31,395
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. કવિતાનું શિક્ષણ|પ્રવીણ દરજી}} {{Poem2Open}} ‘કવિતાનું શિક્ષણ' એવો શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે આપણી સામે અનેક પ્રશ્નો આવીને ઊભા રહે છે. કદાચ ત્યારે જ ખ્યાલ આવે છે કે આ સંજ્ઞા ધારીએ...") |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
‘કવિતાનું શિક્ષણ' એવો શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે આપણી સામે અનેક પ્રશ્નો આવીને ઊભા રહે છે. કદાચ ત્યારે જ ખ્યાલ આવે છે કે આ સંજ્ઞા ધારીએ છીએ તે કરતાં વધુ સંકુલ છે. તેની સાથે બીજી બાબતો પણ જોડાયેલી છે તેના સંકેતો પણ ઊઘડવા માંડે છે. આપણે ત્યાં કાવ્યવિવેચનને પણ ઊભેલું જોઈએ છીએ. રવિવેચન પણ જોડાજોડ જ રહ્યું હોય છે. સાથે કવિતાની પ્રક્રિયાનો મુદ્દો પણ સંકળાયેલો જોવા મળશે. કવિતા વિશેના આપણા અને પૂર્વ-પશ્ચિમના વિદ્વાનોના ખ્યાલોનુંય સ્મરણ થવાનું તો કવિતાની સમજ- વિવરણ વગેરેની કેટલીક કારિકાઓ-કોષ્ટકો પણ ત્યાં નજર સામે આવવાનાં. આ બધું હોવા છતાં, તેમાંથી પસાર થયા પછી પણ તેને 'કવિતાનું શિક્ષણ' એમ કહીશું ખરા? થોડે અંશે આપણો ઉત્તર કદાચ ‘હા’ હશે તો બહુશઃ ‘ના' પણ હશે, કારણ કે આખરે તો કવિતાના શિક્ષણમાં ખુદની સંવેદનશીલતા, ખુદની સમજ, ખુદની ગ્રહણશીલતા, ખુદની સજ્જતા, ખુદની અભ્યાસનિષ્ઠા કે વ્યાપક રુચિ વગેરે જ નિર્ણાયક બનતાં હોય છે. બાકીનું જે કંઈ છે તે માત્ર ટેકણલાકડી જેવું બની રહે છે. કવિએ કવિએ કાવ્યસમજ કે કાવ્યરીતિ જુદી તેમ ભાવકે ભાવકે તેને પામવાના તરીકાઓ પણ જુદા. આ રીતે કાવ્યનું શિક્ષણ આપનારાના માર્ગોમાં પણ ભિન્નત્વ જોવા મળવાનું. કાવ્યશિક્ષણ એ રીતે અટપટું છે. એક જૂની પંક્તિનું અત્યારે સ્મરણ થાય છે તે અહીં ટાંકું છું : ‘સમજવા કવિની કવિતા કલાને કવિની ભોમ વિશે જ જવું રહ્યું.' આસ્વાદ અને કાવ્યશિક્ષણ બંને માટે કંઈક અંશે આ વાત સાચી હોય તોપણ તેમાં બીજી ઘણી સમસ્યાઓ રહી છે. એટલે તેનો આંશિક રીતે જ સ્વીકાર થઈ શકે. | ‘કવિતાનું શિક્ષણ' એવો શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે આપણી સામે અનેક પ્રશ્નો આવીને ઊભા રહે છે. કદાચ ત્યારે જ ખ્યાલ આવે છે કે આ સંજ્ઞા ધારીએ છીએ તે કરતાં વધુ સંકુલ છે. તેની સાથે બીજી બાબતો પણ જોડાયેલી છે તેના સંકેતો પણ ઊઘડવા માંડે છે. આપણે ત્યાં કાવ્યવિવેચનને પણ ઊભેલું જોઈએ છીએ. રવિવેચન પણ જોડાજોડ જ રહ્યું હોય છે. સાથે કવિતાની પ્રક્રિયાનો મુદ્દો પણ સંકળાયેલો જોવા મળશે. કવિતા વિશેના આપણા અને પૂર્વ-પશ્ચિમના વિદ્વાનોના ખ્યાલોનુંય સ્મરણ થવાનું તો કવિતાની સમજ- વિવરણ વગેરેની કેટલીક કારિકાઓ-કોષ્ટકો પણ ત્યાં નજર સામે