32,402
edits
(+1) |
No edit summary |

| Line 35: | Line 35: | ||
{{right|મો. ૯૮૭૯૭ ૭૯૫૮૦}}
| {{right|મો. ૯૮૭૯૭ ૭૯૫૮૦}}

{{right|Email : ngr12687@gmail.com}}
| {{right|Email : ngr12687@gmail.com}}

{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
'''‘તમે સાક્ષાત્ એક વાર્તા છો...’ :'''

'''વિનોદ ગાંધી વાર્તાસંગ્રહ વિશે''' | |||
'''નીતિન રાઠોડ''' | |||
[[File:Tame Sakshat Ek Varta chho by Vinod Gandhi - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | |||
(‘તમે સાક્ષાત્ એક વાર્તા છો...’, વિનોદ ગાંધી, લજ્જા પબ્લિકેશન, વિદ્યાનગર, પ્ર. આ ૨૦૨૧, પૃષ્ઠ ૧૪૪) | |||
વિનોદ ગાંધીનો બીજો વાર્તાસંગ્રહ ‘તમે સાક્ષાત્ એક વાર્તા છો...’માં કુલ ૧૬ વાર્તાઓ છે. આ વાર્તાઓ ગુજરાતીના ‘હયાતી’, ‘તાદર્થ્ય’, ‘જલારામદીપ’ વગેરે જેવા સામયિકમાં પ્રગટ થઈ છે તથા વિવિધ એવાં સંપાદનોમાં સમાવેશ પામી છે. | |||
‘તમે સાક્ષાત્ એક વાર્તા છો...’ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘છગનાની વાર્તા’ છે. આ વાર્તાની કથનરીતિ જુદી છે. અહીં ભાવકને સાથે લઈને વાર્તા રજૂ થઈ છે. ભાવકને વાર્તા કહેવાનું જણાવતો લેખક અહીં વાર્તા કહેવામાં તેને કંટાળો આવે છે. જ્યારે ભાવક વારંવાર પ્રશ્નો પૂછીને લેખકને અટકાવે છે. લેખક છગનો-છગનીમાંથી મગનો-મગની આવે છે. વાર્તાના અંતે ભાવક કંટાળીને જતો રહે છે. ને ‘કંઈક નવું લખશે ત્યારે જરૂર સાંભળવા આવીશ’ એમ કહીને તે વાર્તા પૂરી કરે છે. પ્રથમ સંગ્રહની પ્રથમ વાર્તાની જેમ વાર્તાકારે પ્રયોગ કર્યો છે, પરંતુ એટલો સફળ નીવડ્યો લાગતો નથી. | |||
‘સ્વમાન’ વાર્તામાં દલિત યુવાનની સંવેદના રજૂ થઈ છે. વાર્તાકારે ‘સુદામાચરિત્ર’ના સુદામાને જોડે આ નાયકની સરખાણી કરી છે. પોતાની જ્ઞાતિના લોકોએ નક્કી કર્યું છે કે હવે કોઈએ ગામમાં કોઈનું મરેલું ઢોર ખેંચવા જવું નહીં. પરંતુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી નાયકનો નિર્ણય ડગી જાય છે. પોતાનો કૉલેજકાળનો મિત્ર અભેસિંહના ઘેરે પાડો મરી ગયો છે ને ૫૦૦ રૂપિયા મળવાના હોવાથી તે જાય છે. આ કામને કારણે જ્ઞાતિના લોકોનો સામનો કરવો પડે છે. વાર્તામાં પાડાને ખાડામાં દાટતી વખતે ઝેરી દવાની ગંધથી તે બેભાન થઈને ખાડામાં પડે છે ને કેડમાં