ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મફત ઓઝા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 41: Line 41:
{{right|ભાવનગર}}

{{right|ભાવનગર}}

{{right|મો. ૮૨૬૪૧ ૮૬૨૧૩}}

{{right|મો. ૮૨૬૪૧ ૮૬૨૧૩}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
'''‘તડકામાં ઓગળતો સૂર્ય’ (૧૯૮૬) : મફત ઓઝા'''
'''મનીષ સોલંકી'''
'''‘તડકામાં ઓગળતો સૂર્ય’નો પરિચય :'''
{{Poem2Open}}
‘કાચના મહેલની રાણી’ વાર્તાસંગ્રહ પ્રગટ થયા બાદ બાર વર્ષે તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘તડકામાં ઓગળતો સૂર્ય’ પ્રગટ થયો. આ સંગ્રહમાં ‘ભૂરી ઇચ્છાઓનું આકાશ’થી અંતિમ વાર્તા ‘એક્ઝોરા અને હું...’ એમ કુલ ત્રેવીસ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકદમ ટૂંકી પ્રસ્તાવનાથી પ્રગટ થયેલો આ વાર્તાસંગ્રહ આધુનિક રચનારીતિથી રચાયેલી વાર્તાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ૨૧૬ પૃષ્ઠોમાં વિસ્તરેલા આ વાર્તાસંગ્રહમાં એકથી એક ચડિયાતી કલાત્મક વાર્તાઓ આલેખાયેલી છે.
મફત ઓઝા આધુનિક વાર્તાકાર હોવાથી તેમનામાં કથાનક બાબતે ઘટનાહ્રાસ બાબત મહત્ત્વની બને છે. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ શીર્ષક પરથી વાર્તાઓનો મિજાજ પરખાઈ જાય છે. વાર્તાકળાના તડકામાં, ઘટનામાં, ઓગળતો સૂર્ય એમની પ્રથમ વાર્તામાં જ જણાય છે. આછેરી ઘટનાને સહારે જ નિરૂપણ કરવામાં આવ્યું છે. વસ્તુસંકલનાની વિશિષ્ટ પદ્ધતિમાં ભાતીગળ જીવન, શહેરીજીવન, અસ્તિત્વ, સંઘર્ષ, ભૂતકાળ, સ્મરણ, ફ્લેશબૅક અને કપોળકલ્પિતતા વગેરે મહત્ત્વનાં છે.
‘તડકામાં ઓગળતો સૂર્ય’ વાર્તાસંગ્રહમાં મોટાભાગનાં પાત્રો જિંદગીની વિટંબણાઓ અને ક્ષણભંગુરતા વચ્ચે જીવે છે. સંવેદના અને વેદનાના ટુકડા ભેગા કરીને અહીં સર્જકે પાત્રનો આકાર ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. સંવાદો દ્વારા તેઓ પાત્રની છબિ પ્રગટ કરે છે ‘યમાતારાજભાનસલગા’ વાર્તામાં – ‘તળિયે ડૂબી-શ્વસે છે એના શ્વાસ જોયા છે કોઈએ?’ ‘કદી તમે તમારી જાતને ખોદી છે ખરી’, ‘હવે હું નથી ઢૂંવો છું ઢૂંવો’, ‘લાવો બીડી દઉં મારા વર્ષોને’ વગેરે. આ ઉપરાંત ચરિત્રાલેખન કરતાં ‘અશ્વકથા’માં જાતિયતાનું, ‘વિષાદગતિ’માં યાદોમાં સરી પડતા નાયકનું, ‘બંગલા તેજ ટુકડા કિમામ’માં યૌવન દર્શનનું, ‘માછલીઘર’માં ગૃહસ્થીનું, ‘અગિયાર માળનો ક’માં જાગૃત નાગરિકનું પાત્રાલેખન કરીને ચરિત્રોને ન્યાય અપાયો છે.