આવવાનાં. આ બધું હોવા છતાં, તેમાંથી પસાર થયા પછી પણ તેને 'કવિતાનું શિક્ષણ' એમ કહીશું ખરા? થોડે અંશે આપણો ઉત્તર કદાચ ‘હા’ હશે તો બહુશઃ ‘ના' પણ હશે, કારણ કે આખરે તો કવિતાના શિક્ષણમાં ખુદની સંવેદનશીલતા, ખુદની સમજ, ખુદની ગ્રહણશીલતા, ખુદની સજ્જતા, ખુદની અભ્યાસનિષ્ઠા કે વ્યાપક રુચિ વગેરે જ નિર્ણાયક બનતાં હોય છે. બાકીનું જે કંઈ છે તે માત્ર ટેકણલાકડી જેવું બની રહે છે. કવિએ કવિએ કાવ્યસમજ કે કાવ્યરીતિ જુદી તેમ ભાવકે ભાવકે તેને પામવાના તરીકાઓ પણ જુદા. આ રીતે કાવ્યનું શિક્ષણ આપનારાના માર્ગોમાં પણ ભિન્નત્વ જોવા મળવાનું. કાવ્યશિક્ષણ એ રીતે અટપટું છે. એક જૂની પંક્તિનું અત્યારે સ્મરણ થાય છે તે અહીં ટાંકું છું : ‘સમજવા કવિની કવિતા કલાને કવિની ભોમ વિશે જ જવું રહ્યું.' આસ્વાદ અને કાવ્યશિક્ષણ બંને માટે કંઈક અંશે આ વાત સાચી હોય તોપણ તેમાં બીજી ઘણી સમસ્યાઓ રહી છે. એટલે તેનો આંશિક રીતે જ સ્વીકાર થઈ શકે. | ||
કદાચ કવિતાનું શિક્ષણ અને તેની સાથે જોડાયેલા સંકેતો - સંદર્ભો તેથી જ તેના વિશે લખનારની, બોલનારની કસોટી કરનારા બની જતા હોય છે. કવિતાના શિક્ષણને નિમિત્તે ક્યારેક શાસ્ત્રીય પરિભાષામાં અટવાઈ જતા હોઈએ છીએ, ક્યારેક તેની રસપ્રતીતિને બદલે અવળા માર્ગે ફંટાઈ જવાતું હોય છે અને એવું પણ બને કે કવિતાના શિક્ષણને નિમિત્તે થોડાક નિયમોની ફેરફૂદડી જ ફર્યા કરતા હોઈએ. અર્થાત્ કવિતાનું શિક્ષણ કેવળ એ દિશા તરફ જવાનો ઝાંખોપાંખો નકશો રજૂ કરી શકે. બાબાવાક્ય પ્રમાણમ્ એમ માનીને આપણે આગળ ભાગ્યે જ વધી શકીએ. કવિતાને | કદાચ કવિતાનું શિક્ષણ અને તેની સાથે જોડાયેલા સંકેતો - સંદર્ભો તેથી જ તેના વિશે લખનારની, બોલનારની કસોટી કરનારા બની જતા હોય છે. કવિતાના શિક્ષણને નિમિત્તે ક્યારેક શાસ્ત્રીય પરિભાષામાં અટવાઈ જતા હોઈએ છીએ, ક્યારેક તેની રસપ્રતીતિને બદલે અવળા માર્ગે ફંટાઈ જવાતું હોય છે અને એવું પણ બને કે કવિતાના શિક્ષણને નિમિત્તે થોડાક નિયમોની ફેરફૂદડી જ ફર્યા કરતા હોઈએ. અર્થાત્ કવિતાનું શિક્ષણ કેવળ એ દિશા તરફ જવાનો ઝાંખોપાંખો નકશો રજૂ કરી શકે. બાબાવાક્ય પ્રમાણમ્ એમ માનીને આપણે આગળ ભાગ્યે જ વધી શકીએ. કવિતાને ‘સાહસ'તરીકે લેખનાર સુન્દરમ્ની વાતને આગળ વધારીએ તો કવિતા વિશે વિવેચન - રસવિવેચન કરવું એ વળી તેનાથીય મોટું ‘સાહસ' છે અને કવિતાનું શિક્ષણ આપવું એ વળી ઓર અધિકું ‘સાહસ' છે. ગે રોડ જેવા તો તેનાથી આગળ વધીને કવિતા વિશે ગદ્યમાં કશુંક લખવું એ દુષ્કર કાર્ય છે એમ કહે છે. પ્રિમાઈન્જર પણ તેથી કવિતા કોઈ પણ સિદ્ધાંત વડે વર્ગીકૃત ન થઈ શકે તેવો મત પ્રકટ કરે છે. સ્ટેન્લી બર્નશો જેવા કવિતાના ઊંડા અભ્યાસી પણ તેથી કાવ્ય - કાવ્યાભ્યાસ - શિક્ષણ સંદર્ભે વિવેચનના સિદ્ધાંતોની લગભગ અવગણના કરતા રહ્યા છે. | ||