રહેલી ઝરી પેટમાં વાગી જાય છે. આ વાતની જાણ ગામલોકોને થાય છે ત્યારે પોતાની જ્ઞાતિના માણસોએ મારી નાખ્યો એવો સૂર સંભળાય છે. આ તપાસ માટે ગામમાં પોલીસ આવે છે પણ તે નક્કી કરી શકતી નથી. વાર્તાને અંતે ઘોંઘાટની વચ્ચે પત્નીનો અવાજ કોઈને સંભળાતો નથી. આ વાર્તાનું વસ્તુ માય ડિયર જયુની વાર્તા ‘જીવ’ અને દલપત ચૌહાણની ‘એરુંઝાંઝરું’ વાર્તા યાદ આવે છે. વાર્તાનું નવું નથી. પરંતુ વાર્તાના અંતે જે રીતે દલિત યુવાનનું મૃત્યુ થાય છે ને દલિતવાસના લોકો પર શંકા થાય છે તે રીતે અંત જુદો છે. | |||
‘જે કોઈ પ્રેમઅંશ અવતરે’ વાર્તામાં દલિત સાથે લગ્ન કરતા સુધીરને જે વેઠવાનું આવે છે તેને વાચા આપી છે. સુધીરની પત્ની મૃત્યુ પામતા સુધીર પોતાની ઑફિસમાં નોકરી કરતી જયશ્રી પરમાર સાથે લગ્ન કરે છે. આ વાતની જાણ તેની માને થાય છે ત્યારે ઘર છોડીને જતી રહે છે. વાર્તાના અંતે સુધીરના ઘરે પુત્રનો જન્મ થાય છે. ને તેની મા પછી આવે છે. ‘પ્રેમ’ નામ રાખ્યું છે સાથે તે જવાબ આપે છે કે ‘મા, જગતમાં પ્રેમ જ ટકે છે. બાકી, બીજું બધું નાશ પામે છે... પ્રેમ જ ટકે છે.’ જેવો જવાબ સચોટ છે. ‘વ્યક્તિ મહત્ત્વની છે, જાતિ નહીં’ જેવો સંદેશ આ વાર્તા આપી જાય છે. | |||
‘શાલિનીનો હસબન્ડ અને હું’ અને ‘પત્રપતીક્ષા’ જેવી વાર્તાઓની જેમ ‘શયનેષુરંભા’ વાર્તામાં પણ વાર્તાકારે પ્રયોગ કર્યો છે. ‘શયનેષુરંભા’ વાર્તા ત્રણ ભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. પ્રથમ ભાગમાં વાચક અને કથક વચ્ચેનો સંવાદ છે. વાચકને બગીચામાં બેઠા હોય એવી કલ્પના કરવાનું કહે છે. બીજા ભાગમાં વાચક અને કથકની પત્ની વચ્ચેની જોવા મળતી ચર્ચા. અંતે કથક સાથે આવેલી રૂપવતી નામની સ્ત્રી સાથે સહજ ચર્ચા ચાલે છે. કલ્પના અને વાસ્તવ વચ્ચેનું અંતર અને કથકનું વાચક સાથેનું જોડાણ એટલું પ્રતીતિકર લાગતું નથી. પ્રયોગ કર્યો છે, પણ વાર્તામાં પરિણમ્યો નથી. | |||
‘પરગણું અને પૂરી’ વાર્તામાં પંચના નિયમો પર કટાક્ષ કરતી વાર્તા છે. ધના ડોસાના મૃત્યુ બાદ તેરમા દહાડે ‘પાકું ભોજન’ આપવાનો રિવાજ મુજબ ધના ડોસાના છોકરાઓ ભોજન રાખે છે. ગામલોકો જમવા આવે છે. પણ ભોજનમાં પંચ દ્વારા નક્કી કરેલ ભોજન સાથે પૂરી પણ આપવામાં આવે છે. ગામના-પંચના લોકો નારાજ થાય છે. નિયમ તોડતા પંચના લોકો બીજી વખત જમાડવાની