ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પન્નાલાલ પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 202: Line 202:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

લોકમાનસના જ્ઞાતા – વાર્તાકાર પન્નાલાલ પટેલ
'''લોકમાનસના જ્ઞાતા – વાર્તાકાર પન્નાલાલ પટેલ'''

કિરણ ખેની

'''કિરણ ખેની'''

{{Poem2Open}}
ગાંધીયુગમાં જ્યારે ગાંધીજીનો લોકોમાં, લોકજીવનમાં તેમજ સાહિત્યમાં પ્રભાવ હતો એવા સમયમાં ગાંધીજીના પ્રભાવમાં રંગાયા વિના મુક્ત મને સાહિત્ય સર્જન કરનારા, ૧૯૮૫નો ભારતીય ભાષાઓનો શ્રેષ્ઠ  એવો જ્ઞાનપીઠ ઍવૉર્ડ મેળવનારા પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાન- ગુજરાતની સરહદ પરના ડુંગરપુર રાજ્યના માંડલી ગામમાં થયેલો. પિતાનું નામ નાનાલાલ. માતાનું નામ હીરાબા. પિતા પાસેથી ધર્મવિષયક ગ્રંથો અને અનેક કથાઓ બાળપણમાં સાંભળેલી. શિક્ષણ માટે મેઘરજ, ઈડર બોર્ડિંગમાં માંડ અંગ્રેજી ચોથી સુધી ભણી શકે છે. ઈડર બોર્ડિર્ંગમાં ઉમાશંકર જોશીનો થયેલો પરિચય સર્જક પન્નાલાલને ફળે છે. આ સમય દરમિયાન આર્થિક અને શારીરિક પરિસ્થિતિઓ તેમને મૂંઝવે છે. ૧૯૩૬નું વર્ષ સર્જક પન્નાલાલ પટેલ માટે લાભદાયી નીવડે છે. ગાંધીયુગના કવિયુગ્મ ઉમાશંકર જોશી અને સુન્દરમ્‌નો પરિચય થવાથી સાહિત્ય સર્જનમાં પન્નાલાલ કવિતા લખવાથી શરૂઆત કરે છે પણ તેમાં ફાવટ ન આવતાં ટૂંકીવાર્તા સ્વરૂપમાં સર્જનની શરૂઆત કરે છે જે એમના સર્જનને ઓળખ અપાવે છે. ‘પ્રજાબંધુ’માં પ્રકાશિત થયેલી ‘વનબાલા’ તેમની પ્રથમ વાર્તા છે અને તે પછી તો ફૂલછાબમાં ‘શેઠની શારદા’, ‘કંકુ’, ‘ધણીનું નાક’, ‘સુખદુઃખના સાથી’ એમ એક એકથી ઉત્તમ વાર્તાઓ તેમની પાસેથી મળવા લાગે છે.

વાર્તાસર્જનથી શરૂ થયેલી પન્નાલાલ પટેલની સર્જનયાત્રા પછી તો નવલકથા જેવા સ્વરૂપમાં વિશાળ વટવૃક્ષ બને છે. નવલકથા, એકાંકી-નાટક, અનુવાદ, બાળ-કિશોર સાહિત્યમાં પન્નાલાલ પટેલનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. બાળપણમાં પિતા પાસેથી અનેક કથા સાંભળેલી હોવાથી કથા સાહિત્યમાં તેમની વિશેષ ફાવટ રહેલી જોઈ શકાય છે. જે તેમણે આપેલી નવલકથાઓ અને વાર્તાઓ પરથી સમજી શકાય છે. તેમના વાર્તાસંગ્રહોના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એમ બે વિભાગ પાડીએ તો ઉત્તરકાલીન વાર્તાસંગ્રહોમાં ‘વટનો કટકો’ (૧૯૬૯), ‘અણવર’ (૧૯૭૦), ‘કોઈ દેશી કોઈ પરદેશી’ (૧૯૭૧), ‘આસમાની નજર’ (૧૯૭૨), ‘બિન્ની’ (૧૯૬૭), ‘છણકો’ (૧૯૭૫), ‘ઘરનું ઘર’ (૧૯૭૯) અને ‘નરાટો’ (૧૯૮૬)નો સમાવેશ થાય છે

