32,505
edits
(+1) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|સદાપર્ણ વૃક્ષ જેવા સર્જક<br>વીનેશ અંતાણી|માવજી મહેશ્વરી}} | {{Heading|સદાપર્ણ વૃક્ષ જેવા સર્જક<br>વીનેશ અંતાણી|માવજી મહેશ્વરી}} | ||
[[File: | [[File:Vinesh Antani.png|200px|right]] | ||
'''વાર્તાકારનો પરિચય :''' | '''વાર્તાકારનો પરિચય :''' | ||
| Line 26: | Line 26: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ફ્રેંક ઓ’કોનર ટૂંકીવાર્તાને ‘એકાકી અવાજ’ કહે છે. આ એકાકીપણાને આધુનિકતા સાથે કોઈ સંબંધ નથી. તેમ છતાં આ એકલતાની વેદના કે તીવ્રતા સહેજેય ઓછી થતી નથી. આવી એકલતા વીનેશ અંતાણીની ઘણીબધી વાર્તાઓમાં છે. ‘બે સ્ત્રીઓ અને ફાનસ’ વાર્તામાં નેવુંએ પહોંચેલી કાશીમા અને સિત્તેર વર્ષની પારોતી બેઉ એકમેકના સહારે જીવ્યે જાય છે. ભયાનક વિશેષણ તો રાંક લાગે એવી એકલતા બેઉની જિંદગીમાં. કાશીમા મરે તો પારોતીને મરવાનો અધિકાર મળે. ‘કાં ડોશી આજની રાત માંડ કાઢે’ એવો વિચાર પારોતીને રોજ સાંજે આવતો. પણ કાશીમા તો ‘રાં... મરતીય નથી ને મરવા દેતીય નથી’ એવું બબડે છે. કાશીમાને અંધારામાં વીતેલાં વર્ષો અને ઘટનાઓ દેખાતાં એટલે એનો જીવ ફાનસમાં અટવાયેલો રહે છે. પારોતી ફાનસ લઈને રસોડામાં જતી રહે તો કાશીમાનો જીવ ઊંચોનીચો થઈ જાય છે. પોતાને હેરાન કરવા જ એ ફાનસ નથી સળગાવતી. રસોડામાં લઈ જાય છે કે રાતે ઠારી નાખે છે. એવું કાશીમા સમજે છે. એમના એકાકીપણાને હડસેલવા માટે, એકબીજાને ભાંડવા માટે બંને વચ્ચે જાણે કે એક ફાનસ જ બચ્યું છે. આટલી કારમી એકલતા છતાંય બેઉ એકબીજાના મરવાની રાહ જુએ છે. પોતાના મરવાની નહીં. આને વક્રતા કહેશું કે જિજીવિષા? ને તોય રાતે સૂતી વખતે પરસ્પરની હાજરીનો દિલાસો બંનેને મળે છે. બેય એકબીજાના મરવાની વાટ જુએ છે અને એકબીજા વગર બેયને ચાલતું પણ નથી. ફાનસ સળગાવવાની પ્રક્રિયા, અંધારાં અજવાળાંની આવાન-જાવન, આલેખવામાં લેખકે બારીક નકશીકામ કર્યું છે. વીનેશ અંતાણીની ઘણી બધી વાર્તાઓમાં વૃદ્ધોની પીડા આલેખાઈ છે. મોટા થયા પછી જુદા જુદા કારણે ઘરનો ઉંબરો ઓળંગી ગયેલાં સંતાનોના વિરહમાં ઝૂરતાં મા-બાપની પીડાના જુદાં જુદાં પરિમાણો એમની વાર્તાઓમાં નિરુપાયા છે. ઘરજમાઈ બની ગયેલા દીકરાની યાદમાં ઝૂરતા ‘અહીં કોઈ રહેતું નથી’ વાર્તાના તારાચંદ વર્ષોથી પોતાની બીમાર પત્નીને એકલા હાથે સાચવે છે. ઘરનો ઉંબરો ઓળંગ્યા પછી કદી ગામમાં ન આવનાર કે ઘર તરફ નજર પણ ન કરનાર દીકરો પોતાના દીકરાના કર ઉતરાવવા ગામ આવી રહ્યો છે એવા સમાચાર જાણી તારાચંદને ઇચ્છા થઈ કે અહીં કોઈ રહેતું નથી એવું કહેવડાવી દેવું. આ દાઝેલા હૈયાની થીજી ગયેલી જિંદગીની વાત છે. જરાક જુદી રીતે ‘વગડો અને ઘર’ પણ પિતા એના હૈયાની પીડાની જ વાત કરે છે. ‘રમણલાલ સી. ગાંધી’માં પણ પરદેશ રહેતા દીકરાના બાપની શારી નાખતી એકલતા અને પીડા આલેખાઈ છે. એકલા પડ્યા છતાંય જેમની જીવન માણવાની ઝિંદાદિલી જરાય ઓછી નથી થઈ એવા ઇન્દુભાઈની વાત ‘સાતમું સ્ટેશન’માં છે. એકલતા છતાંય જાતને ગોઠવી લઈ રાજી રહેવાનું એમણે નક્કી કર્યું છે. ‘નિઃસ્તબ્ધતા’ કે ‘ઘરનો એક હિસ્સો’ જેવી વાર્તાઓમાં હૂંફાળા દાંપત્ય પછી એકલા રહી ગયેલા પુરુષની પીડા આલેખાઈ છે. ‘અવલંબન’માં પણ દીકરો ગયો તે ગયો. પત્નીના મૃત્યુ પછી એકલા પડેલા કુસુમરાયના ઘરમાં વર્ષોથી કામ કરતી, રેવતી ધ્યાન રાખતી. ઘરના સભ્ય જેવી રેવતીને પોતાના દીકરો-વહુ સાથે નથી ફાવતું. કુસુમરાય થોડાક દિવસો ગામમાં જઈને પાછા આવ્યા ત્યારે રેવતી જે રીતે રડી એ પછીની ક્ષણથી તેઓ એકલા નહોતા લાગતા અને રેવતી નિઃસહાય નહોતી લાગતી. | ફ્રેંક ઓ’કોનર ટૂંકીવાર્તાને ‘એકાકી અવાજ’ કહે છે. આ એકાકીપણાને આધુનિકતા સાથે કોઈ સંબંધ નથી. તેમ છતાં આ એકલતાની વેદના કે તીવ્રતા સહેજેય ઓછી થતી નથી. આવી એકલતા વીનેશ અંતાણીની ઘણીબધી વાર્તાઓમાં છે. ‘બે સ્ત્રીઓ અને ફાનસ’ વાર્તામાં