તેમની વર્ણનકળાનાં સહજ વર્ણનો સરળ અને કથાનકને પ્રગટ કરનારાં છે. ભલે તેમાં કપોળકલ્પિતનું તત્ત્વ હોય પણ વાર્તાસંદર્ભે, પાત્રસંદર્ભે, તે વર્ણનો ઉપકારક નીવડે છે. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ વાર્તાનું આ વર્ણન કેટલું તાદૃશ્ય છે : ‘લાકડીને ટેકે ટેકે વર્ષો આવીને બેસે છે. ત્યારે એની ઝાંખપ ગઈ છે. ઝીણી-ઝીણી કરચલીઓ કાયા પર પથરાય ગઈ છે. દાબડીમાં છીંકણી શોધે છે. આંગળીઓને ઝાંખું ઝાંખું લાગે છે. બધું છાપરું આછા વાદળ જેવું લીમડી પડછાયા જેવી ને તડકો આછો પાતળો’ (પૃ. ૩૮). સ્થળવર્ણન, ભાવવર્ણન, પાત્રવર્ણન જેવા મહત્ત્વના મુદ્દાઓમાં લેખકની સર્જકતા સોળે કળાએ ખીલી ઊઠે છે. એવી જ રીતે વાર્તાના આકારમાં તેઓ મહત્ત્વની સૂઝ કેળવે છે.
એમના સંવાદોમાં જેટલી સંદિગ્ધતા છે, તેટલી સહજતા છે. ઘરેલું સંવાદોમાં તેઓ વ્યવહારુતા જાળવે છે. પતિ-પત્ની વચ્ચેના સંવાદો ઘણી બધી વાર્તાઓમાં છે. પતિ-પત્ની વચ્ચે થતી નોકઝોક, દામ્પત્યજીવનની મધુર-કડવી ક્ષણો, સંવાદ-વિસંવાદ તેમણે કલાત્મક રીતે ઝીલ્યા છે. લૌકિકતામાંથી અલૌકિકતામાં સરી પડતી આ સંવાદ ધારા વિશેષતા ગણી શકાય. સંવાદો અને વર્ણનોમાંથી મોટેભાગે વાતાવરણ ઉઘડે છે. વાર્તાની શરૂઆતમાં તેના નિર્માણ માટે લેખકે યશસ્ય પ્રયાસ કર્યો છે.
સર્જનાત્મકતાની દૃષ્ટિએ વાર્તામાં આવતી ટેક્‌નિક બધાં લક્ષણોનો પાયો ગણી શકાય. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ સંગ્રહની વાર્તાઓમાં ટેક્‌નિક અને રચનારીતિ બાબતમાં વૈવિધ્ય જોવા મળે છે. કથાતંતુનો આધાર લઈ ઘટનાહ્રાસ દ્વારા સમગ્ર વાર્તાની ગૂંથણી કરવામાં આવી છે. જેમાં ‘ભૂરી ઇચ્છાઓનું આકાશ’, ‘તડકામાં ઓગળતો સૂર્ય’, ‘કોલબેલમાંથી ઊડતાં બુલબુલો’, ‘દક્ષિણમાં ઉડતું પંખી’, ‘ઊંટ’ જેવી વાર્તાઓ મુખ્ય કહી શકાય.
આ વાર્તાસંગ્રહમાં અનેક જગ્યાએ વિશિષ્ટ પ્રતીકોની રચના કરી છે. ભાવક જ્યારે વાર્તાનું શીર્ષક વાંચે છે, ત્યારે તેના ચિત્તમાં ચિત્ર પ્રતીક સ્વરૂપે સ્થિર થાય છે. ‘ભૂરી ઇચ્છાઓનું આકાશ’માં ‘આકાશ’, ‘તડકામાં ઓગળતો સૂર્ય’માં ‘સૂર્ય’, ‘શ્વાન મોક્ષની સાતમી ઘડી’માં ‘શ્વાન’, ‘માછલીઘર’માં ‘માછલી’, ‘લંબચોરસ અંધકાર’માં ‘અંધકાર’, ‘દક્ષિણમાં ઉડતું પંખી’માં ‘પંખી’, ‘કચ્છપાવતર’માં ‘કચ્છપ’, ‘ખુરશીની કુંપળો’માં ‘ખુરશી’ વગેરે. પશુ-પ્રાણીઓના માનવતત્ત્વને એકરૂપ કરી નાખવાનો તેમનો પ્રયાસ સફળતા સુધી પહોંચી શક્યો છે.