Line 257: Line 255:
પ્રેમ માણસ પાસે શું કરાવી શકે છે? તેનો જવાબ સામા માનવીની સાથે ખોટું બોલવું, દગો આપવો, છેતરવો પણ હોઈ શકે અને આ બધાના અંતે પોતે કરેલાં પાપને પશ્ચાત્તાપ રૂપે દૈવિક પ્રેમમાં બદલી શકાય તે વિચાર સાથેની વાર્તા છે ‘પાપ અને પ્રેમ’. ‘ભાઈ’ વાર્તામાં સંપત્તિની વહેંચણી કર્યા પછી પોતાના નાના ભાઈને ખેતી તો આવડતી જ નથી. નાનો ભાઈ પણ પત્નીના કહેવાથી જ જુદો થાય છે. વાવણીના સમયે નાના ભાઈને અનાજ વેરતાં ન આવડતું જોઈ અને અનાજ બગડતું જોઈ તેની મદદ કરવા મોટો ભાઈ જાય છે. સાચો સ્નેહ કંઈ પણ સાંખી શકે અપમાન પણ. મોટો ભાઈ પોતાનું અને પત્નીનું અપમાન થયું હોવા છતાં મદદ કરવાનું ચૂકતો નથી. ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ મોટા ભાઈ બની રહે છે. છેલ્લી બે વાર્તાઓ ‘પરદેશી’ અને ‘દેશી’ એકબીજા સાથે જોડાયેલી વાર્તાઓ છે. અને ત્યાં વાર્તાસંગ્રહનું શીર્ષક પણ રહેલું છે. પ્રણય મુખ્ય વિષય છે. પરણિત ઝમકુને પરદેશી યુવક ગુમાન સાથે પ્રેમ થઈ જાય છે અને ગુમાનને પણ ઝમકુ ગમે છે. ઝમકુ પરણિત હોવાથી બંને એક થઈ શકવાનાં નથી. પણ એકબીજા વિશે સાર-સંભાળ તો લઈ શકાય એ રીતે બન્નેનો પ્રેમ પાંગરે છે. ગુમાન સરકારી કર્મચારી હોવાથી બદલીઓ થતી રહે છે અને એવામાં જ ઝમકુથી દૂર ગામ છોડવાની સ્થિતિ ઊભી થાય છે. ગુમાન ઝમકુને છોડી પરદેશી બની દૂર જતો રહે છે ને વર્ષો પછી દેશી બની ઝમકુના ખબર-અંતર જાણવા ફરી એ ગામમાં જાય છે. અને ત્યારે ઝમકુ લેખક બનેલા નિરંજન નામ બદલેલા ગુમાન વિશે બધું જ જાણતી હોય છે. ઝમકુ અને તેના પરિવાર સાથે ભૂતકાળનાં સ્મરણો વાગોળી નાયક ઘરે જવા નીકળે છે ત્યારે ઝમકુને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. પ્રેમ એટલે સાથે રહેવું, લગ્ન કરવાં, સંસારનું સુખ લેવું તેની સામે ઝમકુ અને ગુમાનનો આ પ્રેમ પ્રેમની જુદી પરિભાષા કરી જાય છે.

કળાદૃષ્ટિએ ઉત્તમ કહી શકાય તેવી થોડી જ વાર્તાઓ અહીં છે. બાકીની વાર્તાઓના વિષય એક યા બીજી રીતે એમના અન્ય વાર્તાસંગ્રહની વાર્તાઓમાં આવી જ ગયા છે. જેમાં ‘ચરચરાટ’, ‘ચલમિયું’ને ગણાવી શકાય. પ્રણયકથાને રજૂ કરતી વાર્તાઓમાં સ્ત્રી સૌંદર્યની જ વાત કરતી અને તેની આસપાસ જ ઘુમરાયા કરતી વાર્તાઓ અહીં છે. જે થોડી નબળી બાજુ આ વાર્તાસંગ્રહ માટે બની રહે છે. તેમ છતાં ‘ભૂતનાં ભૂત’, ‘ગૃહિણી’, ‘નોકર છોકરી’, ‘પાપ અને પ્રેમ’, ‘ઉઘાડ’, ‘પરદેશી’ અને ‘દેશી’ – આ સંગ્રહની ઉત્તમ વાર્તાઓ બની છે.

પન્નાલાલ પટેલના આ આઠેય વાર્તાસંગ્રહમાંથી પસાર થયા પછી એ કહેવાનું મન થાય કે માનવજીવન અને માનવ સાથે જોડાયેલી વિવિધ પરિસ્થિતિઓને પન્નાલાલ પટેલ જે ઝીણવટ અને સૂઝપૂર્વક મૂકી આપે છે તે કોઈ પણ ભાવકના મનને બદલવામાં કે જીવન સમીક્ષા કરવામાં મદદ કરે જ છે. અમદાવાદ જેવું શેહર તેમના દરેક વાર્તાસંગ્રહમાં આવ્યું છે તો એક પણ વાર્તાસંગ્રહમાં દુકાળની વાર્તા ન હોય એવું બન્યું નથી. ને દરેક વખતે દુકાળ વડે જુદી જ ભાવસંવેદના પન્નાલાલ પટેલ વાર્તામાં મૂકી આપે છે. પત્રશૈલી, વર્તમાન-ભૂતકાળની રીતિ, ગ્રામ્ય-શહેરી જીવનની વાર્તાઓ, વાર્તાશીર્ષકની વાર્તામાં ઊપસતી વ્યંજના, સરળ ભાષાપ્રયોગ વગેરે તેમનાં જમા પાસાં ગણાવી શકાય.

ડૉ. કિરણ ખેની
{{Poem2Close}}
આસિસ્ટન્ટ પ્રોફેસર,
{{right|ડૉ. કિરણ ખેની}}

ઉમા આટ્‌ર્સ ઍન્ડ નાથીબા કૉમર્સ મહિલા કૉલેજ, ગાંધીનગર
{{right|આસિસ્ટન્ટ પ્રોફેસર,}}

મો. ૯૪૦૮૫૧૯૧૦૧૨, ૮૧૬૦૦૭૮૫૨૬
{{right|ઉમા આટ્‌ર્સ ઍન્ડ નાથીબા કૉમર્સ મહિલા કૉલેજ, ગાંધીનગર}}

E-mail : khenikiran૨૪@gamil.com
{{right|મો. ૯૪૦૮૫૧૯૧૦૧૨, ૮૧૬૦૦૭૮૫૨૬}}

{{right|E-mail : khenikiran૨૪@gamil.com}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = જયંત ખત્રી
|previous = કૃષ્ણલાલ શ્રીધરાણી
|next = કૃષ્ણલાલ શ્રીધરાણી
|next = મનુ પાંધી

Navigation menu