સજા ધનાના છોકરાઓને આપે છે. બીજી વખતે શું જમવામાં આપવાનું પૂછતાં પંચના વડા જવાબ આપે છે – ‘જુઓ ભૈ, હાંજના ખરચમાં દાળ, ભાત, હાક અન અકઢાયલું દૂધ બનાવજો અને હા, દૂધ હેમો ખાશું? એટલે દૂધ હારે ખાવા માટે પુરીઓ તળી નાંખજો જાવ... જોજો, પાછા હવારની વધેલી પૂરીઓ ના પીરસી નાંખતા હોંજના ખરચમાં! જાવ, છૂટી.’ (પૃ. ૫૦) આમ, પંચ-સમાજ દ્વારા જે પૂરીને કારણે બીજી વખતના ભોજનની સજા કરવામાં આવી તે બીજી વખતના ભોજનમાં પૂરી જ રાખવાનું કહેવામાં આવે છે. પંચના નિયમોથી માણસોને કેવું વેઠવાનું આવે છે, તેનું બયાન આ વાર્તા કરે છે. | |||
‘નહીં તો?’ વાર્તાની નાયિકાનો પતિ આકાશ પલ્લવી નામની સ્ત્રીની પાછળ પડે છે. એકલી રહેતી પલ્લવી જોડે સંબંધ રાખવાની સાથે અભદ્ર વાતો કરતો આકાશની ફરિયાદ પલ્લવી નાયિકાને કરે છે. નાયિકાને પતિનું આ વર્તનથી દુઃખી થાય છે. પલ્લવીને મળવા આવતા આકાશની જાણ પલ્લવી તેની પત્નીને કરે છે. નાયિકાને(પત્નીને) જોઈને આકાશ ભોંઠો પડી જાય છે. ગુજરાતીની પ્રથમ વાર્તા ‘ગોવાલણી’ની યાદ અપાવે છે. પરંતુ અહીં નાયિકાની મુખે રજૂ થયેલી આ વાર્તામાં નાયિકા અંતે પોતાના પતિને શાંતિથી સમજાવે છે. વાર્તા અંતે આકાશ પલ્લવીની માફી માંગે છે ને પોતાની ભૂલ સ્વીકારે છે. વાર્તાનો અંત સુખદ છે. ‘નહીં તો?’ કંઈક જુદો અંત આવતો એ અર્થમાં શીર્ષક યોગ્ય છે. | |||
‘ફેસબુક’ વાર્તાનો નાયક પોતાની ભૂતકાળની પ્રેમિકાનો ફોટો ફેસબુક પર તેના પતિ સાથે મૂકેલો જુએ છે. તેને લાઈક કરી શકતો નથી. પ્રેમિકાનો ફોટો જોઈને પોતાના ભૂતકાળમાં સરી પડે છે. પામી ન શકેલો નાયક ફેસબુક પર પોતાની પત્ની સાથેના ફોટાની કમેન્ટમાં પેલી સ્ત્રીની કમેન્ટ હતી. જેમાં કલાપીની ગ્રામમાતાની કાવ્યપંક્તિ – ‘અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે!’ લખેલ હતું. વાર્તાને અંતે જવાબમાં આભાર લખવાનું વિચારતા નાયકની આંગળીઓ કી-બોર્ડ પર અટકી જાય છે. આ વાર્તા નવા જમાનાની છે. ટૅક્નોલૉજીથી જોડતાં પાત્રોની સંવેદના અને ભૂતકાળને ફરી તાજો કરી દેતી ક્ષણનું આલેખન વાર્તાકારે કર્યું છે. | |||
‘શેઠની હવેલી’ વાર્તાનો આરમ્ભ રઘુ શેઠ અને કુસુમ શેઠાણીના પરિચયથી થાય છે. વર્ષોથી હવેલીનું રંગકામ કર્યું નથી માટે શેઠાણી શેઠને રંગકામ કરાવા માટે જિદ કરે છે. અંતે શેઠ હવેલીનું રંગકામ શરૂ કરાવે છે. હવેલીમાં રહેલા મંદિરના રૂમમાં શેઠ શેઠાણીના કહ્યા વગર જતા નથી અને રંગકામ કરનારા માણસો અંદર ઘૂસી જતા શેઠાણી અને શેઠ ગુસ્સે થાય છે. ભગવાન ‘અભડાય ગયાની’ ફરિયાદ કરે છે. બીજા દિવસે ત્રણ રંગકામ કરનારામાંથી એક આવ્યો નથી. તેના વિષે પૂછતાં તે ગભરાય ગયો એવો જવાબ આપે છે. બાકીના આવેલા બેમાં એક લુહાર અને બીજો સુથાર છે. જ્યારે ન આવેલો ચમાર હતો. વાર્તાના અંતે ‘કુસુમ શેઠાણી બેભાન જેવાં થઈ ગયાં’ અને ‘રઘુ શેઠને વાઢો તો ય લોહી ન નીકળે તેવા થઈ ગયા’-જેવા શબ્દો દ્વારા જ્ઞાતિ-જાતિમાં માનતાં શેઠ-શેઠાણીની મનોદશા રજૂ થઈ છે. | |||
‘વાળુ’ વાર્તામાં તળની બોલીમાં અસલ ગ્રામીણ દલિત જીવન નિરૂપાયું છે. શકરી અને રમણાનું એકમાત્ર સંતાન ખોડિયો છે. શકરી સોસાયટીમાં સાફ-સફાઈ કરે અને સાંજે જે વાળું મળે તે ખાઈને આ પરિવાર જીવન ગુજારે છે. જ્યારે રમણ દારૂડિયો છે. એક સંતાન બાદ બીજા સંતાનની મા શકરી બની શકતી નથી. માટે એક દિવસ શકરી બીમાર પડે ત્યારે રમણ તેને ‘કાગડી’ કહે છે. કાગડી જેમ એક વાર માતા બન્યા પછી બીજીવાર મા બની શકતી નથી જેવો અર્થ રમણ આપે છે. રમણના આ પ્રકારના વર્તનથી તે ખાતી નથી. રમણને પોતાની ભૂલ સમજાય છે ને તે વાળુ માંગવા સોસાયટીમાં જાય છે તે સમયે શકરીનું સોસાયટીના લોકોમાં જોવા મળતું માન, ઇજ્જત અને ચિંતા રમણ જુએ છે. સાથે વધારાનું ખાવાનું પણ આપે છે. આ બધું જોઈને રમણના મનમાં શકરીનું માન વધી જાય છે. અંતે આ આખો પરિવાર સાથે મળીને ખાય છે. વાળુ માંગીને જીવતી શકરી માટે વાર્તાના અંતે રમણના મનમાં જોવા મળતી ઇજ્જતનું ચિત્ર વાર્તાકાર સચોટ રીતે આલેખી શક્યા છે. એક સંતાનનું મહત્ત્વ બતાવતી અને તેની કાળજી લેતી મા-શકરી વાર્તામાં જુદા વિચારોથી અલગ પડે છે. | |||
‘તમે સાક્ષાત્ એક વાર્તા છો...’ વાર્તાની કથક એક સ્ત્રી છે. તે વાર્તામાં લખનારને પોતાના વિશે વાર્તા લખવા માટે કહે છે. તેમાં લખનારને યોગ્ય લાગે તો પોતાના વિશે વાર્તા લખવાની છૂટ પણ આપે છે. વાર્તાકાર વાર્તામાં જે સ્ત્રી પોતાના વિશે વાર્તા લખવા માટે પોતાની કથની કહે છે. આ કથની દ્વારા કથક સ્ત્રી વિશે લેખક અને ભાવક જાણી શકે છે. પરંતુ સાથે તે વાર્તા લખવામાં માટે કેવળ કથા નહીં કળા પણ હોવી જોઈએ. માટે તે વાર્તા લખનાર પર છોડે છે. વાર્તાના અંતે સ્ત્રી પોતે વાર્તાકારે પોતાના વિશે શું લખ્યું છે? તે વાંચે છે. તેમાં વાર્તાકાર સ્ત્રી વિશે શું વિચારે છે, તેની જાણ થાય છે. વાર્તાકાર કહે છે કે ‘મનેય વાર્તા લખવાનો આનંદ તો આવવો જોઈએ ને? કેવળ કોઈના અહમ્ના આટાની કણક બાંધીને અહમ્ની જ રોટલીઓ વણ્યે રાખવાનો મને કંઈ અભરખો નથી.’ (પૃ. ૯૪) આમ, વાર્તા કોઈ કહે ને લખાય એવું સ્વરૂપ કે સર્જન નથી. સાહિત્યસર્જન એ આનંદ માટે લખાય છે વગેરે બાબતો દ્વારા વાર્તાકાર તેનો જવાબ આપે છે. આ વાર્તા પરથી સંગ્રહનું નામ પડ્યું છે. વાર્તાની ટેક્નિક, શૈલીમાં પ્રયોગશીલતા દેખાય છે. | |||
‘હોડ’ વાર્તામાં સામાજિક બદીઓની સાથે વેરભાવનું નિરૂપણ કર્યું છે. વાર્તામાં ફૂલાના ગામની સાથે તેના ફૂવાના ગામના સાથે વેર વર્ષોથી ચાલ્યું આવે છે. ફૂલો ફૂવાના મરણવેળાએ હોડ ઓઢાડવા માટે (મરનાર માણસ પર ઓઢાડવામાં આવતું કાપડ) લઈને જાય છે. ફૂલાની હોડ ગામલોકો ઓઢાડવા દેતા નથી. ફૂલો ઘણી આજીજી કરે છે ‘નાતનો ઝઘડો નાતમોં. અનઅ આ ઝઘડા જોડે મરનારને શી લેવાદેવા?... મરણનો તો મલાજો જાળવો...’ (૯૮) પરંતુ ગામલોકો માનતા નથી. અંતે નાતનો નિયમ તોડે તો નાત જે સજા કરે તે કરવી પડે માટે ફૂલાને હોડ ઓઢાડવા દેવામાં આવતી નથી. પોતાનો રિવાજ પૂરો ન કરી શકતો ફૂલો અંદરથી મૂંઝાય છે. જૂનું વેર પકડીને બેઠેલા ગામલોકોની પણ એક જુદી જ ગાથા છે. વાર્તામાં પ્રયોજાયેલી દેશીબોલી વાર્તામાં ગ્રામીણ વાતાવરણ ઊભું કરવામાં ઉપકારક નીવડી છે. | |||
‘ટોચેલું ફળ’ વાર્તામાં દલિત સંવેદનાની સાથે સ્ત્રીસંવેદના રજૂ થઈ છે. ઈલા નામની દલિતનું શાળાના બે શિક્ષકો શારીરિક શોષણ કરે છે. ઈલા આ શોષણથી ગર્ભવતી બને છે ને ત્યાર બાદ શાળા છોડી દે છે. થોડા સમય બાદ ઈલાનાં લગ્ન મગન સાથે થાય છે. મગનને આ શોષણની વાત ખબર પડે છે ત્યારથી તે તેનાથી દૂર રહે છે. આ વાતની જાણ તેના સસરાને પણ છે. વાર્તાના અંતે ચલમ પીતા સસરાનો ધુમાડો એકલી પડેલી ઈલાના મોઢા સુધી જતો રહ્યો ને ‘ખુદ ઈલાએ આ વખતે ધુમાડાને આઘો કરવા હાથ ના હલાવ્યો...’ (પૃ. ૧૧૨) વાર્તાનું આ વાક્ય જુદો જ સંકેત કરે છે. વાર્તાના અંતે આવતું વર્ણન ‘ઘરડા પોપટે જામફળને ખાધું’ તો ‘ટોચેલું જામફળ’ જેવો શબ્દ પ્રતીકાત્મક રીતે પ્રયોજાયેલ છે. વાર્તાની ભાષા, ઈલાની સંવેદના તથા શિક્ષકો દ્વારા થયેલું ઈલાનું શોષણ વગેરે બાબતો વાર્તામાં બરોબર રજૂ થઈ છે. તે અર્થમાં આ વાર્તા જુદી છે. | |||