નેવુંએ પહોંચેલી કાશીમા અને સિત્તેર વર્ષની પારોતી બેઉ એકમેકના સહારે જીવ્યે જાય છે. ભયાનક વિશેષણ તો રાંક લાગે એવી એકલતા બેઉની જિંદગીમાં. કાશીમા મરે તો પારોતીને મરવાનો અધિકાર મળે. ‘કાં ડોશી આજની રાત માંડ કાઢે’ એવો વિચાર પારોતીને રોજ સાંજે આવતો. પણ કાશીમા તો ‘રાં... મરતીય નથી ને મરવા દેતીય નથી’ એવું બબડે છે. કાશીમાને અંધારામાં વીતેલાં વર્ષો અને ઘટનાઓ દેખાતાં એટલે એનો જીવ ફાનસમાં અટવાયેલો રહે છે. પારોતી ફાનસ લઈને રસોડામાં જતી રહે તો કાશીમાનો જીવ ઊંચોનીચો થઈ જાય છે. પોતાને હેરાન કરવા જ એ ફાનસ નથી સળગાવતી. રસોડામાં લઈ જાય છે કે રાતે ઠારી નાખે છે. એવું કાશીમા સમજે છે. એમના એકાકીપણાને હડસેલવા માટે, એકબીજાને ભાંડવા માટે બંને વચ્ચે જાણે કે એક ફાનસ જ બચ્યું છે. આટલી કારમી એકલતા છતાંય બેઉ એકબીજાના મરવાની રાહ જુએ છે. પોતાના મરવાની નહીં. આને વક્રતા કહેશું કે જિજીવિષા? ને તોય રાતે સૂતી વખતે પરસ્પરની હાજરીનો દિલાસો બંનેને મળે છે. બેય એકબીજાના મરવાની વાટ જુએ છે અને એકબીજા વગર બેયને ચાલતું પણ નથી. ફાનસ સળગાવવાની પ્રક્રિયા, અંધારાં અજવાળાંની આવાન-જાવન, આલેખવામાં લેખકે બારીક નકશીકામ કર્યું છે. વીનેશ અંતાણીની ઘણી બધી વાર્તાઓમાં વૃદ્ધોની પીડા આલેખાઈ છે. મોટા થયા પછી જુદા જુદા કારણે ઘરનો ઉંબરો ઓળંગી ગયેલાં સંતાનોના વિરહમાં ઝૂરતાં મા-બાપની પીડાના જુદાં જુદાં પરિમાણો એમની વાર્તાઓમાં નિરુપાયા છે. ઘરજમાઈ બની ગયેલા દીકરાની યાદમાં ઝૂરતા ‘અહીં કોઈ રહેતું નથી’ વાર્તાના તારાચંદ વર્ષોથી પોતાની બીમાર પત્નીને એકલા હાથે સાચવે છે. ઘરનો ઉંબરો ઓળંગ્યા પછી કદી ગામમાં ન આવનાર કે ઘર તરફ નજર પણ ન કરનાર દીકરો પોતાના દીકરાના કર ઉતરાવવા ગામ આવી રહ્યો છે એવા સમાચાર જાણી તારાચંદને ઇચ્છા થઈ કે અહીં કોઈ રહેતું નથી એવું કહેવડાવી દેવું. આ દાઝેલા હૈયાની થીજી ગયેલી જિંદગીની વાત છે. જરાક જુદી રીતે ‘વગડો અને ઘર’ પણ પિતા એના હૈયાની પીડાની જ વાત કરે છે. ‘રમણલાલ સી. ગાંધી’માં પણ પરદેશ રહેતા દીકરાના બાપની શારી નાખતી એકલતા અને પીડા આલેખાઈ છે. એકલા પડ્યા છતાંય જેમની જીવન માણવાની ઝિંદાદિલી જરાય ઓછી નથી થઈ એવા ઇન્દુભાઈની વાત ‘સાતમું સ્ટેશન’માં છે. એકલતા છતાંય જાતને ગોઠવી લઈ રાજી રહેવાનું એમણે નક્કી કર્યું છે. ‘નિઃસ્તબ્ધતા’ કે ‘ઘરનો એક હિસ્સો’ જેવી વાર્તાઓમાં હૂંફાળા દાંપત્ય પછી એકલા રહી ગયેલા પુરુષની પીડા આલેખાઈ છે. ‘અવલંબન’માં પણ દીકરો ગયો તે ગયો. પત્નીના મૃત્યુ પછી એકલા પડેલા કુસુમરાયના ઘરમાં વર્ષોથી કામ કરતી, રેવતી ધ્યાન રાખતી. ઘરના સભ્ય જેવી રેવતીને પોતાના દીકરો-વહુ સાથે નથી ફાવતું. કુસુમરાય થોડાક દિવસો ગામમાં જઈને પાછા આવ્યા ત્યારે રેવતી જે રીતે રડી એ પછીની ક્ષણથી તેઓ એકલા નહોતા લાગતા અને રેવતી નિઃસહાય નહોતી લાગતી. | ||
[[File:Holarav by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
[[File:RaNzaNvum by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
[[File:Ahin Koi Rahetum Nathi by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
‘જૂના ઘરનું અજવાળું’ જરા જુદી રીતે એકલા પડેલા બાપના હૈયાની જ વાત કરે છે. સંતાન મોટાં થાય, કમાતા થાય એટલે એમને ઘર જૂનું લાગવા માંડે, જૂનું ઘર વેચીને નવું ઘર લેવાની તાલાવેલી જાગે. સંતાનોને જૂના ઘરની, એના રાચરચીલાની કિંમત ન હોય. પણ, તણખલે-તણખલે જેમણે માળો બાંધ્યો હોય એ મા-બાપ માટે તો જૂના ઘરની એક એક ચીજવસ્તુ સાથે એમનાં સ્મરણો જોડાયેલાં હોય. પત્ની તો આમ પણ વહેલી ચાલી ગઈ છે. રમણભાઈ પત્નીની સાડીઓ, બધી વસ્તુઓ સાથે સંકળાયેલી યાદોમાં ડૂબેલા છે. અને દીકરાની વહુ બધો સામાન ભંગારવાળા કે પસ્તીવાળાને આપી દેવા ઉતાવળી થઈ છે. સાડીઓ ફેંકી દેવાની વાત કરતી વહુ અને દીકરાને રમણભાઈ અચાનક જ કહી બેસે છે, ‘હું આ ઘરમાં રહેવાનો છું, સુશીલાના ઘરમાં.’ આ વૃદ્ધો એકલા છે, સાવ એકલા. એકલતા જીરવી જઈ એ સૌ જીવ્યે જાય છે. પણ જીવવા ખાતર જ. ‘મિસિસ સૂરીનું ઘર’ વાર્તાની એકલતા વાચકને થથરાવી દે છે. દીકરાને માની એકલતા સાથે કશી નિસબત નથી. એને તો સારો ભાવ આવે છે એટલે ઘર વેચી દેવું છે. વર્ષોથી પિતાની રાહ જોતી મા આ ઘર વગર જીવીને શું કરે એવું વિચારવા જેટલી પણ એને પડી નથી. જોકે આ વાર્તામાં કોઈને નિર્મલ વર્માનો પ્રભાવ પણ દેખાય. | ‘જૂના ઘરનું અજવાળું’ જરા જુદી રીતે એકલા પડેલા બાપના હૈયાની જ વાત કરે છે. સંતાન મોટાં થાય, કમાતા થાય એટલે એમને ઘર જૂનું લાગવા માંડે, જૂનું ઘર વેચીને નવું ઘર લેવાની તાલાવેલી જાગે. સંતાનોને જૂના ઘરની, એના રાચરચીલાની કિંમત ન હોય. પણ, તણખલે-તણખલે જેમણે માળો બાંધ્યો હોય એ મા-બાપ માટે તો જૂના ઘરની એક એક ચીજવસ્તુ સાથે એમનાં સ્મરણો જોડાયેલાં હોય. પત્ની તો આમ પણ વહેલી ચાલી ગઈ છે. રમણભાઈ પત્નીની સાડીઓ, બધી વસ્તુઓ સાથે સંકળાયેલી યાદોમાં ડૂબેલા છે. અને દીકરાની વહુ બધો સામાન ભંગારવાળા કે પસ્તીવાળાને આપી દેવા ઉતાવળી થઈ છે. સાડીઓ ફેંકી દેવાની વાત કરતી વહુ અને દીકરાને રમણભાઈ અચાનક જ કહી બેસે છે, ‘હું આ ઘરમાં રહેવાનો છું, સુશીલાના ઘરમાં.’ આ વૃદ્ધો એકલા છે, સાવ એકલા. એકલતા જીરવી જઈ એ સૌ જીવ્યે જાય છે. પણ જીવવા ખાતર જ. ‘મિસિસ સૂરીનું ઘર’ વાર્તાની એકલતા વાચકને થથરાવી દે છે. દીકરાને માની એકલતા સાથે કશી નિસબત નથી. એને તો સારો ભાવ આવે છે એટલે ઘર વેચી દેવું છે. વર્ષોથી પિતાની રાહ જોતી મા આ ઘર વગર જીવીને શું કરે એવું વિચારવા જેટલી પણ એને પડી નથી. જોકે આ વાર્તામાં કોઈને નિર્મલ વર્માનો પ્રભાવ પણ દેખાય. | ||
[[File:Tane Khabar Nathi Niru by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
[[File:DeepShikha by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
[[File:Karayal-Kapoori by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
[[File:Anani Stree by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
વીનેશ અંતાણીની વાર્તાઓમાં લગ્નેતરસંબંધ વિષય તરીકે આવ્યો છે. જેમ એકલતા અનેક પરિમાણો ઉપર ચર્ચેલી વાર્તાઓમાં છે તેમ લગ્નેતરસંબંધની વાર્તાઓ વિશે પણ કહી શકાય તેમ છે. ‘ભીની લોન પર’ના સુકુમાર રોજ સાંજે શાલિનીને ત્યાં એક દોઢ કલાક જતા એ આખું શહેર જાણતું હતું. આ એક દોઢ કલાક જતો ન કરવા શાલિની એકલી જીવી. દોઢ કલાકમાં સુકુમાર એક શબ્દ પણ ન બોલે તોયે શાલિની સભર થઈ જતી. ને અચાનક જ એક સવારે સુકુમારના દીકરાએ ફોન પર કહ્યું કે, ‘સુકુમાર હવે નથી’ હવે? ખાલી થઈ જતી શાલિનીને હવે કોણ સભર કરશે? ‘અજાણી સ્ત્રી’માં મકરંદના મૃત્યુ પછી શિવાની અને માયા મળ્યાં છે. માયાએ ઘર છોડ્યું એ પછી મકરંદની જિંદગીમાં શિવાનીનો પ્રવેશ થયો. ‘સત્તાવીસ વર્ષની છોકરી’ અને ‘ટેકરી અને રેતનદી’ નામની બે વાર્તાઓ જોઈએ. પ્રથમ વાર્તામાં નામ વગરના સંબંધની જેમ જ પુરુષના અને સત્તાવીસ વર્ષની છોકરીનાં કોઈ નામ નથી. છોકરી એકલી રહે છે. પુરુષની બદલી માટેના પત્રો એ જ ટાઇપ કરે છે. આ અલ્પજીવી સંબંધને કોઈ ભવિષ્ય નથી એ જાણતી હોવા છતાં છોકરી પુરુષને મળે છે, એના માટે રાંધે છે, એનું ઘર વ્યવસ્થિત કરે છે. રાતે રોકાય પણ છે. આમ તો પુરુષ રજામાં જઈ આવે પણ આવતીકાલે પહેલીવાર એની પત્ની બાળકોને સાથે આવી રહી છે. રોકાવા માટે. પોતાનાં કપડાં અને અન્ય ચીજવસ્તુઓ લઈ જવા તથા આજની રાત સાથે રહેવા આવી છે છોકરી. જે રીતે છોકરી આ ઘરથી, પુરુષની ટેવોથી પરિચિત છે એ જોતાં એના માટે આ સંબંધ માત્ર શરીર પૂરતો મર્યાદિત નથી એવું સમજાય છે. ‘તું થોડા દિવસની રજા લઈ લે. કેટલાય સમયથી તારા ગામ નથી ગઈ. ત્યાં જઈ આવ. આવું ક્યાં સુધી ચાલશે? ત્યાં જઈશ તો કોઈ રસ્તો નીકળશે.’ એવું કહેતા પુરુષનો ડર અને સ્વાર્થ પણ પરખાય છે. સંબંધ બાંધ્યો ત્યારે છોકરીના પ્રશ્નો સાથે સહાનુભૂતિ હતી, પણ હવે કદાચ તેને છૂટકારો જોઈએ છે. એની ગૃહસ્થીને કશી આંચ ન આવવી જોઈએ એવી પુરુષની તકેદારી છોકરી જાણે છે. પણ છોકરીએ તો બહારના જગત સાથે સંબંધ કાપીને પુરુષના ઘરનો નાનકડો ટુકડો થીંગડાની જેમ પોતાની જિંદગી સાથે જોડ્યો હતો. વાર્તામાં છોકરીના મનમાં હોય એટલો અવસાદ વાંચનારના મનમાં પણ ઉભરાય છે. પ્રમાણમાં લાંબી ‘ટેકરી અને રેતનદી’ વાંચનારના મનમાં જુદી રીતે એમની નવલકથા પ્રિયજન ડોકાઈ શકે છે. આલોક અને સુધા બને પરણેલાં છે. બંને પાસે પોતાનો ભૂતકાળ છે. આલોક પાસે સુખી દાંપત્યનો અને સુધા પાસે આતંકિત દાંપત્યનો. વધારે સંકેતો દ્વારા જ સ્પષ્ટ કરતા વાર્તાકાર બંનેની સ્મૃતિમાંથી એમના ભૂતકાળને પ્રગટ કરે છે. ઘણા વખતથી રોજ મળતાં આલોક અને સુધા, એકમેકને નજીકથી જાણવા, કાયમી ધોરણે સાથે રહી શકાય એમ છે કે નહીં એ ચકાસવા આલોકના ગામના ઘરે આવેલાં છે. વાર્તા વારાફરતી બંનેના આંતરમનને સ્પષ્ટ કરે છે. ધીમેન સાથેનો સંબંધ કેવો હશે એ સુધાના રાતના અનુભવ પરથી કલ્પના કરવાની. ‘કશુંક આટલું ધોધમાર હોઈ શકે તેના વિશે એ વિસ્મય અનુભવતી હતી. એ તરફડિયાં મારતી નહોતી. જાણે કશાકને ખૂબ ઊંડાણથી પામી રહી હતી. હૂંફ ભળી હતી, નરી હૂંફ. આટલો બધો સ્વીકાર હોઈ શકે? પોતાના તૃપ્ત થયેલા શરીરને જોઈને તરતની ક્ષણે – શરીર પર જખમોના નિશાન ઊપસી આવ્યાં હતાં ભૂતકાળનાં. રાતે પણ આલોકની પીઠના વાળ અને ધીમંતની લીસી – વાળ વગરની પીઠનો અહેસાસ યાદ આવે છે. ભૂતકાળમાં ક્યારેક ટ્રેન મોડી પડતી ત્યારે ધીમંત એનો વાંક હોય એમ એના પર વરસી પડતો. પણ કાલે પોતે અહીં પહોંચી ત્યારે ટ્રેન મોડી હતી. પણ આલોક હળવા મૂડે એની રાહ જોઈ રહ્યો હતો. હુંફાળી રાત પછી વહેલી સવારે ઊઠીને ચાલવા નીકળેલી સુધા આલોકની ટેવો વિશે અજાણ છે. આલોક મોડો ઊઠે. ઊઠતાંની સાથે એને ચા જોઈએ. સુધાને વહેલા ઊઠવાની અને ચાલવા જવાની ટેવ છે. બંને રોજ મળતાં પણ એકબીજાની ટેવો વિશે જાણતાં હોવા છતાં બંનેને એક છત નીચે સાથે રહેવું જરૂરી હતું. એ પણ વગર કહ્યે વ્યંજિત થયું છે. ચાલવા નીકળેલી સુધા રેતનદી કે ટેકરી પાસે પહોંચી ત્યારે ઊઠેલા આલોકને જ્યોતિ સાથેનું સહજીવન યાદ આવી જાય છે. રેતનદી પાસે ઊભેલી સુધાને વર્ષો પહેલાં આવી જ કોઈ રેતનદીમાં પોતાના મૃત બાળકને લઈને ઊભેલો ધીમંત દેખાય છે. એકનો ભૂતકાળ ટેકરી પર તો બીજાનો ભૂતકાળ કશેક પડ્યો છે. બેઉ વર્તમાનમાં સાથે રહેવા મથે છે. પણ વારે વારે ભૂતકાળમાં સરી જાય છે. જિવાઈ ગયેલું જીવન બંનેના વર્તમાન પર હાવી થઈ જાય છે. બંને એકબીજાને સમજવા, સાથે રહેવાના અંતિમ નિર્ણય લેવા અહીં આવેલાં છે. પણ શું સાથે રહેશે ખરાં આ પ્રશ્ન મૂકીને સર્જકે સંયમ દાખવ્યો છે. | વીનેશ અંતાણીની વાર્તાઓમાં લગ્નેતરસંબંધ વિષય તરીકે આવ્યો છે. જેમ એકલતા અનેક પરિમાણો ઉપર ચર્ચેલી વાર્તાઓમાં છે તેમ લગ્નેતરસંબંધની વાર્તાઓ વિશે પણ કહી શકાય તેમ છે. ‘ભીની લોન પર’ના સુકુમાર રોજ સાંજે શાલિનીને ત્યાં એક દોઢ કલાક જતા એ આખું શહેર જાણતું હતું. આ એક દોઢ કલાક જતો ન કરવા શાલિની એકલી જીવી. દોઢ કલાકમાં સુકુમાર એક શબ્દ પણ ન બોલે તોયે શાલિની સભર થઈ જતી. ને અચાનક જ એક સવારે સુકુમારના દીકરાએ ફોન પર કહ્યું કે, ‘સુકુમાર હવે નથી’ હવે? ખાલી થઈ જતી શાલિનીને હવે કોણ સભર કરશે? ‘અજાણી સ્ત્રી’માં મકરંદના મૃત્યુ પછી શિવાની અને માયા મળ્યાં છે. માયાએ ઘર છોડ્યું એ પછી મકરંદની જિંદગીમાં શિવાનીનો પ્રવેશ થયો. ‘સત્તાવીસ વર્ષની છોકરી’ અને ‘ટેકરી અને રેતનદી’ નામની બે વાર્તાઓ જોઈએ. પ્રથમ વાર્તામાં નામ વગરના સંબંધની જેમ જ પુરુષના અને સત્તાવીસ વર્ષની છોકરીનાં કોઈ નામ નથી. છોકરી એકલી રહે છે. પુરુષની બદલી માટેના પત્રો એ જ ટાઇપ કરે છે. આ અલ્પજીવી સંબંધને કોઈ ભવિષ્ય નથી એ જાણતી હોવા છતાં છોકરી પુરુષને મળે છે, એના માટે રાંધે છે, એનું ઘર વ્યવસ્થિત કરે છે. રાતે રોકાય પણ છે. આમ તો પુરુષ રજામાં જઈ આવે પણ આવતીકાલે પહેલીવાર એની પત્ની બાળકોને સાથે આવી રહી છે. રોકાવા માટે. પોતાનાં કપડાં અને અન્ય ચીજવસ્તુઓ લઈ જવા તથા આજની રાત સાથે રહેવા આવી છે છોકરી. જે રીતે છોકરી આ ઘરથી, પુરુષની ટેવોથી પરિચિત છે એ જોતાં એના માટે આ સંબંધ માત્ર શરીર પૂરતો મર્યાદિત નથી એવું સમજાય છે. ‘તું થોડા દિવસની રજા લઈ લે. કેટલાય સમયથી તારા ગામ નથી ગઈ. ત્યાં જઈ આવ. આવું ક્યાં સુધી ચાલશે? ત્યાં જઈશ તો કોઈ રસ્તો નીકળશે.’ એવું કહેતા પુરુષનો ડર અને સ્વાર્થ પણ પરખાય છે. સંબંધ બાંધ્યો ત્યારે છોકરીના પ્રશ્નો સાથે સહાનુભૂતિ હતી, પણ હવે કદાચ તેને છૂટકારો જોઈએ છે. એની ગૃહસ્થીને કશી આંચ ન આવવી જોઈએ એવી પુરુષની તકેદારી છોકરી જાણે છે. પણ છોકરીએ તો બહારના જગત સાથે સંબંધ કાપીને પુરુષના ઘરનો નાનકડો ટુકડો થીંગડાની જેમ પોતાની જિંદગી સાથે જોડ્યો હતો. વાર્તામાં છોકરીના મનમાં હોય એટલો અવસાદ વાંચનારના મનમાં પણ ઉભરાય છે. પ્રમાણમાં લાંબી ‘ટેકરી અને રેતનદી’ વાંચનારના મનમાં જુદી રીતે એમની નવલકથા પ્રિયજન ડોકાઈ શકે છે. આલોક અને સુધા બને પરણેલાં છે. બંને પાસે પોતાનો ભૂતકાળ છે. આલોક પાસે સુખી દાંપત્યનો અને સુધા પાસે આતંકિત દાંપત્યનો. વધારે સંકેતો દ્વારા જ સ્પષ્ટ કરતા વાર્તાકાર બંનેની સ્મૃતિમાંથી એમના ભૂતકાળને પ્રગટ કરે છે. ઘણા વખતથી રોજ મળતાં આલોક અને સુધા, એકમેકને નજીકથી જાણવા, કાયમી ધોરણે સાથે રહી શકાય એમ છે કે નહીં એ ચકાસવા આલોકના ગામના ઘરે આવેલાં છે. વાર્તા વારાફરતી બંનેના આંતરમનને સ્પષ્ટ કરે છે. ધીમેન સાથેનો સંબંધ કેવો હશે એ સુધાના રાતના અનુભવ પરથી કલ્પના કરવાની. ‘કશુંક આટલું ધોધમાર હોઈ શકે તેના વિશે એ વિસ્મય અનુભવતી હતી. એ તરફડિયાં મારતી નહોતી. જાણે કશાકને ખૂબ ઊંડાણથી પામી રહી હતી. હૂંફ ભળી હતી, નરી હૂંફ. આટલો બધો સ્વીકાર હોઈ શકે? પોતાના તૃપ્ત થયેલા શરીરને જોઈને તરતની ક્ષણે – શરીર પર જખમોના નિશાન ઊપસી આવ્યાં હતાં ભૂતકાળનાં. રાતે પણ આલોકની પીઠના વાળ અને ધીમંતની લીસી – વાળ વગરની પીઠનો અહેસાસ યાદ આવે છે. ભૂતકાળમાં ક્યારેક ટ્રેન મોડી પડતી ત્યારે ધીમંત એનો વાંક હોય એમ એના પર વરસી પડતો. પણ કાલે પોતે અહીં પહોંચી ત્યારે ટ્રેન મોડી હતી. પણ આલોક હળવા મૂડે એની રાહ જોઈ રહ્યો હતો. હુંફાળી રાત પછી વહેલી સવારે ઊઠીને ચાલવા નીકળેલી સુધા આલોકની ટેવો વિશે અજાણ છે. આલોક મોડો ઊઠે. ઊઠતાંની સાથે એને ચા જોઈએ. સુધાને વહેલા ઊઠવાની અને ચાલવા જવાની ટેવ છે. બંને રોજ મળતાં પણ એકબીજાની ટેવો વિશે જાણતાં હોવા છતાં બંનેને એક છત નીચે સાથે રહેવું જરૂરી હતું. એ પણ વગર કહ્યે વ્યંજિત થયું છે. ચાલવા નીકળેલી સુધા રેતનદી કે ટેકરી પાસે પહોંચી ત્યારે ઊઠેલા આલોકને જ્યોતિ સાથેનું સહજીવન યાદ આવી જાય છે. રેતનદી પાસે ઊભેલી સુધાને વર્ષો પહેલાં આવી જ કોઈ રેતનદીમાં પોતાના મૃત બાળકને લઈને ઊભેલો ધીમંત દેખાય છે. એકનો ભૂતકાળ ટેકરી પર તો બીજાનો ભૂતકાળ કશેક પડ્યો છે. બેઉ વર્તમાનમાં સાથે રહેવા મથે છે. પણ વારે વારે ભૂતકાળમાં સરી જાય છે. જિવાઈ ગયેલું જીવન બંનેના વર્તમાન પર હાવી થઈ જાય છે. બંને એકબીજાને સમજવા, સાથે રહેવાના અંતિમ નિર્ણય લેવા અહીં આવેલાં છે. પણ શું સાથે રહેશે ખરાં આ પ્રશ્ન મૂકીને સર્જકે સંયમ દાખવ્યો છે. | ||
[[File:Dariyo RaN Pahad by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
[[File:Baki-nun Sharir by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
