલાસ : All right. (ગુસ્સામાં) જેમ કરવું હોય તેમ કરી શકો છો.
વિલાસ : All right. (ગુસ્સામાં) જેમ કરવું હોય તેમ કરી શકો છો.
દિનેશ : (એની પાસે જઈને એને અડકીને) તું આમ ગુસ્સે ન થઈ જા.
'''દિનેશ :''' (એની પાસે જઈને એને અડકીને) તું આમ ગુસ્સે ન થઈ જા.
વિલાસ : (ખસી જાય છે) બસ બહુ થયું. હવે મને અડકો મા- મારી પાસે પણ ન આવો..... જોઈ લીધા તમને!
વિલાસ : (ખસી જાય છે) બસ બહુ થયું. હવે મને અડકો મા- મારી પાસે પણ ન આવો..... જોઈ લીધા તમને!
દિનેશ : વિલાસ! તું મને સમજતી નથી. તારા માટે તો, તું કહે તે કરવા હું તૈયાર છું ૫.....ણ-
'''દિનેશ :''' વિલાસ! તું મને સમજતી નથી. તારા માટે તો, તું કહે તે કરવા હું તૈયાર છું ૫.....ણ-
વિલાસ : પણ પંચગીની જવા તૈયાર નથી એમ જ ને?
વિલાસ : પણ પંચગીની જવા તૈયાર નથી એમ જ ને?
દિનેશ : તારી બહુ મરજી હશે તો પંચગીની પણ જઈશું. બસ હવે ખુ….શ?
'''દિનેશ :''' તારી બહુ મરજી હશે તો પંચગીની પણ જઈશું. બસ હવે ખુ….શ?
વિલાસ : (હાસ્તો) ખરેખર..... (લાડમાં) તમે કેવા સારા છો દિનેશ?
વિલાસ : (હાસ્તો) ખરેખર..... (લાડમાં) તમે કેવા સારા છો દિનેશ?
દિનેશ : (નિસાસો) હું કેવો છું તે તો હું પોતે પણ સમજી શકતો નથી.
'''દિનેશ :''' (નિસાસો) હું કેવો છું તે તો હું પોતે પણ સમજી શકતો નથી.
વિલાસ : દિનેશ! પેલા હારના પૈસા આપવાના છે. (લાડમાં) આજે આપે છે ને?
વિલાસ : દિનેશ! પેલા હારના પૈસા આપવાના છે. (લાડમાં) આજે આપે છે ને?
દિનેશ : થોડા દિવસ પછી આપું તો ચાલે તેમ નથી?
'''દિનેશ :''' થોડા દિવસ પછી આપું તો ચાલે તેમ નથી?
વિલાસ : કેટલા દિવસથી માણસ ધક્કા ખાય છે, ને ક્યાં વધારે છે?
વિલાસ : કેટલા દિવસથી માણસ ધક્કા ખાય છે, ને ક્યાં વધારે છે?
દિનેશ : વારુ, (ચેક કાઢીને લખી આપે છે, ને વિલાસને આપે છે)
'''દિનેશ :''' વારુ, (ચેક કાઢીને લખી આપે છે, ને વિલાસને આપે છે)
વિલાસ : (ચેક લેતાં લેતાં) Oh, you are so sweet. ચુંબન કરે છે ને ચેક પર્સમાં મૂકે છે)
વિલાસ : (ચેક લેતાં લેતાં) Oh, you are so sweet. ચુંબન કરે છે ને ચેક પર્સમાં મૂકે છે)
દિનેશ : બહુ વાર થઈ ગઈ. હવે મંજરીને બોલાવું?
'''દિનેશ :''' બહુ વાર થઈ ગઈ. હવે મંજરીને બોલાવું?
વિલાસ : એને બેલાવતાં પહેલાં prescription તો લખી આપ, નહિ તો એને શું બતાવીશ? (હસીને)
વિલાસ : એને બેલાવતાં પહેલાં prescription તો લખી આપ, નહિ તો એને શું બતાવીશ? (હસીને)
દિનેશ : તારું કામ ભારે પાકું છે,  
'''દિનેશ :''' તારું કામ ભારે પાકું છે,  
[દિનેશ લખે છે. પછી બારણા પાસે જઈને મંજરીને બૂમ મારે છે. મંજરી અંદરથી જવાબ આપે છે, કે આવી. વિલાસ અરીસામાં જોઈને વાળ ઠીક કરે છે. સાડી બરાબર ગોઠવે છે ને ઠીક થઈને બેસે છે, ત્યાં મંજરી પ્રવેશે છે.]
[દિનેશ લખે છે. પછી બારણા પાસે જઈને મંજરીને બૂમ મારે છે. મંજરી અંદરથી જવાબ આપે છે, કે આવી. વિલાસ અરીસામાં જોઈને વાળ ઠીક કરે છે. સાડી બરાબર ગોઠવે છે ને ઠીક થઈને બેસે છે, ત્યાં મંજરી પ્રવેશે છે.]
મંજરી : કેમ? તબિયત બતાવી લીધી?
'''મંજરી :''' કેમ? તબિયત બતાવી લીધી?
વિલાસ : હા. અને દવા પણ લખાવી લીધીને, વારુ, ત્યારે હું જાઉં? આજે ડૉક્ટરને બહુ રોકી રાખ્યા કેમ?
વિલાસ : હા. અને દવા પણ લખાવી લીધીને, વારુ, ત્યારે હું જાઉં? આજે ડૉક્ટરને બહુ રોકી રાખ્યા કેમ?
મંજરી : એ તો એમનો ધંધો છે, એમાં શું? પણ તું ઊઠી કેમ? બેસને!  
'''મંજરી :''' એ તો એમનો ધંધો છે, એમાં શું? પણ તું ઊઠી કેમ? બેસને!  
વિલાસ : ના, હવે જાઉં. બહારગામથી આવ્યા પછી તને મળી જઈશ.
વિલાસ : ના, હવે જાઉં. બહારગામથી આવ્યા પછી તને મળી જઈશ.
મંજરી : ક્યાં જવાની છો?
'''મંજરી :''' ક્યાં જવાની છો?
વિલાસ : પંચગીની જવાની છું. કેમ ડૉકટરે કંઈ કહ્યું જ નથી કે શું?  
વિલાસ : પંચગીની જવાની છું. કેમ ડૉકટરે કંઈ કહ્યું જ નથી કે શું?  
મંજરી : કામમાં ભૂલી ગયા હશે. કેમ હવાફેર માટે જાય છે?
'''મંજરી :''' કામમાં ભૂલી ગયા હશે. કેમ હવાફેર માટે જાય છે?
વિલાસ : વાત એમ છે કે મિસિસ મખ્ખનલાલ પંચગીની જવાનાં છે, ને છેલ્લી ઘડીએ એમની બાઈ માંદી પડી ગઈ છે, એટલે બિચારાંએ મને કહ્યું.
વિલાસ : વાત એમ છે કે મિસિસ મખ્ખનલાલ પંચગીની જવાનાં છે, ને છેલ્લી ઘડીએ એમની બાઈ માંદી પડી ગઈ છે, એટલે બિચારાંએ મને કહ્યું.
મંજરી : તો તું એમની બાઈની જગ્યાએ જવાની છે?
'''મંજરી :''' તો તું એમની બાઈની જગ્યાએ જવાની છે?
વિલાસ : બાઈની જગ્યાએ તો શું પણ એક કમ્પેનિયન તરીકે, મંજરી!! હું જાઉં તેમાં તને તો વાંધો નથી ને?
વિલાસ : બાઈની જગ્યાએ તો શું પણ એક કમ્પેનિયન તરીકે, મંજરી!! હું જાઉં તેમાં તને તો વાંધો નથી ને?
મંજરી : મને? મને શા માટે વાંધો હોય?
'''મંજરી :''' મને? મને શા માટે વાંધો હોય?
વિલાસ : કોઈ કોઈ બૈરાં એવાં વહેમી હોય છે-મને ડર હતો કે ડૉક્ટર સાથે હું પંચગીની જાઉં તે કદાચ તને ન પણ ગમે!
વિલાસ : કોઈ કોઈ બૈરાં એવાં વહેમી હોય છે-મને ડર હતો કે ડૉક્ટર સાથે હું પંચગીની જાઉં તે કદાચ તને ન પણ ગમે!
મંજરી: તું પણ શું નાખી દેવા જેવી વાત કરે છે? હું તો ખુશી થઈ, કારણ કે દિનેશને તારા જેવી સુંદર કંપની મળશે, એટલે વધારે મજા પડશે. કેમ ખરુંને દિનેશ?
મંજરી: તું પણ શું નાખી દેવા જેવી વાત કરે છે? હું તો ખુશી થઈ, કારણ કે દિનેશને તારા જેવી સુંદર કંપની મળશે, એટલે વધારે મજા પડશે. કેમ ખરુંને દિનેશ?
દિનેશ : એક કરતાં બે ભલા.
'''દિનેશ :''' એક કરતાં બે ભલા.
વિલાસ : ને પાછા આવતાં ય અમે બંને ભેગાં જ આવીશું.  
વિલાસ : ને પાછા આવતાં ય અમે બંને ભેગાં જ આવીશું.  
મંજરી : બહુ જ સરસ. (ઘંટડી થાય છે. નોકર ખોલે છે.)
'''મંજરી :''' બહુ જ સરસ. (ઘંટડી થાય છે. નોકર ખોલે છે.)
વિલાસ : વારુ ત્યારે જાઉં. તૈયારી પણ કરવી છે.
વિલાસ : વારુ ત્યારે જાઉં. તૈયારી પણ કરવી છે.
મંજરી : બસ જઈશ જ?
'''મંજરી :''' બસ જઈશ જ?
[રમેશ પ્રવેશ કરે છે, ને વિલાસ જાય છે. બંને બારણામાં સામાં મળી જાય છે.]
[રમેશ પ્રવેશ કરે છે, ને વિલાસ જાય છે. બંને બારણામાં સામાં મળી જાય છે.]
રમેશ : વિલાસબેન મળવા આવ્યાં હતાં દિનેશ?
'''રમેશ :''' વિલાસબેન મળવા આવ્યાં હતાં દિનેશ?
મંજરી : હા. એ પણ દિનેશ સાથે જ પંચગીની જાય છે. બેસોને રમેશભાઈ! હું થોડીવારમાં આવું છું. (જાય છે)
'''મંજરી :''' હા. એ પણ દિનેશ સાથે જ પંચગીની જાય છે. બેસોને રમેશભાઈ! હું થોડીવારમાં આવું છું. (જાય છે)
રમેશ : દિનેશ, છે તો ભારે આકર્ષક હં!
'''રમેશ :''' દિનેશ, છે તો ભારે આકર્ષક હં!
દિનેશ : હં, કોણ ભારે આકર્ષક છે?
'''દિનેશ :''' હં, કોણ ભારે આકર્ષક છે?
રમેશ : તું ક્યાં નથી જાણતો? તારે મજા છે, દોસ્ત!
'''રમેશ :''' તું ક્યાં નથી જાણતો? તારે મજા છે, દોસ્ત!
દિનેશ: શેની મજા?
દિનેશ: શેની મજા?
રમેશ: (હસીને) એ તું ક્યાં નથી જાણતો? નક્કામા ઢોંગ શા માટે કરે છે. વખત આવ્યો છે તો લહેર કરી લેને! આ ઉંમરે મજા નહિ કરીએ, તો શું ઘડપણમાં કરીશું? ખરુંને દોસ્ત? (વાંસામાં મારે છે)
રમેશ: (હસીને) એ તું ક્યાં નથી જાણતો? નક્કામા ઢોંગ શા માટે કરે છે. વખત આવ્યો છે તો લહેર કરી લેને! આ ઉંમરે મજા નહિ કરીએ, તો શું ઘડપણમાં કરીશું? ખરુંને દોસ્ત? (વાંસામાં મારે છે)
દિનેશ : શેની મજા ને શેની લહેર?
'''દિનેશ :''' શેની મજા ને શેની લહેર?
રમેશ : વાહ, તું એમ ન સમજતો કે રમેશની આંખ બંધ છે. એમ તો આપણે આંખો ખુલ્લી રાખીને જ ફરીએ છીએ. તારે તો ખરેખર લહેર છે, હો.
'''રમેશ :''' વાહ, તું એમ ન સમજતો કે રમેશની આંખ બંધ છે. એમ તો આપણે આંખો ખુલ્લી રાખીને જ ફરીએ છીએ. તારે તો ખરેખર લહેર છે, હો.
દિનેશ : લહેર, હં લહેર જ છે – પણ જોજે તું ભૂલેચૂકે આવી લહેરમાં ફસાઈ ન જતો.
'''દિનેશ :''' લહેર, હં લહેર જ છે – પણ જોજે તું ભૂલેચૂકે આવી લહેરમાં ફસાઈ ન જતો.
રમેશ : કેવી લહેર?
'''રમેશ :''' કેવી લહેર?
દિનેશ : જેવી તું ધારે છે તેવી.
'''દિનેશ :''' જેવી તું ધારે છે તેવી.
રમેશ : દિનેશ? (હસીને) કેમ? પ્રણયના રંગ કંઈ ફિક્કા પડવા લાગ્યા કે શું? પ્રેમના દરિયામાં ઓટ આવવા લાગી છે કે શું?
'''રમેશ :''' દિનેશ? (હસીને) કેમ? પ્રણયના રંગ કંઈ ફિક્કા પડવા લાગ્યા કે શું? પ્રેમના દરિયામાં ઓટ આવવા લાગી છે કે શું?
દિનેશ : મારે મન તો ભરતી ને ઓટ બધું સરખું જ છે.
'''દિનેશ :''' મારે મન તો ભરતી ને ઓટ બધું સરખું જ છે.
રમેશ : (પાસે જઈને પ્યારથી) હું તો તારો મિત્ર છું. મારાથી ખાનગી શું? કેમ, ખરુંને?……તો….શું પ્રેમ વિષે કાંઈ શંકા શરૂ થઈ ગઈ કે શું? સવાલો પુછાવા શરૂ થઈ ગયા? (લુચ્ચાઈથી)
'''રમેશ :''' (પાસે જઈને પ્યારથી) હું તો તારો મિત્ર છું. મારાથી ખાનગી શું? કેમ, ખરુંને?……તો….શું પ્રેમ વિષે કાંઈ શંકા શરૂ થઈ ગઈ કે શું? સવાલો પુછાવા શરૂ થઈ ગયા? (લુચ્ચાઈથી)
દિનેશ : (ગભરાઈને) તું શું પૂછે છે એ જ હું સમજતો નથી.  
'''દિનેશ :''' (ગભરાઈને) તું શું પૂછે છે એ જ હું સમજતો નથી.  
રમેશ : જોજે પાછો ફરી ન જતો. માંડમાંડ કમાન ઠેકાણે આવી છે ત્યાં છટકી જાય તે કેમ ચાલે? તો શું, ખરેખર શક આવવા લાગી ગયો છે?
'''રમેશ :''' જોજે પાછો ફરી ન જતો. માંડમાંડ કમાન ઠેકાણે આવી છે ત્યાં છટકી જાય તે કેમ ચાલે? તો શું, ખરેખર શક આવવા લાગી ગયો છે?
દિનેશ : હું ફરી વાર કહું છું કે તું શું પૂછે છે તે હું સમજી શકતો નથી, સમજ્યો?
'''દિનેશ :''' હું ફરી વાર કહું છું કે તું શું પૂછે છે તે હું સમજી શકતો નથી, સમજ્યો?
રમેશ : સમજે છે-બધું જ સમજે છે. ડૉક્ટર શરીરની અંદરના ભાગના એકએક આંતરડાની વાત પણ સમજી શકે, તે શું આવો ચોખ્ખો સવાલ ન સમજી શકે? પણ દિનેશ, સાચું પૂછે તો એમાં ગભરાવા જેવું કશું જ નથી. એ તો દરેક સ્ત્રી એમ જ પૂછવાની.
'''રમેશ :''' સમજે છે-બધું જ સમજે છે. ડૉક્ટર શરીરની અંદરના ભાગના એકએક આંતરડાની વાત પણ સમજી શકે, તે શું આવો ચોખ્ખો સવાલ ન સમજી શકે? પણ દિનેશ, સાચું પૂછે તો એમાં ગભરાવા જેવું કશું જ નથી. એ તો દરેક સ્ત્રી એમ જ પૂછવાની.
દિનેશ : શું પૂછવાની?
'''દિનેશ :''' શું પૂછવાની?
રમેશ : એ જ, કે તમે મને પહેલાં જેટલું નથી ચાહતા, હું હવે તમને નથી ગમતી, તમે મને નથી જ ચાહતા! તમે રોજ મોડા જ કેમ આવો છે, તમને મારા માટે લાગણી જ નથી ને, વગેરે વગેરે.
'''રમેશ :''' એ જ, કે તમે મને પહેલાં જેટલું નથી ચાહતા, હું હવે તમને નથી ગમતી, તમે મને નથી જ ચાહતા! તમે રોજ મોડા જ કેમ આવો છે, તમને મારા માટે લાગણી જ નથી ને, વગેરે વગેરે.
દિનેશ : મંજરી તો મને આવું કશુંયે પૂછતી નથી. હું ક્યારે આવું છું, ક્યારે જાઉં છું, શું કરું છું, ક્યાં ફરું છું: એની એને જાણે કશી પરવા જ નથી.
'''દિનેશ :''' મંજરી તો મને આવું કશુંયે પૂછતી નથી. હું ક્યારે આવું છું, ક્યારે જાઉં છું, શું કરું છું, ક્યાં ફરું છું: એની એને જાણે કશી પરવા જ નથી.
રમેશ : એ.....મ? તો તો જરા વિચાર કરવા જેવું ખરું. હં......... દિનેશ! જો મારી પત્ની મારામાં એટલો પણ રસ ન લે તો મને જરૂર ભય જ લાગે.
'''રમેશ :''' એ.....મ? તો તો જરા વિચાર કરવા જેવું ખરું. હં......... દિનેશ! જો મારી પત્ની મારામાં એટલો પણ રસ ન લે તો મને જરૂર ભય જ લાગે.
દિનેશ : ભય? ભય શેનો લાગવો'તો?
'''દિનેશ :''' ભય? ભય શેનો લાગવો'તો?
રમેશ : એ જ કે એના પ્રેમનો પ્રવાહ કોઈ બીજી દિશા તરફ તો નથી વળી ગયો ને? (લુચ્ચાઈથી)
'''રમેશ :''' એ જ કે એના પ્રેમનો પ્રવાહ કોઈ બીજી દિશા તરફ તો નથી વળી ગયો ને? (લુચ્ચાઈથી)
દિનેશ : તું શું કહેવા માગે છે?
'''દિનેશ :''' તું શું કહેવા માગે છે?
રમેશ : ખા…....સ તો કંઈ નહિ. મારું કહેવું એટલું જ છે કે આવા પ્રશ્નો પૂછવા તે સ્ત્રીઓનો સ્વભાવ છે, અને જો ન પૂછે તો સમજી લેવાનું કે મામલો કાંઈક ગંભીર છે.
'''રમેશ :''' ખા…....સ તો કંઈ નહિ. મારું કહેવું એટલું જ છે કે આવા પ્રશ્નો પૂછવા તે સ્ત્રીઓનો સ્વભાવ છે, અને જો ન પૂછે તો સમજી લેવાનું કે મામલો કાંઈક ગંભીર છે.
દિનેશ : તું શું એમ કહેવા માગે છે કે મંજરી બીજા કોઈની સાથે-
'''દિનેશ :''' તું શું એમ કહેવા માગે છે કે મંજરી બીજા કોઈની સાથે-
રમેશ : જો.....જો........ જો ક્યાં વિચાર દોડાવી દે છે? હું મંજરીની કશી વાત નથી કરતો. આ તો હું એમ કહું છું કે ધાર કે તને કોઈ ન પૂછે ને ધાર કે તારામાં કોઈ રસ ન લે ને ધાર કે તને આવતો જોઈને કોઈ સામે ન દોડે અને ધાર કે............
'''રમેશ :''' જો.....જો........ જો ક્યાં વિચાર દોડાવી દે છે? હું મંજરીની કશી વાત નથી કરતો. આ તો હું એમ કહું છું કે ધાર કે તને કોઈ ન પૂછે ને ધાર કે તારામાં કોઈ રસ ન લે ને ધાર કે તને આવતો જોઈને કોઈ સામે ન દોડે અને ધાર કે............
દિનેશ : બહુ થયું. મારે કંઈ ધારવું પણ નથી ને સાંભળવું પણ નથી.
'''દિનેશ :''' બહુ થયું. મારે કંઈ ધારવું પણ નથી ને સાંભળવું પણ નથી.
રમેશ : (ખભા ચડાવીને) All Right....કંઈ નહિ. તો આપણે આ ચાલ્યા.
'''રમેશ :''' (ખભા ચડાવીને) All Right....કંઈ નહિ. તો આપણે આ ચાલ્યા.
દિનેશ: તને જવાનું કોઈ કહે છે?
દિનેશ: તને જવાનું કોઈ કહે છે?
રમેશ : જ્યાં આ૫ણને કોઈ સાંભળવા પણ ન માગે, ત્યાં ઘડીભર પણ બેસવું આપણા જેવા ગૃહસ્થને શોભે નહિ. અને હું ગૃહસ્થ તો છું જ, તેની તો તું પણ ના નહિ કહી શકે. વારુ ત્યારે, Bye-Bye.  
'''રમેશ :''' જ્યાં આ૫ણને કોઈ સાંભળવા પણ ન માગે, ત્યાં ઘડીભર પણ બેસવું આપણા જેવા ગૃહસ્થને શોભે નહિ. અને હું ગૃહસ્થ તો છું જ, તેની તો તું પણ ના નહિ કહી શકે. વારુ ત્યારે, Bye-Bye.  
દિનેશ : મંજરીને પણ મળવું નથી?
'''દિનેશ :''' મંજરીને પણ મળવું નથી?
રમેશ : (જતાં જતાં) નહિ. Not when you are in this mood. અત્યારે મંજરીને મળું તો ચકમક ઝરી જવાનો ડર લાગે. માટે ચાલ્યો.
'''રમેશ :''' (જતાં જતાં) નહિ. Not when you are in this mood. અત્યારે મંજરીને મળું તો ચકમક ઝરી જવાનો ડર લાગે. માટે ચાલ્યો.
[રમેશ જાય છે અને મંજરી બીજી તરફથી પ્રવેશે છે.]
[રમેશ જાય છે અને મંજરી બીજી તરફથી પ્રવેશે છે.]
મંજરી : (દિનેશને વિચારમાં ફરતો જોઈને) રમેશભાઈ ચાલ્યા ગયા?
'''મંજરી :''' (દિનેશને વિચારમાં ફરતો જોઈને) રમેશભાઈ ચાલ્યા ગયા?
દિનેશ : હા હમણાં જ ગયો.
'''દિનેશ :''' હા હમણાં જ ગયો.
મંજરી : ઉતાવળ હશે, હં........ તમે તમારો સામાન પૅક કરી લીધો?
'''મંજરી :''' ઉતાવળ હશે, હં........ તમે તમારો સામાન પૅક કરી લીધો?
દિનેશ : નહિ. (એક ક્ષણ પછી) મંજરી, તું આંહીં બેસ, મારે તારી સાથે વાત કરવી છે.
'''દિનેશ :''' નહિ. (એક ક્ષણ પછી) મંજરી, તું આંહીં બેસ, મારે તારી સાથે વાત કરવી છે.
મંજરી : વાતમાં વળી પાછો વખત બગાડવો છે? તમારે સામાન પૅક નથી કરવો?
'''મંજરી :''' વાતમાં વળી પાછો વખત બગાડવો છે? તમારે સામાન પૅક નથી કરવો?
દિનેશ : પૅક થશે પછી. તું બેસ.
'''દિનેશ :''' પૅક થશે પછી. તું બેસ.
મંજરી : ભલે (બેસે છે) તમને પંચગીનીમાં હવાફેર સારો થશે હો, ને તમે હમણાં ખૂબ કામ કર્યું છે, તે આરામ પણ જોઈતો હતો તે મળી રહેશે ખરું ને?
'''મંજરી :''' ભલે (બેસે છે) તમને પંચગીનીમાં હવાફેર સારો થશે હો, ને તમે હમણાં ખૂબ કામ કર્યું છે, તે આરામ પણ જોઈતો હતો તે મળી રહેશે ખરું ને?
[આ અરસામાં દિનેશ મંજરીની ખુરશીના હાથા ઉપર બેસવા જાય છે, તે જોઈને ત્યાંથી ઊઠીને બીજી ખુરશીમાં જઈને બેસે છે.]
[આ અરસામાં દિનેશ મંજરીની ખુરશીના હાથા ઉપર બેસવા જાય છે, તે જોઈને ત્યાંથી ઊઠીને બીજી ખુરશીમાં જઈને બેસે છે.]
દિનેશ : મંજરી, હવે તને મારી પાસે બેસવું પણ ગમતું નથી, ખરું?
'''દિનેશ :''' મંજરી, હવે તને મારી પાસે બેસવું પણ ગમતું નથી, ખરું?
મંજરી : એવું શા પરથી લાગ્યું?
'''મંજરી :''' એવું શા પરથી લાગ્યું?
દિનેશ : જોને કેટલી દૂર ખુરશીમાં જઈને બેઠી! હવે તો હું બેસું છું તે જ ખુરશીના હાથા ઉપર પહેલાં જેમ મારી પાસે બેસતી પણ નથી!
'''દિનેશ :''' જોને કેટલી દૂર ખુરશીમાં જઈને બેઠી! હવે તો હું બેસું છું તે જ ખુરશીના હાથા ઉપર પહેલાં જેમ મારી પાસે બેસતી પણ નથી!
મંજરી : કેમ બેસાય! વરસો જાય તેમ ખુરશીના હાથા ઢીલા પડતા જાય ને ઉમ્મર ને શરીર વધતાં જાય એટલે એમ બેસવું ફાવે જ નહિ ને!
'''મંજરી :''' કેમ બેસાય! વરસો જાય તેમ ખુરશીના હાથા ઢીલા પડતા જાય ને ઉમ્મર ને શરીર વધતાં જાય એટલે એમ બેસવું ફાવે જ નહિ ને!
દિનેશ : આ શું સાચો જવાબ છે, મંજરી?
'''દિનેશ :''' આ શું સાચો જવાબ છે, મંજરી?
મંજરી : હું ખોટું બોલી શકું એવી તમને લાગું છું? ને હા, એક બીજું ૫ણ કારણ છે, ખરું.
'''મંજરી :''' હું ખોટું બોલી શકું એવી તમને લાગું છું? ને હા, એક બીજું ૫ણ કારણ છે, ખરું.
દિનેશ : બીજું શું કારણ છે, મંજરી?
'''દિનેશ :''' બીજું શું કારણ છે, મંજરી?
મંજરી : એ જ કે આમ જુદી ખુરશીમાં બેસવામાં જરા વધારે મજા પડે છે, એમ હવે મને લાગે છે.
'''મંજરી :''' એ જ કે આમ જુદી ખુરશીમાં બેસવામાં જરા વધારે મજા પડે છે, એમ હવે મને લાગે છે.
દિનેશ : આ તે કાંઈ કારણ કહેવાય!
'''દિનેશ :''' આ તે કાંઈ કારણ કહેવાય!
મંજરી : તો ત્રીજું કારણ પણ છે ખરું.
'''મંજરી :''' તો ત્રીજું કારણ પણ છે ખરું.
દિનેશ : એ પણ બીજા જેવું જ હશે.
'''દિનેશ :''' એ પણ બીજા જેવું જ હશે.
મંજરી : નહિ જ. ત્રીજું કારણ એ છે કે તમને એ બધું ગમતું નહોતું તેથી.....
'''મંજરી :''' નહિ જ. ત્રીજું કારણ એ છે કે તમને એ બધું ગમતું નહોતું તેથી.....
દિનેશ : (એની ખુરશીના હાથા ઉપર બેસવા જાય છે) મને ગમતું નહોતું? તને એમ કેમ લાગ્યું? (મંજરી પાછી બીજી ખુરશીમાં જઈને બેસે છે)
'''દિનેશ :''' (એની ખુરશીના હાથા ઉપર બેસવા જાય છે) મને ગમતું નહોતું? તને એમ કેમ લાગ્યું? (મંજરી પાછી બીજી ખુરશીમાં જઈને બેસે છે)
મંજરી : એમ લાગવાનાં ઘણાં કારણો છે, પણ અત્યારે વિગતમાં જવાનો વખત નથી. તમારે સામાન પૅક કરવાનો છે ને?
'''મંજરી :''' એમ લાગવાનાં ઘણાં કારણો છે, પણ અત્યારે વિગતમાં જવાનો વખત નથી. તમારે સામાન પૅક કરવાનો છે ને?
દિનેશ : મંજરી! વિલાસે કહ્યું કે તે પણ પંચગીની જવાની છે, ત્યારે તને નવાઈ ન લાગી?
'''દિનેશ :''' મંજરી! વિલાસે કહ્યું કે તે પણ પંચગીની જવાની છે, ત્યારે તને નવાઈ ન લાગી?
મંજરી : નવાઈ? (હસી પડે છે) એમાં નવાઈ લાગવા જેવું શું છે! (ખૂબ હસી પડે છે)
'''મંજરી :''' નવાઈ? (હસી પડે છે) એમાં નવાઈ લાગવા જેવું શું છે! (ખૂબ હસી પડે છે)
દિનેશ : તને હસવું શેનું આવે છે?
'''દિનેશ :''' તને હસવું શેનું આવે છે?
મંજરી : બેવકૂફીનું, બે....વ..... કૂ..... ફી..... નું (ને ખૂબ હસે છે.)
'''મંજરી :''' બેવકૂફીનું, બે....વ..... કૂ..... ફી..... નું (ને ખૂબ હસે છે.)
દિનેશ : કોની બેવકૂફી?
'''દિનેશ :''' કોની બેવકૂફી?
મંજરી : (હસતાં હસતાં જ) આ.....પ.....ણી
'''મંજરી :''' (હસતાં હસતાં જ) આ.....પ.....ણી
દિનેશ : (મંજરીને હલાવી નાખીને) કંઈ કહીશ કે બસ હસ્યા જ કરીશ !
'''દિનેશ :''' (મંજરીને હલાવી નાખીને) કંઈ કહીશ કે બસ હસ્યા જ કરીશ !
મંજરી  : (હસતાં જ) તમે મને શું ધારો છો? બેવકૂફ જ ને? મૂર્ખી ને? પણ, મને આ બધી પહેલેથી જ ખબર હતી.
મંજરી  : (હસતાં જ) તમે મને શું ધારો છો? બેવકૂફ જ ને? મૂર્ખી ને? પણ, મને આ બધી પહેલેથી જ ખબર હતી.
દિનેશ : આ બધી એટલે? શી ખબર હતી તને?
'''દિનેશ :''' આ બધી એટલે? શી ખબર હતી તને?
મંજરી : (હવે ગંભીર થઈને) કે તમે બંને ભેગાં જ જવાનાં છો  
'''મંજરી :''' (હવે ગંભીર થઈને) કે તમે બંને ભેગાં જ જવાનાં છો  
દિનેશ : તું શું કહેવા માગે છે? (ગભરાઈને)
'''દિનેશ :''' તું શું કહેવા માગે છે? (ગભરાઈને)
મંજરી : એમાં ગભરાવાની કશી જ જરૂર નથી, હું કંઈ પણ ન જાણતી હોઉં એવું અત્યાર સુધી તો બતાવી શકી, ૫ણ આજે તમે સીધો સવાલ પૂછીને મારા માટે મુશ્કેલી ઊભી કરી નાખી.
'''મંજરી :''' એમાં ગભરાવાની કશી જ જરૂર નથી, હું કંઈ પણ ન જાણતી હોઉં એવું અત્યાર સુધી તો બતાવી શકી, ૫ણ આજે તમે સીધો સવાલ પૂછીને મારા માટે મુશ્કેલી ઊભી કરી નાખી.
દિનેશ : તું આમ ગોળ ગોળ જ વાત કરીશ કે શું કહેવા માગે છે તે બરાબર સમજાય તેમ બોલીશ?
'''દિનેશ :''' તું આમ ગોળ ગોળ જ વાત કરીશ કે શું કહેવા માગે છે તે બરાબર સમજાય તેમ બોલીશ?
મંજરી : દિનેશ, તમારું હું બધું જ જાણું છું.
'''મંજરી :''' દિનેશ, તમારું હું બધું જ જાણું છું.
દિનેશ : અમારું? એટલે કે મારું?
'''દિનેશ :''' અમારું? એટલે કે મારું?
મંજરી : તમારું એટલે કે તમારા બન્નેનું! તમારું અને વિલાસનું.  
'''મંજરી :''' તમારું એટલે કે તમારા બન્નેનું! તમારું અને વિલાસનું.  
દિનેશ : (ગુસ્સામાં) તને મારામાં અવિશ્વાસ છે એમને? તને એમ છે કે હું.....
'''દિનેશ :''' (ગુસ્સામાં) તને મારામાં અવિશ્વાસ છે એમને? તને એમ છે કે હું.....
મંજરી : તમે ગરમ શું કામ થઈ જાઓ છો, Darling!
'''મંજરી :''' તમે ગરમ શું કામ થઈ જાઓ છો, Darling!
દિનેશ : તો તું શું જાણે છે?
'''દિનેશ :''' તો તું શું જાણે છે?
મંજરી : બધું જ. પહેલેથી તે છેલ્લે સુધી. બધું જ ! (દિનેશ ગભરાય છે) તેમાં છેલ્લા મહિનાથી તો જોવાની ખરેખરી મજા પડતી હતી. (હસે છે)
'''મંજરી :''' બધું જ. પહેલેથી તે છેલ્લે સુધી. બધું જ ! (દિનેશ ગભરાય છે) તેમાં છેલ્લા મહિનાથી તો જોવાની ખરેખરી મજા પડતી હતી. (હસે છે)
દિનેશ : (આશ્ચર્ય પામીને) મજા પડતી હતી?
'''દિનેશ :''' (આશ્ચર્ય પામીને) મજા પડતી હતી?
મંજરી : હા, બહુ જ મજા. સુંદર સંતાકૂકડીની રમત રમાતી હતી ને?  
'''મંજરી :''' હા, બહુ જ મજા. સુંદર સંતાકૂકડીની રમત રમાતી હતી ને?  