કથનકેન્દ્રની દૃષ્ટિએ મોટાભાગની વાર્તાઓમાં પ્રથમ પુરુષ એકવચનનું કથનકેન્દ્ર જોવા મળે છે. આ પ્રકારના કથનકેન્દ્રનો લાભ એ થાય છે કે તે સર્જક સંવેદનતંત્ર સાથે સીધો જોડાય છે. પ્રત્યક્ષતાનો ગુણ એના કથનકેન્દ્રમાં હોવાથી સંવેદના-વેદનાની કક્ષાએ તીવ્રતમ સ્તરે રજૂ કરી શકાય છે. કથનકેન્દ્રમાં ત્રીજો પુરુષ એકવચનનું ઘણું મહત્ત્વ છે. આ પ્રકારના કથનકેન્દ્રમાં તટસ્થતાનું લક્ષણ વધુ જણાય છે. લાગણી કે ભાવના પ્રવાહમાં વહ્યા સિવાય માત્ર ત્રીજા પુરુષની સાક્ષી તરીકે વાર્તાકથન કરવું એ કળાત્મક પરોક્ષતાનું ઉદાહરણ છે. કેટલીક વાર્તાઓ આ પ્રકારનાં કથનકેન્દ્રો ધરાવે છે. ‘એ બે-ત્રણ પગથિયાં ચડી અટકી ગયા. પાછળ દૃષ્ટિ નાખતાં ડોક ફેરવી. કશુંક ધારી-ધારીને જોતાં હોય એમ જોયું.’ (‘વિષાદગતિ’, પૃ. ૨૩)
કલ્પન એક સર્જનશીલ અંગ છે. તેનો અનુભવ ખાસ કરીને વર્ણનોમાં થાય છે. કલ્પનને કારણે મુખ્ય ચિત્રો ઊભાં કરી શકાય છે. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ શીર્ષક જ દૃશ્યાત્મક કલ્પનનું અનોખું ઉદાહરણ છે. સાથે વાર્તાઓનાં શીર્ષકો પણ કલ્પન રચે છે. જેમ કે ‘ભૂરી ઇચ્છાઓનું આકાશ’, ‘લંબચોરસ અંધકાર અને તણખલું’, ‘દક્ષિણમાં ઊડતું પંખી’, ‘ખુરશીની કુંપળ’, ‘હીંચકાની તકતીમાં છલકાતા સમુદ્રો’, ‘કોલબેલમાંથી ઊડતાં બુલબુલો’, ‘પાંખો ફૂટતી છોકરીઓ અચાનક’ જેવાનો સમાવેશ થાય છે. ‘અગાસીમાં રાતરાણી મઘમઘતી હતી. ઊંડો શ્વાસ લેતાં અકળામણી થતી લાગી. બારમાસી પરનાં બે ફૂલ ચીમળાઈ ગયાં હતાં.’ (‘અને’, પૃ. ૭૩) પદ્યનો લય જ્યારે ગદ્યમાં આવે છે, ત્યારે વાર્તાની છટા, અદા બધું જ બદલાઈ જાય છે. વાર્તાકથનની આ પ્રકારની પદ્ધતિ વિશેષ છે. તેથી તે સર્જનાત્મક છે.
આમ, મફત ઓઝાના ‘તડકામાં ઓગળતો સૂર્ય’ વાર્તાસંગ્રહનું અવલોકન કરતાં અનેક જગ્યાએ સર્જનાત્મકતાનો ઉન્મેષ જોઈ શકાય છે. શીર્ષકથી માંડીને છેક ગદ્યશૈલી સુધીની સર્જકતા જેમાં કથન-વર્ણન-ભાવન-કલ્પન-અલંકાર-ભાષણ વગેરે અનેક મુદ્દાઓમાં નવીનતા લાવીને ટૂંકીવાર્તાના ક્ષેત્રે સાચી રીતે પ્રદાન કર્યું છે.
{{Poem2Close}}
{{right|મનીષ સોલંકી}}