કોઈ સ્ત્રી પોતાના ઔપચારિક સંબંધને આખી જિંદગી ચલાવી લે, જ્યારે કોઈ ક્ષણનો છેડો ફાડીને નીકળી પડે પોતાની આગવી દુનિયા ઊભી કરવા. ‘હવામાં લહેરાતો શાલનો છેડો’ વાર્તામાં ખોવાઈ ગયેલા આત્મીય સંબંધને મનમાં ભંડારી ઔપચારિક સંબંધને નિભાવ્યે જતી અનુરાધાના મનની વાત કરે છે. નહીં જિવાયેલી પળો અને વેંઢારેલી પળો વચ્ચે મૂંગી થઈ ગયેલી માની પીડા યુવાન વયે દીકરી સમજે છે. પિતાના જગતથી, પિતાના જગતમાં મા-દીકરી આમ પણ જરૂર પૂરતા સંબંધ રહ્યા છે. ‘ગુફા’માં દીકરી માની પીડાને સમજે છે પણ રહે છે બાપની સાથે. પતિના બીજી સ્ત્રીઓના સંબંધોના કારણે ઘર છોડી ગયેલી સંતોકબાની પીડાની આ વાર્તા વાત કરે છે. સંતોકબાએ ગામડે જઈને પોતીકું જગત ખડું કરી દીધેલું. સંતાનો અમીર પિતા સાથે જ રહેલાં. સંતોકબાનાં ૭૫મા વર્ષની ઊજવણી કરતાં સંતાનોની વાતચીતથી વાર્તાનો આરંભ થાય છે. સંતોકબાને દુઃખ એ વાતનું છે કે બંને દીકરા કે એમનાં સંતાનોને માનો ઘર છોડવાનો નિર્ણય ખોટો લાગે છે. પિતાએ કશું ખોટું કર્યું છે એવું તેઓ માનતા નથી. ‘એમા શું?’ એવું વલણ સૌનું છે. દીકરી માની પીડા સમજે છે, પણ બોલતી કશું નથી. રાતે સૂતી વખતે દીકરી માને પેલી સ્ત્રીના મૃત્યુ વિશે, પિતાની એકલતા વિશે વાત કરે છે. આમ તો સંતોકબાએ પોતાની જાતને સાવ જ સંકોરી લીધી હતી. છતાં આટલાં વર્ષે પેલો પુરુષ એકલો પડી ગયો છે એની એને ચિંતા થાય છે. ‘એ હવે બહુ એકલા પડી ગયા હશે નહીં?’ એવું પૂછતાં સંતોકબા પોતે કેટલાં વર્ષોથી સાવ એકલાં રહે છે! ‘સ્ત્રી નામે વિશાખા’ વર્ષો પહેલાં પતિનું ઘર છોડીને નીકળી ગયેલી વિશાખાએ પોતાની બુદ્ધિથી ધંધો વિકસાવ્યો હતો. પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરી. વર્ષો પછી દીકરો એની વાગ્દતા રશ્મિને લઈને માને મળવા આવ્યો છે. એને વિશાખાના આશીર્વાદ જોઈએ છે. માને સાથે લઈ જવી છે. પપ્પાને પેરેલિસીસ થયો છે ને એમણે પણ કહેવડાવ્યું છે એટલું માને કહેવામાં તુષારને મૂંઝાતો જોવામાં રશ્મિને મજા પડે છે. વિશાખાના મનમાં કોઈ દ્વિધા નથી. આટલાં વર્ષો પછી કોઈ કડવાશ પણ રહી નથી. એ બિલકુલ સ્વસ્થતાથી તુષારને કહે છે, ‘તમે આવી શકો છો મારા ઘરે. મહેન્દ્રને મારી જરૂર હોય તો નિઃસંકોચ આવે. મારું ઘર એના માટે અને તમારા માટે ખૂલ્લું છે. પણ હું ત્યાં નહીં આવું.’ આમ કહેતી વિશાખાની ખુદ્દારી માટે વાચકને માન થાય. | કોઈ સ્ત્રી પોતાના ઔપચારિક સંબંધને આખી જિંદગી ચલાવી લે, જ્યારે કોઈ ક્ષણનો છેડો ફાડીને નીકળી પડે પોતાની આગવી દુનિયા ઊભી કરવા. ‘હવામાં લહેરાતો શાલનો છેડો’ વાર્તામાં ખોવાઈ ગયેલા આત્મીય સંબંધને મનમાં ભંડારી ઔપચારિક સંબંધને નિભાવ્યે જતી અનુરાધાના મનની વાત કરે છે. નહીં જિવાયેલી પળો અને વેંઢારેલી પળો વચ્ચે મૂંગી થઈ ગયેલી માની પીડા યુવાન વયે દીકરી સમજે છે. પિતાના જગતથી, પિતાના જગતમાં મા-દીકરી આમ પણ જરૂર પૂરતા સંબંધ રહ્યા છે. ‘ગુફા’માં દીકરી માની પીડાને સમજે છે પણ રહે છે બાપની સાથે. પતિના બીજી સ્ત્રીઓના સંબંધોના કારણે ઘર છોડી ગયેલી સંતોકબાની પીડાની આ વાર્તા વાત કરે છે. સંતોકબાએ ગામડે જઈને પોતીકું જગત ખડું કરી દીધેલું. સંતાનો અમીર પિતા સાથે જ રહેલાં. સંતોકબાનાં ૭૫મા વર્ષની ઊજવણી કરતાં સંતાનોની વાતચીતથી વાર્તાનો આરંભ થાય છે. સંતોકબાને દુઃખ એ વાતનું છે કે બંને દીકરા કે એમનાં સંતાનોને માનો ઘર છોડવાનો નિર્ણય ખોટો લાગે છે. પિતાએ કશું ખોટું કર્યું છે એવું તેઓ માનતા નથી. ‘એમા શું?’ એવું વલણ સૌનું છે. દીકરી માની પીડા સમજે છે, પણ બોલતી કશું નથી. રાતે સૂતી વખતે દીકરી માને પેલી સ્ત્રીના મૃત્યુ વિશે, પિતાની એકલતા વિશે વાત કરે છે. આમ તો સંતોકબાએ પોતાની જાતને સાવ જ સંકોરી લીધી હતી. છતાં આટલાં વર્ષે પેલો પુરુષ એકલો પડી ગયો છે એની એને ચિંતા થાય છે. ‘એ હવે બહુ એકલા પડી ગયા હશે નહીં?’ એવું પૂછતાં સંતોકબા પોતે કેટલાં વર્ષોથી સાવ એકલાં રહે છે! ‘સ્ત્રી નામે વિશાખા’ વર્ષો પહેલાં પતિનું ઘર છોડીને નીકળી ગયેલી વિશાખાએ પોતાની બુદ્ધિથી ધંધો વિકસાવ્યો હતો. પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરી. વર્ષો પછી દીકરો એની વાગ્દતા રશ્મિને લઈને માને મળવા આવ્યો છે. એને વિશાખાના આશીર્વાદ જોઈએ છે. માને સાથે લઈ જવી છે. પપ્પાને પેરેલિસીસ થયો છે ને એમણે પણ કહેવડાવ્યું છે એટલું માને કહેવામાં તુષારને મૂંઝાતો જોવામાં રશ્મિને મજા પડે છે. વિશાખાના મનમાં કોઈ દ્વિધા નથી. આટલાં વર્ષો પછી કોઈ કડવાશ પણ રહી નથી. એ બિલકુલ સ્વસ્થતાથી તુષારને કહે છે, ‘તમે આવી શકો છો મારા ઘરે. મહેન્દ્રને મારી જરૂર હોય તો નિઃસંકોચ આવે. મારું ઘર એના માટે અને તમારા માટે ખૂલ્લું છે. પણ હું ત્યાં નહીં આવું.’ આમ કહેતી વિશાખાની ખુદ્દારી માટે વાચકને માન થાય. | ||