દિનેશ : તો તને આ બધી પહેલેથી જ ખબર હતી?
'''દિનેશ :''' તો તને આ બધી પહેલેથી જ ખબર હતી?
મંજરી : હા, મારા વહાલા પતિદેવ, હા. તમને એટલું પણ ન સમજાયું કે હું જાણી જોઈને તમને એકબીજાના સાંનિધ્યમાં મૂકવા પ્રયત્ન કરતી હતી!
'''મંજરી :''' હા, મારા વહાલા પતિદેવ, હા. તમને એટલું પણ ન સમજાયું કે હું જાણી જોઈને તમને એકબીજાના સાંનિધ્યમાં મૂકવા પ્રયત્ન કરતી હતી!
દિનેશ : ૫ણ હું તને ખાતરીથી કહું છું, કે તું ધારે છે એવું તેમાં કાંઈ જ નહોતું.
'''દિનેશ :''' ૫ણ હું તને ખાતરીથી કહું છું, કે તું ધારે છે એવું તેમાં કાંઈ જ નહોતું.
મંજરી : દિનેશ! તદ્દન હારી ગયેલા કેસને માટે હવે ક્યાં સુધી લડ્યા કરશો?
'''મંજરી :''' દિનેશ! તદ્દન હારી ગયેલા કેસને માટે હવે ક્યાં સુધી લડ્યા કરશો?
દિનેશ : પણ તો પછી તું અત્યાર સુધી કેમ કશું બોલી જ નહિ!
'''દિનેશ :''' પણ તો પછી તું અત્યાર સુધી કેમ કશું બોલી જ નહિ!
મંજરી : તમને શરમાવીને શો ફાયદો? ને, મારે તો આજે પણ નહોતું કહેવું. પણ તમે પૂછ્યું કે તને નવાઈ ન લાગી, એટલે તમારા ઢોંગ જોઈને હસી દેવાયું ને વાત નીકળી ગઈ.
'''મંજરી :''' તમને શરમાવીને શો ફાયદો? ને, મારે તો આજે પણ નહોતું કહેવું. પણ તમે પૂછ્યું કે તને નવાઈ ન લાગી, એટલે તમારા ઢોંગ જોઈને હસી દેવાયું ને વાત નીકળી ગઈ.
દિનેશ : તને મારા ઉપર ખૂબ ઘૃણા થતી હશે, ખરું?
'''દિનેશ :''' તને મારા ઉપર ખૂબ ઘૃણા થતી હશે, ખરું?
મંજરી : ના રે, ના. એમાં ઘૃણા શા માટે થાય?
'''મંજરી :''' ના રે, ના. એમાં ઘૃણા શા માટે થાય?
દિનેશ : Thanks પણ તને મારા ઉપર ચીડ તો આવી જ ગઈ હશે.
'''દિનેશ :''' Thanks પણ તને મારા ઉપર ચીડ તો આવી જ ગઈ હશે.
મંજરી : ના........રે ના, આવી નજીવી બાબતમાં હું ચિડાઉ એવી લાગું છું?
'''મંજરી :''' ના........રે ના, આવી નજીવી બાબતમાં હું ચિડાઉ એવી લાગું છું?
દિનેશ : નજીવી વાત! તારે મન આ નજીવી જ વાત છે?
'''દિનેશ :''' નજીવી વાત! તારે મન આ નજીવી જ વાત છે?
મંજરી : કેમ, નથી?
'''મંજરી :''' કેમ, નથી?
દિનેશ : તને તો આમાં સંતાકૂકડીની રમત જ લાગી, ખરું ને? રમત જોવાનો તને રસ પડ્યો એમ જ ને? મને તો એ જ આશ્ચર્ય થાય છે કે તું આ સાંખી જ કેમ શકી?
'''દિનેશ :''' તને તો આમાં સંતાકૂકડીની રમત જ લાગી, ખરું ને? રમત જોવાનો તને રસ પડ્યો એમ જ ને? મને તો એ જ આશ્ચર્ય થાય છે કે તું આ સાંખી જ કેમ શકી?
મંજરીઃ એમાં સાંખી લેવા જેવું શું હતું?  અને આપણને પરણ્યાં પાંચ વર્ષ તો થઈ ૫ણ ગયાં, પછી એકની જ સાથે પુરુષને બાંધી ૫ણ ક્યાં સુધી રાખી શકાય? કહે જોઈએ?
મંજરીઃ એમાં સાંખી લેવા જેવું શું હતું?  અને આપણને પરણ્યાં પાંચ વર્ષ તો થઈ ૫ણ ગયાં, પછી એકની જ સાથે પુરુષને બાંધી ૫ણ ક્યાં સુધી રાખી શકાય? કહે જોઈએ?
દિનેશ: બસ કર, મંજરી! (ક્રોધમાં)
દિનેશ: બસ કર, મંજરી! (ક્રોધમાં)
મંજરી : ને તે ઉપરાંત ખરેખર તમારી સંતાકૂકડીની રમત જોવાની જરા મજા પણ પડતી હતી!
'''મંજરી :''' ને તે ઉપરાંત ખરેખર તમારી સંતાકૂકડીની રમત જોવાની જરા મજા પણ પડતી હતી!
દિનેશ : મંજરી! તું ન બોલે તો જ સારું છે. તું બોલે છે ને મને કંઈક થઈ જાય છે. આવી ઘૃણાત્મક-આવી હલકી વાત તને નજીવી લાગી? તને રમત જેવી લાગી! ઓહ!
'''દિનેશ :''' મંજરી! તું ન બોલે તો જ સારું છે. તું બોલે છે ને મને કંઈક થઈ જાય છે. આવી ઘૃણાત્મક-આવી હલકી વાત તને નજીવી લાગી? તને રમત જેવી લાગી! ઓહ!
મંજરી : તમે નકામા આવી નાની વાતને ગંભીર સ્વરૂપ આપો છો? It was quite a harmless game!
'''મંજરી :''' તમે નકામા આવી નાની વાતને ગંભીર સ્વરૂપ આપો છો? It was quite a harmless game!
દિનેશ : સાચું પૂછ તો મને મારી રીતભાત કરતાં તારી આ જાતની attitude જોઈને તારા પર જ ચીડ આવે છે.
'''દિનેશ :''' સાચું પૂછ તો મને મારી રીતભાત કરતાં તારી આ જાતની attitude જોઈને તારા પર જ ચીડ આવે છે.
મંજરી : કેમ darling! મારી રીતભાતમાં કે મુત્સદ્દીપણામાં ક્યાંય ખામી જેવું લાગ્યું કે શું?
'''મંજરી :''' કેમ darling! મારી રીતભાતમાં કે મુત્સદ્દીપણામાં ક્યાંય ખામી જેવું લાગ્યું કે શું?
દિનેશ: મુત્સદ્દીપણું! તારામાં આવું મુત્સદ્દીપણું ક્યારથી આવ્યું?
દિનેશ: મુત્સદ્દીપણું! તારામાં આવું મુત્સદ્દીપણું ક્યારથી આવ્યું?
  મંજરી : સંજોગો બદલાયા ત્યારથી!
  '''મંજરી :''' સંજોગો બદલાયા ત્યારથી!
દિનેશ : મંજરી! તારી વર્તણૂક ખરેખર નવાઈ પમાડે તેવી છે.
'''દિનેશ :''' મંજરી! તારી વર્તણૂક ખરેખર નવાઈ પમાડે તેવી છે.
મંજરી : કેમ કંઈ ખરાબ વર્તણૂક છે? મેં એવું તે શું કર્યું?
'''મંજરી :''' કેમ કંઈ ખરાબ વર્તણૂક છે? મેં એવું તે શું કર્યું?
દિનેશ : તેં કંઈ કર્યું નથી તે જ દુઃખ છે. તારે કંઈક કરવું જ જોઈતું હતું.
'''દિનેશ :''' તેં કંઈ કર્યું નથી તે જ દુઃખ છે. તારે કંઈક કરવું જ જોઈતું હતું.
મંજરી : શું કરવું જોઈતું હતું?
'''મંજરી :''' શું કરવું જોઈતું હતું?
દિનેશ : તારે ઝઘડો કરવો જોઈતો હતો, તારે મને આમાંથી રોકવો જોઈતો હતો, તારે વિલાસને ધિક્કારવી જોઈતી હતી, તારે એને આવતી બંધ કરવી જોઈતી હતી, તારે અમને મળતાં રોકવાં જોઈતાં હતાં, તારે કંઈક તો કરવું જોઈતું હતું, પણ તેં તો કશું જ ન કર્યું, ને બસ બેઠાં બેઠાં રમત જ જોયા કરી! It is too terrible!
'''દિનેશ :''' તારે ઝઘડો કરવો જોઈતો હતો, તારે મને આમાંથી રોકવો જોઈતો હતો, તારે વિલાસને ધિક્કારવી જોઈતી હતી, તારે એને આવતી બંધ કરવી જોઈતી હતી, તારે અમને મળતાં રોકવાં જોઈતાં હતાં, તારે કંઈક તો કરવું જોઈતું હતું, પણ તેં તો કશું જ ન કર્યું, ને બસ બેઠાં બેઠાં રમત જ જોયા કરી! It is too terrible!
મંજરી : મને શી ખબર કે હું ઝઘડો કરું એ તમને ગમતું હશે! એવી ખબર હોત તો વળી ઝઘડો કરત એમાં શું? પણ ખરું પૂછો તો એમાં ઝઘડો કરવા જેવું જ શું હતું, darling!
'''મંજરી :''' મને શી ખબર કે હું ઝઘડો કરું એ તમને ગમતું હશે! એવી ખબર હોત તો વળી ઝઘડો કરત એમાં શું? પણ ખરું પૂછો તો એમાં ઝઘડો કરવા જેવું જ શું હતું, darling!
દિનેશ : મેં તારા જેવી સ્ત્રી ક્યાંય જોઈ નથી.
'''દિનેશ :''' મેં તારા જેવી સ્ત્રી ક્યાંય જોઈ નથી.
મંજરી : વાહ, આટલું કર્યું તોય તમે રાજી નથી? તમને શી રીતે ખુશ કરવા તે જ સમજાતું નથી.
'''મંજરી :''' વાહ, આટલું કર્યું તોય તમે રાજી નથી? તમને શી રીતે ખુશ કરવા તે જ સમજાતું નથી.
દિનેશ : મેં તારી પ્રત્યે કેટલું હીન વર્તન દાખવ્યું, તે પણ તું સમજી શકતી નથી? એટલી બધી બુઠ્ઠી છે તું?
'''દિનેશ :''' મેં તારી પ્રત્યે કેટલું હીન વર્તન દાખવ્યું, તે પણ તું સમજી શકતી નથી? એટલી બધી બુઠ્ઠી છે તું?
મંજરી : વાહ, તમે તો કેટલા પ્રેમાળ છો? (આલિંગન કરે છે)
'''મંજરી :''' વાહ, તમે તો કેટલા પ્રેમાળ છો? (આલિંગન કરે છે)
દિનેશ : હું પ્રેમાળ છું? મેં તને અન્યાય કર્યો છે, મેં તારો વિશ્વાસઘાત કર્યો છે એ પણ તું કેમ સમજતી નથી - પણ હવે હું જાગી ગયો છું. આજથી હું પહેલાં હતો તેવો જ થઈ જઈશ. હું એને છોડી દઈશ, મંજરી! હું તને વચન આપું છું કે આજથી હું એની સામે પણ જોઈશ નહિ.
'''દિનેશ :''' હું પ્રેમાળ છું? મેં તને અન્યાય કર્યો છે, મેં તારો વિશ્વાસઘાત કર્યો છે એ પણ તું કેમ સમજતી નથી - પણ હવે હું જાગી ગયો છું. આજથી હું પહેલાં હતો તેવો જ થઈ જઈશ. હું એને છોડી દઈશ, મંજરી! હું તને વચન આપું છું કે આજથી હું એની સામે પણ જોઈશ નહિ.
મંજરી : વાહ એવું તે કંઈ હોય? વિલાસને બિચારીને એમ કંઈ દુઃખ દેવાય? ગમે તેમ તોય એ મારી મિત્ર છે ને તમારી તો.....ખા.....સ.....
'''મંજરી :''' વાહ એવું તે કંઈ હોય? વિલાસને બિચારીને એમ કંઈ દુઃખ દેવાય? ગમે તેમ તોય એ મારી મિત્ર છે ને તમારી તો.....ખા.....સ.....
દિનેશ : (બૂમ મારીને) મં.....જ.....રી!
'''દિનેશ :''' (બૂમ મારીને) મં.....જ.....રી!
મંજરી : વારુ, નહિ બોલું. પણ વિલાસ સાથે તો તમારે સારી રીતે વર્તવું જ જોઈએ.
'''મંજરી :''' વારુ, નહિ બોલું. પણ વિલાસ સાથે તો તમારે સારી રીતે વર્તવું જ જોઈએ.
દિનેશ : એટલે કે અત્યાર સુધી જે રીતે વર્તતો આવ્યો છું તેવી જ રીતે, એમને? (ક્રોધમાં )
'''દિનેશ :''' એટલે કે અત્યાર સુધી જે રીતે વર્તતો આવ્યો છું તેવી જ રીતે, એમને? (ક્રોધમાં )
મંજરી : એમાં શું વાંધો છે? આપણને ત્રણેયને આ બંદોબસ્ત ઠીક ફાવી ગયો છે.
'''મંજરી :''' એમાં શું વાંધો છે? આપણને ત્રણેયને આ બંદોબસ્ત ઠીક ફાવી ગયો છે.
દિનેશ : કયો બંદોબસ્ત?
'''દિનેશ :''' કયો બંદોબસ્ત?
મંજરી : જુઓને, તમને જરા મજા મળે છે: વિલાસને કોઈનું પડાવી લેવાનો આત્મસંતોષ મળે છે, ને મને સાડીઓ ને બંગડીઓ મળે છે! બસ ત્રણેયને ઠીક ફાવી ગયું છે ખરુંને, darling?
'''મંજરી :''' જુઓને, તમને જરા મજા મળે છે: વિલાસને કોઈનું પડાવી લેવાનો આત્મસંતોષ મળે છે, ને મને સાડીઓ ને બંગડીઓ મળે છે! બસ ત્રણેયને ઠીક ફાવી ગયું છે ખરુંને, darling?
દિનેશ : (ક્રોધમાં) તને આ૫ણા બન્નેના સુખ કરતાં આ સાડીઓ ને બંગડીઓની કિંમત વધારે છે એમ સમજું ને?
'''દિનેશ :''' (ક્રોધમાં) તને આ૫ણા બન્નેના સુખ કરતાં આ સાડીઓ ને બંગડીઓની કિંમત વધારે છે એમ સમજું ને?
મંજરી : એમ તો શું પણ.....
'''મંજરી :''' એમ તો શું પણ.....
દિનેશ : (એની પાસે જઈને) મંજરી! હું તને ખરું કહું છું કે છેલ્લા મહિનાથી મારું મન બહુ જ દુઃખી રહેતું,
'''દિનેશ :''' (એની પાસે જઈને) મંજરી! હું તને ખરું કહું છું કે છેલ્લા મહિનાથી મારું મન બહુ જ દુઃખી રહેતું,
મંજરી : ઓ........હો........એ.....મ? પણ દુઃખી રહેવાનું કાંઈ કારણ હતું?
'''મંજરી :''' ઓ........હો........એ.....મ? પણ દુઃખી રહેવાનું કાંઈ કારણ હતું?
દિનેશ : મારું દિલ અંદરથી પોકારી પોકારીને કહેતું, કે હું તારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છું. છેલ્લા મહિનાથી તો મને જરાયે ચેન પડ્યું નથી.
'''દિનેશ :''' મારું દિલ અંદરથી પોકારી પોકારીને કહેતું, કે હું તારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છું. છેલ્લા મહિનાથી તો મને જરાયે ચેન પડ્યું નથી.
મંજરી : ક.........દા.....ચ હશે, પણ તબિયત પર એની ખાસ કંઈ અસર થઈ હોય તેમ દેખાતું નથી.
'''મંજરી :''' ક.........દા.....ચ હશે, પણ તબિયત પર એની ખાસ કંઈ અસર થઈ હોય તેમ દેખાતું નથી.
દિનેશ : મંજરી! તું હજી પણ કટાક્ષમાં જ બોલે છે ખરું ને કે તું મને માફ નહિ જ કરે?
'''દિનેશ :''' મંજરી! તું હજી પણ કટાક્ષમાં જ બોલે છે ખરું ને કે તું મને માફ નહિ જ કરે?
મંજરીઃ તમે એવું તે શું ખોટું કામ કર્યું છે કે તમારે માફી માગવી પડે છે?
મંજરીઃ તમે એવું તે શું ખોટું કામ કર્યું છે કે તમારે માફી માગવી પડે છે?
દિનેશ : આ શું, તું બોલે છે, મંજરી?
'''દિનેશ :''' આ શું, તું બોલે છે, મંજરી?
મંજરી : કેમ! એમાંયે કંઈ શક જેવું લાગે છે!
'''મંજરી :''' કેમ! એમાંયે કંઈ શક જેવું લાગે છે!
દિનેશ : તું બોલે છે તે પરથી તો એમ લાગે છે કે તને મારી પરવા જ નથી, નહિ તો આવું બોલે નહિ.
'''દિનેશ :''' તું બોલે છે તે પરથી તો એમ લાગે છે કે તને મારી પરવા જ નથી, નહિ તો આવું બોલે નહિ.
મંજરી : પરવા નથી એમ તો કેમ કહેવાય? તમારા પર વારી વારી તો જાઉં છું. કેમ નથી દેખાતું તમને?
'''મંજરી :''' પરવા નથી એમ તો કેમ કહેવાય? તમારા પર વારી વારી તો જાઉં છું. કેમ નથી દેખાતું તમને?
દિનેશ : વારી જવાની તારી આ રીત છે એમ?
'''દિનેશ :''' વારી જવાની તારી આ રીત છે એમ?
  મંજરી : કેમ રીતમાં કંઈ ખામી લાગે છે?
  '''મંજરી :''' કેમ રીતમાં કંઈ ખામી લાગે છે?
દિનેશ : મંજરી! મને ચીડવ મા.
'''દિનેશ :''' મંજરી! મને ચીડવ મા.
મંજરી : વા………રુ............ ત્યારે તમે બતાવો કે મારે શું કરવું?
'''મંજરી :''' વા………રુ............ ત્યારે તમે બતાવો કે મારે શું કરવું?
દિનેશ : (ચિડાઈને) હવે કશું જ કરવા જેવું નથી રહેતું. સૌથી સારો રસ્તો છે છુટ્ટાછેડાનો. મને નથી લાગતું કે આ રીતે હવે આપણે ભેગાં રહી શકીએ. (ઘંટડી થાય છે. નોકર જાય છે) અત્યારે કોણ ટપકી પડ્યું?
'''દિનેશ :''' (ચિડાઈને) હવે કશું જ કરવા જેવું નથી રહેતું. સૌથી સારો રસ્તો છે છુટ્ટાછેડાનો. મને નથી લાગતું કે આ રીતે હવે આપણે ભેગાં રહી શકીએ. (ઘંટડી થાય છે. નોકર જાય છે) અત્યારે કોણ ટપકી પડ્યું?
મંજરી : કાકા-કાકી હશે.
'''મંજરી :''' કાકા-કાકી હશે.
દિનેશ : તું આટલી નિર્દય ને હૃદયહીન છે, એવી એમને ખબર ન પડે તો સારું.
'''દિનેશ :''' તું આટલી નિર્દય ને હૃદયહીન છે, એવી એમને ખબર ન પડે તો સારું.
[રમેશનો પ્રવેશ]
[રમેશનો પ્રવેશ]
રમેશ : હલ્લો દિનેશ! (દિનેશને જોઈને) અરે, હજી પણ Mood એવો જ છે કે શું? હું આટલી વારે પાછો આવ્યો તો યે સુધારો ન જોયો!
'''રમેશ :''' હલ્લો દિનેશ! (દિનેશને જોઈને) અરે, હજી પણ Mood એવો જ છે કે શું? હું આટલી વારે પાછો આવ્યો તો યે સુધારો ન જોયો!
મંજરી : જરા વધારે mood બગડ્યો છે, રમેશભાઈ!
'''મંજરી :''' જરા વધારે mood બગડ્યો છે, રમેશભાઈ!
રમેશ : પણ કંઈ કારણ તો હશે જ ને?
'''રમેશ :''' પણ કંઈ કારણ તો હશે જ ને?
મંજરી : હા, કારણ જરા ગંભીર છે. (દિનેશને) કહું રમેશભાઈ ને?
'''મંજરી :''' હા, કારણ જરા ગંભીર છે. (દિનેશને) કહું રમેશભાઈ ને?
દિનેશ : તારે જેમ કરવું હોય તેમ કરી શકે છે.
'''દિનેશ :''' તારે જેમ કરવું હોય તેમ કરી શકે છે.
મંજરી : રમેશભાઈ દિનેશ છૂટાછેડા લેવા માંગે છે.
'''મંજરી :''' રમેશભાઈ દિનેશ છૂટાછેડા લેવા માંગે છે.
રમેશ : છૂટાછેડા? શું વાત કરે છે! દિનેશ! આવું ગંભીર પગલું લેવા માટે તારી પાસે કંઈ કારણ તો હશે જ ને!
'''રમેશ :''' છૂટાછેડા? શું વાત કરે છે! દિનેશ! આવું ગંભીર પગલું લેવા માટે તારી પાસે કંઈ કારણ તો હશે જ ને!
દિનેશ : કારણ એક નથી અનેક છે. પૂછ એને જ.
'''દિનેશ :''' કારણ એક નથી અનેક છે. પૂછ એને જ.
[ઘંટડી થાય છે]
[ઘંટડી થાય છે]
રમેશ : કદાચ કાકા-કાકી હશે.
'''રમેશ :''' કદાચ કાકા-કાકી હશે.
દિનેશ : મંજરી! ભલી થઈને એમને આ વાત કરવા ન બેસી જતી.
'''દિનેશ :''' મંજરી! ભલી થઈને એમને આ વાત કરવા ન બેસી જતી.
મંજરી : કઈ વાત? ત મા રી?
'''મંજરી :''' કઈ વાત? ત મા રી?
દિનેશ : મારી ને તારી વર્તણૂકની.
'''દિનેશ :''' મારી ને તારી વર્તણૂકની.
મંજરી : પણ એ બધાં ય જાણે છે.
'''મંજરી :''' પણ એ બધાં ય જાણે છે.
દિનેશ : બધાંય જાણે છે? [આશ્ચર્ય ક્રોધ]
'''દિનેશ :''' બધાંય જાણે છે? [આશ્ચર્ય ક્રોધ]
મજરી : જી, હા. આદિથી તે અંત સુધી બધાં જ જાણે છે.
મજરી : જી, હા. આદિથી તે અંત સુધી બધાં જ જાણે છે.
[પાછી ઘંટડી થાય છે]
[પાછી ઘંટડી થાય છે]
દિનેશ : છગન ક્યાં મરી ગયો? ઘંટડી થાય છે તે સાંભળતો નથી?
'''દિનેશ :''' છગન ક્યાં મરી ગયો? ઘંટડી થાય છે તે સાંભળતો નથી?
[છગનને બૂમ મારે છે.]  
[છગનને બૂમ મારે છે.]  
છગન : ખોલું છું શા.....બ..... (ખોલવા જાય છે)
'''છગન :''' ખોલું છું શા.....બ..... (ખોલવા જાય છે)
દિનેશ : તો પછી આ વાત ન જાણતું હોય એવું કોઈ રહ્યું છે કે નહિ? આ રમેશ પણ.....
'''દિનેશ :''' તો પછી આ વાત ન જાણતું હોય એવું કોઈ રહ્યું છે કે નહિ? આ રમેશ પણ.....
આ વાત એક મારા બાપુજીને નથી કહી. તે જરા જૂના વિચારના ખરાને, એટલે કદાચ આ વાતને વધારે પડતી seriously લઈ લે.
આ વાત એક મારા બાપુજીને નથી કહી. તે જરા જૂના વિચારના ખરાને, એટલે કદાચ આ વાતને વધારે પડતી seriously લઈ લે.
[કાકા-કાકી આવે છે]
[કાકા-કાકી આવે છે]
ગૌરીપ્રસાદ : અરે ભાઈ, આજે તો કોઈ બારણું જ નહોતાં ખોલવાનાં કે શું? મંજરી! વાતાવરણ ગરમાગરમ લાગે છે. કેમ કંઈ જામી છે કે શું!
'''ગૌરીપ્રસાદ :''' અરે ભાઈ, આજે તો કોઈ બારણું જ નહોતાં ખોલવાનાં કે શું? મંજરી! વાતાવરણ ગરમાગરમ લાગે છે. કેમ કંઈ જામી છે કે શું!
ગંગા : બે વાસણ હોય તે ખખડે પણ ખરાં (બેસે છે. )
'''ગંગા :''' બે વાસણ હોય તે ખખડે પણ ખરાં (બેસે છે. )
ગૌરીપ્રસાદ : કેમ નહિ, કેમ નહિ! આપણે ત્યાં તો તારી કૃપાએ રોજ ખખડે છે (હસે છે )
'''ગૌરીપ્રસાદ :''' કેમ નહિ, કેમ નહિ! આપણે ત્યાં તો તારી કૃપાએ રોજ ખખડે છે (હસે છે )
રમેશ : કાકા! દિનેશ છૂટાછેડા લેવા માંગે છે.
'''રમેશ :''' કાકા! દિનેશ છૂટાછેડા લેવા માંગે છે.
ગૌરીપ્રસાદ : છૂટ્ટાછેડા? પણ-
'''ગૌરીપ્રસાદ :''' છૂટ્ટાછેડા? પણ-
મંજરી : કાકા! મારાથી બધું જ કહેવાઈ ગયું છે. દિનેશને ખબર પડી ગઈ છે કે એમની વાત આપણે સૌ જાણીએ છીએ.
'''મંજરી :''' કાકા! મારાથી બધું જ કહેવાઈ ગયું છે. દિનેશને ખબર પડી ગઈ છે કે એમની વાત આપણે સૌ જાણીએ છીએ.
ગૌરીપ્રસાદ : અ–૨-૨-ર મંજરી! તું કેવી કહેવાય? આવી વાત પોતાની બૈરી જાણી ગઈ છે, તે વાત જ પુરુષને કેટલી અસહ્ય લાગે? તારે આવું નહોતું કરવું જોઈતું.
'''ગૌરીપ્રસાદ :''' અ–૨-૨-ર મંજરી! તું કેવી કહેવાય? આવી વાત પોતાની બૈરી જાણી ગઈ છે, તે વાત જ પુરુષને કેટલી અસહ્ય લાગે? તારે આવું નહોતું કરવું જોઈતું.
રમેશ : ખરી વાત છે. તું તો તદ્દન tactless જ રહી.
'''રમેશ :''' ખરી વાત છે. તું તો તદ્દન tactless જ રહી.
દિનેશ : (ચિડાઈને રમેશને) આવી tact ને મુત્સદ્દીવેડા શીખવવામાં તારો પૂરો સાથ લાગે છે.
'''દિનેશ :''' (ચિડાઈને રમેશને) આવી tact ને મુત્સદ્દીવેડા શીખવવામાં તારો પૂરો સાથ લાગે છે.
રમેશ : દિનેશ! હું તારો મિત્ર થાઉં ને વળી એનો ભાઈ રહ્યો. મારે તો બન્ને તરફ ફરજ બજાવવી જ રહી. કેમ શું કહે છે?
'''રમેશ :''' દિનેશ! હું તારો મિત્ર થાઉં ને વળી એનો ભાઈ રહ્યો. મારે તો બન્ને તરફ ફરજ બજાવવી જ રહી. કેમ શું કહે છે?
દિનેશ : પણ તારી બહેનની રીતભાત કેવી છે, તે તને ખબર છે?
'''દિનેશ :''' પણ તારી બહેનની રીતભાત કેવી છે, તે તને ખબર છે?
ગંગા : જેવી હશે તેવી. પણ ભાઈશાબ! તારા કરતાં તો જરૂર સારી હશે.
'''ગંગા :''' જેવી હશે તેવી. પણ ભાઈશાબ! તારા કરતાં તો જરૂર સારી હશે.
ગૌરીપ્રસાદ: એમ ન બોલાય. દિનેશને કડવું લાગી જાય. અરે દિનેશ! એ બાબતમાં મંજરીએ તારી સાથે ઝગડો બઘડો કર્યો કે શું?
ગૌરીપ્રસાદ: એમ ન બોલાય. દિનેશને કડવું લાગી જાય. અરે દિનેશ! એ બાબતમાં મંજરીએ તારી સાથે ઝગડો બઘડો કર્યો કે શું?
ગંગા : કોઈ પણ ઝઘડો કરે જ, એમાં પૂછવાનું શું?
'''ગંગા :''' કોઈ પણ ઝઘડો કરે જ, એમાં પૂછવાનું શું?
દિનેશ : પણ આ તમારી ભત્રીજીએ કશું જ એવું નથી કર્યું! એ જ તો મારે મન મોટું દુ:ખ છે.
'''દિનેશ :''' પણ આ તમારી ભત્રીજીએ કશું જ એવું નથી કર્યું! એ જ તો મારે મન મોટું દુ:ખ છે.
ગંગા : મારા જેવી હોય તો તો રીતસરનું સંભળાવી દે.
'''ગંગા :''' મારા જેવી હોય તો તો રીતસરનું સંભળાવી દે.
રમેશ : પણ કાકી! મને તો મંજરીની વર્તણૂક બરાબર લાગે છે.
'''રમેશ :''' પણ કાકી! મને તો મંજરીની વર્તણૂક બરાબર લાગે છે.
દિનેશ : તને એની વર્તણૂક બરાબર લાગે છે?
'''દિનેશ :''' તને એની વર્તણૂક બરાબર લાગે છે?
રમેશ : હાસ્તો. આખરે તેં એવો તે કયો મોટો ગુનો કર્યો છે કે જેના માટે મંજરી જેવી ડાહી છોકરી ઝઘડો કરે!
'''રમેશ :''' હાસ્તો. આખરે તેં એવો તે કયો મોટો ગુનો કર્યો છે કે જેના માટે મંજરી જેવી ડાહી છોકરી ઝઘડો કરે!
ગૌરીપ્રસાદ : ખરી વાત છે. It was just a game and quite harmless too.
'''ગૌરીપ્રસાદ :''' ખરી વાત છે. It was just a game and quite harmless too.
દિનેશ : તમને સૌને થયું છે શું? તમે સૌ આને રમત જ ગણો છો? કાકી! તમારો પણ આ જ મત છે?
'''દિનેશ :''' તમને સૌને થયું છે શું? તમે સૌ આને રમત જ ગણો છો? કાકી! તમારો પણ આ જ મત છે?
ગંગા : મને તો ભાઈ, પૂછ જ મા! જો મંજરીની જગ્યાએ હું હોઉં તો એવી ખબર પાડી દઉં કે ફરી વાર ઊંબરાની બહાર પગ જ ન મૂકી શકે.
'''ગંગા :''' મને તો ભાઈ, પૂછ જ મા! જો મંજરીની જગ્યાએ હું હોઉં તો એવી ખબર પાડી દઉં કે ફરી વાર ઊંબરાની બહાર પગ જ ન મૂકી શકે.
ગૌરીપ્રસાદ : તારી તો વાત જ જવા દે. મારા માથાની ટાલ જોઈને સૌને ખાતરી થઈ જાય છે કે મારે આંગણે કેવી જોગમાયા છે. (સૌ હસે છે)
'''ગૌરીપ્રસાદ :''' તારી તો વાત જ જવા દે. મારા માથાની ટાલ જોઈને સૌને ખાતરી થઈ જાય છે કે મારે આંગણે કેવી જોગમાયા છે. (સૌ હસે છે)
રમેશ : દિનેશ! નક્કામો દુઃખી શા માટે થાય છે? આપણે વીસમી સદીમાં રહીએ છીએ. આ યુગમાં વ્યક્તિસ્વાતંત્ર્ય ૫ર કા૫ કેમ મુકાય? પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે રહેવાનો ને આનંદ મળે તે પ્રમાણે વર્તવાનો અધિકાર સૌને હોવો જ જોઈએ ને?
'''રમેશ :''' દિનેશ! નક્કામો દુઃખી શા માટે થાય છે? આપણે વીસમી સદીમાં રહીએ છીએ. આ યુગમાં વ્યક્તિસ્વાતંત્ર્ય ૫ર કા૫ કેમ મુકાય? પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે રહેવાનો ને આનંદ મળે તે પ્રમાણે વર્તવાનો અધિકાર સૌને હોવો જ જોઈએ ને?
દિનેશ : ઓહ ભગવાન! આ હું શું સાંભળું છું? તમને સૌને થયું છે શું? હું મારા પતન માટે દુઃખી છું, બળી રહ્યો છું ત્યારે તમે સૌ એને રમત ગણો છો? Harmless game ગણો છો? તમે એમ કહો છો કે મેં ગુનો નથી કર્યો? મેં વિશ્વાસઘાત નથી કર્યો? મેં લગ્નની પવિત્રતાનો નાશ નથી કર્યો? તમારે મન તે વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર છે? આ શું થવા બેઠું છું? નૈતિક જીવન-પરિણીત જીવન–લગ્નની પવિત્રતા-પતિપત્નીના સંબંધને શું તમે સૌ રોળી નાંખવા માંગો છો? ગજબ છે તમારા વિચારો! મારું તો માથું ભમે છે! બસ, હવે કંઈ નથી સાંભળવું. (ચાલ્યો જાય છે.)
'''દિનેશ :''' ઓહ ભગવાન! આ હું શું સાંભળું છું? તમને સૌને થયું છે શું? હું મારા પતન માટે દુઃખી છું, બળી રહ્યો છું ત્યારે તમે સૌ એને રમત ગણો છો? Harmless game ગણો છો? તમે એમ કહો છો કે મેં ગુનો નથી કર્યો? મેં વિશ્વાસઘાત નથી કર્યો? મેં લગ્નની પવિત્રતાનો નાશ નથી કર્યો? તમારે મન તે વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર છે? આ શું થવા બેઠું છું? નૈતિક જીવન-પરિણીત જીવન–લગ્નની પવિત્રતા-પતિપત્નીના સંબંધને શું તમે સૌ રોળી નાંખવા માંગો છો? ગજબ છે તમારા વિચારો! મારું તો માથું ભમે છે! બસ, હવે કંઈ નથી સાંભળવું. (ચાલ્યો જાય છે.)
