ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મહેન્દ્રસિંહ પરમાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 13: Line 13:
વાર્તા પ્રયોગશીલ બની છે. નવજીવન વાચિકમ્‌માં આ કૃતિ એમની ‘મુગલ-એ-આઝમ’ છે કહી વાર્તા પ્રત્યેનો ઉત્કટ ભાવ સર્જકે વ્યક્ત કર્યો છે. કમ્યુનિકેશનનાં સંક્રમણકાળને ક્યાંક નિબંધની શૈલીમાં, ક્યાંક નાટકીય અંદાજમાં કળાત્મક વાર્તા બનાવીને પ્રસ્તુત કર્યો છે. એક જ સમયમાં બે સ્થિતિ સમાંતરે ચાલે છે. જેના કારણે તાર્કિક અને સંવેદનશીલ આ બન્ને સંવેદના હતાશા અને રમૂજનો મિશ્રિત ભાવ સર્જે છે. માતૃભાષાની વાટ લાગવાનો ભય છે અને ગુજરાત, બેંગલોર કે બ્લોગ થકી વિદેશ સુધી connect રહેવાનો આનંદ પણ છે. પતરંગો કે કાળો કોશી ને ગૂગલમાં સર્ચ કરવાનું સૂચન પ્રકૃતિથી વિમુખ થતી પેઢી માટેનો વિષાદ છે. અને શૈલીના પાત્રમાં રહેલું કુતૂહલ આશા જગાવે છે કે નવી પેઢી સાવ પરંપરા વિમુખ નથી. વડલો\ઈકબાલ\ટપાલપેટીનું દૃશ્ય વાર્તામાં જ સ્વતંત્ર નાની વાર્તા બને છે. ટપાલપેટીને આખી વાર્તામાં પ્રેયસી જેટલી મોહક બતાવી છે. વાસ્તવિક અને ભ્રામક જગતને જોડતી આ વાર્તા સાંપ્રત સમયની ઉત્તમ વાર્તા બની રહી છે.

‘પોલિટેકનિક’ એક સશક્ત વાર્તાકારનો પ્રવેશ’ એવા શીર્ષકથી કિરીટ દૂધાત વાર્તાવિષયક વાતો કરી પોતાના નિરીક્ષણો ‘તથાપિ’ માર્ચ, એપ્રિલ, મે ૨૦૧૬ના અંકમાં આપે છે. અને ‘પ્રત્યક્ષ’ સામયિકમાં ‘પોલિટેકનિક – મહેન્દ્રસિંહ પરમાર’ શીર્ષકથી ધીરેન્દ્ર મહેતા લિખિત સમીક્ષા મળે છે.  