વારંવાર કહેવાયું છે કે અમેરિકન કવિ મેક્લિશ કવિતાના દુશ્મનો તરીકે અધ્યાપકોને નિમિત્ત લેખતા હતા. તો સામે મિલાન કુંદેરા જેવા અધ્યાપકો જ સાહિત્યની વાતને વિદ્યાર્થી સુધી આગળ લઈ જઈ વિસ્તારી શકે તેમ છે એવું કહેતા. અહીં બંને અભિપ્રાયોમાં કશેક તો તથ્ય છે જ. એટલે વાત તેમાંથી કશોક માર્ગ ખોળવાની છે. હા, કવિતાને વર્ગમાં ઘણાબધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્રક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિઃસીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે. માત્ર અન્વય મળે છે, અર્થ કે તેનું સાંદર્ભિક આશ્ચર્યો ભરેલું વિશ્વ પામવું-સમજવું બાજુએ જ રહી જતું હોય છે. સહૃદય, સમુદાર રુચિ દાખવનાર, અભ્યાસી, કાવ્ય સાથે ગાઢ નિસબત ધરાવનાર અધ્યાપક ક્યારેક તેના કાવ્યશિક્ષણમાં ઉત્તમ પરિણામ પણ લાવી શકે. કાવ્યના સ્તરે સ્તરમાં ઊતરી તેનાં રસબિંદુઓને પ્રત્યક્ષ કરી આપે, કવિતા પામવાનો રાહ પણ તેમાંથી જ ચીંધી રહે. કાવ્યથી દૂર ભાગતો વાચક કવિતાની નજીક આવીને પોતાની રીતે કાવ્ય સાથે સંબંધ સ્થાપવા મથામણ પણ કરતો થાય. એઝરા પાઉન્ડ કહે છે તેમ છેવટે તો આ ખેલ જેમ દરેક જણ પોતે પોતાનો કવિ છે તેમ આગળ ઉમેરીએ તો દરેક વિવેચક પોતાની રીતનો વિવેચક કે આસ્વાદક છે. અહીં પી. ગૂરેને યાદ કરીને ઉમેરીએ તો કવિતાનું શિક્ષણ આપનારે કાવ્યપિપાસુને Re-creationની કક્ષાએ મૂકી આપવાનો હોય છે, તેવી સમજ તરફ દોરી જવાનો, તે દિશામાં તેને જાગ્રત કરી મૂકવાનો છે. | વારંવાર કહેવાયું છે કે અમેરિકન કવિ મેક્લિશ કવિતાના દુશ્મનો તરીકે અધ્યાપકોને નિમિત્ત લેખતા હતા. તો સામે મિલાન કુંદેરા જેવા અધ્યાપકો જ સાહિત્યની વાતને વિદ્યાર્થી સુધી આગળ લઈ જઈ વિસ્તારી શકે તેમ છે એવું કહેતા. અહીં બંને અભિપ્રાયોમાં કશેક તો તથ્ય છે જ. એટલે વાત તેમાંથી કશોક માર્ગ ખોળવાની છે. હા, કવિતાને વર્ગમાં ઘણાબધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્રક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિઃસીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે. માત્ર અન્વય મળે છે, અર્થ કે તેનું સાંદર્ભિક આશ્ચર્યો ભરેલું વિશ્વ પામવું-સમજવું બાજુએ જ રહી જતું હોય છે. સહૃદય, સમુદાર રુચિ દાખવનાર, અભ્યાસી, કાવ્ય સાથે ગાઢ નિસબત ધરાવનાર અધ્યાપક ક્યારેક તેના કાવ્યશિક્ષણમાં ઉત્તમ પરિણામ પણ લાવી શકે. કાવ્યના સ્તરે સ્તરમાં ઊતરી તેનાં રસબિંદુઓને પ્રત્યક્ષ કરી આપે, કવિતા પામવાનો રાહ પણ તેમાંથી જ ચીંધી રહે. કાવ્યથી દૂર ભાગતો વાચક કવિતાની નજીક આવીને પોતાની રીતે કાવ્ય સાથે સંબંધ સ્થાપવા મથામણ પણ કરતો થાય. એઝરા પાઉન્ડ કહે છે તેમ છેવટે તો આ ખેલ જેમ દરેક જણ પોતે પોતાનો કવિ છે તેમ આગળ ઉમેરીએ તો દરેક વિવેચક પોતાની રીતનો વિવેચક કે આસ્વાદક છે. અહીં પી. ગૂરેને યાદ કરીને ઉમેરીએ તો કવિતાનું શિક્ષણ આપનારે કાવ્યપિપાસુને Re-creationની કક્ષાએ મૂકી આપવાનો હોય છે, તેવી સમજ તરફ દોરી જવાનો, તે દિશામાં તેને જાગ્રત કરી મૂકવાનો છે. | ||