રમેશ : મંજરી! તેં આ શું કરી નાંખ્યું? બહુ ઉતાવળ કરી નાંખી. શા માટે કહી દીધું? બધી બાજી બગાડી નાંખી!
'''રમેશ :''' મંજરી! તેં આ શું કરી નાંખ્યું? બહુ ઉતાવળ કરી નાંખી. શા માટે કહી દીધું? બધી બાજી બગાડી નાંખી!
મંજરી : શું કરે! આજે પેલી અહીં આવી હતી, ને હું સમજી શકી કે એ એનાથી પૂરેપૂરા કંટાળી ગયા છે.
'''મંજરી :''' શું કરે! આજે પેલી અહીં આવી હતી, ને હું સમજી શકી કે એ એનાથી પૂરેપૂરા કંટાળી ગયા છે.
ગંગા : પણ જોજે પાછી તું ઉતાવળ ન કરી નાંખતી, નહિ તો હાથમાં આવેલી બાજી, પાછી હારી જઈશ.
'''ગંગા :''' પણ જોજે પાછી તું ઉતાવળ ન કરી નાંખતી, નહિ તો હાથમાં આવેલી બાજી, પાછી હારી જઈશ.
ગૌરીપ્રસાદ : દિનેશ ભારે છેડાયો છે.
'''ગૌરીપ્રસાદ :''' દિનેશ ભારે છેડાયો છે.
મંજરી : ખૂ....બ…જ. એ આ રમત સમજી જ નથી શક્યા. એટલે એમને એમ જ લાગે છે કે આપણે સૌ lightly જ લઈએ છીએ.
'''મંજરી :''' ખૂ....બ…જ. એ આ રમત સમજી જ નથી શક્યા. એટલે એમને એમ જ લાગે છે કે આપણે સૌ lightly જ લઈએ છીએ.
રમેશ : મંજરી! તું પાછી જલદી એના તરફ ઢળી ન પડતી. હજી એનામાં તારા માટે પૂરી ભૂખ જગાડવાની જરૂર છે.
'''રમેશ :''' મંજરી! તું પાછી જલદી એના તરફ ઢળી ન પડતી. હજી એનામાં તારા માટે પૂરી ભૂખ જગાડવાની જરૂર છે.
[દિનેશ આવે છે]
[દિનેશ આવે છે]
દિનેશ : (મંજરીને કાર્ડ બતાવીને) આ કોણ આવ્યું છે?
'''દિનેશ :''' (મંજરીને કાર્ડ બતાવીને) આ કોણ આવ્યું છે?
મંજરી : ઓ  હો ! એ તો ઝવેરી છે. વીંટી લેવાનું મેં નક્કી કર્યું હતું ને, તે માટે.
'''મંજરી :''' ઓ  હો ! એ તો ઝવેરી છે. વીંટી લેવાનું મેં નક્કી કર્યું હતું ને, તે માટે.
ગંગા : દિનેશ! તું કેવો સારો ધણી છે! (ગૌરીપ્રસાદ સામું જોઈને) તમે તો મને કોઈ દિવસ કંઈ લઈ પણ ન દીધું.
'''ગંગા :''' દિનેશ! તું કેવો સારો ધણી છે! (ગૌરીપ્રસાદ સામું જોઈને) તમે તો મને કોઈ દિવસ કંઈ લઈ પણ ન દીધું.
ગૌરીપ્રસાદ : ભલેને લઈ ન દીધું, પણ હું કોઈ દિવસ તારા વિના પંચગીની પણ ગયો?
'''ગૌરીપ્રસાદ :''' ભલેને લઈ ન દીધું, પણ હું કોઈ દિવસ તારા વિના પંચગીની પણ ગયો?
રમેશ : દિનેશ! સાંભળે છે ને?
'''રમેશ :''' દિનેશ! સાંભળે છે ને?
દિનેશ : હું પંચગીની નથી જવાનો.
'''દિનેશ :''' હું પંચગીની નથી જવાનો.
મંજરી : કેમ? એકદમ કંઈ વિચાર ફેરવી નાંખ્યો? પછી બિચારી મિસિસ મખ્ખનલાલનું શું થશે?
'''મંજરી :''' કેમ? એકદમ કંઈ વિચાર ફેરવી નાંખ્યો? પછી બિચારી મિસિસ મખ્ખનલાલનું શું થશે?
દિનેશ : મિસિસ મખ્ખનલાલ જાય જહન્નમમાં! (ઊઠીને ફેોન કરે છે. ૮૪૭૮૪ : હલ્લો..... કોણ-ગોવિન્દ હું ડૉક્ટર દિનેશ હા-હા-ડૉક્ટર -જો.....વિલાસને કહી દેજે મિસિસ મખ્ખનલાલને આજે પાછો હૃદય પર હુમલો થયો છે..... હા-હા-હૃદય પર જોરથી હુમલો થયો છે એટલે આજે પંચગીની નહિ જઈ શકે સમજ્યો ને? હા-કહી દેજે.
'''દિનેશ :''' મિસિસ મખ્ખનલાલ જાય જહન્નમમાં! (ઊઠીને ફેોન કરે છે. ૮૪૭૮૪ : હલ્લો..... કોણ-ગોવિન્દ હું ડૉક્ટર દિનેશ હા-હા-ડૉક્ટર -જો.....વિલાસને કહી દેજે મિસિસ મખ્ખનલાલને આજે પાછો હૃદય પર હુમલો થયો છે..... હા-હા-હૃદય પર જોરથી હુમલો થયો છે એટલે આજે પંચગીની નહિ જઈ શકે સમજ્યો ને? હા-કહી દેજે.
[ટેલીફોન જોરથી મૂકી દે છે, ને માથે હાથ દઈને બેસે છે. પેલાં ત્રણેય એકબીજાની સામું જોઈને હસે છે. કાકી જરા જોરથી હસી પડે છે ને મોં પર હાથ મૂકીને હસવું ખાળે છે.]
[ટેલીફોન જોરથી મૂકી દે છે, ને માથે હાથ દઈને બેસે છે. પેલાં ત્રણેય એકબીજાની સામું જોઈને હસે છે. કાકી જરા જોરથી હસી પડે છે ને મોં પર હાથ મૂકીને હસવું ખાળે છે.]
[પડદો પડે છે.]
[પડદો પડે છે.]
Line 1,286: Line 1,286:
[તે જ દીવાનખાનું. પડદો ઊઘડે છે, ત્યારે મંજરી આનંદમાં દેખાય છે. ઘડીમાં વાળ ઠીક કરે છે, તો ઘડીમાં સાડી ઠીક કરે છે. ઘડીમાં ફૂલ ગોઠવે છે, તો ઘડીમાં દિનેશનો ફોટો હાથમાં લઈને જુએ છે, ને છાતીસરસો ચાંપે છે. ઘડિયાળમાં જુએ છે. બારીમાં જુએ છે. કોઈની રાહ જોતી હોય તેવું લાગે છે. આ વખતે ઘંટડી થાય છે.]
[તે જ દીવાનખાનું. પડદો ઊઘડે છે, ત્યારે મંજરી આનંદમાં દેખાય છે. ઘડીમાં વાળ ઠીક કરે છે, તો ઘડીમાં સાડી ઠીક કરે છે. ઘડીમાં ફૂલ ગોઠવે છે, તો ઘડીમાં દિનેશનો ફોટો હાથમાં લઈને જુએ છે, ને છાતીસરસો ચાંપે છે. ઘડિયાળમાં જુએ છે. બારીમાં જુએ છે. કોઈની રાહ જોતી હોય તેવું લાગે છે. આ વખતે ઘંટડી થાય છે.]


મંજરી : છગન! જલદી ખોલ તો કાકી જ આવ્યાં લાગે છે.
'''મંજરી :''' છગન! જલદી ખોલ તો કાકી જ આવ્યાં લાગે છે.
છગન : જી, બાઈ !
'''છગન :''' જી, બાઈ !
[બારણાં ખોલે છે ને ગંગા પ્રવેશે છે]
[બારણાં ખોલે છે ને ગંગા પ્રવેશે છે]
મંજરી : ઓહ કાકી! (કાકીને ભેટી પડે છે) ક્યારની તમારી રાહ જોઉં છું. તમે કેટલું મોડું કર્યું?
'''મંજરી :''' ઓહ કાકી! (કાકીને ભેટી પડે છે) ક્યારની તમારી રાહ જોઉં છું. તમે કેટલું મોડું કર્યું?
ગંગા : પણ ભાઈશાબ! બેસવા તો દે. આજે આટલું બધું શું છે?
'''ગંગા :''' પણ ભાઈશાબ! બેસવા તો દે. આજે આટલું બધું શું છે?
મંજરી : બહુ છે, કાકી, બહુ છે. (ભેટીને જ) આજે તો તમને એવી વાત કહેવી છે, એવી વાત કહેવી છે કે બસ તમે તો છક જ થઈ જશો.
'''મંજરી :''' બહુ છે, કાકી, બહુ છે. (ભેટીને જ) આજે તો તમને એવી વાત કહેવી છે, એવી વાત કહેવી છે કે બસ તમે તો છક જ થઈ જશો.
ગંગા : એવું તે શું બન્યું છે?
'''ગંગા :''' એવું તે શું બન્યું છે?
મંજરી : ઘણું બન્યુ છે, કાકી! ઘણું બન્યું છે.
'''મંજરી :''' ઘણું બન્યુ છે, કાકી! ઘણું બન્યું છે.
[કાકીની કેડમાં હાથ ભેરવીને ફેરકૂદડી ફેરવી દે છે.]
[કાકીની કેડમાં હાથ ભેરવીને ફેરકૂદડી ફેરવી દે છે.]
ગંગા : પણ ભાઈશાબ, તારી કાકી જુવાન નથી. આમ હલાવી કાં નાંખ?
'''ગંગા :''' પણ ભાઈશાબ, તારી કાકી જુવાન નથી. આમ હલાવી કાં નાંખ?
મંજરી : કાકી આજે હું ખૂબ ખુશ છું, ખૂબ આનંદમાં છું.
'''મંજરી :''' કાકી આજે હું ખૂબ ખુશ છું, ખૂબ આનંદમાં છું.
ગંગા : એ તો આ તારું ઘેલાપણું જ દેખાડી આપે છે ને. પણ છે શું તે કહીશ?
'''ગંગા :''' એ તો આ તારું ઘેલાપણું જ દેખાડી આપે છે ને. પણ છે શું તે કહીશ?
મંજરી : કાકી! મને દિનેશ ચાહે છે.
'''મંજરી :''' કાકી! મને દિનેશ ચાહે છે.
ગંગા : (હસીને) ઓ બાપ રે! (બેસે છે) એ કહેવા માટે આટલી બધી ધમાલ કરવી પડી?
'''ગંગા :''' (હસીને) ઓ બાપ રે! (બેસે છે) એ કહેવા માટે આટલી બધી ધમાલ કરવી પડી?
મંજરી : કાકી! કેટલું સારું થયું? મને તો જાણે સ્વર્ગ મળી ગયું.
'''મંજરી :''' કાકી! કેટલું સારું થયું? મને તો જાણે સ્વર્ગ મળી ગયું.
ગંગા : પણ તને કેમ ખબર પડી કે એ તને ચાહે છે.
'''ગંગા :''' પણ તને કેમ ખબર પડી કે એ તને ચાહે છે.
મંજરી : એ તો પડી જ જાય, કાકી! તમે એ બધું ન સમજો.
'''મંજરી :''' એ તો પડી જ જાય, કાકી! તમે એ બધું ન સમજો.
ગંગા : ખરી વાત છે. હું ક્યાંથી સમજું? તારા જેવડી ઉમ્મર નહિ ને?
'''ગંગા :''' ખરી વાત છે. હું ક્યાંથી સમજું? તારા જેવડી ઉમ્મર નહિ ને?
મંજરી : એમ નહિ કાકી, પણ-
'''મંજરી :''' એમ નહિ કાકી, પણ-
ગંગા : હવે સમજાવવું રહેવા દે, પણ એ જવાબ આ૫ કે દિનેશે એ વિષે તને કંઈ કહ્યું કે તેં તારી મેળે જ માની લીધું?
'''ગંગા :''' હવે સમજાવવું રહેવા દે, પણ એ જવાબ આ૫ કે દિનેશે એ વિષે તને કંઈ કહ્યું કે તેં તારી મેળે જ માની લીધું?
મંજરી : કહે તો શી રીતે?  અમે હમણાં એકબીજાની સાથે બોલતાં જ નથીને?
'''મંજરી :''' કહે તો શી રીતે?  અમે હમણાં એકબીજાની સાથે બોલતાં જ નથીને?
ગંગા : તો આ તારું સ્વર્ગ મૂંગી ભાષામાં જ ઊતરી આવ્યું લાગે છે!
'''ગંગા :''' તો આ તારું સ્વર્ગ મૂંગી ભાષામાં જ ઊતરી આવ્યું લાગે છે!
મંજરી : કાકી! ખરું કહું? (કાકીની સામે લાડથી જુએ છે) તમે ગયાં તે દિવસે એ તરત જ બહાર ચાલ્યા ગયા હતા.
'''મંજરી :''' કાકી! ખરું કહું? (કાકીની સામે લાડથી જુએ છે) તમે ગયાં તે દિવસે એ તરત જ બહાર ચાલ્યા ગયા હતા.
ગંગા : તે દિવસે તો દિનેશ ખૂબ ચીડમાં હતો.
'''ગંગા :''' તે દિવસે તો દિનેશ ખૂબ ચીડમાં હતો.
મંજરી : હા, ને પછી રાતના બારેક વાગ્યે ઘેર આવ્યા હશે.
'''મંજરી :''' હા, ને પછી રાતના બારેક વાગ્યે ઘેર આવ્યા હશે.
ગંગા : તું એનો આવવા જવાનો સમય બરાબર નોંધતી લાગે છે (હસીને)
'''ગંગા :''' તું એનો આવવા જવાનો સમય બરાબર નોંધતી લાગે છે (હસીને)
મંજરી : એ આવ્યા ત્યારે આપણે તો જાણે ઘસઘસાટ ઊંઘતાં હોઈએ ને તેવો ઢોંગ કર્યો.
'''મંજરી :''' એ આવ્યા ત્યારે આપણે તો જાણે ઘસઘસાટ ઊંઘતાં હોઈએ ને તેવો ઢોંગ કર્યો.
ગંગા : લુચ્ચી છોકરી! પછી!
'''ગંગા :''' લુચ્ચી છોકરી! પછી!
મંજરી : પછી તો છે, ને કાકી! એ મારા બિછાના પાસે આવ્યા.
'''મંજરી :''' પછી તો છે, ને કાકી! એ મારા બિછાના પાસે આવ્યા.
ગંગા : તારા બિછાના પાસે?
'''ગંગા :''' તારા બિછાના પાસે?
મંજરી : હા, અને મને જોઈ જ રહ્યા.
'''મંજરી :''' હા, અને મને જોઈ જ રહ્યા.
ગંગા : પણ તારી આંખો તો બંધ હતી ને? તો પછી આ બધું તને દેખાયું શી રીતે?
'''ગંગા :''' પણ તારી આંખો તો બંધ હતી ને? તો પછી આ બધું તને દેખાયું શી રીતે?
મંજરી : થોડી થોડી વારે વચમાં ખોલીને જોઈ લેતી હતી ને? (હસે છે)
'''મંજરી :''' થોડી થોડી વારે વચમાં ખોલીને જોઈ લેતી હતી ને? (હસે છે)
ગંગા : હં હં. એમ! (હસીને) ભારે જબરી છે. મંજરી, હં. પછી!
'''ગંગા :''' હં હં. એમ! (હસીને) ભારે જબરી છે. મંજરી, હં. પછી!
મંજરી : ને પછી તો -એ છે ને- કહી દઉં કાકી? (શરમાઈને)
'''મંજરી :''' ને પછી તો -એ છે ને- કહી દઉં કાકી? (શરમાઈને)
ગંગા : જ્યારે કહેવા જ બેઠી છો, તો - વળી બાકી શા માટે રાખવું?
'''ગંગા :''' જ્યારે કહેવા જ બેઠી છો, તો - વળી બાકી શા માટે રાખવું?
મંજરી : એ છે ને પછી તો નીચે વળ્યા, ને મને થયું કે મારી આંખ ખૂલી જશે, એટલે આપણે તો ઊંઘમાં પડખું ફરીએ તેમ પડખું જ ફેરવી ગયાં
'''મંજરી :''' એ છે ને પછી તો નીચે વળ્યા, ને મને થયું કે મારી આંખ ખૂલી જશે, એટલે આપણે તો ઊંઘમાં પડખું ફરીએ તેમ પડખું જ ફેરવી ગયાં
ગંગા : પછી તો દિનેશ પાછો ચાલ્યો ગયો હશે?
'''ગંગા :''' પછી તો દિનેશ પાછો ચાલ્યો ગયો હશે?
મંજરી : ના, પછી એ થોડી વાર ઊભા રહ્યા ને પાછા નીચા વળ્યા.
'''મંજરી :''' ના, પછી એ થોડી વાર ઊભા રહ્યા ને પાછા નીચા વળ્યા.
ગંગા : પણ પડખું ફેરવી ગયા પછી તને એ શી રીતે દેખાયું?,
'''ગંગા :''' પણ પડખું ફેરવી ગયા પછી તને એ શી રીતે દેખાયું?,
મંજરી : દેખાયું નહિ. કાકી! એમના શ્વાસની ગરમ હવા (ડોકનો પાછળનો ભાગ દેખાડીને,) અહીં લાગી અહીં જ-ને પછી તો એમણે મને ત્યાં જ kiss કરી દીધી! (હસે છે) ઓ-હ કાકી-
'''મંજરી :''' દેખાયું નહિ. કાકી! એમના શ્વાસની ગરમ હવા (ડોકનો પાછળનો ભાગ દેખાડીને,) અહીં લાગી અહીં જ-ને પછી તો એમણે મને ત્યાં જ kiss કરી દીધી! (હસે છે) ઓ-હ કાકી-
ગંગા : (સહેજ હસીને) બસ કર ભઈશાબ! ત્યારે શું તો? હું તારી કાકી થાઉં છું એટલો તો વિચાર કર.
'''ગંગા :''' (સહેજ હસીને) બસ કર ભઈશાબ! ત્યારે શું તો? હું તારી કાકી થાઉં છું એટલો તો વિચાર કર.
મંજરી : કાકી તો ખરાં પણ બેનપણી જેવાંને?
'''મંજરી :''' કાકી તો ખરાં પણ બેનપણી જેવાંને?
ગંગા : ભારે લુચ્ચી છે, હં. પછી?
'''ગંગા :''' ભારે લુચ્ચી છે, હં. પછી?
મંજરી : ને પછી તે મને એવું ગમ્યું? એવું ગમ્યું કે શું કહું! કાકી! એમણે અહીં જ (જગ્યા બતાવી ને) બરાબર અહીં જ kiss કરી.
'''મંજરી :''' ને પછી તે મને એવું ગમ્યું? એવું ગમ્યું કે શું કહું! કાકી! એમણે અહીં જ (જગ્યા બતાવી ને) બરાબર અહીં જ kiss કરી.
ગંગા : જોઉં તો! (જગ્યા જુએ છે) ૫ણ છોકરી! અહીં તો ક્યાંય નિશાની રહી હોય એમ દેખાતું નથી.
'''ગંગા :''' જોઉં તો! (જગ્યા જુએ છે) ૫ણ છોકરી! અહીં તો ક્યાંય નિશાની રહી હોય એમ દેખાતું નથી.
મંજરી :  ઓહ! મારી કાકી! (ભેટી પડે છે) તમે કેવાં Sweet છો!
'''મંજરી :''' ઓહ! મારી કાકી! (ભેટી પડે છે) તમે કેવાં Sweet છો!
ગંગા : પછી શું થયું?
'''ગંગા :''' પછી શું થયું?
મંજરી : તમને પણ રસ પડવા માંડ્યો ને?
'''મંજરી :''' તમને પણ રસ પડવા માંડ્યો ને?
ગંગા : વાત જ એવી રસભરી છે એટલે રસ પડે જ ને? (હસે છે)
'''ગંગા :''' વાત જ એવી રસભરી છે એટલે રસ પડે જ ને? (હસે છે)
મંજરી : પછી તે એમણે મને સરખું ઓઢાડ્યું, ને ઓઢાડતાં ઓઢાડતાં પાછી બીજી એક કી.....
'''મંજરી :''' પછી તે એમણે મને સરખું ઓઢાડ્યું, ને ઓઢાડતાં ઓઢાડતાં પાછી બીજી એક કી.....
ગંગા : બસ, બસ, હું બધું જ સમજી ગઈ.
'''ગંગા :''' બસ, બસ, હું બધું જ સમજી ગઈ.
મંજરી : સમજી ગયાં ને? તમે કેવાં સમજણાં છો?
'''મંજરી :''' સમજી ગયાં ને? તમે કેવાં સમજણાં છો?
ગંગા : પછી શું થયું?
'''ગંગા :''' પછી શું થયું?
મંજરી : પછી તો એ એમના પલંગમાં જઈને સૂઈ ગયા ને હું પણ નિરાંતે ખુશી થઈને સૂઈ ગઈ. એ દિવસે, છેલ્લે ચાર મહિનાથી નહોતી આવી એવી ઘસઘસાટ ઊંઘ મને આવી ગઈ.  
'''મંજરી :''' પછી તો એ એમના પલંગમાં જઈને સૂઈ ગયા ને હું પણ નિરાંતે ખુશી થઈને સૂઈ ગઈ. એ દિવસે, છેલ્લે ચાર મહિનાથી નહોતી આવી એવી ઘસઘસાટ ઊંઘ મને આવી ગઈ.  
[ઘંટડી થાય છે. નોકર જાય છે.]
[ઘંટડી થાય છે. નોકર જાય છે.]
મંજરી : કાકા ને રમેશભાઈ જ હશે. એમને પણ આ બધી જ વાત કહીશ.
'''મંજરી :''' કાકા ને રમેશભાઈ જ હશે. એમને પણ આ બધી જ વાત કહીશ.
ગંગા : બધી કહેજે, પણ પેલી નીચા વળીને તને ડોકે શું કર્યું, એ વાત ભલી થઈને પેટમાં જ રાખજે.
'''ગંગા :''' બધી કહેજે, પણ પેલી નીચા વળીને તને ડોકે શું કર્યું, એ વાત ભલી થઈને પેટમાં જ રાખજે.
[ગૌરીપ્રસાદ ને રમેશ આવે છે.]
[ગૌરીપ્રસાદ ને રમેશ આવે છે.]
રમેશ : કેમ શું ખબર છે? મંજરી આજે તો ખૂબ ખુશ દેખાય છે ને?
'''રમેશ :''' કેમ શું ખબર છે? મંજરી આજે તો ખૂબ ખુશ દેખાય છે ને?
મંજરી : રમેશભાઈ, એ મને ચાહે છે પહેલાના જેટલું જ.
'''મંજરી :''' રમેશભાઈ, એ મને ચાહે છે પહેલાના જેટલું જ.
ગૌરીપ્રસાદ : મંજરી! ત્યારે આ બધો આનંદ એનો જ લાગે છે, ખરું ને!
'''ગૌરીપ્રસાદ :''' મંજરી! ત્યારે આ બધો આનંદ એનો જ લાગે છે, ખરું ને!
રમેશ : મંજરી! તારો આનંદ સમજી શકાય છે, પણ હજી સંભાળવાનું છે, તે ભૂલતી નહિ.
'''રમેશ :''' મંજરી! તારો આનંદ સમજી શકાય છે, પણ હજી સંભાળવાનું છે, તે ભૂલતી નહિ.
ગંગા :  આજે તો આનંદમાં એ ભાન જ ભૂલી ગઈ છે.
'''ગંગા :''' આજે તો આનંદમાં એ ભાન જ ભૂલી ગઈ છે.
મંજરી : કોઈ ૫ણ ભૂલી જાય, ખરુંને કાકા!
'''મંજરી :''' કોઈ ૫ણ ભૂલી જાય, ખરુંને કાકા!
ગૌરીપ્રસાદ : એનો જવાબ તો તારી કાકી જ આપી શકે. હું શું જાણું?
'''ગૌરીપ્રસાદ :''' એનો જવાબ તો તારી કાકી જ આપી શકે. હું શું જાણું?
રમેશ : આનંદ થાય તે તો સ્વાભાવિક જ છે, પણ મંજરી! અત્યારે આ આનંદને હૃદયમાં સમાવી રાખવાની ૫ણ એટલી જ જરૂર છે. જ્યાં સુધી વિલાસનો પગ આ ઘરમાંથી તદ્દન નીકળી ન જાય, ત્યાં સુધી તારે તારા પ્રેમને અંદર જ દબાવી રાખવો પડશે. સમજાય છે?
'''રમેશ :''' આનંદ થાય તે તો સ્વાભાવિક જ છે, પણ મંજરી! અત્યારે આ આનંદને હૃદયમાં સમાવી રાખવાની ૫ણ એટલી જ જરૂર છે. જ્યાં સુધી વિલાસનો પગ આ ઘરમાંથી તદ્દન નીકળી ન જાય, ત્યાં સુધી તારે તારા પ્રેમને અંદર જ દબાવી રાખવો પડશે. સમજાય છે?
મંજરી : સમજાય છે, (નિસાસો નાંખીને)
'''મંજરી :''' સમજાય છે, (નિસાસો નાંખીને)
રમેશ : તો હવે શો Plan છે, તે કહે જોઈ. એટલે કે હવે એની સાથે કઈ રીતે વર્તવાની છે?
'''રમેશ :''' તો હવે શો Plan છે, તે કહે જોઈ. એટલે કે હવે એની સાથે કઈ રીતે વર્તવાની છે?
મંજરી : હવે તો એમની સાથે કેમ કામ લેવું તે હું બરાબર સમજી ગઈ છું.
'''મંજરી :''' હવે તો એમની સાથે કેમ કામ લેવું તે હું બરાબર સમજી ગઈ છું.
ગૌરીપ્રસાદ : અમે પણ જાણીએ તો ખરાં, કે શી રીતે કામ લેવાની છે.  
'''ગૌરીપ્રસાદ :''' અમે પણ જાણીએ તો ખરાં, કે શી રીતે કામ લેવાની છે.  
મંજરી : કાકા! મેં એમને એવા તો ભોંઠા પાડી દીધા છે, કે એ મૂંઝાઈ જ ગયા છે. હમણાં તો એમની સાથે બોલતી પણ નથી.
'''મંજરી :''' કાકા! મેં એમને એવા તો ભોંઠા પાડી દીધા છે, કે એ મૂંઝાઈ જ ગયા છે. હમણાં તો એમની સાથે બોલતી પણ નથી.
ગૌરીપ્રસાદ : એક તરફથી અબોલા ચાલે છે, ને બીજી તરફથી પ્રેમ પણ ચાલે છે?
'''ગૌરીપ્રસાદ :''' એક તરફથી અબોલા ચાલે છે, ને બીજી તરફથી પ્રેમ પણ ચાલે છે?
મંજરી : એ જ ખૂબી છે ને? આનું નામ જ બેવડે દોર કામ - ને મારું ન માનતા હો તો પૂછો કાકીને…(કાકી તરફ જોઈને) કાકી, પેલી વાત કહું?
'''મંજરી :''' એ જ ખૂબી છે ને? આનું નામ જ બેવડે દોર કામ - ને મારું ન માનતા હો તો પૂછો કાકીને…(કાકી તરફ જોઈને) કાકી, પેલી વાત કહું?
ગંગા : ભ ઈ સા બ ! ભલી થઈને રહેવા દે—
'''ગંગા :''' ભ ઈ સા બ ! ભલી થઈને રહેવા દે—
મંજરી : કંઈ નહિ, પણ તમે કાકાને કહી દેજો. હં.
'''મંજરી :''' કંઈ નહિ, પણ તમે કાકાને કહી દેજો. હં.
ગૌરીપ્રસાદ : એ કહેશે એમાં શું મજા પડશે, તું જ કહી દેને!
'''ગૌરીપ્રસાદ :''' એ કહેશે એમાં શું મજા પડશે, તું જ કહી દેને!
મંજરી : કાકી ના પાડે છે, એટલે કેમ કહેવાય? કાકા, હું થોડા દિવસ આમ અબોલા ચલાવ્યે રાખીશ, ને પછી તો પાછાં અમે આગળ રહેતાં હતાં તેવાં જ લહેરથી ભેગાં રહીશું ને મજા કરીશું; કેમ ખરું ને?
'''મંજરી :''' કાકી ના પાડે છે, એટલે કેમ કહેવાય? કાકા, હું થોડા દિવસ આમ અબોલા ચલાવ્યે રાખીશ, ને પછી તો પાછાં અમે આગળ રહેતાં હતાં તેવાં જ લહેરથી ભેગાં રહીશું ને મજા કરીશું; કેમ ખરું ને?
ગૌરીપ્રસાદ : જાણે ખાધાં, પીધાં ને રાજ્ય કર્યાં તેવું. ખરું કે નહિ?
'''ગૌરીપ્રસાદ :''' જાણે ખાધાં, પીધાં ને રાજ્ય કર્યાં તેવું. ખરું કે નહિ?
મંજરી : હા બસ તેવું જ.
'''મંજરી :''' હા બસ તેવું જ.
ગૌરીપ્રસાદ : મંજરી! પણ આ ચોપડીની વાર્તા પણ નથી ને નાટક ૫ણ નથી કે જેનો અંત રોજ ખાધાં, પીધાં ને રાજ્ય કર્યાં એમ જ આવે. આનો અંત ખરાબ પણ આવી શકે, તેટલું ધ્યાનમાં રાખીને કામ લેજે.
'''ગૌરીપ્રસાદ :''' મંજરી! પણ આ ચોપડીની વાર્તા પણ નથી ને નાટક ૫ણ નથી કે જેનો અંત રોજ ખાધાં, પીધાં ને રાજ્ય કર્યાં એમ જ આવે. આનો અંત ખરાબ પણ આવી શકે, તેટલું ધ્યાનમાં રાખીને કામ લેજે.
મંજરી : હેં રમેશભાઈ!
'''મંજરી :''' હેં રમેશભાઈ!
ગંગા : હા મંજરી! પુરુષોનો તો ભરોસો જ નહિ. કોણ જાણે કઈ ઘડીએ કઈ તરફ વળી જાય!
'''ગંગા :''' હા મંજરી! પુરુષોનો તો ભરોસો જ નહિ. કોણ જાણે કઈ ઘડીએ કઈ તરફ વળી જાય!
મંજરી : રમેશભાઈ! તમે તો કંઈ બોલો…
'''મંજરી :''' રમેશભાઈ! તમે તો કંઈ બોલો…
રમેશ : કાકાની વાત ખરી છે મંજરી! અને તારે હજી પણ સિફતથી તો કામ લેવું પડશે. ઉતાવળ કરી નાંખીશ તો કદાચ ધાર્યું પરિણામ ન પણ આવે! હમણાંની વિલાસ અહીં આવે છે ખરી?
'''રમેશ :''' કાકાની વાત ખરી છે મંજરી! અને તારે હજી પણ સિફતથી તો કામ લેવું પડશે. ઉતાવળ કરી નાંખીશ તો કદાચ ધાર્યું પરિણામ ન પણ આવે! હમણાંની વિલાસ અહીં આવે છે ખરી?
મંજરી : તે દિવસથી બહુ જ ઓછી આવે છે. પણ આજે આવવી જોઈએ.
'''મંજરી :''' તે દિવસથી બહુ જ ઓછી આવે છે. પણ આજે આવવી જોઈએ.
ગંગા : હજી એનું અહીં શું દાટ્યું છે?
'''ગંગા :''' હજી એનું અહીં શું દાટ્યું છે?
મંજરી : કાલે રાતના એનો ફોન હતો. ફોન મેં લીધો હતો, એટલે એ જાડો અવાજ કરીને બોલવા લાગી, જાણે કે ફોનમાં કોઈ પુરુષ બોલતો હોય તેવી રીતેઃ  પણ હું તો એનો અવાજ ઓળખી જ ગઈ હતી.
'''મંજરી :''' કાલે રાતના એનો ફોન હતો. ફોન મેં લીધો હતો, એટલે એ જાડો અવાજ કરીને બોલવા લાગી, જાણે કે ફોનમાં કોઈ પુરુષ બોલતો હોય તેવી રીતેઃ  પણ હું તો એનો અવાજ ઓળખી જ ગઈ હતી.
ગંગા : આવી બૈરીઓને તો અવળે ગધેડે બેસાડીને માથે મુંડો કરીને ગામ ફરતી ફેરવવી જોઈએ.
'''ગંગા :''' આવી બૈરીઓને તો અવળે ગધેડે બેસાડીને માથે મુંડો કરીને ગામ ફરતી ફેરવવી જોઈએ.
રમેશ : કાકી! એમાં એકલી સ્ત્રીઓનો વાંક થોડો જ છે? પુરુષો પણ એવા ત્યારે જ ને? હં, મંજરી! પછી ફોન પર શી વાત થઈ?
'''રમેશ :''' કાકી! એમાં એકલી સ્ત્રીઓનો વાંક થોડો જ છે? પુરુષો પણ એવા ત્યારે જ ને? હં, મંજરી! પછી ફોન પર શી વાત થઈ?
મંજરી : એણે પૂછ્યું. (પુરુષ જેવો અવાજ કાઢીને) ડૉ. દિનેશ ઘરમાં છે?’ મેં કહ્યું : જી નથી’ તો કહે: ‘આવે ત્યારે કહેશો કે મિસિસ મખ્ખનલાલને જલદી ફોન કરે.
'''મંજરી :''' એણે પૂછ્યું. (પુરુષ જેવો અવાજ કાઢીને) ડૉ. દિનેશ ઘરમાં છે?’ મેં કહ્યું : જી નથી’ તો કહે: ‘આવે ત્યારે કહેશો કે મિસિસ મખ્ખનલાલને જલદી ફોન કરે.
ગંગા : મુઈ રાં…ડ મિસિસ મખ્ખનલાલ! પછી તેં શું કહ્યું?
'''ગંગા :''' મુઈ રાં…ડ મિસિસ મખ્ખનલાલ! પછી તેં શું કહ્યું?