‘આંબો’ વાર્તામાં આંબો પ્રતીક તરીકે પ્રયોજાયો છે. દીપક આંબો પડી જવાથી દુઃખી થાય છે. તે બીજો આંબો રોપે છે. એક બાજુ લગ્નનાં ઘણાં વર્ષો પછી પણ દીપક સંતાનનો પિતા બનતો નથી. તંદુરસ્ત દીપક અને તેની પત્ની શહેરમાં દવાખાને રિપોર્ટ કરાવે છે. એક બાજુ ઘરે કેરી આપતો પિતાજીએ રોપેલો આંબો વાવાઝોડુમાં પડી જાય છે ને કેરી ન આપતો વાંઝિયો આંબો નથી પડતો. વાર્તાના અંતે રિપોર્ટમાં દીપકમાં ખામી હોવાનું બહાર આવે છે. આમ, વાર્તામાં આંબો એ દીપકનો પર્યાય બની જાય છે. સંતાન ન પ્રાપ્ત થતાં સ્ત્રીમાં દોષ જોતો સમાજ પણ વાર્તામાં રજૂ થયો છે. | |||
‘દૂધવાળી ડોશી’ વાર્તામાં દલિત વૃદ્ધ મંગુડોશીની હાલાકીને આલેખી છે. ગામની ડેરીમાં આ મંગુડોશીનું દૂધ લેવામાં આવતું નથી કેમ કે તે દલિત છે માટે. ડોશી સરકારી ડેરીમાં બધાનું દૂધ લેવું પડે, ‘હું દલિત છું પણ ભેંસ દલિત નથી’ ને દલિતને પણ દૂધ ભરવાનો અધિકારની વાત કરે છે. સવર્ણોના વિરોધથી મંગુડોશી પોતાને થતા અન્યાયની વાત છાપામાં છપાવે છે. બીજા દિવસે ગામલોકો મંગુનું દૂધ લેવાનું નક્કી કરે છે. મંગુની મક્કમતા આગળ ગામના સવર્ણોએ નમવું પડે છે. ગામનો છોટીઓ આ ઝઘડાનું સમાધાન કરવા મંગુડોશીને ઘરે ચા પીવા બોલાવે છે પરંતુ તૂટેલા કાનાવાળા કપમાં ચા આપે છે. ને મંગુડોશી રકાબી માંગતા આપતો નથી. તેવા સમયે ચા ઢોળીને મંગુડોશી ચાલી નીકળે છે. આમ, એક દલિત સ્ત્રીની મક્કમતા અને સ્વમાનતા વાર્તામાં સચોટ રજૂ થઈ છે. ગામલોકો મંગુડોશીના વિરોધને કારણે ‘દૂધવાળી ડોશી’ શબ્દ પ્રયોજે તે અર્થમાં શીર્ષક યથાર્થ છે. | |||
‘આર.ઓ. સિસ્ટમ’ વાર્તામાં સફાઈ કરતા રયજીની સંવેદના રજૂ થઈ છે. રયજી દલિત હોવાથી પીવાનું પાણી તેને ઉપરથી ધાર્મિક સંકુચિતવૃત્તિવાળાં પ્રજ્ઞાબહેન આપે છે. પ્રજ્ઞાબહેનને ઘેર એક દિવસ ‘આર.ઓ. સિસ્ટમ’ ફીટ કરવા આવે છે તે રયજીનો ભાઈ હોય છે. આ વાતની જાણ પ્રજ્ઞાબહેનને બીજે દિવસે થાય છે ને તે આઘાતમાં સરી પડે છે. ઘર આખું ગંગાજળથી ધૂએ છે. ઘર ધોતા આ સવર્ણપાત્રો મન ધોતા નથી. વાર્તામાં કારીગર અને સફાઈ કરતા વચ્ચે ભેદ રાખે છે. જાતિગત ભેદ રાખતાં પાત્રોની સાથે ધાર્મિક સંકુચિતતા વાર્તાકાર આલેખી શક્યા છે, જે આ વાર્તાની સફળતા છે. | |||