[[File:Pachha VaLavun by Vinesh Antani - Book Cover.jpg|200px|left]] | |||
‘એમની જિંદગી’ વાર્તાનો દીકરો માના મૃત્યુ પછી પોતીકી મરજીથી પરણ્યો છે. આમ પણ પિતા અંતર્મુખ હતા. દીકરો માને કહેવા ટેવાયેલો હતો, પિતાને નહીં. હવે એને થાય છે કે પિતાને આ ઉંમરે એકલા ન રહેવા દેવા જોઈએ. પિતા એને કાયમ ‘તારી જિંદગી છે, નિર્ણય તારે લેવાનો છે.’ ‘આપણે બંને એ સાથે’ વાર્તા પહેલાં નિરજ અને અમીત કેવા કારણોસર છૂટા પડ્યા તેની વાત નથી, પણ કયા કારણસર ભેગા રહેવાના છે તેની છે. ‘નિઃશબ્દ’ની રેવા કે ‘ચંદ્રી’ની નાયિકા કે પછી ‘છીપર’ની પધી કેટલાં એકલાં છે? પરણવું છે પણ પરણાવે કોણ? દરેકની છાતી ઉપર એક છીપર છે. ભાગ્યે જ પ્રયોજાયા હોય તેવા નોખા વિષયવસ્તુવાળી વાર્તાઓ વીનેશ અંતાણી પાસેથી મળી છે. ‘લ્હેરિયું’, ‘અલોપ’, ‘એવું જ ઘર’, ‘આરપાર’ જેવી વાર્તાઓમાં વીનેશની કમાલ છે. અલ્ઝાઇમર કોઈ વ્યક્તિની કેવી દશા કરી મૂકે એની વાત ‘અલોપ’ નામની વાર્તામાં થઈ છે. ‘એવું જ ઘર’ વાર્તા આમ તો સામાજિક પરિવેશવાળી છે પણ પરિસ્થિતિઓમાં જે રીતે વળ ચડે છે એમાં એક એક પાત્રનો ભોગ લેવાય છે. ‘આરપાર’ અપવાદરૂપ સંબંધની વાર્તા છે. અહીં સરખી ઉંમરના કાકા-ભત્રીજી સાથે રહે છે. દુનિયાની નજરે જે હોય તે પણ બન્ને સાથે રહે છે. આવા થીમવાળી બીજી વાર્તા વાંચ્યાનું સ્મરણમાં નથી. ‘ઉંબરની આસપાસ’નું કથાવસ્તુ પણ હટકે છે. નાયક નરેશની પત્નીને ઘણા સમય પછી એવું લાગે છે કે તે તેની બહેન વિધવા નિર્મળા ઘણું અંતર કાપી ચૂકી છે. જોકે આ વાર્તામાં બિનજરૂરી લંબાણ છે, જે અમુક જગ્યાએ કઠે છે. એકવીસમી સદીની શરૂઆતમાં બે ગોજારી ઘટનાઓ ગુજરાતમાં ઘટી. ૨૦૦૧નો ભૂકંપ અને ૨૦૦૨ના કોમી તોફાનો. ‘તને ખબર નથી નિરુ’ નામે લાંબી વાર્તા વીનેશ અંતાણીએ આપી છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ, હંગામી આવાસો, ફરિયાદને કોઈ અવકાશ નથી. નિરુ વિચારે છે કે આવી સ્થિતિમાં મારા વિશે કોણ વિચારશે? ‘ચુકાદો’ ગુજરાતના કોમી તોફાનોની વાત છે. દસ વર્ષ પછી પણ કથકને ઊંઘ નથી આવતી, ગોજારી ઘટનાના પડઘા એને સંભળાય છે. જોકે આ વાર્તા કોઈ ડોક્યુમેન્ટરી માટે ખપ લાગે તેવી છે. એમના પહેલા સંગ્રહમાં ‘તરસના કૂવાનું પ્રતિબિંબ’ અને ‘સાંઢણી’ પહેલી વાર્તામાં રેતીનું તોફાન, સૂસવાટા મારતો પવન, ધોમ તાપમાં ઊભેલાં ભૂંગાંની આસપાસ બેઠેલા લોકો હવે નવા મુલકની શોધમાં નીકળ્યા છે. વીનેશ અંતાણીએ ‘દરિયો રણ પહાડ’ નામે દીર્ઘ વાર્તાઓનું પુસ્તક આપ્યું છે. આ પુસ્તકમાં ત્રણ વાર્તાઓ છે. જોકે આ વાર્તાઓ ભૂતકાળમાં વિહરે છે. જે પ્રકારનું વર્ણન છે એ બંદર લેખકે જોયું હશે કે કેમ તે પ્રશ્ન છે. છતાંય વાંચવું ગમે એવું લખાણ છે. રણ વાર્તા બદલાતા સમયમાં રણવાસીઓ શહેરમાં પહોંચ્યા છે. અહીં મુસાની બદલાયેલી માનસિકતાનો અભ્યાસ કરવા જેવો છે. શું બન્ની અને રણકાંધીએ રહેનારાઓ માત્ર ચોપાં જ સાચવે અને ભૂંગામાં જ રહે? ગરીબ જ રહે? કદાચ કોઈ વિવેચકને મુસા નકારાત્મક પાત્ર લાગે પણ મને એ સાચો લાગ્યો છે. એને પૈસાદાર થવું છે તો એ એનો અધિકાર છે. શહેરમાં રહેનારા જ પૈસા કમાવી શકે? રણ વાર્તા બદલાતા કચ્છનું ચિત્ર છે. કચ્છમાં પહાડ નથી, કે ન પહાડી વાતાવરણ છે. એટલે એ વાર્તા કચ્છની નથી. લેખકે અહીં પોતાનો કસબ અજમાવ્યો છે. એક ગુજરાતી યુવકની સાથે પહાડી વિસ્તારની યુવતીનો મેળ બેસાડ્યો છે. એ પ્રેમકથા છે પણ આ પહાડ વાર્તા આ સંગ્રહમાં શા માટે લેવાઈ તે એક આશ્ચર્ય છે. | ‘એમની જિંદગી’ વાર્તાનો દીકરો માના મૃત્યુ પછી પોતીકી મરજીથી પરણ્યો છે. આમ પણ પિતા અંતર્મુખ હતા. દીકરો માને કહેવા ટેવાયેલો હતો, પિતાને નહીં. હવે એને થાય છે કે પિતાને આ ઉંમરે એકલા ન રહેવા દેવા જોઈએ. પિતા એને કાયમ ‘તારી જિંદગી છે, નિર્ણય તારે લેવાનો છે.’ ‘આપણે બંને એ સાથે’ વાર્તા પહેલાં નિરજ અને અમીત કેવા કારણોસર છૂટા પડ્યા તેની વાત નથી, પણ કયા કારણસર ભેગા રહેવાના છે તેની છે. ‘નિઃશબ્દ’ની રેવા કે ‘ચંદ્રી’ની નાયિકા કે પછી ‘છીપર’ની પધી કેટલાં એકલાં છે? પરણવું છે પણ પરણાવે કોણ? દરેકની છાતી ઉપર એક છીપર છે. ભાગ્યે જ પ્રયોજાયા હોય તેવા નોખા વિષયવસ્તુવાળી વાર્તાઓ વીનેશ અંતાણી પાસેથી મળી છે. ‘લ્હેરિયું’, ‘અલોપ’, ‘એવું જ ઘર’, ‘આરપાર’ જેવી વાર્તાઓમાં વીનેશની કમાલ છે. અલ્ઝાઇમર કોઈ વ્યક્તિની કેવી દશા કરી મૂકે એની વાત ‘અલોપ’ નામની વાર્તામાં થઈ છે. ‘એવું જ ઘર’ વાર્તા આમ તો સામાજિક પરિવેશવાળી છે પણ પરિસ્થિતિઓમાં જે રીતે વળ ચડે છે એમાં એક એક પાત્રનો ભોગ લેવાય છે. ‘આરપાર’ અપવાદરૂપ સંબંધની વાર્તા છે. અહીં સરખી ઉંમરના કાકા-ભત્રીજી સાથે રહે છે. દુનિયાની નજરે જે હોય તે પણ બન્ને સાથે રહે છે. આવા થીમવાળી બીજી વાર્તા વાંચ્યાનું સ્મરણમાં નથી. ‘ઉંબરની આસપાસ’નું કથાવસ્તુ પણ હટકે છે. નાયક નરેશની પત્નીને ઘણા સમય પછી એવું લાગે છે કે તે તેની બહેન વિધવા નિર્મળા ઘણું અંતર કાપી ચૂકી છે. જોકે આ વાર્તામાં બિનજરૂરી લંબાણ છે, જે અમુક જગ્યાએ કઠે છે. એકવીસમી સદીની શરૂઆતમાં બે ગોજારી ઘટનાઓ ગુજરાતમાં ઘટી. ૨૦૦૧નો ભૂકંપ અને ૨૦૦૨ના કોમી તોફાનો. ‘તને ખબર નથી નિરુ’ નામે લાંબી વાર્તા વીનેશ અંતાણીએ આપી છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ, હંગામી આવાસો, ફરિયાદને કોઈ અવકાશ નથી. નિરુ વિચારે છે કે આવી સ્થિતિમાં મારા વિશે કોણ વિચારશે? ‘ચુકાદો’ ગુજરાતના કોમી તોફાનોની વાત છે. દસ વર્ષ પછી પણ કથકને ઊંઘ નથી આવતી, ગોજારી ઘટનાના પડઘા એને સંભળાય છે. જોકે આ વાર્તા કોઈ ડોક્યુમેન્ટરી માટે ખપ લાગે તેવી છે. એમના પહેલા સંગ્રહમાં ‘તરસના કૂવાનું પ્રતિબિંબ’ અને ‘સાંઢણી’ પહેલી વાર્તામાં રેતીનું તોફાન, સૂસવાટા મારતો પવન, ધોમ તાપમાં ઊભેલાં ભૂંગાંની આસપાસ બેઠેલા લોકો હવે નવા મુલકની શોધમાં નીકળ્યા છે. વીનેશ અંતાણીએ ‘દરિયો રણ પહાડ’ નામે દીર્ઘ વાર્તાઓનું પુસ્તક આપ્યું છે. આ પુસ્તકમાં ત્રણ વાર્તાઓ છે. જોકે આ વાર્તાઓ ભૂતકાળમાં વિહરે છે. જે પ્રકારનું વર્ણન છે એ બંદર લેખકે જોયું હશે કે કેમ તે પ્રશ્ન છે. છતાંય વાંચવું ગમે એવું લખાણ છે. રણ વાર્તા બદલાતા સમયમાં રણવાસીઓ શહેરમાં પહોંચ્યા છે. અહીં મુસાની બદલાયેલી માનસિકતાનો અભ્યાસ કરવા જેવો છે. શું બન્ની અને રણકાંધીએ રહેનારાઓ માત્ર ચોપાં જ સાચવે અને ભૂંગામાં જ રહે? ગરીબ જ રહે? કદાચ કોઈ વિવેચકને મુસા નકારાત્મક પાત્ર લાગે પણ મને એ સાચો લાગ્યો છે. એને પૈસાદાર થવું છે તો એ એનો અધિકાર છે. શહેરમાં રહેનારા જ પૈસા કમાવી શકે? રણ વાર્તા બદલાતા કચ્છનું ચિત્ર છે. કચ્છમાં પહાડ નથી, કે ન પહાડી વાતાવરણ છે. એટલે એ વાર્તા કચ્છની નથી. લેખકે અહીં પોતાનો કસબ અજમાવ્યો છે. એક ગુજરાતી યુવકની સાથે પહાડી વિસ્તારની યુવતીનો મેળ બેસાડ્યો છે. એ પ્રેમકથા છે પણ આ પહાડ વાર્તા આ સંગ્રહમાં શા માટે લેવાઈ તે એક આશ્ચર્ય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 67: | Line 72: | ||
{{right|મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭}}<br> | {{right|મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭}}<br> | ||
<br>{{HeaderNav2 | <br>{{HeaderNav2 | ||
|previous = | |previous = વીનેશ અંતાણી | ||
|next = | |next = રમેશ ર. દવે | ||
}} | }} | ||