મંજરી : આપણે તો માર્યું ગપ્પું. કહી દીધું કે આજે તો એ આખો દિવસ મિસિસ મખ્ખનલાલની પાસે જ હતા ને?
'''મંજરી :''' આપણે તો માર્યું ગપ્પું. કહી દીધું કે આજે તો એ આખો દિવસ મિસિસ મખ્ખનલાલની પાસે જ હતા ને?
રમેશ : (વાંસામાં થાબડીને) શા..... બા.....શ, મંજરી! બરાબર. પછી?  
'''રમેશ :''' (વાંસામાં થાબડીને) શા..... બા.....શ, મંજરી! બરાબર. પછી?  
મંજરી : એ સાંભળીને તો એ એવી ગભરાણી ને પછી એ બીજું કંઈ પણ પૂછે તે પહેલાં જ આપણે તો રિસીવર નીચે મૂકી દીધું.
'''મંજરી :''' એ સાંભળીને તો એ એવી ગભરાણી ને પછી એ બીજું કંઈ પણ પૂછે તે પહેલાં જ આપણે તો રિસીવર નીચે મૂકી દીધું.
ગંગા : ભારે જબરી નીકળી, મંજરી, તું તો!
'''ગંગા :''' ભારે જબરી નીકળી, મંજરી, તું તો!
રમેશ : વિલાસને હવે એ જ વિચાર થશે, કે એની પાસે તો દિનેશ નહોતો જ એટલે શું આ ક્યાંય બીજી જગ્યા શોધી કાઢી કે શું? ભારે કરી છે મંજરી તેં. (સૌ હસે છે) વિલાસ ખરેખર ગભરાણી હશે.
'''રમેશ :''' વિલાસને હવે એ જ વિચાર થશે, કે એની પાસે તો દિનેશ નહોતો જ એટલે શું આ ક્યાંય બીજી જગ્યા શોધી કાઢી કે શું? ભારે કરી છે મંજરી તેં. (સૌ હસે છે) વિલાસ ખરેખર ગભરાણી હશે.
ગંગા : બરાબર કર્યું, મંજરી! “એ તો થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ.” પણ હવે સંભાળજે. બહુ પ્યાર કરીને વળી પાછી દિનેશને બગાડી ન મૂકતી.
'''ગંગા :''' બરાબર કર્યું, મંજરી! “એ તો થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ.” પણ હવે સંભાળજે. બહુ પ્યાર કરીને વળી પાછી દિનેશને બગાડી ન મૂકતી.
ગૌરીપ્રસાદ : હા દીકરી, તારી કાકી જેવું રાખજે. એ કોઈ દિવસ પ્યાર કરે નહિ ને હું કોઈ દિવસ બગડું નહિ, કેમ ખરું ને! (કાકી તરફ જોઈને)
'''ગૌરીપ્રસાદ :''' હા દીકરી, તારી કાકી જેવું રાખજે. એ કોઈ દિવસ પ્યાર કરે નહિ ને હું કોઈ દિવસ બગડું નહિ, કેમ ખરું ને! (કાકી તરફ જોઈને)
ગંગા : આ ઉમ્મરે પ્યાર પ્યારની વાતો કરે છો તે શરમાતા નથી?
'''ગંગા :''' આ ઉમ્મરે પ્યાર પ્યારની વાતો કરે છો તે શરમાતા નથી?
ગૌરીપ્રસાદ :પ્યાર તે ગમે તે ઉમ્મરે થઈ શકે છે. કેમ? તું શું કહે છે, રમેશ?
'''ગૌરીપ્રસાદ :'''પ્યાર તે ગમે તે ઉમ્મરે થઈ શકે છે. કેમ? તું શું કહે છે, રમેશ?
રમેશ : You are right? કાકા! થઈ શકે, જરૂર થઈ શકે.
'''રમેશ :''' You are right? કાકા! થઈ શકે, જરૂર થઈ શકે.
ગંગા : તમારી વાત હવે મૂકશો? રમેશ! મંજરીએ હવે શું કરવું એ તો એને કહી દે.
'''ગંગા :''' તમારી વાત હવે મૂકશો? રમેશ! મંજરીએ હવે શું કરવું એ તો એને કહી દે.
રમેશ : કહેવા જેવું કંઈ જ નથી. મંજરી બધું જ સમજે છે.
'''રમેશ :''' કહેવા જેવું કંઈ જ નથી. મંજરી બધું જ સમજે છે.
ગૌરીપ્રસાદ : હું પરીક્ષા લઈ જોઉં. બોલ જોઈએ. મંજરી! તું દિનેશનો, પાછો મેળવેલો પ્યાર, હવે શી રીતે જાળવી રાખવાની છે, તે કહે જોઈ?
'''ગૌરીપ્રસાદ :''' હું પરીક્ષા લઈ જોઉં. બોલ જોઈએ. મંજરી! તું દિનેશનો, પાછો મેળવેલો પ્યાર, હવે શી રીતે જાળવી રાખવાની છે, તે કહે જોઈ?
  રમેશ : જોઈએ હવે પરીક્ષામાં પાસ થાય છે કે નાપાસ?
  '''રમેશ :''' જોઈએ હવે પરીક્ષામાં પાસ થાય છે કે નાપાસ?
મંજરી : જુઓ જાણે, હું એમના ઉપર કોઈ દિવસ વધારે પડતો પ્રેમ દેખાડીશ જ નહિ.
'''મંજરી :''' જુઓ જાણે, હું એમના ઉપર કોઈ દિવસ વધારે પડતો પ્રેમ દેખાડીશ જ નહિ.
ગૌરીપ્રસાદ : દેખાડીશ જ નહિ કે કરીશ પણ નહિ?
'''ગૌરીપ્રસાદ :''' દેખાડીશ જ નહિ કે કરીશ પણ નહિ?
ગંગા : આવું તે વળી પુછાતું હશે?
'''ગંગા :''' આવું તે વળી પુછાતું હશે?
રમેશ : કાકી! પરીક્ષકને ગમે તેવા સવાલ પૂછવાનો હક્ક છે. જવાબ આપ, મંજરી!
'''રમેશ :''' કાકી! પરીક્ષકને ગમે તેવા સવાલ પૂછવાનો હક્ક છે. જવાબ આપ, મંજરી!
મંજરી : ના, ના, કાકા! પ્રેમ કરીશ તો ખરી જ, ભાઈ! આપણાથી પ્રેમ કર્યા વગર તો નહિ જ રહેવાય-પણ દેખાડીશ નહિ.
'''મંજરી :''' ના, ના, કાકા! પ્રેમ કરીશ તો ખરી જ, ભાઈ! આપણાથી પ્રેમ કર્યા વગર તો નહિ જ રહેવાય-પણ દેખાડીશ નહિ.
ગૌરીપ્રસાદ : પણ પ્રેમ કરીશ, છતાંયે દેખાડીશ નહિ, તે શી રીતે?
'''ગૌરીપ્રસાદ :''' પણ પ્રેમ કરીશ, છતાંયે દેખાડીશ નહિ, તે શી રીતે?
મંજરી : એટલે કે અંદરથી તો ખૂબ જ ચાહીશ, પણ ઉપરથી એટલું નહિ દેખાડું. તમે સમજો તો છો, કાકા!
'''મંજરી :''' એટલે કે અંદરથી તો ખૂબ જ ચાહીશ, પણ ઉપરથી એટલું નહિ દેખાડું. તમે સમજો તો છો, કાકા!
ગૌરીપ્રસાદ : વારુ, વારુ પછી? (હસીને)
'''ગૌરીપ્રસાદ :''' વારુ, વારુ પછી? (હસીને)
મંજરી : એ બહાર જાય ત્યારે કોઈ દિવસ પૂછીશ નહિ કે પાછા ક્યારે આવશો!
'''મંજરી :''' એ બહાર જાય ત્યારે કોઈ દિવસ પૂછીશ નહિ કે પાછા ક્યારે આવશો!
ગૌરીપ્રસાદ : આ વાત ડાહી અને સમજણની કહી. સાંભળે છે? (કાકીને) તું પણ આ જવાબમાંથી કંઈક શીખ તો સારું. બરાબર છે, ૫છી?
'''ગૌરીપ્રસાદ :''' આ વાત ડાહી અને સમજણની કહી. સાંભળે છે? (કાકીને) તું પણ આ જવાબમાંથી કંઈક શીખ તો સારું. બરાબર છે, ૫છી?
મંજરી : કોઈ દિવસ પૂછીશ નહિ, કે તમે મને ચાહો છો?
'''મંજરી :''' કોઈ દિવસ પૂછીશ નહિ, કે તમે મને ચાહો છો?
ગંગા : પણ તને કોઈ જાતનો વહેમ પડે તોયે?
'''ગંગા :''' પણ તને કોઈ જાતનો વહેમ પડે તોયે?
ગૌરીપ્રસાદ : સ્ત્રીઓથી વહેમ લવાય જ નહિ.
'''ગૌરીપ્રસાદ :''' સ્ત્રીઓથી વહેમ લવાય જ નહિ.
ગંગા : બેસો હવે તમે! “વહેમ લવાય જ નહિં,” બોલ્યા!
'''ગંગા :''' બેસો હવે તમે! “વહેમ લવાય જ નહિં,” બોલ્યા!
ગૌરીપ્રસાદ :  સ્ત્રીઓથી આમ ધણીને તરછોડાય પણ નહિ.
'''ગૌરીપ્રસાદ :''' સ્ત્રીઓથી આમ ધણીને તરછોડાય પણ નહિ.
ગંગા : એ તો જેવો વખત.
'''ગંગા :''' એ તો જેવો વખત.
રમેશ : કાકી! તમારે વચમાં બોલાય પણ નહિ. તમે જાણો છો કે કાકા અત્યારે પરીક્ષકને સ્થાને છે !
'''રમેશ :''' કાકી! તમારે વચમાં બોલાય પણ નહિ. તમે જાણો છો કે કાકા અત્યારે પરીક્ષકને સ્થાને છે !
ગંગા : ભલે ને એ ગમે તે સ્થાને હોય, હું તો મારે બોલવાની.  
'''ગંગા :''' ભલે ને એ ગમે તે સ્થાને હોય, હું તો મારે બોલવાની.  
રમેશ : તમારાથી કાકાનું અપમાન કરાય નહિ… (હસીને)
'''રમેશ :''' તમારાથી કાકાનું અપમાન કરાય નહિ… (હસીને)
ગૌરીપ્રસાદ : જો, આ રમેશ શું કહે છે?
'''ગૌરીપ્રસાદ :''' જો, આ રમેશ શું કહે છે?
ગંગા : એ તો “જેવા દેવ તેવી પૂજા.” આમ આડી વાતે ન ઊતરતાં મંજરીને પૂછવાનું હોય એ જ પૂછોને-
'''ગંગા :''' એ તો “જેવા દેવ તેવી પૂજા.” આમ આડી વાતે ન ઊતરતાં મંજરીને પૂછવાનું હોય એ જ પૂછોને-
ગૌરીપ્રસાદ : વા.....રુ.....મંજરી! ધાર કે વિલાસના બદલામાં કોઈ ઉલ્લાસ દિનેશ સાથે ભટકાઈ પડે તો તું શું કરે?
'''ગૌરીપ્રસાદ :''' વા.....રુ.....મંજરી! ધાર કે વિલાસના બદલામાં કોઈ ઉલ્લાસ દિનેશ સાથે ભટકાઈ પડે તો તું શું કરે?
મંજરી : (ગભરાઈને) ઓ.હ! એવું થાય તે શું કરું રમેશભાઈ?
'''મંજરી :''' (ગભરાઈને) ઓ.હ! એવું થાય તે શું કરું રમેશભાઈ?
ગૌરીપ્રસાદ : બ.....સ, જવાબમાં નાપાસ થઈ ગઈ ને? (હસે છે ) રમેશ! દે હવે એને જવાબ, તો.....એ શું કરે!
'''ગૌરીપ્રસાદ :''' બ.....સ, જવાબમાં નાપાસ થઈ ગઈ ને? (હસે છે ) રમેશ! દે હવે એને જવાબ, તો.....એ શું કરે!
રમેશ : (હસીને) તો એને કાઢવા આવું જ નાટક પાછું બીજી વાર ભજવે-
'''રમેશ :''' (હસીને) તો એને કાઢવા આવું જ નાટક પાછું બીજી વાર ભજવે-
મંજરી : તો શું જીવનભર આવાં નાટકો જ કર્યા કરું એમ ને?
'''મંજરી :''' તો શું જીવનભર આવાં નાટકો જ કર્યા કરું એમ ને?
રમેશ : મંજરી! દિનેશમાં તને એટલો યે ભરોસો નથી?
'''રમેશ :''' મંજરી! દિનેશમાં તને એટલો યે ભરોસો નથી?
ગંગા : પુરુષમાં ભરોસો? હં.
'''ગંગા :''' પુરુષમાં ભરોસો? હં.
ગૌરીપ્રસાદ: બધા તારા જેવા ન હોય.
ગૌરીપ્રસાદ: બધા તારા જેવા ન હોય.
મંજરી : મને ભરોસો તો છે, પણ-
'''મંજરી :''' મને ભરોસો તો છે, પણ-
રમેશ : ભરોસો રાખ, હવે એ જાગી ગયો છે. એક વાર અજાણતાં પગ લપસ્યો, પણ હવે, એ જગ્યા લપસણી છે એમ સમજ્યા પછી, ફરી વાર ત્યાં પગ મૂકવા જાય તેવો તો એ નથી જ.
'''રમેશ :''' ભરોસો રાખ, હવે એ જાગી ગયો છે. એક વાર અજાણતાં પગ લપસ્યો, પણ હવે, એ જગ્યા લપસણી છે એમ સમજ્યા પછી, ફરી વાર ત્યાં પગ મૂકવા જાય તેવો તો એ નથી જ.
ગંગા : તો યે મંજરી! રોજ ચેતીને તો ચાલવું જ હો.  
'''ગંગા :''' તો યે મંજરી! રોજ ચેતીને તો ચાલવું જ હો.  
મંજરી : રમેશભાઈ! હું દિનેશને ચાહું છું, ખૂ.....બ જ ચાહું છું. પણ એક ભય મને ગભરાવી મૂકે છે ને એ વિચાર માત્રથી હું કંપી ઊઠું છું.
'''મંજરી :''' રમેશભાઈ! હું દિનેશને ચાહું છું, ખૂ.....બ જ ચાહું છું. પણ એક ભય મને ગભરાવી મૂકે છે ને એ વિચાર માત્રથી હું કંપી ઊઠું છું.
રમેશ : ક્યા વિચારથી, મંજરી?
'''રમેશ :''' ક્યા વિચારથી, મંજરી?
મંજરી : એ જ કે, એ, ખરેખર ભૂલ્યા છે, કે, છે જ, એવા?
'''મંજરી :''' એ જ કે, એ, ખરેખર ભૂલ્યા છે, કે, છે જ, એવા?
રમેશ  :મને તો લાગે છે કે દિનેશ ભૂલ્યો જ છે. એ એવો તો નથી જ.
રમેશ  :મને તો લાગે છે કે દિનેશ ભૂલ્યો જ છે. એ એવો તો નથી જ.
મંજરી : છતાં યે મારું મન અકળાય છે. રમેશભાઈ! જીવનમાં આવું બનાવટીપણું મને દુઃખી કરી મૂકે છે. આમ કરવું ને આમ નહિ, આમ પૂછવું ને આમ નહિ, ચાહવું છતાંયે ચાહતાં હોય તેમ દેખાડવું નહિ: જાણે કે દરેક શબ્દ તોળી તોળીને બોલવાનો, દરેક પગલું સંભાળી સંભાળીને ભરવાનું, કેટલું artificial? શું અમે પહેલાંના જેવો એકબીજાનો પ્રેમ નહિ જ મેળવી શકીએ? પહેલાંના જેવું સુંદર જીવન નહિ જ જીવી શકીએ!
'''મંજરી :''' છતાં યે મારું મન અકળાય છે. રમેશભાઈ! જીવનમાં આવું બનાવટીપણું મને દુઃખી કરી મૂકે છે. આમ કરવું ને આમ નહિ, આમ પૂછવું ને આમ નહિ, ચાહવું છતાંયે ચાહતાં હોય તેમ દેખાડવું નહિ: જાણે કે દરેક શબ્દ તોળી તોળીને બોલવાનો, દરેક પગલું સંભાળી સંભાળીને ભરવાનું, કેટલું artificial? શું અમે પહેલાંના જેવો એકબીજાનો પ્રેમ નહિ જ મેળવી શકીએ? પહેલાંના જેવું સુંદર જીવન નહિ જ જીવી શકીએ!
રમેશ : એ પણ બનશે, ૫ણ સમય લાગશે.
'''રમેશ :''' એ પણ બનશે, ૫ણ સમય લાગશે.
મંજરી : ગયો સમય તો ગયો જ ને? કે જે વખતે નહોતી ડહાપણની જરૂર, નહોતી ચાલાકીની જરૂર, નહોતી બનાવટની જરૂર કે નહોતી છેતરપીંડીની જરૂર! એ વખતે તો બસ એક જ ભાન હતું કે અમે એકબીજાંને ચાહીએ છીએ, એકબીજામાં જ મસ્ત છીએ. અમે બે નથી પણ એક જ છીએ ને રહીશું પણ તેમજ. અહા, કેવી તે મસ્તી હતી, ને કેવો તે આનંદ હતો? શું ફરીવાર આવું જીવન પ્રાપ્ત નહિ જ થાય?
'''મંજરી :''' ગયો સમય તો ગયો જ ને? કે જે વખતે નહોતી ડહાપણની જરૂર, નહોતી ચાલાકીની જરૂર, નહોતી બનાવટની જરૂર કે નહોતી છેતરપીંડીની જરૂર! એ વખતે તો બસ એક જ ભાન હતું કે અમે એકબીજાંને ચાહીએ છીએ, એકબીજામાં જ મસ્ત છીએ. અમે બે નથી પણ એક જ છીએ ને રહીશું પણ તેમજ. અહા, કેવી તે મસ્તી હતી, ને કેવો તે આનંદ હતો? શું ફરીવાર આવું જીવન પ્રાપ્ત નહિ જ થાય?
રમેશ : જરૂર થશે, મંજરી! વિશ્વાસ રાખ.
'''રમેશ :''' જરૂર થશે, મંજરી! વિશ્વાસ રાખ.
ગૌરીપ્રસાદ : મંજરી, તું હિંમત કેમ હારી જાય છે? તું ધારીશ તો જરૂર તેવું જીવન પ્રાપ્ત કરી શકીશ. મનુષ્યયત્ન ને ઈશ્વરકૃપા.
'''ગૌરીપ્રસાદ :''' મંજરી, તું હિંમત કેમ હારી જાય છે? તું ધારીશ તો જરૂર તેવું જીવન પ્રાપ્ત કરી શકીશ. મનુષ્યયત્ન ને ઈશ્વરકૃપા.
મંજરી : પ્રયત્ન તો કરું જ છું ને! પણ ઘણીવાર એ વિશ્વાસ ડગી જાય છે. તૂટેલાં દિલ-શું ફરીવાર પાછાં સંધાઈ શકશે? શું એમાં બિલકુલ ચિરાડ નહિ રહે?
'''મંજરી :''' પ્રયત્ન તો કરું જ છું ને! પણ ઘણીવાર એ વિશ્વાસ ડગી જાય છે. તૂટેલાં દિલ-શું ફરીવાર પાછાં સંધાઈ શકશે? શું એમાં બિલકુલ ચિરાડ નહિ રહે?
રમેશ : તૂટેલા કાચ જેમ, તૂટેલું હૃદય સંધાવું અઘરું તો છે જ, છતાંયે પ્રયત્ન કરે અને થોડી ઉદારતા દેખાડાય તો જરૂર સંધાય.
'''રમેશ :''' તૂટેલા કાચ જેમ, તૂટેલું હૃદય સંધાવું અઘરું તો છે જ, છતાંયે પ્રયત્ન કરે અને થોડી ઉદારતા દેખાડાય તો જરૂર સંધાય.
ગૌરીપ્રસાદ : હૃદયની ઉપમા કાચ સાથે આપવાની જ નહિ. કાચ તો સાંધે તો યે તિરાડ રહે. હું તો હૃદયને પિત્તળના વાસણ પર પડેલા ઘોબાની ઉપમા આપું. આઘાત થયો ને વાસણની જેમ હૃદય પર ઘોબો પડયો: પણ કુશળ કારીગર જેમ ઘોબાને એવો ઉપાડી લે કે વાસણ પાછું હતું તેવું જ દેખાય, તેવી જ રીતે તારે હૃદયનો આ ઘોબો ઉપાડીને - હતું તેવું થઈ જવાનું. એમાંયે કુશળ કારીગર જેમ કુશળ સ્ત્રીસ્વભાવની જરૂર ખરી.
'''ગૌરીપ્રસાદ :''' હૃદયની ઉપમા કાચ સાથે આપવાની જ નહિ. કાચ તો સાંધે તો યે તિરાડ રહે. હું તો હૃદયને પિત્તળના વાસણ પર પડેલા ઘોબાની ઉપમા આપું. આઘાત થયો ને વાસણની જેમ હૃદય પર ઘોબો પડયો: પણ કુશળ કારીગર જેમ ઘોબાને એવો ઉપાડી લે કે વાસણ પાછું હતું તેવું જ દેખાય, તેવી જ રીતે તારે હૃદયનો આ ઘોબો ઉપાડીને - હતું તેવું થઈ જવાનું. એમાંયે કુશળ કારીગર જેમ કુશળ સ્ત્રીસ્વભાવની જરૂર ખરી.
રમેશ : મંજરી! કાકાની વાત અક્ષરેઅક્ષર હૃદયમાં ઉતારી લેવા જેવી છે.
'''રમેશ :''' મંજરી! કાકાની વાત અક્ષરેઅક્ષર હૃદયમાં ઉતારી લેવા જેવી છે.
મંજરી : કાકા! કારીગર કુશળ પણ વાસણ તો નિર્જીવને! આ તો જીવતાં માણસની વાત છે! ને સુખ-દુઃખ, ભૂતકાળની સ્મૃતિઓ, તૂટેલા તાર, હૃદય પર પડેલા ડંખ, સ્મૃતિમાં જડાઈ ગયેલી ઘટનાઓ— એ બધાથી મારું મન બહુ જ દુ:ખી થઈ જાય છે. મારા પ્રતિની આ એમની બેવફાઈ શું હું ભૂલી શકીશ? કાકી! તમે તો કંઈ બોલો!
'''મંજરી :''' કાકા! કારીગર કુશળ પણ વાસણ તો નિર્જીવને! આ તો જીવતાં માણસની વાત છે! ને સુખ-દુઃખ, ભૂતકાળની સ્મૃતિઓ, તૂટેલા તાર, હૃદય પર પડેલા ડંખ, સ્મૃતિમાં જડાઈ ગયેલી ઘટનાઓ— એ બધાથી મારું મન બહુ જ દુ:ખી થઈ જાય છે. મારા પ્રતિની આ એમની બેવફાઈ શું હું ભૂલી શકીશ? કાકી! તમે તો કંઈ બોલો!
ગંગા : હું શું બોલું? કારણ કે તારી વાત પણ સાચી છે, કે ભૂલવું અઘરું તો છે જ, છતાંયે તારા કાકાની અને રમેશની વાત પણ એટલી જ સાચી છે, કે ભૂતકાળ ભૂલીને જો ભવિષ્યકાળ સુધારી શકાતો હોય તો - એવા કુશળ કારીગર જેમ - સુધારી લેવામાં જ ડહાપણ છે ને?
'''ગંગા :''' હું શું બોલું? કારણ કે તારી વાત પણ સાચી છે, કે ભૂલવું અઘરું તો છે જ, છતાંયે તારા કાકાની અને રમેશની વાત પણ એટલી જ સાચી છે, કે ભૂતકાળ ભૂલીને જો ભવિષ્યકાળ સુધારી શકાતો હોય તો - એવા કુશળ કારીગર જેમ - સુધારી લેવામાં જ ડહાપણ છે ને?
મંજરી : ડહાપણ ને સગવડતા.....(નિસાસો) હં.....થીગડાં મારેલું જીવન કોણ જાણે કેવું યે લાગશે, કાકી! હું એમને ચાહતી અને એ મને ચાહતા, વચમાં વિલાસ આવી. અમારા જીવનમાં વંટોળ ઊભો કર્યો. એમણે મને દગો દીધો. મારો વિશ્વાસઘાત કર્યો. મારા પ્રેમને દગો દીધો. (કાકીના ખોળાના માથું મૂકીને રડી પડે છે.)
'''મંજરી :''' ડહાપણ ને સગવડતા.....(નિસાસો) હં.....થીગડાં મારેલું જીવન કોણ જાણે કેવું યે લાગશે, કાકી! હું એમને ચાહતી અને એ મને ચાહતા, વચમાં વિલાસ આવી. અમારા જીવનમાં વંટોળ ઊભો કર્યો. એમણે મને દગો દીધો. મારો વિશ્વાસઘાત કર્યો. મારા પ્રેમને દગો દીધો. (કાકીના ખોળાના માથું મૂકીને રડી પડે છે.)
ગંગા : મંજરી! તું રડ નહિ. તરીને પાર ઊતરી ગયા પછી હવે રડે છે? હં..... (છાની રાખે છે.)
'''ગંગા :''' મંજરી! તું રડ નહિ. તરીને પાર ઊતરી ગયા પછી હવે રડે છે? હં..... (છાની રાખે છે.)
રમેશ : ગઈ ગુજરી ભૂલી જવામાં જ ડહાપણ છે, મંજરી!
'''રમેશ :''' ગઈ ગુજરી ભૂલી જવામાં જ ડહાપણ છે, મંજરી!
મંજરી : (છેડાઈને) ભૂલી જાઉં? શી રીતે ભૂલી જાઉં? મેં એમની એક આદર્શ મૂર્તિ મારા હૃદયમાં સ્થાપી હતી. એ મૂર્તિના એમણે એમના હાથે જ ચૂરેચૂરા કરીને ફેંકી દીધા. એમને માટે મારા દિલમાં જે માન હતું, એમના માટે મને જે ગૌરવ હતું, તે બધું જ ભુંસાઈ ગયું. બધું જ તૂટી ગયું - હું એમના માટે, અમારા પ્રેમ માટે ગૌરવ લેતી. એ મારા ગૌરવના ચૂચૂરેરા થઈ ગયા. મને હતું કે એ મને મૂકીને કોઈ દિવસ.....બીજે નજર પણ કરે નહિ. એ મારો એમનામાં અખંડ વિશ્વાસ ખંડખંડ થઈ ગયો! (રડે છે. )
'''મંજરી :''' (છેડાઈને) ભૂલી જાઉં? શી રીતે ભૂલી જાઉં? મેં એમની એક આદર્શ મૂર્તિ મારા હૃદયમાં સ્થાપી હતી. એ મૂર્તિના એમણે એમના હાથે જ ચૂરેચૂરા કરીને ફેંકી દીધા. એમને માટે મારા દિલમાં જે માન હતું, એમના માટે મને જે ગૌરવ હતું, તે બધું જ ભુંસાઈ ગયું. બધું જ તૂટી ગયું - હું એમના માટે, અમારા પ્રેમ માટે ગૌરવ લેતી. એ મારા ગૌરવના ચૂચૂરેરા થઈ ગયા. મને હતું કે એ મને મૂકીને કોઈ દિવસ.....બીજે નજર પણ કરે નહિ. એ મારો એમનામાં અખંડ વિશ્વાસ ખંડખંડ થઈ ગયો! (રડે છે. )
ગૌરીપ્રસાદ : મંજરી! તું ડાહી છે. તેં અત્યાર સુધી જે રીતે સમજીને કામ લીધું છે, તે જ રીતે હવે પણ લેવું જ રહ્યું. તેં સ્વપ્ને પણ નહોતું ધાર્યું તેવું બની ગયું; છતાંયે બગડી બાજી સુધારી લેવામાં જ તારું હિત સમાયેલું છે, એ તું પણ ક્યાં નથી સમજતી?  
'''ગૌરીપ્રસાદ :''' મંજરી! તું ડાહી છે. તેં અત્યાર સુધી જે રીતે સમજીને કામ લીધું છે, તે જ રીતે હવે પણ લેવું જ રહ્યું. તેં સ્વપ્ને પણ નહોતું ધાર્યું તેવું બની ગયું; છતાંયે બગડી બાજી સુધારી લેવામાં જ તારું હિત સમાયેલું છે, એ તું પણ ક્યાં નથી સમજતી?  
મંજરી : કાકા! બગડી બાજી સુધરશે ખરી? બગડેલું દૂધ મૂળ દૂધની જગ્યા કદાપિ લઈ શકે ખરું?
'''મંજરી :''' કાકા! બગડી બાજી સુધરશે ખરી? બગડેલું દૂધ મૂળ દૂધની જગ્યા કદાપિ લઈ શકે ખરું?
રમશ : મંજરી! દિનેશને આવવાનો વખત થવા આવ્યો છે. આંસુ પૂંછી નાખ જોઈ.(મંજરી આંસુ પૂછે છે) ને પાછી કેડ બાંધીને તૈયાર થઈ જા. મારી બેન આવી નાહિમ્મત હોય? હં… (થાબડે છે ને હસાવે છે.)
રમશ : મંજરી! દિનેશને આવવાનો વખત થવા આવ્યો છે. આંસુ પૂંછી નાખ જોઈ.(મંજરી આંસુ પૂછે છે) ને પાછી કેડ બાંધીને તૈયાર થઈ જા. મારી બેન આવી નાહિમ્મત હોય? હં… (થાબડે છે ને હસાવે છે.)
ગંગા : મન મજબૂત કરવું જ પડે.
'''ગંગા :''' મન મજબૂત કરવું જ પડે.
રમેશ : મંજરી! માણસ માત્ર ભૂલને પાત્ર છે. દિનેશની આ એક ભૂલ માટે તેને દંડ ન દેતાં, જો તું એને પહેલાંના જેટલો જ પ્રેમથી અપનાવી લઈશ; તો એને એની ભૂલનો પશ્ચાત્તાપ થવાનો જ – તારો પ્રેમ જ એને પાવન કરશે. પણ જો તું એની આ ભૂલની વચન કે વર્તનથી યાદ જ દેવડાવ્યા કરીશ, તો સમજી રાખજે, કે એ નઠોર જ બની જશે; કદાચ રોજને માટે તું એને ગુમાવી બેસીશ! માટે જ કહું છું કે સમય ઓળખી લે, ને અત્યાર સુધી જે મુત્સદ્દીપણાથી કામ લીધું છે; તે જ રીતે લઈને, તારા ખજાનાને - પેલીની ચૂડમાંથી છોડાવીને તારું........ ના........તમારું ભવિષ્ય સુધારી લે. હું જરા કડક તો લાગતો હોઈશ. તો માફ કરજે, પણ કહું છું તારા ભલા માટે જ.  
'''રમેશ :''' મંજરી! માણસ માત્ર ભૂલને પાત્ર છે. દિનેશની આ એક ભૂલ માટે તેને દંડ ન દેતાં, જો તું એને પહેલાંના જેટલો જ પ્રેમથી અપનાવી લઈશ; તો એને એની ભૂલનો પશ્ચાત્તાપ થવાનો જ – તારો પ્રેમ જ એને પાવન કરશે. પણ જો તું એની આ ભૂલની વચન કે વર્તનથી યાદ જ દેવડાવ્યા કરીશ, તો સમજી રાખજે, કે એ નઠોર જ બની જશે; કદાચ રોજને માટે તું એને ગુમાવી બેસીશ! માટે જ કહું છું કે સમય ઓળખી લે, ને અત્યાર સુધી જે મુત્સદ્દીપણાથી કામ લીધું છે; તે જ રીતે લઈને, તારા ખજાનાને - પેલીની ચૂડમાંથી છોડાવીને તારું........ ના........તમારું ભવિષ્ય સુધારી લે. હું જરા કડક તો લાગતો હોઈશ. તો માફ કરજે, પણ કહું છું તારા ભલા માટે જ.  
(હોર્નનો અવાજ આવે છે.) મોટર આવી ગઈ હવે જલદી નિશ્ચય કર કે શું કરવું છે?
(હોર્નનો અવાજ આવે છે.) મોટર આવી ગઈ હવે જલદી નિશ્ચય કર કે શું કરવું છે?
મંજરી : તમે કહો તેમ કરવા તૈયાર છું.
'''મંજરી :''' તમે કહો તેમ કરવા તૈયાર છું.
રમેશ : શા.... બા.....શ (વાંસો થાબડીને) તો પહેલાં તો તારે એને કહેવાનું છે, કે તું આઠ દહાડા બહારગામ જાય છે.
'''રમેશ :''' શા.... બા.....શ (વાંસો થાબડીને) તો પહેલાં તો તારે એને કહેવાનું છે, કે તું આઠ દહાડા બહારગામ જાય છે.
મંજરી : પણ ધારો કે જવા દે તો? ને પછી પાછા-
'''મંજરી :''' પણ ધારો કે જવા દે તો? ને પછી પાછા-
ગંગા : હવે આથી વધારે શું કરવાનો હતો? જવા દે તો તારે નિરાંતે જઈ આવવું.
'''ગંગા :''' હવે આથી વધારે શું કરવાનો હતો? જવા દે તો તારે નિરાંતે જઈ આવવું.
રમેશ : એ જવા દેશે જ નહિ.
'''રમેશ :''' એ જવા દેશે જ નહિ.
ગંગા : ને ધાર કે જવા દે તો એના વિના તું શું મોળું ખાવાની છો?
'''ગંગા :''' ને ધાર કે જવા દે તો એના વિના તું શું મોળું ખાવાની છો?
ગૌરીપ્રસાદ : બધા તારા જેવા ન હોય. હું ન હોઉં ત્યારે તું તો રોજ શીરો કરીને ખાય છે.
'''ગૌરીપ્રસાદ :''' બધા તારા જેવા ન હોય. હું ન હોઉં ત્યારે તું તો રોજ શીરો કરીને ખાય છે.
[ઘંટડી વાગે છે. છગન ખોલવા જાય છે.]
[ઘંટડી વાગે છે. છગન ખોલવા જાય છે.]
રમેશ : તો શું સમજી? તું આઠ દહાડા ટ્રીપ પર જાય છે, સમજી?
'''રમેશ :''' તો શું સમજી? તું આઠ દહાડા ટ્રીપ પર જાય છે, સમજી?