આ સંગ્રહની અંતિમ વાર્તા ‘ખાટલો’ છે. ‘ખાટલો’ વાર્તામાં નાત-સમાજ અને પંચના રિવાજો-પરંપરાની વાત કરી છે. બધા પંચોને મોટો ખાટલો આપ્યો ને કરસનપુરવાળાને ખાટલો નાનો આપતા જે બબાલ સર્જાય છે તે વાર્તાના કેન્દ્રમાં છે. બાદમાં તેમને પણ બધા જેવો મોટો ખાટલો આપવામાં આવે છે ને વિવાદ શાંત કરવામાં આવે છે. નાતના લોકોના મુખે બોલતા નાત વિશેનાં વાક્યો, નાતમાં રહેતા વડીલોનું વર્તન તથા અન્ય પરિવેશને વાર્તાકાર બખૂબી રજૂ કરી શક્યા છે. વાર્તામાં કોઈ વ્યક્તિ કેન્દ્રમાં નથી પણ નાતનું ચિત્રકેન્દ્રમાં છે. ‘ખાટલા’ માટે જે વિવાદ સર્જાય છે તે અર્થમાં શીર્ષક સાર્થક છે. | |||
‘તમે સાક્ષાત્ એક વાર્તા છો...’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં વિષયવસ્તુ, પરિવેશ, પ્રયોગશીલતા, ટેક્નિક તથા બોલીને કારણે જુદી પડે છે. ‘છગનાની વાર્તા’, ‘તમે સાક્ષાત્ એક વાર્તા છો...’ અને ‘શયનેષુરંભા’ વાર્તામાં પ્રયોગશીલતા એટલી ઉપકારક નીવડી નથી. તો ‘સ્વમાન’, ‘જે કોઈ પ્રેમઅંશ અવતરે’, ‘શેઠની હવેલી’, ‘વાળુ’, ‘ટોચેલું ફળ’, ‘દૂધવાળી ડોશી’, અને ‘આર.ઓ. સિસ્ટમ’માં દલિત સંવેદના કેન્દ્રમાં છે. દલિત હોવાને લીધે જે વેઠવાનું આવે છે તે ‘દૂધવાળી ડોશી’, ‘આર.ઓ. સિસ્ટમ’ અને ‘શેઠની હવેલી’માં વાર્તાકાર કળાત્મક રીતે આલેખી શક્યા છે. ‘દૂધવાળી ડોશી’ વાર્તાની મંગુ ડોશીની મક્કમતા ભાવકને સ્પર્શી જાય છે. તો સાંપ્રત સમયને રજૂ કરતી ‘ફેસબુક’, ‘જે કોઈ પ્રેમઅંશ અવતરે’ના નવા વિષયોને લીધે મહત્ત્વની છે. આ ઉપરાંત ‘પરગણું અને પૂરી’, ‘હોડ’, અને ‘ખાટલો’ વાર્તામાં સમાજ, રીતરિવાજ અને નાતનું ચિત્ર વાર્તાકારે રજૂ કર્યું છે. આમ, ‘તમે સાક્ષાત્ એક વાર્તા છો...’ વાર્તાસંગ્રહો અનેક રીતે ધ્યાનપાત્ર છે. | |||
{{Poem2Close}} | |||
{{right|ડૉ. નીતિન રાઠોડ}}

{{right|આસિસ્ટન્ટ પ્રોફેસર,}}

{{right|ગુજરાતી વિભાગ}}

{{right|ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ સરકારી કૉલેજ,}}

{{right|સિલવાસા-૩૯૬૨૩૦}}

{{right|યુ.ટી. ઑફ દાદરા ઍન્ડ નગર હવેલી}}

{{right|મો. ૯૮૭૯૭ ૭૯૫૮૦}}

{{right|Email : ngr12687@gmail.com}}

{{HeaderNav2 |
{{HeaderNav2 | ||
|previous = ઉત્પલ ભાયાણી | |previous = ઉત્પલ ભાયાણી | ||
|next = જયેશ ભોગાયતા | |next = જયેશ ભોગાયતા | ||