કાવ્યશિક્ષણનો આખોય ઉપક્રમ એક રીતે તો પેલી અંગ્રેજી ભાષાની કહેવતનું સ્મરણ કરાવે છે. અશ્વને આપણે પાણી સુધી લઈ જઈ શકીએ તેનું મુખ પકડીને તેને પાણી ન પિવડાવી શકીએ. We can take the hourse to the waler, but we cou't make it to driunk, એથી જ વ્યક્તિએ વ્યક્તિએ તેના ન્યારા પેંડાનું સત્ય રહ્યું છે તે સ્વીકારીને આગળ વધવાનું છે. એવાં કેટલાંક મતવૈવિધ્યો જોતાં આ સત્યની વધુ ખાતરી થઈ રહેશે. એમિલિ ડિકન્શન જેવી અમેરિકન કવયિત્રી કહે છે કે - કવિતા વાંચતાં વાંચતાં મારું શરીર ઠંડુંગાર થઈ જાય, કોઈ પણ અગ્નિ તેને અસરકર્તા ન બની શકે ત્યારે સમજું છું કે એ કવિતા છે. વળી ઉમેરે છે કે શારીરિક રીતે પણ મારા મસ્તિષ્કને કોઈકે કાઢી લીધું હોય ત્યારે થાય છે કે એ કવિતા છે. હું કવિતા વિશે આટલું જાણું છું. એમેનિઝ સ્વૈર બનીને કહે છે : કવિતા અવકાશ- આકાશની મિત્ર છે. વાલેરી એને નૃત્ય કહે છે. કાવ્યશિક્ષણમાં ઉપયોગી બની રહે એ રીતે કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે : કવિતા મોટેથી વાંચવાની છે. તેને અર્થસંકુલ અને નાદસંકુલ એમ બંને રીતે આસ્વાદવાની છે. કવિતા કેવળ આંખ, કાન, લાગણી, બુદ્ધિ વડે વાંચવાની નથી, લોહીથી વાંચવાની છે, સમગ્ર સવિત્ તંત્રથી સંવેદવાની છે. મેકાડો જેવા તેને આત્માના ઊંડાં સ્પંદો રૂપે જુએ છે. રોબર્ટ પેનવોરેન જેવા કવિતાનું શિક્ષણ આપનારા પણ કવિતાની સંખ્યાબંધ પંક્તિઓ કંઠસ્થ હોવી જોઈએ અને તેનો મોટેથી પાઠ કરવો જોઈએ તેવું તારણ કાઢે છે. બદલાતા સમય સાથે, બદલાતી સંસ્થિતિઓ સાથે કવિતાની સમજ અને ભાષા વિશેનો અભિગમ કેવો બદલાતો રહે છે તે આબ્બા કૉવ્નર અને નેલી સાક્સ જેવાં સર્જકો ‘કવિતા કબર પરનું નૃત્ય’ કે ‘કવિતા ઘાયલ વ્યક્તિને હૉસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ વાન' એમ અનુક્રમે કહે છે તે વાંચતાં જણાય છે. આવાં મતવૈવિધ્યો તો અલબત્ત, પાર વિનાનાં છે પણ એ બધું અહીં અપ્રસ્તુત છે. વાત એ છે કે કાવ્યશિક્ષણ, કાવ્યઆસ્વાદ, કાવ્યલેખનની કેટલીક કડીઓ જરૂર મળે પણ એ કડીઓને જોડીને કશાં અંતિમ તારણો કે વિધાનો ભાગ્યે જ આપી શકીએ કે તેને શ્રદ્ધેય લેખી શકીએ. સિદ્ધાંતોને અતિક્રમી જવાનું અહીં ઠીક ઠીક બનતું હોય છે. કવિતાનો - તેના શબ્દનો એ જાદુ છે તો આસ્વાદકની સંનદહતા પર પણ તેનો આધાર