મંજરી : સમજી. (દિનેશ પ્રવેશ કરે છે. એને જોઈને) હલ્લો દિનેશ! અમે તો ક્યારના તારી રાહ જોઈએ છીએ.
'''મંજરી :''' સમજી. (દિનેશ પ્રવેશ કરે છે. એને જોઈને) હલ્લો દિનેશ! અમે તો ક્યારના તારી રાહ જોઈએ છીએ.
દિનેશ : આજે આવતાં જરા મોડું થઈ ગયું. કાકા-કાકી પણ આવ્યાં છે ને શું?
'''દિનેશ :''' આજે આવતાં જરા મોડું થઈ ગયું. કાકા-કાકી પણ આવ્યાં છે ને શું?
ગંગા : મંજરી આઠ દહાડા બહારગામ જાય છે, એટલે થયું કે જરા મળી આવીએ.
'''ગંગા :''' મંજરી આઠ દહાડા બહારગામ જાય છે, એટલે થયું કે જરા મળી આવીએ.
[સૌ લુચ્ચાઈનું હસે છે.]
[સૌ લુચ્ચાઈનું હસે છે.]
દિનેશ : કોણ મંજરી બહારગામ જાય છે?  કોણે કહ્યું? હું તો કંઈ જાણતો જ નથી.
'''દિનેશ :''' કોણ મંજરી બહારગામ જાય છે?  કોણે કહ્યું? હું તો કંઈ જાણતો જ નથી.
મંજરી : માફ કરો દિનેશ! તમને તો હું કહેવાનું જ ભૂલી ગઈ.
'''મંજરી :''' માફ કરો દિનેશ! તમને તો હું કહેવાનું જ ભૂલી ગઈ.
દિનેશ : આ બધાને કહેવાનું યાદ આવ્યું, ફક્ત એક મને જ કહેવાનું ભૂલી ગઈ, એમને?
'''દિનેશ :''' આ બધાને કહેવાનું યાદ આવ્યું, ફક્ત એક મને જ કહેવાનું ભૂલી ગઈ, એમને?
ગૌરીપ્રસાદ : તમને ન કહે એવું તે હોય? હવે કહેશે.
'''ગૌરીપ્રસાદ :''' તમને ન કહે એવું તે હોય? હવે કહેશે.
દિનેશ : મારો નંબર છેલ્લો પણ આવે છે, જાણી આનંદ! છગન....  એ છગન.....
'''દિનેશ :''' મારો નંબર છેલ્લો પણ આવે છે, જાણી આનંદ! છગન....  એ છગન.....
[છગન આવે છે]
[છગન આવે છે]
છગન : જી
'''છગન :''' જી
દિનેશ : મારા માટે ચા કરી લાવ તો. તમે કોઈ લેશો?
'''દિનેશ :''' મારા માટે ચા કરી લાવ તો. તમે કોઈ લેશો?
રમેશ : નહિ, અમે તો હવે જઈએ. Thanks. ચાલો ઊઠો છો ને કાકા?
'''રમેશ :''' નહિ, અમે તો હવે જઈએ. Thanks. ચાલો ઊઠો છો ને કાકા?
દિનેશ : વારુ. એક જ કપ કરી લાવ.
'''દિનેશ :''' વારુ. એક જ કપ કરી લાવ.
છગન : જી. (જાય છે)
'''છગન :''' જી. (જાય છે)
ગંગા : (ઊઠતાં ઊઠતાં) પહોંચીને કાગળ લખજે.
'''ગંગા :''' (ઊઠતાં ઊઠતાં) પહોંચીને કાગળ લખજે.
મંજરી : વારુ, આવજો.
'''મંજરી :''' વારુ, આવજો.
[કાકા-કાકી જાય છે.]
[કાકા-કાકી જાય છે.]
રમેશ : દિનેશ જાઉં છું ત્યારે? Wish you luck my boy.  
'''રમેશ :''' દિનેશ જાઉં છું ત્યારે? Wish you luck my boy.  
[જાય છે. મંજરી તેમને મૂકવા જાય છે. થોડી ક્ષણો દિનેશ એકલો ફરે છે. સિગારેટ પીએ છે. ત્યાં છગન ચા લાવીને મૂકે છે. એટલામાં મંજરી પાછી આવે છે.]
[જાય છે. મંજરી તેમને મૂકવા જાય છે. થોડી ક્ષણો દિનેશ એકલો ફરે છે. સિગારેટ પીએ છે. ત્યાં છગન ચા લાવીને મૂકે છે. એટલામાં મંજરી પાછી આવે છે.]
મંજરી : છગન!
'''મંજરી :''' છગન!
છગન : જી બેન!
'''છગન :''' જી બેન!
મંજરી : હું આઠ દિવસ માટે બહારગામ જવાની છું, તો ઘર બરાબર સંભાળજે, ને હા, મારી બેગમાં પેલું ગરમ સ્વેટર નાંખી દેજે. જા, જલદી કર.
'''મંજરી :''' હું આઠ દિવસ માટે બહારગામ જવાની છું, તો ઘર બરાબર સંભાળજે, ને હા, મારી બેગમાં પેલું ગરમ સ્વેટર નાંખી દેજે. જા, જલદી કર.
છગન : જી બેન! (કહીને જવા લાગે છે.)
'''છગન :''' જી બેન! (કહીને જવા લાગે છે.)
મંજરી : છગન!
'''મંજરી :''' છગન!
છગન : જી બેન!
'''છગન :''' જી બેન!
મંજરીઃ કલાક પછી ટેકસી પણ બોલાવી મંગાવજે, હં. જા, જલ્દી કર તો.
મંજરીઃ કલાક પછી ટેકસી પણ બોલાવી મંગાવજે, હં. જા, જલ્દી કર તો.
(છગન જાય છે.)
(છગન જાય છે.)
દિનેશ : આ બધું છે શું તેની મને પણ કંઈ ખબર પડે?
'''દિનેશ :''' આ બધું છે શું તેની મને પણ કંઈ ખબર પડે?
મંજરી : હું આઠ દિવસ માટે બહારગામ જવાની છું, બીજું કાંઈ જ નથી.
'''મંજરી :''' હું આઠ દિવસ માટે બહારગામ જવાની છું, બીજું કાંઈ જ નથી.
દિનેશ : હં, તો મને તો પૂછવાનું પણ નહિ? હું તો જાણે ઘરમાં કાંઈ છું જ નહિ, કેમ?
'''દિનેશ :''' હં, તો મને તો પૂછવાનું પણ નહિ? હું તો જાણે ઘરમાં કાંઈ છું જ નહિ, કેમ?
મંજરી : વાહ, તમે તો ઘરના ધણી છો, એની કાંઈ ના પાડી શકાય? પણ આ તો તમે પંચગીની જવાના હતા, એટલે મેં ૫ણ શિરીષ સાથે આઠ દિવસની લોનાવલાની ટ્રીપ ગોઠવી.
'''મંજરી :''' વાહ, તમે તો ઘરના ધણી છો, એની કાંઈ ના પાડી શકાય? પણ આ તો તમે પંચગીની જવાના હતા, એટલે મેં ૫ણ શિરીષ સાથે આઠ દિવસની લોનાવલાની ટ્રીપ ગોઠવી.
દિનેશ : શિરીષ? એ વળી કોણ છે?
'''દિનેશ :''' શિરીષ? એ વળી કોણ છે?
મંજરી : હમણાં નવી જ દોસ્તી કરી છે. કેમ, કંઈ વાંધો છે, તમને?
'''મંજરી :''' હમણાં નવી જ દોસ્તી કરી છે. કેમ, કંઈ વાંધો છે, તમને?
દિનેશ : હવે સમજ્યો.
'''દિનેશ :''' હવે સમજ્યો.
મંજરી : શું સમજ્યા?
'''મંજરી :''' શું સમજ્યા?
દિનેશ : બધું જ.
'''દિનેશ :''' બધું જ.
મંજરી : કશું જ નથી સમજ્યા! ખેર, મેં તો શિરીષને વચન આપ્યું છે એટલે મારે તો જવું જ પડશે.
'''મંજરી :''' કશું જ નથી સમજ્યા! ખેર, મેં તો શિરીષને વચન આપ્યું છે એટલે મારે તો જવું જ પડશે.
દિનેશ : પણ હવે હું પંચગીની જવાનો નથી, તોય!
'''દિનેશ :''' પણ હવે હું પંચગીની જવાનો નથી, તોય!
મંજરી : શું થાય! Promise is promise. વચન આપી દીધું. પછી શું થાય. એણે તો બંદોબસ્ત પણ બધો કરી દીધો હશે, એટલે હું ન જાઉં તો કેવું લાગે!
'''મંજરી :''' શું થાય! Promise is promise. વચન આપી દીધું. પછી શું થાય. એણે તો બંદોબસ્ત પણ બધો કરી દીધો હશે, એટલે હું ન જાઉં તો કેવું લાગે!
દિનેશ : (પ્યારથી) મંજરી! તારે શું મારી સાથે આમ જ વર્તવું છે?
'''દિનેશ :''' (પ્યારથી) મંજરી! તારે શું મારી સાથે આમ જ વર્તવું છે?
મંજરી : આમ જ એટલે? હું ન સમજી.
'''મંજરી :''' આમ જ એટલે? હું ન સમજી.
દિનેશ : (ગુસ્સાથી) તને શું કહેવું એ જ સમજાતું નથી.
'''દિનેશ :''' (ગુસ્સાથી) તને શું કહેવું એ જ સમજાતું નથી.
મંજરી : ધી-રે ધી-રે બધું.....સમજાઈ જશે. (જવા લાગે છે.)
'''મંજરી :''' ધી-રે ધી-રે બધું.....સમજાઈ જશે. (જવા લાગે છે.)
દિનેશ : ૫ણ તું ચાલી ક્યાં?
'''દિનેશ :''' ૫ણ તું ચાલી ક્યાં?
મંજરી : કેમ, જવાની તૈયારી તો કરું કે નહિ!
'''મંજરી :''' કેમ, જવાની તૈયારી તો કરું કે નહિ!
દિનેશ : (તેને રોકીને) મંજરી, તું આંહીં બેસ. મારે તારી સાથે થોડી વાત કરવી છે.
'''દિનેશ :''' (તેને રોકીને) મંજરી, તું આંહીં બેસ. મારે તારી સાથે થોડી વાત કરવી છે.
મંજરી : ઓહ… એમ ! મારી સાથે વાત કરવા જેટલો વખત તમને છે ખરો? (કટાક્ષમાં)  
'''મંજરી :''' ઓહ… એમ ! મારી સાથે વાત કરવા જેટલો વખત તમને છે ખરો? (કટાક્ષમાં)  
દિનેશ : આમ બોલવાનું કાંઈ કારણ?
'''દિનેશ :''' આમ બોલવાનું કાંઈ કારણ?
મંજરી : કારણ તો ખાસ કાંઈ જ નહિ. પણ સાધારણ રીતે અત્યારે, આ સમયે, તમે મિસિસ મખ્ખનલાલને જોવા જ જાઓ છો ને!
'''મંજરી :''' કારણ તો ખાસ કાંઈ જ નહિ. પણ સાધારણ રીતે અત્યારે, આ સમયે, તમે મિસિસ મખ્ખનલાલને જોવા જ જાઓ છો ને!
દિનેશ: મિસિસ મખ્ખનલાલ.....……મિસિસ મખ્ખનલાલ.........મિસિસ મખ્ખનલાલ ! ક્યારની મરી ગઈ.
દિનેશ: મિસિસ મખ્ખનલાલ.....……મિસિસ મખ્ખનલાલ.........મિસિસ મખ્ખનલાલ ! ક્યારની મરી ગઈ.
મંજરી : (સોફા ઉપરથી એકદમ કૂદીને ઊભી થઈને) શું કહે છે? એ વળી ક્યારે બન્યું?
'''મંજરી :''' (સોફા ઉપરથી એકદમ કૂદીને ઊભી થઈને) શું કહે છે? એ વળી ક્યારે બન્યું?
દિનેશ : સ્મશાનયાત્રા ને ઊઠમણું બધુંય પતી ગયું.
'''દિનેશ :''' સ્મશાનયાત્રા ને ઊઠમણું બધુંય પતી ગયું.
મંજરી : ચાલો, થયું તે ખરું. એ બિચારી હતી તો આપણને સારું હતું. ખેર, હવે તો તમે તમારું બીલ મોકલી આપજોકે જેથી પૈસા મળી જાય.
'''મંજરી :''' ચાલો, થયું તે ખરું. એ બિચારી હતી તો આપણને સારું હતું. ખેર, હવે તો તમે તમારું બીલ મોકલી આપજોકે જેથી પૈસા મળી જાય.
દિનેશ : મિસિસ મખ્ખનલાલ જેવી કોઈ વ્યક્તિની હસ્તી જ નહોતી.
'''દિનેશ :''' મિસિસ મખ્ખનલાલ જેવી કોઈ વ્યક્તિની હસ્તી જ નહોતી.
મંજરી : (હસે છે) પણ હું ક્યારે કહું છે કે હસ્તી હતી!
'''મંજરી :''' (હસે છે) પણ હું ક્યારે કહું છે કે હસ્તી હતી!
દિનેશ : (આશ્ચર્ય ) તો શું એની પણ તેને ખબર હતી, કે-
'''દિનેશ :''' (આશ્ચર્ય ) તો શું એની પણ તેને ખબર હતી, કે-
મંજરી : કે એ તમારા ભેજામાંથી જ પ્રગટ કરેલી વ્યક્તિ હતી.
'''મંજરી :''' કે એ તમારા ભેજામાંથી જ પ્રગટ કરેલી વ્યક્તિ હતી.
દિનેશ : ને એનું નામ.
'''દિનેશ :''' ને એનું નામ.
મંજરી : ફક્ત વિલાસને મળવા માટેનું બહાનું હતું.
'''મંજરી :''' ફક્ત વિલાસને મળવા માટેનું બહાનું હતું.
દિનેશ : મંજરી, તેં મને જબ્બર થાપ આપી છે. પણ તેં તો એ પૈસાના આધારે બધું ખરીદ્યા જ કર્યું, ને મને કહ્યા જ કર્યું કે હું આટલું બધું કમાઉં છું.
'''દિનેશ :''' મંજરી, તેં મને જબ્બર થાપ આપી છે. પણ તેં તો એ પૈસાના આધારે બધું ખરીદ્યા જ કર્યું, ને મને કહ્યા જ કર્યું કે હું આટલું બધું કમાઉં છું.
મંજરી : તમે બહુ કમાઓ છે એમ કહું એ તમને ગમે તેથી એમ કહ્યું ને ખરીદ્યા સિવાય તો છૂટકો જ ન હતો : કારણ કે મારું મન પણ મારે ખુશ તો રાખવું જ રહ્યું ને!
'''મંજરી :''' તમે બહુ કમાઓ છે એમ કહું એ તમને ગમે તેથી એમ કહ્યું ને ખરીદ્યા સિવાય તો છૂટકો જ ન હતો : કારણ કે મારું મન પણ મારે ખુશ તો રાખવું જ રહ્યું ને!
દિનેશ : મને હતું કે હું તને બનાવું છું, પણ મંજરી, તેં તો મને ખરેખર પાકો ઉલ્લુ અને ગધેડો બનાવ્યો.
'''દિનેશ :''' મને હતું કે હું તને બનાવું છું, પણ મંજરી, તેં તો મને ખરેખર પાકો ઉલ્લુ અને ગધેડો બનાવ્યો.
મંજરી : જાતને એટલી બધી ઉતારી પાડવાની શી જરૂર છે?
'''મંજરી :''' જાતને એટલી બધી ઉતારી પાડવાની શી જરૂર છે?
દિનેશ : (પ્યારથી) મંજરી, તું મને માફ નહિ કરે?
'''દિનેશ :''' (પ્યારથી) મંજરી, તું મને માફ નહિ કરે?
મંજરી : કરી દીધો.
'''મંજરી :''' કરી દીધો.
દિનેશ : મા.....આ....રી મંજરી! (પ્યારથી) આવીને મૂકી હું શું લેવા વિલાસ પાસે ગયો હોઈશ?
'''દિનેશ :''' મા.....આ....રી મંજરી! (પ્યારથી) આવીને મૂકી હું શું લેવા વિલાસ પાસે ગયો હોઈશ?
મંજરી  : વિલાસ સુંદર છે, smart છે, ને આકર્ષક પણ છે.
મંજરી  : વિલાસ સુંદર છે, smart છે, ને આકર્ષક પણ છે.
દિનેશ : કદાચ હશે. પણ ખરું પૂછ તો હું એનાથી કંટાળી ગયો છું. એણે તો મારો દમ કાઢી નાખ્યો છે.
'''દિનેશ :''' કદાચ હશે. પણ ખરું પૂછ તો હું એનાથી કંટાળી ગયો છું. એણે તો મારો દમ કાઢી નાખ્યો છે.
મંજરી : (ખુશ થાય છે) એમ! એ તમને પૂછ્યા જ કરતી હશે કે તમે મને ચાહો છો કે નહિ? કેમ ખરું ને?
'''મંજરી :''' (ખુશ થાય છે) એમ! એ તમને પૂછ્યા જ કરતી હશે કે તમે મને ચાહો છો કે નહિ? કેમ ખરું ને?
દિનેશ : હા, દિવસમાં દસ વાર પૂછે છે.
'''દિનેશ :''' હા, દિવસમાં દસ વાર પૂછે છે.
મંજરી : ને જ્યારે છૂટા પડતા હશો ત્યારે પૂછતી હશે, કે હવે પાછા ક્યારે મળશો? ખરું ને?
'''મંજરી :''' ને જ્યારે છૂટા પડતા હશો ત્યારે પૂછતી હશે, કે હવે પાછા ક્યારે મળશો? ખરું ને?
દિનેશ : એક દિવસ પણ એ પૂછ્યા વિના રહી નથી.
'''દિનેશ :''' એક દિવસ પણ એ પૂછ્યા વિના રહી નથી.
મંજરી : પાછી પૂછતી હશે, કે તમે મને પહેલાં જેટલી જ ચાહો છો?
'''મંજરી :''' પાછી પૂછતી હશે, કે તમે મને પહેલાં જેટલી જ ચાહો છો?
દિનેશ : એ સવાલ પૂછી પૂછીને તો એણે મારો દમ જ કાઢી નાખ્યો. પણ by-the-way આ બધી તને શી રીતે ખબર પડી?
'''દિનેશ :''' એ સવાલ પૂછી પૂછીને તો એણે મારો દમ જ કાઢી નાખ્યો. પણ by-the-way આ બધી તને શી રીતે ખબર પડી?
મંજરી : કેમ ખબર ન પડે? હું બધું જ જાણી શકું છું.
'''મંજરી :''' કેમ ખબર ન પડે? હું બધું જ જાણી શકું છું.
દિનેશ : Really surprising (પાસે જઈને) મંજરી, આપણે આ બનાવ ભૂલી ન શકીએ?
'''દિનેશ :''' Really surprising (પાસે જઈને) મંજરી, આપણે આ બનાવ ભૂલી ન શકીએ?
મંજરી : એમાં ભૂલવા જેવું પણ શું છે?
'''મંજરી :''' એમાં ભૂલવા જેવું પણ શું છે?
દિનેશ : મંજરી, મેં તારો વિશ્વાસઘાત કર્યો છે. મને માફ કર. હવેથી કોઈ દિવસ આવું નહિ બને, તેનું હું વચન આપું છું.
'''દિનેશ :''' મંજરી, મેં તારો વિશ્વાસઘાત કર્યો છે. મને માફ કર. હવેથી કોઈ દિવસ આવું નહિ બને, તેનું હું વચન આપું છું.
મંજરી : વચન આપવાની ઉતાવળ ન કરવી. કારણ કે કદાચ આવું બની પણ જાય. તમે જ કહેતા હતા ને કે Man is polygamous by nature.
'''મંજરી :''' વચન આપવાની ઉતાવળ ન કરવી. કારણ કે કદાચ આવું બની પણ જાય. તમે જ કહેતા હતા ને કે Man is polygamous by nature.
દિનેશ : એ બધું ભૂલી જા, મંજરી! હું ગાંડો હતો, બેવકૂફ હતો, મૂર્ખ હતો, ગધેડો હતો, મંજરી! મને ઘણી વાર દુઃખ થતું, ઘણી વાર વ્યથા થતી, ઘણી વાર મારું મન પોકારી પોકારીને કહેતું કે આ બરાબર નથી. મારા માટે આ હલકું કૃત્ય છે, મારી મંજરી પ્રત્યે આ વિશ્વાસઘાત છે, પણ કોણ જાણે કેમ, હું ખેંચાયે જ ગયો! મારી જાતને સંભાળી ન શક્યો મંજરી, મને સમજવા પ્રયત્ન કર.
'''દિનેશ :''' એ બધું ભૂલી જા, મંજરી! હું ગાંડો હતો, બેવકૂફ હતો, મૂર્ખ હતો, ગધેડો હતો, મંજરી! મને ઘણી વાર દુઃખ થતું, ઘણી વાર વ્યથા થતી, ઘણી વાર મારું મન પોકારી પોકારીને કહેતું કે આ બરાબર નથી. મારા માટે આ હલકું કૃત્ય છે, મારી મંજરી પ્રત્યે આ વિશ્વાસઘાત છે, પણ કોણ જાણે કેમ, હું ખેંચાયે જ ગયો! મારી જાતને સંભાળી ન શક્યો મંજરી, મને સમજવા પ્રયત્ન કર.
મંજરી : એ જ કરું છું ને! ક્યારની, બીજું કરું છું પણ શું?
'''મંજરી :''' એ જ કરું છું ને! ક્યારની, બીજું કરું છું પણ શું?
દિનેશ : તું આવા ટાઢા જવાબ ન આપ, please.
'''દિનેશ :''' તું આવા ટાઢા જવાબ ન આપ, please.
મંજરી : તો કેવા જવાબ આપું તે તમે જ બતાવો.
'''મંજરી :''' તો કેવા જવાબ આપું તે તમે જ બતાવો.
દિનેશ : આ બનાવને એક ભયંકર સ્વપ્ન સમજીને ભૂલી શકીશ? આપણે બંને ભૂલી જઈએ અને ફરીથી પાછું હતું તેવું જ જીવન શરૂ કરીએ. બનશે તારાથી, મંજરી?
'''દિનેશ :''' આ બનાવને એક ભયંકર સ્વપ્ન સમજીને ભૂલી શકીશ? આપણે બંને ભૂલી જઈએ અને ફરીથી પાછું હતું તેવું જ જીવન શરૂ કરીએ. બનશે તારાથી, મંજરી?
મંજરી : બેની વચ્ચે એક ત્રીજું જીવતું જાગતું પ્રાણી હજી પણ છે, તેને સ્વપ્નામાં કઈ રીતે સમાવી લેવા માગો છો?
'''મંજરી :''' બેની વચ્ચે એક ત્રીજું જીવતું જાગતું પ્રાણી હજી પણ છે, તેને સ્વપ્નામાં કઈ રીતે સમાવી લેવા માગો છો?
દિનેશ : તારા મનમાંથી વિલાસ હજી ખસી નથી લાગતી!
'''દિનેશ :''' તારા મનમાંથી વિલાસ હજી ખસી નથી લાગતી!
મંજરી : એટલી જલદી ખસી શકે ૫ણ કેમ?
'''મંજરી :''' એટલી જલદી ખસી શકે ૫ણ કેમ?
દિનેશ : મારા મનથી તો એ તદ્દન મરી ચૂકી છે.
'''દિનેશ :''' મારા મનથી તો એ તદ્દન મરી ચૂકી છે.
મંજરી : આટલી બધી ભયંકર સજા, અને તે પણ પાછી એક ગુનેગારને જ હાથે? દિનેશ, વિચાર કરો તો દેખાશે કે તે દોષ એનો એકલીનો તો નહોતો જ!
'''મંજરી :''' આટલી બધી ભયંકર સજા, અને તે પણ પાછી એક ગુનેગારને જ હાથે? દિનેશ, વિચાર કરો તો દેખાશે કે તે દોષ એનો એકલીનો તો નહોતો જ!
દિનેશ : ખરું છે. પણ હવેથી તો હું એની સામે પણ જોવાનો નથી.
'''દિનેશ :''' ખરું છે. પણ હવેથી તો હું એની સામે પણ જોવાનો નથી.
મંજરી : તમે તો બહુ જલદી જલદી બદલાઈ જતા હો એમ લાગો છો ને શું?
'''મંજરી :''' તમે તો બહુ જલદી જલદી બદલાઈ જતા હો એમ લાગો છો ને શું?
દિનેશ : પણ આ છેલ્લો જ બદલાયો છું. હવે નહિ ફરું. જિંદગીનો પાઠ શીખી ગયો. હવેથી મારી વર્તણૂકમાં ફેરફાર થાય તો કહેજે.  
'''દિનેશ :''' પણ આ છેલ્લો જ બદલાયો છું. હવે નહિ ફરું. જિંદગીનો પાઠ શીખી ગયો. હવેથી મારી વર્તણૂકમાં ફેરફાર થાય તો કહેજે.  
[ઘંટડી વાગે છે, ને નોકર ખોલવા જાય છે]
[ઘંટડી વાગે છે, ને નોકર ખોલવા જાય છે]
મંજરી : કોણ જાણે? પણ તમને નથી લાગતું કે તમારા આ પ્રણયને પૂરો પતાવ્યા પહેલાં જ પાછો નવો પ્રણય ને ભવિષ્યની મોટી વાતો કરવી તે બરાબર નથી!
'''મંજરી :''' કોણ જાણે? પણ તમને નથી લાગતું કે તમારા આ પ્રણયને પૂરો પતાવ્યા પહેલાં જ પાછો નવો પ્રણય ને ભવિષ્યની મોટી વાતો કરવી તે બરાબર નથી!
છગન : વિલાસબહેન આવ્યાં છે.
'''છગન :''' વિલાસબહેન આવ્યાં છે.
દિનેશ : વિલાસ અત્યારે અહીંયાં?
'''દિનેશ :''' વિલાસ અત્યારે અહીંયાં?
મંજરી : છગન! જા એને આંહી મોકલ.
'''મંજરી :''' છગન! જા એને આંહી મોકલ.
છગન : જી. (જાય છે)
'''છગન :''' જી. (જાય છે)
મંજરી : હું ક્યારની એની જ રાહ જોતી હતી!
'''મંજરી :''' હું ક્યારની એની જ રાહ જોતી હતી!
દિનેશ : તું એની રાહ જોતી હતી?
'''દિનેશ :''' તું એની રાહ જોતી હતી?
મંજરી : એ તમારી સાથે પંચગીની જતી હતી ને! ને મારે તમને એના હાથમાં સોંપવાના હતા. તેથી થોડી ભલામણ કરવાની હતી.
'''મંજરી :''' એ તમારી સાથે પંચગીની જતી હતી ને! ને મારે તમને એના હાથમાં સોંપવાના હતા. તેથી થોડી ભલામણ કરવાની હતી.
દિનેશ : Damn your ભલામણ. હું પાસેના રૂમમાં જાઉં છું  
'''દિનેશ :''' Damn your ભલામણ. હું પાસેના રૂમમાં જાઉં છું  
મંજરી : કેમ. ગભરાઓ છો કે શું? મળવું નથી?
'''મંજરી :''' કેમ. ગભરાઓ છો કે શું? મળવું નથી?
[દિનેશ ચાલ્યો જાય છે ને વિલાસ પ્રવેશે છે]
[દિનેશ ચાલ્યો જાય છે ને વિલાસ પ્રવેશે છે]
મંજરી : આવ, આવ, વિલાસ, તને આંહી આવવામાં હરકત તો નહોતી ને?
'''મંજરી :''' આવ, આવ, વિલાસ, તને આંહી આવવામાં હરકત તો નહોતી ને?
વિલાસ : ના રે ના-ઊલટું મને તો અહીં આવવું બહુ જ ગમે છે.
વિલાસ : ના રે ના-ઊલટું મને તો અહીં આવવું બહુ જ ગમે છે.
મંજરી : ગમે જ ને? તને તો પોતાના ઘર જેવું જ લાગતું હશે કેમ ખરુંને?
'''મંજરી :''' ગમે જ ને? તને તો પોતાના ઘર જેવું જ લાગતું હશે કેમ ખરુંને?
વિલાસ : હા. ખરેખર એવું જ લાગે છે. મંજરી! ડૉક્ટર ઘેર છે ને?  
વિલાસ : હા. ખરેખર એવું જ લાગે છે. મંજરી! ડૉક્ટર ઘેર છે ને?  
મંજરી : કેમ, કાંઈ ખાસ કામ છે?
'''મંજરી :''' કેમ, કાંઈ ખાસ કામ છે?
વિલાસ : ખાસ તો કાંઈ નહિ. પણ ગઈ કાલે મારા માટે એક દવા લખી આપી હતી તે મળતી નથી. એમને જરા પૂછવું'તું?
વિલાસ : ખાસ તો કાંઈ નહિ. પણ ગઈ કાલે મારા માટે એક દવા લખી આપી હતી તે મળતી નથી. એમને જરા પૂછવું'તું?
મંજરી : વાહ! ત્યારે તો એમ જ કહેને કે ડૉક્ટરને મળવા આવી હતી. મને તો એમ હતું કે તું મને મળવા આવી છે.
'''મંજરી :''' વાહ! ત્યારે તો એમ જ કહેને કે ડૉક્ટરને મળવા આવી હતી. મને તો એમ હતું કે તું મને મળવા આવી છે.
વિલાસ : બન્નેને મળવા. એક કાંકરે બે પક્ષી મારી શકાતાં હોય તો શું કામ ન મારવાં?
વિલાસ : બન્નેને મળવા. એક કાંકરે બે પક્ષી મારી શકાતાં હોય તો શું કામ ન મારવાં?
મંજરી : ખરું છે. જરૂર મારવાં. મરનાર ભલે પીડાઈને મરે, ફફડીને મરે ને જીવ ગુમાવે, પણ મારનારને તો શિકારની મજા મળે ને સંતોષ થાય, કે એક જ ધડાકે બન્નેને ઉડાડી દીધાં. કેમ ખરું ને, વિલાસ!
'''મંજરી :''' ખરું છે. જરૂર મારવાં. મરનાર ભલે પીડાઈને મરે, ફફડીને મરે ને જીવ ગુમાવે, પણ મારનારને તો શિકારની મજા મળે ને સંતોષ થાય, કે એક જ ધડાકે બન્નેને ઉડાડી દીધાં. કેમ ખરું ને, વિલાસ!
વિલાસ : શિકારી પોતાની દૃષ્ટિથી જ જુએ. એ પક્ષી કે પ્રાણીના પ્રાણનો વિચાર કરે, તો શિકાર જ ન કરી શકે. સમજી? ને એણે એવો વિચાર કરવો ૫ણ શા માટે જોઈએ?
વિલાસ : શિકારી પોતાની દૃષ્ટિથી જ જુએ. એ પક્ષી કે પ્રાણીના પ્રાણનો વિચાર કરે, તો શિકાર જ ન કરી શકે. સમજી? ને એણે એવો વિચાર કરવો ૫ણ શા માટે જોઈએ?
મંજરી : ખરી વાત છે. ન જ કરે. ને ન જ કરવો જોઈએ. ૫ણ એ શિકારી જ પોતે કોઈનો શિકાર બની જાય તો? ત્યારે તો એને બીજાની વેદના સમજાય ખરી ને? કેમ! શું ધારે છે તું?
'''મંજરી :''' ખરી વાત છે. ન જ કરે. ને ન જ કરવો જોઈએ. ૫ણ એ શિકારી જ પોતે કોઈનો શિકાર બની જાય તો? ત્યારે તો એને બીજાની વેદના સમજાય ખરી ને? કેમ! શું ધારે છે તું?
વિલાસ : હોશિયાર શિકારી બીજાને જ સપાટામાં લઈ જાણે. બીજાના સપાટામાં આવી જાય એ ખરો શિકારી જ નહિ.
વિલાસ : હોશિયાર શિકારી બીજાને જ સપાટામાં લઈ જાણે. બીજાના સપાટામાં આવી જાય એ ખરો શિકારી જ નહિ.
મંજરી : વિલાસ, એ હિસાબે તું પણ જબ્બર શિકારી લાગે છે, હં!  
'''મંજરી :''' વિલાસ, એ હિસાબે તું પણ જબ્બર શિકારી લાગે છે, હં!  
વિલાસ : હું અ.....ને શિકારી? (હસે છે)
વિલાસ : હું અ.....ને શિકારી? (હસે છે)
મંજરી : કેમ? એક કાંકરે બે પક્ષી તો હમણાં જ માર્યાં ને તેં!
'''મંજરી :''' કેમ? એક કાંકરે બે પક્ષી તો હમણાં જ માર્યાં ને તેં!
વિલાસ : (હસે છે) તું પણ ઠીક છે. ક્યાંની વાત ક્યાં લઈ જાય છે! પણ ડૉક્ટર ઘરમાં છે કે નહિ તે તો કહ્યું જ નહિ!
વિલાસ : (હસે છે) તું પણ ઠીક છે. ક્યાંની વાત ક્યાં લઈ જાય છે! પણ ડૉક્ટર ઘરમાં છે કે નહિ તે તો કહ્યું જ નહિ!
મંજરી : તને દિનેશમાં વિશ્વાસ ઘણો છે, નહિ?
'''મંજરી :''' તને દિનેશમાં વિશ્વાસ ઘણો છે, નહિ?
વિલાસ : You mean ડૉક્ટર તરીકે ને?
વિલાસ : You mean ડૉક્ટર તરીકે ને?
મંજરી : કેમ એમ પૂછવું પડ્યું? ડૉક્ટર તરીકે જ તો! મને તો બહુ વિશ્વાસ નહિ.
'''મંજરી :''' કેમ એમ પૂછવું પડ્યું? ડૉક્ટર તરીકે જ તો! મને તો બહુ વિશ્વાસ નહિ.
વિલાસ : મોટે ભાગે ડૉક્ટરમાં એમની પત્નીઓને વિશ્વાસ ઓછો જ હોય છે.
વિલાસ : મોટે ભાગે ડૉક્ટરમાં એમની પત્નીઓને વિશ્વાસ ઓછો જ હોય છે.
મંજરી : કારણ કે એ એમના બધા Ins and Outs જાણે ખરીને.
'''મંજરી :''' કારણ કે એ એમના બધા Ins and Outs જાણે ખરીને.
વિલાસ : ડૉક્ટર બહાર ગયા છે કે શું?