{{right|શોધછાત્ર,}}

{{right|ભાવનગર}}

{{right|મો. ૮૨૬૪૧ ૮૬૨૧૩}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
'''‘આસમાની રંગનો ટુકડો’ (૧૯૮૮) : મફત ઓઝા'''
'''મનીષ સોલંકી'''
{{Poem2Open}}
૧લી માર્ચ ૧૯૮૮ના રોજ પ્રગટ થયેલ આ વાર્તાસંગ્રહમાં ‘થોર’થી લઈને છેલ્લી વાર્તા ‘બાહુક’ એમ કુલ ચોવીસ વાર્તાઓ છે. કુલ ૧૯૧ પૃષ્ઠોમાં ફેલાયેલા આ સંગ્રહની બધી જ વાર્તાઓ ત્રણથી દસ પૃષ્ઠો વચ્ચેનું લંબાણ ધરાવે છે. શહેરજીવનની કડાકૂટ, ગ્રામજીવનનો લગાવ, જાતીય જીવનની વિટંબણા, પ્રેમીપાત્રની બેવફાઈ, પુરુષત્વ, નારીસંવેદના, વગેરે એમનાં મૂળ કથાનકો છે. સંવેદનાઓને રમાડવાની અને વેદનાઓને ગમાડવાની જે વૃત્તિ તેમનામાં છે, તે અહીં પ્રગટ સ્વરૂપે જણાય છે.
‘થોર’ વાર્તામાં લેખકે સ્વ-અનુભવને કામે લગાડ્યો છે. સાધ્વીના અંતરંગ કેવી રીતે વ્યાપ્ત છે. તેની ઝાંખી અહીં થાય છે. વાર્તાનાયિકા થોર પ્રત્યેની – જીવનની પીડા પ્રત્યેની લાગણી છતી થાય છે. ‘આસમાની રંગનો ટુકડો’ ફેન્ટસીમાં સરી પડતી વાર્તા છે. નાયકની કલ્પના-તર્ક અને વિચાર રંગદર્શી શૈલીમાં રજૂ થાય છે. પ્રણય સંવેદનાઓ અને તેમાં ય પીડા – અહીં તારસ્વરે રજૂ થાય છે. ‘બીજો’ પગ વિશિષ્ટ કથાનકવાળી વાર્તા છે. અહીં પગ કપાઈ ગયેલા નાયકની સૃષ્ટિ ખડી થાય છે. પત્ની અને પતિ વચ્ચે ‘પગ’ વિશેના સંવાદો-વિસંવાદો વાર્તાને કરુણ બનાવે છે. ‘કાળા અવાજો અને કાગડો’ પ્રતીકવાદી વાર્તા છે. જેમાં કથાનાયક અને તેની પત્નીને જે બાળકની જિજીવિષા છે તે અપૂર્ણ છે. ‘થીજેલી ક્ષણનો ઉન્માદ’ વાર્તામાં પતિ-પત્નીના દામ્પત્યજીવનની થીજેલી ક્ષણો રજૂ થઈ છે. કદરૂપો પતિ અહીં સંકુચિત મનથી પત્નીને મૂલવે છે. વાર્તા ફ્લેશબૅક પદ્ધતિથી આલેખાય છે. ‘પત્તુ એક કેલેન્ડરનું’ વાર્તામાં લેખક દિવાળીના દિવસોની યાદ તાજી કરી છે. બીમાર પત્નીની પ્રતિક્રિયા અને તહેવારના સમયની પત્નીની માગ બંને વચ્ચે સંઘર્ષ જામે છે.
‘એમ.પી.’ ચરિત્રલક્ષી વાર્તા છે. પોતાની પત્ની સંજુની દેખરેખ અને એમ.પી.ની જરૂરિયાત બંનેમાં કેવો પ્રેમ છલકે છે? તે દર્શાવવાનો પ્રયત્ન થયો છે. ‘તમે આ શહેરના નાગરિક છો’ વાર્તા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે? રમખાણો, હુલ્લડ અને આંદોલન ટાણે ‘મ’ નામના પાત્રનો હાથ કપાઈ જાય છે. તેનાં સંવેદનો અહીં રજૂ થાય છે. ‘જાડા કાચના ચશ્માં’ વિશિષ્ટ કથાનકવાળી વાર્તા છે. જેમાં નાયકના ‘જાડા ચશ્માં’ દામ્પત્યજીવનમાં કેવા પ્રશ્નો ઊભા કરે છે? એ પ્રસંગો નિરૂપવામાં આવ્યા છે. ‘છેલ્લા પગથિયેથી’ વાર્તા પ્રણય સ્મરણોમાંથી પ્રગટ થાય છે. તેમાં લેખકે યુવતી સાથેના પ્રસંગને નિજી શૈલીમાં પ્રગટ કર્યો છે. ‘એક મુલાકાત’ વાર્તામાં મિસ એચ. વિશેના પ્રસંગો રજૂ થાય છે. લેખકમાંનો ‘હું’ પ્રગટ થઈ વાર્તાલાપમાં જોડાય છે.