છે. કવિકર્મ પણ તેવા ચમત્કાર સર્જતું હોય છે. હા, કાવ્યશિક્ષણ અને તેની સાથે વણાટરૂપે આવતું જે-તે બધું છેવટે ‘લગભગ’ પર 'અડસટ્ટા' પાસે - approximation પાસે જ અટકે છે. | કાવ્યશિક્ષણનો આખોય ઉપક્રમ એક રીતે તો પેલી અંગ્રેજી ભાષાની કહેવતનું સ્મરણ કરાવે છે. અશ્વને આપણે પાણી સુધી લઈ જઈ શકીએ તેનું મુખ પકડીને તેને પાણી ન પિવડાવી શકીએ. We can take the hourse to the waler, but we cou't make it to driunk, એથી જ વ્યક્તિએ વ્યક્તિએ તેના ન્યારા પેંડાનું સત્ય રહ્યું છે તે સ્વીકારીને આગળ વધવાનું છે. એવાં કેટલાંક મતવૈવિધ્યો જોતાં આ સત્યની વધુ ખાતરી થઈ રહેશે. એમિલિ ડિકન્શન જેવી અમેરિકન કવયિત્રી કહે છે કે - કવિતા વાંચતાં વાંચતાં મારું શરીર ઠંડુંગાર થઈ જાય, કોઈ પણ અગ્નિ તેને અસરકર્તા ન બની શકે ત્યારે સમજું છું કે એ કવિતા છે. વળી ઉમેરે છે કે શારીરિક રીતે પણ મારા મસ્તિષ્કને કોઈકે કાઢી લીધું હોય ત્યારે થાય છે કે એ કવિતા છે. હું કવિતા વિશે આટલું જાણું છું. એમેનિઝ સ્વૈર બનીને કહે છે : કવિતા અવકાશ- આકાશની મિત્ર છે. વાલેરી એને નૃત્ય કહે છે. કાવ્યશિક્ષણમાં ઉપયોગી બની રહે એ રીતે કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે : કવિતા મોટેથી વાંચવાની છે. તેને અર્થસંકુલ અને નાદસંકુલ એમ બંને રીતે આસ્વાદવાની છે. કવિતા કેવળ આંખ, કાન, લાગણી, બુદ્ધિ વડે વાંચવાની નથી, લોહીથી વાંચવાની છે, સમગ્ર સવિત્ તંત્રથી સંવેદવાની છે. મેકાડો જેવા તેને આત્માના ઊંડાં સ્પંદો રૂપે જુએ છે. રોબર્ટ પેનવોરેન જેવા કવિતાનું શિક્ષણ આપનારા પણ કવિતાની સંખ્યાબંધ પંક્તિઓ કંઠસ્થ હોવી જોઈએ અને તેનો મોટેથી પાઠ કરવો જોઈએ તેવું તારણ કાઢે છે. બદલાતા સમય સાથે, બદલાતી સંસ્થિતિઓ સાથે કવિતાની સમજ અને ભાષા વિશેનો અભિગમ કેવો બદલાતો રહે છે તે આબ્બા કૉવ્નર અને નેલી સાક્સ જેવાં સર્જકો ‘કવિતા કબર પરનું નૃત્ય’ કે ‘કવિતા ઘાયલ વ્યક્તિને હૉસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ વાન' એમ અનુક્રમે કહે છે તે વાંચતાં જણાય છે. આવાં મતવૈવિધ્યો તો અલબત્ત, પાર વિનાનાં છે પણ એ બધું અહીં અપ્રસ્તુત છે. વાત એ છે કે કાવ્યશિક્ષણ, કાવ્યઆસ્વાદ, કાવ્યલેખનની કેટલીક કડીઓ જરૂર મળે પણ એ કડીઓને જોડીને કશાં અંતિમ તારણો કે વિધાનો ભાગ્યે જ આપી શકીએ કે તેને શ્રદ્ધેય લેખી શકીએ. સિદ્ધાંતોને અતિક્રમી જવાનું અહીં ઠીક ઠીક બનતું હોય છે. કવિતાનો - તેના શબ્દનો એ જાદુ છે તો આસ્વાદકની સંનદહતા પર પણ તેનો આધાર છે. કવિકર્મ પણ તેવા ચમત્કાર સર્જતું હોય છે. હા, કાવ્યશિક્ષણ અને તેની સાથે વણાટરૂપે આવતું જે-તે બધું છેવટે ‘લગભગ’ પર 'અડસટ્ટા' પાસે - approximation પાસે જ અટકે છે. | ||