વિલાસ : ડૉક્ટર બહાર ગયા છે કે શું?
મંજરી : કોણે કહ્યું કે બહાર ગયા છે?
'''મંજરી :''' કોણે કહ્યું કે બહાર ગયા છે?
વિલાસ : અત્યાર સુધી દેખાયા નહિ, તેથી લાગ્યું કે-
વિલાસ : અત્યાર સુધી દેખાયા નહિ, તેથી લાગ્યું કે-
મંજરી : બહાર ગયા હશે એમને! એ બહાર નથી ગયા, પણ થાકી ગયા છે, એટલે જરા સૂતા છે.
'''મંજરી :''' બહાર ગયા હશે એમને! એ બહાર નથી ગયા, પણ થાકી ગયા છે, એટલે જરા સૂતા છે.
વિલાસ : કેમ થાકી ગયા છે? દર્દીઓનો બહુ rush હતો કે શું?
વિલાસ : કેમ થાકી ગયા છે? દર્દીઓનો બહુ rush હતો કે શું?
મંજરી : ના. એવું તો ખાસ નહોતું, પણ ગઈ કાલે રાતના બે વાગ્યા સુધી મિસિસ મખ્ખનલાલની પાસે જ હતા ને!
'''મંજરી :''' ના. એવું તો ખાસ નહોતું, પણ ગઈ કાલે રાતના બે વાગ્યા સુધી મિસિસ મખ્ખનલાલની પાસે જ હતા ને!
વિલાસ : એ મિસિસ મખ્ખનલાલ પાસે હતા? પણ એ બને જ કેમ?
વિલાસ : એ મિસિસ મખ્ખનલાલ પાસે હતા? પણ એ બને જ કેમ?
મંજરી : ન જ બને, છતાંયે બન્યું જ છે ને? તને નવાઈ કેમ લાગે છે? તું શું ત્યાં નહોતી?
'''મંજરી :''' ન જ બને, છતાંયે બન્યું જ છે ને? તને નવાઈ કેમ લાગે છે? તું શું ત્યાં નહોતી?
વિલાસ : નહિ જ,
વિલાસ : નહિ જ,
મંજરી : અરેરે બિચારી (નિસાસો નાખીને) બહુ પિલાણી.
'''મંજરી :''' અરેરે બિચારી (નિસાસો નાખીને) બહુ પિલાણી.
વિલાસ : તું શું કહેવા માગે છે?
વિલાસ : તું શું કહેવા માગે છે?
મંજરી : રાતના એમને બોલાવ્યા, ત્યાં સુધી તો બહુ જ સારું હતું. ૫ણ ૫છી તો હુમલા પર હુમલા!
'''મંજરી :''' રાતના એમને બોલાવ્યા, ત્યાં સુધી તો બહુ જ સારું હતું. ૫ણ ૫છી તો હુમલા પર હુમલા!
વિલાસ : હુમલા પર હુમલા?
વિલાસ : હુમલા પર હુમલા?
મંજરી : હા, ને પછી તો એક જબ્બર હુમલો આવ્યો. I mean heart attackનો, બિચારી મિસિસ મખ્ખનલાલ!
'''મંજરી :''' હા, ને પછી તો એક જબ્બર હુમલો આવ્યો. I mean heart attackનો, બિચારી મિસિસ મખ્ખનલાલ!
વિલાસ : પણ મને તો આમાંની કશી જ ખબર નથી.
વિલાસ : પણ મને તો આમાંની કશી જ ખબર નથી.
મંજરી : એ તો કહેતા હતા, કે છેવટની ઘડી સુધી એના મોંમાં તારું નામ હતું.
'''મંજરી :''' એ તો કહેતા હતા, કે છેવટની ઘડી સુધી એના મોંમાં તારું નામ હતું.
વિલાસ : છેવટની ઘડી સુધી?
વિલાસ : છેવટની ઘડી સુધી?
મંજરી : તેં એની ભારે સેવા કરી, હં - ખરું પૂછ તો તારે લઈને જ એ જીવી શકી. (લુચ્ચાઈથી) બીજું કોઈ આટલું ન કરી શકે, પણ શું થાય? ભગવાન આગળ કોનું ચાલે છે!
'''મંજરી :''' તેં એની ભારે સેવા કરી, હં - ખરું પૂછ તો તારે લઈને જ એ જીવી શકી. (લુચ્ચાઈથી) બીજું કોઈ આટલું ન કરી શકે, પણ શું થાય? ભગવાન આગળ કોનું ચાલે છે!
વિલાસ : તું કંઈ સીધી વાત કરીશ કે આમ ગોળ ગોળ જ બોલ્યા કરીશ?
વિલાસ : તું કંઈ સીધી વાત કરીશ કે આમ ગોળ ગોળ જ બોલ્યા કરીશ?
મંજરી : કેમ, તો તને કંઈ જ ખબર નથી કે શું?
'''મંજરી :''' કેમ, તો તને કંઈ જ ખબર નથી કે શું?
વિલાસ : પણ શેની ખબર?
વિલાસ : પણ શેની ખબર?
મંજરી : ગઈ કાલે રાતના બે વાગ્યે, મિસિસ મખ્ખનલાલ.....ઓ હ! વિલાસ! મારે જ તને આવા ખબર આપવા પડે છે, તેથી મને દુ:ખ થાય છે, પણ -
'''મંજરી :''' ગઈ કાલે રાતના બે વાગ્યે, મિસિસ મખ્ખનલાલ.....ઓ હ! વિલાસ! મારે જ તને આવા ખબર આપવા પડે છે, તેથી મને દુ:ખ થાય છે, પણ -
વિલાસ : તું જલદી કહે. મને ગભરામણ થાય છે.
વિલાસ : તું જલદી કહે. મને ગભરામણ થાય છે.
મંજરી: થાય તેવું જ છે ને. એ ગઈ કાલે રાતના બે વાગ્યે હા-બરાબર બેને ટકોરે ગુ.....જ.....રી ગયાં (લુચ્ચાઈથી બધું બોલે છે.)
મંજરી: થાય તેવું જ છે ને. એ ગઈ કાલે રાતના બે વાગ્યે હા-બરાબર બેને ટકોરે ગુ.....જ.....રી ગયાં (લુચ્ચાઈથી બધું બોલે છે.)
વિલાસ : ગુજરી ગયાં? મિસિસ મખ્ખનલાલ ગુજરી ગયાં? આ તું શું બોલે છે? એ બને જ કેમ?
વિલાસ : ગુજરી ગયાં? મિસિસ મખ્ખનલાલ ગુજરી ગયાં? આ તું શું બોલે છે? એ બને જ કેમ?
મંજરી : એમણે દિનેશના ખોળામાં જ છેલ્લો શ્વાસ લીધો ને મરતાં મરતાંયે તારું નામ એમના મોં પર હતું.
'''મંજરી :''' એમણે દિનેશના ખોળામાં જ છેલ્લો શ્વાસ લીધો ને મરતાં મરતાંયે તારું નામ એમના મોં પર હતું.
વિલાસ : અસંભવ! તદ્દન અસંભવ! એ મરે જ કેમ!
વિલાસ : અસંભવ! તદ્દન અસંભવ! એ મરે જ કેમ!
મંજરી : જન્મ્યું તે જવાનું જ, એમાં અસંભવ તો કેમ કહેવાય? પણ વિલાસ, તને એના પર માયા બહુ હતી એટલે તને એમ લાગે જ તે સંભવ છે, પણ ખરું પૂછ તો બિચારી છૂટી ગઈ, બહુ રિબાતી હતી.
'''મંજરી :''' જન્મ્યું તે જવાનું જ, એમાં અસંભવ તો કેમ કહેવાય? પણ વિલાસ, તને એના પર માયા બહુ હતી એટલે તને એમ લાગે જ તે સંભવ છે, પણ ખરું પૂછ તો બિચારી છૂટી ગઈ, બહુ રિબાતી હતી.
વિલાસ : તને એમ લાગે, પણ મારું દિલ તો તૂટી જાય છે! (રડવા જેવી થઈ જાય છે)
વિલાસ : તને એમ લાગે, પણ મારું દિલ તો તૂટી જાય છે! (રડવા જેવી થઈ જાય છે)
મંજરી : વિલાસ! હું તારી બેન જ છું, ને આ તારું જ ઘર છે, માટે શરમાવાની કશી જ જરૂર નથી. ને તારે રડવું દબાવવાની પણ કંઈ જરૂર નથી. બહેન! તું તારે મન મોકળું મૂકીને રડી લે. દિલનો ભાર હલકો થાય.
'''મંજરી :''' વિલાસ! હું તારી બેન જ છું, ને આ તારું જ ઘર છે, માટે શરમાવાની કશી જ જરૂર નથી. ને તારે રડવું દબાવવાની પણ કંઈ જરૂર નથી. બહેન! તું તારે મન મોકળું મૂકીને રડી લે. દિલનો ભાર હલકો થાય.
વિલાસ : (રડી પડે છે) ઓહ……મંજરી! તું જાણે છે ને મને એના પર બહુ જ માયા હતી.
વિલાસ : (રડી પડે છે) ઓહ……મંજરી! તું જાણે છે ને મને એના પર બહુ જ માયા હતી.
મંજરી : (રૂમાલ આપે છે) લે આ રૂમાલ. આંસુ લૂછવા, ને જરા નાક છીંકી નાંખ, તો બહેન! ને જરા ધીરજ રાખ. તને શું, એમને ય એટલું લાગ્યું છે. માયા છોડવી કંઈ સહેલી છે? લે હું તારા માટે ગરમ કૉફીનું કહી આવું. જરા ઠીક પડશે, ને ડૉક્ટરને તારી પાસે મોકલું.
'''મંજરી :''' (રૂમાલ આપે છે) લે આ રૂમાલ. આંસુ લૂછવા, ને જરા નાક છીંકી નાંખ, તો બહેન! ને જરા ધીરજ રાખ. તને શું, એમને ય એટલું લાગ્યું છે. માયા છોડવી કંઈ સહેલી છે? લે હું તારા માટે ગરમ કૉફીનું કહી આવું. જરા ઠીક પડશે, ને ડૉક્ટરને તારી પાસે મોકલું.
[મંજરી અંદર જાય છે. થોડી વાર પેલી ગુસ્સામાં ફરે છે. ત્યાં દિનેશ પ્રવેશ કરે છે]
[મંજરી અંદર જાય છે. થોડી વાર પેલી ગુસ્સામાં ફરે છે. ત્યાં દિનેશ પ્રવેશ કરે છે]
દિનેશ : (પાછળથી) વિલાસ! કંઈ ખૂબ જ ગુસ્સામાં ફરે છે ને શું?
'''દિનેશ :''' (પાછળથી) વિલાસ! કંઈ ખૂબ જ ગુસ્સામાં ફરે છે ને શું?
વિલાસ : (એની તરફ વાઘણ જેમ ઘૂરકીને) દિનેશ, આ બધું છે શું?
વિલાસ : (એની તરફ વાઘણ જેમ ઘૂરકીને) દિનેશ, આ બધું છે શું?
દિનેશ :  (નાક પર આંગળી મૂકીને) શી..... (ઈશારો કરે છે) મંજરી આવે છે.
'''દિનેશ :''' (નાક પર આંગળી મૂકીને) શી..... (ઈશારો કરે છે) મંજરી આવે છે.
[મંજરીનો પ્રવેશ]
[મંજરીનો પ્રવેશ]
મંજરી : દિનેશ! મેં હમણાં જ વિલાસને મિસિસ મખ્ખનલાલના મૃત્યુના ખબર આપ્યા.
'''મંજરી :''' દિનેશ! મેં હમણાં જ વિલાસને મિસિસ મખ્ખનલાલના મૃત્યુના ખબર આપ્યા.
દિનેશ : શેના ખબર?
'''દિનેશ :''' શેના ખબર?
મંજરી : કાલે મિસિસ મખ્ખનલાલ ગુજરી ગયાં ને તેના. (લુચ્ચાઈથી સામે જુએ છે) વિલાસને તો કંઈ જ ખબર નહોતી!
'''મંજરી :''' કાલે મિસિસ મખ્ખનલાલ ગુજરી ગયાં ને તેના. (લુચ્ચાઈથી સામે જુએ છે) વિલાસને તો કંઈ જ ખબર નહોતી!
વિલાસ : ખરેખર દિનેશ, મને જરાયે ખબર નહોતી.
વિલાસ : ખરેખર દિનેશ, મને જરાયે ખબર નહોતી.
મંજરી : દિનેશ! તમારે વિલાસને કહેવડાવવું તો જોઈતું હતું, તો એ પણ મૃત્યુ વખતે હાજર તો રહેત ને? (દિનેશને આંખનો ઈશારો કરે છે.)
'''મંજરી :''' દિનેશ! તમારે વિલાસને કહેવડાવવું તો જોઈતું હતું, તો એ પણ મૃત્યુ વખતે હાજર તો રહેત ને? (દિનેશને આંખનો ઈશારો કરે છે.)
દિનેશ : (ચેતી જઈને) ખરું છે, પણ હું પોતે જ એવો મૂંઝાઈ ગયો હતો કે મને કશું જ યાદ ન રહ્યું.
'''દિનેશ :''' (ચેતી જઈને) ખરું છે, પણ હું પોતે જ એવો મૂંઝાઈ ગયો હતો કે મને કશું જ યાદ ન રહ્યું.
મંજરી : ને દિનેશને એમ તો નહોતું જ કે આમ એકાએક ને આટલું જલ્દી મૃત્યુ થઈ જશે.
'''મંજરી :''' ને દિનેશને એમ તો નહોતું જ કે આમ એકાએક ને આટલું જલ્દી મૃત્યુ થઈ જશે.
દિનેશ : નહિ જ. આ તો બહુ જ અણધાર્યો હુમલો થયો. ચારે તરફથી રોગે ઘેરાઈ ગયાં હતાં ને, એટલે ઘડીવારમાં જ દબાઈ ગયાં.
'''દિનેશ :''' નહિ જ. આ તો બહુ જ અણધાર્યો હુમલો થયો. ચારે તરફથી રોગે ઘેરાઈ ગયાં હતાં ને, એટલે ઘડીવારમાં જ દબાઈ ગયાં.
મંજરી : દિનેશને તો એટલું લાગ્યું કે ગઈકાલનું એમણે કશું જ ખાધું નથી. એમને પણ એના ઉપર ખૂબ જ માયા થઈ ગઈ હતી ને.
'''મંજરી :''' દિનેશને તો એટલું લાગ્યું કે ગઈકાલનું એમણે કશું જ ખાધું નથી. એમને પણ એના ઉપર ખૂબ જ માયા થઈ ગઈ હતી ને.
દિનેશ : માયાથી પણ વધારે. મને તો એ એક મારી સ્વજન જેવી જ લાગતી હતી.
'''દિનેશ :''' માયાથી પણ વધારે. મને તો એ એક મારી સ્વજન જેવી જ લાગતી હતી.
મંજરી : હું પણ વિલાસને ક્યારની એ જ કહું છું. એ બિચારી તમારા હાથમાં જ મૃત્યુ પામી: ને મરતાં મરતાંયે મોં પર આનંદ હતો!
'''મંજરી :''' હું પણ વિલાસને ક્યારની એ જ કહું છું. એ બિચારી તમારા હાથમાં જ મૃત્યુ પામી: ને મરતાં મરતાંયે મોં પર આનંદ હતો!
દિનેશ : ને વિલાસ! એના મોં  પર તારું નામ–
'''દિનેશ :''' ને વિલાસ! એના મોં  પર તારું નામ–
મંજરી : એ જ હું વિલાસને કહેતી હતી.
'''મંજરી :''' એ જ હું વિલાસને કહેતી હતી.
વિલાસ : પણ આ બધું આમ બની શી રીતે ગયું, તે હજી પણ હું સમજી શકતી નથી.
વિલાસ : પણ આ બધું આમ બની શી રીતે ગયું, તે હજી પણ હું સમજી શકતી નથી.
મંજરી : તમે વિલાસને જરા વિગત.....વાર સમજાવો, ત્યાં હું જ કૉફી કરીને લઈ આવું છું.
'''મંજરી :''' તમે વિલાસને જરા વિગત.....વાર સમજાવો, ત્યાં હું જ કૉફી કરીને લઈ આવું છું.
દિનેશ : કૉફી માણસ કરશે, તું બેસ.
'''દિનેશ :''' કૉફી માણસ કરશે, તું બેસ.
મંજરી : માણસ બહાર ગયો છે, હું જ જાઉ છું. (જાય છે)
'''મંજરી :''' માણસ બહાર ગયો છે, હું જ જાઉ છું. (જાય છે)
વિલાસ : (એકદમ ઊભી થઈને ખૂબ જ ક્રોધમાં) આ બધું નાટક શેનું આદર્યું છે?
વિલાસ : (એકદમ ઊભી થઈને ખૂબ જ ક્રોધમાં) આ બધું નાટક શેનું આદર્યું છે?
દિનેશ : ઓ.....હો.....હો. તેં તો મને ગભરાવી નાંખ્યો!
'''દિનેશ :''' ઓ.....હો.....હો. તેં તો મને ગભરાવી નાંખ્યો!
વિલાસ : આ બધું તૂત શું છે, તે કંઈ ખબર પડે?
વિલાસ : આ બધું તૂત શું છે, તે કંઈ ખબર પડે?
દિનેશ : તૂત ભૂત કશું જ નથી. ફક્ત એટલું જ કે મિસિસ મખ્ખનલાલ મૃત્યુશય્યા પર સદાને માટે પોઢી ગયાં.
'''દિનેશ :''' તૂત ભૂત કશું જ નથી. ફક્ત એટલું જ કે મિસિસ મખ્ખનલાલ મૃત્યુશય્યા પર સદાને માટે પોઢી ગયાં.
વિલાસ : દિનેશ! સીધી વાત કર.
વિલાસ : દિનેશ! સીધી વાત કર.
દિનેશ : સીધી વાત તો કરું છું. જન્મે તે મરવા માટે જ, તે ન્યાયે ગઈ કાલે..... રાતના..... બાર ઉપર બે વાગ્યે..... બરાબર બે ને ટકોરે મિસિસ મખ્ખનલાલ..... મૃત્યુના મુખમાં પહોંચી ગયાં. બસ આ તે સીધી ને સાદી, સમજાય તેવી જ વાત છે ને.
'''દિનેશ :''' સીધી વાત તો કરું છું. જન્મે તે મરવા માટે જ, તે ન્યાયે ગઈ કાલે..... રાતના..... બાર ઉપર બે વાગ્યે..... બરાબર બે ને ટકોરે મિસિસ મખ્ખનલાલ..... મૃત્યુના મુખમાં પહોંચી ગયાં. બસ આ તે સીધી ને સાદી, સમજાય તેવી જ વાત છે ને.
વિલાસ : મિસિસ મખ્ખનલાલ નામની કોઈ વ્યક્તિની જ્યારે હસ્તી જ નહોતી, પછી તેના મરવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. આટલી ચોખ્ખી વાત તો હું અને તમે બન્ને સમજી શકીએ છીએ.
વિલાસ : મિસિસ મખ્ખનલાલ નામની કોઈ વ્યક્તિની જ્યારે હસ્તી જ નહોતી, પછી તેના મરવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. આટલી ચોખ્ખી વાત તો હું અને તમે બન્ને સમજી શકીએ છીએ.
દિનેશ : ખરેખર, એવી કોઈ વ્યક્તિની હસ્તી જ નહોતી? એમ તે કેમ બને?
'''દિનેશ :''' ખરેખર, એવી કોઈ વ્યક્તિની હસ્તી જ નહોતી? એમ તે કેમ બને?
વિલાસ : એટલે?
વિલાસ : એટલે?
દિનેશ : જોને છેલ્લા ચાર મહિનામાં મેં એટલી વાર એનું નામ લીધું છે, કે હવે તો મને એમ જ લાગવા માંડ્યું છે, કે એ ખરેખર હતી જ.
'''દિનેશ :''' જોને છેલ્લા ચાર મહિનામાં મેં એટલી વાર એનું નામ લીધું છે, કે હવે તો મને એમ જ લાગવા માંડ્યું છે, કે એ ખરેખર હતી જ.
વિલાસ : હં.....બીજું પણ કંઈ લાગવા માંડ્યું છે?
વિલાસ : હં.....બીજું પણ કંઈ લાગવા માંડ્યું છે?
દિનેશ : બિચારી બહુ દુ:ખી થઈ. હં…ઑપરેશન પર ઑપરેશન કરવાં પડ્યાં. પછી શરીર તો આખરે કેટલું ચાલે?
'''દિનેશ :''' બિચારી બહુ દુ:ખી થઈ. હં…ઑપરેશન પર ઑપરેશન કરવાં પડ્યાં. પછી શરીર તો આખરે કેટલું ચાલે?
વિલાસ : કોનું શરીર ને કોનાં ઑપરેશન? શું તદ્દન નાંખી દેવાની વાત કરે છે?
વિલાસ : કોનું શરીર ને કોનાં ઑપરેશન? શું તદ્દન નાંખી દેવાની વાત કરે છે?
દિનેશ : નાખી દેવા જેવી કેમ? હું મિસિસ મખ્ખનલાલની વાત કરું છું, વિલાસ! એ બિચારી ગઈ તે જ ઠીક થયું. એવી તબિયતે જીવવામાં શી મજા હતી?  કેમ ખરું કે નહિ?
'''દિનેશ :''' નાખી દેવા જેવી કેમ? હું મિસિસ મખ્ખનલાલની વાત કરું છું, વિલાસ! એ બિચારી ગઈ તે જ ઠીક થયું. એવી તબિયતે જીવવામાં શી મજા હતી?  કેમ ખરું કે નહિ?
વિલાસ : આવી વાહિયાત વાતો કરવાની કશી જ જરૂર નથી. કાલે રાતના ક્યાં હતા?
વિલાસ : આવી વાહિયાત વાતો કરવાની કશી જ જરૂર નથી. કાલે રાતના ક્યાં હતા?
દિનેશ : ક્યાં શું? મિસિસ મખ્ખનલાલને ત્યાં જ હતો.
'''દિનેશ :''' ક્યાં શું? મિસિસ મખ્ખનલાલને ત્યાં જ હતો.
વિલાસ : (એકદમ જોરથી) ક્યાં હતા?
વિલાસ : (એકદમ જોરથી) ક્યાં હતા?
દિનેશ : માફ કરજે. (હસે છે) એનું નામ એટલું તો મોંએ ચડી ગયું છે, કે એમ જ બોલાઈ જવાય છે.
'''દિનેશ :''' માફ કરજે. (હસે છે) એનું નામ એટલું તો મોંએ ચડી ગયું છે, કે એમ જ બોલાઈ જવાય છે.
વિલાસ : તમને જૂઠું કહેતાં શરમ પણ નથી આવતી?
વિલાસ : તમને જૂઠું કહેતાં શરમ પણ નથી આવતી?
દિનેશ : જો ને, નથી જ આવતીને! વિલાસ! છેલ્લા થોડા મહિનાથી જૂઠું બોલવાની એવી ટેવ પડી ગઈ છે, કે હવે તો એ second nature જેવું જ થઈ ગયું છે.
'''દિનેશ :''' જો ને, નથી જ આવતીને! વિલાસ! છેલ્લા થોડા મહિનાથી જૂઠું બોલવાની એવી ટેવ પડી ગઈ છે, કે હવે તો એ second nature જેવું જ થઈ ગયું છે.
વિલાસ : એ જુઠાણું મારે માટે નહિ, તમારી મંજરી માટે રાખી મૂકો-
વિલાસ : એ જુઠાણું મારે માટે નહિ, તમારી મંજરી માટે રાખી મૂકો-
દિનેશ : એટલે કે એને જૂઠુ કહું તેમાં તને વાંધો નથી ખરુંને!
'''દિનેશ :''' એટલે કે એને જૂઠુ કહું તેમાં તને વાંધો નથી ખરુંને!
વિલાસ : એ તમારી પત્ની છે.
વિલાસ : એ તમારી પત્ની છે.
દિનેશ : હં. સમજ્યો!
'''દિનેશ :''' હં. સમજ્યો!
વિલાસ : શું સમજ્યા? હું પૂછું છું, કે આ બધા નાટકનો અર્થ શો છે?
વિલાસ : શું સમજ્યા? હું પૂછું છું, કે આ બધા નાટકનો અર્થ શો છે?
દિનેશ : તારા જેવી હોંશિયાર-કુનેહબાજ સ્ત્રીને પણ અર્થ સમજાવવો ૫ડશે? જો વિલાસ! તું મને ગમે તેવો ધારે પણ વાત એમ છે કે-
'''દિનેશ :''' તારા જેવી હોંશિયાર-કુનેહબાજ સ્ત્રીને પણ અર્થ સમજાવવો ૫ડશે? જો વિલાસ! તું મને ગમે તેવો ધારે પણ વાત એમ છે કે-
વિલાસ : કે હવે “હું તો દગો દેવાનો છું ” એમ જ કે બીજું કંઈ?
વિલાસ : કે હવે “હું તો દગો દેવાનો છું ” એમ જ કે બીજું કંઈ?
દિનેશ : તું જેમ માને તેમ, પણ હું આવા કાવાદાવાને લાયક જ નથી. આટલું જુઠ્ઠાણું, આટલી છેતરપીંડી, આટલી હલકાઈ, આટલી નિર્દયતા ને આટલો વિશ્વાસઘાત મારાથી થઈ શકતાં નથી. આ બધું મને વ્યગ્ર બનાવી મૂકે છે, બેચેન કરી મૂકે છે.
'''દિનેશ :''' તું જેમ માને તેમ, પણ હું આવા કાવાદાવાને લાયક જ નથી. આટલું જુઠ્ઠાણું, આટલી છેતરપીંડી, આટલી હલકાઈ, આટલી નિર્દયતા ને આટલો વિશ્વાસઘાત મારાથી થઈ શકતાં નથી. આ બધું મને વ્યગ્ર બનાવી મૂકે છે, બેચેન કરી મૂકે છે.
વિલાસ : આ બધો પહેલેથી જ વિચાર કરવો હતો ને?
વિલાસ : આ બધો પહેલેથી જ વિચાર કરવો હતો ને?
દિનેશ : કર્યો હોત તો સારું હતું, પણ પ્રેમાંધ કદીયે વિચાર કરી શકે છે ખરો? વિલાસ! હું અંધ હતો, પણ આ હવે નથી સહેવાતું. મંજરી પ્રતિ જે મેં દુર્વ્યવહાર કર્યો છે તેનું દુઃખ મને રાત ને દહાડો સતાવે છે.
'''દિનેશ :''' કર્યો હોત તો સારું હતું, પણ પ્રેમાંધ કદીયે વિચાર કરી શકે છે ખરો? વિલાસ! હું અંધ હતો, પણ આ હવે નથી સહેવાતું. મંજરી પ્રતિ જે મેં દુર્વ્યવહાર કર્યો છે તેનું દુઃખ મને રાત ને દહાડો સતાવે છે.
વિલાસ : હં.
વિલાસ : હં.
દિનેશ : વિલાસ, દુઃખ ન લગાડતી, પણ મને હવે લાગે છે કે હું મંજરીને ખૂબ જ ચાહું છું, એના વિના મારું જીવન મને નીરસ લાગે છે, હું એને ગુમાવવા કોઈ કાળે તૈયાર નથી.
'''દિનેશ :''' વિલાસ, દુઃખ ન લગાડતી, પણ મને હવે લાગે છે કે હું મંજરીને ખૂબ જ ચાહું છું, એના વિના મારું જીવન મને નીરસ લાગે છે, હું એને ગુમાવવા કોઈ કાળે તૈયાર નથી.
વિલાસ : તમે એમ માનો છો, કે તમારી આ બધી પ્રેમની પિંજણમાં મને રસ છે!
વિલાસ : તમે એમ માનો છો, કે તમારી આ બધી પ્રેમની પિંજણમાં મને રસ છે!
દિનેશ : વિલાસ! હું તને દુઃખી કરું છું તે હું જાણું છું, પણ……
'''દિનેશ :''' વિલાસ! હું તને દુઃખી કરું છું તે હું જાણું છું, પણ……
વિલાસ : દુખી? (ખડખડાટ હસે છે.) દુઃખી કરે છે? તું..... મ…ને? તો શું તું ખરેખર માની બેઠો છે કે હું તને ચાહું છું?
વિલાસ : દુખી? (ખડખડાટ હસે છે.) દુઃખી કરે છે? તું..... મ…ને? તો શું તું ખરેખર માની બેઠો છે કે હું તને ચાહું છું?
દિનેશ : મને હતું, કે-
'''દિનેશ :''' મને હતું, કે-
વિલાસ : (હાસ્તો) કે હું તારા વિના જીવી જ નહિ શકું, એમ જ ને! What a huge joke!
વિલાસ : (હાસ્તો) કે હું તારા વિના જીવી જ નહિ શકું, એમ જ ને! What a huge joke!
દિનેશ : જો તું મને ચાહતી જ નહોતી તો શા માટે-
'''દિનેશ :''' જો તું મને ચાહતી જ નહોતી તો શા માટે-
વિલાસ : તારી પાછળ ભમતી હતી એમ જ ને? જવાબ તદ્દન સહેલો છે, મને તારે પૈસે મોજ કરવાની મળતી હતી, ને જરા ગમ્મત પણ પડતી હતી.
વિલાસ : તારી પાછળ ભમતી હતી એમ જ ને? જવાબ તદ્દન સહેલો છે, મને તારે પૈસે મોજ કરવાની મળતી હતી, ને જરા ગમ્મત પણ પડતી હતી.
દિનેશ : તારા મોજશોખને જરા ગમ્મત માટે મને સાધન બનાવ્યો, એમ જ સમજુ ને! (ક્રોધમાં)
'''દિનેશ :''' તારા મોજશોખને જરા ગમ્મત માટે મને સાધન બનાવ્યો, એમ જ સમજુ ને! (ક્રોધમાં)
વિલાસ : ફક્ત એટલું જ નહિ, એ ઉપરાંત બીજાં ૫ણ કારણો તો હતાં જ ને તેમાંયે ખાસ તો મંજરી.
વિલાસ : ફક્ત એટલું જ નહિ, એ ઉપરાંત બીજાં ૫ણ કારણો તો હતાં જ ને તેમાંયે ખાસ તો મંજરી.
દિનેશ :  મંજરી? કારણ?
'''દિનેશ :''' મંજરી? કારણ?
વિલાસ : હા, જરૂર. મંજરીને ગર્વ હતો કે એનો ધણી એના વિના બીજીને કદાપિ ચાહી શકે જ નહિ. મારે એના એ ગર્વનું ખંડન કરવું હતું. એની પાસેથી એની આંખ સામે જ, એના પતિને છીનવી લેવો હતો ને તે મેં એક આંખના પલકારામાં કરી દેખાડયું!
વિલાસ : હા, જરૂર. મંજરીને ગર્વ હતો કે એનો ધણી એના વિના બીજીને કદાપિ ચાહી શકે જ નહિ. મારે એના એ ગર્વનું ખંડન કરવું હતું. એની પાસેથી એની આંખ સામે જ, એના પતિને છીનવી લેવો હતો ને તે મેં એક આંખના પલકારામાં કરી દેખાડયું!
દિનેશ : ઓહ પ્રભુ! આ હું શું સાંભળું છું?
'''દિનેશ :''' ઓહ પ્રભુ! આ હું શું સાંભળું છું?
વિલાસ : ને તે ઉપરાંત તને પણ જરા ઉલ્લુ બનાવવાની મજા પડતી હતી, તે તો જુદું જ. દિનેશ ! તું ડૉક્ટર તરીકે કદાચ હોશિયાર હોઈશ, પણ સ્ત્રીને સમજવામાં તો મૂર્ખનો સરદાર છે.
વિલાસ : ને તે ઉપરાંત તને પણ જરા ઉલ્લુ બનાવવાની મજા પડતી હતી, તે તો જુદું જ. દિનેશ ! તું ડૉક્ટર તરીકે કદાચ હોશિયાર હોઈશ, પણ સ્ત્રીને સમજવામાં તો મૂર્ખનો સરદાર છે.
દિનેશ : આથી વધારે હવે કંઈ કહેવું છે? (ક્રોધમાં)
'''દિનેશ :''' આથી વધારે હવે કંઈ કહેવું છે? (ક્રોધમાં)
વિલાસ : ઘણું યે કહેવાનું તો મન થાય છે, પણ તારા જેવા પતંગિયાને અસર થશે ખરી? છેલ્લા બે મહિનાથી તો હું તારાથી કંટાળી ગઈ હતી, ને મને તારામાં જરાયે રસ નહોતો રહ્યો, પણ-
વિલાસ : ઘણું યે કહેવાનું તો મન થાય છે, પણ તારા જેવા પતંગિયાને અસર થશે ખરી? છેલ્લા બે મહિનાથી તો હું તારાથી કંટાળી ગઈ હતી, ને મને તારામાં જરાયે રસ નહોતો રહ્યો, પણ-
દિનેશ : પણ મારા પર મહેરબાની કરીને રસ દેખાડતી જ રહી એમને? –
'''દિનેશ :''' પણ મારા પર મહેરબાની કરીને રસ દેખાડતી જ રહી એમને? –
વિલાસ : હા, એમ જ, કારણ કે મારે પૈસાની જરૂર હતી, એટલે શું થાય? ને મંજરીને પીડાતી જોવાની જરા મજા આવતી હતી તે-
વિલાસ : હા, એમ જ, કારણ કે મારે પૈસાની જરૂર હતી, એટલે શું થાય? ને મંજરીને પીડાતી જોવાની જરા મજા આવતી હતી તે-
દિનેશ: (ક્રોધમાં) બ.....સ કર. મારે નથી સાંભળવું. મને નહિ ખબર કે તું આટલી હલકટ છે. (વિલાસ ખડખડાટ હસે છે. ) તને હસવું શેનું આવે છે?
દિનેશ: (ક્રોધમાં) બ.....સ કર. મારે નથી સાંભળવું. મને નહિ ખબર કે તું આટલી હલકટ છે. (વિલાસ ખડખડાટ હસે છે. ) તને હસવું શેનું આવે છે?
વિલાસ : તારી અજ્ઞાનતા જોઈને.
વિલાસ : તારી અજ્ઞાનતા જોઈને.
દિનેશ : મારી અજ્ઞાનતા?
'''દિનેશ :''' મારી અજ્ઞાનતા?