[[File:Polytechnic by Mahendrasinh Parmar - Book Cover.jpg|200px|right]]   
[[File:Polytechnic by Mahendrasinh Parmar - Book Cover.jpg|200px|left]]   
વાર્તાકાર વાતો વાતોમાં ઘણું કહી દેવાની કળા ધરાવે છે. જેના કારણે સમસ્યાપ્રધાન વાતો હળવી અને રસિક બની રહે છે. વ્યંગ્ય, વિનોદ અને વિષાદને સાથે સાથે ગૂંથી વાર્તા કેવળ મનોરંજનના હેતુથી નહીં નિસબત સાથે રજૂ કરે છે. ‘પોલિટેકનિક’ શીર્ષક વાર્તાનો વિષય ‘ખુલ્લામાં થતી શૌચક્રિયા’ ઉપર છે. આ વિષયને કળાસ્વરૂપે ઢાળવાનું કામ પડકારજનક છે, જે લેખક પૂરી માવજત સાથે એક નહીં, ત્રણ વાર્તાઓમાં ગૂંથે છે. ત્રણેય વાર્તા સ્વતંત્ર છે. રેડિયો ઉપર વિદ્યા બાલનની જાહેરાતનું સૂત્ર ‘જહાં શૌચ વહાં શૌચાલય’નું ઉદ્‌ભવસ્થાન આ વાર્તાઓ હોય શકે! પહેલી વાર્તા પોલિટેકનિકમાં નાના શહેરની વાત માંડે છે. એક રોજિંદી નૈસર્ગિક ક્રિયા માટે સ્ત્રીઓ જે હાડમારી અને મૂંઝવણ અનુભવે છે એ ક્ષોભજનક સ્થિતિનું વર્ણન છે. વ્યવસ્થાતંત્ર સામે રોષ છે. ડેલાની સ્ત્રીઓને કુદરતી હાજતે જવા માટે ઘરમાં શૌચાલય નથી એટલે જવું તો ક્યાં જવું? અને એ સ્ત્રીઓ ઉપાયો શોધી બાજુનું ખેતર, સ્કૂલનું મેદાન, ભીખાની ચાલ, રેલવેના ડબ્બા, ગામ તળાવ, સર્કીર્ટહાઉસની બાજુની દીવાલ, સુલભ શૌચાલય કે પોલિટેકનિકની જગ્યાઓનો ઉપયોગ કરે છે. પોલિટેકનિકમાં છેલ્લે બાકોરું પાડી પેશકદમી કરાવવાની વાત હળવી રમૂજ શૈલીમાં લખીને તંત્ર સમક્ષ રાષ્ટ્રનો પાયાનો પ્રશ્ન સૂચિતાર્થ કર્યો છે. ‘હવે કઈ પોલિટેકનિક’ વાર્તા જેમાં જાતે ને જાતે ઉકેલો શોધતી સ્ત્રીઓ હવે આંદોલન દ્વારા સમસ્યાનો વ્યાપ સરકાર સુધી પહોંચાડવા સક્ષમ બની છે. પ્રશાસન તો ટૂંકમાં બધું આટોપાઈ જાય એવા હેતુથી વચગાળાની રાહત, કામચલાઉ ઉકેલો બતાવે છે પણ એટલાથી સ્ત્રીઓના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હલ થતા નથી. આ વાર્તા સરકારની શિથિલતા અને પ્રજાની વિવશતા તરફ આંગળી મૂકે છે. અને ત્રીજી વાર્તા ઉડણચરકલડી આપણી પરંપરિત માનસિકતાને જુદી રીતે બતાવે છે. જેમાં સુવિધા અને સંવેદનશીલતા આ બન્નેમાં સુવિધાનો વિજય થતો જણાય છે. દીકરી સાસરે જાય પછી એનો પિયર આવવાનો રઘવાટ સર્વ સામાન્ય વાત છે. જ્યારે અહીં દીકરીને સાસરું બહુ ગમી ગયું છે એવું નથી. પરંતુ શૌચાલયની સુવિધા જરૂર એને comfort zoneમાં લાવી દે છે કે પિયર જવા એટલી બેબાકળી બનતી નથી. બદલાતી સમાજ વ્યવસ્થામાં આ વાત પણ હવે સ્વીકૃત કરવી રહી એ સૂચિત છે.  

એવી જ બૌદ્ધિકોની વિવશતા વ્યક્ત કરતી વાર્તા છે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ’ વાર્તામાં ઇન્દુભાઈનું ચરિત્ર ચિત્રણ સુજ્ઞ વાચકોને સામે રાખીને રચાયું છે. વાર્તાની તીવ્રતા એ છે કે એક ટોળાનાં ઉન્માદ સામે બુદ્ધિમાન વ્યક્તિ કેવો નિઃશસ્ત્ર બની જાય છે! એ હતાશા કેવળ સર્જકની જ નહીં વિચારશીલ અને વિવેકી જનમાનસની પણ છે. ગાંધી અહીં પણ ક્યાંક પ્રસ્તુત છે. નૈતિક મૂલ્યોનો પરાજય થાય, શાસ્ત્રો સામે શસ્ત્ર વિજેતા બને ત્યારે સમાજ ક્યાં? કે આપણે પહોંચ્યા ક્યાં? એ પ્રશ્ન અહીં રમખાણો, કોમી વિવાદો, બૌદ્ધિક વિચારોની નિરર્થકતા દ્વારા રજૂ થાય છે.  

