17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 72: | Line 72: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઇબ્સનનું માસ્ટરપીસ સમાન નાટક હેડા ગાબ્લર. એનું પ્રકાશન છેવટે થાય છે તેનો મને અનહદ આનંદ થાય છે. નાટકની નાયિકા હેડાનો ગુજરાતીમાં જન્મ થવાનું બીજ તો છેક ૧૯૬૦માં વવાયેલું. | ઇબ્સનનું માસ્ટરપીસ સમાન નાટક હેડા ગાબ્લર. એનું પ્રકાશન છેવટે થાય છે તેનો મને અનહદ આનંદ થાય છે. નાટકની નાયિકા હેડાનો ગુજરાતીમાં જન્મ થવાનું બીજ તો છેક ૧૯૬૦માં વવાયેલું. | ||
થયું એવું કે નાટક માટેનો મારો લગાવ જોઈને અમારા એક મિત્ર શ્રી પરિમલભાઈ યશશ્ચંદ્ર મહેતાએ મને ઇબ્સનનાં નાટકોનું એક પુસ્તક ભેટ આપ્યું. બધી ઝંઝટ એમાંથી શરૂ થઈ! મેં ઇબ્સન વાંચવાનો શરૂ કર્યો અને પૂરો થયા પહેલાં એ હાથમાંથી છૂટયો નહીં. મને બધાં જ નાટકોમાં ખૂબ રસ પડ્યો. ઇબ્સન જાણે રગેરગમાં વ્યાપી ગયો. એ અરસામાં જ. ઠા. (સ્વ. શ્રી જશવંત ઠાકર) વડોદરાની મ્યુઝિક કૉલેજના નાટ્ય વિભાગના સ્ટાફ પર હતા. એમને મેં વાત કરી કે ઇબ્સનના એકાદ નાટકનો હું અનુવાદ કરવા માગું છું. તે સિવાય મારાથી રહી શકાશે નહીં. એમણે કહ્યું, “તો એક ચૅલેન્જ સ્વીકાર. હેડા ગાબ્લર કોઈ કરતું નથી. તું એ કર. આપણે મ્યુઝિક કૉલેજમાં એ ભજવીશું. | થયું એવું કે નાટક માટેનો મારો લગાવ જોઈને અમારા એક મિત્ર શ્રી પરિમલભાઈ યશશ્ચંદ્ર મહેતાએ મને ઇબ્સનનાં નાટકોનું એક પુસ્તક ભેટ આપ્યું. બધી ઝંઝટ એમાંથી શરૂ થઈ! મેં ઇબ્સન વાંચવાનો શરૂ કર્યો અને પૂરો થયા પહેલાં એ હાથમાંથી છૂટયો નહીં. મને બધાં જ નાટકોમાં ખૂબ રસ પડ્યો. ઇબ્સન જાણે રગેરગમાં વ્યાપી ગયો. એ અરસામાં જ. ઠા. (સ્વ. શ્રી જશવંત ઠાકર) વડોદરાની મ્યુઝિક કૉલેજના નાટ્ય વિભાગના સ્ટાફ પર હતા. એમને મેં વાત કરી કે ઇબ્સનના એકાદ નાટકનો હું અનુવાદ કરવા માગું છું. તે સિવાય મારાથી રહી શકાશે નહીં. એમણે કહ્યું, “તો એક ચૅલેન્જ સ્વીકાર. હેડા ગાબ્લર કોઈ કરતું નથી. તું એ કર. આપણે મ્યુઝિક કૉલેજમાં એ ભજવીશું.” અને ગુજરાતી હેડાના જન્મનો માંડવો બંધાયો. પંદર દિવસમાં જ ભાષાંતરનું કામ થઈ ગયું. મ્યુઝિક કૉલેજમાં એની કોપી પણ તૈયાર થઈ ગઈ. પરંતુ એ રંગમંચ પર આવે તે પહેલાં જ. ઠા. વડોદરા છોડીને અમદાવાદ ચાલ્યા ગયા અને હેડા રખડી પડી. તે છેક અત્યાર સુધી ૧૯૬૦ થી ૨૦૦૫ સુધી! અને મૂળ નોર્વેજિઅનમાં તો લખાયેલું ૧૮૯૦માં. હેડા ગાબ્લરના અનુવાદમાં રસ દર્શાવનારાની સૂચિ ટૂંકી નથી. | ||