વિલાસ : હા. મને એાળખવાની તારી અજ્ઞાનતા. જે સ્ત્રી બીજી સ્ત્રીના પતિને – તેની બેનપણીના જ પતિને પ્રેમ કરી શકે, તે જ સ્ત્રી તને દેવી જેવી લાગી, તે તારી અજ્ઞાનતા નહિ તો બીજું શું?
વિલાસ : હા. મને એાળખવાની તારી અજ્ઞાનતા. જે સ્ત્રી બીજી સ્ત્રીના પતિને – તેની બેનપણીના જ પતિને પ્રેમ કરી શકે, તે જ સ્ત્રી તને દેવી જેવી લાગી, તે તારી અજ્ઞાનતા નહિ તો બીજું શું?
દિનેશ : મને નહિ ખબર કે-  
'''દિનેશ :''' મને નહિ ખબર કે-  
વિલાસ : આવું થશે એમ જ ને? ખબર તો બધી જ હોય છે. પોતાના નહિ તો બીજાના અનુભવથી જાણ્યું હોય છે કે આવા પ્રેમનો આવો જ અંત હોય, છતાંયે સમય આવે પુરુષ ગધેડો બન્યે જ જાય છે, ને બન્યે જ જવાનો.
વિલાસ : આવું થશે એમ જ ને? ખબર તો બધી જ હોય છે. પોતાના નહિ તો બીજાના અનુભવથી જાણ્યું હોય છે કે આવા પ્રેમનો આવો જ અંત હોય, છતાંયે સમય આવે પુરુષ ગધેડો બન્યે જ જાય છે, ને બન્યે જ જવાનો.
દિનેશ : (દાંત ભીંસીને) જ્યાં સુધી તારા જેવી ઘરભાંગુ સ્ત્રીઓ હશે ત્યાં સુધી; એમ પણ કહી નાંખને!
'''દિનેશ :''' (દાંત ભીંસીને) જ્યાં સુધી તારા જેવી ઘરભાંગુ સ્ત્રીઓ હશે ત્યાં સુધી; એમ પણ કહી નાંખને!
વિલાસ : જ્યાં સુધી તારા જેવા પતંગિયા હશે, ત્યાં સુધી. By the way, મંજરી હજી પણ તને પહેલાં જેટલું જ ચાહે છે?
વિલાસ : જ્યાં સુધી તારા જેવા પતંગિયા હશે, ત્યાં સુધી. By the way, મંજરી હજી પણ તને પહેલાં જેટલું જ ચાહે છે?
દિનેશ : એ પ્રશ્ન પૂછવાનો તને કશો જ અધિકાર નથી.
'''દિનેશ :''' એ પ્રશ્ન પૂછવાનો તને કશો જ અધિકાર નથી.
વિલાસ : વારુ, પણ મેં જે તને કાગળ લખ્યા હતા તેનું શું કર્યું?
વિલાસ : વારુ, પણ મેં જે તને કાગળ લખ્યા હતા તેનું શું કર્યું?
દિનેશ : આપણે નક્કી કર્યા મુજબ બાળી નાખ્યા.
'''દિનેશ :''' આપણે નક્કી કર્યા મુજબ બાળી નાખ્યા.
વિલાસ : એ બીજી મૂર્ખાઈ. (હસે છે) મેં નથી બાળ્યા. મેં તો બધા જ જાળવી રાખ્યા છે.
વિલાસ : એ બીજી મૂર્ખાઈ. (હસે છે) મેં નથી બાળ્યા. મેં તો બધા જ જાળવી રાખ્યા છે.
દિનેશ : પણ આપણે તો નક્કી કર્યું હતું, ને કે-
'''દિનેશ :''' પણ આપણે તો નક્કી કર્યું હતું, ને કે-
વિલાસ : કે બાળી નાખવા, પણ ડૉક્ટર સાહેબ, જે પુરુષ પોતાની પ્રેમાળ સ્ત્રીને દગો દઈ શકે તેવા પર ભરોસો મૂકતાં મારે તો વિચાર કરવો જોઈએ ને? મને ડર હતો જ કે એક દિવસ આ મને પણ દગો દેવાનો જ છે. તે વખતે આ નિર્જીવ, છતાં, ઘણું કહી જનારા પત્રો જ મને મદદે આવશે. કેમ, મારી બુદ્ધિ માટે માન થાય છે કે નહિ?
વિલાસ : કે બાળી નાખવા, પણ ડૉક્ટર સાહેબ, જે પુરુષ પોતાની પ્રેમાળ સ્ત્રીને દગો દઈ શકે તેવા પર ભરોસો મૂકતાં મારે તો વિચાર કરવો જોઈએ ને? મને ડર હતો જ કે એક દિવસ આ મને પણ દગો દેવાનો જ છે. તે વખતે આ નિર્જીવ, છતાં, ઘણું કહી જનારા પત્રો જ મને મદદે આવશે. કેમ, મારી બુદ્ધિ માટે માન થાય છે કે નહિ?
દિનેશ : થાય એવું જ છે ને. પણ તેનો ઉપયોગ કેટલો થશે તે તો કોણ જાણે? ( હસીને)
'''દિનેશ :''' થાય એવું જ છે ને. પણ તેનો ઉપયોગ કેટલો થશે તે તો કોણ જાણે? ( હસીને)
વિલાસ : મને ખાતરી છે કે એ પત્રમાં મંજરીને ખૂબ રસ પડશે.
વિલાસ : મને ખાતરી છે કે એ પત્રમાં મંજરીને ખૂબ રસ પડશે.
દિનેશ : ઓહ, એ.....મ, તો તો પછી એને મોકલી જ આપ.
'''દિનેશ :''' ઓહ, એ.....મ, તો તો પછી એને મોકલી જ આપ.
વિલાસ : હું એને મોકલું એમાં તને તો વાંધો નથી ને? -
વિલાસ : હું એને મોકલું એમાં તને તો વાંધો નથી ને? -
દિનેશ : ના. જરાય નહિ.  
'''દિનેશ :''' ના. જરાય નહિ.  
વિલાસ : તને વાંધો નથી? તને એમ નથી થતું કે એ બધું જાણશે તો-  
વિલાસ : તને વાંધો નથી? તને એમ નથી થતું કે એ બધું જાણશે તો-  
દિનેશ : (ખૂબ હસીને) એ અત્યારે જાણે છે તે કરતાં આ પત્રોથી કશું જ વધારે જાણવાની નથી.
'''દિનેશ :''' (ખૂબ હસીને) એ અત્યારે જાણે છે તે કરતાં આ પત્રોથી કશું જ વધારે જાણવાની નથી.
વિલાસ : એટલે? તું શું કહેવા માગે છે?
વિલાસ : એટલે? તું શું કહેવા માગે છે?
દિનેશ : એટલે એ જ કે તું હોંશિયાર ઘણી, પણ મંજરી તારા કરતાંયે હોશિયાર નીકળી. વિલાસ, મંજરી બધું જ જાણે છે.
'''દિનેશ :''' એટલે એ જ કે તું હોંશિયાર ઘણી, પણ મંજરી તારા કરતાંયે હોશિયાર નીકળી. વિલાસ, મંજરી બધું જ જાણે છે.
વિલાસ : પણ એણે હમણાં જ મને મિસિસ મખ્ખનલાલની વાત કરી.
વિલાસ : પણ એણે હમણાં જ મને મિસિસ મખ્ખનલાલની વાત કરી.
દિનેશ : તે બધું જ બનાવટી.
'''દિનેશ :''' તે બધું જ બનાવટી.
વિલાસ : તો એ જાણે છે કે મિસિસ મખ્ખનલાલની વાત તદ્દન-
વિલાસ : તો એ જાણે છે કે મિસિસ મખ્ખનલાલની વાત તદ્દન-
દિનેશ : બનાવટી હતી અને એ પણ જાણે છે કે એ નામ તને મળવા માટેનું બહાનું જ હતું.
'''દિનેશ :''' બનાવટી હતી અને એ પણ જાણે છે કે એ નામ તને મળવા માટેનું બહાનું જ હતું.
વિલાસ : આટલું જાણી જ કેમ શકે? તેં જ કહ્યું હોવું જોઈએ.
વિલાસ : આટલું જાણી જ કેમ શકે? તેં જ કહ્યું હોવું જોઈએ.
દિનેશ : ના, એટલી મારામાં હિંમત નહોતી.
'''દિનેશ :''' ના, એટલી મારામાં હિંમત નહોતી.
વિલાસ : તો એ જાણે જ શી રીતે?
વિલાસ : તો એ જાણે જ શી રીતે?
દિનેશ : I don't know. પણ તે પહેલેથી છેલ્લે સુધી બધું જાણે છે.
'''દિનેશ :''' I don't know. પણ તે પહેલેથી છેલ્લે સુધી બધું જાણે છે.
વિલાસ : ઓ....હ. હું તો જાણતી હતી કે મંજરી મૂર્ખી છે. મને તો હતું કે હું એની આંખ સામે જ એના પતિ સાથે આનંદ કરું છું, પણ એ મૂર્ખને ભાન જ નથી. પણ આ તો-
વિલાસ : ઓ....હ. હું તો જાણતી હતી કે મંજરી મૂર્ખી છે. મને તો હતું કે હું એની આંખ સામે જ એના પતિ સાથે આનંદ કરું છું, પણ એ મૂર્ખને ભાન જ નથી. પણ આ તો-
દિનેશ : તારા ધાર્યા કરતાં હોશિયાર નીકળી. વિલાસ, લોઢાને લોઢું જ કાપે, તેમ સ્ત્રીને સ્ત્રી જ સમજે ને પૂરી પડે. કેમ, તને લાગે છે? (હસીને)
'''દિનેશ :''' તારા ધાર્યા કરતાં હોશિયાર નીકળી. વિલાસ, લોઢાને લોઢું જ કાપે, તેમ સ્ત્રીને સ્ત્રી જ સમજે ને પૂરી પડે. કેમ, તને લાગે છે? (હસીને)
વિલાસ : તમને હસવું શેનું આવે છે?
વિલાસ : તમને હસવું શેનું આવે છે?
દિનેશ : આપણી મૂર્ખાઈ પર. આપણે ધારતાં હતાં કે આપણે એને મૂર્ખ બનાવીએ છીએ, પરંતુ આ તો એણે આપણને જ મૂર્ખ બનાવ્યાં! આપણે આબાદ બની ગયા. (હસીને)
'''દિનેશ :''' આપણી મૂર્ખાઈ પર. આપણે ધારતાં હતાં કે આપણે એને મૂર્ખ બનાવીએ છીએ, પરંતુ આ તો એણે આપણને જ મૂર્ખ બનાવ્યાં! આપણે આબાદ બની ગયા. (હસીને)
વિલાસ : આ બધું જાણીને તે તારા ઉપર ખૂબ જ બગડી હશે?
વિલાસ : આ બધું જાણીને તે તારા ઉપર ખૂબ જ બગડી હશે?
દિનેશ : નહિ જ, જરાયે નહિ.
'''દિનેશ :''' નહિ જ, જરાયે નહિ.
વિલાસ : નહિ?
વિલાસ : નહિ?
દિનેશ : એ બીજી આશ્ચર્યની વાત છે. મંજરી આ બનાવને તદ્દન નજીવો જ ગણે છે, lightly જ લે છે.
'''દિનેશ :''' એ બીજી આશ્ચર્યની વાત છે. મંજરી આ બનાવને તદ્દન નજીવો જ ગણે છે, lightly જ લે છે.
વિલાસ : તદ્દન અશક્ય. કોઈ સ્ત્રી એમ ન કરી શકે અને કરે તો માની લેવું કે એ તને ચાહતી જ નથી, તારા પ્રેમની એને પડી જ નથી. (ક્રોધમાં ફરે છે)
વિલાસ : તદ્દન અશક્ય. કોઈ સ્ત્રી એમ ન કરી શકે અને કરે તો માની લેવું કે એ તને ચાહતી જ નથી, તારા પ્રેમની એને પડી જ નથી. (ક્રોધમાં ફરે છે)
દિનેશ : ક…દા……ચ..... તું કહે છે તે ખરું પણ હોય.
'''દિનેશ :''' ક…દા……ચ..... તું કહે છે તે ખરું પણ હોય.
વિલાસ : મને શી ખબર કે મંજરીને તારી પડી નથી. હું તો માનતી હતી કે એ તો તને ખૂબ જ ચાહે છે. મને જો આવી ખબર હોત તો હું તારા માટે આટલું કરત જ નહિ.
વિલાસ : મને શી ખબર કે મંજરીને તારી પડી નથી. હું તો માનતી હતી કે એ તો તને ખૂબ જ ચાહે છે. મને જો આવી ખબર હોત તો હું તારા માટે આટલું કરત જ નહિ.
દિનેશ : હું ન સમજ્યો.
'''દિનેશ :''' હું ન સમજ્યો.
વિલાસ : મંજરી જો તને ખૂબ જ ચાહતી હોય, તારા વિના એક ક્ષણ પણ જીવી ન શકે તેવો એનો તારા પર પ્રેમ હોય, તો એવા પાસેથી તને ખેંચવાની ખરી મજા. પણ જો એ આમ જ ઢીલું મૂકે તેવી મેં તેને જાણી હોત, તો કદાપિ હું તારે માટે આટલો શ્રમ ન ઉઠાવત.
વિલાસ : મંજરી જો તને ખૂબ જ ચાહતી હોય, તારા વિના એક ક્ષણ પણ જીવી ન શકે તેવો એનો તારા પર પ્રેમ હોય, તો એવા પાસેથી તને ખેંચવાની ખરી મજા. પણ જો એ આમ જ ઢીલું મૂકે તેવી મેં તેને જાણી હોત, તો કદાપિ હું તારે માટે આટલો શ્રમ ન ઉઠાવત.
દિનેશ : એટલે કે tug-of-war હોય તો જ તને મજા આવે, એમ ને? એનો અર્થ એ જ કે તને પ્યાર તો નહોતો જ, ફક્ત ખેંચાખેંચીની રમતનો આનંદ લેવો હતો. (સહેજ હસીને) હં..... મંજરીએ સંતાકૂકડીની રમતમાં આનંદ લીધો ને તેં ખેંચાખેંચીની રમતમાં.
'''દિનેશ :''' એટલે કે tug-of-war હોય તો જ તને મજા આવે, એમ ને? એનો અર્થ એ જ કે તને પ્યાર તો નહોતો જ, ફક્ત ખેંચાખેંચીની રમતનો આનંદ લેવો હતો. (સહેજ હસીને) હં..... મંજરીએ સંતાકૂકડીની રમતમાં આનંદ લીધો ને તેં ખેંચાખેંચીની રમતમાં.
વિલાસ : ખરી મજા જ એમાં છે. બાકી તારામાં એવું હતું પણ શું કે હું તારા માટે આટલું બધું કરું?
વિલાસ : ખરી મજા જ એમાં છે. બાકી તારામાં એવું હતું પણ શું કે હું તારા માટે આટલું બધું કરું?
દિનેશ : (ખૂબ ક્રોધમાં) બસ કર, વિલાસ.
'''દિનેશ :''' (ખૂબ ક્રોધમાં) બસ કર, વિલાસ.
વિલાસ : હં આમ લાલ પીળું થઈ જવાની કશી જ જરૂર નથી. હું કાંઈ મંજરી નથી કે તારા ગુસ્સાથી ગભરાઈ જાઉં.
વિલાસ : હં આમ લાલ પીળું થઈ જવાની કશી જ જરૂર નથી. હું કાંઈ મંજરી નથી કે તારા ગુસ્સાથી ગભરાઈ જાઉં.
દિનેશ : તું કઈ જાતની સ્ત્રી છે! (તેને ગળેથી પકડે છે)
'''દિનેશ :''' તું કઈ જાતની સ્ત્રી છે! (તેને ગળેથી પકડે છે)
વિલાસ : (દિનેશને તરછોડીને) હું કઈ જાતની સ્ત્રી છું તેના કરતાં તારી જાતને જ પૂછ કે તું કઈ જાતનો પુરુષ છે. ઘરની સ્ત્રીને છોડીને બહાર ઓખર કરનારા ઢોર જેવા..... તું પહેલાં તારી જાતને જ પૂછ કે તું કેવો છે? કઈ જાતનો છે?
વિલાસ : (દિનેશને તરછોડીને) હું કઈ જાતની સ્ત્રી છું તેના કરતાં તારી જાતને જ પૂછ કે તું કઈ જાતનો પુરુષ છે. ઘરની સ્ત્રીને છોડીને બહાર ઓખર કરનારા ઢોર જેવા..... તું પહેલાં તારી જાતને જ પૂછ કે તું કેવો છે? કઈ જાતનો છે?
દિનેશ : તું મારી સામેથી ચાલી જા, મારી આંખ સામેથી ખસી જા, નહિ તો………નહિ તો.(કોપમાં મૂઠી વાળીને ફરે છે)  
'''દિનેશ :''' તું મારી સામેથી ચાલી જા, મારી આંખ સામેથી ખસી જા, નહિ તો………નહિ તો.(કોપમાં મૂઠી વાળીને ફરે છે)  
વિલાસ : બસ આટલો જલદી બદલાઈ ગયો? વારુ, હું આ ચાલી પણ મારા સરનામાનું કાર્ડ જરા મૂકતી જાઉં છું.
વિલાસ : બસ આટલો જલદી બદલાઈ ગયો? વારુ, હું આ ચાલી પણ મારા સરનામાનું કાર્ડ જરા મૂકતી જાઉં છું.
[કાર્ડ ટેબલ પર મૂકે છે ને દિનેશ તે કાર્ડ ઉપાડીને ફાડવા જાય છે.]
[કાર્ડ ટેબલ પર મૂકે છે ને દિનેશ તે કાર્ડ ઉપાડીને ફાડવા જાય છે.]


વિલાસ : ઓ હો હો , ફાડવાની ઉતાવળ કરવી રહેવા દે, કારણ કે તારા જેવા weather-cockને કોણ જાણે વળી ક્યારે જરૂર પડી જાય.
વિલાસ : ઓ હો હો , ફાડવાની ઉતાવળ કરવી રહેવા દે, કારણ કે તારા જેવા weather-cockને કોણ જાણે વળી ક્યારે જરૂર પડી જાય.
દિનેશ : કદાપિ નહિ.
'''દિનેશ :''' કદાપિ નહિ.
વિલાસ : તારા જેવો પુરુષ શું એક નિશ્ચયને વળગીને રહી શકે ખરો? જે એક ક્ષણે મંજરીને ચાહે, તે બીજી જ ક્ષણે વિલાસને પણ ચાહી શકે ને ત્રીજી ક્ષણે પાછો વિલાસને છોડીને મંજરી પાસે જઈ પડે, તો ચોથી ક્ષણે કોઈ ખંજરી નહિ શોધે તેની શી ખાતરી?
વિલાસ : તારા જેવો પુરુષ શું એક નિશ્ચયને વળગીને રહી શકે ખરો? જે એક ક્ષણે મંજરીને ચાહે, તે બીજી જ ક્ષણે વિલાસને પણ ચાહી શકે ને ત્રીજી ક્ષણે પાછો વિલાસને છોડીને મંજરી પાસે જઈ પડે, તો ચોથી ક્ષણે કોઈ ખંજરી નહિ શોધે તેની શી ખાતરી?
દિનેશ : વિ……લા…....સ?
'''દિનેશ :''' વિ……લા…....સ?
વિલાસ : મારા ઉપર ગુસ્સે થવાનું કશું જ પ્રયોજન નથી. ગુસ્સો કર તારી જાત પર, કે તું જે સાચો પ્રેમ સમજી શકતો નથી. જે પત્નીને બેવફા નીવડી શકે છે, જેનામાં ચારિત્ર્ય જેવી કોઈ વસ્તુ નથી, જે ભ્રમર જેમ ફૂલે ફૂલે ભ્રમણ કરનારો છે એના નિશ્ચય પર મને શ્રદ્ધા આવે શી રીતે? દિનેશ, આજે મંજરી તરફ ઢળનારો કાલે પાછો વિલાસ તરફ નહિ ઢળે તેની શી ખાતરી? તો તે વખતે આ સરનામું જરા કામ આવશે.
વિલાસ : મારા ઉપર ગુસ્સે થવાનું કશું જ પ્રયોજન નથી. ગુસ્સો કર તારી જાત પર, કે તું જે સાચો પ્રેમ સમજી શકતો નથી. જે પત્નીને બેવફા નીવડી શકે છે, જેનામાં ચારિત્ર્ય જેવી કોઈ વસ્તુ નથી, જે ભ્રમર જેમ ફૂલે ફૂલે ભ્રમણ કરનારો છે એના નિશ્ચય પર મને શ્રદ્ધા આવે શી રીતે? દિનેશ, આજે મંજરી તરફ ઢળનારો કાલે પાછો વિલાસ તરફ નહિ ઢળે તેની શી ખાતરી? તો તે વખતે આ સરનામું જરા કામ આવશે.
દિનેશ : Damn your સરનામાં............ (ફાડી નાખે છે. અને ફાડીને પગ નીચે ચગદે છે)
'''દિનેશ :''' Damn your સરનામાં............ (ફાડી નાખે છે. અને ફાડીને પગ નીચે ચગદે છે)
વિલાસ : (ખભા ચડાવીને) All right (જતાં જતાં) કદાચ જરૂર પડી પણ જાય, માટે ટુકડાને જરા ગુંદરથી ચોંટાડી મૂકજે.
વિલાસ : (ખભા ચડાવીને) All right (જતાં જતાં) કદાચ જરૂર પડી પણ જાય, માટે ટુકડાને જરા ગુંદરથી ચોંટાડી મૂકજે.
[વિલાસ જાય છે. દિનેશ એ ટુકડાને પગથી ચગદે છે. ક્રોધમાં ફરે છે. થોડી વારે માથે હાથ મૂકીને ખુરશી ઉપર બેસે છે. ત્યાં મંજરી કૉફી લઈને આવે છે.]
[વિલાસ જાય છે. દિનેશ એ ટુકડાને પગથી ચગદે છે. ક્રોધમાં ફરે છે. થોડી વારે માથે હાથ મૂકીને ખુરશી ઉપર બેસે છે. ત્યાં મંજરી કૉફી લઈને આવે છે.]
મંજરી : કેમ, આમ એકલા બેઠા છો! વિલાસ ક્યાં ગઈ?
'''મંજરી :''' કેમ, આમ એકલા બેઠા છો! વિલાસ ક્યાં ગઈ?
દિનેશ : જહાન્નમમાં.
'''દિનેશ :''' જહાન્નમમાં.
મંજરી : ત્યાં જવાની એને એટલી બધી શી ઉતાવળ હતી? હું તો એના માટે કૉફી લાવી. (દિનેશ બોલતો નથી-ક્રોધમાં ફરે છે.) વારુ, ત્યારે તમે જ બન્ને કપ પી જાઓ. હું જાઉં. મારે મારો સામાન પેક કરવો છે. (જવા લાગે છે.)
'''મંજરી :''' ત્યાં જવાની એને એટલી બધી શી ઉતાવળ હતી? હું તો એના માટે કૉફી લાવી. (દિનેશ બોલતો નથી-ક્રોધમાં ફરે છે.) વારુ, ત્યારે તમે જ બન્ને કપ પી જાઓ. હું જાઉં. મારે મારો સામાન પેક કરવો છે. (જવા લાગે છે.)
દિનેશ : મંજરી, તું આટલી બધી નિર્દય ન બન.
'''દિનેશ :''' મંજરી, તું આટલી બધી નિર્દય ન બન.
મંજરી : કૉફી પીવાની કહી એ નિર્દયતા છે? કે જાણી જોઈને તમને વિલાસ સાથે આટલો લાંબો વખત વાત કરવાની તમને તક આપી તે નિર્દયતા છે?
'''મંજરી :''' કૉફી પીવાની કહી એ નિર્દયતા છે? કે જાણી જોઈને તમને વિલાસ સાથે આટલો લાંબો વખત વાત કરવાની તમને તક આપી તે નિર્દયતા છે?
દિનેશ : મંજરી, તું ખરેખર trip પર જવાની છે?
'''દિનેશ :''' મંજરી, તું ખરેખર trip પર જવાની છે?
મંજરી : કેમ, કંઈ શંકા જેવું લાગે છે.!
'''મંજરી :''' કેમ, કંઈ શંકા જેવું લાગે છે.!
દિનેશ : મારી ખાતર તું તારી trip મુલતવી ન રાખે? ચાલને આપણે બેય ક્યાંઈક સુંદર જગ્યાએ સાથે જ ઊપડી જઈએ. અહીંથી ક્યાંય દૂ........ ર !દૂ..... ર!
'''દિનેશ :''' મારી ખાતર તું તારી trip મુલતવી ન રાખે? ચાલને આપણે બેય ક્યાંઈક સુંદર જગ્યાએ સાથે જ ઊપડી જઈએ. અહીંથી ક્યાંય દૂ........ ર !દૂ..... ર!
મંજરી : માફ કરજો. એ બની જ ન શકે, કોઈ સાથે નક્કી કર્યું હોય પછી ફેરફાર કરવો મને જરાયે ગમે નહિ.
'''મંજરી :''' માફ કરજો. એ બની જ ન શકે, કોઈ સાથે નક્કી કર્યું હોય પછી ફેરફાર કરવો મને જરાયે ગમે નહિ.
દિનેશ : મારે ખાતર, Please! મંજરી! અત્યારે મને તારી ખૂબ જરૂર છે.
'''દિનેશ :''' મારે ખાતર, Please! મંજરી! અત્યારે મને તારી ખૂબ જરૂર છે.
મંજરી : માન્યું. પરંતુ મારે એટલી....જ જરૂર છે. ટ્રીપ પર જવાની.
'''મંજરી :''' માન્યું. પરંતુ મારે એટલી....જ જરૂર છે. ટ્રીપ પર જવાની.
દિનેશ : You are not serious, મંજરી.
'''દિનેશ :''' You are not serious, મંજરી.
મંજરી : I am serious.
'''મંજરી :''' I am serious.
દિનેશ: તું આટલી કડક ન બન. મંજરી! હવે તો બધું જ ફરી ગયું છે ને.....
દિનેશ: તું આટલી કડક ન બન. મંજરી! હવે તો બધું જ ફરી ગયું છે ને.....
મંજરી : ને હું તને પહેલાં જેટલો જ ચાહું છું, ને તારા વિના મને ચેન પણ નહિ પડે, વગેરે વગેરે કેમ ખરુંને? ( હસીને)
'''મંજરી :''' ને હું તને પહેલાં જેટલો જ ચાહું છું, ને તારા વિના મને ચેન પણ નહિ પડે, વગેરે વગેરે કેમ ખરુંને? ( હસીને)
દિનેશ : તને એમાં પણ મશ્કરી લાગે છે?
'''દિનેશ :''' તને એમાં પણ મશ્કરી લાગે છે?
મંજરી : ના, રે, ના. એવું સાંભળીને તે મને શેર લોહી ચડે છે.
'''મંજરી :''' ના, રે, ના. એવું સાંભળીને તે મને શેર લોહી ચડે છે.
દિનેશ : એવું દેખાતું તો નથી.
'''દિનેશ :''' એવું દેખાતું તો નથી.
મંજરી : તમે તો જાણો છો ને કે હું સુખ, દુઃખ, આનંદ, શોક બધું જ અંદર સમાવતાં શીખી ગઈ છું, સાગર જેવું પેટ રાખીને. (હસે છે.)
'''મંજરી :''' તમે તો જાણો છો ને કે હું સુખ, દુઃખ, આનંદ, શોક બધું જ અંદર સમાવતાં શીખી ગઈ છું, સાગર જેવું પેટ રાખીને. (હસે છે.)
દિનેશ : મંજરી! તું આમ ઠંડો જવાબ ન આપ. હું તને સોગનપૂર્વક કહું છું કે તું મને ચાહે છે એટલું જ હું તને ચાહું છું.
'''દિનેશ :''' મંજરી! તું આમ ઠંડો જવાબ ન આપ. હું તને સોગનપૂર્વક કહું છું કે તું મને ચાહે છે એટલું જ હું તને ચાહું છું.
મંજરી : માન્યું કે તમે ચાહતા હશો, પરંતુ હું તમને ચાહું છું તે માની લેવાનું કાંઈ કારણ?
'''મંજરી :''' માન્યું કે તમે ચાહતા હશો, પરંતુ હું તમને ચાહું છું તે માની લેવાનું કાંઈ કારણ?
દિનેશ : તો તને હવે મારા ઉપર બિલકુલ પ્રેમ નથી રહ્યો?
'''દિનેશ :''' તો તને હવે મારા ઉપર બિલકુલ પ્રેમ નથી રહ્યો?
મંજરી : એમ તે કેમ કહેવાય પણ-
'''મંજરી :''' એમ તે કેમ કહેવાય પણ-
દિનેશ : પહેલાં તે તું મારા વિના એક ઘડી પણ નહોતી રહી શકતી.
'''દિનેશ :''' પહેલાં તે તું મારા વિના એક ઘડી પણ નહોતી રહી શકતી.
મંજરી : એ ભૂતકાળની વાત. હવે તો થોડા દિવસો તો શું થોડા મહિના રહેવું હોય તો રહી શકું ને!
'''મંજરી :''' એ ભૂતકાળની વાત. હવે તો થોડા દિવસો તો શું થોડા મહિના રહેવું હોય તો રહી શકું ને!
દિનેશ : હં........
'''દિનેશ :''' હં........
મંજરી : હા.....darling હવે ઉમ્મર પણ થઈને? હવે તમારા વિના દુનિયા સૂની સૂની છે એવો કંઈ ખાસ ભાસ નથી થતો.
'''મંજરી :''' હા.....darling હવે ઉમ્મર પણ થઈને? હવે તમારા વિના દુનિયા સૂની સૂની છે એવો કંઈ ખાસ ભાસ નથી થતો.
દિનેશ : ચોખ્ખું જ કહી દેને, કે હવે તું મને ધિક્કારે છે!
'''દિનેશ :''' ચોખ્ખું જ કહી દેને, કે હવે તું મને ધિક્કારે છે!
મંજરી : એમ તો કેમ કહી શકું? કારણ કે એ ૫ણ સંપૂર્ણ સત્ય તો નથી જ. કારણ કે એમ તો તમે મને ગમો છો ખરા, પણ–
'''મંજરી :''' એમ તો કેમ કહી શકું? કારણ કે એ ૫ણ સંપૂર્ણ સત્ય તો નથી જ. કારણ કે એમ તો તમે મને ગમો છો ખરા, પણ–
દિનેશ : હું તને ગમું છું, એટલું જ બસ છે? મંજરી! મારે તારે મોંએ હું તને ગમું છું એટલું જ નથી સાંભળવું, મારે સાંભળવું છે કે તું મને ચાહે છે-પહેલાં જેટલું જ ચાહે છે.
'''દિનેશ :''' હું તને ગમું છું, એટલું જ બસ છે? મંજરી! મારે તારે મોંએ હું તને ગમું છું એટલું જ નથી સાંભળવું, મારે સાંભળવું છે કે તું મને ચાહે છે-પહેલાં જેટલું જ ચાહે છે.
મંજરી : ચાહી શકું તો કેવું સારું, ખરુંને?
'''મંજરી :''' ચાહી શકું તો કેવું સારું, ખરુંને?
દિનેશ : આજે મારી હાર પર હાર થાય છે. (નિસાસો નાખીને) મંજરી! હું તો ધારતો હતો કે તું મારી પાછળ ગાંડી છે, મને અત્યંત ચાહે છે.
'''દિનેશ :''' આજે મારી હાર પર હાર થાય છે. (નિસાસો નાખીને) મંજરી! હું તો ધારતો હતો કે તું મારી પાછળ ગાંડી છે, મને અત્યંત ચાહે છે.
મંજરી : એમ માની લેવાનું કંઈ કારણ?
'''મંજરી :''' એમ માની લેવાનું કંઈ કારણ?
દિનેશ: એમાં પણ કારણની જરૂર ખરી?
દિનેશ: એમાં પણ કારણની જરૂર ખરી?
મંજરી : કારણ વિના કોઈ કાર્ય સંભવે ખરું? નહિ જ. તો પછી તમારી પાછળ ગાંડા થવાનું કે તમને અત્યંત ચાહવાનું કંઈ સબળ કારણ તો હોવું જોઈએ ને, I mean logically વિચાર કરીએ તો.
'''મંજરી :''' કારણ વિના કોઈ કાર્ય સંભવે ખરું? નહિ જ. તો પછી તમારી પાછળ ગાંડા થવાનું કે તમને અત્યંત ચાહવાનું કંઈ સબળ કારણ તો હોવું જોઈએ ને, I mean logically વિચાર કરીએ તો.
દિનેશ : પ્રેમમાં કોઈ કારણ કે કે logic નથી હોતું, ને છતાંયે કારણ માંગતી હો તો એ જ કે હું તને ચાહું છું, માટે, હું તારા પર મુગ્ધ છું, માટે હું તારા વિના-
'''દિનેશ :''' પ્રેમમાં કોઈ કારણ કે કે logic નથી હોતું, ને છતાંયે કારણ માંગતી હો તો એ જ કે હું તને ચાહું છું, માટે, હું તારા પર મુગ્ધ છું, માટે હું તારા વિના-
મંજરી : બસ! બસ! બસ. આટલું બધું એક સામટું સારું નહિ. પણ તમને મારા પર આટલું બધું વહાલ ક્યારથી ઊભરાઈ આવ્યું, તે જાણી શકું ખરી?
'''મંજરી :''' બસ! બસ! બસ. આટલું બધું એક સામટું સારું નહિ. પણ તમને મારા પર આટલું બધું વહાલ ક્યારથી ઊભરાઈ આવ્યું, તે જાણી શકું ખરી?
દિનેશ : તારા પરનો મારો પ્રેમ કોઈ દિવસ ઓછો થયો જ નથી, મંજરી!
'''દિનેશ :''' તારા પરનો મારો પ્રેમ કોઈ દિવસ ઓછો થયો જ નથી, મંજરી!
મંજરી : જાણીને જીવન ધન્ય થયું, પણ સાથે જ જરા નવાઈ ૫ણ લાગી.
'''મંજરી :''' જાણીને જીવન ધન્ય થયું, પણ સાથે જ જરા નવાઈ ૫ણ લાગી.