‘બંધ બારી બારણાં અંધ’ વાર્તા છૂટક-છૂટક ઘટનામાંથી વાર્તા બને છે. પુરાકલ્પનો અને કલ્પનોથી સભર આ વાર્તા કપોળકલ્પિત છે. વિચાર તરંગો અને તર્કો આધુનિક માનવને ઊભો કરે છે. ‘બાયપાસ’ વાર્તા બસમાં રચાઈ છે. ‘ક’ સાથે એક સવાર’ ચરિત્રલક્ષી વાર્તા દામ્પત્યજીવનથી ભરપૂર છે. ‘મારી ડાયરીનું છેલ્લું પાનું’ વાર્તામાં સરકીટ હાઉસ નં-૫માં કેવી ઘટના બની હતી તેનું બયાન રજૂ થયું છે. જેમાં રહસ્યમય મુલાકાતની વાત છે. ‘નામ સરનામા વિનાનો માણસ’ વાર્તામાં ‘સ્વ’ વિશેના ઉદ્‌ગારોમાંથી વાર્તાનું સર્જન થાય છે. ‘યુગોથી બંધ બારીએ ઝંઝાવાત’ વાર્તામાં દામ્પત્યજીવનના તણાવો પ્રતીકાત્મકરૂપે રજૂ થયા છે. ‘હાઇડ્રોપોનિક્સ’ વાર્તામાં દામ્પત્યજીવનની કથા છે. કેન્સર થયેલા પતિની વ્યથાકથા અહીં રજૂ થઈ છે. ‘ત્રણ બારી એક માણસ’ વાર્તામાં રસોડાની બારી, બેડરૂમની બારી અને દીવાનખંડની બારીમાંથી દેખાતાં દૃશ્યોની વાત છે. જેમાં લેખકે વાર્તાલાપ ઉમેરી વાર્તાને ઘડી છે. આ વાર્તાસંગ્રહની અંતિમ વાર્તા ‘બાહુક’ છે. ‘મને કોઈએ ઓળખ્યો નહીં’ એમ કહેતા નાયકની વ્યથામાં દરેક માનવીનું પ્રતિબિંબ પડે છે. માનવ અને પડછાયો બેઉ અહીં રજૂ થયા છે. ઓળખની સમસ્યા કેવી પીડાપૂર્ણ છે તે આ વાર્તા દ્વારા રજૂ કરી શકાય છે.
કથાનક પરંપરાગત હોવા છતાં અહીં નિરૂપણરીતિમાં નવીનતા જણાય છે. મફત ઓઝાની વાર્તાઓ પાત્રસર્જનમાં ઘણી જ વિશિષ્ટતાઓ ધરાવે છે. એ સાથે ચરિત્રની સૂક્ષ્માતિસૂક્ષ્મ રેખાઓ અદૃશ્ય છે તે દૃશ્ય કરી આપે છે. તેમાં મુખ્ય પાત્ર તરીકે ઘણીવાર લેખકનો જ પ્રવેશ થાય છે. ‘હું’ને પ્રગટ કરે છે. પાત્રને પ્રગટ કરવાની આ રીત આકર્ષક છે, તેટલી જ વિશેષતાભરી છે. સ્વ-કેન્દ્રી વાર્તાઓને કારણે પાત્રમાં અનુભૂતિને સચ્ચાઈ અને શૈલીની સહજતા મળે છે. એબ્સર્ડ એકાંકીની જેમ અહીં પાત્રનું નામકરણ કરવા માટે કોઈ ચોક્કસ નામના નહીં, પણ માત્ર અક્ષરનો ઉપયોગ કર્યો છે. ‘મેં’, ‘એમ.પી’, ‘ક’, ‘અ’ પાત્રનામે નોંધનીય છે. આ પાત્રોની સંવેદનાઓ, વેદનાઓ, ક્ષણભંગુરતા તરફ લઈ જનારી છે. અતિવાસ્તવવાદી કથનો આ પાત્રોની વિશેષતા બને છે.
સંવેદના અને વેદનાની નાની-નાની ક્ષણોને વર્ણવી લેખકે વાર્તામાં કથાનક અનુસાર વાતાવરણ જમાવ્યું છે. પાત્રને અનુલક્ષીને યોજેલી વર્ણનકળા વાર્તાને વ્યક્તિલક્ષી બનાવે છે. સંવાદકળામાં પણ સર્જકતાની ઝાંખી થયા વગર રહેતી નથી. સંવાદોમાં મર્મસ્થાનો સહજ રીતે મળ્યા છે. સંવાદોમાં કવિતા જેવી ભાવવાહિતા અને વિચારશીલતા પ્રગટ થાય છે. સંવાદોમાં રહેલી નાટ્યાત્મકતા વાર્તાને સાદૃશ્યતા બક્ષે છે.