જ. ઠા.થી માંડીને પ્રો. મહેન્દ્રભાઈ દેસાઈ (મ.સ.યુ.), પ્રો. લવકુમાર દેસાઈ (મ.સ.યુ.), ચં. ચી. (ચન્દ્રવદન મહેતા), શ્રી રસિકભાઈ પરીખ (ઇબ્સનના નિષ્ણાત), શ્રી સ્નેહરશ્મિ, શ્રી ગુલાબદાસ બ્રોકર, પ્રો. દિગીશ મહેતા – આ બધાંને ભાષાંતર બહુ જ ગમ્યું. છતાં એના પ્રકાશનનો પત્તો ન પડ્યો તે ન જ પડ્યો. હમણાં થોડા વખત પહેલાં શ્રી ધીરુબહેન પટેલને મળવાનું થયું. એમની સજ્જનતા અને સહૃદયતા મને સ્પર્શી ગઈ અને ફરી પાછી હેડા મારામાં સળવળી અને મેં એમને હેડાની દાસ્તાન કહી. એમને એ વાતમાં રસ પડ્યો. એમણે સૂચવ્યું કે રંગદ્વાર એ પ્રકાશિત કરી શકે. એ માટે મારે શ્રી રઘુવીરભાઈ ચૌધીનો સંપર્ક સાધવો. રઘુવીર એ બાબતે સંમત થયા. પરિણામે આજે ઈબ્સનનું હેડા ગાલ્બર ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે નવ કે દસ મહિને બાળકનો જન્મ થાય પણ મારી ગુજરાતી હેડાનો જન્મ પ્રકાશન રૂપે પિસ્તાળીસ વર્ષે થઈ રહ્યો છે. | જ. ઠા.થી માંડીને પ્રો. મહેન્દ્રભાઈ દેસાઈ (મ.સ.યુ.), પ્રો. લવકુમાર દેસાઈ (મ.સ.યુ.), ચં. ચી. (ચન્દ્રવદન મહેતા), શ્રી રસિકભાઈ પરીખ (ઇબ્સનના નિષ્ણાત), શ્રી સ્નેહરશ્મિ, શ્રી ગુલાબદાસ બ્રોકર, પ્રો. દિગીશ મહેતા – આ બધાંને ભાષાંતર બહુ જ ગમ્યું. છતાં એના પ્રકાશનનો પત્તો ન પડ્યો તે ન જ પડ્યો. હમણાં થોડા વખત પહેલાં શ્રી ધીરુબહેન પટેલને મળવાનું થયું. એમની સજ્જનતા અને સહૃદયતા મને સ્પર્શી ગઈ અને ફરી પાછી હેડા મારામાં સળવળી અને મેં એમને હેડાની દાસ્તાન કહી. એમને એ વાતમાં રસ પડ્યો. એમણે સૂચવ્યું કે રંગદ્વાર એ પ્રકાશિત કરી શકે. એ માટે મારે શ્રી રઘુવીરભાઈ ચૌધીનો સંપર્ક સાધવો. રઘુવીર એ બાબતે સંમત થયા. પરિણામે આજે ઈબ્સનનું હેડા ગાલ્બર ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે નવ કે દસ મહિને બાળકનો જન્મ થાય પણ મારી ગુજરાતી હેડાનો જન્મ પ્રકાશન રૂપે પિસ્તાળીસ વર્ષે થઈ રહ્યો છે. | ||
મૂળે નોર્વેજિઅન ભાષામાં લખાયેલું અને અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલું આ નાટક ગુજરાતીમાં અવતર્યું તેની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે : મારાં એક મિત્ર શ્રીમતી ગુનિલા કૃષ્ણકાંત દેસાઈ મૂળ સ્વીડીશ અને ગુજરાતીને પરણેલાં. તેમને નોર્વેજિઅન, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણે ભાષાનું જ્ઞાન હતું. એમણે એમનાં માતાપિતા પાસે સ્વીડનથી ઈબ્સનનાં નાટકોનું મૂળ નોર્વેજિઅન ભાષાનું પુસ્તક મંગાવ્યું અને અમે (ગુનિલાબેન અને હું) મૂળ નોર્વેજિઅન, તેનું અંગ્રેજી ભાષાંતર અને મારું ગુજરાતી ભાષાંતર ત્રણેય લઈને બેઠાં અને સરખાવી ગયાં. એટલે ગુજરાતી અનુવાદ લગભગ મૂળ નોર્વેજિઅનમાંથી જ થયા બરાબર કહી શકાય. એને પ્રમાણભૂત (authentic) રાખવા માટે વ્યક્તિ અને સ્થળનાં નામ તેમજ પહેરવેશ વગેરેનું વર્ણન મૂળનાં જેવાં જ રાખ્યાં છે. રંગમંગ પર રજૂ કરવા માટે જે તે વાતાવરણને અનુરૂપે ફેરફાર કરી શકાય. મુ. શ્રી રસિકભાઈનો આગ્રહ હતો કે મૂળમાં જેમ છે તેમ જ ભાષાંતરમાં રાખવું, જેથી મૂળ કૃતિ કેવી હશે તેનો આબેહૂબ ખ્યાલ આવે. એમણે આ ભાષાંતરમાં ખૂબ રસ દાખવ્યો, મને પ્રોત્સાહન આપ્યું અને પ્રકાશન માટે ઉતાવળ કરવાનું પણ એમણે કહ્યું હતું. મને ખેદ છે કે એમની હયાતીમાં કોઈ ને કોઈ કારણસર એ બની શક્યું નહીં. એમના છેલ્લા પત્રમાં શબ્દો હતા : “જલ્દી હેડાને પુસ્તકાકારે ઉતારો. મારે એની પ્રસ્તાવના લખવી છે અને મારી પાસે હવે ઝાઝો સમય નથી.'' અસ્તુ. | મૂળે નોર્વેજિઅન ભાષામાં લખાયેલું અને અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલું આ નાટક ગુજરાતીમાં અવતર્યું તેની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે : મારાં એક મિત્ર શ્રીમતી ગુનિલા કૃષ્ણકાંત દેસાઈ મૂળ સ્વીડીશ અને ગુજરાતીને પરણેલાં. તેમને નોર્વેજિઅન, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણે ભાષાનું જ્ઞાન હતું. એમણે એમનાં માતાપિતા પાસે સ્વીડનથી ઈબ્સનનાં નાટકોનું મૂળ નોર્વેજિઅન ભાષાનું પુસ્તક મંગાવ્યું અને અમે (ગુનિલાબેન અને હું) મૂળ નોર્વેજિઅન, તેનું અંગ્રેજી ભાષાંતર અને મારું ગુજરાતી ભાષાંતર ત્રણેય લઈને બેઠાં અને સરખાવી ગયાં. એટલે ગુજરાતી અનુવાદ લગભગ મૂળ નોર્વેજિઅનમાંથી જ થયા બરાબર કહી શકાય. એને પ્રમાણભૂત (authentic) રાખવા માટે વ્યક્તિ અને સ્થળનાં નામ તેમજ પહેરવેશ વગેરેનું વર્ણન મૂળનાં જેવાં જ રાખ્યાં છે. રંગમંગ પર રજૂ કરવા માટે જે તે વાતાવરણને અનુરૂપે ફેરફાર કરી શકાય. મુ. શ્રી રસિકભાઈનો આગ્રહ હતો કે મૂળમાં જેમ છે તેમ જ ભાષાંતરમાં રાખવું, જેથી મૂળ કૃતિ કેવી હશે તેનો આબેહૂબ ખ્યાલ આવે. એમણે આ ભાષાંતરમાં ખૂબ રસ દાખવ્યો, મને પ્રોત્સાહન આપ્યું અને પ્રકાશન માટે ઉતાવળ કરવાનું પણ એમણે કહ્યું હતું. મને ખેદ છે કે એમની હયાતીમાં કોઈ ને કોઈ કારણસર એ બની શક્યું નહીં. એમના છેલ્લા પત્રમાં શબ્દો હતા : “જલ્દી હેડાને પુસ્તકાકારે ઉતારો. મારે એની પ્રસ્તાવના લખવી છે અને મારી પાસે હવે ઝાઝો સમય નથી.'' અસ્તુ. |
edits