Line 20: Line 20:
‘શીર્ષક : હજી નક્કી નથી’ વાર્તામાં નવ્ય સાહિત્ય સર્જન અને ખાસ કરીને વાર્તાશિબિરોમાં થતી ટીકાટિપ્પણ અને વિવેચનની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટના સંવાદ રચાય છે. વાસ્તવિકતાની સમાંતરે વાર્તા ચાલે છે જે નવી ટેક્‌નિકથી લખાયેલી છે એટલે એક પ્રયોગશીલ વાર્તા બને છે. ‘બ્લૅન્કેટ’ નવી ઉમેરાયેલી વાર્તા છે. એક કલ્પનાનું સુખ અનુભવતા માણસની, રેલવે પરિવેશમાં લખાયેલી અને સજ્જન શબ્દની ઠેકડી ઉડાડતી સળંગ અને સાંગોપાંગ વાર્તા બની છે. પરિક્ષિતલાલની જ નહીં માણસ માત્રની નીતિમત્તાની કસોટી કરે એવી વાર્તા બની છે. માણસની અંદરનો ચોર, વળી આસપાસમાં પણ ચોરના ભાઈ ઘંટીચોર, અને અંદરનો ભીરુ માણસ જે દેખીતી રીતે ઠગ નથી અને પોતાની ઇચ્છાઓ સામે પરાસ્ત થતો દેખાય છે. ટૂંકા રસ્તાઓ શોધી ચતુર બની ગયાનો આનંદ માણે છે. વળી, આ રેલવેનો એવો પ્રવાસ છે જ્યાં સમૂહ અજાણ્યો છે એટલે એને કોઈ જ ઓળખતું નથી એની નિરાંત છે. પરિવાર, પત્ની કે પરિચિત સમાજની બીક નથી. થોડા સમય માટે એ ઇચ્છે એમ કરી લેવા મુક્ત છે. યાત્રી છે એટલે અંદરનાં એકાંતને પૂરતી સુવિધા છે. સ્ત્રીઓને આડકતરી રીતે જોયા કરવાની અનુકૂળતા છે. સ્વાભાવિક અને અસ્વાભાવિક ઇચ્છાઓનો દ્વન્દ્વ એટલે રેલવે યાત્રી ઉર્ફે ‘બ્લૅન્કેટ’ વાર્તાના પી. લાલ.

વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમારની કથનરીતિની એ વિશેષતા રહી છે કે સામાજિક ચિત્રણ વરવું કે વિકરાળ ન બની જાય એટલે ભાષાનો કુનેહથી ઉપયોગ કરે છે. વાર્તારસ જળવાય એટલે વ્યંગ્યની સાથે સાથે હળવાશથી  પ્રસ્તુત થતા રહે છે. કેટલાક આવા ઉદ્‌ગાર અને ભાષાના નમૂનાઓ જોઈએ.

[[File:Postcard Jetli J Varta by Mahendrasinh Parmar - Book Cover.jpg|200px|right]]   
[[File:Postcard Jetli J Varta by Mahendrasinh Parmar - Book Cover.jpg|200px|left]]   
‘સવારમાં ચાર વાગ્યામાં પ્રાતઃકર્મ પતાવી લેવાના દબાણમાં નિશાળની ટાંકીથી જલપાત્ર ભરીને જતા હતા ત્યાં મતપત્રકોની ચિંતા પેઠી. એક થેલીમાં લીધા સાથે. એક હાથમાં જલપાત્ર અને બીજા હાથમાં મતપત્રો! (એમ. પી. અજમેરા),  

‘ગાર્ગી, હવે કશું પૂછશો નહીં.’ (ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ),  

Navigation menu