આ વાર્તાસંગ્રહ ટેક્‌નિક બાબતે આકર્ષક માળખું ધરાવે છે. પ્રતીકવાદી વાર્તાઓ, કલ્પનાલક્ષી વર્ણનો, કપોળકલ્પિત (ફેન્ટસી) અને મોર્ડેનીઝ જેવા લક્ષણો જોવા મળે છે. વાર્તાઓમાં ટેક્‌નિક બાબતે નિદર્શન કરતાં ‘સાયકોલોજીકલ ટચ’ જોવા મળે છે. જે વાર્તાનું આકર્ષક તત્ત્વ ગણી શકાય. એટલું જ નહીં ‘સરરરિયાલીઝમ’ની અનુઆધુનિકવાદ અહીં દેખા દે છે.
ટેક્‌નિક પરત્વે આકારવાદ પ્રચલિત થયો હતો. તેની અસર મફત ઓઝાની વાર્તાઓમાં જણાય આવે છે. આકાર ઘડવાની મથામણ અનેક વાર્તાઓમાં જણાઈ આવે છે. છૂટા સંવેદનો જાણે કે હાથના ખોળામાં લઈ દૂર ફેંકી દેવાય તેમ વાર્તામાં સંવેદનો ઢોળ્યા પછી અંતમાં જઈ આકારનો અનુભવ થાય છે. સંવેદનોને અહીં ચોક્કસ આદિ, મધ્ય અને અંત નથી. છતાં એક છેડેથી બીજે છેડે જતી સંવેદના-વેદના અનુભૂતિનો વિષય બને છે. અહીં પ્રથમ પુરુષ એકવચન, ત્રીજો પુરુષ એકવચન, સંસ્મરણો, ડાયરી, પત્રશૈલી વગેરે ટેક્‌નિક ઉપયોગ કરીને સર્જકે વાર્તા ઘડવાનો પ્રયાસ કર્યો છે.
મફત ઓઝા કવિ હોવાથી તેમની વાર્તાઓમાં સર્જકતા જણાય આવે છે. તો કલ્પન એક સર્જન અંગ હોવાથી કથાનક સાથે જોડાય છે. ત્યારે નવું જ પરિણામ આપે છે. કથાનકની વાર્તામાં એકરસ થઈ જનારું કલ્પન વાર્તાને વધુ આસ્વાદ્ય અને સફળ બનાવે છે. ભાવાત્મક, અર્થાત્મક અને સૌન્દર્યાત્મક કલ્પનો વાર્તાને નવો જ આયામ આપે છે. આ ઉપરાંત દૃશ્યાત્મક કલ્પનોની સાથે સાથે શ્રુત કલ્પનો, સ્પર્શ કલ્પનો, સ્વાદ કલ્પનો અને ધ્રાણકલ્પનો જુદા જુદા સ્થળે આવીને રસસૃષ્ટિ અને ભાવસૃષ્ટિને વધુ ઉજાગર કરે છે. શબ્દાલંકારની સાથે સાથે અર્થાલંકારની રજૂઆત પ્રસંગને, પાત્રને, કથાનક, વાતાવરણને વધુ ચોટદાર બનાવી ભાવ, અર્થ અને સૌન્દર્ય બક્ષવામાં અલંકારોનું મોટું પ્રદાન છે.
‘આસમાની રંગનો ટુકડો’ વાર્તાસંગ્રહ વાર્તાજગતમાં એક પ્રયોગશીલ સર્જનશીલતાનો હર્યોભર્યો સંગ્રહ છે. એમની કેટલીક વાર્તાઓમાં ઉમાશંકર જોશીની છાંટ દેખાય છે. તો કેટલીક વાર્તાઓમાં સુરેશ જોષીની, તો કેટલીક વાર્તાઓમાં ‘ધૂમકેતુ’ની ભાવનાશીલતા નજરે પડે છે. લેખકની ઘણી વાર્તાઓમાં પોતાના વતન અને મા વારેઘડીએ ઊભરી આવ્યાં છે.
{{Poem2Close}}
{{right|મનીષ સોલંકી}}

{{right|શોધછાત્ર,}}

{{right|ભાવનગર}}

{{right|મો. ૮૨૬૪૧ ૮૬૨૧૩}}

{{HeaderNav2

{{HeaderNav2
|previous = રોહિત પંડ્યા
|previous = રોહિત પંડ્યા
|next = ભી. ન. વણકર
|next = ભી. ન. વણકર

Navigation menu