દિનેશ : હું વિલાસ પાછળ ગાંડો બન્યો તે ખરું, હું નીચો પડ્યો તે પણ ખરું, મેં હલકું કૃત્ય કર્યું તે પણ ખરું, તને દગો દીધો તે પણ ખરું, છતાંયે મંજરી! હું ભગવાનની સાક્ષીએ કહું છું કે તારા પરનો મારો પ્રેમ તો એટલો જ હતો-અને રહ્યો છે.
'''દિનેશ :''' હું વિલાસ પાછળ ગાંડો બન્યો તે ખરું, હું નીચો પડ્યો તે પણ ખરું, મેં હલકું કૃત્ય કર્યું તે પણ ખરું, તને દગો દીધો તે પણ ખરું, છતાંયે મંજરી! હું ભગવાનની સાક્ષીએ કહું છું કે તારા પરનો મારો પ્રેમ તો એટલો જ હતો-અને રહ્યો છે.
મંજરી : પ્રેમનાં compartments ઘણાં રાખતા લાગો છો, ને પાછા દરેક air tight લાગે છે! (હસીને)
'''મંજરી :''' પ્રેમનાં compartments ઘણાં રાખતા લાગો છો, ને પાછા દરેક air tight લાગે છે! (હસીને)
દિનેશ : મંજરી! મારી વાતમાં વિશ્વાસ રાખ. (મંજરી ખડખડાટ હસી પડે છે) તું શું કામ હસે છે, તે હું સમજી શકું છું. તને મારામાં વિશ્વાસ જ નથી.  
'''દિનેશ :''' મંજરી! મારી વાતમાં વિશ્વાસ રાખ. (મંજરી ખડખડાટ હસી પડે છે) તું શું કામ હસે છે, તે હું સમજી શકું છું. તને મારામાં વિશ્વાસ જ નથી.  
મંજરી : એમ તે હોય? તમે એવું કર્યું છે જ શું કે મારો તમારા પરનો વિશ્વાસ ઊઠી જાય? કહો જોઈ, એવું કંઈ તમે કર્યું છે?
'''મંજરી :''' એમ તે હોય? તમે એવું કર્યું છે જ શું કે મારો તમારા પરનો વિશ્વાસ ઊઠી જાય? કહો જોઈ, એવું કંઈ તમે કર્યું છે?
દિનેશ : હવે ટાઢા ડામ ન દે. મંજરી! હું ગધેડો બની ગયો, મૂર્ખ બની ગયો, રસ્તો ભૂલી ગયો. અંધ બની ગયો. જેમ ગણવું હોય તેમ ગણ, પણ અત્યારે હું જે કહું છું તે સત્ય જ કહું છું, તેની ખાતરી રાખ. હું તને ચાહું છું, તારા વિનાનું હું મારું જીવન કલ્પી જ શકતો નથી.
'''દિનેશ :''' હવે ટાઢા ડામ ન દે. મંજરી! હું ગધેડો બની ગયો, મૂર્ખ બની ગયો, રસ્તો ભૂલી ગયો. અંધ બની ગયો. જેમ ગણવું હોય તેમ ગણ, પણ અત્યારે હું જે કહું છું તે સત્ય જ કહું છું, તેની ખાતરી રાખ. હું તને ચાહું છું, તારા વિનાનું હું મારું જીવન કલ્પી જ શકતો નથી.
મંજરી : કદાચ અત્યારે, આ ઘડીએ, એ વાત ખરી પણ હોય, પરંતુ તે કેટલા દિવસ માટે, તે કોણ જાણે?
'''મંજરી :''' કદાચ અત્યારે, આ ઘડીએ, એ વાત ખરી પણ હોય, પરંતુ તે કેટલા દિવસ માટે, તે કોણ જાણે?
દિનેશ : હવે એવું કદાપિ નહિ બને. એ જ ભૂલ શું હું ફરીવાર કરું? મંજરી, મને મારી ભૂલનું ભાન થયું છે, ને બાકી તું શું એમ માને છે કે વિલાસ સાથે હું બહુ સુખી હતો?  
'''દિનેશ :''' હવે એવું કદાપિ નહિ બને. એ જ ભૂલ શું હું ફરીવાર કરું? મંજરી, મને મારી ભૂલનું ભાન થયું છે, ને બાકી તું શું એમ માને છે કે વિલાસ સાથે હું બહુ સુખી હતો?  
મંજરી : એ સિવાય બીજું માની પણ શું શકાય?
'''મંજરી :''' એ સિવાય બીજું માની પણ શું શકાય?
દિનેશ : ના. હું જરાયે સુખી નહોતો. એની સાથેની આનંદની પળોમાં પણ મારું હૃદય ઘણીવાર અંદરથી પોકારતું કે આ હું ખોટું કરી રહ્યો છું, પણ પગ પાછો લઈ લેવા જેટલું આત્મબળ જ રહ્યું નહોતું, પરિણામે ઢસડાતો જ ગયો.
'''દિનેશ :''' ના. હું જરાયે સુખી નહોતો. એની સાથેની આનંદની પળોમાં પણ મારું હૃદય ઘણીવાર અંદરથી પોકારતું કે આ હું ખોટું કરી રહ્યો છું, પણ પગ પાછો લઈ લેવા જેટલું આત્મબળ જ રહ્યું નહોતું, પરિણામે ઢસડાતો જ ગયો.
મંજરી : હવે આત્મબળ જોઈએ તેટલા પ્રમાણમાં પાછું આવી તો ગયું છે ને? બરાબર ખાતરી કરી જોઈ છે ને?
'''મંજરી :''' હવે આત્મબળ જોઈએ તેટલા પ્રમાણમાં પાછું આવી તો ગયું છે ને? બરાબર ખાતરી કરી જોઈ છે ને?


દિનેશ : તું હજી પણ કટાક્ષમાં બોલે છે, તે હું સમજું છું પણ Believe me મંજરી! હું તને ચાહું છું.
'''દિનેશ :''' તું હજી પણ કટાક્ષમાં બોલે છે, તે હું સમજું છું પણ Believe me મંજરી! હું તને ચાહું છું.
મંજરી : જીવનમાં પ્રેમ એવો તે શો અગત્યનો છે કે જેના માટે તમારે ભાર દઈ દઈને, ફરી ફરી કહેવું પડે છે કે મને પ્રેમ હતો, પ્રેમ હતો. સાચું પૂછો તો, પ્રેમ હતો કે નહોતો, છે કે નહિ, તેમાં મને તો ખાસ ફેર દેખાતો નથી.
'''મંજરી :''' જીવનમાં પ્રેમ એવો તે શો અગત્યનો છે કે જેના માટે તમારે ભાર દઈ દઈને, ફરી ફરી કહેવું પડે છે કે મને પ્રેમ હતો, પ્રેમ હતો. સાચું પૂછો તો, પ્રેમ હતો કે નહોતો, છે કે નહિ, તેમાં મને તો ખાસ ફેર દેખાતો નથી.
દિનેશ : તને પ્રેમ હેય ન હોય તેમાં કશોય ફેર લાગતો નથી એમ ને? I see. હવે મને સમજાય છે કે તેં આ બધું કેમ ચલાવી લીધું.
'''દિનેશ :''' તને પ્રેમ હેય ન હોય તેમાં કશોય ફેર લાગતો નથી એમ ને? I see. હવે મને સમજાય છે કે તેં આ બધું કેમ ચલાવી લીધું.
મંજરી : ચલાવી તો લેવું જ પડે ને? હું બીજું કરી પણ શું શકું?
'''મંજરી :''' ચલાવી તો લેવું જ પડે ને? હું બીજું કરી પણ શું શકું?
દિનેશ : તું ધારત તો ઘણું કરી શકત. મને રોકી શકત, વારી શકત, પેલીને આવતાં રોકી શકત, એની સાથે લડી શક્ત, મારી સાથે ઝઘડો કરી શકત, અરે! તું ધારત તો એક હજાર ને એક ચીજ કરી શક્ત. પણ મારા પર પ્યાર હોય તો જ કરે ને?
'''દિનેશ :''' તું ધારત તો ઘણું કરી શકત. મને રોકી શકત, વારી શકત, પેલીને આવતાં રોકી શકત, એની સાથે લડી શક્ત, મારી સાથે ઝઘડો કરી શકત, અરે! તું ધારત તો એક હજાર ને એક ચીજ કરી શક્ત. પણ મારા પર પ્યાર હોય તો જ કરે ને?
મંજરી : કદાચ તમે કહો છો તેમ કરી શકત, પણ મેં એવું કશું જ નથી કર્યું તે તો તમે જોઈ જ શકો છો ને!
'''મંજરી :''' કદાચ તમે કહો છો તેમ કરી શકત, પણ મેં એવું કશું જ નથી કર્યું તે તો તમે જોઈ જ શકો છો ને!
દિનેશ : તું આવી હઈશ તેની તો મને કલ્પના પણ નહોતી. મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તું મારા પ્રતિ આટલી બધી બેદરકાર બની ગઈ છો. (કંઈક ખોવાઈ ગયું હોય તેમ મંજરી. સોફાની નીચે શોધે છે) હું બોલું છું, તે તને સંભળાતું નથી?
'''દિનેશ :''' તું આવી હઈશ તેની તો મને કલ્પના પણ નહોતી. મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તું મારા પ્રતિ આટલી બધી બેદરકાર બની ગઈ છો. (કંઈક ખોવાઈ ગયું હોય તેમ મંજરી. સોફાની નીચે શોધે છે) હું બોલું છું, તે તને સંભળાતું નથી?
મંજરી : (શોધતાં શોધતાં) સાંભળું ને? જુઓ છો ને બન્ને કાન તો ખુલ્લા જ છે!
'''મંજરી :''' (શોધતાં શોધતાં) સાંભળું ને? જુઓ છો ને બન્ને કાન તો ખુલ્લા જ છે!
દિનેશ : (ક્રોધમાં) તો આ શોધખોળ શેની કરવા લાગી ગઈ?
'''દિનેશ :''' (ક્રોધમાં) તો આ શોધખોળ શેની કરવા લાગી ગઈ?
મંજરી : તમારી બુદ્ધિ ખોવાઈ ગઈ છે, એટલે મને થયું કે આટલામાં મળી જાય તો.
'''મંજરી :''' તમારી બુદ્ધિ ખોવાઈ ગઈ છે, એટલે મને થયું કે આટલામાં મળી જાય તો.
દિનેશ : મારા દુઃખની પણ તને મશ્કરી સૂઝે છે!
'''દિનેશ :''' મારા દુઃખની પણ તને મશ્કરી સૂઝે છે!
મંજરી : દુઃખ? અને તે પણ તમને??
'''મંજરી :''' દુઃખ? અને તે પણ તમને??
દિનેશ : તો હું શું સુખમાં બિરાજું છું, એમ તને લાગે છે? (પાસે જઈને) મંજરી! તું મને પહેલાં જેટલો જ તારો પ્રેમ આપી શકીશ?
'''દિનેશ :''' તો હું શું સુખમાં બિરાજું છું, એમ તને લાગે છે? (પાસે જઈને) મંજરી! તું મને પહેલાં જેટલો જ તારો પ્રેમ આપી શકીશ?
મંજરી : અ.....૨......... ૨............. કેવા કંગાલ બની ગયા છો? (સામું જોઈને પ્યાર કરતી હોય તેવો ડોળ કરીને) પ્રેમની ભીખ માટે આટલું કરગરવાનું? મને તમારી એવી દયા આવે છે, કે શું કહું?  હું તમારા માટે કંઈક કરી શકું તો કેવું સારું darling?
'''મંજરી :''' અ.....૨......... ૨............. કેવા કંગાલ બની ગયા છો? (સામું જોઈને પ્યાર કરતી હોય તેવો ડોળ કરીને) પ્રેમની ભીખ માટે આટલું કરગરવાનું? મને તમારી એવી દયા આવે છે, કે શું કહું?  હું તમારા માટે કંઈક કરી શકું તો કેવું સારું darling?
દિનેશ : તું આડું બોલવું નહિ જ છોડે?
'''દિનેશ :''' તું આડું બોલવું નહિ જ છોડે?
મંજરી : કેટલું સીધું બોલું છું તોયે તમને ગમતું નથી? જુઓને તમારા માટે કેટલી દયા ખાઉં છું!
'''મંજરી :''' કેટલું સીધું બોલું છું તોયે તમને ગમતું નથી? જુઓને તમારા માટે કેટલી દયા ખાઉં છું!
દિનેશ : મારે તારી દયાની જરૂર નથી.
'''દિનેશ :''' મારે તારી દયાની જરૂર નથી.
મંજરી : વારું. તો હવેથી દયા નહિ ખાઉં. બ.....સ પછી છે કંઈ?  અને આજે તો બહારગામ જાઉં છું, પછી શો વાંધો છે?
'''મંજરી :''' વારું. તો હવેથી દયા નહિ ખાઉં. બ.....સ પછી છે કંઈ?  અને આજે તો બહારગામ જાઉં છું, પછી શો વાંધો છે?
દિનેશ : તારે જવાનું તો છે જ નહિ.
'''દિનેશ :''' તારે જવાનું તો છે જ નહિ.
મંજરી : ઓ........હો…પણ કંઈ કારણ?
'''મંજરી :''' ઓ........હો…પણ કંઈ કારણ?
દિનેશ : કારણ એ જ કે હું ના પાડું છું.
'''દિનેશ :''' કારણ એ જ કે હું ના પાડું છું.
મંજરી : ને તમે એમ માની પણ બેઠા કે તમે ના પાડશો કે તુરત જ હું જવાનું માંડી વાળીશ?
'''મંજરી :''' ને તમે એમ માની પણ બેઠા કે તમે ના પાડશો કે તુરત જ હું જવાનું માંડી વાળીશ?
દિનેશ : કેમ નહિ? હું ઘરનો ધણી છું. ઘરમાં મારા હુકમ પ્રમાણે જ બધું થવું જોઈએ.
'''દિનેશ :''' કેમ નહિ? હું ઘરનો ધણી છું. ઘરમાં મારા હુકમ પ્રમાણે જ બધું થવું જોઈએ.
મંજરી : તેની કોણ ના કહે છે? ઘર તમારું છે, ને ઘરમાં થશે પણ તમે કહેશો તે પ્રમાણે જ. ફક્ત તે ઘરમાંથી મને જરા બહાર નીકળી જવા દો.
'''મંજરી :''' તેની કોણ ના કહે છે? ઘર તમારું છે, ને ઘરમાં થશે પણ તમે કહેશો તે પ્રમાણે જ. ફક્ત તે ઘરમાંથી મને જરા બહાર નીકળી જવા દો.
દિનેશ : તને હું જવા દેવાનો નથી.
'''દિનેશ :''' તને હું જવા દેવાનો નથી.
મંજરી : મારી મરજી વિરુદ્ધ મને રોકી રાખવા માંગો છો?
'''મંજરી :''' મારી મરજી વિરુદ્ધ મને રોકી રાખવા માંગો છો?
દિનેશ : જરૂર પડે તો તેમ પણ. (જઈને બારણું બંધ કરી દે છે )
'''દિનેશ :''' જરૂર પડે તો તેમ પણ. (જઈને બારણું બંધ કરી દે છે )
મંજરી : (હસે છે) ક્યાં સુધી બારણાં બંધ રાખશો?
'''મંજરી :''' (હસે છે) ક્યાં સુધી બારણાં બંધ રાખશો?
દિનેશ : (પ્યારથી) મંજરી! કેમ તું સમજતી નથી? આવી રીતે ટ્રિપ પર જવામાં શો ફાયદો છે?
'''દિનેશ :''' (પ્યારથી) મંજરી! કેમ તું સમજતી નથી? આવી રીતે ટ્રિપ પર જવામાં શો ફાયદો છે?
મંજરી : જ્યાં સુધી બારણું નહિ ખોલો ત્યાં સુધી એક પણ સવાલનો જવાબ આપવાની નથી.
'''મંજરી :''' જ્યાં સુધી બારણું નહિ ખોલો ત્યાં સુધી એક પણ સવાલનો જવાબ આપવાની નથી.
દિનેશ : પહેલાં તું વચન આપ, કે તું નહિ જા. તું આવી નિષ્ઠુર ન બન, મંજરી!
'''દિનેશ :''' પહેલાં તું વચન આપ, કે તું નહિ જા. તું આવી નિષ્ઠુર ન બન, મંજરી!
મંજરી : જો તમે મને ખરેખર જ ચાહતા હો તો મારો આનંદ શા માટે ખુંચવી લો છો? શા માટે મને નથી જવા દેતા?
'''મંજરી :''' જો તમે મને ખરેખર જ ચાહતા હો તો મારો આનંદ શા માટે ખુંચવી લો છો? શા માટે મને નથી જવા દેતા?
[દિનેશ થોડી વાર મંજરી સામે જુએ છે. વિચાર કરીને બારણું ખોલી નાંખે છે]
[દિનેશ થોડી વાર મંજરી સામે જુએ છે. વિચાર કરીને બારણું ખોલી નાંખે છે]
દિનેશ : મંજરી! તું જઈ શકે છે.
'''દિનેશ :''' મંજરી! તું જઈ શકે છે.
મંજરી : ખ....રે.... ખ.....ર!
'''મંજરી :''' ખ....રે.... ખ.....ર!
દિનેશ : હા. અત્યાર સુધી મેં સ્વાર્થની દૃષ્ટિએ જ વિચાર કર્યો છે, તે બરાબર નથી. મંજરી! જા! ખુશીથી જા! હું તારા આનંદની વચ્ચે નહિ આવું.
'''દિનેશ :''' હા. અત્યાર સુધી મેં સ્વાર્થની દૃષ્ટિએ જ વિચાર કર્યો છે, તે બરાબર નથી. મંજરી! જા! ખુશીથી જા! હું તારા આનંદની વચ્ચે નહિ આવું.
મંજરી : તો હું જાઉં, એમાં તમને વાંધો નથી? કંઈ વાંધો નથી?
'''મંજરી :''' તો હું જાઉં, એમાં તમને વાંધો નથી? કંઈ વાંધો નથી?
દિનેશ : ના. તને સહેજ પણ આનંદ મળે, તારું મન ખુશ રહે તેમાં જ મારી ખુશી છે. તું ખુશીથી જા.
'''દિનેશ :''' ના. તને સહેજ પણ આનંદ મળે, તારું મન ખુશ રહે તેમાં જ મારી ખુશી છે. તું ખુશીથી જા.
મંજરી : પણ ધારો કે હું ન જાઉં, ને અહીં જ રહી જાઉં તો?
'''મંજરી :''' પણ ધારો કે હું ન જાઉં, ને અહીં જ રહી જાઉં તો?
દિનેશ : ખરેખર મંજરી! સાચું કહે છે? રહી જઈશ? (ભેટી પડે છે) મારી મંજુ! તો તો હું તારે માટે ગમે તે કરવા તૈયાર છું.
'''દિનેશ :''' ખરેખર મંજરી! સાચું કહે છે? રહી જઈશ? (ભેટી પડે છે) મારી મંજુ! તો તો હું તારે માટે ગમે તે કરવા તૈયાર છું.
મંજરી : તો એમ કરો. મારા રૂમમાં જઈને જોઈ આવો કે મારો સામાન તૈયાર છે કે નહિ?
'''મંજરી :''' તો એમ કરો. મારા રૂમમાં જઈને જોઈ આવો કે મારો સામાન તૈયાર છે કે નહિ?
દિનેશ : પાછી જવાની વાત?
'''દિનેશ :''' પાછી જવાની વાત?
મંજરી : વચમાં નહિ બોલવાનું. જોઈ આવો એટલે જોઈ આવવાનું.
'''મંજરી :''' વચમાં નહિ બોલવાનું. જોઈ આવો એટલે જોઈ આવવાનું.
દિનેશ : Yes, your highness!
'''દિનેશ :''' Yes, your highness!
[દિનેશ જાય છે. મંજરી આમ તેમ ફરે છે. દિનેશ આવે છે]
[દિનેશ જાય છે. મંજરી આમ તેમ ફરે છે. દિનેશ આવે છે]
દિનેશ : નોકરે સામાન બહાર કાઢ્યો છે.
'''દિનેશ :''' નોકરે સામાન બહાર કાઢ્યો છે.
મજરી : તો એને કહો કે એ રૂમમાં પાછો મૂકી દે.
મજરી : તો એને કહો કે એ રૂમમાં પાછો મૂકી દે.
દિનેશ : (કૂદી પડે છે) Yes, your highness! છગન?
'''દિનેશ :''' (કૂદી પડે છે) Yes, your highness! છગન?
[જોરથી બૂમ મારતો જાય છે. થોડી વારમાં પાછો આવે છે ને મંજરીને ભેટી ને, જરા ઊંચકી લઈને]
[જોરથી બૂમ મારતો જાય છે. થોડી વારમાં પાછો આવે છે ને મંજરીને ભેટી ને, જરા ઊંચકી લઈને]
દિનેશ : ઓ મારી મંજરી............ (પછી છૂટા થઈને) મંજરી! હું તને વચન આપું છું કે હવે હું પહેલાં હતો એવો જ થઈ જઈશ ને જ્યાં સુધી હું તારો પૂર્ણ વિશ્વાસ ને અગાધ પ્રેમ સંપાદન નહિ કરી શકું ત્યાં સુધી જંપીશ નહિ, ત્યાં સુધી મને ચેન પડવાનું નથી.....
'''દિનેશ :''' ઓ મારી મંજરી............ (પછી છૂટા થઈને) મંજરી! હું તને વચન આપું છું કે હવે હું પહેલાં હતો એવો જ થઈ જઈશ ને જ્યાં સુધી હું તારો પૂર્ણ વિશ્વાસ ને અગાધ પ્રેમ સંપાદન નહિ કરી શકું ત્યાં સુધી જંપીશ નહિ, ત્યાં સુધી મને ચેન પડવાનું નથી.....
મંજરી : ને એટલો પ્રેમ પ્રાપ્ત થઈ જાય પછી પાછી એની પરવા પણ-
'''મંજરી :''' ને એટલો પ્રેમ પ્રાપ્ત થઈ જાય પછી પાછી એની પરવા પણ-
દિનેશ : (મંજરીના મોં પર હાથ દઈ દે છે ને બોલતી બંધ કરી દે છે ) હવે એ વાત યાદ ન કર. આજે મને મારો ખોવયેલો ખજાનો પાછો મળ્યો છે. તેનો આનંદ ન હણી નાંખ. હવે તો એ ખજાનાને જતન કરીને જાળવવાની ઉમેદ છે.
'''દિનેશ :''' (મંજરીના મોં પર હાથ દઈ દે છે ને બોલતી બંધ કરી દે છે ) હવે એ વાત યાદ ન કર. આજે મને મારો ખોવયેલો ખજાનો પાછો મળ્યો છે. તેનો આનંદ ન હણી નાંખ. હવે તો એ ખજાનાને જતન કરીને જાળવવાની ઉમેદ છે.
મંજરી : જોઈએ, એમ થશે તો આપણે જરૂર ગાઢ મિત્ર બની શકીશું.
'''મંજરી :''' જોઈએ, એમ થશે તો આપણે જરૂર ગાઢ મિત્ર બની શકીશું.
દિનેશ : ગાઢ મિત્રો? જ્યારે હું તારા પ્રેમનો ભૂખ્યો છું ત્યારે તું શું મને મિત્રતા જ આપવા માંગે છે?
'''દિનેશ :''' ગાઢ મિત્રો? જ્યારે હું તારા પ્રેમનો ભૂખ્યો છું ત્યારે તું શું મને મિત્રતા જ આપવા માંગે છે?
મંજરી : સાચી મિત્રતા પણ આજકાલ ક્યાં મળે છે?
'''મંજરી :''' સાચી મિત્રતા પણ આજકાલ ક્યાં મળે છે?
દિનેશ : મારે તારી મિત્રતા નથી જોઈતી, જોઈએ છે પ્રેમ!
'''દિનેશ :''' મારે તારી મિત્રતા નથી જોઈતી, જોઈએ છે પ્રેમ!
મંજરી : તમારી એમ મરજી હશે, તો એમ કરીશું. (હસીને)
'''મંજરી :''' તમારી એમ મરજી હશે, તો એમ કરીશું. (હસીને)
[દિનેશ મંજરીને ભેટી પડે છે. તે જ વખતે કાકા, કાકી ને રમેશ દાખલ થાય છે. કાકી જરા શરમાઈ જાય છે.]
[દિનેશ મંજરીને ભેટી પડે છે. તે જ વખતે કાકા, કાકી ને રમેશ દાખલ થાય છે. કાકી જરા શરમાઈ જાય છે.]
રમેશ : મંજરી! (સૌને જોઈને દિનેશ આશ્ચર્ય પામે છે) લાલ વાવટો કે સફેદ?-(હસીને)
'''રમેશ :''' મંજરી! (સૌને જોઈને દિનેશ આશ્ચર્ય પામે છે) લાલ વાવટો કે સફેદ?-(હસીને)
મંજરી : સફેદ Peace declared. આવો કાકી! કાકા! બેસોને!
'''મંજરી :''' સફેદ Peace declared. આવો કાકી! કાકા! બેસોને!
દિનેશ : ૫ણ આ બધાં અત્યારે ક્યાંથી?
'''દિનેશ :''' ૫ણ આ બધાં અત્યારે ક્યાંથી?
મંજરી : બધું જ according to plan. યોજના પ્રમાણે જ બધું બની રહ્યું છે, કેમ ખરું ને કાકા?
'''મંજરી :''' બધું જ according to plan. યોજના પ્રમાણે જ બધું બની રહ્યું છે, કેમ ખરું ને કાકા?
દિનેશ : યોજના પ્રમાણે? શેની યોજના?
'''દિનેશ :''' યોજના પ્રમાણે? શેની યોજના?
ગૌરીપ્રસાદ : સરકાર જેમ અમે પણ ત્રિમાસિક યોજના કાઢેલી હં. (હસે છે)
'''ગૌરીપ્રસાદ :''' સરકાર જેમ અમે પણ ત્રિમાસિક યોજના કાઢેલી હં. (હસે છે)
રમેશ : દિનેશ, અમે કેવા વખતસર આવી ગયા છીએ?
'''રમેશ :''' દિનેશ, અમે કેવા વખતસર આવી ગયા છીએ?
દિનેશ : વખતસર? પણ-
'''દિનેશ :''' વખતસર? પણ-
રમેશ : પણ શું? અમે તારી સાઈકૉલોજી જાણીને જ કામ લીધું હતું. ચાલ! પેંડા વહેંચ!
'''રમેશ :''' પણ શું? અમે તારી સાઈકૉલોજી જાણીને જ કામ લીધું હતું. ચાલ! પેંડા વહેંચ!
દિનેશ : પેંડા શેના?
'''દિનેશ :''' પેંડા શેના?
રમેશ : પુનર્મિલનના. (પેલો ન સમજતો હોય તેમ લાગે છે)
'''રમેશ :''' પુનર્મિલનના. (પેલો ન સમજતો હોય તેમ લાગે છે)
દિનેશ : મંજરી! પણ બારણું કોણે ખોલ્યું?
'''દિનેશ :''' મંજરી! પણ બારણું કોણે ખોલ્યું?
મંજરી : બારણું તો તમે પોતે જ હમણાં ખુલ્લું મૂકીને આવ્યા ને હું કૉફી બનાવવા ગઈ ત્યારે ફોન તો મેં કરી દીધેા હતો.
'''મંજરી :''' બારણું તો તમે પોતે જ હમણાં ખુલ્લું મૂકીને આવ્યા ને હું કૉફી બનાવવા ગઈ ત્યારે ફોન તો મેં કરી દીધેા હતો.
ગૌરીપ્રસાદ : ફોનમાં કહ્યું હતું કે સૌ આવી શકો છો. લાઈન આજે clear છે. (સૌ હસે છે)
'''ગૌરીપ્રસાદ :''' ફોનમાં કહ્યું હતું કે સૌ આવી શકો છો. લાઈન આજે clear છે. (સૌ હસે છે)
દિનેશ : ૫ણ Plan પ્રમાણે તો તું આજે ટ્રીપ પર જવાની હતી.
'''દિનેશ :''' ૫ણ Plan પ્રમાણે તો તું આજે ટ્રીપ પર જવાની હતી.
મંજરી : તે પણ એક Plan જ હતો. પૂછો રમેશભાઈને. (ખડખડાટ હસે છે)
'''મંજરી :''' તે પણ એક Plan જ હતો. પૂછો રમેશભાઈને. (ખડખડાટ હસે છે)
રમેશ : દિનેશ, એ ૫ણ યોજના પ્રમાણે જ ચાલતું હતું.
'''રમેશ :''' દિનેશ, એ ૫ણ યોજના પ્રમાણે જ ચાલતું હતું.
દિનેશ : હું સમજું એવું કંઈ બોલશો?
'''દિનેશ :''' હું સમજું એવું કંઈ બોલશો?
મંજરી : અરે મને ઠીક યાદ આવ્યું. શિરીષને ના તો કહી આવું.
'''મંજરી :''' અરે મને ઠીક યાદ આવ્યું. શિરીષને ના તો કહી આવું.
દિનેશ : એને ફોન જ કરી દેને!
'''દિનેશ :''' એને ફોન જ કરી દેને!
[જવા લાગે છે.]
[જવા લાગે છે.]
ગંગા : મંજરી! હવે તો તારા વિના આ મજનૂ એક ઘડી પણ રહી શકે તેમ લાગતું નથી.
'''ગંગા :''' મંજરી! હવે તો તારા વિના આ મજનૂ એક ઘડી પણ રહી શકે તેમ લાગતું નથી.
[મંજરી જવા લાગે છે]
[મંજરી જવા લાગે છે]
દિનેશ : મંજરી! તું જાય તો છે, પણ પાછી ક્યારે આવીશ?
'''દિનેશ :''' મંજરી! તું જાય તો છે, પણ પાછી ક્યારે આવીશ?
ગંગા : હવે એ પૂછવાનો તારો વારો આવ્યો? (સૌ હસે છે)
'''ગંગા :''' હવે એ પૂછવાનો તારો વારો આવ્યો? (સૌ હસે છે)
દિનેશ : તું ફોન જ કરી નાંખને!-
'''દિનેશ :''' તું ફોન જ કરી નાંખને!-
મંજરી : વા.....રુ જેવી આજ્ઞા, ફોન અંદર લઈ ગઈ છું. ત્યાં જઈને કરી આવું.
'''મંજરી :''' વા.....રુ જેવી આજ્ઞા, ફોન અંદર લઈ ગઈ છું. ત્યાં જઈને કરી આવું.
ગંગા : મંજરી! તું એટલું પણ જવું રહેવા દેને?
'''ગંગા :''' મંજરી! તું એટલું પણ જવું રહેવા દેને?
[લુચ્ચાઈથી કહે છે]
[લુચ્ચાઈથી કહે છે]
મંજરી : ના કહેતા હો તો ન જાઉં.
'''મંજરી :''' ના કહેતા હો તો ન જાઉં.
દિનેશ : પણ શિરીષને કહેવું તો પડશે ને!
'''દિનેશ :''' પણ શિરીષને કહેવું તો પડશે ને!
મંજરી : (હસીને) શિરીષ? કયો શિરીષ, દિનેશ?
'''મંજરી :''' (હસીને) શિરીષ? કયો શિરીષ, દિનેશ?
દિનેશ : તું જેની સાથે જવાની હતી તે.
'''દિનેશ :''' તું જેની સાથે જવાની હતી તે.
ગંગા : જેવી તારી પેલી મિસિસ મખ્ખનલાલ, તેવો જ એનો શિરીષ. (સૌ હસે છે.)
'''ગંગા :''' જેવી તારી પેલી મિસિસ મખ્ખનલાલ, તેવો જ એનો શિરીષ. (સૌ હસે છે.)
દિનેશ : (હસીને) એટલે કે શિરીષ જેવી પણ કોઈ વ્યક્તિ હતી જ નહીં  
'''દિનેશ :''' (હસીને) એટલે કે શિરીષ જેવી પણ કોઈ વ્યક્તિ હતી જ નહીં  
?
?
મંજરી : નહિ જ.
'''મંજરી :''' નહિ જ.
દિનેશ : પણ તેં તો મને કહ્યું કે એની સાથે-
'''દિનેશ :''' પણ તેં તો મને કહ્યું કે એની સાથે-
મંજરી : તે બધું અમારી પૂર્વનિશ્ચિત યોજના પ્રમાણે જ–
'''મંજરી :''' તે બધું અમારી પૂર્વનિશ્ચિત યોજના પ્રમાણે જ–
દિનેશ : તો ટ્રીપ પર તું જવાની જ નહોતી?
'''દિનેશ :''' તો ટ્રીપ પર તું જવાની જ નહોતી?
રમેશ : નહિ જ. એને વળી ક્યાં તારાથી છૂટું પડવું હતું?
'''રમેશ :''' નહિ જ. એને વળી ક્યાં તારાથી છૂટું પડવું હતું?
ગૌરીપ્રસાદ : એને તો માંડ માંડ આ યોજનામાં સામેલ કરી હતી. (હસે છે)
'''ગૌરીપ્રસાદ :''' એને તો માંડ માંડ આ યોજનામાં સામેલ કરી હતી. (હસે છે)
દિનેશ : ત્યારે મને નક્કામી જ તલસાવતી હતી, એમને? ઊભી રહે હવે તું.
'''દિનેશ :''' ત્યારે મને નક્કામી જ તલસાવતી હતી, એમને? ઊભી રહે હવે તું.
  [એમ કહીને એને ભેટી પડે છે.....ને ગલગલિયાં કરે છે........કાકી શરમાઈને આંખ બંધ કરી દે છે]
  [એમ કહીને એને ભેટી પડે છે.....ને ગલગલિયાં કરે છે........કાકી શરમાઈને આંખ બંધ કરી દે છે]
ગૌરીપ્રસાદ : અરે, આંખ શું બંધ કરે છે? આવા મજાના પ્રણયના રંગ જોવાના મળે છે ત્યારે જોઈ લે ને. આવા રંગ ફરીફરી કંઈ થોડા જ જોવા મળવાના છે?
'''ગૌરીપ્રસાદ :''' અરે, આંખ શું બંધ કરે છે? આવા મજાના પ્રણયના રંગ જોવાના મળે છે ત્યારે જોઈ લે ને. આવા રંગ ફરીફરી કંઈ થોડા જ જોવા મળવાના છે?
[સૌ હસે છે ને પડદો પડે છે]
[સૌ હસે છે ને પડદો પડે છે]


17,546

edits

Navigation menu